________________
૧૦૬
બેધાયુત મારી બહેન મારે ઘેર આવી છે એવા ભાવ કરતાં એવો ભાવ થાય કે કઈ ધર્મ અર્થે જીવન ગાળવાનો નિશ્ચય કરી ચૂકેલી મારી ધર્મબહેનને ધર્મમૂર્તિ જાણી તેની સેવાચાકરી કરવાને મને લાભ મળે છે તે મારાં અહેભાગ્ય છે એમ વિચારી, એ દષ્ટિએ જે ખર્ચ કરવું પડે કે અડચણ વેઠવી પડે તે વેઠાય તે ફળમાં આભ-જમીન એટલે ભેદ પડી જાય. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રી વારંવાર કહેતા હતા કે ક્રિયા છે તેવી ને તેવી જ કરવાની છે પણ ભાવ બદલી નાખવાનું છે. જે કંઈ કરતા હોઈએ તેમાં “હું આત્માર્થે કરું છું, આટલું કામ પતી જાય તે મારે ભક્તિ માટે વખત ગાળો છે, આ કામ ન આવી પડ્યું હોત તે અત્યારે હું ભક્તિમાં કે તલ્લીન થઈ ગયે હેત?” એવા ભાવ જે રહે તે બીજું કામ કરતાં છતાં તે ભાવથી તે ભક્તિ જ કરે છે. જ્યાં ભાવ છે ત્યાં જ આત્મા છે અને ભાવથી જ બંધન થાય છે કે છુટાય છે, માટે ભાવ સુધરે તેમ પ્રવર્તવું અને તેવાં નિમિત્તો ઈચ્છવાં કે જેથી આપણું ભાવ પરમકૃપાળુદેવ પ્રત્યે ઉલ્લાસવાળા રહે. સગાંવહાલાં પ્રત્યે પણ સંસારભાવને બદલે આત્મભાવ કયારે થશે એવી ભાવના વારંવાર સેવવાથી ધર્મભાવના જાગ્રત રહે અને કાળે કરીને પરમ શાંતિપદ પ્રાપ્ત કરી શકાય છે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૩૧-૩-૩૭ તત ૩% સન
ફાગણ વદ ૪, બુધ, ૧૯૯૩ “ગરમ દુ: ગરા સુલું, નિત્ય ૩ પુનઃ પુનઃ |
संसारसागरं दुःखं, तस्माद् जागृहि जागृहि ॥" એક બે લીટીને પરમકૃપાળુદેવને પત્ર મોક્ષ થતાં સુધી પાથેય- ભાથારૂપ છે તે આપણે વારંવાર વિચારી હૃદયમાં સંગ્રહી રાખવા યોગ્ય છે- “અવિષમભાવ વિના અમને પણ અબંધપણું માટે બીજે કઈ અધિકાર નથી. મૌનપણું ભજવાયેગ્ય માર્ગ છે.” (૨૩) આટલું થાય તે બાકી શું રહે? અને તે ન થાય તે ગમે તેટલું બીજું બધું કર્યું હોય તે શા કામનું?
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, ચૈત્ર સુદ ૬, શક, ૧૯૩ જન્મ-મરણ વચ્ચે જીવન, લાંબું ટૂંકું જાણું; સ્વસ્વરૂપ સ્થિતિ કરે, તે જીવ્યું પરમાણું. સત્યરુષનું સલ્ચર, મરણ સુધી દઢ ધાર;
દઈ સમાધિમરણ તે, લઈ જાશે ભવ પાર. આપના બન્ને પત્રોમાં ભાઈ... ની જિજ્ઞાસા વર્ધમાન થતી જણાવી છે તથા ચેથા વતનું પચખાણ લેવા તેની ભાવના આપ જણાવે છે. તે જોતાં કઈ સંસ્કારી જીવ લાગે છે. પરમકૃપાળુદેવ પ્રત્યે તેને પરમ પૂજ્ય બુદ્ધિ ઊપજે તે અર્થે “આત્મજ્ઞાન પામવા તે પુરુષનું અવલંબન આ કાળમાં અવશ્યનું છે, તે અવલંબન હું તાજું તે મેં આત્માર્થ ત્યાગ એ ભાવાર્થને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી ઉપરને પત્ર નં ૭૧૯ વાંચી સંભળાવી, નરોડા ગામને પવિત્ર