________________
૧૩ર
બધામૃત સ્વરૂપ એવા “રાજની શ્રદ્ધા, ઓળખાણ, પ્રેમભક્તિ પ્રગટે છે અને એવાં મેક્ષનાં કારણ પ્રાપ્ત કરી જે તેની સેવા-ઉપાસના કરે તે મોક્ષ પામે એ નિઃસંશય છે.
દેહ ન જાણે તેહને, જાણે ન ઇદ્રી, પ્રાણ
આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણ” – આત્મસિદ્ધિ. રાજસ્વરૂપ આત્માની સત્તા વડે દેહ, ઇન્દ્રિય અને શ્વાસે શ્વાસ પ્રવર્તે છે. તેની સત્તા વિના દેહ તે મડદું છે, ઈન્દ્રિય તે બાકોરાં કે કાણું માત્ર છે અને શ્વાસે શ્વાસ તે ઠરી જાય, હાય જ નહીં. જેની સત્તા વડે આ બધી પ્રવૃત્તિ જીવ કરી રહ્યો છે તે પ્રગટ તત્વને ભૂલીને માત્ર રૂપી પદાર્થોની લેવડદેવડ અને તેમાં હર્ષશોક કરી કર્મબંધનને બંધ રાતદિવસ કરી રહ્યો છે. એવા જીવને કેટલે ઠપકે દેવે ઘટે? આ જીવ નફટ છે, નિર્લજ્જ છે, મૂઢ છે તેથી જન્મમરણનાં કારણે ઊભાં કરી રાજી થાય છે. તેને સૂઝતું નથી કે –
“અહંભાવથી રહિત નહીં સ્વધર્મ-સંચય નહિ;
નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કાંઈ.” હવે એ અહંભાવથી કેમ છુટાય? તેનો વિચાર મુમુક્ષુ જીવ કરે છે અને તે ઉપાય દઢ સમજી નિર્મળ થવા પુરુષાર્થ કરે છે. “બા ન દુરદા” છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૩ર
અગાસ, જેઠ વદ ૮, મંગળ, ૧૯૯૪ દેહરો – બ્રહ્મચર્ય પ્રભુ-ભક્તિ કર, ક્રોધાદિકને ટાળ;
વીતરાગ આજ્ઞા પળે, તે તપ શુદ્ધ નિહાળ. આપના પત્રમાં એકાસણું આ ચોમાસામાં કરવા વિચાર છે એમ આપે જણાવ્યું. તેના ઉત્તરમાં જણાવવાનું કે જેમ ખાધાને નિયમ કરીએ છીએ તેમ કષાયને પણ નિયમ શક્તિ વિચારીને કરે કે આજે ક્રોધ કોઈના ઉપર ન થાય તેમ વર્તવું. પછી ગમે તે પ્રસંગ આવી પડે તે પણ પિતાના ભાવ બગાડવા નહીં. એમ કરતાં કરતાં ક્રોધ એ છે સહેજે થાય છે, એમ જણાય ત્યારે ક્રોધ અને માન એ બન્નેને નિયમ રખાય. ગમે તે વખાણે કે ગમે તેવું રૂપ હોય કે ત૫ થતું હોય કે સારી સમજણ હોય, ધર્મનું કામ થતું હોય તે પણ અભિમાન થઈ ન જાય તેવી વૃત્તિઓ ઉપર ચાકી રાખતાં શીખવાનું છે. પછી માયા, પછી લેભ એમ કયા ઓછા કરવા. પાંચ ઇંદ્રિના વિષયમાં મોહ ઓછો કરે. રાગ-દ્વેષ ઘટાડવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે જેટલી પળે તેટલે ધર્મ થ સમજવા ગ્ય છે. જેટલું જે દિવસે બને એમ લાગે તેને નિયમ જ ચિત્રપટ સમક્ષ વિનયપૂર્વક નમસ્કાર કરી લેવું અને કાળજીપૂર્વક તે નિયમ પાળવો. એકાસણું, ઉપવાસ, બે વખત જ આહાર લે કે ક્રોધ આદિ ન કરવા વિષે જે કરવું યોગ્ય લાગે અને પળે એમ જણાય તે આત્માર્થે આ માસામાં કરવામાં હરકત નથી. કરેલા નિયમમાં ભૂલ થાય તે પશ્ચાત્તાપ કરી ક્ષમાપનાને પાઠ બોલી, ફરી તેવી ભૂલ ન થાય તેવી કાળજી રાખવી ઘટે છે.