________________
૧૨૨
બોધામૃત છૂટવાનું કારણ નથી, મને બંધનરૂપ છે એમ વિચારી તેમાંથી આસક્તિ, રુચિ ઘટાડી વૈરાગ્યવાળી વૃત્તિ રાખવાને અભ્યાસ કરતાં જે કરવાગ્ય છે તે થતું જશે. બીજાના દેષ ન દેખતાં પિતાના દેષ દેખી તે દૂર કરવા તત્પર થવું ઘટે છે. સત્પરુષને વેગ આ ભવમાં મહાપુણ્યને યેગે થઈ ગયે તે તે વડે આ ભવ સફળ કરી લે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૧૯
અગાસ, તા. ૧૬-૨-૩૮ રાજ સમર તું રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને;
માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. ધર્મધ્યાનમાં વિશેષ કાળ જાય તેમ કાળજી રાખવા ભલામણ છેજી. રાજકાજની વાતે, ગાનતાન અને માજશેખમાં અમૂલ્ય મનુષ્યભવ વહ્યો ન જાય તે બહુ સંભાળવાની જરૂર છે. પરમકૃપાળુદેવે લખ્યું છે તેમ આખું જગત પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે, તે મુંબઈમાં તાદશ જણાઈ આવે છે. એ હોળીમાં આપણે ઝંપલાઈ જઈએ નહીં તેની કાળજી વારંવાર પ્રસંગે પ્રસંગે અનેક વખતે યાદ રાખી સ્મરણ, ભક્તિ, વૈરાગ્યમાં વૃત્તિ વાળવા ગ્ય છે.
- ૧૦૦
અગાસ, તા ૨૨-૨-૧૮ તત્ ૐ સત્
મહા વદ ૮, મંગળ, ૧૯૯૪ બરેના કહા વિચારકે, હસના કહા વિચાર;
ગયે સે આવનકે નહીં, રહે સે જાવનહાર.” વિ. આપનું કાર્ડ મળ્યું. આપના પિતાના દેહત્યાગના સમાચાર જાણ્યા. તમે બનતી સદ્દગુરુની સ્મૃતિ આપવા જે પ્રયત્ન કર્યો તેથી તમને અને તેમને બન્નેને લાભનું કારણ છે. મરણ અચાનક આવી ઉપાડી જાય છે એ જાણું ભય કે શેક કરવા ગ્ય નથી, પણ ચેતવા જેવું છે. વૈરાગ્યનાં નિમિત્તો નજરે જેવા છતાં જીવ જાગતું નથી, એ મેહનું જોર છે. મનુષ્યભવ વિશેષ ટક્યો હોત તે વૃદ્ધાવસ્થા કે વેદના ભેગવતાં પણ સદ્ગુરુની આજ્ઞા ઉપાસી ધર્મમાં દઢ થવાને વેગ બનત. તે પેગ તેમને છૂટી ગયે એ ખેદનું કારણ છે. આમ એક દિવસે આપણે સર્વેને ચાલી જવાનું છે એમ વિચારી દેહ ઉપરને મેહ, ધન ઉપરને મેહ તજી સગાંસંબંધી, કુટુંબ, ઘર, ખેતર, કપડાં, ઘરેણું સર્વને સંબંધ અનિત્ય અને પર જાણ તેને અર્થે પાપ કરતાં અટકવું ઘટે છે. સદ્દગુરુને ભેગા થયે છે, બધ સાંભળે છે, તેમની આજ્ઞા, સ્મરણ વગેરે પ્રાપ્ત થયેલ છે એવા જી વિશેષ કાળ આત્મહિત થાય તેમ ગાળવા નિશ્ચય કરી તે પ્રમાણે પ્રવર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે. નાશવંત વસ્તુ પ્રાપ્ત કરવામાં ખોટી થવું પડે છે તે વિષેને ખેદ રાખી જતા દિવસમાંથી દરરોજ આત્મકલ્યાણ અર્થે અમુક કાળ ગાળવાને દઢ નિશ્ચય મુમુક્ષુને કર્તવ્ય છે. ઉપાધિના પ્રસંગમાં પણ સદ્દગુરુની આજ્ઞાએ કલ્યાણ છે તે વાત જે ભૂલતું નથી તે મુમુક્ષુ નિવૃત્તિના વખતને સદુપયોગ કરી શકે છે. માટે આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા, વૃત્તિ વર્ધમાન કરતા રહેવા વિનંતી છે. પોતાને અને પરને વખત ધર્મધ્યાનમાં જાય તેવાં નિમિત્તે વિચારવાનો મેળવે છે. 8 શાંતિઃ શાંતિઃ શાંતિઃ