________________
પત્રસુધા
૧૭૫ રહી જશે. માટે હજી જે જીવતા છે તેણે મરણ પહેલાં ચેતી લેવાનું છે. અણધારી અડચણ, આફત આવી પડે તે પણ ગભરાયા વિના એક પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે દઢ વિશ્વાસ રાખી સહન કર્યા કરવું. પરમકૃપાળુદેવના વચને પરમશાંતિને આપે તેવાં છે તેમાં ચિત્ત વિશેષ રાખવા ભલામણ છે.જી.
તમે પરિપૂર્ણ સુખી છે એમ માને, અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરે.” (૧૪૩) “જે થાય તે ભલું માનવામાં આવે.” “જીવ તું શીદને શેચના કરે? કૃષ્ણને કરવું હોય તે કરે.” “બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી.” “નહિ બનવાનું નહિ બને બનવું વ્યર્થ ન થાય, કાં એ ઔષધ ન પીજીએ, જેથી ચિંતા જાય.” આમ વિચારી મનને શકના વિકલ્પમાંથી ફેરવી વૈરાગ્યમાં લાવવા પુરુષાર્થ કરવા ધારીએ તે બની શકે એમ છે. મનને વીલું ન મૂકવું. સ્મરણ કર્યા કરવું. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ તેમના વ. પુત્ર પૂ. ભાઈ મોહનભાઈના પુત્ર પૂ. ગુલાબચંદભાઈ ઉપર કૌટુંબિક આફત આવી ત્યારે લખાવેલે પત્ર તમને આ વખતે બહુ ઉપયોગી થશે ગણી નીચે ઉતારી એકલું તે વારંવાર વિચારી જગતની ફિકર ભૂલી જશે. તેમાં કહેલી શિખામણ હૃદયમાં ઉતારશે. (જુઓ ઉપદેશામૃત પૃષ્ઠ ૫, પત્ર નં. ૧૫૦)
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭૯ તત્ છેસત
અગાસ, તા. ૭-૧૧-૩૦ આસો વદ ૧૧, મંગળ, ૧૯૯૫
તીર્થશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈરછક દાસાનુદાસ બાલ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા તથા આ વિકમ સંવતનું વર્ષ પૂર્ણ થતું હોવાથી તે વર્ષ દરમિયાન આપ પ્રભુભક્તોને કેઈ અપરાધ થયે હેય તેની ઉત્તમ ક્ષમા આપવા નમ્ર વિનંતિ આપ સર્વ યાદ કરતાં આત્માર્થી ને પ્રત્યે છે તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા યોગ્ય છે.
આપે ચિઠ્ઠીમાં પુછાવ્યું છે કે “મનુષ્યભવની દરેક ક્ષણ અંશે મનુષ્યભવ છે, તેને ભાવાર્થ તે સરળ છે. જેમાં રૂપિયામાં જેટલા (૬૪) પૈસા છે તે અંશે રૂપિયારૂપ છે. બધા (૬૪) પૈસા મળી એક રૂપિયે થાય છે. ૩૨ પૈસા ગુમાવે તે રૂપિયાના બત્રીસ અંશ ગુમાવ્યા. જે વડે રૂપિયે થાત તે ગુમાવે એમ હિસાબી રીતે બેસે છે.
શાસ્ત્રમાં (શ્રી ગુરુતત્વનિર્ણયમાં) એક દષ્ટાંત છે. ત્યાં અતિચારેથી થતી હાનિનું મહત્વ સૂચવવા દષ્ટાંત દીધું છે. એક માણસે એરંડા (દિવેલા)ના છેડના લાકડાંથી માંડ બનાવ્યું તેના ઉપર કપડું પાથરી તેના ઉપર એક બે ત્રણ એમ એક એક રાઈના દાણુ તે નાખે જાય છે. આ રાઈના દાણાથી માંડ પડે જ નહીં એમ માની તે નાખે જાય છે પણ મણ બે મણ વજન એરંડાના પિલાં લાકડાં સહન ન કરી શક્યાં અને તે એરંડાને મંડપ ભાંગી ગયે. તેમ જેણે વ્રત લીધાં હોય તે એમ ધારે, “આટલામાં શું હરકત થવાની છે? મારે ક્યાં વ્રત તેડવું છે?' એમ બેદરકારી વ્રતની રાખી અતિચાર ઉપરાઉપરી સેવ્યા જાય તેનાં સર્વ વ્રતને જોખમ લાગે છે અને આખરે અર્ધગતિને રસ્તે પોતાને હાથે અજાણપણે રચે છે.