________________
પત્રસુધા
૭૫ અગાસ, તા. ૧૮-૩-૩૪
ફાગણ સુદ ૧૩, ૧૯૯૦ “પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય; તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ.” (૧૦૭)
પૂર્વપુણ્યના ઉદયથી, મને સદ્ગુરુ-ગ;
વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશેગ.” (૧૫૪) વિ. આપનો પત્ર મળે છે. પ. પૂ. પ્રભુશ્રીની સૂચના પ્રમાણે આ પત્ર આપને લખે છેજ. મનુષ્યભવ મળ મહાદુર્લભ છે, તેમાં ધર્મ કરવાની ભાવના ઉત્પન્ન થવી પણ દુર્લભ છે. ધર્મને નામે કિયા કરનારમાંથી જેમને પુરુષને યંગ થયે હેાય અને તેની આજ્ઞા મળી હોય તે પ્રમાણે વર્તનાર બહુ થોડા જીવે છે. પુરુષને બેધ મળ બહુ દુર્લભ છે. તેમણે જણાવ્યા પ્રમાણે વર્તવું કે તેમ વર્તવાની તીવ્ર ઈચ્છા રાખવી પણું બહુ મુશ્કેલ છે, ઘણું કાળને બધે આત્માની ઓળખાણ થાય છે. પણ જેમણે સાચા પુરુષનું શરણું ગ્રહણ કર્યું છે તેને વહેલેમડે આત્મજ્ઞાન થવા ગ્ય છે. તેનું મુખ્ય સાધન ભક્તિ છે,
સ્મરણ છે, બેધનું શ્રવણ છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને ચિત્રપટ તમારી પાસે હશે. તેમનાં દર્શન કરી વીસ દોહરા, ક્ષમાપનાને પાઠ, આત્મસિદ્ધિ, મંત્રનું સ્મરણ વગેરે નિત્ય, શરીર ઠીક હોય ત્યારે કર્તવ્ય છે. એક પરમકૃપાળુદેવ ઉપર અચળ વિશ્વાસ, શ્રદ્ધા રાખી તેણે જણાવેલા મંત્રનું સ્મરણ કરીશું તે અવશ્ય કલ્યાણ થશે. ઘરેણાં, ઘન, ઘર, ખેતર, સગાંવહાલાં અને છેવટે દેહ કરતાં પણ વધારે પ્રેમ શ્રી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ ઉપર કર્તવ્ય છે. પરમપૂજ્ય મહારાજશ્રીએ આપણને આ ભક્તિમાર્ગે ચઢાવ્યા તે તેમને પરમ ઉપકાર છે; પણ પ્રેમ, ભક્તિ, વિશ્વાસ, આશ્રય પરમકૃપાળુદેવને સાચા હૃદયથી કરવા યોગ્ય છે. આ શિખામણ ભૂલવા ગ્ય નથી. મંદવાડને વખતે કે મરણ પ્રસંગે જ્યાં સુધી ભાન હોય ત્યાં સુધી પરમકૃપાળુદેવના ચિત્રપટના દર્શન અને “સહજત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું સ્મરણ મનમાં રાખી એક એ જ પરમપુરુષને શરણે અને તેને આશરે આ દેહ છોડવા યોગ્ય છે. તે અવશ્ય આત્મકલ્યાણ થશે. આટલી વાત હુદયમાં કેતરી રાખી વારંવાર વિચારવા લાગ્ય છે. આ બાજુ આવવાનું થાય ત્યારે દર્શનાર્થે આવવાનું રાખશે. મનમાં કશે ઉચાટ રાખશો નહીં. જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ભેગવવાં પડે છે. પણ મન અહીં રાખશે તે તમે અહીં જ છે. અને અહીં રહેનારનું મન બીજે હોય તે તે બીજે છે. માટે મનને પુરુષનાં વચનમાં રાખશે તે તે મહેનતનું ફળ અલેખે નહીં જાય. ન સમજાતું હોય તે પણ મનને આત્મસિદ્ધિ, છ પદને પત્ર વગેરે વિચારમાં જોડવું. એમ પુરુષાર્થ કરશે તે સદ્ગુરુકૃપાથી બોધને વેગ મળતાં સમજાય તેવી ભૂમિકા તૈયાર થશે. જેમ બને તેમ સંસારને મેહ ઓછો કરી વૈરાગ્ય રાખી પ્રવર્તવાનું કરવા યંગ્ય છે. ભાવ, આત્માનું કલ્યાણ કરવાને રાખ્યા કરશે તે બહુ લાભ થશે. “આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે.”
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ