________________
પત્રસુધા
૭૧ અવલંબરૂપ છે. પુરુષનું એક પણ વચન જે હૃદયમાં પરમપ્રેમથી ધારણ થાય તે આ મનુષ્યજન્મ સફલ થઈ જાય અને તેની ગતિ સુધરી જાય એવું તેનું માહામ્ય છે. લૌકિક બેલની પેઠે તેને સામાન્ય કરી નાખવા જેવું નથી. અલૌકિક દૃષ્ટિથી તેના ઉપર પ્રેમ કર્તવ્ય છે. એવાં આપણું ક્યાંથી ભાગ્ય હોય કે મરણ વખતે તે મહામંત્રને બેલ આપણું કાનમાં પડે! જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સ્મરણમાં ને સ્મરણમાં જ ચિત્ત રાખવું. જગતનાં સગાંવહાલાં, ધન, વસ્ત્ર, ઘર, ખેતર બધાં અહીં પડી રહેવાના છે તેમાં ચિત્ત રાખવા ગ્ય નથી. ઘરમાં ચિત્ત રહે તે ઉંદર કે ઘરેણું થઈ ત્યાં અવતાર લેવો પડે, ધનમાં ચિત્ત રહે તે સાપ થવું પડે, ઘરેણામાં ચિત્ત રહે તે ધાતુની ખાણમાં ઉત્પન્ન થવું પડે એમ જ્યાં
જ્યાં વાસના-તૃષ્ણ રહે ત્યાં ભવ કરવા પડે છે, માટે જેણે સંસારમાં જન્મમરણ થઈ રહ્યાં છે તેથી છૂટવું હોય તેણે પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી તેમણે જાણેલે આત્મા ચિંતવવા યેગ્ય છે. મને કંઈ ખબર નથી, પણ એ પરમકૃપાળુ જ્ઞાની પુરુષે જાણ્યું છે, જોયું છે, ઉપદેશ્ય છે તે સાચું છે તે મને માન્ય છે અને તેની મને પ્રાપ્તિ થાઓ એવી ભાવના વારંવાર કર્તવ્ય છે. પરમકૃપાળુદેવના ચિત્રપટનું દર્શન, તેમની આજ્ઞારૂપ વીસ દુહા, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, મંત્રનું સ્મરણ અને પુરુષનું શરણ, વિશ્વાસ અને તેને આશ્રય કલ્યાણકારી છે એ ભાવના વિશેષ વિશેષ પ્રેમથી કર્તવ્ય છે. સત્પરુષના ગબલથી કંઈ કંઈ પાપી જીનાં પણ કલ્યાણ થઈ ગયાં છે. વિશ્વાસ અને ટેક જોઈએ. કઈ પણ પ્રકારની ઈચ્છા રાખવા યોગ્ય નથી. સંસારને સાવ ભૂલી જઈ એક સપુરુષનું શરણ એ જ મારે ઉદ્ધાર કરનાર છે એ નિશ્ચય કર્તવ્ય છે. વેદના તે વેદના-કાળ પૂરે થયે અવશ્ય દૂર થનાર છે. મટી જાઓ એમ ઈચ્છીએ તો પણ તે મટી જવાની નથી, વધારે થાઓ એમ કો વધારે થવાની નથી. તેથી ધીરજથી, સહનશીલતાથી, સમભાવથી જે વેદની ઉદયમાં આવે તે ખમવાને પુરુષાર્થ કર્તવ્ય છે. દેહ મારો નથી, તે દેહના ધર્મરૂપ જે વેદનીય દેખાય છે તે મારે ધર્મ નથી; પણ જાણવું, દેખવું એ મારે ધર્મ છે એમ સહુરુષોએ કહ્યું છે તે માટે માન્ય કરવું છે. દેહ તે અવશ્ય છૂટવાને છે તેના ઉપર મેહ રાખીને તે ભવ કરવા પડ્યા છે, તે હવે એ દેહ ઉપર મેહ, મમતા મારે નથી કરવાં એ ભાવ કરી સપુરુષ ઉપર, તેનાં વચને ઉપર વિશ્વાસ રાખી તેને શરણે જે થાય તે જોયા કરવાનો દઢ નિશ્ચય કર્તવ્ય છે. ગમે તેટલું ઊંડું પાણી હોય તો પણ હોડીમાં બેસીને નદી જેમ ઊતરી જવાય છે તેમ પુરુષ ઉપર વિશ્વાસ છે તે સંસારસમુદ્રમાંથી તારનાર છે, માટે નિર્ભય રહેવું. આત્મા મરતો નથી. એ તે અજર, અમર, અવિનાશી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનીએ અનુભવ્યા છે તેવા શુદ્ધ આત્માનું મને શરણું હે ! એ જ દૃષ્ટિ કર્તવ્ય છે:
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, અષાડ સુદ ૧૩, ૧૯૮૯ ક્ષમાશર અરિહંત પ્રભુ, ક્ષમાદિ અવધાર; ક્ષમા ધર્મ આરાધવા, ક્ષમા કરે સુખકાર.”