________________
૭૮
-
બેધામૃત નિમિત્ત મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે. ક્ષણ લાખેણું જાય છે. આવો જોગ ફરી મળ દુર્લભ છે. પુરુષના ગે જેટલું બનશે તેટલું પછી જીવ ગમે તેટલું પિતાની મેળે કરવા મથશે તે પણ થવું મુશ્કેલ છે. કરોડો રૂપિયા મળતા હોય તે પણ તેની કિંમત સત્સંગ આગળ તુરછ છે. સત્સંગનું, પુરુષના વેગનું માહામ્ય બહુ બહુ વિચારી જીવમાં દઢ કરવા ગ્ય
|
‘ક્ષનષિ સંક્રાંતિ, મવતિ મવાળવતર નૌ1 ' એક લવ સત્સંગ પણ કોટિ કર્મોને નાશ કરવા સમર્થ છે. મરણ વખતે જીવ અશરણું છે, તે વખતે કરે રૂપિયા એકઠા કરેલા પડ્યા રહેવાના છે, સગાં-કુટુંબી કઈ કામ આવતું નથી; એક સપુરુષનું વચન, તેની પ્રતીતિ કે શરણભાવ જે કામ આવે છે, શાંતિ આપે છે તેવું બીજું કંઈ કામ આવતું નથી. મરણ અવસર મહોત્સવ જેવો લાગે એ કેવી કમાણી છે તે વારંવાર વિચારવા યોગ્ય છે. એવા સંસ્કાર દઢ થવા માટે નિરંતર સત્સમાગમ અને બેધની જરૂર છે. તેથી તરવાના કામીએ તે બીજી જંજાળ તજી પિતાના આત્મહિતની વૃદ્ધિ થાય તેવાં નિમિત્ત માટે કલાજ તજી, સગાંવહાલાંનાં મહેણું સહન કરવો પડે તે તે પણું સહન કરીને, અનેક વિડ્યો કે પ્રતિકૂળતાઓ વેઠવી પડે તે વેઠીને આ ભવમાં તે આ આત્માની જ સંભાળ લેવી છે એવો દઢ નિશ્ચય કરી જગતને પૂઠ દેવા ગ્ય છે. “જબ જાગેગે આતમા, તબ લાગેગે રંગ” એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે પરમસત્ય છે.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૬૮
અગાસ, આ સુદ ૧૦, ૧૯૯૦ શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ન શકાય, એ ભગવે એક સ્વઆત્મ પિતે, એકત્વ એથી નય સુજ્ઞ ગેતે, સર્વજ્ઞને ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય, આરાધ્ય, પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈ ન બાંહ્ય હશે. આપનાં માતુશ્રીને વિશેષ માંદગી રહે છે એમ જણાવ્યું તે જાણ્યું છે. તેમને સ્મરણ કરતા રહેવાનું ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું છેજી તથા વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, મંત્ર વગેરે તેમને સંભળાવતા રહેશોજી. વિશેષમાં તેમણે જણાવ્યું છે કે વેદનાથી મૂંઝાવું નહીં, ગભરાવું નહીં. પૂર્વે બાંધેલાં કર્મને ઉદય છે, તે જાય છે, જવા આવ્યું છે. ગયા પછી તે આવવાનું નથી. જેટલું જાય છે તેટલું દુઃખ ઓછું થાય છે એમ જાણી ધીરજ રાખવી. સમભાવે સહન કરવું. ખમી ખૂંદવું. આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરવાથી ઊલટું એવું બીજું ભવિષ્યમાં ભેગવવું પડે તેવું કર્મ બંધાય છે માટે ફિકર, ચિંતા, ખેદ, શોક કરે નહીં. વગર બેલાબે કર્મ આવ્યું છે તેમ તેની મેળે તે જતું રહેશે. ધીરજ, શાંતિ, સમતા, ક્ષમા રાખી ખમી ખૂંદવાથી ધર્મ નીપજે છે અને પૂર્વે બાંધેલું કર્મ ચાલ્યું જાય છે. હાયેય કરીએ, ગમે તેટલો ઉચાટશેક કરીએ, માથું ફૂટીએ તોપણ કર્મ કંઈ ઉદયમાં આવ્યા વગર રહેવાનું નથી. દુઃખ ભોગવ્યા વગર છૂટકે નથી. આપણે બાંધેલાં આપણે જ ભોગવવાં