________________
પત્રસુધા સદા એક સપુરુષની આજ્ઞા સેવવામાં જ સંપૂર્ણ વ્યય કર્તવ્ય છે કે જેથી અનાદિનું રઝળવું મટે. જેથી સંસાર ન છૂટે તે મુમુક્ષુને માન્ય કેમ થાય ? અનાદિથી અનંત સંસારને બંધ કરાવતા અનંતાનુબંધી કષાય કોધાદિ, તે જીવને કેમ મુકાય તે વિચારવા જેવું છે. સપુરુષ પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે, તેમના અનુયાયી પ્રત્યે સાચે પ્રેમ થવાથી અનંતાનુબંધી મેળે પડી ક્ષય થવાનું બને છે અને એ ક્ષય થતાં સંસાર પરિક્ષીણ થઈ જાય છે. સારાંશમાં, જે કઈ પ્રવૃત્તિ આપણે કરીએ તે પહેલાં તે પ્રવૃત્તિમાંથી નીચેનાં પરિણામ આવે છે કે નહીં તે વિચારવું યોગ્ય છે –
૧. એનું પરિણામ પ્રત્યક્ષ કે પરંપરાએ મુક્તિ છે ?
૨. એ પ્રવૃત્તિ કરતાં અંતરભાવ ક્યાં રહી શકશે ? અંતરનાં પરિણામ ઉદાસીન વૈરાગ્યમય થઈ પુરુષના માર્ગે જશે?
૩. સત્પરુષોના બોધને તે કેટલી અનુસરતી છે ? ૪. રાગ, દ્વેષ, અજ્ઞાન ને મેહ તેમાં કેટલે ક્ષય થાય છે ? ૫. સત્પરુષની શ્રદ્ધા તેમાં કેટલી રહે એમ છે? ૬. આત્મા કેટલે ઊંચે સાચી રીતે જ્ઞાનીની દષ્ટિએ આવે છે? ૭. આત્માથી જીએ એ માર્ગ આચર્યો છે કે કેમ? ૮. એ પ્રવૃત્તિ આત્માના સ્વભાવની કે સ્વભાવના હેતુભૂત થાય એમ છે? ૯. જ્ઞાનીની આજ્ઞા એમાં લપાતી તે નથી ને? ૧૦. એમાં જીવને આશય શું રહે છે?
૧૧. એમાંથી જીવને આર્ત કે રૌદ્ર ધ્યાન થવાનું કોઈ પણ અવસરે બને એમ છે કે કેમ? (જ્યાં આર્ત, રૌદ્ર હોય ત્યાં આત્મહાનિ છે.)
આ ઉપર લખેલ ઉપર થે વિચાર કરશે તે પ્રવૃત્તિ પ્રત્યે શમ થઈ જશે. આત્માના ભાવ જેમાં મુખ્ય લક્ષ ન હોય, આત્માના ભાવ જેમાં શુદ્ધ ન થાય એ પ્રવૃત્તિ કર્તવ્ય, કાર્યકારી નથી. આ સંસારના ભાવોની પ્રવૃત્તિથી અન્ય કઈ પણ ભાવ કે પ્રવૃત્તિને એટલે આત્મહિતકારી પ્રવૃત્તિને આમાં કોઈ પ્રકારે નિષેધ નથી. આત્મહિતકારી પ્રવૃત્તિ કઈ, તે તુલના કરવામાં સહાયભૂત થાય એવાં જ્ઞાનીઓનાં બેધવચન આપને સહાયભૂત થાય એ આશયે લખ્યાં છે. બાકી તુલના તે જીવે પિતાને માટે પિતે કરી લેવી યંગ્ય છે. કારણ કે કઈ પણ પ્રકારને નિશ્ચયાત્મક વિચાર જણાવતાં જીવ નિમિત્ત લઈ તેમાં અન્ય ઉપર આરોપવામાં કુશળ હોય છે. દરેક જીવ પિતાની માન્યતાનુસાર વર્તે છે. તે માન્યતામાંથી કઈ ખસેડવા સમર્થ નથી. તે પિતે ખસે તે જ ખસે. જ્ઞાનીને માર્ગ અનેકાંતિક છે. તેમાં એક આત્મહિત થાય એમ વર્તવું જોઈએ. અનેકાંતિક માર્ગમાં કેઈ નિષેધ ન હોય, પણ જેમાં આત્મહિત નથી તે આત્માર્થી આચરે નહીં. જેથી સંસારમળ નષ્ટ થાય; રાગ-દ્વેષ મુકાય; મોહ, અવળી મતિ – માન્યતા મટે, અહંભાવ મમત્વભાવ છૂટે તેમ પ્રવર્તશે એ વિનંતી છે. પરમકૃપાળુ પરમાત્મા શ્રી સદ્દગુરુ સાચા આશયે તમારા અંતરમાં આ વચને ઉતારે એ પ્રાર્થના છે. તે તમને સાચા રસ્તે દોરે એ પ્રાર્થના છે. તે માટે તમારા અંતરને કઈ પણ પ્રકારના