________________
૧૩૦
બેધામૃત વિ. આપને પત્ર મળે. આપના નમ્ર ભાવ જાણું સંતોષ થયો છે. તેવી જ ભાવના અને પ્રાર્થના મને પરમકૃપાળુ દેવ પ્રત્યે પ્રગટે, પરિણમે એવી ઈચ્છા રહે છે. હે પ્રભુ! આપનાથી કંઈ અજાણ્યું નથી. જીવની અવિચાર મૂઢ દશાને પાર નથી, તેમ છતાં તે દશાને તેને કંટાળો આવતું નથી. તે કીચડમાંથી ઊઠી પરમ પવિત્ર, અનંત સુખરૂપ, પરમ પ્રેમપૂર્ણ આપની ગાદમાં સ્થાન લેવાને આ જીવને ઉમળકો કેમ નહીં આવતું હોય ? કેમ તેવા ભાવ ટકતા નહીં હોય? બીજાના આગળ ડાહ્યો થવામાં પહેલે, મનમાં પણ માની લે કે “મારે પરમપુરુષ સિવાય કેઈન આધાર નથી. છતાં તે ને તે જ ગંદા વિષયમાં મન કેમ ગૂંચાઈ રહેતું હશે? શ્રી દેવચંદ્રજી જેવા પિોકારી ઊઠયા છે:
પૂછું પૂર્વ વિરાધના, શી કીધી ઈણ જીવ લાલ રે; અવિરતિ મોહ ટળે નહીં, દીઠે આગમ દીવ લાલ રે.
દેવજશા દરિસણ કરે. દીન દયાળ કૃપાળુ, નાથ ભવિક આધાર લાલ રે, દેવચંદ્ર જિન સેવના, પરમામૃત સુખકાર લાલ રે.
રાજચંદ્ર પ્રભુ સેવન, પરમામૃત સુખકાર લાલ રે. દેવજશા બાળકને ભય લાગે, ભૂખ લાગે, કેઈ કુતરાં વગેરે પજવે ત્યારે તે તેની મા પાસે દોડી જાય છે, કારણ કે તેને વિશ્વાસ છે કે અવશ્ય એ મારું રક્ષણ કરનાર છે. એટલી શ્રદ્ધા આપણને જરૂર જોઈએ. પરમકૃપાળુ દેવે શ્રી જૂઠાભાઈના પત્રમાં લખ્યું છે - “તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભાર, સમીપે જ છે.” (૫૯) આપણે અજ્ઞાનને લઈને વર્તનમાં ભેદ પાડીએ છીએ. પુરુષની સમીપમાં જુદું વર્તન અને તેને વિયેગમાં જુદું વર્તન. નહીં તે તેની જ્ઞાનશક્તિથી બહાર આપણું વર્તન નથી. માત્ર તેની દષ્ટિ આપણી ઉપર છે એમ આપણે માનતા નથી. ખાતાંપીતાં, હરતાંફરતાં તે આપણું સમીપ જ છે એમ ધારીને વર્તાય તે દેશે આપણું સામું પણ જઈ ન શકે, અને પુરુષએ તે તે જ નિશ્ચયને પરમ કલ્યાણકારી કહ્યો છે તથા તેને અભિન્નભાવ કહ્યો છે. પિતે પત્રાંક ૪૭૦માં જણાવ્યું છે: “જ્ઞાની પુરુષ પ્રત્યે અભિન્નબુદ્ધિ થાય, એ કલ્યાણ વિષેને મેટો નિશ્ચય છે, એ સર્વ મહાત્મા પુરુષને અભિપ્રાય જણાય છે. તમે તથા તે અન્ય વેદે જેને દેહ હાલ વર્તે છે, તે બેય જ્ઞાની પુરુષ પ્રત્યે જેમ અભિન્નતા વિશેષ નિર્મળપણે આવે તે પ્રકારની વાત પ્રસંગે પાત્ત કરે, તે યોગ્ય છે, અને પરસ્પરમાં એટલે તેઓ અને તમ વચ્ચે નિર્મળ હેત વર્તે તેમ પ્રવર્તવામાં બાધ નથી, પણ તે હેત જાત્યંતર થવું ગ્ય છે. જેવું સ્ત્રી-પુરુષને કામાદિ કારણે હેત હોય છે, તેવું હેત નહીં, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે બન્નેને ભક્તિરાગ છે એવું બેય એક ગુરુ પ્રત્યેનું શિષ્યપણું જોઈ, અને નિરંતરને સત્સંગ રહ્યા કરે છે એમ જાણી, ભાઈ જેવી બુદ્ધિએ, તે હેતે વર્તાય તે વાત વિશેષ યોગ્ય છે. જ્ઞાની પુરુષ પ્રત્યેને ભિન્નભાવ સાવ ટાળવા યોગ્ય છે.”
જેને મુમુક્ષતા વર્ધમાન કરવી છે અને વિષયકષાયમાં તણવું નથી એવા દઢ નિશ્ચયવાળા આત્માર્થીને ઉપર લખી જણવેલ પત્ર અમૃત સમાન છે. સ્ત્રી સાથે વસવું પડતું હોય તે પણ તે આપણે મુમુક્ષુભાઈ છે, સદ્ગુરુની શ્રદ્ધાવાળે છે, તેના હૃદયમાં પરમ પુરુષ પ્રત્યે પ્રેમ છે