________________
પત્રસુધા
૧૦૩ અને મોક્ષ થવા માટે જ્ઞાની પુરુષે જે જે આજ્ઞા કરી છે તે, દેહના રોગ માટે દવા લઈએ " તે કરતાં, ઘણું ઘણું પ્રેમથી તે આજ્ઞાઓ ઉઠાવવા ભાવના કર્તવ્ય છે. એક તે સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા ગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ નહીં, પણ સદ્દગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્દગુરુ સમાન જ છે, જાણે સદ્દગુરુ સમીપ જ છે એમ ગણી એવા પ્રસંગમાં મંત્રનું સ્મરણ બહુ પ્રેમથી કરવું અને ચિત્રપટ પરમકૃપાળુદેવને હેય તે તેનાં દર્શન વારંવાર પ્રેમપૂર્વક કરવાં. એ ભાવના જીવને સારી ગતિમાં લઈ જનાર છે અને સત્પરુષને બેભવમાં યંગ કરાવે તેવું બળ ભક્તિમાં રહેલું છે. માટે ભક્તિભાવમાં ચિત્ત રાખવું. રંગમાં ચિત્ત રોકવું નહીં, કારણ કે રોગ તે કર્મ છે, તે જાય છે. પણ ત્યાં નવાં કર્મ ન બંધાય કે પાપકર્મ ન બંધાય, માટે આત્મભાવના અર્થે નીચે જણુવેલી શિખામણ મોઢે કરી રેજ બેલવાને નિયમ રાખશે તે કલ્યાણ થશે.
“શ્રી સદ્દગુરુએ કહ્યો છે એવા નિર્ગસ્થ માર્ગને સદાય આશ્રય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય.” (૬૯૨) શ્રીમદ્ રાજચંદ્ર.
આટલા વચને મુખપાઠ કરી રેજ બેલી જવાં, તેને વિચાર કરે અને સદ્દગુરુએ જાયે છે તે આત્મા મારો છે, તેની હું ભાવના કરું છું. મને આત્માની ઓળખાણ નથી પણ જે પુરુષે આત્મા જાયે છે તે પુરુષની આજ્ઞાએ, તેને આશરે હું તેણે જાણેલા આત્માની ભાવના કરું છું. તે સદ્દગુરુ પરમકૃપાળુદેવ સાચા પુરુષ છે, તેમણે આત્મા ઓળખે છે, શુદ્ધ આત્મરૂપ જ છે, તેથી તેનું અવલંબન, તેનું શરણ હું ગ્રહું છું. એ સપુરુષ સિવાય, તેણે જાણેલા આત્મા સિવાય કઈ વસ્તુ ઉપર મને પ્રેમભાવ, આશા કે વાસના હૃદયમાં ન રહે. તે જ એક પ્રાપ્ત કરવા યોગ્ય આ ભવમાં છે. તેથી બીજું કંઈ મારે ઈચ્છવું નથી. ભલે રેગ હો કે મત આવો પણ બીજું કંઈ મારે જોઈતું નથી, માગવું નથી. આત્મા, શુદ્ધ આત્મા, સહજ આત્મસ્વરૂપ જ જોઈએ, થઈએ એ જ પ્રાર્થના. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૯પ
અગાસ, પોષ વદ ૬, સેમ, ૧૯૯૩ “તબ લગ જોગી જગગુરુ, જબ લગ ન ધરે આશ;
જબ જોગી આશા કરે, તબ જગ ગુરુ, જેગી દાસ.” આપને પત્ર પ્રાપ્ત થયું હતું. પૂ.... મહારાજ વિહાર કરીને આપના પ્રત્યે પધારે છે. આપ મુનિવરના સમાગમથી તેમને વિશેષ લાભ થવા સંભવ છેછે. સત્પરુષની આજ્ઞામાં આપણે પ્રવર્તવું છે અને કઈ પણ તેવી જ ભાવનાવાળો જીવ હોય તેમાં તેનું પણ હિત છે એમ આપણી માન્યતા છે તે પછી જેટલી જેની રુચિ અને ગ્યતા તે પ્રમાણમાં તે સન્માર્ગે વળશે અને કલ્યાણ સાધવા કેડ બાંધી પુરુષાર્થ કરશે. જેટલી આપણી નિઃસ્પૃહતા તેટલી પરમપુરુષની આપણુ પર પ્રસન્નતા એમ સમજાય છે. પરમ પુરુષ પ્રત્યે પ્રેમ બાંધ્યા