________________
બધામૃત
કાવ્યમાં, દેરાસર ઉપર પૂર્ણ કળશ ચઢાવે તેમ પરમ મંગળરૂપ સર્વોપરી ઉપદેશ તેમાં સંક્ષેપ કહ્યો છે, તે આ પામર પૂરી રીતે સમજવા શક્તિમાન નથી તે નકામું ચૂંક ઉરાડી બીજાને સમજાવવાનું અભિમાન કરું એ જ મારી શુદ્ધકતા છે. પણ તે રહસ્ય આ આત્મામાં નિરંતર રહો, એ અભિલાષા છે.
જહાં કલ્પના જલ્પના, તહાં માનું દુઃખ છાંઈ,
મિ. કલ્પના જ૫ના, તબ વસ્તુ તિન પાઈ.” (હા. ને. ૧-૧૨) તા.ક.- તમારા પત્રથી એક ભાઈ દક્ષિણ નિજામ રાજ્યમાંથી આવ્યા છે. એક વખત મને મળેલા છે અને તેનામાં જે ભરેલી કલ્પનાએ તેને ધૂપ કરી ગયો હતે. કાણાને કાણો કહે ઠીક નથી. તેના પ્રારબ્ધમાં ભલું થવાનું હશે તે તેને તેને દોષ ખૂંચશે અને કાઢવા પ્રયત્ન કરશે. માર્ગ શોધશે અને પામશે. પરમકૃપાળુદેવનું અનન્ય શરણ આ ભવમાં પામવું મહામુશ્કેલી છે. ઘણા પુણ્યને ઉદય જોઈએ છીએ. જે સંસારમેહ અને ક૯૫નાઓથી થતા જન્મમરણને ત્રાસ પામ્યા છે અને પુરુષના દાસાનુદાસના ચરણકમળની રજ જેવો નિર્માલ્ય થઈ પડી રહેવાને જેને નિશ્ચય થાય તે સતને પાત્ર થાય અને સત્સંગમે પરમાર્થ –ભાવનાનું પિષણ પામે, પણ આ કાળ કલ્પનાઓને પિષે અને અહંભાવમાં આંજી નાખે તેવે છે. તેના પંજામાંથી છૂટવું મહામુશ્કેલ કામ છે. ડાહ્યા થવા જેવું નથી. નીચી મૂંડી રાખી લઘુતા રાખી સીલમાં વત્યાં જવા જેવું છે”. એ જ વિનતિ.
અગાસ, તા. ૪-૯-૩૯ દેહે – જ્ઞાનીની આજ્ઞા વિષે, વર્તે તે સુખ થાય,
મોક્ષમાર્ગમાં તે ટકે, એ જ અચૂક ઉપાય. આપે પત્રમાં વ્રત વિષે જણાવ્યું છે કે પરમકૃપાળુદેવ સમક્ષ છ માસનું વ્રત લીધું છે. તે દૃઢતાથી પાળવા ભલામણ છે. ભાવ પિષવા, દઢ કરવા અને પાત્રતા પામવા માટે વ્રત-નિયમ આત્માર્થે કર્તવ્ય છે. ત્યાગવૈરાગ્ય વધે તેવું વાચન, વચનામૃત, સમાધિસોપાન, ભાવનાબેધ આદિ વાંચતા રહેશે. ' બીજું સહર્ષ જણાવવાનું કે ધામણમાં મંદિરની જગા સંબંધી બે પક્ષ પડી ગયા હતા તેનું સમાધાન થઈ ગયું છે. પૂ. કાળુભાઈ આદિએ પૂ. ગોકળભાઈ આદિને બધી વ્યવસ્થા કરવાનું સેંપી દીધું છે અને બધા એકમત થઈ ગયા છે. આ પર્યુષણ પર્વ ઉપર તે આવી શકશે તે બેચાર ટ્રસ્ટી વગેરેની સલાહથી જગ્યા સંબંધી નક્કી થશે તે પ્રમાણે કામ શરૂ થશે. વટામણ મંદિર સંબંધી હજી કંઈ વ્યવસ્થિત કામ થયું નથી. તે લેકએ તે જે રકમ એકઠી થયેલી તે ઈટવાડામાં વાપરી દીધી છે અને જમીન રાખી છે પણ હજી રકમ બીજી ઊભી ન કરે ત્યાં સુધી મંદિર થાય તેમ જણાતું નથીજી. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરો. ધામણમાં ક્લેશનું બીજ રોપાયું હતું તે દૂર થયું તે સારું થયું. બીજું તે બધું બનનાર હશે તેમ બની રહેશે.