________________
૭
પત્રસુધા શ્રી સમાધિશતકારે આ ગાથામાં અવ્રતે (અશુભભાવનાં કારણ) તજી વ્રતોમાં દઢ થવા ભલામણ આપી છે અને પછી આત્માના પરમપદની પ્રાપ્તિ કરીને વ્રતને (શુભભાવનાં કારણે – સાધનરૂપ આલંબનેને) તજવાની છેલ્લી શિખામણ આપી છે. એટલે ગમે તે વાંચતાંવિચારતાં આપણે અત્યારની ભૂમિકામાં કેમ પ્રવર્તવું એ લક્ષ ભૂલવા ગ્ય નથી. ઉપદેશબોધ અને સિદ્ધાંતબોધ વિષે પરમકૃપાળુદેવે પત્ર લખ્યું છે તે બહુ વિચારવા યોગ્ય છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઉપદેશબંધ વિના સિદ્ધાંતબેધ જીવ સાંભળી જાય તો પણ પરિણમી શકતું નથી. તેથી ઉપદેશબંધ વૈરાગ્યઉપશમ અર્થે વારંવાર ઈચ્છવા યોગ્ય છે, તેમ સાધ્યદશા પ્રાપ્ત થવા સાધકદશાની ઉપાસના આલંબનસાધનથી લાંબા વખત સુધી સામાન્ય પ્રકારે ઉપાસવા ગ્ય છેજ. કોઈ અપવાદમાગ જીવને (પૂર્વના આરાધકને બાદ કરતાં આ કાળમાં ભક્તિમાર્ગ તે અર્થે જ સર્વોત્કૃષ્ટ પરમકૃપાળુદેવે જણાવ્યું છે.
આ પ્રશ્નના ઉત્તરમાં ધાર્યા કરતાં વિવેચન વધી જવાથી બીજા પ્રશ્નો આગળ ઉપર કે રૂબરૂમાં આપને વેગ પ્રાપ્ત થયે વિચારવા રહેવા દઉં છું. & શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, પૂર્ણિમા અચાનક વ્યાધિ ઉત્પન્ન થયાનું આપના પત્રથી જાણું ઘણો વિચાર આવ્યો કે અહો! આ શરીર કે દગો દે તેવું છે? એક ઘડીવારને તેને વિશ્વાસ રખાય તેવું નથી. એક શ્વાસ ઊંચે લીધે હોય તે નીચે લેવાશે કે નહીં તેને ભસે નથી. આવી અસ્થિર વસ્તુસ્થિતિ આ દેહની છે. શ્રી સનકુમાર ચક્રવતી જેવાએ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરી દેના ઇંદ્ર પણ વખાણે તેવી કાયાની સુંદરતા પ્રાપ્ત કરી હતી, તે પણ એક ક્ષણવારમાં સોળ મોટા રોગ ઉત્પન્ન કરી સાત વર્ષ સુધી તે મહાભાગ્યને ઉપસર્ગ કરવા તત્પર થઈ, પરંતુ તે સમ્યક્દષ્ટિવંત ભગવંતે તે તેની દરકાર રાખ્યા વિના છ ખંડનું રાજ્ય છોડી ભીખના ટુકડા ઉપર તેને નિર્વાહ કરવાનું નક્કી કર્યું અને તે અનિત્ય અને અશુચિભરી કાયાને નિત્ય અને મહાપવિત્ર પરમપદ પ્રાપ્ત કરવાના કામમાં લગાડી દીધી. ધન્ય છે તે મહા ધીર શૂરવીર સંતપુરુષને કે જે દેહની દરકાર છોડી આત્માને ઉન્નત કરવા જ જીવે છે, જીવતા હતા અને જીવશે. દેહ એ કર્મને જ સંચે છે, કર્મવશ તેની અવસ્થા પલટાતી રહે છે. તેમાં પુરાયેલો આત્મા તેને પિતાનું ઘર માની, અરે પિતાનું રૂપ માની તેમાં માન કરે છે કે હું કેવો રૂપાળો છું, હું કે બળવાળો છું, હું કેવું બોલું છું, હું કેવું લખું છું, પણ તેની દશા પરવશ છે તેવી પ્રગટ દેખાય છે ત્યારે વળી પેદા કરે છે કે હું નિર્બળ થઈ ગયે, મારાથી ઉઠાતું નથી ચલાતું નથી, બલાતું નથી, લખાતું નથી, હું ફિક પડી ગયે, હું રેગી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું અભણ છું, મને સરત રહેતી નથી, ભૂલી જવાય છે આમ રોદણાં રડવા લાગે છે અને પાછા સાજો થયે એટલે પાછે અહંકાર કરવા લાગે છે કે મારા જેવું કંઈ કમાતું નથી, મારે વેપાર બધા કરતાં સારો ચાલે છે, મારી બરાબરી કરે એ કર્યું છે, આ વર્ષમાં તે આટલું જરૂર કમાવાને. આમ ને આમ આટલાં બધાં વર્ષે દેહને જ પિતાને માની તેના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની તેની અનાદિની