________________
જિન ભકિત ઉત્તમ ગબીજ : અજકલગત કેશરી” ૩૯
-
-
" जिनेषु कुशलं चित्तं तन्नमस्कार एव च । प्रणामादि च संशुद्ध योगबीजमनुत्तमम् ।।"
શ્રી હરિભદ્રાચાર્યજીત ગદષ્ટિસમુચ્ચય. ઘેટાના ટેળામાં ચિરકાળથી વસેલા સિંહશિશુનું દૃષ્ટાંત અત્ર ઘટે છે. કેઈ સિંહનું બચ્ચું જન્મથી માંડી
ઘેટાના ટેળામાં વસ્યું છે, ઉછર્યું “અજકુતગત કેસરી” છે અને ચિર સંવાસથી તે પિતાને
- ઘેટું જ માની બેઠું છે. ત્યાં કઈ સિંહ દેખાય છે. તેને દેખી તે સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે, અને પાછું પિતાનું સ્વરૂપ નિહાળે છે તે બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે, અને તેને ભાન થાય છે કે હું ઘેટું નથી પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિકાળથી પરભાવના સંવાસમાં વસેલે છે, અને પિતાને પરરૂપ જ માની બેઠે છે. તેને સમાધિરસભર્યા સ્વરૂપસિદ્ધ પ્રભુના દર્શનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે.
અજકુલગત કેસરી કહે છે, નિજ પદ સિંહ નિહાળ; તિમ પ્રભુ ભકતે ભવિ લહે રે, આતમશક્તિ સંભાળ અજિત જિન તાર દીનદયાળ ! ”
–શ્રી દેવચંદ્રજી
અને આમ તે જિન સમ સ્વરૂપસત્તા ઓળખે છે, એટલે તેના પ્રાગૂભાવની–પ્રગટ આવિર્ભાવની ઈહા–ઈચ્છા તેને પ્રગટે