________________
૧૧૦
બોધામૃત નથી કે તે કહે છે તે લાવો આપી દઈ એ; પણ પડે કાઢે, તેનું ખાતું તપાસે, વ્યાજ વગેરે ગણે, એક પૈસો પણ આઘાપાછા નથી એમ ખાતરી થાય ત્યારે રકમ ચૂકવે છે, તેમ વ્રત જેણે પાળવું છે તેણે તે ચોકસાઈ કરવી, નહીં તે સહેલે રસ્તે સ્વાદ એ છે કર એ છે. આ તે સામાન્ય વાત થઈ, કારણ કે કેઈને માટે ધર્મ કરવાનું નથી. તલ તલનાં લેખાં છે. જેવું કરશે તેવું પામશે. ખરી કમાણી કરવાને અવસર આ મનુષ્યભવ છે. પણ વિચક્ષણને માર્ગ છે. જે રસ્તે લૂંટાઈ ગયા તે રસ્તે ન જવું. લાભ થાય તેમ પ્રવર્તવું. સપુરુષની આજ્ઞામાં જેટલો લાભ સમાયે છે તેટલો જગતમાં ક્યાંય નથી એ દઢ શ્રદ્ધા રાખી, થયેલી આજ્ઞાને વિચાર કરી તે ઉપાસવા પુરુષાર્થ કર્તવ્ય છે. બહારની બાબતમાં જીવ બહુ હોશિયારી વાપરે છે પણ પિતાના દોષ જોઈ દેશને ટાળવામાં તેને ટાઢ ચઢે છે. અનિત્ય, અશુચિ અને પર વસ્તુને પવિત્ર, પિતાની અને સદા રહેવાની છે એવી માન્યતા અનાદિ કાળથી તે કરતે આવ્યું છે, તેથી બાહ્ય વસ્તુઓમાં ઈદ-અનિષ્ટપણું કરી તેના ગ્રહણ-ચાગમાં પ્રવર્તે છે. પણ પિતાને હિતકારી શું છે? બંધનકારી શું છે? એને નિર્ણય જ્ઞાની પુરુષોએ કર્યો છે તેને વિચાર કરવાને તે અવકાશ લેતું નથી કે તે કાર્ય તેને મહત્ત્વનું લાગ્યું નથી, તેમાં રસ આવતું નથી, પણ જેને જ્ઞાનીઓએ નકામા, બંધકારી, ક્ષણિક ગણ્યા છે તેવા ઇન્દ્રિયના વિષયમાં જ ચિત્ત પરેવેલું રાખે છે, તેને ત્રાસ કે ઉદ્વેગ, મૂંઝવણ તેને આવતી નથી, તે તે વિષયે દુઃખકારી સમજી તે માટે કષાય કરવા
ગ્ય નથી, તે તજવાનાં છે, તેને મૂકયે મેક્ષ છે એ જીવને કેમ પ્રતીતિમાં આવે? આ વિચારશે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૦૩
અગાસ, તા. ૩૦-૭-૩૭ પરમકૃપાળુદેવનાં વચનામૃતમાં ચિત્ત રહે છે એ જાણી આનંદ થયેલ છે. અને તે પ્રમાણે આપણા મનના પરિણામ પણ પરિણમે એ જ પુરુષાર્થ મુમુક્ષુએ કર્તવ્ય છે. તીવ્ર વેદની જેવા અશુભ પ્રસંગના ઉદયમાં સંસારનું સ્પષ્ટ અસારપણું – દુઃખમયપણું દષ્ટિગોચર થવાથી આત્માર્થીનું વીર્ય વિશેષ ઉલ્લસિત થાય છે અને જે લક્ષ સપુરુષ પાસેથી પ્રાપ્ત થયું હોય તેમાં ચિત્તવૃત્તિ જેડવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને દુઃખને પણ દુઃખરૂપ ન જાણતાં પરરૂપ પુદ્ગલપર્યાયરૂપ કર્મફળ જાણીને તેથી પિતાના ભિન્ન પણ વિષે વિશેષ દઢપણું અંતરમાં પ્રકાશે છે. અને આપને અમારી એ જ વિનંતી છે કે જે માર્ગે મહાપુરુષે ચાલ્યા છે અને જે માર્ગ તેમણે ઉપદે છે એવો આત્મસિદ્ધિને તે માર્ગ વિશેષ વિચારી આત્મામાં દઢ થાય તેમ કરશે. કહ્યું છે કે ઉપશમ જેવું કંઈ પણ ઔષધ છે જ નહીં અને તે સંસારના દરેક પ્રસંગે માટે સફળ અને અમેઘ શસ્ત્ર છે.
૧૦૪
અગાસ, તા. ૧૨-૮–૩૭ તત સત
શ્રાવણ સુદ ૬, ૧૯૯૩ આપની તબિયત હજી નરમ છે જાણી ધર્માનુરાગથી ખેદ થાય છે. પરંતુ કર્મના આગળ કેઈનું ચાલતું નથી. ઇંદ્ર, નરેંદ્ર જેવા પુણ્યશાળીને પણ માંકડાની પેઠે નચાવે છે,