________________
પત્રસુધા
૧૩૯
૧૩૯
અગાસ, તા. ૧૪-૯-૩૮ તત્ સત
ભાદરવા વદ ૫, બુધ, ૧૯૯૪ આપના ઉપર ઘણું પત્રો ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના વખતમાં લખાયેલ છે, તે વિચારતા રહેશે તે ઘણે લાભ થવા સંભવ છે. તથા પરમકૃપાળુદેવના પુસ્તકમાંથી બને તે છેડા વહેલા ઊઠી એકાંતમાં વિચારવાનું રાખશે અને રેજ વાંચનને ક્રમ રાખશો તથા પિતાના દેષ જોઈ તે દૂર કરવાના પુરુષાર્થમાં ચિત્ત રહેશે તે સમજણશક્તિ પણ વધશે. સત્સંગની જરૂર છે. ન હોય ત્યારે સત્સંગતુલ્ય પુરુષનાં વચનને પ્રત્યક્ષ સત્પરુષની રૂબરૂમાં આપણે સાંભળીએ છીએ એવી ભાવના રાખવાથી, બહુમાન-ભક્તિભાવથી ઉપાસવાથી હિત થાય છેજી. માટે આળસ, પ્રમાદ ઓછો કરી વિષયકષાય મંદ કરી સદ્ગુરુનાં વચનેમાંથી “ઉપદેશછાયા', “મોક્ષમાળા”, “ભાવનાબેધ” આદિ સહેલા ભાગ વાંચવાનું રાખશો તે વિશેષ સમજાશે. આપણુમાં શક્તિ છે તેને દુરુપયોગ થતું અટકાવીએ તે સન્માર્ગની વિચારણા કરવાની યેગ્યતા પ્રાપ્ત થાય છે, અને સન્માર્ગ વિચારાય તે તેમાં પ્રવૃત્તિ પણ થાય. માટે પ્રમાદ ઓછો કરવાને ઉપગ રાખ્યા કર ઘટે છેજ. જીવને કલ્યાણને સર્વોત્તમ ઉપાય તે સત્યરુષના ચરણ સમીપનો વાસ છે, પણ તેવી જોગવાઈ ન હોય ત્યારે તેની ભાવના રાખવી અને તે વિયેગને વિરહ ન ખમાય તેવી ભક્તિ રહ્યા કરે તેપણ કલ્યાણનું કારણ બને છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુત્રીજી વારંવાર કહેતા કે અમને તે વિરહમાં રાખીને પરમકૃપાળુદેવે અમારું કલ્યાણ કર્યું છે. પણ તેમની તેવી યોગ્યતા હતી, ભક્તબીજ પ્રગયું હતું. પણ તે દશા આવ્યા પ્રથમ તે સત્સંગને વિયેાગ તે કલ્યાણના વિયેગ સમાન છે. આપ સમજ છે તેથી પરમકૃપાળુદેવની ભક્તિમાં ચિત્ત રાખવાનું ચૂકશો નહીં. કાળને ભરોસો નથી. સ્ત્રી, ધન આદિ અનંત વાર મળ્યાં છે, પણ ધર્મ આરાધવાને આ યોગ મળ્યો નથી, મળ્યું હશે તે આરાધ્ય નથી; તે હવે તેની ભૂલ રહી ન જાય તે માટે ચેતતા રહી વૈરાગ્ય-ઉપશમની વૃદ્ધિ કરવા ભલામણ છેજ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૪૦
અગાસ, તા. ૨૨-૯-૩૮ તત્ ૐ સત્
ભાદરવા વદ ૧૪, ગુરુ, ૧૯૯૪ હરિગીત – શીતળ શશીકર કાંતિસમ સબધ ઉર અજવાળ,
જગ-કપનાની જાળને છૂપે છું જે બાબતે કપતરુ સમ સદ્દગુરુ શ્રી રાજચંદ્ર, અહે! અહો ! કળિકાળની દુઃખ-ઝાળ છેડી વૃત્તિ તુમ ચરણે વહે. સ્મૃતિ આપની સભાવ પ્રેરે, આત્મરૂપ જ આપે છે, ભક્તિ વિના ભાળી શકે શું? અંધ બેધ વિના, પ્રલે ? શ્રદ્ધા સખી સાક્ષી પૂરે, તુજ ગ ભવહારક, અહો! કૃતકૃત્યતાને હેતુ તે, તે વૃત્તિ પ્રભુ-ભાવે વહો.