________________
૧૪૬
બેધામૃત ઉઠાવવાની પરમ જિજ્ઞાસા કેળવાશે તે “મુખ આગલ હૈ કહ બાત કહે એમ શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૪૫
અગાસ, તા. ૩૧-૧૨-૩૮ ધીરજ, ક્ષમા, સમભાવ, સહનશીલતા, અપ્રતિબંધ, અસંગ, અને સમાધિમરણ આ બેલે બહુ વિચારવા યોગ્ય છે. અનિત્યભાવના વૈરાગ્યપ્રેરક છે અને પુરુષનાં વચનમાં વિચાર કરાવી દઢતા કરાવનાર છે. તેની હાલ બહુ જરૂર છે જી.
૧૪૬
અગાસ, તા. ૬-૧-૩૮ તત્ સત્
પોષ વદ ૧, શુક્ર, ૧૯૯૫ દેહરા – કાં ખાતાં જગજને, મેહ-નીંદનું જોર
લૂંટતા સર્વસ્વ જ બધે અરે ! કર્મરૂપ ચેર. સદ્દગુરુના ઉપદેશથી, મેહ-નીંદ ઊડી જાય; તે ઉપાયે આદર્યો કર્મચાર રેકાય. જ્ઞાન-દીપ તપ-તેલ ભર, ઘર શોધું ભ્રમ ખાઈ
પૂર્વ ચાર કાઢે બધા, છૂપે રહે ન કેઈ. (પ્રજ્ઞાવધ ૧૮) વિ. આપને પત્ર મળે. આપને પ્રથમ પત્રમાં માત્ર સૂચના આધ્યાન ટાળવા અને ધર્મધ્યાનના નિમિત્ત ગોઠવવા કરી છે તે બને તે ઠીક, નહીં તે દરેકે પોતે પિતાને માટે પરિણામ તપાસી કર્મચાર લૂંટતાં અટકે તેવી જાગૃતિ રાખવાની છેછે. ગામના લોકોને એક તમાસે ઓછો થાય તે ન ગમે, પણ મુમુક્ષુને તેવા પ્રસંગમાં વધારે પુરુષાર્થ કરી ધર્મધ્યાનમાં ચિત્ત રાખવાની જરૂર છે. નહિ તે જરૂર મેહ આર્તધ્યાન કરાવ્યા વિના ન રહે. બળવાન જીવ પુરુષ કે સ્ત્રી હોય તે પિતે બધાને કંઈક સંભળાવી, વાત કરી કે માળા વગેરે આપી “ધર્મધ્યાનમાં આવ્યાં છે તે ઘડી બેસો’ કહી ભાવનાબોધ, મેક્ષમાળા કે ઉપદેશછાયામાંથી તમારી ભાષામાં કહી બતાવે તે બધાને-સારા ભાવવાળાને કંઈક રુચિ થાય ને ભલે પછી વાતે કરવી હોય તે કરે પણ આપણા ભાવ તે તેટલી વખત જ્ઞાની પુરુષનાં વચનમાં રહ્યા તેટલે લાભ અવશ્ય મળે.
જગતના ભાવમાં મન ફરતું રહેશે, તે આર્તધ્યાનથી નહીં બચાય એ સાવ સ્પષ્ટ સમજાય તેવી વાત છે. માટે બહારની મદદ મળે તે ઠીક, નહીં તે દરેક વિચારવાન જીવે પિતાના આત્માને માટે કંઈ નહીં તે મંત્રનું સ્મરણ તે જરૂર જીભને ટેરવે રાખી મૂકવું કે જેથી મન પણ તે વચન તરફ પ્રેરાય અને શક ભૂલીને ધર્મને સંભારે. જ્ઞાની પુરુષોએ પિકારી પકારીને કહ્યું છે કે ધર્મથી વિમુખ રહ્યાનું ફળ અત્યારે દુઃખ, વિયેગ કે ગરીબાઈરૂપે જીવ ભગવે છે અને તે ભેગવતાં જે કોઈ પુરુષને સમાગમ, તેને બંધ કે મંત્ર સંભારી શુભ ભાવમાં મન આવશે તે આવાં દુઃખ ફરી નહીં ભેગવવાં પડે. નહીં તે અનાદિના સંસારભાવમાં ને ભાવમાં મન ભટક્યા કરશે શેકહર્ષ નહીં ભૂલે તે તે આવા ને આવાં કર્મોને આમંત્રણ આપણે