________________
બધામૃત સર્વને સમજાતી હતી. તે હોય તે અલૌકિક ભક્તિ-આનંદને લાભ સર્વને મળે. આપણું અહોભાગ્ય કે આ ભવમાં થડા વખત માટે પણ એવા આત્મજ્ઞાની પુરુષનાં દર્શન-સમાગમને યોગ બને. તેમણે વાવેલા બીજને ભાવ-ભક્તિથી વર્ધમાન કરી તેમની કૃપાને ગ્ય આપણે બનીએ અને આ મનુષ્યભવ સફળ કરી લઈ એ એ જ ભાવના હવે કર્તવ્ય છે. ગયો કાળ પાછો આવતે નથી પણ વર્તમાનકાળ તથા ભવિષ્યકાળ જે આ ભવમાં આપણું હાથમાં છે તેને ઉત્તમ ઉપયોગ કરી ભક્તિમાં, આત્મભાવમાં ગાળી આત્મકલ્યાણ કરી લેવા ગ્ય છે.
પ્રમાદ કર્તવ્ય નથી. કાળને ભરોસો નથી. અસંગ, અપ્રતિબંધ, સમભાવ, વિનય, ભક્તિ, વૈરાગ્ય, ત્યાગ, ક્ષમા, સહનશીલતા આ બધા ઉત્તમ બેલે તેઓશ્રી વારંવાર જણાવતા, તે વારંવાર વિચારી આપણું વર્તનમાં કંઈ અંશે પણ આવે તેમ વર્તવા પુરુષાર્થ કર્તવ્ય છે, કારણ કે મોક્ષમાર્ગના પ્રવાસીને ભાથારૂપ તે ઉત્તમ બેલે છે. તેનું ગ્રહણ ભાવથી થશે તે મેક્ષ નિકટ આવતે જશે. બંધનેને નાશ કરનાર તે બેલ સ્મરણ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય, ઈચ્છવા ગ્ય, ભાવના કરવા ગ્ય, તતૂપ થવા યોગ્ય છે. આપણે સર્વ દુખિયા છીએ પણ સુખિયાને આશ્રય લીધો છે તે તે જગાડશે. દુઃખ સમજાવી, દુઃખથી ભય પમાડી, દુઃખ દૂર કરવા બળ આપશે. પણ કરવું તે આપણે પડશે. તેના વચનનું બળ આપણને મદદ કરશે. પણ કંઈ કરવા નહીં મંડીએ તે વચનની શક્તિ નથી કે પરાણે આપણને ક્ષે પહોંચાડે. માટે તે વચન માનીને વર્તવાને નિશ્ચય કર્તવ્ય છે. ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
6.
અગાસ, તા. ૨૮-૯-૩૬ આપે “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ” એ ગાથાઓના અર્થ વિષે પુછાવ્યું છે, તેના ઉત્તરમાં જણાવવાનું કે જેના માટે આપ પૂછે છે તે ભાઈને જ્ઞાનપિપાસા વધારવાની જરૂર છે. તેની સાથે સત્પરુષ પ્રત્યે શ્રદ્ધાભાવ વધતાં સત્સંગમે તે સમજાવા યોગ્ય છે. કારણ કે અત્રેથી લખેલા અર્થમાં પણ પ્રશ્નો ઉદ્ભવે તેનું પાછું સમાધાન ત્યાં તમારાથી દુર્લભ સમજાય છે. તેથી સત્સંગની ભાવના રાખી હાલ વીસ દેહરા જે શીખી જ નિત્યનિયમ તરીકે રાખે તે તેને એ પદના અર્થ સમજવાની યોગ્યતા આવવાનું કારણ બને એમ લાગે છે. અને એટલી પણ ભાવના તેને ન હોય અને માત્ર શબ્દાર્થમાં જ ક્યાંક મુશ્કેલી લાગવાથી તમારી પાસે પ્રશ્ન પુછા હોય તે તે કંઈ તે વાત લંબાવવામાં શ્રેય નથી. તમે પણ વિચારીને સદ્ગુરુ શરણે કહી શકશે. માત્ર તમે તમારે પિતાને માટે એ ગાથાઓને વિચાર કરશે અને કેઈ સ્થળે ન સમજાય તેવું હોય તે ખુશીથી પૂછશે. પરમકૃપાળુ દેવને શુદ્ધ સમકિતને લાભ થયે તે અરસામાં તે લખાયેલાં પદમાં આખા વિશ્વની વાતને ઉકેલ તેમાં પિતાને સમજાયેલે સમાવ્યો છે. આપણી ગ્યતા અનુસાર આપણી શંકાઓ. દૂર કરવા, શ્રદ્ધા દઢ કરવા તે વિચારવા યંગ્ય છે. બીજાની સાથે તેવી વાતમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. એમાં ભાષા કંઈ અઘરી નથી. વિચારણા તથા કડીઓના સંબંધ વિષે પ્રશ્ન ઉત્તર રૂપે હોવાથી નવીન જીવને સમજાવું મુશ્કેલ પડે તેમ છે. જેને “આ બધું શું છે?