________________
૭૧
પત્રસુધા
અગાસ, તા. ૬-૨-૩૫ જે ઈચ્છો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદે નહિ આત્માર્થ.” “અહો! ર્જીવ ચાહે પરમપદ, તે ધીરજ ગુણ ધાર; શત્રુ-મિત્ર અરુ તૃણમણિ, એક હી દષ્ટિ નિહાર. વૈરાગી વિરમ્યા થકા, ન રહે કટિ પ્રકાર; ગળિયો ગળે ન સંચરે, દીધે ડાંગ-પ્રહાર. એ ઉપદેશ સેહામણે, ધારી હૃદય મઝાર;
વર્ત સદ્વ્યવહારમાં, તે પામે ભવ પાર.” આપને પત્ર આજે મળે છે. આપને પરમપૂજ્ય પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે દણાં રડવાથી કંઈ બનતું નથી. જીવને પુરુષાર્થ કરે પડશે. કર્યા વિના કંઈ બનતું નથી. જેમ કંઈ બંધ ન કરે તે કમાતું નથી, તેમ ધર્મઆરાધનમાં જીવ પ્રમાદ કરે તે કલ્યાણ ક્યાંથી થાય ? બજારમાં ઘણું વસ્તુઓ વેચાતી હોય પણ પાસે પૈસા હોય તેમાંથી જેટલા ખર્ચે તેટલે માલ ખરીદાય; તેમ જીવને મનુષ્યભવ, સશક્ત ઇંદ્રિયે, નીરોગી કાયા, સત્સંગ, સબેધને લાભ મળે છે તે પ્રમાદ તજી જે જે આજ્ઞા થઈ હોય તે ઉઠાવવાને પુરુષાર્થ
જીવ કરે તે આ ભવમાં જેટલું બનશે તેટલું બીજી કોઈ ગતિમાં બનવા સંભવ નથી એમ વિચારી રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ સફળ કરવા સત્પરુષાર્થ કર્તવ્ય છે. મહાપુણયના યેગે સંતની અનંતકૃપાથી જે સ્મરણમંત્ર મળ્યો છે તેનું વિશેષ માહાસ્ય રાખી હરતાંફરતાં, બેસતાંઊઠતાં, જાગતા હોઈએ ત્યાં સુધી જેટલું બને તેટલું રટણ કરવા ગ્ય છે. સત્સંગના વિયેગમાં સપુરુષનાં વચન અને તેની આજ્ઞા એ પરમ અવલંબનરૂપ છે, તેનું પ્રમાદ તજી આરાધના થશે તે જીવનું હિત થશે. જગત બધું ધૂતારું પાટણ છે, દગો દેનાર છે, કર્મ બંધાવનાર છે, તેનાથી જ્ઞાની પુરુષે ત્રાસ પામી, તેને ત્યાગ કરી, આત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ રાખી તેમાં જ લીન થયા. આપણે પણ એ રસ્તે લીધા વિના છૂટકે નથી. મેક્ષ જેવી ઉત્તમ અમૂલ્ય ચીજ ખરીદવી હશે તેણે તેટલી કિંમત પણું આપવી પડશે, નહીં તે ગેળ ઘાલે તેટલું ગળ્યું થાય. કેઈન માટે કરવાનું નથી. અનાદિકાળથી આ આત્મા જન્મ જરા મરણ રેગાદિ દુઃખ સહન કરતે આવ્યા છે. હવે તેની આ ભવમાં પણુ આપણે પિતે દયા નહીં ખાઈએ તે પછી બીજું કોણ તેની દયા ખાશે? કઈ ધર્મ આરાધે તેથી આપણું કલ્યાણ થવાનું નથી. એમ થતું હેત તે તીર્થ કરાદિએ કંઈ કચાશ રાખી નથી. પણ આ જીવ જાગશે નહીં ત્યાં સુધી કંઈ બની શકે તેમ નથી. અંતરથી જ્યારે ગરજ લાગશે, માહાસ્ય સમજાશે ત્યારે આત્મહિત સિવાય બીજું કંઈ નહીં ગમે, મરણિયે થશે. એક મરણિયે સૌને હઠાવે એમ કહેવાય છે તેમ શૂરવીરપણું જાગશે ત્યારે કર્મો ડરીને ભાગી જશે. તેવા થવા સત્સંગ અને સદ્બોધની જરૂર છે. વિશેષ શું લખવું?
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ