________________
પત્રસુધા નથી. તે દૂર થઈ શકે છે અને સર્વના ઉપાય હોય છે, પણ જે રત્નની ખરીદી કરવા નીકળે તેની પાસે રત્ન ખરીદી શકાય તેટલી રકમ હોય તે જ તેની પ્રાપ્તિ થાય છે તેમજ ઝવેરીની દુકાનેથી જ તે મળી શકે, બીજી શાક વેચનાર કે કાપડિયા પાસેથી ન મળે તે પણ ખરું છે. માટે પ્રથમ તે ઘણી માહિતી મેળવવાની જરૂર છે અને તે સંતસમાગમે મહાપુરુષના યુગબળે ઓછી મહેનતે ઘણું કામ થઈ શકે છે, પણ તે જેગ આપને હાલ સંભવ નથી. તેથી જેમ બને તેમ સંસારના બંધનથી છૂટવાને ભાવ અને સદ્દગુરુની પ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા સેવવા યોગ્ય છે. સંસારનાં બધાં કામ કરતાં મોક્ષનું કામ સર્વોપરી છે એમ હૈયે જ્યાં સુધી નહીં બેસે ત્યાં સુધી આત્માસંબંધી ઓળખાણ કે સદ્દગુરુની ઓળખાણું કરવા જેટલી યોગ્યતા જીવમાં આવતી નથી અને યોગ્યતા વિના સાચી વાત કહેવામાં આવે તે પણ સમજાતી નથી. માટે યોગ્યતા લાવવા પુરુષાર્થ હાલ કર્તવ્ય છે.
પર અગાસ, જેઠ સુદ ૫, શ્રુતપંચમી, ગુરુ, ૧૯૮૮ તીર્થક્ષેત્ર અખંડભૂમંડળમાં વિશ્રાંતિકારી શાંતિદાયક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્પરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે. આ જીવ અનાદિકાળથી મેહને વશ હોવાથી તેની વૃત્તિ બાહ્ય પદાર્થોમાં જ ભમ્યા કરે છે. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (૨-૩૫) આ વાક્યમાં ઘણી શિખામણ સમાયેલી છે. જીવને મોક્ષમાર્ગની શરૂઆતરૂપ સમકિત પ્રાપ્ત નથી થયું, ત્યાં સુધી પાપમાર્ગમાં જ તેની પ્રવૃત્તિ હોય છે. ગમે તે ક્રિયા ધર્મને નામે જીવ કરે તોપણું તેના ભાવ તે સમકિત વિના મિથ્થારૂપ છે એટલે પાપરૂપ જ ગણાય. તેથી પગ મૂકતાં પાપ છે એમ કહ્યું, તે એમ જણાય છે કે મિથ્યાત્વી જીવ પાપમાર્ગમાં જ પગલાં ભર્યા કરે છે, એ રસ્તે સદ્દગુરુની કૃપાથી બદલાશે ત્યારે મોક્ષમાર્ગ ઉપર દૃષ્ટિ પડશે અને પછી મોક્ષમાર્ગમાં પગલાં ભરશે એટલે પા૫ સદાયને માટે ટળી જશે અને પુણ્ય પાપથી જુદા ભાવ– આત્મભાવના ભાવવાથી નિર્જરા થશે. બીજું, જેમાં ઝેર છે કહ્યું, તે એમ સમજાવવા કહેલું લાગે છે કે જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં ત્યાં અજ્ઞાની જીવ ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કર્યા વિના રહેતું નથી અને એ રાગદ્વેષવાળી કલ્પનાથી કર્મબંધન થયા કરે છે, તે કર્મબંધનથી જન્મમરણ થયા કરે છે, એટલે ઝેર તે એક ભવમાં મરણ પમાડે અથવા કઈ દવાથી તે ઝેર ઊતરી પણ જાય, પણ આ કર્મબંધનરૂપ ઝેર અનંતકાળથી જન્મમરણ કરાવ્યા કરે છે, પણ એ ઝેર હજી ઊતર્યું નહીં એમ વિચારી એ બાહ્યદષ્ટિ ઉપર કટાક્ષભાવ રાખી સમતા સહનશીલતા શીખવાની જરૂર છે. અને માથે મરણ રહ્યું છે, એમાં ઘણે વૈરાગ્ય ભર્યો છે. ઘણું પુરુષે માથામાં પેળો વાળ દેખાતાં વૈરાગ્યના વિચાર આવવાથી રાજપાટ છેડી આત્મકલ્યાણ કરવા તત્પર થઈ ગયા છે. તેમને એમ વિચાર આવે કે મોતની ફેજના વાવટા દૂરથી ધળા દેખાય છે તેવા ધેળા વાળ એમ સૂચવે છે કે મરણ હવે બહુ દૂર નથી તે ચેતવું હોય તે ચેતી લે. તેથી પ્રમાદ છેડી તેઓ અમર થવા તૈયાર થયા. આપણે