________________
પસુધા પરમ હિતસ્વી છે. આત્માથી છે તે પાંચ ઇન્દ્રિયરૂપ શત્રનું બળ ઘટે તેવા પ્રસંગોને વધાવી લે છે અને તેવા પ્રસંગે દેહાધ્યાસ ઘટે અથવા છૂટે તેવા સન્દુરુષાર્થને જાગ્રત કરી આ અસાર સંસારમાંથી વૈરાગ્યરૂપ સાર પ્રાપ્ત કરવા સમર્થ થાય છે.
મહાપુરુષોની એવી માન્યતા છે કે મિથ્યાત્વસહિત સ્વર્ગનાં સુખ અને ભોગવિલાસ હોય તે ભૂંડાં છે પણ સમ્યકત્વસહિત નરકની અસહ્ય વેદનીય હોય તે પણ તે સારી છે, કારણ કે સમ્યકત્વરૂપી સમજણથી કર્મનું સ્વરૂપ સમજાય છે કે તે છૂટવા માટે આવ્યા છે તેને સમભાવે સહન કરવાથી ફરી ભેગવવાં નહીં પડે અને તેની મુદત પૂરી થયે તે ઊભાં રહેવાનાં પણ નથી. માત્ર જ્યાં સુધી એ પાપકર્મને ઉદય છે ત્યાં સુધી તે આત્મવીર્ય વધારવાનું નિમિત્ત હોવાથી શિથિલ કરી નાખનાર પુણ્યકર્મ કરતાં પણ તે બહુ ઉપયોગી છે એવી સમજણથી શ્રી ગજસુકુમાર જેવા નાની ઉંમરમાં પણ મહાત્માપણું પામી મોક્ષે ગયા છે. મનુષ્યભવ દુર્લભ છે. ભલે રોગી હેય, ખેડખાંપણવાળે હય, સ્ત્રી હોય, પુરુષ હોય, નિધન હો કે શ્રીમંત હે, પણ મનુષ્યભવ છે તે સત્પરુષનાં વચન કાનમાં પડશે, વિચારાશે, સારા ભાવ થશે, પણ તે છૂટી ગયા પછી કંઈ બનનાર નથી. માટે મનુષ્યભવ પામીને આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં વખત ન જાય તે જ સાચવી લેવાનું છે. કાળને ભરોસે નથી માટે ચેતી લેવાનું છે. મરણની વેદના આગળ આ વેદના કંઈ ગણતરીમાં નથી અને જેને સહન કરવાની ટેવ પડશે તે સમાધિમરણ માટે તૈયારી કરે છે એ ચેક્સ છે, એમ વિચારી સમભાવ, સહનશીલતા, ચિત્તપ્રસન્નતા, નિરાકુળપણું, ધીરજ, શાંતિ આદિ ખમી ખૂંદવાના ગુણને વધારવા પુરુષાર્થ કર્તવ્ય છે. કેઈનું દુઃખ કોઈથી લઈ શકાતું નથી માટે આ કાળજી રાખતા નથી કે આ સેવા કરતા નથી એવું લાવી ચડિયે સ્વભાવ થવા દે ઘટતું નથી. જે થાય તે જોયા કરવું એ જ શ્રેષ્ઠ ઉપાય છે. આત્માને ધર્મ જાણવું અને દેખવું એ છે, તે સદાય સ્મરણમાં રાખવા યેગ્ય છે. જે જે વેદના થાય છે તે દેહને ધર્મ છે અને પૂર્વે બાંધેલાં એવાં જડ કર્મને વિપાક દેખાય છે તેમાં ચેતનના ભાવ તણાઈ ન જાય, “આમ થાય તે સારું, આમ ન થાય તે સારું” એવા વિકલ્પમાં જીવ ચઢી ન જાય ને માત્ર સ્મરણમાં રહે અને ચૈતન્યસ્વરૂપ શુદ્ધ છે, નિર્વિકલ્પ દ્રષ્ટારૂપ છે તે વારંવાર ધ્યાનમાં રહે માટે પરમકૃપાળુ દેવાધિદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું શરણું વારંવાર સ્મૃતિમાં લાવી તેમની સમજ, તેમની સહનશીલતા, તેમની નિષ્કારણ કરુણાને વારંવાર સ્તવવાથી પણ કલ્યાણ થાય છે. સાંસારિક સર્વ સંબંધ તરફથી વૃત્તિ દૂર કરી આત્મકલ્યાણની જ ઈચ્છા કર્તવ્ય છે. આત્મા એકલે છે, અને નિશ્ચયથી તે અસંગ છે, અજર છે, અમર છે, શાશ્વત છે, પરમાનંદસ્વરૂપ છે, તે રેગી નથી, દુઃખી નથી, રાગી નથી, તેવી નથી. આવી આત્મભાવનાથી જ્ઞાની મૃત્યુને પણ મહોત્સવરૂપ માને છે, સંકટમાં સંતેલી રહે છે, ઉપાધિમાં પણ નિરુપાધિક રહે છે, શેકના પ્રસંગમાં પણ આનંદી રહે છે. આત્માનું સુખ જ્ઞાનીઓએ જોયું છે, અનુભવ્યું છે, ઉપદેશ્ય છે તેની જ ભાવના કર્તવ્ય છે. તેના સુખ આગળ ચક્રવર્તીનાં સુખ પણ તરણા તુલ્ય છે અને મરણાંતિક વેદના પણ તે સુખનું હરણ કરી શકતી નથી.
રક શાંતિઃ શાંતિઃ શાંતિઃ