________________
બધામૃત સાધન પરમકૃપાળુ દેવે વારંવાર જણાવેલ છે. તેને વિશેષ લાભ મળે તેવો પુરુષાર્થ અવશ્ય હિતકારી છે, કારણ કે જીવની સાથે ધનાદિ કંઈ પરભવ જનાર નથી. સારા ભાવ થવામાં તે નિમિત્તભૂત થાય તે હિતકારી છે, નહીં તે ધનસંપત્તિ બોજારૂપ છે. આવો અવસર વારંવાર મળે તેમ નથી, માટે ચેતી લેવા ગ્ય છે. જાગશે તે જીવશે એમ છે. . પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહે છે. પાણી પહેલી પાળ બાંધવી એમ કહેવાય છે. ઘર લાગ્યા પહેલાં ફૂવે ખોદાવ્યું હોય તે ઘર એલવાય, પછી દે તે ને બને.” તેમ જેમ વહેલું ચેતાય તેટલું વિશેષ ઉપકારી છે. આ ભવની એક એક ક્ષણ રત્નચિંતામણિ કરતાં પણ વિશેષ મૂલ્યવાન છે એમ જ્ઞાનીઓ કહે છે તે હદયમાં કેતરી રાખવા ગ્ય છે. આ ભવમાં આત્માની ઓળખાણ કરી લેવા ગ્ય છે તે વહી ગયા પછી નહીં બને, માટે સપુરુષાર્થ કર્તવ્ય છેજી.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રી સદ્ગુરુદેવને નમોનમઃ સદ્ગુરુ બિન ભરે ન ડગ, સદ્ગુરુ આણે રહે અડગ, સદ્દગુરુ સાથે સાચી સગાઈ, કર મનવચતન એક લગાઈ. ૧ પરમાંહિ શું લેવું ને દેવું, સારું નરસું માનવું કેવું? આત્મા પરમાં તે પરતંત્ર, આવે સ્વમાં તે છે સ્વતંત્ર. ૨ સંસારના સૌ વહેવાર, દુરિત જાણી કર અપહાર, બંધનના એ સૌ વ્યવસાય, નહિ ત્યાં મુક્તિને લેશ ઉપાય. ૩ સદ્દગુરુ લક્ષે લક્ષિત થાય, સ્વતંત્રતાને તે સદુપાય, તે વિના સહુ તે છે પરતંત્ર, સ્વતંત્ર વિના નહીં સ્વતંત્ર. ૪ દીપકથી દીપક પ્રગટાય, રવિ શશી સમ તે કેમ ભુલાય?
ધાર સ્વતંત્ર સદ્ગુરુ દેવ, આરાધ્ય નિત્ય આણ સેવ. ૫ “આપે જે સલાહની અભિલાષા દર્શાવી તે બાબતમાં સલાહ આપવાની મારી શક્તિ નથી. છતાં જ્ઞાનીના વચનાનુસાર કિંચિત્ લખવાને પ્રયત્ન કરું છું.
જ્ઞાનીઓએ, એક વીતરાગમાર્ગ મૂકી અન્ય કોઈ માર્ગ જીવને આ સંસારસમુદ્રમાંથી તારવા સમર્થ નથી, એમ અત્યંત સ્પષ્ટ કહ્યું છે. રાગ, દ્વેષ, અજ્ઞાન જે માર્ગમાં ન હોય, આત્મા નિજ શુદ્ધ સ્વરૂપને ભજે તે વીતરાગમાર્ગ છે. આ મનુષ્યદેહમાં આવી એક બેબીજ, સમકિત મુક્તિ સિવાયની અન્ય પ્રવૃત્તિ જ્ઞાનીઓએ કાર્યકારી કહી નથી. મનુષ્યભવનું સફળપણું, ઉપયોગિતા ગણતાં તે માત્ર એક સમક્તિની પ્રાપ્તિ છે અને તે સમક્તિ સિવાય કોઈ જીવ ભૂતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં સાચા અવિનશ્વર સુખને પ્રાપ્ત થયું નથી કે થશે નહીં. અન્ય કોઈ પણ પ્રવૃત્તિ જે તે સમતિના હેતુભૂત થતી હોય તે તે એક ઉપચારથી કરવા કહી છે, પરંતુ તે કરતાં અંતરમાં નિરંતર મુક્તિ, સમકિતને લક્ષ રહે જોઈએ. જે પ્રવૃત્તિ કરતાં જીવને મુક્તિને લક્ષ ન રહે તે પ્રવૃત્તિ બંધનકારક અને ત્યાગવા યોગ્ય