________________
૫ત્રસુધા
૧૨૭ છે કે તમને વિશેષ ખાતરી કરવી હોય તે રાગદ્વૈષ મૂકી તેને જાતે અનુભવ કરી જુઓ. જેટલે અંશે રાગદ્વેષ છૂટશે તેટલે અંશે શાંતિ અનુભવાશે, પર વસ્તુની તુચ્છતા ભાસશે અને આત્માની અપાર શક્તિનું ભાન થશે, પણ રાગદ્વેષ જાય તે. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૨૬
અગાસ, તા. ૨૬-૪-૩૮ “સર્વને ધર્મ સુશર્ણ જાણ, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય સહાશે.” અહીંથી કંકેત્રિીઓ મોકલી તે મળી હશે. તા. ૭–૮–૯ વૈશાખ સુદ ૮, ૯, ૧૦ એ ત્રણ દિવસ ઉત્સવના છે. તે દિવસોએ ભક્તિભાવના થશે. આવા દિવસે ફરી ફરી આવતા નથી. ક્ષણિક આયુષ્યમાં આવા પ્રસંગેને લાભ લેવાને અવસર આવે તે લઈ લે ગ્ય છે. દેવે પણ તેવા ઉત્સવોની રાહ જોઈ દેવલોકનાં સુખ છોડી તીર્થંકર આદિના કલ્યાણકમાં ઉલ્લાસથી જાય છે. જેમને દેહ છૂટી ગયે તેમનાથી હવે તે લાભ લેવાનું બને તેવું છે? માટે જેમ બને તેમ કામધંધા આઘાપાછા કરી તેવા પ્રસંગે ચૂકવું નહીં એમ મુમુક્ષુવર્ગને કાને વાત નાખવાથી સ્વ-પરને હિતનું કારણ છે. એ જ વિનંતી. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૨૭
અગાસ, તા. ૨૭-૪-૩૮ “લાખ બાતકી બાત યહ, નિશ્ચય ઉર લાવે; તોડ સકલ જગ વંદ્વ ફંદ, નિજ આતમ ધ્યા.”
– ઢાલા (દેલતરામ9). આપે પત્રમાં જણાવ્યું તેમ સહનશીલતા જીવને શાંતિ આપનાર છે, એમાં સંશય નથી. પ્રતિકુળ સંયોગો તેમ જ અનુકુળ સંગમાં તે ટકી રહે તે નકામી આત્મશક્તિને વ્યય ન થવા દેતાં આત્મવીર્યને વધારનાર થાય છે. માંદગીમાં જેમ ખેરાક સંબંધી કાળજી રાખીએ છીએ તેમ સંયમ અર્થે સાજ થયા પછી પણું વર્તાય તે ધર્મમાં ઘણી અનુકૂળતા પ્રત્યક્ષ જણાય છે, તેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં જેમ આંખો મીંચીને બીજાનું બેલેલું કે તિરસ્કાર આદિ સહન કરીએ છીએ તેમ છતી શક્તિએ અનુકુળ સયાગેમાં વૈરાગ્ય સહિત વર્તાય, જગતના ભાવે પ્રત્યે ઉદાસીનતા રહે તે આત્મા પામવામાં ઘણું અનુકુળતા થાય. “સુખકી સહેલી હે અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા” – એમ પરમકૃપાળુદેવે પણ લખ્યું છે, તે વિચારી ઉદાસીનતાને અભ્યાસ કર્તવ્ય છે. રાગ કે દ્વેષમાં ન તણાવું અને સમભાવ કે ઉદાસીનતામાં રહેવું તેને જ્ઞાની પુરુષોએ સાચે ધર્મ કહ્યો છે. “આત્માનુશાસનમાં શ્રી ગુણભદ્રમુનિ જીવનની ક્ષણિક્તા બતાવતાં જણાવે છે કે તાડ ઉપરથી ફળ તૂટે, પછી જમીનને અડતાં જેટલી વાર લાગે તે આ જન્મ અને મરણ વચ્ચેને અલ્પ કાળ છે, તેમાં તે છ કેટલાં ઝેરર વધારી દે છે, પણ જાણતા નથી કે કેટલા કાળ માટે આ બધે ફ્લેશ ઉઠાવ? કાલે ઊઠીને તે મરી જવું છે એમ જ્ઞાની પુરુષે વિચારે છે, માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે કેઈ પણ કારણે આ સંસારમાં સ્પેશિત થવા યોગ્ય નથી.