________________
૫ત્રસુધા -
૧૫૧
૧૫૧
અગાસ, તા. ૬-૩-૩૯ તત છે. સત્
ફાગણ વદ ૧, સોમ, ૧૯૯૫ હરિગીત – જ્ઞાની ગુરુ શ્રી રાજપ્રભુજી શરદ્પૂર્ણશશી સમા,
લઘુરાજ રૂડી વાદળી રૃપ બધ-જળ-ભારે નમ્યા; સંસાર-સાગરમાં મુમુક્ષુ છીપ સમ મુખ ખેલતા, ને મંત્ર-જળબિંદુ ગ્રહી રચતા ઍવન-મુક્તા-લતા. પુનિત એ ગુરુવર્યના પદપંકજે મુજ શિર નમે, દુર્લભ, મને હર સંતસેવા-વિરહથી નહિ કંઈ ગમે; એ જ્ઞાનમૂતિ હદય કુરતી, આંખ પૂરતી આંસુથી,
નિર્મળ, નિરંજન સ્વરૂપ-પ્રેરક વચન-વિશ્વાસે સુખી. (પ્રજ્ઞાવબોધ – ૨૫) આ કળિકાળમાં ધર્મપ્રેમ વર્ધમાન થાય તેવા સંયોગે મળવા કે તેવા પુણ્યસંચયવાળા જે બહુ વિરલ દેખાય છે. માત્ર ધર્મને નામે બાહ્ય પ્રવૃત્તિ અને અંદરખાને કષાય-પોષણ પ્રવૃત્તિ ઠેકાણે ઠેકાણે દેખાય છે. તેમાંથી આપણે બચી નિરભિમાનપણે કંઈ પણ કષાય ઘટાડવાનું કરીશું તેટલું કલ્યાણ છે એટલું હદયમાં કતરી રાખવા ગ્ય છે. મેહરાજાને સત્ય પ્રત્યે દ્વેષ છે તેથી જે સત્યમાર્ગે પ્રવર્તવા ઊભે થયે તેને દબાવી દેવાની તેની કેશિશ હોય છે. તેથી જે જે છ સપુરુષને આશ્રયે કંઈ પણ વ્રત-નિયમ પાળતા હોય તેમણે બહુ ચેતીને આ કાળમાં ચાલવા જેવું છે. જ્યારે અચાનક તે મહરાજા દબાવી દે ને તેને સેવક બનાવી દે તે ચેકસ નથી, માટે સત્સંગરૂપી થાણાથી દૂર વિચરતા મુમુક્ષુએ બહુ સંભાળ રાખી પ્રવર્તવાનું છે. અને રાતદિવસ ધર્મધ્યાન અર્થે ભાવના કરતા રહેવાની જરૂર છે. માટે ઠગારા પાટણમાં વિચરતાં ઠગાઈ ન જવાય તે માટે બહુ સાવચેતીથી વર્તવા ભલામણ છે. ધિક્કાર છે આ કાળને કે તેના શત્રુરૂપ પુરુષને વિયેગ સાધી તે પિતાનું બળ પ્રવર્તાવ્યે જાય છે. જે કોઈ રડ્યાખડ્યો તેના પંજા પાસે પહોંચે નથી તેણે પુરુષનું શરણ સાચવી ગુપચુપ પોતાનું કામ કરી લેવા યોગ્ય છે. ઘંટીમાં ખીલાની પાસે પડી રહેલા દાણા દળાતા નથી, પણ દૂર જેટલા ઢળી જાય છે તે પિસાઈ જાય છે તેમ સત્પરુષને વીસરીને કરણી થશે તે આત્માને પીસનારી સમજવા યોગ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૫ર
અગાસ, તા. ૧૯-૩-૩૯ તત છે. સત
ફાગણ વદ ૧૪, રવિ, ૧૯૯૫ આપને પત્ર મળે. વડાલીવાળા પૂ. માધવજી શેઠને ગઈ બીજને દિવસે શાંતિપૂર્વક દેહ છૂટી ગયો છે. છેવટ સુધી આશ્રમમાં આવવાની તેમની ભાવના વર્તતી હતી અને સ્મરણ બોલતાં બોલતાં દેહ છૂટી ગયે. તે જાણી પરમકૃપાળુદેવના યુગબળની દઢતા વિશેષ થાય છેજી. “જે આશ્રયના બળે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) એવું આશ્રયનું બળ પરમકૃપાળુદેવે જણાવ્યું છે અને “આશ્રયપૂર્વક દેહ