________________
બેધામૃત આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦)
દૂર રહ્યા જાણું નહીં રે જિનજી, પ્રભુ તુમારે પાસ, દિલડે વસી રહ્યો;
ચરણે તેને વિલીએ રે જિનજી, જેહથી સીઝે કામ, દિલડે વસી રહ્યો.”
તા. ક. –જેકે મોહનીય કર્મ બધું બગાડી દે એવું છે અને મરણ કેઈને મૂકે એમ નથી માટે ચેતતા રહેવાની જરૂર છે. તૃષ્ણ, વાસના કે પ્રીતિ ઠાર ઠાર થઈ જાય તે તેડી નાખવાની જરૂર છે. આ કળિકાળમાં વૈરાગ્યને વિધ્ર ઘણું હોય છે અને જીવને ધર્મ કરવા જતાં વિદ્મ પાડે છે, પણ જેમ બને તેમ વધારે વખત વાંચવા-વિચારવામાં ગાળવાને રાખી પાયદષ્ટિમાં તણાઈ ન જવાય તે માટે કાળજી રાખવી. બધા પર્યાયે નાશવંત છે, ઠગારું પાટણ છે, ભુલવણીનું ઘર છે એમ માની હવે આત્મા ઉપર આવી જવું. આત્માની જ ચિતવના, આત્માની જ ગવેષણ, આત્માની જ ઉપાસના માટે જીવવું છે એમ રાખી આટલે ભવ ઉત્તમ ભાવનામાં ગાળવામાં આવશે તે અનંત ભવનું સાટું વળી રહેવા જે જોગ પ્રાપ્ત થયેલ છે જાણી ધર્મમાં વૃત્તિ રાખી શાંતિથી જે બની આવે તે કર્યા જવું. પણ અહીં રહેવાય તે સારું અને આમ કરીએ તે ઠીક, એવી તૃષ્ણા-ઈચ્છાઓ ન કરવી. કેઈ ઠેકાણે મરણ છોડનાર નથી, અને અયાચક વૃત્તિએ સદ્ગુરુનું શરણું દઢ ભાવવું. એ જ
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૪
અગાસ, તા. ૧૬-પ-૧૨, સેમ પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તે પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તે ચાહીને પરમાત્માની ઈરછારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે.” (૨૨૩)
જેને દઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી, અથવા દુઃખી હોય તે દુઃખ વેદત નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે. આમેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવે, પરંતુ તેમાં પ્રીતિ-અપ્રીતિ કરવાને આપણે સંકલ્પ પણ ન કરો.” (૧૩૩) - વિ. આ૫નું કાર્ડ મળ્યું. પવિત્ર પૂને આંખે વેદનીય થયાના સમાચાર જાણું ધર્માનુરાગે ખેદ થયે છે. હે પ્રભુ! કર્મ કોઈને છેડતાં નથી, પણ તે કર્મના ગમે તેવા કઠણુ ઉદયને પણુ પરમાત્માની પ્રસાદી ગણીને પ્રસન્ન ચિત્તે આત્મવીર્ય વિશેષ ફેરવી જે જોગવી લે છે તેમને તે કર્મ દૂર થતાં આત્મા વિશેષ ઉજજવલ થયેલે અનુભવાય છે. આ જગતમાં જે જે ભક્તો પ્રસિદ્ધ થયા છે તે સર્વેએ કષ્ટો સહન કર્યા છે અને પરમાત્માને સંકટ વખતે વિશેષ પ્રેમથી સ્મરણ કરનાર તે શુરવીર ભક્તો વડે પ્રભાવિત ભક્તિમાર્ગ આવા કળિકાળમાં આપણને પણ અવલંબનરૂપ નીવડ્યો છે અને આપણું ઉદ્ધારનું કારણ પણ તે જ ભક્તિમાર્ગ છે. આ જીવ અનાદિકાળથી દેહની કાળજી કરતું આવ્યું છે પણ તેથી કલ્યાણ થયું નથી, પણ જે જે પ્રસંગેએ એ દેહની પ્રિયતા ઘટે, તેનું મિથ્યાહકપણું ઘટે, તેનું પરાધીનપણું, અશુચિપણું અને વંચકપણું, ક્ષણભંગુરપણું સમજાય, તે તે પ્રસંગે જીવને જાગ્રત કરનાર અને