________________
પત્રસુધા
૧૬૫ -
મનુષ્યભવ દુર્લભ છે. પ્રમાદ મોટો શત્રુ છે. ખરી કમાણી કરવાની મોસમ આ મનુષ્યભવમાં છે. જેમ વરસાદ વરસે ત્યારે ખેડૂત સો કામ પઢી મૂકી વાવવા જાય તેમ આત્મહિતનું કામ જે જ્ઞાનીની આજ્ઞાએ થઈ શકે તેવું છે તેની કાળજી તેથી અનંતગણી રાખવી ઘટે છે. અનંતકાળ થયાં નથી બન્યું તે સત્પષને વેગ અને તેની આજ્ઞાની પ્રાપ્તિ થયા પછી જીવ તેની આરાધનામાં પ્રમાદ કરે તે શરમાવા જેવું છે. પશુ આદિ બીજા ભવેમાં સારી ભાવના કરી, આ મનુષ્યભવ મળે તેવી કમાણી કરી, પુરુષને યોગ થાય તેટલું પુણ્ય પ્રાપ્ત કરી શક્યો; તે હવે આ ભવમાં તે તેથી ઘણું થઈ શકે તે ગ છે. માટે હિંમત હાર્યા વિના પુરુષાર્થ કાળજી રાખીને કરતા રહેવાથી જીવનું કલ્યાણ થવા યોગ્ય છે”. “આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ એમ ગણું શરીર આદિની સગવડ ઓછી કરીને આત્મહિતને આગળ કરવું ઘટે છે તથા રોજ મરણને સંભારી કરી લેવા યોગ્ય કામમાં પ્રસાદ ન થાય તે તપાસતા રહેવું ઘટે છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૬૮
અમાસ, તા. -૯-૩૮ “વીતરાગને કહેલ પરમ શાંતરસમય ધર્મ પૂર્ણ સત્ય છે એ નિશ્ચય રાખવો.” (૫૦૫)
વિ. આપના ત્રણે પત્રો મળ્યા છે. વખતના અભાવે ઉત્તર લખી શક્યો નથી. તમને પણ આગળ વાંચતાં તે પ્રશ્નોના ઉત્તર પરમકૃપાળુદેવના વચનમાંથી મળી ગયા હશે એમ માનું છું. નહીં તે પત્રાંક ૪૪૯, ૪૨૨, ૩૭૧, ૩૮૦, ૩૮૧ અને ૩૮૨ વાંચવાથી-વિચારવાથી ઉત્તરે મળી રહેશે. શબ્દો નિમિત્ત માત્ર છે, ભક્તિભાવ ઉલ્લાસ પામે તે કર્તવ્ય છે. બીજું, પત્રાંક ૩૮૮ સંબંધી ભગવદ્ગીતાનું વાક્ય
“या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी ।
થવ્યો કાગતિ તાનિ ના નિશા પરથતો મુને ! ” જગત જ્યાં સૂએ છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સૂએ છે. એ જ ભાવાર્થ પૂજ્યપાદસ્વામીએ બીજી રીતે લખ્યો છે.
“व्यवहारे सुषुप्तो यः स जागर्ति आत्मगोचरे।
जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे ।।७८|| બને સ્થળે કહેવાને પરમાર્થ એક જ છે કે જગતની લૌકિક દૃષ્ટિ છે અને જ્ઞાનીની અલૌકિક દૃષ્ટિ છે. બન્નેને પૂર્વપશ્ચિમ જેટલું તફાવત છે. જગતના છ ધન, સંસારસુખ, શરીર, પુત્રાદિની અનુકૂળતા અર્થે તનતોડ મહેનત કરી અમૂલ્ય મનુષ્યભવ ઘણા કાળે રત્ન સમાન પ્રાપ્ત થયું છે તે વ્યર્થ ગુમાવે છે. પરંતુ તે આંધળી દોડ સપુરુષના બધે નહીં અટકે ત્યાં સુધી જીવ પરમાર્થ માર્ગ પ્રત્યે ઉદાસીન રહે છે એટલે ઊંઘે છે, કહો કે સૂએ છે. પણ જ્યાં જગતના જીવોની દષ્ટિ પણ પહોંચવી દુર્લભ છે અને જેને સ્વપ્ન પણ તેઓ વિચાર કરતા નથી એવા શુદ્ધ આત્માની જાગૃતિ નિરંતર સપુરુષને વર્તે છે. “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે.” (૭૬) એક પત્રમાં પરમકૃપાળુદેવે નમસ્કાર આ પ્રમાણે કર્યો છે: “પરમ સુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે