Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004825/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અાચારસંaL ‘ધૂતiદયયl'ii વ્યાખ્યાનો પ્રવચનકાર પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ 'વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા IES • સંપાદક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ 'વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ | Page #2 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન શા માટે? આચારાંગ શા માટે? 'ધૂનન શા માટે? ધ્યાયાળ એ જ ટીકા છે. ટીકાકારસૂત્ર ઉપર ટીકા 'કેરેઅoો છે (iiiણ પેરટીકા કરે. જો અહી બેસીeો શાસ્ત્રી પંકાઓ જ વાંચવાolી હોય તો ગoો ઉપર બેસીને વાંચતા નથી આવડતી. ? જે અગાજળ રોટલી, શેટલા બoliવવાના હોય તેવો વીણવું, 'દળવું, ખાંડવું, ચૂલે ચડાવવું અoો શેકવું પડે. 'તમારી સાથે કામ પડયું તો તinoો પણ શેકવા પડે. 'યાખ્યાન તમો લાયક બનાવવા માટે છે હો ? '(1માણ બથા પાપ ની ટીકા થાય તો તમે લાયક બળો 'ફેટીકા થયા હoli ? યાખ્યાલએ જ ટીકા છે. 'મારી એ જ diાવના છે કે તેમને બઘાને પગલોક '(તરફ જોતા કરવા. તમારી બંસ્થાની દૃષ્ટિ આ લોક, પરલોકથી ખસેડી પરnલોક મોણા તરફ વાળવી અoો એ માટે જ વ્યાખ્યાન વાંડ્યું છે. એમાં જો ફળીdid થાઉં, તો આ આયામ 12 (1માણ 'હદયમાં સોંસરું ઉતરી જાય. આપણે આશાભંગ 'વાંચવું છે, એમાંય છછું શૂ(1 oli1 અદયયol 'વાંચવું છે. એટલે ધૂo1o1. શૂolor એટલે 'નમૂળમાંથી હલાવી ખંખેરવાolી ફિયા. મૂળમાં પેસીને જે જે દોષોની સંducaolશેય, તેoો પરંડી પકડીને હસાવવાdી ખંખેરવાની ક્રિયા , ધૂoloળ થાય ત્યાં મજબૂતીઆદમી ટકે. તમારા હાથે 'અoliદિકાળથી જે વિષયકષાયાદoળા પાયા વાજબૂKI કર્યા છે, તેને તમારા ણ જ ખોદાવવાળા છે. માટે જ તdicinહેંદoળી વાત માંડી, કારણ એ 'આયાયિoળાથoloળ શક્યા બoો. - પ્રખર પ્રવચનકાર પૂજય મુનિરાજ 1. શ્રી રામવિજયજી મહારાજ Jain Education intoma. 2. Dersonal Use On Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૧૧૧ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ-૧ પ્રવચન–૧ થી ૨૦ સળંગ 1 થી 20 પેજ-૧ થી ૨૭૬, સળંગ 1 થી 276. : પ્રવચનકાર : પૂજ્ય મુનિરાજ શ્રી શામવિજયજી મહારાજ વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા : સંપાદક : પૂ. આ. શ્રી વિજય કીર્તિાસૂરીશ્વરજી મહારાજ : પ્રકાશક : જન્મા પ્રકાશન Page #4 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ISBN-81-87163-27-5 : પ્રકાશક : સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન સન્મા) પ્રારત Q. મૂ. તપ. જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ: ૫૩૫૨૦૭૨ Email : sanmargp@lcenet.net આખા સેટનું મૂલ્ય : રૂ. 2000-00 નકલ : 2000 પ્રકાશન: વિ. સં. ૨૦૫૭, ઈ.સન-૨૦૦૧. મુંબઈ. --- ---- સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન --ક્શન્ઝ------ - : અમદાવાદ : સન્માર્શ પ્રકાશન કાર્યાલય મુંબઈઃ જી. એસ. જવેલર્સ એન્ડ કું. ૩-A, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, કર-૧૮, ગીરગામ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : (0) 36 30 340 (B) 36 9 148 સુરતઃ વિપુલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (O) 421205, (R) 220405 Page #5 -------------------------------------------------------------------------- ________________ જે પ્રકાશકીય સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાતૃચૂડામણિ સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાનાં રહસ્યોને સાવ સહેલા શબ્દોમાં રજૂ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરવા માટે અમોએ પૂજ્યપાદશ્રીજીના કાળધર્મ બાદ તેઓશ્રીજીના પુણ્ય નામને અનુસાર પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ ગ્રંથમાળા ગૂંથવાની શરૂઆત કરી હતી. જેમાં પાંચેક વર્ષમાં ૧૦૮ બહુરંગી પ્રવચન પુસ્તકોના સેટ ઉપરાંત અન્ય પણ અનેક દળદાર પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યો હતો. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયન અંગેનાં પૂજ્યપાદશ્રીનાં પ્રવચનોના પૂરા સેટને એક સાથે પ્રકાશિત કરવાની અમારી યોજના ચોક્કસ અવરોધોના કારણે પૂર્ણ ન થઈ શકી તેનો અમને ખેદ છે. આમ છતાં આજે મોડે મોડે પણ એ અર્ધા સેટનું પ્રકાશન કરવા અમો સમર્થ બન્યા છીએ અને નજીકના ભવિષ્યમાં બાકીના અર્ધા સેટનું પ્રકાશન કરી શકીશું એનો અમને વર્ણનાતીત આનંદ છે. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં આ સમસ્ત પ્રવચનોનું અથથી ઇતિ સંપાદન પરમતારક પરમ ગુરુદેવશ્રીજીની તારક આજ્ઞાથી તેઓશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવી કરી આપ્યું છે, તે બદલ અમો તશ્રીજીના ઋણી છીએ. આ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી આ ૧ થી ૨૦ વ્યાખ્યાનો પ્રથમ ભાગ રૂપે પ્રકાશિત કરાઈ રહ્યાં છે. શ્રી આચારાંગ સૂત્રનો પરિચય, પૂજ્યપાદશ્રીજીએ જે પરિસ્થિતિમાં આ પ્રવચનો કર્યો, તેનો ચિતાર અને સંપાદન શૈલી અંગે વિગતવાર નોંધ પૂજ્ય સંપાદકશ્રીજીએ કરેલી હોઈ અમે એનો ઉલ્લેખ અત્રે કરતા નથી. અમારાં દરેક પ્રકાશનોની જેમ પ્રસ્તુત પ્રકાશનમાં અનુગ્રહ વૃષ્ટિ કરનારા પ્રશાંતમૂર્તિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ વગેરે સર્વ વડીલ પૂજ્યોના ચરણે વંદના સમર્પવાપૂર્વક ભાવિમાં પણ અમો આવા સત્સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તરૂપ બનીએ એવી કામના કરીએ છીએ. - સન્માર્શ પ્રકાશન Page #6 -------------------------------------------------------------------------- ________________ અભર .... સભા પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના ઉપક્રમે પ્રકાશિત થતા આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-૧ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર લિંબોદ્રા નિવાસી શાહ માનચંદ દીપચંદ પરિવારમાંથી વિ. સં. ૨૦૧૪, મહા સુદ૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવક પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધક પૂ. આચાર્યદેવશ્રી ચશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં - શેઠશ્રી મંગલદાસ માનચંદ દીપચંદ પરિવાર: સ્વ. શ્રી માનચંદ દીuઘંટ મરેવાર# માવંતા સભ્યો : સ્વ. શ્રી રતિલાલ માનચંદ શ્રી મંગલદાસ માનચંદ અ. સી. આનંદીબેન મંગલદાસ શ્રી અમૃતલાલ માનચંદ અને સુપત્રો શ્રી સેવંતીલાલ નાનચંદ શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી ભોગીલાલ માનચંદ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી સુરેશચંદ્ર માનચંદ શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ આપે કરેલી વ્યુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ.જન્માર્થ પ્રકાશન Page #7 -------------------------------------------------------------------------- ________________ I જ્ય જ્ય દાદા નેમિનાથ શ્રી નેમિનાથ ભગવાન-ભોરોલ તીથી Jain Education Internationaપીન : કદ ૨] [ | sonu_જાણીત. Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ ન IP Pelo - Plblco lih Jalpg [૪ www.jainelibrary or b Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી ાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજnelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર-ધૂતાઘ્યયનનાં વ્યાખ્યાનો એ સમયની પરિસ્થિતિ: અનંત કરુણાનિધાન ચરમતીર્થપતિ શ્રમણ ભગવાનશ્રી મહાવીરસ્વામી પરમાત્માનું સ્થાપેલું આ શ્રી જૈનશાસન એ સમયે એક અતિ વિચિત્ર કહી શકાય તેવા સંક્રાન્તિકાળમાંથી પસાર થઈ રહ્યું હતું. એ સમયે હિંદુસ્તાનની કહેવાતી સ્વરાજ્યની ચળવળ ચાલી રહી હતી. એના જ અનુસંધાનમાં અસહકારની હીલચાલ પણ પૂરજોશમાં ચાલુ હતી. પૂરા ભારતમાં ગાંધીવાદ ઘોડાપૂરની જેમ ઉમટી રહ્યો હતો. એના પ્રવાહમાં તણાઈ જૈનોમાં ગણાતો અમુક સુધારક વર્ગ ‘સાધુઓએ રેંટીયો કાંતવો જોઈએ અને સાધ્વીજીઓએ હોસ્પિટલમાં જઈ નર્સનું કામ કરવું જોઈએ' એવું બોલતો-વિચારતો થઈ ગયો હતો. ધર્મનાં તારક અનુષ્ઠાનોમાં કરાતા ધનવ્યય માટે ‘ધનનો ધૂમાડો' શબ્દનો પ્રયોગ કરી, તે અનુષ્ઠાનોની વગોવણી કરાતી હતી, તો બીજી ત૨ફ ભવનિસ્તારક ધર્મક્રિયાઓને ‘જડક્રિયાકાંડ' માં ખપાવી એના ઉપર કુઠારાઘાત કરાતો હતો. દાનનો પ્રવાહ બદલી સઘળી જ શક્તિઓ એમના માનેલા સ્વરાજની ચળવળમાં અને અધ્યાત્મભાવનો નાશ કરી ભૌતિકવાદને પોષનાર શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓમાં વા૫૨વી જોઈએ એવી વાત જોરશોરથી પ્રચારાતી હતી. એક બાજુ ‘બાળદીક્ષા'નો કાતિલ વિરોધ ચાલુ થયો હતો, તો બીજી બાજુ ‘વિધવાવિવાહ' ચાલુ કરવાના મરણીયા પ્રયત્નો કરાતા હતા. ‘શાસ્ત્રો એ જૂનવાણી છે, આજથી ૨૪૦૦-૨૫૦૦ વર્ષ જૂનાં છે, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં નકામાં છે, શાસ્ત્રકારોને નવું કશું ય લખતાં આવડ્યું નથી, માખી ઉપર માખી કરી છે’ જેવી વાતો કરી અંતે એ શાસ્ત્રોને સળગાવી મૂકવા સુધીની નિમ્નકક્ષાની વાતો એ વખતે જાહે૨માં નામધારી પંડિતો, લેખકો અને વક્તાઓ દ્વારા કરાતી હતી. ‘વીતરાગને વળી પૂજાની શી જરૂર ? અમને ખાવા રોટલો નહિ ને પથરાને લાખોનો મુગટ ? આટલાં મંદિરો બસ થયાં, ધર્મસ્થાનો ખાલી પડ્યાં રહે છે તો સમાજ માટે, રાષ્ટ્ર માટે એનો ઉપયોગ કરો' આવી વિચારધારાને વાચા અપાતી હતી. ‘જૈનોએ આધુનિક કેળવણી મેળવવી જોઈએ. એ માટે સ્કૂલો, કૉલેજો, યુનિવર્સિટીઓ, હૉસ્ટેલો, સ્કોલરશીપો ચાલુ કરવી જોઈએ. વિજ્ઞાનની શાખાઓનું શિક્ષણ મેળવવું જ જોઈએ, હૃક્ષરકળા શીખાશે નહિ તો જૈનો ભૂખ્યા મરશે, માટે વિદ્યાલયો ખોલવાં જોઈએ અને એ માટે સાધુઓએ ઉપદેશ આપવો એ સમયની પરિસ્થિતિ : V Page #14 -------------------------------------------------------------------------- ________________ જોઈએ.” આવી ઉક્તિઓ બેરોકટોકપણે ઉચ્ચારાતી હતી. “જૈનો ભૂખ્યા છે, ત્યારે લાખોનું દેવદ્રવ્ય પડ્યું રહ્યું શું કામનું ? એનો સામાજિક કાર્યમાં ઉપયોગ થવો જ જોઈએ. જ્ઞાનખાતું આધુનિક સ્કૂલ, કોલેજ માટે વપરાવું જોઈએ. સાધુઓને રોટલો ને ઓટલો સમાજ આપે છે, તો સાધુની ફરજ છે કે સમાજના રોટલા-ઓટલાની ચિંતા કરે, આ જમાનામાં દીક્ષા અને મોક્ષની વાતો કરવાનો શું મતલબ છે ? હમણાં ક્યાં મોક્ષ મળવાનો છે ? પેટમાં કૂવો ને વરઘોડો જુઓની વાત કરવાનો શું અર્થ છે ? પહેલાં લોકોની આંતરડી ઠારો, લોકોને પૈસા-નોકરી-ધંધો કેમ મળે તેનો પ્રબંધ કરો, પછી ધર્મની વાત કરો', એવા વાણીપ્રલાપો પણ એ સમયે સર્વસામાન્ય ગણાતા. આવી તો કેટકેટલીયે વાતો-વિચારોથી પૂરો જૈન સમાજ એ વખતે ખળભળી ઊડ્યો હતો. એમાં જૈન સંઘના કમનસીબે કેટલાક નામધારી આચાર્યો અને સાધુઓએ પોતાનો સૂર પૂરાવ્યો હતો. શાસ્ત્રપંક્તિઓનો મનભાવન ઉપયોગ, અધૂરા સંદર્ભો અને એના ઉટપટાંગ અર્થો કરી એ ત્યાગી ગણાતાઓએ રાગની કાર્યવાહીમાં સાથ-સહકાર આપ્યો. એ માટે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની વાતો ય લવાયી, સમયધર્મને ઓળખોની આદર્શવાદી રજૂઆતો ય કરાયી, પરદેશમાં વસનાર જૈનોના હિતની સૌને ગમી જતી રૂપાળી વાતો કરી, સાધુઓ માટે વાહન-વપરાશ અને પરદેશગમનની છૂટછાટો લેવા-આપવા સુધીની હદે એ ત્યાગીઓએ (!) પ્રયત્ન આદર્યો હતો. “આચાર ગૌણ છે આપણે તો ભાવના પૂજારી !” આવી સુફિયાણી સલાહો પણ અપાતી હતી. સુધારાવાદના નામે આવી તો કેટલીયે વાતોએ જૈનસંઘમાં અંધાધૂંધી ફેલાવી હતી. એવા કપરા સમયે શ્રી વીર શાસનના સપૂત અને સદ્ધર્મ સંરક્ષક પૂજ્યપાદ આત્મારામના રામ તરીકેની પ્રસિદ્ધિને વરેલા પૂ. મુનિરાજશ્રી રામવિજયજી મહારાજે એકલપંડે આ દરેકે દરેક વિકૃત વિચાર-આચાર અને પ્રરૂપણામય તોફાન સામે વજની છાતીએ ઝીંક ઝીલી હતી અને એઓશ્રીએ જિનાજ્ઞા પ્રેરિત પ્રબળ સિંહનાદ કરીને અસહ્ય ધ્રુજારો પેદા કર્યો હતો. જેને લઈને એક પ્રચંડ સંક્ષોભ પેદા થવા પામ્યો. અલ્પસત્ત્વવાળાં હરણીયાંઓએ એ સિંહનાદથી ડરી નાસભાગ કરી હતી. જ્યારે સાવ નિ:સત્ત્વ વિરોધીઓએ ચારે તરફ હિનકક્ષાની કાગારોળ મચાવી હતી. શાસનરક્ષા માટે સજ્જ થયેલા પક્ષે અને એની સામે શાસન નાશ માટે ઉદ્યત થયેલા પક્ષે : બંનેએ સામસામો શસ્ત્રસરંજામ ખડો કર્યો હતો. એક તરફ ધીરતા, વીરતા, ગંભીરતા, શાસન નિષ્ઠા, શાસ્ત્રનો અવિહડ vi એ સમયની પરિસ્થિતિ Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને સર્વજ્ઞ કથિત સિદ્ધાંતોની રક્ષા માટે સર્વસ્વની કુરબાની કરીને પણ ચતુર્વિધ સંઘનું, જૈન શાસનનું અને તે દ્વારા પૂરા વિશ્વના જીવમાત્રનું હિત કરવાની ઊંડી ખેવના હતી. જ્યારે સામા પક્ષે કાતિલ કષાયો, કટિલ કારસ્થાનો, ભેદી પ્રપંચો, કૂટનીતિઓ, શાસ્ત્રનિરપેક્ષતા અને સ્વમતના અસ્તિત્વના આડે આવતી વ્યક્તિ-પ્રવૃત્તિને નામશેષ કરી દેવા સુધીની હીન રમતો સહજ બની ચૂકી હતી. આ બધી પરિસ્થિતિ ખાળવા માટે અમદાવાદ તથા સુરતના આંગણે જબરદસ્ત શાસન સુરક્ષા કર્યા બાદ મુંબઈના જિનાજ્ઞાપ્રેમી સંઘની આગ્રહી વિનંતીને સ્વીકારી, મુંબઈ પધારી - લાલબાગ સંઘના આંગણે વિ. સં. ૧૯૮૫૮૦ની સાલમાં (ઈ. સ. ૧૯૨૮-૩૦) સકલાગમ રહસ્યવેદી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના પટ્ટધરરત્ન કર્મસાહિત્ય સુનિપુણમતિ પૂજ્યપાદ પંન્યાસ પ્રવર શ્રીમદ્દ પ્રેમવિજયજી ગણિવર્યશ્રીજીની પાવન નિશ્રામાં પ્રખર પ્રવક્તા પૂજ્યપાદ મુનિપ્રવર શ્રીમદ્ રામવિજ્યજી મહારાજ કે જેને આપણે વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે ઓળખીએ છીએ તેઓશ્રીએ સુધારાવાદ અને પાપવૃત્તિને બાળીને ભસ્મસાત કરવા આગ ઝરતાં, અધ્યાત્મવાદને પોષવા અને આત્માને શાંત-શીતળ જળમાં સ્નાન કરાવવા નિર્વેદ-સંવેગની છોળો ઉછાળતાં વ્યાખ્યાનો કરેલાં. એ સમય દરમ્યાન અઢી-ત્રણ વર્ષના ગાળામાં તેઓ શ્રીમદે શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂત”અધ્યયનને અનુલક્ષીને આશરે ૫૦૦વ્યાખ્યાનો કર્યા હતાં. એમાં અવસર પામી ‘સંઘ' નામ ધરાવનાર શ્રી જિનાજ્ઞાથી નિરપેક્ષ બનેલાં ટોળાંઓની અયોગ્ય કાર્યવાહીઓને ઉઘાડી પાડી જિનાજ્ઞાનુસારી, તીર્થકરવત્ પૂજ્ય એવા શ્રીસંઘનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવવા માટે શ્રી નંદીસૂત્રનામના મહાન આગમગ્રંથના આધારે ૧૨૦ જેટલાં વ્યાખ્યાનો ફરમાવેલાં. આ બંને ગ્રંથો પરનાં વ્યાખ્યાનો માટે એ વખતના સાક્ષરો લખતા કે “મડદાંને ય ઊભાં કરી દે એવાં પ્રભાવશાળી આ પ્રવચનો છે.' એ વ્યાખ્યાનો માટે આટલી ઓળખ કાફી છે. સંઘસ્વરૂપને દર્શાવતાં એ વ્યાખ્યાનો પૈકીનાં પચ્ચાસ વ્યાખ્યાનો પૂર્વે જેને પ્રવચન કાર્યાલય દ્વારા છપાઈ બહાર પડ્યાં હતાં. ત્યારબાદ એ જ વિષયના બીજાં સિત્તેર વ્યાખ્યાનો મળી આવતાં પૂજ્યપાદ પ્રવચનકારશ્રીજીની તારક એ સમયની પરિસ્થિતિ : vii Page #16 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાથી સંપાદન કરીને પુસ્તકાકારે તૈયાર કર્યા હતાં. જે જિનવાણી પ્રચારક ટ્રસ્ટ તરફથી છપાયાં હતાં. જ્યારે આચારાંગનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી એકસો ચૌદ વ્યાખ્યાનો જેને પ્રવચન સાપ્તાહિકમાં શરૂઆતના ૧ થી ૬ વર્ષ દરમ્યાન છપાયાં હતાં. એ પૈકીનાં ૨૨ વ્યાખ્યાનો આચારાંગ-ધૂતાધ્યયન' નામે પુસ્તકાકારે પણ છપાયાં હતાં. શાસનરસિક ભવ્ય જીવોને વાંચતાં જ રોમાંચ ખડાં કરી દે અને શાસન વિરોધીઓના હાજા ગગડાવી દે એવાં આ વ્યાખ્યાનો સાક્ષર કવિ શ્રાદ્ધવર્ય શ્રી ભીખાભાઈ છગનલાલ શાહે પોતાની વેગવંતી કલમે કાગળ પર ઝીલ્યાં હતાં. વર્તમાન અને ભાવિનો આજ્ઞાનુસારી સંઘ આ વ્યાખ્યાનો માટે પ્રસ્તુત અવતરણકારનો ઉપકાર પણ નહિ જ ભૂલી શકે. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં જે સેંકડો વ્યાખ્યાનો પૂજ્યપાદશ્રીજીએ આપેલાં તે પૈકી પુસ્તકાકારે માત્ર ૨૨ અને જૈન પ્રવચન સાપ્તાહિકમાં ક્રમશઃ ૧૧૪ વ્યાખ્યાનો જ છપાયાં હતાં. બાકીનાં વ્યાખ્યાનો અમુદ્રિત સ્થિતિમાં હતાં. પૂર્વના વ્યાખ્યાનો સાથે આ વ્યાખ્યાનો તૈયાર કરી પુસ્તકાકારે પ્રકાશિત થાય તો ખૂબ લાભ થાય, એવી ઘણા પુણ્યાત્માઓની ઇચ્છા હતી. મારા હસ્તક ચાલતું સંઘસ્વરૂપ દર્શનના પ્રવચનોનું સંપાદન કાર્ય તે વખતે પૂર્ણપ્રાયઃ થવા આવેલું. એના ચાર ભાગ છપાઈ ચૂક્યા હતા, જ્યારે છેલ્લો ભાગ મુદ્રણાધીન હતો. એ સમયે પૂજ્યપાદશ્રીજી પાસે હવે કયું કાર્ય હાથ ઉપર લેવું ? એ અંગે વિચારણા, પૃચ્છા કરતાં પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીએ આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયન ઉપર કરેલાં વ્યાખ્યાનોનું સંપાદન કરવા માટેની આજ્ઞા કરી. એ સાલ હતી - વિ.સં. ૨૦૪૭ની ! પૂજ્યપાદશ્રીજીની વિદ્યમાનતામાં જ એઓશ્રીજીની પ્રસાદી સમજી એ કાર્ય શરૂ કર્યું. પરંતુ એ વર્ષે જ પૂજ્યપાદશ્રીજી અપ્રતીમ સમાધિ સાધી મહાપંડિત મૃત્યુને વરતાં આ વ્યાખ્યાનના પુસ્તકોનો સેટ પૂજ્યપાદશ્રીજીના જ. વરદ્ હસ્તકમલમાં સાદર અર્પણ કરવાના મનોરથો મનમાં જ વિલાઈ ગયા. ત્યારબાદ પણ “શ્રેયાંસિ બહુવિજ્ઞાનિ' ન્યાયથી ચોક્કસ અવરોધોના કારણે આ વ્યાખ્યાનો પુસ્તકાકાર ધારણ કરવામાં વિલંબ પામ્યાં છે. અંતરાયો તૂટતાં આજે અર્ધા સેટ રૂપે એ કાર્ય સફળતાને જોઈ શક્યું છે, એનો જ આજના તબક્કે અતીવ આનંદ છે. પરમ ગુરુદેવની કૃપાપ્રસાદી પાણી બાકીના ભાગો પણ શીધ્ર પ્રકાશિત બને, જેથી આત્મકલ્યાણના લક્ષ્યપૂર્વકનો સ્વાધ્યાય કરવાના અભિલાષીઓની ભાવના સાકાર બને અને એ દ્વારા સૌ કોઈ પોતાનું આત્મશ્રેયઃ સાધે એ જ એક શુભાભિલાષા. viii એ સમયની પરિસ્થિતિ : Page #17 -------------------------------------------------------------------------- ________________ * સંપાદન શૈલી છે - પ્રસ્તુત “આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનોનો સેટ તૈયાર કરતી વખતે : - અત્રે પ્રકાશિત કરાતાં “આચારાંગસૂત્ર-ધૂતાધ્યયન'નાં વ્યાખ્યાનો પૈકીનાં ૧ થી ૧૧૪ વ્યાખ્યાનો જૈન પ્રવચન સાપ્તાહિક વર્ષ-૧ થી ૭ સુધીમાં પ્રકાશિત થયેલાં છે અને તે પછીનાં વ્યાખ્યાનો અપ્રગટ હતાં, જે હાલમાં જિનવાણી પાક્ષિકમાં પ્રકાશિત કરાઈ રહ્યાં છે. - પૂર્વનાં વ્યાખ્યાનોને શિર્ષકો ન હતાં, તે વિષયાનુસાર નવાં યોજ્યાં છે. - પૂર્વે છપાયેલ તેમજ અત્રે છપાતાં વ્યાખ્યાનોના ક્રમાંકોમાં થોડો ફેરફાર જોવા મળશે. ‘જૈન પ્રવચન” અને “જિનવાણી'માં પ્રકાશિત વ્યાખ્યાનોને અમુક સ્થળે નંબર આપવાનો ચૂકાઈ જવાના કારણે એ ભૂલો સર્જાઈ હતી, તે સુધારીને આ પ્રકાશનમાં એ ક્રમ વ્યવસ્થિત કરીને મૂકાયો છે. આ સમગ્ર સેટમાં અંદાજે ૧૫થી ૧૬ પુસ્તકો તૈયાર થશે એવી ગણતરી છે. દરેક ભાગની યોજના વિષયાનુરૂપ કરવામાં આવી છે. તે તે ભાગમાં કયો વિષય ચર્યાયો છે, તે વિગત તે તે ભાગની શરૂઆતમાં આપેલ પુરોવચનમાં રજૂ કરાઈ છે. લગભગ ૬૦ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ “આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયન'ભા-૧ પુસ્તકમાં “ગ્રંથ અને ગ્રંથકાર' નામે એક સુવિસ્તૃત પ્રસ્તાવના મૂકાયેલી છે; જેમાં શ્રી આચારાંગ સૂત્ર, વર્તમાન જૈન સંઘની વિસ્ફોટક પરિસ્થિતિ અને પૂ. પ્રવચનકારશ્રીજીનું વ્યક્તિત્વ તેમજ તેમણે કરેલ અપૂર્વ શાસનરક્ષાનો જવલંત ચિતાર આપવામાં આવ્યો છે. તે ગ્રંથના કદ વગેરે બાબતોને વિચારી તે પ્રસ્તાવનાને આ સેટના ત્રીજા ભાગમાં આપી છે. પૂર્વ મુદ્રિત વ્યાખ્યાનોમાં જે જે સ્થળે વાક્યો અને વાક્યાંશો તૂટી ગયા હતા, તે અમે હસ્તલિખિત વ્યાખ્યાનના મૂળ મેટર સાથે મેળવી સુધારી લીધા છે અને એ દ્વારા વ્યાખ્યાન ધારા અખંડ રહે એની કાળજી રાખી છે. હસ્તલેખન કરનાર મહાનુભાવે ચાલુ વ્યાખ્યાન લખતી વખતે મૂળ ગ્રંથનો પાઠ પૂર્ણ ન લખતાં ત્યાં માત્ર આદ્ય શબ્દ લખી તેટલી લીટીઓ છોડી સંપાદન શૈલી : ix | Page #18 -------------------------------------------------------------------------- ________________ દીધેલ, તેટલા પાઠો આચારાંગ મૂળ તેમજ ટીકાની સાથે જરૂરી ભાગનો અનુવાદ કરી મૂક્યા છે. તે જ રીત વ્યાખ્યાન દરમ્યાન પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ આપેલ અન્ય ગ્રંથોની સાક્ષી માટે પણ અપનાવી છે. નવાં પ્રકાશનમાં શિર્ષકો, પેટા શિર્ષકો, પદચ્છેદો, બોલ્ડ ટાઈપોમાં સુવિચાર આપવા વગેરે યોજના અમે કરી છે. ભાષાની જોડણી વર્તમાન સ્વીકૃત પદ્ધતિ મુજબની રાખી છે. પ્રત્યેક વ્યાખ્યાન શરૂ થાય એ પૂર્વનાં પૃષ્ઠમાં એ વ્યાખ્યાનના વિષયને અનુરૂપ શિર્ષક, એ ભાગમાં આવેલ વ્યાખ્યાનોનો ક્રમાંક, અંગ્રેજીમાં સળંગ વ્યાખ્યાનોનો ક્રમાંક, વિષયનિર્દેશ, વ્યાખ્યાન પ્રવાહનો તાગ મળે એ માટે એક પેરેગ્રાફમાં વ્યાખ્યાનાંતર્ગત બાબતો અને દૃષ્ટાંતોની રૂપરેખા, વ્યાખ્યાનમાંથી ઉદ્ધૃત કરેલ સારભૂત સુવાક્યો : આ બધી જ માહિતી આપવામાં આવી છે. જેથી પ્રવચનના પ્રથમ પૃષ્ઠનું વાચન કરતાં જ સમગ્ર વ્યાખ્યાનનું હાર્દ હાથમાં આવી જાય અને વાચકોને સંપૂર્ણ પ્રવચન વાંચવાની ઈંતેજારી જાગે. પ્રવચન પૃષ્ઠની ઉપરના ભાગમાં એ એ ભાગના વ્યાખ્યાનના ક્રમાંકો અને પૃષ્ઠ ક્રમાંકો ગુજરાતીમાં આપી, સળંગ ભાગોના સળંગ વ્યાખ્યાનના ક્રમાંકો તેમજ સળંગ પૃષ્ઠ ક્રમાંકો અંગ્રેજી આંકડામાં મૂક્યા છે. આ સેટના આ સાથે છપાતા ભાગોમાં - ૧ થી ૨૦ ૩૮ થી ૫૦ ૭૧ થી ૯૪ પ્રથમ ભાગમાં ત્રીજા ભાગમાં પાંચમા ભાગમાં X બીજા ભાગમાં ચોથા ભાગમાં છઠ્ઠા ભાગમાં સાતમા ભાગમાં - ૧૧૭ થી ૧૩૫ વ્યાખ્યાનો પ્રગટ થઈ રહ્યાં છે. વિ.સં. ૧૯૮૫ના ચાતુર્માસમાં અપાયેલાં ૧૩૫ વ્યાખ્યાનો ભાગ ૧થી ૭માં સંપાદિત કરી મૂકાયાં છે. વિ.સં. ૧૯૮૬ના ચાતુર્માસમાં અપાયેલાં બાકીનાં વ્યાખ્યાનો ભાગ ૮થી ૧૬ રૂપે હવે પછી પ્રગટ કરાશે. સંપાદન શૈલી : - ૨૧ થી ૩૭ ૫૧ થી ૭૦ ૯૫ થી ૧૧૬ Page #19 -------------------------------------------------------------------------- ________________ મારા સંયમજીવનના સર્વસ્વસમાં સંઘસન્માર્ગદર્શક પરમતારક પરમગુરુદેવ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા... પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીના સ્વર્ગગમન બાદ પણ તેઓ શ્રીમદ્ભી ખોટને સાલવા ન દેતા વાત્સલ્યની ગંગામાં સંતૃપ્ત કરતા ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા.. મારા ભવોદધિતારક પરમતારક ગુરુદેવશ્રીજીના વ્યાખ્યાનોમાંથી સાધના જીવનનું પાથેય પ્રાપ્ત કરનાર ગુરુદેવ વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા... આ દરેક મહાપુરુષોની સતત વર્ષતી અનુગ્રહવર્ષાને ઝીલી, આચારાંગ સૂત્રધૂતાધ્યયનના આ પ્રવચન સેટનું સંપાદન કરી શક્યો છું. આ સંપૂર્ણ સેટ પૈકી પ્રથમ આઠ ભાગ આ વર્ષે સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાઈ રહ્યા છે. પૂજ્યોના એ જ કૃપાબળે આગળના ભાગોનું પણ ભવ્યજનોના હિતાર્થે સદ્ય સંપાદન કરી મારા મોહનીય-જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ કરવા દ્વારા સ્વ-પર શ્રેયને સાધનારો બનું એ જ એક મંગળ કામના. આ વિશાળ ગ્રંથરાશિના સંપાદન દરમ્યાન ક્યાંય કોઈ પણ ઉદયભાવ સ્પર્યો હોય કે જેને લીધે પરમતારક શ્રી જિનેશ્વર દેવની તારક આજ્ઞા તેમજ કરુણાનિધાન વ્યાખ્યાનવાચસ્પતિ પરમ ગુરુદેવશ્રીજીના આશય વિરુદ્ધ કશું ય પ્રગટ થવા પામ્યું હોય, તો તે અંગે ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. વિદ્ધકર્યો એ અંગે મારું ધ્યાન દોરશે તો ભાવિ પ્રકાશનોમાં એ જરૂર ઉપયોગી નીવડશે. એ જ, વ્યાખ્યાનવાચસ્પતિ સંઘસન્માર્ગદર્શક સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ ભવોદધિતારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો વિનેય આચાર્ય વિજય કીર્તિયશસૂરિ સંપાદન શૈલી : Page #20 -------------------------------------------------------------------------- ________________ | નમોત્યુ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય ! // અનંતલબ્લિનિધાન શ્રી ગુરુ ગૌતમસ્વામીને નમઃ | // ગુણસંપન્સમૃદ્ધ શ્રી ગુરુ સુધર્મસ્વામીને નમઃ || | | પરમારાધ્યાપાદપધેભ્યઃ સુવિશુદ્ધકરૂપકેભ્યઃ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરેભ્યઃ નમોનમઃ || અંગાણે પઢમો આયારો ! - શ્રીમદ્ આચારાંગસૂત્રનો બાહ્યાભ્યતર પરિચય આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળના ચરમ તિર્થપતિ શ્રમણ ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ આજથી ૨૫૫ક વર્ષો પૂર્વે કેવલ્ય પ્રાપ્ત કર્યું. તે પછીના બીજા જ દિવસે શ્રી ગૌતમસ્વામી પ્રમુખ ગણધર થવા યોગ્ય અગિયાર બ્રાહ્મણ શ્રેષ્ઠોને સર્વવિરતિનું પ્રદાન કર્યું. આ પછી તરત જ તે અગ્યારેય શ્રમણ શ્રેષ્ઠોએ પથર્વ વિકતાં ? એવો ત્રણ વાર પ્રશ્ન કર્યો. જેના ઉત્તરમાં પરમ પ્રભુ મહાવીરે ‘૩પ વા, વિખેફ વા, ધૂઃ વા' - એવી ત્રિપદીનું પ્રદાન કર્યું? આ ત્રિપદી પામીને તે અગ્યારેય શ્રમણ શ્રેષ્ઠોએ દ્વાદશાંગીની રચના કરી, જેના ઉપર પ્રભુ વિરે મહોર છાપ મારતાં ભવ વિસ્તારક ધર્મશાસનની સ્થાપના થઈ. આ રીતે પરમતારક ગણધર ભગવંતોથી નિવૃત આચારાંગાદિ આગમગ્રંથાત્મક મૃતવારસો આપણ સહુને પણ મળ્યો છે. એ આગમનો મૂળભૂત અર્થ તીર્થકરશ્રી મહાવીર દેવે કહ્યો છે અને તેની સૂત્ર રૂપે રચના શ્રી ગણધરદેવોએ કરી છે. શ્રી ગણધરદેવો સર્વાક્ષર સન્નિપાતિ હોઈ એમનો અક્ષરે અક્ષર મંત્રતુલ્ય બની જાય છે. માટે જ એમનાં વાચનો માટે વિવિધ સ્થળે “નોવિસ રમતો- અર્થાતુ મોહવિષને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર છે” – એવો ઉલ્લેખ જોવા મળે છે. શ્રી વીર પરમાત્માના દરેક ગણધર ભગવંતોએ દ્વાદશાંગી રચી. પરંતુ અગિયાર પૈકી નવ ગણધર ભગવંતો પ્રભુની હાજરીમાં જ મોક્ષગામી બન્યા. તેથી તેમના ગણો અન્ય ગણોમાં સમાયા. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા પછી તેઓશ્રીનો ગણ પણ સુદીર્ધાયુ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીને સોંપાયો. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ દ્વાદશાંગીનો વારસો શ્રી સુધર્માસ્વામીજીનો છે. આ દ્વાદશાંગી નીચે મુજબ છે : ૧ - આચારાંગ (આચારો) ૨ - સૂત્રકૃતાંગ (સૂયગડો) ૩ - સ્થાનાંગ (ઠાણું) ૪ - સમવાયાંગ (સમવાઓ) [ xii શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાવ્યંતર પરિચય Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫ - વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (વિવાહ પણી ) (ભગવતી સૂત્ર) ૬ - જ્ઞાતાધર્મકથાંગ તણાયા ધમ્મકહાઓ) ૭ - ઉપાસક દશાંગ (વાસંગદસાઓ) ૮ - અંતકુશાંગ (અંતગડદસાઓ) ૯ - અનુત્તરપિપાતિક દશાંગ (અણુત્તરોવવાઈય દસાઓ) ૧૦ - પ્રશ્નવ્યાકરણમ્ (પહાવાગરણાઈ) ૧૧ - વિપાકશ્રુતમ્ (વિવાગસુ) અને ૧૨ - દૃષ્ટિવાદ (દિઢિવાઓ) આ બાર પૈકી બારમું અંગ દષ્ટિવાદ છે; જેમાં ચૌદ પૂર્વ ઉપરાંત અન્ય અન્ય વિષયોનો પણ સમાવેશ હોય છે, જે વર્તમાનમાં વિચ્છેદ પામેલું છે. જો કે રચનાને અનુલક્ષીને પૂર્વોની રચના પ્રથમ કરાય છે, છતાં સ્થાપનાની અપેક્ષાએ આચારાંગ સૌથી પ્રથમ રચાય છે. સર્વ તીર્થકરોના શાસનનો આ જ ક્રમ હોય છે. આ આચારાંગ સૂત્રના મુખ્ય બે વિભાગ છે; જેને “શ્રુતસ્કંધ' કહેવામાં આવે છે. એમાંનો પહેલો શ્રુતસ્કંધ ‘બ્રહ્મચર્ય' નામથી પણ ઓળખાય છે. જેમાં નવ પેટા વિભાગો છે, જેને અધ્યયન કહેવામાં આવે છે. જ્યારે બીજો શ્રુતસ્કંધ પાંચ ચૂલિકાનો બનેલો છે, જેનું ઉપકારકારક અન્ય નામ “અગ્ર'પણ છે. બીજા ‘અગ્ર' શ્રુતસ્કંધમાંની પાંચમી ચૂલિકા એ જ “શ્રી નિશીથ સૂત્ર છે, જે ચૂલિકાને આચારાંગ ચૂર્ણાકાર તેમજ ટીકાકારના સમય પૂર્વથી જ આ અંગમાંથી પૃથફ - જૂદી કરી સ્વતંત્ર સૂત્ર રૂપે સ્થાપેલ છે. એનું અપર નામ આચાર-પ્રકલ્પ” પણ છે. આચારાંગ ચૂર્ણ અને ટીકામાં મળતા ઉલ્લેખાનુસાર બીજા ગ્રુતસ્કંધની વર્તમાન ચારે ચૂલિકા પ્રથમ શ્રુતસ્કંધમાંથી જ ઉદ્ધત કરાયેલ છે. જ્યારે શ્રી નિશીથ નામની પંચમ ચૂલા તો પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી ઉદ્ધત કરાયેલ છે, એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો છે. જેનાં નામો - ૧ - શસ્ત્રપરિણા, ૨ - લોકવિજય, ૩ - શીતોષ્ણીય, ૪ - સમ્યક્ત, ૫ - લોકસાર, ૬ - ધૂત, ૭ - મહાપરિજ્ઞા, ૮ – વિમોક્ષ અને ૯ - ઉપધાન શ્રત છે. શ્રી સમવાયાંગ સૂત્રાદિ કેટલાક આગમ ગ્રંથોમાં મળતી આ ક્રમાવલીમાં નજીવો ફેરફાર પણ જોવા મળે છે. પાંચમાં લોકસાર અધ્યયનનું અન્ય નામ એના પ્રથમ સૂત્રાનુસાર “આવંતિ” અધ્યયન પણ નોંધાયેલ મળે છે. શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય xiii Page #22 -------------------------------------------------------------------------- ________________ આ નવ પૈકી સાતમું “મહાપરિણા” અધ્યયન વર્તમાનમાં વિલુપ્ત થયેલ છે. બીજા શ્રુતસ્કંધની પહેલી તેમજ બીજી ચૂલિકામાં સાત-સાત અધ્યયનો છે. જ્યારે ત્રીજી તેમજ ચોથી ચૂલિકામાં એક-એક અધ્યયન એમ કુલ સોળ અધ્યયન છે. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધનાં વર્તમાનમાં મળતાં આઠ અધ્યયનો તેમજ બીજા શ્રુતસ્કંધનાં સોળ એમ કુલ ચોવીશ અધ્યયનો હાલ મળે છે. વધુમાં શ્રી નિશીથ સૂત્રનો સમાવેશ કરતાં વર્તમાનમાં પ્રાપ્ત અધ્યયનોની સંખ્યા પચ્ચીસ થાય છે. જ્યારે વિલુપ્તિ પામેલ “મહાપરિજ્ઞા અધ્યયન ને સાથે ગણતાં કુલ અધ્યયન છવ્વીસ થાય છે. આ અધ્યયનો પણ અનેક પેટા વિભાગોમાં વહેંચાયેલા છે. જેને પરમોપકારી શાસ્ત્રકાર ભગવંતોએ ઉદ્દેશક' - ‘ઉદ્દેશો” નામક સંજ્ઞાથી ઓળખાવેલ છે. નીચેના કોષ્ટકને જોતાં દરેક અધ્યયનના કેટકેટલા ઉદ્દેશાઓ છે, તેનો ખ્યાલ આવી શકશે. (અધ્યયન ! ઉદેશ અધ્યયન | દિશા | અધ્યયન | ઉદ્શા ) ૧૩ ૧૪ | ૨ | ૧૫ | ૧૦ | ૧૧ | ૧૦ | ૨ | ૧૧ | ૩ |૧૭ થી ૨૫ ૦ ૩ | કુલ-૨૫ કુલ-૮૫) પ | ૩ આ આચારાંગ સૂત્રનું પરિમાણ ૧૮૦૦૦ પદ પ્રમાણ શાસ્ત્રમાં કહ્યું છે. આ પરિમાણ પ્રથમ શ્રુતસ્કંધની અપેક્ષાએ ગણાય છે. વર્તમાનમાં દુઃષમાકાલવશ એમાં હાનિ થતાં હાલ આશરે-૮૦૦ શ્લોક પ્રમાણ જ મૂળ ઉપલબ્ધ છે. એવું દીપિકા ટીકાના અંતે નોંધાયેલું છે. સંપૂર્ણ આચારાંગનું ઉપલબ્ધ શ્લોકમાન આશરે ૨૬૦૦ શ્લોક પ્રમાણ ગણાયું છે. ગુણદોષનો વાસ્તવિક વિવેક નહિ કરી શકવાને કારણે આત્મા વિષયોમાં મૂર્શિત બન્યો છે, માટે સંસાર પરિભ્રમણના ભયવાળા આત્માઓએ આચારની પ્રાપ્તિ કરી આત્માને રક્ષવો જોઈએ. આ આચાર એટલે બીજું કાંઈ નહિ પરંતુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચ પ્રકારનો સાધ્વાચાર સમજવાનો છે. એ સમસ્ત સાધ્વાચારની રક્ષા, પાલના માટે જ આ આચારાંગ સૂત્ર નિર્દેશાયું છે. માટે જ એમાં : xiv શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય Page #23 -------------------------------------------------------------------------- ________________ પહેલા અધ્યયનમાં બીજા અધ્યયનમાં ત્રીજા અધ્યયનમાં ચોથા અધ્યયનમાં પાંચમા અધ્યયનમાં છઠ્ઠા અધ્યયનમાં સાતમા અધ્યયનમાં આઠમા અધ્યયનમાં નવમા અધ્યયનમાં દસમા અધ્યયનમાં અગ્યારમા અધ્યયનમાં બારમા અધ્યયનમાં તેરમા અધ્યયનમાં ચૌદમા અધ્યયનમાં પંદરમા અધ્યયનમાં સોળમા અધ્યયનમાં સત્તરમા અધ્યયનમાં અઢારમા અધ્યયનમાં ઓગણીસમા અધ્યયનમાં વીસમા અધ્યયનમાં એકવીસમા અધ્યયનમાં બાવીસમા અધ્યયનમાં તેવીસમા અધ્યયનમાં ચોવીસમા અધ્યયનમાં પચ્ચીસમા અધ્યયનમાં - ષડજીવ નિકાયની યતના - વિષય-કષાયરૂપ લોકનો વિજય - શીતોષ્ણાદિ પરીષહ વિજય - નિશ્ચળ સમ્યક્ત - લોકમાં સારભૂત સંયમ અને તેની સાધના - સ્વજન વગેરેનું ધૂનન-ત્યાગ, નિઃસંગતા - તપોવિધિ (ઉપસર્ગ-પરીષહ સહન) - વૈયાવચ્ચ (અંતિમ આરાધના) - સ્ત્રી ત્યાગ (આઠેય અધ્યયનો પ્રભુશ્રી મહાવીર દેવે કઈ રીતે આચર્યા છે ? તેનું વર્ણન) - વિધિપૂર્વક ભિક્ષાગ્રહણ - સ્ત્રી-પશુ-પડક-વિવર્જિત શય્યા (વસતિ) - ઈર્યાસમિતિ - ભાષાશુદ્ધિ (ભાષાસમિતિ) - વઐષણા (એષણાસમિતિ) - પાત્રષણા (એષણાસમિતિ) - અવગ્રહ શુદ્ધિ - સ્થાન - નિષાધિકા (સ્વાધ્યાય ભૂમિ) - વ્યુત્સર્ગ (પારિષ્ઠાપનિકા) - શબ્દ - રૂપ - પરા ક્રિયા (રાગદ્વેષોત્પત્તિ નિમિત્ત ત્યાગ) - અન્યોન્ય ક્રિયા - પંચમહાવ્રતની દઢતા માટે ભાવનાનું ભાવન - સર્વસંગથી વિમુક્તિ શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય XV Page #24 -------------------------------------------------------------------------- ________________ એવી સમગ્રપણે સાધ્વાચારના પરિપાલન માટે ઉપયોગી બાબતોનું સુંદરતમ વર્ણન કરાયું છે. આ આચારાંગ સૂત્ર ઉપર વર્તમાનમાં ચતુર્દશ પૂર્વધર મહર્ષિ પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા રચિત “નિર્યુક્તિ” રૂપ વ્યાખ્યા મળે છે. જે ૩૬૭ ગાથા પ્રમાણવાળી છે. એમાં વિચ્છેદ પામેલા સાતમા મહાપરિજ્ઞા અધ્યયનની ૧૮ નિર્યુક્તિ ગાથાઓ પણ ઉપલબ્ધ થાય છે એ વિશેષ છે. વિક્રમના બીજા સૈકામાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગંધહસ્તીરિવર રચિત આ સૂત્રની ગંભીર “વ્યાખ્યા હોવાના પણ ઉલ્લેખો મળે છે. જે વ્યાખ્યા કાલાંતરે વિનાશ પામી હતી. આ ગ્રંથ ઉપર પરમ ગીતાર્થ મહાપુરુષ પૂજ્યશ્રી જિનદાસગણી મહત્તરશ્રીજીએ રચેલી પ્રાચીન ચૂર્ણ' પણ ઉપલબ્ધ છે. જે સંસ્કૃત મિશ્ર પ્રાકૃતમાં છે. ત્યારબાદ પૂજ્યપાદ આચાર્યવર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ રચેલ બૃહટ્ટીકા આપણને મળે છે, જેનું વર્તમાનમાં વિશેષ પઠન-પાઠન થાય છે. આ ટીકા વિક્રમના દસમા સૈકાના પ્રારંભમાં રચાયેલી હોવાના ઐતિહાસિક સંદર્ભો પ્રાપ્ત થાય છે. આ જ પૂજ્યપાદ સૂરીશ્વરે શ્રી સૂયગડાંગ નામના આગમની વૃત્તિ પણ રચેલી મળે છે. તદુપરાંત ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનહિંસસૂરિજી મહારાજે રચેલી પ્રદીપિકા તેમજ અંચલગચ્છીય આચાર્યશ્રી માણિજ્યશેખર સૂરિજી મહારાજ દ્વારા રચિત દીપિકા નામે લઘુ વ્યાખ્યાઓ પણ મળે છે. છેલ્લે “શ્રી લક્ષ્મીકલ્લોલ' નામના વિદ્વાન મહાત્માએ રચેલી તત્ત્વાવમા નામની ટીકાનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. પૂજ્ય પ્રવચનકાર પરમતારક ગુરુદેવશ્રીજીએ આવા મહાન આગમ ગ્રંથરત્નના છઠ્ઠા ધૂતાધ્યયનને અવલંબીને આ પ્રવચનો કર્યા છે. પ્રારંભમાં મંગલાચરણને અવલંબીને, તે પછી “જયવીયરાય” સૂત્રને અવલંબીને અને તે પછી એક એક અધ્યયનના સામાન્ય પરિચયને અવલંબીને અને તે પછી છઠ્ઠા અધ્યયનનાં મૂળ સૂત્રો અને તેના ઉપરની શ્રી શીલંકાચાર્યજીની વૃત્તિને અવલંબીને આ પ્રવચનો થયાં છે. આ પ્રવચન વિસ્તાર આપણા સૌના ભવવિસ્તારનો અંત કરી, આપણને અનંત સુખના ભોક્તા બનવામાં નિમિત્ત બને એ જ એક શુભાભિલાષા. એ જ લિ. - વિજય કીર્તિયશસૂરિ xvi શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય Page #25 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૧ પ્રાસ્તાવિકમ્ સંયમજીવનનાં પ્રારંભિક વર્ષોમાં “મુનિરાજશ્રી રામવિજયજી મ.'ના હુલામણા નામે પૂરા જૈન-જૈનેતર જગતમાં પ્રસિદ્ધિને વરેલા સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિ. સં. ૧૯૮૫-૮૬માં આપેલા શ્રી આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનને અવલંબીને કરેલાં ૫00 વ્યાખ્યાનો પૈકી ૧ થી ૨૦ વ્યાખ્યાનો આ પ્રથમ ભાગ રૂપે છપાયાં છે. જેમાં પહેલાં પાંચ વ્યાખ્યાનોમાં ટીકાકાર મહર્ષિ પૂજ્યપાદ આચાર્યવર્ય શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ કરેલ મંગલાચરણ પર વિવેચન રજૂ કરાયું છે. જૈન શાસનનાં વિવિધ ગુણવિશિષ્ટ વિશેષણોની ત્યાં ચર્ચા કરાઈ છે. પાંચમા વ્યાખ્યાનથી ટીકાનો બીજો શ્લોક ચર્ચવાનો શરૂ કરાયો છે, સાથે પરમાત્માની વાણીના સાચા પરિણમન માટે જરૂરી બાબતોનું ધ્યાન આપવા જયવીયરાય સૂત્રનું રહસ્યોદ્ઘાટન શરૂ કર્યું છે. જે આ ભાગની પરિસમાપ્તિ સુધી દરેક વ્યાખ્યાનમાં ક્રમશઃ આગળ વધે છે. એમાં પણ ધર્મસાધનાનો પાયો ભવનિર્વેદ હોઈ સાતથી નવ ક્રમાંકનાં પ્રવચનોમાં મુખ્યતાએ એ વિષયનાં પ્રવચનો કરેલાં છે. છેલ્લા વીસમા પ્રવચનથી શસ્ત્રપરિક્ષા વિવરણ અને ટીકાની ત્રીજી ગાથાનું વિવેચન શરૂ થાય છે. આ ભાગમાં પ્રકાશિત થતાં વ્યાખ્યાનોમાં શ્રી જૈન શાસન, શાસનની અપરિવર્તનશીલતા, ગુરુપદની મહત્તા, સમર્પણની અનિવાર્યતા, આલંબનની જરૂરીયાત, ધ્યાનના અધિકારીઓ, મુનિની ફરજ, આજ્ઞા શાસનની ઉપયોગિતા, બાળદીક્ષા, લોક વિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ તેમજ હેય ઉપાદેય અંગેની વિવેકદૃષ્ટિ જેવી અનેક બાબતો ચર્ચાઈ છે. - સંપાદક પ્રાસ્તાવિકમ xvii xvii Page #26 -------------------------------------------------------------------------- ________________ ટ *: , આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ પહેલો પ્રવચન ક્રમદર્શન std એ -ફર, 8 પ્રવચન પ્રવયન વિષય પૃષ્ઠ મ સળંગ પૃષ્ઠ ક્રમ જ કરતા - ર - 2 ક્રોક, હોમ A જ ના કાકાકા કાકરાક હુંvlavi = A ૯૧ 91 us ૧૦૩ 103 ૧૧૮ 118 with ફરજ - કે, ૧ -1 જ્યતિ શ્રી જૈન શાસનમ્ ૨ -2 અનુપમ શાસન ૩ - 3 અપરિવર્તનશીલ શાસન ૪ -4 તીરથની આશાતના નવિ કરીયે ૫-5 તીર્થની આરાધનાનો અવસર ક -6 ગૌરવવંતુ ગુરુપદ ૭ - 7 ભવનિર્વેદનું મહત્ત્વ ૮ - 8 પ્રાર્થનાનો પરમાર્થ ૯ - 9 ભાવનાનું મહત્ત્વ ૧૦ -10 શ્રદ્ધા અને સમર્પણ ૧૧ -11 આલંબનની આવશ્યકતા ૧૨ -12 ધ્યાનના અધિકારીનું સ્વરૂપ ૧૩-13 મૌન ન રહે છતાં મુનિ ૧૪ - 14 આજ્ઞા પારતંત્રની આવશ્યકતા ૧૫-15 બાળદીક્ષા અને વજસ્વામી ૧૬ - 16 ભવોભવ તુમ ચરણોની સેવા ૧૭- 17 લોક વિરુદ્ધ અને લોક વિરોધ વચ્ચેનો તફાવત ૧૮-18 શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ૧૯ - 19 સુખ અને દુઃખની સાચી સમજ ૨૦ - 20 સમાધિમરણ ૧૩૧ 131 time હ 146 મા ૧૪૬ ૧૫૯ ૧૭૯ 159 કે 179. રીતે 197 209 આમા : ૨૦૯ છે. inકત 214 229 ૨૧૪ ૨૨૯ ૨૪૭ ૨૬૦ 247 260 xviii Page #27 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ આઘાટ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૬. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ ૧૬. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૩. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા, હકીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ સુરત મુંબઈ xix Page #28 -------------------------------------------------------------------------- ________________ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૯. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ ૧૯. શાહ માણેકલાલ નાનચંદ મુંબઈ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર મુંબઈ ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ. ભરતભાઈ નવસારી ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી મુંબઈ ૨૩. શ્રીમતી આશાબેન કિરીટભાઈ શાહ મુંબઈ મુંબઈ XX Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧: જયતિ શ્રી જૈન શાસનમ્ મંગલાચરણ : • નિગ્રંથ ધર્મ : • પહેલું દાન માર્ગાનુસારીપણાનું કે સર્વવિરતિનું ? • સર્વવિરતિ એટલે શું? • મંગલનો એક અર્થ : વિષય : મંગલાચરણ - તીર્થનો મહિમા - આચારાંગ ભૂમિકા. પ્રથમ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ પ્રવચન માટે નિર્ધારિત આચારાંગ સૂત્રની ટીકાના મંગલ ઉપર વિમર્શ કર્યો છે. તારે તે તીર્થ. એ તીર્થની સ્તુતિ કરતાં પૂર્વે એ તીર્થ કેવું મજાનું છે ? એની તારકતા કેવી ? એના સ્થાપક કોણ ? એ તીર્થકરોમાં પણ તારકશક્તિ ક્યાંથી આવી? નિગ્રંથ ધર્મનું મહત્વ, જિનાજ્ઞા એ જ પરમ આધાર, જિનાજ્ઞા મુજબ ચાલનાર જ સાચો શ્રદ્ધાળુ, આવા સાધકને અશ્રદ્ધાળુ કહેવા એ પરમતારકની જ આશાતના છે - આ અને આવી બીજી પણ પ્રાસંગિક વાતોનો સુંદર શૈલીમાં અત્રે ઉલ્લેખ કરાયો છે. સાથે “સુ- કુ' અંગે પણ નિરૂપમ વિવેક રજૂ કરાયો છે. મુલાકાતૃત • વસ્તુસ્વરૂપનો વિવેક કરાવ્યા વિના દુનિયાના રંગરાગમાં અથડાવી મારે તે જ્ઞાન પણ અજ્ઞાન. જિનાજ્ઞા સમજવામાં કેવળ શબ્દગ્રાહી ન બનવું જોઈએ. • સમસ્ત દ્વાદશાંગીનો સાર આચારાંગ છે. • તીર્થકરો માટે પણ “આણાએ ધમો, આપણા માટે પણ “આણાએ ધો'. • તીર્થકરોએ કર્યું તે બધું જ કરણીય નહિ. એમણે કહ્યું તે જ કરણીય. • જિનાજ્ઞાને જ એક આધાર માનવો એ જરાય અંધશ્રદ્ધા નથી. • વિષય-કષાય, મોજમજા અને સંસાર પ્રત્યે અરુચિ એ જ શાસનની રુચિ. • પહેલું દાન સર્વવિરતિનું, એ તાકાતના અભાવે જ દેશવિરતિ, માર્ગાનુસારી આદિ ધર્મો. • સમ્યગ્દર્શનનું સ્વરૂપ જ “સુમાં છે. બધું “સુ” જોઈએ. ‘કુ' આવે તો ગોટાળો. • પાંચમે દિવસે ન સંભળાવીએ એટલે ઊતરી જાય એ સાચી ખુમારી ન કહેવાય. 0 શાસનની પ્રભાવના કરે તે શાસનનો સેવક. જાતની પ્રભાવનામાં પડે તે ચૂકી જાય. • સંસારમાં રહેવા માત્રથી શાસન ચાલ્યું ન જાય, એમાં રાચવાથી જરૂર ચાલ્યું જાય. 0 મોક્ષસુખથી વંચિત રાખી સંસારમાં ફસાવે તે શાસ્ત્ર હોય તો પણ અપમંગલ જ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ : યતિ શ્રી જૈન શાસનમ્ ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દ્વાદશાંગી પૈકીનું પહેલામાં પહેલું અંગસૂત્ર, એ આ શ્રી આચારાંગ છે. શ્રી આચારાંગ સૂત્ર, એ ચરણકરણાનુયોગનું પ્રધાન અંગ છે. એ પરમ પવિત્ર અને પ્રધાનતમ અંગસૂત્રનું છઠું અધ્યયન જે ‘ધૂત” નામનું છે, તે વાંચવાની અહીં ઇચ્છા છે.આ વર્તમાન શ્રી આચારાંગ સૂત્રના મૂળના કહેનાર, શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ છે : તેના રચનાર, ભગવાન શ્રી મહાવીરદેવના પાંચમા ગણધરદેવ શ્રી સુધર્માસ્વામીજી છે : તેની નિયુક્તિના રચયિતા, શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ છે અને ટીકાકાર, મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજ છે. શરૂઆત કરતાં મંગલાચરણમાં ટીકાકાર મહર્ષિ, સૌથી પ્રથમ શ્રી તીર્થની સ્તુતિ કરે છે : જે તીર્થના યોગે પોતે આ બધું પામ્યા, તેનો મહિમા ગાય છે. તીર્થનું સ્વરૂપ, શાસ્ત્રનિરૂપણનો હેતુ, તેમજ પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં અને પાંચમામાં,-એ પાંચ અધ્યયનોમાં શું શું છે તેની ટૂંકી રૂપરેખા દોરી, પછી આપણે છઠ્ઠા અધ્યયનમાં આગળ ચાલીશું. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આચાર વિના મુક્તિ નથી જ્ઞાન પણ આચાર હોય તો ફળે. વિરતિ વિનાના જ્ઞાનને શાસ્ત્રકારે બહુ ભયંકર ઉપમા આપી છે, એ પણ પ્રસંગે કહીશું. જે જ્ઞાનની પૂજા ભણાવીને) તમે હમણાં પ્રશંસા કરી. જે જ્ઞાનની ઉત્સાહપૂર્વક પૂજા ભણાવી, જે જ્ઞાનનો ઉચ્ચ સ્વરે તમે મહિમા ગાયો, તે જ્ઞાન કયું? જે જ્ઞાન આત્માને વિરતિ તરફ દોરે તે સમ્યજ્ઞાન : બાકી જે જ્ઞાન વસ્તુસ્વરૂપનો વિવેક કરાવ્યા વિના દુનિયાના રંગરાગમાં અથડાવી મારે, તે જ્ઞાનને શાસ્ત્રકાર મહર્ષિઓ સમ્યજ્ઞાન તરીકે ઓળખાવતા નથી. જે જ્ઞાનનું આટલું બધું બહુમાન કરીએ, તેનામાં એટલું તો કૌવત જરૂર હોવું જોઈએ કે તે આપણા જીવનમાં પલટો કરે, સત્ય-અસત્ય સમજાવે, અને દુરાગ્રહનું હૃદયમાં સ્થાન ન રહેવા દે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં કોઈ વસ્તુ ખેંચાખેંચ કર્યો ન પમાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમજવામાં કેવળ શબ્દગ્રાહી ન બનવું જોઈએ : દરેક Page #31 -------------------------------------------------------------------------- ________________ : – ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1 - વાતોનો અથથી ઇતિ સુધી વિચાર કરી, પૂર્વાપર બાધ ન આવે તેમ વર્તવું જોઈએ. શ્રી આચારાંગ વાંચનાર સૂયગડાંગને ન ભૂલે : સૂયગડાંગ વાંચનાર, આચારાંગને ન ભૂલે : આચારાંગ વાંચતી વખતે ભગવતીજીને ન વીસરે : અને ભગવતીજી વાંચતી વખતે આચારાંગની ખબર ન રાખે,-એ પણ ન ચાલે, કારણ કે એક જ હેતુથી સર્વની રચના છે. તે સર્વમાં પરસ્પર વિરોધની ગંધ પણ નથી. “આખી દ્વાદશાંગીનો સાર, આચાર છે.'-એમ નિયુક્તિકાર મહર્ષિ ફરમાવે છે. શ્રી જિનેશ્વરદેવના શાસનનું મંગલ પણ અપૂર્વ હોય : આજે તો આપણે મંગલાચરણ કરવાનું છે. કોઈ પણ કલ્યાણાર્થી આત્માને અંતરાય ન થાયકોઈનું પણ કલ્યાણ ન રોકાય” માટે મંગલ વિહિત છે. ઉપકારી મહાત્માઓના ઉપકારની આ બલિહારી ! અહીં કહેવું જોઈએ કે જેમ વ્યવહારમાં પણ ઘર વેચીને વરો કરવાનો નિષેધ છે, તેમ અહીં પણ આત્માનો નાશ કરી-આત્માના ગુણો ગુમાવી, પારકા પર ઉપકાર કરવા નીકળનારા, તે વસ્તુતઃ ઉપકારી નથી. દેવ-ગુરુ-ધર્મ અને વડીલની ભક્તિની વિધિ છે : પણ તે શા માટે ? વસ્તુ પામવા માટે ! કયા દેવની સેવા કરવાની ? સુદેવની ! ગુરુ કયા જોઈએ ? સુગુરુ ! ધર્મ કયો સેવવાનો ? સુધર્મ ! વડીલ કયા સેવાય ? જેનામાં વડીલપણું હોય તે ! જે ગુરુમાં ગુરુતા ન હોય તે ગુરુ ન જોઈએ, જે ધર્મમાં ધર્મત્વ ન હોય તે ધર્મ ન જોઈએ, અને જેનામાં વડીલપણું ન હોય તે વડીલ પણ ન જોઈએ : કેવો સરસ ન્યાય ! એવો ન્યાય શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ન હોય, તો બીજે કયાં હોય ? દુરાગ્રહ તો આ શાસનમાં પાલવે જ નહિ. દેવાધિદેવની સ્તુતિ કરતાં કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે અમારે કેવળ નામ સાથે જ સંબંધ નથી. “દિવા વિધ્યપૂર્વા, જો નિનો વા નમસ્તસ્મ ” નામથી બ્રહ્મા હો, વિષ્ણુ હો, હર હો અથવા જિન હો, - સર્વને અમારા નમસ્કાર છે ! - આ ઉત્તરાર્ધને પકડી ભાગાભાગ ન કરતા પૂર્વાર્ધને પણ સાથે લેજો : કારણ કે પૂર્વાર્ધમાં જ એ વસ્તુનો સત્ય રહસ્યસ્ફોટ છે. પ્રશ્ન એ છે કે “કોના નામ સાથે વાંધો નથી ?' ઉત્તરમાં તે મહર્ષિ ફરમાવે છે કે : - “અવલીનાકુરનનના-થ: ક્ષયકુપતા વસ્ત્ર " Page #32 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – ૧ “સંસારરૂપ બીજના અંકુરો પેદા કરનાર રાગાદિ દોષો જેના ક્ષય પામી ગયા હોય !” - અર્થાત્ સંસારવૃદ્ધિ કરનાર રાગાદિ જેના નષ્ટ થઈ ગયા હોય તે નામથી ગમે તે હો, તેને અમારા નમસ્કાર છે : અમારે તો અરિહંત હોવા જોઈએ ! એમ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. આથી એ પણ સમજી જ લેવું જોઈએ કે “ધર્મગુરુ, પિતા, માતા, બંધુ, વડીલ, વાલી, હિતૈષી, એ બધા “સુ” જોઈએ : આ બધા આત્માના હિતની પહેલી ચિંતા કરનારા જોઈએ ! આ બધું અવસરે અવસરે સ્વયમેવ આવશે. મંગલાચરણ : ટીકાકાર મહર્ષિ સૌથી પહેલાં મંગલ કરે છે. મંગલાચરણમાં તીર્થની સ્તુતિ કરે છે અને તે સ્તુતિમાં “નયંતિતીર્થ" આ પ્રમાણે કહી તીર્થની જયનશીલતા વર્ણવે છે. તે વર્ણવતાં તે જયનશીલ તીર્થની જે જે વિશિષ્ટતાઓ છે, તેને વર્ણવતાં લખે છે કે : "जयति समस्तवस्तुपर्याय विचारापास्ततीर्थिक, विहितैकैकतीर्थनयवादसमूहवशात्प्रतिष्ठितम् । बहुविधभङ्गिसिद्धसिद्धान्तविधूनितमलमलीमसं,' तीर्थमनादिनिधनगत मनुपम मादिनतं जिनेश्वरैः।।१।।" આ શ્લોકમાં ટીકાકાર મહર્ષિએ તીર્થની જયનશીલતા બતાવવા છ વિશેષણો આપ્યાં છે : આ વિશેષણો તીર્થની સઘળી મહત્તાને સમજવા માટે સાધનરૂપ છે. આ વિશેષણો, આપણે પચ્ચાનુપૂર્વી ક્રમથી વર્ણવીશું. ઉપકારી મહાત્માએ, તીર્થનું તાત્ત્વિક સ્વરૂપ આટલામાં સમજાવી દીધું છે. તીર્થનું આ સ્વરૂપ જો અંતરમાં અંકાઈ જાય, તો આજનો એક પણ પ્રશ્ન ટકી શકે તેમ નથી. બધો ઘોંઘાટ આપોઆપ શમી જાય. શિષ્ટ પુરુષોનો આચાર છે કે પહેલું મંગલ કરવું, કે જેથી પરિણામની શુદ્ધિ થાય અને પરિણામની શુદ્ધિ થાય તો કર્મનો ક્ષય થાય તથા એ દ્વારા આત્મગુણો પ્રગટે, કે જેથી ઇષ્ટસિદ્ધિને સુખપૂર્વક સાધી શકાય. વાંચનાર પ્રમાદી થઈ, વખતે મંગલ કરવાનું ભૂલી જાય, તે માટે ટીકાકાર મહર્ષિ ગ્રંથની આદિમાં જ તમારા ને અમારા ભલા માટે મંગલ કરે છે. આપણે કંઈ કૃતઘ્ન નથી કે એમના ઉપકારને ન ઓળખી શકીએ ! એમના મંગલને તો જેટલું હૃદયગત ખીલવીએ, તેટલું કલ્યાણ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ 5 ----- ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1 –– – ૫ પૂર્વાનુપૂર્વી, પચ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીથી વસ્તુનું વર્ણન કરી શકાય છે. અનાનુપૂર્વીથી વર્ણવવામાં તાકાત અજબ જોઈએ : કારણ કે પરસ્પર સંલગ્ન હેતુઓને ઊલટપલટ કરવા પડે, તેમાં સામર્થ્ય ઘણું જોઈએ અને સાંભળનારને પણ મુશ્કેલી પડે. પૂર્વાનુપૂર્વી તથા પશ્ચાનુપૂર્વી સરળ છે. પૂર્વાનુપૂર્વીમાં હેતુ ક્રમસર ગોઠવાયેલા હોય છે, અગર ગોઠવી શકાય છે : પચ્ચાનુપૂર્વીમાં પણ એમ હોઈ શકે છે. કોઈ સ્થળે પૂર્વાનુપૂર્વી સરળ પડે, તો કોઈ સ્થળે પચ્ચાનુપૂર્વી સરળ પડે. આ સ્થળે આપણે પચ્ચાનુપૂર્વીથી અર્થ કરીએ છીએ. “ગિનેન્ક આદિન તીર્થ નથતિ” શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું તીર્થ જયવંતુ વર્તે છે.' શ્રી જિનેશ્વરદેવો તીર્થને શાથી નમે છે? આજ સુધી આપણે જે વાત ચર્ચા છે, તે જ અહીંયાં સમજી લેવાની છે. તીર્થના યોગે જ તીર્થંકર થાય છે. શ્રી તીર્થંકરદેવના આત્માને પણ તીર્થની આરાધના વિના ચાલતું નથી તેથી આપણે માટે પણ “થપ્પો !” તીર્થકર થયા વિના શ્રી તીર્થકરો કેવી રીતે જીવ્યા તેવી જ રીતે જીવવાની માન્યતાના આગ્રહમાં ધર્મ નહિ. શ્રી જિનેશ્વરદેવના આત્માઓને પણ “માળા થમ્યો ”- આજ્ઞામાં ધર્મ કબૂલ કરવો પડ્યો હતો. શ્રી તીર્થંકરદેવના ભવોની ગણના પણ સમ્યકત્વ પછી થાય છે. સમ્યક્ત કહો કે “માણ થHો ” કહો, એ એકનું એક જ છે : ભેદ નથી. જે તીર્થના યોગે એ તીર્થકર બન્યા, તેને નમવું એ શ્રી તીર્થંકરદેવોનો કલ્પ છે. કોઈ પૂછે કે “એ તો કૃતકૃત્ય થયા, પછી નમે શું કામ ?' “તીર્થનું બહુમાન સ્થાપવા તથા તે દેવાધિદેવનો તેવો કલ્પ છે માટે !” કલ્પમાં મોટે ભાગે પ્રશ્ન હોવા ન જોઈએ. જ્ઞાનીએ જ્યાં કલ્પનો સ્વીકાર કર્યો, ત્યાં પ્રશ્ન ન હોય. જ્ઞાની કહે છે કે આગમસિદ્ધ વસ્તુમાં યુક્તિ કરવી હોય, તો તે આગમને અનુસરતી ! શ્રી તીર્થંકરદેવે તીર્થંકર-નામકર્મની નિકાચના તો તીર્થકર થવા પૂર્વેના ત્રીજે મને કરી પણ તીર્થની સ્થાપના ક્યારે કરી? કેવળજ્ઞાન થયા બાદ ! “કેવળજ્ઞાન પછી તો ઉદાસીન ભાવ રહે છે, નામની પણ ઇચ્છા રહેતી નથી, ભલાની કે ભૂંડાની ઇચ્છા નહિ, તો પછી તીર્થ સ્થાપ્ય શાથી?'- “તીર્થંકર નામકર્મના યોગે તીર્થકર નામકર્મની ભાવનાના યોગે એ આત્મા એટલો બધો ઉપકારપરાયણ બની જાય છે કે કેવળજ્ઞાન થયા પછી એ ઝરો સ્વયમેવ વહે છે: એ કરુણાસાગરમાં ઉત્તમ જગત ઝીલે છે અને અનેક પુણ્યવાન આત્મા સંસારસાગર તરે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૯ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - શ્રી જિનેશ્વરદેવોને કેવળજ્ઞાન થયા બાદ ભલે ઇચ્છા ન હોય, તો પણ ઉપકાર થવાનો જ : માટે એ ઉપકારી તો કહેવાય જ. કોઈ કહે કે “ઉપકારની ભાવના નથી, તો ઉપકારી શાથી ?” – “ઉપકારની ભાવના ખાતર તો ઘોર તપશ્ચર્યા તપી, ઘોર ઉપસર્ગ શાંતિપૂર્વક સહી આત્માની ઉત્તમ પ્રકારની યોગ્યતા કેળવી અને દુનિયામાં કોઈ આત્માને ન મળે તેવા અતિશયો મેળવ્યા.” સર્વના સર્વ સંશયો એકીસાથે એક જ ક્ષણે છેદાય,-એવું તો જેમની સર્વ ભાષાનુગામિની વાણીમાં સામર્થ્ય છે ! આ તાકાત સામાન્ય કેવળીમાં નથી હોતી : જ્ઞાન-દર્શન સમાન, પણ આ બધા અતિશયો તો શ્રી તીર્થંકરદેવોને જ ! બીજા સર્વના મોક્ષની ભાવના ઉત્કટ થાય, ત્યારે તો તીર્થંકર-નામકર્મ નિકાચાય. “સવિ જીવ ક્યું શાસનરસી” એ ભાવનાના યોગે તીર્થંકર-નામકર્મને આધીન છે : અને એથી એવી પ્રવૃત્તિ થાય જ. જેટલા જેટલા સંયમ પામે, દેશવિરતિ પામે, સમ્યક્ત પામે, ધર્મ પામે, તે બધાના પ્રાપક એ ઉપકારી ! માટે તો સ્તવાય છે કે : णमोत्थुणं xxx अभयदयाणं, चक्खुदयाणं, मग्गदयाणं, सरणदयाणं, बोहिदयाणं, धम्मदयाणं, धम्मदेसयाणं, धम्मनायगाणं, धम्मसारहीणं. અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બોધિ અને ધર્મના આપનારા તથા ધર્મના દેશક, નાયક અને સારથિને નમસ્કાર હો !” આ રીતે અનુપમ વસ્તુઓના દાતારના ઉપકારમાં શંકા કરે, તે શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યો જ નથી. કેટલાક કહે છે કે “તીર્થકર સંઘ અથવા તીર્થ કેમ સ્થાપે ?” શાસ્ત્ર કહે છે કે “શ્રી તીર્થકર નામકર્મના યોગે સ્થાપે.' અને જે તીર્થકર નામકર્મ જગતને તારવા માટે છે, તે તીર્થમાં સ્થાપના ચારની કરી : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની. “તીર્થમાં બેની સ્થાપના ન કરતાં ચારની કેમ કરી ?” - એનો ઉત્તર એ જ કે “આ ચારે રહેવાના હતા માટે : રાખવા હતા માટે નહિ ! સાધુપદ બધા ન પામી શકે, માટે જ પાછળના બે રાખ્યા હતા.' નિર્ગથ ધર્મ : સભા : તો તો બધો નિગ્રંથ ધર્મ થઈ જાય ! અલબત્ત, એમાં પૂછવું શું ? નિગ્રંથ ધર્મ જ છે. તમારામાં પણ જેટલી નિગ્રંથતા અગર તેની જેટલી રૂચિ, તેટલો જ ધર્મ ! સમજ્યની પ્રાપ્તિ પણ Page #35 -------------------------------------------------------------------------- ________________ --- ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1 – – અનાદિની ગ્રંથિનો ભેદ કર્યા પછી જ થાય છે. શ્રી જિનેશ્વરદેવના શાસનના રહસ્યને પરખો. એવી એક ચાવી લ્યો, કે જેથી બધાં તાળાં ઊઘડે. શ્રી જિનેશ્વરદેવની સમગ્ર દ્વાદશાંગીને ભણેલા, સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવની પોતાની હયાતીમાં પણ થોડા ! પ્રભુના ચૌદ હજાર મુનિઓમાં ચૌદપૂર્વી કેટલા ? બીજા ચૌદપૂર્વી પણ ગણધરદેવોની તુલનામાં ન આવે. આટલું છતાં પણ ‘દ્વાદશાંગી આશ્રવને હેય કહે અને સંવરને ઉપાદેય કહે'-એ ચાવી તો સર્વેએ જાણવી જ જોઈએ અને તે સ્વયં અથવા તો ગીતાર્થ ગુરુદેવોની નિશ્રાથી જાણે. “મારા શ્રી જિનેશ્વરદેવ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં વિચરતા પૂજ્ય મુનિવરો અને શ્રી જિનેશ્વરદેવનું સર્વનય-સમ્મત તથા પ્રમાણ-પ્રતિષ્ઠિત આગમ, આશ્રવને હેય જ કહે અને સંવરને ઉપાદેય જ કહે” આ વાત સમ્યગ્દષ્ટિ આત્મા નિઃશંકપણે માને : “મારા જિનેશ્વરદેવ, નિગ્રંથ મુનિઓ અને આગમ, સંસારને અસાર જ કહે, સારરૂપ તો કહે જ નહિ : મારા જિનેશ્વરદેવ સંસારમાં રહેવાનું કહે જ નહિ : મારા તે દેવાધિદેવ એવી આજ્ઞા કરે જ નહિ, કે જેથી મારો સંસાર વધે? મારા તે તારણહાર ન બતાવે તેવી ભક્તિ, ન બતાવે તેવો વિનય, ન બતાવે તેવી મર્યાદા કે ન બતાવે તેવી સેવા, કે જેના યોગે મારો સંસાર વધે એટલે કે હું સંસારમાં રખડું !' – આટલી ખાતરી તો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલા એકેએક બચ્ચાને થવી જ જોઈએ. આ વાત જો તમે તમારા મન સાથે બરાબર વિચારશો, તો તર્કો બધા શમી જશે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલાઓને નિર્ગથતા પ્રત્યે, ત્યાગ પ્રત્યે, વૈરાગ્ય પ્રત્યે, સંયમ પ્રત્યે, આટલી અરુચિ કેમ જણાય છે ? તમારાથી સંસાર છૂટે નહિ, એ જુદી વાત છે : છૂટવું બહુ કઠિન છે, મુશ્કેલ છે, છોડી ન શકો : પણ “છોડવું જોઈએ'- એમ માનવામાં વાંધો શો આવે છે ? પ્રભુનું શાસન પામીને શું કરવું જોઈએ ? શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યા એની વિશિષ્ટતા શી ? કઈ કાર્યવાહીથી જગત તમને જૈન તરીકે ઓળખે? સમગ્ર આગમનું જ્ઞાન થવું, એ ઘણું જ કઠિન છે. સમગ્ર શ્રુતના જ્ઞાતા બનવાની વાત તો દૂર રહી, પણ જે મહાત્માને ‘રુષ' “ તુષ' માત્ર આટલું યાદ રાખવામાં જ મુશ્કેલી પડતી હતી, તે પણ કેવળજ્ઞાન પામ્યા : એ આ જૈનશાસન છે. એ કેવળજ્ઞાન શાથી પામ્યા ? એથી જ કે “આ જ તારક છે, એ જે કહે તે જ પ્રમાણ, અમારો આધાર તે શ્રી જિનેશ્વરદેવનાં વચનો જ !” આવો નિશ્ચય હતો. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જ એક આધાર માનવો તેમાં જરાય અંધશ્રદ્ધા નથી. અટવીમાં એક દેખતાની પાછળ, એક પછી એકનું કપડું પકડી હજારો આંધળા ચાલે તો ઘેર પહોંચે : વાત એટલી કે જેના આધારે ચાલે છે, તે પુરુષ દેખતો-આંખોવાળો જોઈએ. કોઈ કહે – “મૂર્ખાઓ ! ક્યાં જાઓ છો ?' તો પેલા કહે-“આ દેખતો લઈ જાય ત્યાં આપણા શ્રી જિનેશ્વરદેવ કેવા ? સંપૂર્ણ જ્ઞાની. પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના માર્ગે ચાલનારને અંધશ્રદ્ધાળુ કહે, તે ભગવાન શ્રી મહાવીરદેવની આશાતના કરે છે. અમારા શ્રી જિનેશ્વરદેવે સંસાર ખોટો કહ્યો અને જણાવ્યું કે તે છોડ્યા સિવાય મુક્તિ નથી. એ જ શ્રી જિનેશ્વરદેવ જણાવે છે કે હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર વગેરે પાપ કરશો તો દુર્ગતિ પામી રિબાશો. પાપથી નરકે જશો, પુણ્યથી સ્વર્ગ અને પરિણામે યોગ્ય સામગ્રી પામી, તેની આરાધના દ્વારા મોક્ષે જશો. આ બધું શ્રી જિનેશ્વરદેવનું કહેલું માનનારને અંધશ્રદ્ધાળુ કહેનાર, ખરેખર પોતાના તારકનું અપમાન કરનાર છે. તેવાની સાથે વાત પણ શી કરવી ? જે ભગવાન શ્રી મહાવીરદેવ સુધી પહોંચતાં આંચકો ન ખાય, તે તમારા-અમારા માટે શું ન કહે ? તમારા મોઢે કોઈ કહે, તો કહેવું કે “ભાઈ ! તમે તો બહુ પુણ્યવાન ! એટલે તમારા વિના ભગવાન શ્રી મહાવીરદેવ જેવા માટે પણ યુદ્ધા તદ્ધા કોણ કહે ? જ્ઞાની માટેએમનાં વચન માટે, આપ જેટલું ન બોલો એટલું ઓછું !' આવાની સામે યુક્તિ કરવી, તે પણ નકામી. સરકારે કાયદા પણ માણસ માટે કર્યા : ઢોર માટે નહિ. ઢોર તો ગમે તેમ ચાલે, ગમે તેમ ખાય-પીએ, ગમે ત્યાં વિષ્ટા-પેશાબ કરે, ફાવે તેને શીંગડું મારે, પૂંછડું મારે, એને માટે કોઈ સરકારને કહે કે કાયદો કરો !” તો સરકાર પણ ના' કહે : અને ઉપરથી કહે : “એ તો ઢોર એના માટે કાયદા શા?” એમ જ કોઈ આદમી પ્રભુની આજ્ઞાની દરકાર કર્યા વિના કહે કે “અમે તો અમારી મરજી મુજબ વર્તવાના-અમને ફાવશે તેમ બોલવાના-અમને જિનાજ્ઞા કે આગમની પરવા નથી!” - ત્યાં શાસ્ત્ર શું કરે ? જેને મનુષ્યપણાની પરવા નથી, મનુષ્યપણાના ગુણોને સમજવા નથી, ત્યાં વાત શી ? અનંત પુણ્યરાશિ એકત્રિત થાય, ત્યારે મુક્તિને યોગ્ય જીવન અમુક ટાઈમે મળે. એ જીવન ભોગસુખમાં, મોજમજામાં, વિષયવિલાસમાં, દુનિયાની લહેરમાંરંગરાગમાં ગુમાવી દેવું એ માણસાઈ છે? કયું મનુષ્યપણું દુર્લભ ? ખાવાપીવામાં Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1 - મોજમજામાં-રંગરાગમાં પસાર થાય તે ? નહિ જ. મનુષ્યપણાની દુર્લભતા તો શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રાપ્તિમાં અને સેવામાં છે. શ્રી જૈનદર્શનને પામેલો, અન્ય પૌગલિક વસ્તુઓ ખીલવવાનો વિચાર ન કરતાં, જેનપણું ખીલવવાની ચિંતા કરે.વિષય-કષાય, મોજમજા અને સંસાર પ્રત્યે અરુચિ, એ જ શ્રી જિનેશ્વરદેવના શાસનની રુચિ ! સઘળી અશાંતિની જડ સંસારની રૂચિમાં છે. એ જડને પોષવી, ખીલવવી કે કરમાવી દેવી ? શાના યોગે જગતને મુંઝવણ થઈ રહી છે ? લાલસાના યોગે કે કોઈ બીજાના યોગે ? આ શ્રી જિનેશ્વરદેવોના ધર્મને પામેલા શ્રીમંતો તેમજ સામાન્ય સ્થિતિવાળાઓ પણ પૂર્વે આનંદથી જીવતા. પૈસા આવે તો કહેતા કે “પુણ્યનો ઉદય.” જાય તો કહેતા કે “પાપનો ઉદય.” જે નીતિકારે બધીયે વસ્તુ સ્વીકારી, તેને પણ આખરે કહેવું પડ્યું કે ગમે તેવા સંયોગોમાં પણ ન્યાયથી ન ખસે તે ધીરા:'- ધીર કહેવાય. આ શાસનને પામેલાઓ, સાહેબી આવે કે જાય ત્યાં મધ્યસ્થ રહે, પણ મલકાય કે મુંઝાય નહિ! ઊલટું કહે કે “બધો પુદ્ગલનો યોગ છે : શુભ પુદ્ગલ બાંધ્યાં તેના યોગે શુભોદય, અશુભ પુદ્ગલ બાંધ્યાં તેના યોગે અશુભોદય એમાં હું રાચી જાઉં તો માર્યો જાઉં.” અંદરનાં શુભ પુદ્ગલ બહારનાં શુભ પુદ્ગલને ખેંચે : અંદરનાં અશુભ પુગલ બહારનાં અશુભ પુદ્ગલને ખેંચે : બહારનાં અંદર જાય ને ધમાલ કરે. આ પ્રસંગે આત્મા તટસ્થ ન રહે-સાવધ ન થઈ જાય, તો શું થાય ?સમજુ આત્મા તો એ બેયને કંઈ ન કહે, પણ વિચારે કે “આ ધોધ છે. એમાં ન રાચું, ન ફૂદું અને એમાંથી બચું તો જ કર્મ ભાગે.” પૌદ્ગલિક પદાર્થોને ઉદ્દેશીને-“આ લઉં, અહીંથી લઉં, તહીંથી લઉં-એ ભાવના કોની ? વસ્તુતઃ શાસનથી બહારનાની ! વગર કાઢ્ય એ શાસનથી બહાર જ છે ને ? જેને ત્યાગ-વૈરાગ્યની રુચિ નથી, એ તો શાસનથી બહાર જ છે. તીર્થના મહિમાની અહીં વાત ચાલે છે. બરાબર સમજો, “જે આત્માને શ્રી જિનેશ્વરદેવનું શાસન જચી જાય, તે કેવો થાય ? તેની માન્યતા કઈ હોય ? તે બોલે શું ? ચાલે કેમ ? કહે શું ?” એ બરાબર વિચારો ! જે તીર્થને યોગે પોતે તીર્થપતિ બન્યા, તેને શ્રી જિનેશ્વરદેવો પણ નમસ્કાર કરે છે. પહેલું ઘન માર્ગાનુસારીપણાનું કે સર્વવિરતિનું? તીર્થની સ્થાપનામાં ચાર કહ્યા : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. પાછળના બે શા માટે ? રાખવા હતા માટે નહિ ! ચારે જોઈએ તે માટે નહિ ! પણ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - બધા એ બેમાં આવી શકે તેમ ન હતા માટે ! રેલવેમાં ફર્સ્ટ ક્લાસ અને સેકંડ ક્લાસના ડબ્બા થોડા હોય છે અને થર્ડ ક્લાસના ડબ્બા વધારે હોય છે. ફર્સ્ટ-સેકંડનું ભાડું પણ ઘણું હોય છે. થર્ડ કલાસના ડબ્બા રાખવા માટે નથી રાખ્યા, પણ રાખવા પડ્યા માટે રાખ્યા છે. બધા જો પહેલા અને બીજા ક્લાસના ડબ્બામાં જ બેસનારા હોત, તો કંપની ત્રીજો ક્લાસ ન રાખત : પણ બધા તેવા નથી હોતા, તેથી તેવાઓ માટે થર્ડ ક્લાસના ડબ્બા રાખવા પડે છે. તેમ ભગવાને પણ સાધુધર્મની સાથે ગૃહસ્થ ધર્મનું નિરૂપણ કર્યું તે શા માટે ? એટલા જ માટે કે “સઘળા સાધુધર્મનો સ્વીકાર કરી શકે તેમ નથી અને જેઓ સાધુધર્મમાં ન આવી શકે, તેમને માટે ગૃહસ્થ ધર્મ છે. આ ગોખો અને ભણો ! જૈનશાસનનું તત્ત્વજ્ઞાન અહીં છે. “અમે પણ હોવા જોઈએ” એમ ન માનતા. જ્ઞાની પરમ કરૂણાવાળા હતા. આથી કોઈ પણ આત્મા ધર્મથી વંચિત ન રહી જાય તે માટે “આ નહિ તો આ' - “આ નહિ તો આ' એમ બતાવ્યું : પણ મુખ્યતા તો સાધુધર્મની જ ! સર્વ કર્મના ક્ષય વિના મુક્તિ નથી. આરંભ-સમારંભ છોડ્યા વિના છૂટકો નથી. પણ બધાથી એ એકદમ ન બને તે માટે, - “જેનાથી જે બને તે કરીને પણ માર્ગમાં આવો ! - એ જ્ઞાનીની ઉપકારષ્ટિ! સર્વવિરતિ એટલે શું? માર્ગાનુસારીપણું, સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ, સૂત્રકરણ, અર્થકરણ, તદુભયકરણ અને પશ્ચાદુ વિનિયોગકરણ. આમાં સર્વવિરતિ મધ્યસ્થાને છે : તેથી પછીનો ક્રમ તો પૂર્વાનુપૂર્વીએ બરાબર છે. સૂત્રનો અભ્યાસ, અર્થનો અભ્યાસ, ઉભયનો અભ્યાસ અને પછી અર્થીને એનું દાન, - આ તો બરાબર : પણ એની પહેલાંના ક્રમમાં પડ્યાનુપૂર્વી જોઈએ, કારણ કે સૂત્રકરણ આદિમાં તો બધું નિરવઘ છે, - ત્યાં સાવઘતા નથી : જ્યારે અહીં સાવઘતા બેઠી છે. માટે પહેલી સર્વવિરતિ દેવી, એની તાકાતના અભાવે દેશવિરતિ, એના સામર્થના અભાવે સમ્યક્ત, અને એની પણ શક્તિ ન હોય તો માર્ગાનુસારીપણું. જો આમ ન કરે તો પ્રાયશ્ચિત્ત આવે. “માર્ગાનુસારીના ક્રમથી પણ પામે-આ વાતનો ઇન્કાર નથી: પણ દેનાર પહેલું શું છે?, – એ જ મહત્ત્વનો પ્રશ્ન છે. કોઈ આત્માને શરૂઆતમાં ધર્મની જિજ્ઞાસા થાય, ત્યારે એ ઉત્તમ કોટિનો હોવા છતાં એ વખતે ધર્મ બતાવનાર જેવા ગુરુ મળે તેવું તે પામે ! ધર્મજિજ્ઞાસા Page #39 -------------------------------------------------------------------------- ________________ 11 ૧ : જયતિ શ્રી જૈન શાસનમ્ - 1 ક્યારેક થાય : કાયમ નહિ. એ પેદા થઈ એટલે પછી તો જેવો દાતાર ! એની પાસે ઉમદામાં ઉમદા ચીજ મૂકી દેવી જોઈએ. ભલે એ ન લે, તો પણ એને એ તો જરૂર થાય કે ‘કરવાનું તો આજ !’ ભલે પછી ઓછું કરે, પણ ઓછામાં ૪ કલ્યાણ માની લે તો માર્યો જાય. ૧૧ સમ્યગ્દર્શનનું સ્વરૂપ જ ‘સુ’ : માં છે : દેવ પણ ‘સુ’ : ગુરુ પણ ‘સુ’ : ધર્મ પણ ‘સુ’ : બાપ પણ ‘સુ’- ‘કુ’ કંઈ ન જોઈએ. મા, બાપ, વક્તા, શ્રોતા, બધું ‘સુ’ જોઈએ : ‘કુ’ આવે તો ગોટાળો. એટલા જ માટે કહ્યું કે દેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કરી શિર ઝુકાવજો, ઝુકાવ્યા પછી મરતાં સુધી ઊંચું ન કરશો, અને શક્તિ મુજબ નક્કી ન કરો ત્યાં સુધી, જ્યાં ત્યાં ઝુકાવતાયે નહિ. તે મિત્ર, તે સંબંધી, તે માતા, તે પિતા, તે વાલી, અને તે જ વડીલ સાચા, કે જે પ્રભુની આજ્ઞામાં હોય ! પ્રભુના માર્ગે જે જોડે તે દુશ્મન પણ શિ૨તાજ અને જે પ્રભુમાર્ગથી ખસેડે તે સ્નેહીને પણ પોતાના માથા ઉપર હોય તોય ખસેડી દેવાનો. શ્રી તીર્થંકરદેવે શ્રાવક-શ્રાવિકાની સ્થાપના, બધા સાધુ-સાધ્વી બની ન શકે માટે કરી : જોઈએ તે માટે નહિ ! દુનિયામાં પણ તમે માંદાને કહો છો કે ‘આ ન ખવાય તો આ ખા' - એ જ રીતે આ અનંત દયાળુ પણ, દુનિયાનો કોઈ પણ જીવ ધર્મથી વંચિત ન રહે એ જ ઇચ્છે. “આ નહિ તો આ,-પણ ધર્મમાર્ગે આવ !” મુખ્યતા તો આની જ - સર્વવિરતિની જ. ખરી વસ્તુ નીડરતાથી, નિર્ભીકતાથી કહેવી જોઈએ. સાંભળનારાને ખુમારીનો નશો ચડે છે, પણ ખુમારી ચાર દિવસ સંભળાવાય ત્યાં સુધી રહે : પાંચમે દિવસે ન સંભળાવીએ એટલે ઊતરી જાય : એ સાચી ખુમારી ન કહેવાય. ખુમારી તો જિંદગીભર રહેવી જોઈએ. આ જચે તો ગમે ત્યાં જાઓ, પણ પરાભવ નહિ પામો. શાસનનો સેવક તો ‘શાસનની પ્રભાવના' કરનારો જોઈએ : તે ‘પોતાની પ્રભાવના’માં પડે તો ચૂકી જાય. પ્રભુના શાસનમાં આવ્યા પછી સંયોગવશાત્ સંસારમાં રહેવું પડે, એ જુદી વાત છે : પણ ‘મારું’ ને ‘હું’નું વાયુ થઈ ગયું, તો હૃદયમાંથી જૈનશાસન ચાલ્યું જાય. સંસારમાં રહેવા માત્રથી જેનશાસન ન ચાલ્યું જાય, પણ જો તેમાં રાચીમાચીને, તેમાં જ સુખ માની લેવામાં આવે તો ચાલ્યું પણ જાય. ભવાભિનંદી આત્માઓ, આવા શાસનપ્રેમી આત્માઓને ગાંડા વગેરે કહે, એથી મુંઝાવાનું નથી. તેઓ ગાંડા કહે એમાં જ એમની ભવાભિનંદિતા જણાઈ Page #40 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – આવે છે. દુનિયાથી નોખા થવું અને દુનિયામાં ડાહ્યા કહેવરાવવું, એ કેમ બને ? બાકી તેઓ જ્યાં છે, ત્યાં રહેવા છતાં પોતાપણું બરાબર સાચવવું. ઘણા કહે છે કે મુખ્યપણે ઓઘો બતાવવો, એ કેમ પાલવે ? છતાં તમે જુઓ છો કે પાલવે છે. કારણ, આ ઓધામાં ઝીણામાં ઝીણા જંતુને બચાવવાનો ગુણ છે. બેશક, એને સાચવતાં આવડવું જોઈએ. બધા સાધુ-સાધ્વી ન બની શકે માટે શ્રાવક-શ્રાવિકા, અને એટલા માટે જ ગૃહસ્થધર્મનું નિરૂપણ થયેલું છે. આ તો હજી મંગલ ચાલે છે. મંગલનો એક અર્થ : મંગલ શબ્દના શાસ્ત્રોમાં ઘણા અર્થો છે તેમાં આ પણ એક અર્થ છે કે “માં નિયતિ મવતિ મસ્તમ્' અર્થાતુ-“મને પોતાને સંસારથી ગાળે, એટલે કે આત્માને સંસારથી તારે તે મંગલ.' મોક્ષસુખથી વંચિત રાખી સંસારમાં ફસાવી રાખનાર, જો શાસ્ત્ર હોય તો તે પણ અપમંગલ છે અને તે શાસ્ત્રના વ્યાખ્યાતા પણ અપમંગલ છે, તેમ જ તેને સાંભળનારાઓ પણ અપમંગલારૂપ બને છે. સંસારમાંથી બહાર નીકળવા માટે મંગલ છે. જેમ આપત્તિ દૂર કરવા માટે દુનિયામાં મંગલ સેવાય છે, તેમ આત્માની અનંતી ઋદ્ધિને પ્રગટ કરવા માટે આ મંગલ છે. હવે એ મંગલ વિશે વિશેષ ક્રમશઃ જોઈશું. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨ : અનુપમ શાસન • તીર્થ જયવંતુ છે : • આસ્તિક કોણ ♦ ચડે એ આશ્ચર્ય કે પડે એ ? • ગુણપ્રાપ્તિનો ક્રમ કર્યો ? ૭ મંત્રીશ્વર ઉદયન : સંખ્યાની અધિકતા ક્યાં હોય ? ♦ ધર્મધ્વંસ વખતે મુનિ શું કરે ? વિષય : ‘અનુપમ’ વિશેષણ દ્વારા તીર્થની સ્તવના. ટીકાકાર કૃત મંગલશ્લોકના આધારે ‘અનુપમ’ એવા તા૨કતીર્થના મહિમા અંગે આ વ્યાખ્યાનમાં સુંદર સ્પષ્ટતા કરવામાં આવી છે. દુનિયામાં ક્યાંય જેનો જોટો જડે નહિ એવું વિશિષ્ટ કોટિનું જૈનતીર્થ છે. અન્ય દર્શનો સાથે એની તુલના કરનાર અમૃત સાથે વિષને સરખાવે છે. લોકથી તદ્દન વિપરીત શાસન છે, માટે જ તે અનુપમ છે. આ બધી વાતો પણ આસ્તિકને જચે માટે નાસ્તિકતાનાં મૂળિયાં પ્રથમ હલાવવાં જ પડશે. ધર્મ આત્મસાક્ષીએ ક૨વાનો, દેવ-ગુરુ સાક્ષી તો છે જ. સૌથી ઊંચી વિધિનું પહેલું કથન. પાલનશક્તિ અનુરૂપ. આવી ઘણી બાબતો જણાવતાં મંત્રીશ્વર ઉદયનના સમાધિમૃત્યુનો પ્રસંગ વર્ણવી અંતે માત્ર સંખ્યામાં ન લોભાતાં સત્યના ગવેષક બનવાનું અને ધર્મનાશાદિ પ્રસંગે કેવી કેવી કાળજી કરવાની વગેરે વાતો કરી પ્રવચન પૂર્ણ કર્યું છે. સુવાક્યાતૃત ♦ જેના યોગે સંસારસાગરમાં ડૂબતા આત્માઓ તરે, તેનું નામ તીર્થ. ♦ શ્રી જિનેશ્વરદેવે કર્યું તે જ નહિ, પણ કહ્યું તે આપણા માટે ધર્મરૂપ છે. ♦ ચક્રવર્તી ચક્રવર્તીપણું મૂકી દે અને ભિખારી ભિખારીપણું મૂકી દે એટલે તીર્થસેવા માટે યોગ્ય ! • દુનિયાદારીની કામના તજી, કેવળ સ્વપરના કલ્યાણની સાધનામાં જ લીન થનાર આત્માને ભિખારી કહેનારાઓ જ પોતે ખરેખરા ભિખારી છે. ♦ આપણી પૂજા કે ભક્તિ લાંચરૂપ ન જ હોવી જોઈએ. ♦ શાસ્ત્ર સૌથી ઊંચી વિધિ પહેલી કહે. 2 * બેશક ભાવ વિના દ્રવ્યની સફળતા નહિ, પણ દ્રવ્ય વિના પ્રાયઃ ભાવ પણ નહિ. ♦ ભાગો તે આપીને લાખ્ખોને ભેગા કરનાર, તે તો ભાટ કે ભવૈયા છે. તે જૈન શાસનનો ઉપદેશક જ નથી. ♦ દુર્જનનું એ કામ છે કે સજ્જનો સામે કાદવ ઉડાડવો. ♦ સત્યનો રાગી ઉત્તમ ક્રિયાઓના લોપ વખતે મૂંગો ન રહે. જો છતી શક્તિએ મૂંગો રહે, તો પરિણામે આસ્તિકતા ચાલી જાય અને નાસ્તિકતા આવે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨ : અનુપમ શાસન તીર્થ જયવંતુ છે ? શ્રી આચારાંગ સૂત્રના ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા મંગલાચરણ કરતાં, તીર્થની પ્રશંસા કરે છે. તીર્થની પ્રશંસા કરતાં જણાવે છે કે તીર્થ સદાને માટે જયવંત છે. અમુક ક્ષેત્રોની અપેક્ષાએ સદાને માટે અને અમુક ક્ષેત્રોની અપેક્ષાએ અમુક કાળ માટે : પણ જ્યારે જ્યારે વર્તમાન હોય, ત્યારે ત્યારે જયવંતું જ હોય છે. જેના યોગે સંસારસાગરમાં ડૂબતા આત્માઓ તરે, તેનું નામ તીર્થ : એ તીર્થની પ્રશંસા માટે આ મહર્ષિ છ વિશેષણો આપે છે, જેને આપણે પાનુપૂર્વી ક્રમથી વર્ણવીએ છીએ. આ તીર્થનું વર્ણન પણ જો અખંડપણે સમજાઈ જાય-જે સ્વરૂપે છે તે સ્વરૂપે હૃદયમાં ઊતરી જાય, તો પણ આત્માનો સંસાર પરિમિત થઈ જાય. તીર્થનું સેવન, પાલન અને એની આજ્ઞાનો અમલ તો બહુ કઠિન છે, પણ એક વાર એનું સ્વરૂપ જેવું છે તેવું સમજાઈ જાય,બરાબર હૃદયમાં ઠસી જાય, તો પણ કામ થઈ જાય. જે તીર્થને શ્રી જિનેશ્વરદેવો નમે, એમાં કમી હોય ? ન જ હોય. સાથે એ પણ ધ્યાનમાં રાખજો કે શ્રી જિનેશ્વરદેવો નમે કોને ? અને જે તીર્થને તીર્થપતિ નમે, તે તીર્થ કેવું હોય? તીર્થકરને, હવે એ તીર્થ દ્વારા પોતાને કાંઈ સાધવાનું નથી. તીર્થંકર થયા પછી તીર્થની જે સ્થાપના, એ તો જગત માટે છે : પોતા માટે નહિ. જે તીર્થ દ્વારા પોતે તીર્થંકર પદવી મેળવી, તે તીર્થને તેઓ નમે છે. “MID થમ્પો-આજ્ઞામાં ધર્મ' એ તો શ્રી જિનેશ્વરદેવોએ પણ સ્વીકાર્યું, માન્યું અને આરાધ્યું ત્યારે જ એ તીર્થપતિ બન્યા. આપણે આજ સુધી એ જવર્ણન કરી ગયા કે ભગવાન શ્રી મહાવીરદેવ કયાં કયાં અનુષ્ઠાનોના યોગે તીર્થકર બન્યા? એમના જેવા થઈશું ત્યારે તેઓએ કર્યું તેવું કરીશું : પણ જ્યાં સુધી તેવા ન થઈએ, ત્યાં સુધી જે ક્રિયા-ભાવના અને પ્રવૃત્તિના યોગે એ તીર્થપતિ બન્યા, તે ભાવના, ક્રિયા અને પ્રવૃત્તિ આપણે ખાસ સેવવાની છે. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેનાર એ માનવું જોઈશે કે શ્રી જિનેશ્વરદેવે Page #43 -------------------------------------------------------------------------- ________________ 16 - ૧૫ - ૨ : અનુપમ શાસન - 2 - કર્યું તે જ નહિ, પણ કહ્યું તે આપણા માટે ધર્મરૂપ છે. નાના મોઢે મોટી વાતો કરાય નહિ. કેટલી બધી યોગ્યતા કેળવી અને કેવી કેવી આરાધના કરી, ત્યારે તીર્થકર બન્યા? એ યોગ્યતા, એ બળ કેળવ્યા પહેલાં સમાન ક્રિયાની વાતો કરે તે પાછા પડે. આપણે માટે તો શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે ધર્મ અને તેમ કરીએ તો તેમના જેવા થવામાં પણ હરકત આવે તેમ નથી. શ્રી જિનેશ્વરદેવો દ્વારા શરૂઆતથી નમાયેલું, માટે એ તીર્થ “અનુપમ, ૩૫માતીતમ્ - ૩૫માહિત” – જેની સરખામણીમાં બીજી કોઈ પણ વસ્તુ મળી શકે તેમ નથી તેવું. સભા: ‘તોwોત્તરમ્' લોકથી શ્રેષ્ઠ, લોકથી પ્રધાન. લોકવ્યવહાર અને તીર્થવ્યવહાર એક નહિ થાય. અનુપમ, એટલે જેની ઉપમા નહિ. લોકોત્તર કહ્યું ત્યાં લોક સાથે સરખું શી રીતે થાય ? લોકની સરખામણીમાં કેમ આવે ? લોક માગે-ઇચ્છ-કહે જુદું, અને આ કહે જુદું. સભા: ‘ત પર્વ તિનિમ્'. એમ કહેવાથી તે અસેવ્ય જેવું ગણાય. એવો ભાસ કરાવવાની ચેષ્ટા ન કરો, કારણ કે તે જેટલું કઠિન છે, તેટલું જ મનોહર છે. એકવાર સમજાયા બાદ તો તે ઘણું સુંદર, મનોહર અને સહેલું છે. વેપારીને વેપારમાં તકલીફ ઓછી છે ? ઘણી જ. પણ વેપારના લાભને સમજે એટલે બધી તકલીફ ક્યાં જાય છે ? ઊડી જાય છે. શાથી ? લાભ માન્યો અને સમજ્યો કે છ કલાક મહેનત કરું, તો ગરમાગરમ રસોઈ મળે, ખુરશી ટેબલ મળે, સૌ શેઠસાહેબ કહી સલામ કરે ! આ બધો પ્રતાપ કોનો ? વેપારનો. આ પ્રમાણે માન્યા પછી જેમ તકલીફ તકલીફરૂપે નથી લાગતી, તેમ અહીં જ્યારે “સેવાથી અનંત સુખ મળી જાયએમ સમજાઈ જાય, પછી તકલીફ રહે ક્યાંથી ? પણ શ્રદ્ધા બેસવી જોઈએ. વસ્તુને તેવા સ્વરૂપે ઓળખવી જોઈએ. આ તીર્થ વસ્તુ એવી છે કે મોટામાં મોટો માણસ અને નાનામાં નાનું બાળક પણ એને એવી શકે ? છ ખંડનો માલિક યક્રવતી અને લાકડાની ભારીઓ વેચી પેટ ભરનારો કઠિયારો,-એ બેય સેવી શકે પણ એ બધામાં યોગ્યતા જોઈએ. યોગ્યતા કેટલી? ચક્રવર્તી ચક્રવર્તીપણું મૂકી દે અને ભિખારી ભિખારીપણું મૂકી દે એટલી ! Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – ––– 16 સભા ધર્મચક્રીપણાની ઇચ્છા તો ખરી ? અલબત્ત, મૂકીએ છીએ તેના કરતાં શ્રેષ્ઠ અને સાધક વસ્તુની ભાવના તો ખરી જ. ચક્રવર્તી, ચક્રવર્તીપણાની ભાવના અને ભિખારી, ભિખારીપણાની ભાવના મૂકી દે, એટલે સમજો કે જૈનશાસન હાથમાં આવ્યું. ખરો સુખી , કે જે આ તીર્થને પામે. ન એને બીમારીમાં દુ:ખ કે ન મરતાંયે દુઃખ. આપત્તિના કાળે પણ એને દુઃખ નહિ, કારણ કે દુઃખ આવે ત્યાં પણ સુખની કલ્પના કરી લે. વાત એ છે કે આપત્તિને એ અશુભ કર્મનો ઉદય માને છે અને એ આવેલા અશુભના ઉદયને શાંતિપૂર્વક સહવામાં તે આત્માનું શ્રેય સમજે છે એટલે એ દૃષ્ટિએ તો આત્મા આપત્તિમાંય સંપત્તિ માને છે. વધુમાં પૌદ્ગલિક સંપત્તિને, એ ભયરૂપ અને હાનિરૂપ સમજે છે. એમાં લીનતા ન થઈ જાય, એટલું જ નહિ પણ જલદી કેમ છૂટે, એ જ તેના મનોરથો હોય છે. આ શાસન આવે, એટલે એને બહારની શ્રીમંતાઈ, ઠકુરાઈ, સાહેબી ખટકે છે, મુંઝવનારી લાગે છે આ બધું અત્યારે વિસ્તારથી કહેવાનો વખત નથી. જો કે એવું પણ કહેનારા નીકળ્યા છે કે બધાને ભિખારી બનાવવા બેઠા છે ? પણ તેઓએ સમજવું જોઈએ કે ભિખારીપણું, એ ચીજ જુદી છે અને દુનિયાની ચીજની ઇચ્છાનો અભાવ, એ જુદી ચીજ છે. દુનિયાદારીની કામના તજી, કેવળ સ્વપરના કલ્યાણની સાધનામાં જ લીન થનાર આત્માને ભિખારી કહેનારાઓ જ પોતે ખરેખરા ભિખારી છે. જૈન સાધુ એટલે તો દુનિયાના શિરતાજ. ગામમાં ઘર નહિ, સીમમાં ખેતર નહિ, અને જેને દુન્યવી કોઈ વસ્તુની સ્પૃહા પણ નહિ ! માટે જ તે શાસનની સેવા સારી રીતે કરી શકે. તીર્થનો પ્રભાવ જ જુદો છે, પણ હૃદયમાં-હૈયામાં એ સ્થિત થવું જોઈએ. આ તીર્થ કેવું? ‘અનુપમ': પણ શબ્દની સામ્યતાને લઈને બીજા કોઈની પણ આની સાથે સરખામણી કરવાની મહેનત ન કરતા. આત્મા, સ્વર્ગ, નરક -એ તો જૈનદર્શન પણ માને છે અને ઇતર દર્શનો પણ માને છે : પણ એ બેયની માન્યતામાં આભ-જમીન જેટલું અંતર છે. આ જ કારણે કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે – "त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्तरैः ।। વિશેor તુ પીયૂષ, તેષાં દત્ત હતાત્મનામ્ II” Page #45 -------------------------------------------------------------------------- ________________ 17 ૨ : અનુપમ શાસન - 2 ‘શાસનાત્તરની સાથે, તારા શાસનને જે આત્માઓ સમાન માને છે, તેઓ હણાઈ ગયા છે, કેમ કે વિષની સાથે અમૃતની સરખામણી કરે છે.’ ‘અનુપમમ્’ – અનુપમનો હેતુ શો ? અનુપમ કેમ ? લોકની માન્યતાથી તદ્દન વિપરીતપણું નહિ આવે, તો અનુપમતા શી ? અહીં લોકની પૌદ્ગલિક ઇચ્છાઓને પોષણ નથી : અહીં લોકના તેવા તુચ્છ મનોરથને સ્થાન નથી : અહીં લોકવાસનાથી જુદાને સ્થાન છે. આર્ત્ત અને રૌદ્રથી છોડાવી, ધર્મ-શુક્લમાં જોડનારું આ શાસન છે. આ લોકનાં પૌદ્ગલિક સુખોની અભિલાષા, એ આર્ત્ત છે અને તેના રક્ષણની ભાવના, એ રૌદ્ર છે. બેયનો અભાવ એટલે આર્ત્ત-રૌદ્રનો અભાવ, ત્યાર પછી ધર્મ ધ્યાન, તે પછી શુક્લધ્યાન, પછી કેવળજ્ઞાન અને પછી મુક્તિ, - આ શાસનનો કાયદો ! આર્ત્ત-રૌદ્રને ન છોડવું હોય, તેને આ શાસન સાથે મેળ ન ખાય. ૧૭ સભા : આર્ત્ત-રૌદ્ર બંધ થાય એટલે નારકી-તિર્યંચ બંધ થાય. પણ નરકતિર્યંચગતિનો વાસ્તવિક ભય તો લાગવો જોઈએ ને ? તેના સ્વરૂપમાં પણ જેને સંપૂર્ણ શ્રદ્ધા ન હોય તેનું શું ? આસ્તિક કોણ ? પરમ ઉપકારી શ્રી સર્વજ્ઞદેવોએ વર્ણવેલા તિર્યંચ અને નરકગતિના સ્વરૂપમાં અને તે ગતિઓ પમાડનાર કારણોમાં સાચી શ્રદ્ધા જામી જાય, તો નાસ્તિકતાના બધા વાયરા આપોઆપ ઊડી જાય. ‘આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે વગેરે છે’-એમ બોલવા માત્રથી જ જો સમ્યગદ્દષ્ટિ થઈ જવાતું હોત, તો તો બધા એવા થઈ જાત, પણ તેમ નથી. પુણ્ય, પાપ, સ્વર્ગ, નરકનો સાચો ખ્યાલ થઈ જાય, તો તો આત્મા ડગલે અને પગલે પાપથી કંપતો રહે. દુર્ગતિનું કારણ પાપ છે, એમ માન્યા પછી તે પાપમાં આનંદ માને કે મનાવે જ કેમ ? પાપનાં કારણોને ઉપાદેય તરીકે મનાવનાર કદાચ, આત્મા આદિને માનવાની શેખાઈ કરતો હોય તો પણ, તે માત્ર નામનો જ આસ્તિક છે : પરંતુ વાસ્તવિક રીતે તે આસ્તિક નથી. આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે વગેરે નથી, એમ જે કહી દે તેને તો પહોંચાય ! તેનાથી જગતને પણ બચાવી લેવાય ! બચવાની ભાવનાવાળા Page #46 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – – 18 બચી શકે ! પણ -છે” કહી ડોકું હલાવે અને કાર્યવાહી જુદી કરે, તેને કોઈ રીતે પહોંચાય ખરું? એવાની તો વ્રતાદિક ક્રિયા, એ પણ શુદ્ધ ક્રિયા નથી, પરતુ દાંભિક ક્રિયા છે : એવા દાંભિક વ્રતધારીઓ માટે તો ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર લખે છે કે - "दम्भेन व्रतमास्थाय, यो वाञ्छति परं पदम् । નોનવ સમા સડસઃ પાર વિધારિ II” “જે આત્મા દંભપૂર્વક વ્રતનો સ્વીકાર કરીને પરમ પદની વાંછા રાખે છે, એ ખરેખર લોઢાની નાવ ઉપર ચડીને સાગરના કાંઠે જવાની ઇચ્છા વિચારો કે લોઢાની નાવમાં બેસનારો સમુદ્રના પારને પહોંચે ? સભા સાગરને તળિયે જાય ! ન જવું હોય તો પણ પેલું લોઢું જ એને તળિયે લઈ જાય. જેનું હૃદય આસ્તિક નથી, જેને હૈયે પાપનો ભય નથી, જે આરંભ-સમારંભની વાતથી કંપતો નથી, જે એનાથી આઘો રહેતો નથી, જગતને એનાથી બચાવવા જે પ્રયત્ન કરતો નથી, જે સ્વપરના આત્માને આરંભ-સમારંભના માર્ગોથી રોકતો નથી, તેમજ ઊલટો પુષ્ટિ આપે છે તેને, આસ્તિક કોણ કહે ? કદાચ કર્મયોગે પોતે છૂટી ન શકતો હોય, પણ તે કહે તો એમ જ કે “હું પામર, કે જેથી છૂટી શકતો નથી.' પણ ઊલટો છે એમ કહે કે “આરંભ-સમારંભ વિના તે ચાલે ?' તો તે આસ્તિક ક્યાંનો ? ભલે પછી મોટાં બોર્ડ આસ્તિકતાનાં ચિતરાવે, પણ એનાથી વળે શું? જરા આત્માને તો પૂછો ! શાસ્ત્ર કહે છે કે ધર્મ જેમ દેવસાક્ષીએ, ગુરૂસાક્ષીએ, તેમ આત્મસાક્ષીએ પણ કરવાનો છે. રોજ આત્માને પૂછો કે હૃદયમાં કંઈ પણ આવ્યું કે બધું જ બહાર ? સમજ્યની તમને માત્રા તો આપી, પણ એની ખાતરી માટે રોજ આત્માને પૂછો કે તારો અભ્યાસ સંસાર તરફ વધુ ઢળે છે કે જ્ઞાનીએ કહેલા માર્ગ તરફ ! જો જ્ઞાનીના કથન તરફ ઢળતો હોય, તો તો માનવું કે કંઈક પામ્યો અને સંસાર તરફ ઢળતો હોય તો આત્માને કહેવું કે હજી ઠગ લાગે છે. શ્રી જિનેશ્વરદેવને ચાંલ્લા વગેરે કરીને ફળાદિક મૂકનારને, પારસલથી મુક્તિનગરમાં મોકલી આપશે એમ માનવાનું નથી. આ તો વીતરાગ ! ન ભક્તિથી તોષાયમાન થાય કે ન નિંદાથી રોપાયમાન થાય ! ભક્તિ કરનાર પોતાની મેળે તરે અને નિંદા કરનાર આપોઆપ Page #47 -------------------------------------------------------------------------- ________________ –– ૨ : અનુપમ શાસન - 2 - ૧૯ ડૂબે સો સોનાં કૃત્યોનું જ ફળ પામે. આપણી પૂજા કે ભક્તિ લાંચરૂપ ન જ હોય. આપણા દેવ અને ગુરુ કાંઈ લાંચ ન લે ! સાધુ વંદનાને પણ મહાવિહ્ન માને : આથી તમારે ન કરવી, એમ નહિ પણ, જ્યારે જ્યારે ગૃહસ્થ વંદના કરે, ત્યારે ત્યારે સાધુ વિચારે કે આ વંદના મને નહિ પણ આ સંયમને છે. જેને જગત વંદે તેને મારે કઈ રીતે સેવવું જોઈએ, એ વિચારે તો તો એ આત્મા સન્માર્ગમાં ટક્યો રહે અને મુંઝાય નહિ : પણ જો તે પોતામાં જ બધું માની લે, તો ગબડતાં વાર પણ લાગે નહિ. ચડે એ આશ્ચર્ય કે પડે છે ? સત્કાર અને સન્માન સહન કરવાં બહુ કઠિન છે. સત્કાર અને સન્માને તો કેટલાયનાં સમ્યક્ત છીનવી લીધાં ! કદી રહ્યાં તો નામ માત્ર ! વાહવાહની ભાવનાથી કેટલાયનાં સમ્યક્ત ચાલ્યાં ગયાં. ત્યાં ટકવું એમાં જ કસોટી : બધાય ત્યાગનું પરિણામ ત્યાં આવી ઊભું રહે, પણ ગભરાશો મા ! ચડતાં ચડતાં પડી પણ જવાય. પડી ન જવાય માટે સાવધ રહેવું. કોઈ પડી ગયા માટે તે વસ્તુ ખોટી નથી. ચડે એ આશ્ચર્ય, ચડીને સીધો પહોંચે એ આશ્ચર્ય, પણ પડે એમાં નવાઈ શી ? ચીકણી જમીનમાં તો ન લપસે એ જ આશ્ચર્ય : લપસે તેમાં આશ્ચર્ય શું ? માર્ગ ચકાય તેમાં નવીનતા નથી. પડનારને સાંભળીને માર્ગ પર ગુસ્સો ન કરે. કોઈ તમને કહે : “ફલાણા પડી ગયા' તો તમે કહેજો : “ચડ્યા ત્યારે ને ! પણ પામર ! તું ને હું તો ચડડ્યા પણ નથી.” તમારાથી બને તો પડનારને આશ્વાસન દો. સમજાવો કે “મહાનુભાવ! આટલું બધું પામીને આ દશા ?' જે કહે કે : “ફલાણો પડ્યો !” તેને તમે કહો કે “એ તો ચડ્યો તો હતો, પણ તું કોણ ?' આ બધી ભાવના ક્યારે આવે ? હૃદયમાં જ્યારે સાચી વસ્તુ જોઈએ તે રૂપે પરિણામ પામે તો ! અનુપમન્ - તીર્થ અનુપમ શાથી? વિનેશ્વરે. વિનતમ્ શ્રી જિનેશ્વરદેવથી શરૂઆતમાં નમાયેલું છે, તેથી. જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમાયેલું શાથી ? જે જે જોઈએ તે તે બધું જ એનાથી મળે છે માટે ને ? મોક્ષ પણ આનાથી જ મળે અને દુનિયાનાં સ્વર્ગાદિક સુખો પણ આના યોગે જ મળે. ઉપરાંત દુનિયાની સુખ, સંપત્તિ અને શાંતિ પણ આ તીર્થને આભારી છે : પરંતુ દુનિયાની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ કાર્યવાહી માટે એની સેવા કરવાની નથી. ચિંતામણિ આટો માગનારને આટોય આપે, પણ માગનારથી મંગાય શું ? તમારે બધાને શું જોઈએ છે ? સભા : મોક્ષ. જવાબ બરાબર છે, પણ વિચારીને દેજો. મોક્ષના અર્થીને સંસાર છોડવાની વાતથી દુઃખ ન થવું જોઈએ, સંસાર છોડનાર પ્રત્યે હૃદયની ભક્તિ જાગવી જ જોઈએ અને મુમુક્ષુ આત્મા પ્રત્યે દયા ચિંતવનારા તરફ દયા આવવી જોઈએ. વીસમી સદીના જમાનામાં યથેચ્છ મ્હાલી રહેલાઓ, ખરેખર મોક્ષના અર્થિની દૃષ્ટિએ તો દયાપાત્ર જ દેખાવા જોઈએ. આસક્તિ આદિના યોગે ભલે કદાચ ત્યાગનો સ્વીકાર ન કરી શકાય, પણ ત્યાગની વૃત્તિમાં તો વાંધો ન જ આવવો જોઈએ. 20 શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રી શ્રેણિક મહારાજા ભલે ત્યાગમાર્ગનો સ્વીકાર ન કરી શક્યા, પણ તેઓની વૃત્તિ ત્યાગમાર્ગ પ્રત્યે કેવી હતી ? શ્રી શ્રેણિક મહારાજા કે શ્રી કૃષ્ણ મહારાજાને તો અવિરતિનો ઉદય છે, એમ પ્રભુ જેવાએ કહ્યું હતું : પણ આજના કેટલાકો, કે જેઓ વિરતિને પામવાના શક્ય પ્રયત્નો પણ નથી કરતા, તેઓ પોતાને અવિરતિના ઉદયવાળા છીએ, એમ કઈ રીતે કહેવરાવી શકે છે ? આપણો મુદ્દો એ છે કે અવિરતિના ઉદયવાળાઓ ભલે ત્યાગ ન કરી શકે, પણ તેઓનું વલણ કયું હોય ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલો, જૈન નામ ધરાવનારો કદાચ ત્યાગી ન બની શકે, પરંતુ કોઈ ત્યાગી થાય ત્યારે તો તેની રોમરાજી વિકસ્વર થાય કે નહિ ? ત્યાગ એને રોમરોમ રમ્યો હોય : ત્યાગની સામે અને ત્યાગીની સામે એના હાથ ભેગા થાય. વીતરાગનો ભક્ત વૈરાગ્યનો વૈરી બને ? વૈરાગ્યનો સંગી ન હોય, એ ચાલે : પણ વેરી બને એ નિભાવાય ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલો દાતાર ન હોય તે નભે, પણ એ કૃપણતાને વખાણે એ કેમ નભે ? કૃપણ, અશીલવાન અને અતપસ્વી નભે, પણ એ પ્રત્યે ભાવના કઈ ? ‘ક્યારે દાન દઉં ? ક્યારે શીલ પાળું ? ક્યારે તપ કરું ?' બધાય સર્વવિરતિ લઈ ન શકે, એટલા માટે તો પ્રભુને ઇતર ધર્મો કહેવા પડે છે. સર્વથા નિગ્રંથતા આવ્યા વિના - મન, વચન, અને કાયાના યોગોને રૂંધ્યા વિના - શૈલેશીકરણ કર્યા વિના મુક્તિ નથી, પણ કોઈ કહે કે છઠ્ઠ ગુણઠાણે રહેલા મહાત્માઓએ પણ ચૌદમા ગુણસ્થાનકે રહેલા પરમર્ષિઓની માફક હાલવું જ નહિ, એ બને ? એ તો ચૌદમા ગુણસ્થાનકે બને : છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનકે Page #49 -------------------------------------------------------------------------- ________________ સ - - ૨ : અનુપમ શાસન - 2 - - ૨૧ રહેલા એવા તે મહર્ષિઓ પણ ઇચ્છે તો એ જ ભાવના એ જ કે સર્વથા અહિંસક બનું, મન-વચન-કાયાને સર્વથા રૂંધું, કારણ કે એ સર્વથા કાબૂમાં ન આવે ત્યાં સુધી મુક્તિ નથી. ગુણપ્રાપ્તિનો ક્રમ ક્યો? સભા માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, સૂત્રકરણ, અર્થકરણ, તદુભયકરણ, વિનિયોગકરણ - આ ક્રમ બરાબર ? આ ક્રમે પણ પમાય અને વગર ક્રમે પણ પમાય : ઉભય રીતે પમાય. એમાં કશી જ હરકત નથી પણ આમ જ પમાય એવું તો નથી જ. માર્ગાનુસારીનો પહેલો ગુણ “ન્યાયસંપન્ન:વિભવ'. એમાં નીતિ તો ખરી જ ને ? હવે દેશવિરતિ શ્રાવકનાં પાંચ અણુવ્રત પૈકીના બીજા અણુવ્રતમાં મોટા અસત્યનો ત્યાગ છે અને ત્રીજામાં મોટી ચોરીનો ત્યાગ છે. મોટું અસત્ય અને મોટી ચોરીનો ત્યાગ : બાકીનો નહિ. શાથી ? થઈ જાય છે એથી ! એ નીતિ કે અનીતિ ? એ વ્રત લેનારમાં માર્ગાનુસારીપણું છે ખરું કે નહિ ? હવે કોઈ એમ કહે કે અનીતિનો અંશ હોય ત્યાં સુધી દેશવિરતિ આવે જ નહિ, તો એ ચાલે ? આ ક્રમનો હેતુ એ છે કે દુનિયામાં અનેક પ્રકારના જીવો છે : એક પ્રકારના જ નથી. પંદર પ્રકારે સિદ્ધિ કહી : એમાં અન્ય લિંગે પણ કહી. અન્ય લિંગે કેવળી થાય, પણ ક્યારે ? વસ્તુ પમાય ત્યારે ! વસ્તુ પામ્યા પછી - કેવળી થયા પછી, આયુષ્ય બાકી હોય તો કયા લિંગે રહે ? સ્વલિંગ કે અન્ય લિગે ? અન્ય લિંગમાં કેવળી થવાનો વસ્તુના યોગે સંભવ છે. માટે કોઈ કહે કે એ લિંગ પણ પ્રમાણ, તો ચાલે? શાસ્ત્ર સૌથી ઊંચી વિધિ પહેલી કહે. તીર્થંકર થઈને મુક્તિમાં જવું એ ઉત્તમ, પણ એવા કેટલા ? બહુ થોડા. જ્યારે ગુણ વર્ણવવા બેસે ત્યારે ઊંચામાં ઊંચી કોટિના-શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર્ણવે, કે જેને પામનારા થોડા જ હોય. શ્રી આનંદ અને શ્રી કામદેવ જેવા શ્રાવકો કેટલા ? તથા શ્રી ગૌતમ ભગવાન જેવા સાધુઓ કેટલા ? વર્ણનમાં તો કમી ન જ રાખે, પણ વર્ણન કરનારે બધા ભેદો ધ્યાનમાં રાખવા જોઈએ. મંત્રીશ્વર ઉદયન : શ્રી ઉદયન મંત્રી છેલ્લી અવસ્થામાં યુદ્ધમાં ગયા છે : શ્રી સિદ્ધગિરિની યાત્રા તથા ઉદ્ધારની અભિલાષા છે. નિયમ છે, અભિગ્રહ છે કે ઉદ્ધાર ન થાય Page #50 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 2 ત્યાં સુધી એકાસણું કરવું. એમ જ કરે છે. યુદ્ધમાં જીત્યા તો ખરા, પરંતુ શરીર પરના પ્રહારોથી પાછા વળતાં એમના જીવનની છેલ્લી ઘડી આવી. વેદના સહન થતી નથી. અટવીમાં છે. એમના મનમાં એ વાત ખટકે છે : શ્રી સિદ્ધગિરિનો ઉદ્ધાર ન કર્યો તથા આ અંતિમ સમયે નિર્ધામણા કરાવનાર કોઈ નથી. આંખમાંથી આંસુ આવ્યાં. પાસેના મંત્રીઓએ એમને પૂછયું : “મંત્રીશ્વર ! કયા કારણે આપને આ પ્રસંગે આંસુ આવે છે? આપે કરવાનું બહુ કર્યું છે. તેમજ અન્યાય, અનીતિ કરી નથી. તો આંસુનું પ્રયોજન શું?' મંગીશ્વર ઉદયન કહે છે : મને બે દુઃખ છે : એક તો શ્રી સિદ્ધગિરિનો ઉદ્ધાર ન કર્યો-ન થયો અને આ વખતે નિર્યામક કોઈ નથી.' મંત્રીઓ કહે છે કે “મંત્રીશ્વર ! આપના દીકરાઓ આપના વચનાનુસાર શ્રી સિદ્ધગિરિનો ઉદ્ધાર જરૂર કરશે, પણ આ અટવામાં નિર્ધામક મુનિ ક્યાંથી લાવવા ? છતાં અમે તપાસ કરીએ છીએ.” મંત્રીઓ સમયસૂચક હતા. વિચાર્યું કે મંત્રીશ્વરના જીવનની છેલ્લી ઘડી છે. મુનિદર્શન વિના-નિર્ધામણા વિના, મંત્રીશ્વરનું હૃદય સ્થિર નહિ થાય.' એક અવંઠ એટલે સીધો સરળ વંઠ, કે જે જેટલું શીખવીએ તેટલું બરાબર બોલે તેવો હતો, તેને સામંતોએ કહ્યું :- “તું મુનિનાં કપડાં પહેરી લે અને નીચે જોઈને ઈર્યાસમિતિ પાળતો, હાથમાં મહપત્તિ રાખીને મંત્રીશ્વર પાસે આવ અને મંત્રીશ્વર તને વંદન કરે એટલે “ધર્મલાભ' કહેજે. પછી સંભળાવજે - મંત્રીશ્વર ! સમાધિમાં રહો, જન્મે તે મરે : તમે પુણ્યવાન છો : દુનિયામાં કોઈ કોઈનું છે નહિ : આત્મા એકલો છે. પાપનો પશ્ચાત્તાપ કરો !” અને મંત્રીશ્વર પચ્ચખાણ માગે ત્યારે – ‘અભિગ્રહ પચ્ચખ્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિઓગારેણં વોસિરઈ-કહેજે.” મતલબ કે મંત્રીઓએ એ વંઠને તમામ જરૂરી પાઠ ભણાવી દીધા. આ વખતે મુનિનાં કપડાં પહેરવા છતાં, વંઠના હૃદયમાં કાંઈ પરિણામશુદ્ધિ નથી-માત્ર એક જ ઇરાદો કે, હું હુકમનો તાબેદાર : એ કહે તેમ મારે કરવાનું : અને જો મારા નિમિત્તે મંત્રીશ્વરને શાંતિ થતી હોય તો મને વાંધો પણ શો ? મંત્રીશ્વર પાસે તેઓ આવીને કહે છે કે “મંત્રીશ્વર ! અહોભાગ્ય, ભાગ્યયોગ ફળ્યો, મહાત્મા મળ્યા !' મંત્રીશ્વર ઉદયન ખુશ થાય છે અને વિચારે છે કે પુણ્ય Page #51 -------------------------------------------------------------------------- ________________ – ૨ : અનુપમ શાસન - 2 - - ૨૩ જાગતું છે, કારણ કે અટવીમાં પણ મુનિ મળ્યા. મંત્રીશ્વર ઉદયન તે મુનિને ભગવાન શ્રી ગૌતમ સ્વામીજીની માફક વંદે છે અને યથાયોગ્ય નિર્ધામણા કરી મંત્રીશ્વર સમાધિથી સ્વર્ગસ્થ થાય છે. હવે અનિવેષ ધરનાર પેલો વંઠ પણ વિચારે છે કે “જે વેષને, આખી દુનિયાને માન્ય એવા શ્રી ઉદયન મંત્રીશ્વર જેવા નમે, અને જે વેષને નમવામાં એ મહામાત્ય પોતાની સદ્ગતિ માને, એ વેષ નહિ છોડું-નહિ મૂકું વાવગ્નીવં ભવતુ !' એ વંઠ પણ જિંદગી પર્યત સંયમનું પાલન કરી સ્વર્ગે ગયા. કહો, કઈ યોગ્યતા હતી ? આત્માની યોગ્યતા આવી ગઈ. નવકાર આવડતો હતો? ઈર્યાસમિતિ કે ઈરિયાવહિ જાણતા હતા? કશુંયે નહિ : એક જ વાત કે “જેને મંત્રીશ્વર જેવા નમે, તે વસ્તુ જરૂર કીમતી, એટલે એ ન છોડાય.” સભા દ્રવ્ય વિના ભાવ હોય ? બેશક, ભાવ વિના દ્રવ્યની સફળતા નહિ, પણ દ્રવ્ય વિના પ્રાયઃ ભાવ પણ નહિ. જ્ઞાની કહે છે કે મનશુદ્ધિ વિના ક્રિયા (દ્રવ્ય) અનુષ્ઠાન ફળતાં નથી એ વાત સાચી, પણ દ્રવ્યશુદ્ધિ વિના, બાહ્ય આલંબન વિના, ભાવશુદ્ધિ પણ પ્રાયઃ અશક્ય છે : અનંતી ઉત્સર્પિણીમાં – મરૂદેવા માતા જેવું દૃષ્ટાંત બને. શ્રીમતી મરુદેવા માતાએ પ્રથમ કશો જ ધર્મ કર્યો નથી, પણ ત્યાં પણ એ બન્યું શાથી? ઊંચામાં ઊંચા આલંબનથી ! જો કે મન બહુ ચંચળ છે : છતાં પણ જ્ઞાનીઓ કહે છે કે ભલે એ મન ઠેકાણે ન હોય, પરંતુ ઉચ્ચ આલંબનો એને ઠેકાણે લાવશે. જ્ઞાનીઓ બહારનાં ઉપકરણો બહુ શુદ્ધ રાખવાનું કહે છે એનો હેતુ પણ એ જ છે. મંદિરની આટલી બધી શોભા રાખવામાં પણ એ જ હેતુ પ્રધાન છે કે જેથી ત્યાં આત્મા તન્મય બને. દેવતાઓ શ્રી તીર્થંકરદેવનું સમવસરણ કેવું સુંદર રચે છે ? દેશના તો સાંભળે ત્યારે-પામે, પણ સમવસરણ એવું રચે કે કોશો સુધી દૂર રહેનારાને પણ એમ થાય કે જરૂર, જોવા તો જવું. જોવા જાય તે બેસી પણ જાય પછી તો પ્રભુના અતિશયો કામ કરવાના છે. અતિશયો, પાસે આવે અને કામના ! પણ પાસે આવે ત્યારે ને ! પાસે લાવવાનું કામ બાહ્ય સામગ્રી બહુ કરે છે. અતિશયોના યોગે અનેક આત્માઓ આવે અને આવે એને દર્શન કરતાં જ ભાવ જાગે. પરમ તારક શ્રી તીર્થંકરદેવની પાસે આવ્યા પછી ભાગ્યે જ પામ્યા વિના જાય.પાખંડીઓ, અભવ્યો કે દુર્ભવ્યો વગેરે વગેરે સિવાયના, કંઈક ને કંઈક પામીને જ જાય. સામાન્ય કેવળીને Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 24 કેવળજ્ઞાન ખરું, પણ શ્રી તીર્થંકરદેવની વાત જુદી : કેવળજ્ઞાન બેયને સમાન પણ શ્રી તીર્થંકરદેવની બધી સામગ્રી જ જુદી. ઓછામાં ઓછા એક કરોડ દેવતા તો તે તારકની સેવામાં રહે જ. પ્રભુ પાસે ગમે તેવા કષાયોવાળો આવે તે પણ પ્રાયઃ શાંત થઈ જાય. આ પ્રભુનો અતિશય ! જાતિવરવાળાં પ્રાણીઓ પણ ત્યાં મિત્ર બને. પ્રભુવાણીનો મધુર ધ્વનિ એ છંટકાવ કરે. વાણી એકરૂપી પણ પરિણામે સર્વરૂપી. વાણીનો પણ કેવો અગાધ મહિમા ! એક જાતની ભાષા બોલે, પણ સૌ પોતપોતાની ભાષામાં સમજે. આ બધું કોને ? શ્રી તીર્થંકરદેવને ! સંસારસાગરમાં ભટકનારાં પ્રાણીઓ માટે તો બાહ્ય આલંબન ઘણું મહત્ત્વનું હોય છે. અહીં આ ધર્મસ્થાનમાં આવીને અધર્મી કેટલા થાય અને કસાઈખાને જઈ ધર્મ કેટલા થાય? જેટલા અહીં આવી ધર્મી થાય, તેટલા ત્યાં જઈ ધર્મી થાય ? ધર્મપ્રાપ્તિનું સ્થાન કયું ? આ સારી જગ્યામાં ખોટું અને ખોટી જગ્યામાં સારું હોય જ નહિ, ક્વચિતુ કોઈ કારણવશાતું હોય તો તેની ગણના પણ નહિ ! સંખ્યાની અધિકતા ક્યાં હોય? સભા આટલું છતાં ભગવાનના શ્રાવક દોઢ લાખ અને ગોશાળાના અગિયાર લાખ એનું કારણ ? અનાદિકાળની વાસના જીવોની સાથે છે. આજે નાટકમાં ઘણા ભેળા થાય, પણ તત્ત્વજ્ઞાનની વાતોમાં કેટલા થાય ? શાસ્ત્ર કહે છે કે અનાદિની દુષ્ટ વાસના એ કારણ છે. ગોશાળાનો મત કયો ? “વત્ વ તત્ મવતિ જે થવાનું છે તે થાય છે.” ગમે તે ખાવું-પીવું, બોલવું-ચાલવું, એમાં વાંધો નહિ : આ કોને ન ગમે ? એમ કહેવામાં આવે કે ઉપવાસ કરો, પણ ભૂખ લાગે તો ખાઈ લેવાય : એ ઉપવાસ કોણ ન કરે ? શ્રી જિનેશ્વરદેવના શાસનના ઉપવાસ કરનાર થોડા અને ફળાહારના ઉપવાસ કરનારા ઘણા : એનું કારણ ? લાલસા. ગોશાળો જીવોને ગમતું તે આપતો અને ભગવાન તો ગમતું તે છોડવાનું કહેતા. તમે એમ કહો કે પૂજા, સામાયિક થાય તોયે ભલે, ન થાય તો પણ ભલે : વ્યાખ્યાન સંભળાય તો પણ ભલે, ન સંભળાય તો પણ ભલે : તો પણ જૈન ગણાશો, તો બધા જૈન કહેવડાવવા આવે. પણ તમે કહો કે જેને કહેવરાવવા પૂજા તો કરવી પડે, એટલે ઝટ કહે કે ઊભા રહો, વિચાર કરું. જ્યાં દુનિયાની ચીજો છોડવાનું જ કહેવાય, ત્યાં ઓછી સંખ્યા હોય. Page #53 -------------------------------------------------------------------------- ________________ 25. – ૨ : અનુપમ શાસન - 2 ૨૫ પ્રભુની દેશનાનો અતિશય એવો કે દેશનાના સમયે તો સાંભળનારા નાચતા, પાખંડી પણ ડોલતા, પણ પાખંડીઓ બહાર જાય કે તરત ઊલટું જ કરતા. ટોળું વધારવું હોય તો તો આજે વધારાય. મુક્તિના રસિયા બનાવનારા જ ખરા ઉપદેશક છે,-સંસારના રસિયા બનાવનાર ખરા ઉપદેશક નથી ! માગો તે આપીને લાખ્ખોને ભેગા કરનાર, તે તો ભાટ કે ભવૈયા છે. ન ગમતું હોય તે પણ ખેંચાઈને આવે, એ પ્રભુની વાણીનો પ્રભાવ છે. જેને સંસાર જ જોઈતો હોય, તેણે આ શાસનમાંથી રાજીનામું આપવું જોઈએ. ભલે મુક્તિ ગમે ત્યારે મળે : લાખ્ખો ભવે-અરે અનંત ભવે ! પ્રબળ પ્રયત્ન કરશું ત્યારે મુક્તિએ જઈશું, મુક્તિ આજ ને આજ મળવાની નથી, પણ ધ્યેય શું? પ્રભુના શાસનમાં રહેવાનો દાવો કરવો અને સંસારને સારો માનવો અને મનાવવો તથા રસપૂર્વક સંસારમાં રહેવું, એ ભયંકર દાંભિકતા છે. સભા : કરોડ દેવતા છતાં ગોશાળો ઉપસર્ગ કેમ કરી ગયો ? જો કે પ્રભુ માટે તો એ બનાવ આશ્ચર્યરૂપ બન્યો છે, છતાંય કર્મના સ્વરૂપની ગમ પડી જાય, તો આ પ્રશ્ન રહે નહિ. સુભૂમ ચક્રવર્તીનું ચર્મરત્ન પકડનાર ચોસઠ હજાર દેવતાને, જ્યારે સુભૂમનું આવી બન્યું ત્યારે, એક સાથે વિચાર થયો કે હું એકલો મૂકી દઉ તેમાં શું વાંધો ? આ બધાને સાથે વિચાર શાથી આવ્યો? સુભૂમના કર્મયોગે ! તીવ્ર કર્મનો ઉદય આવે, ત્યારે સાથે રહેનારાઓની બુદ્ધિમાં વિભ્રમ થાય. ભગવાન પાસે જ્યારે ગોશાળો આવ્યો, ત્યારે જો કે ભગવાને ખુદે બોલવાની ના કહી હતી, છતાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ - એ બે મુનિઓથી ન રહેવાયું : શું એમાં એમણે ભૂલ કરી? એ આજ્ઞાભંજક? શાસ્ત્ર કહે છે કે “નહિ, એમાં આજ્ઞાભંજનનો ઇરાદો નથી, પ્રભુની ભક્તિ છે. અને એવી બુદ્ધિ થઈ એનું કારણ પણ ભવિતવ્યતા જ એવી છે, અને એ રીતે એમનું મૃત્યુ સરજાયું છે. જ્ઞાનીની દૃષ્ટિએ જે વસ્તુ નિયત છે, ત્યાં પ્રશ્ન ન હોય ! કોઈ પૂછે કે ભગવાન ખુદ કોઈનું બૂરું નહોતા ઇચ્છતા, છતાં ગોશાળા ઉપસર્ગ કરવા કેમ આવ્યો ? ભાઈ ! દુર્જનનું એ કામ છે કે સજજનો સામે કાદવ ઉડાડવો. સજજનોને યેન કેન પ્રકારેણ સંતાપવા, એ દુર્જનોનું કામ છે. સારું ખોટું જુએ તો એ દુર્જન શાનો? દુર્જનનું કામ એ કે ન વિચારે, ન માને એ તો લાખ ફેંકે, વાગે એટલા ખરા. અશુભ કર્મના ઉદય વખતે જીવો સારાને સારા તરીકે સમજી શકતા નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૭ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 28 ધર્મધ્વંસ વખતે મુનિ શું કરે? : તીર્થની અનુપમતા સમજવા માટે હજુ ચાર વિશેષણો છે તેમાંથી તમારીઅમારી ફરજો સમજાશે. કેવી સમતા, શાંતિ,ક્ષમા રખાય અને શાસનરક્ષા માટે શા શા પ્રયત્નો થાય-એ બધું આ શ્લોકમાંથી નીકળવાનું છે. એ આપણે ક્રમસર જોઈશું. કલિકાલસર્વજ્ઞ, ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે - ધર્મસે ક્રિયાનો, સિદ્ધાન્તાવિત્નો પૃષ્ટના પાન, વચ્ચે રિણિતમ્ III” ધર્મના નાશ સમયે, ઉત્તમ ક્રિયાનો લોપ થયો હોય કે થતો હોય તે વખતે અને સ્વસિદ્ધાંત એટલે શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા સિદ્ધાંતના અર્થનો વિપ્લવ થતો હોય ત્યારે, તેને રોકવા માટે નહિ પુછાયેલા એવા પણ સમર્થ આત્માએ અવશ્ય બોલવું જોઈએ.” એવા સમયે બનાવટી અને નાશક શાંતિના જાપો ન જપાય. ખોટી શાંતિ અને સમતાના પાઠ ભણવાથી વસ્તુને ગુમાવી દેશો. એ પાઠ ભણાવનારા કોઈ હોય તો તે સુગુરુ નથી ! સન્માર્ગનો લોપ થતો હોય, ત્યારે શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા પણ કહે છે કે સામર્થ્યવાન આત્મા પુછાયા વગર પણ નિષેધ કરે. “કરશે તે ભરશે તો તમે શું કરશો ? આવા પ્રસંગે ઘરના ખૂણે બેસવા કરતાં ખપી જવું સારું છે. જ્ઞાની કહે છે કે સત્યનો રાગી ઉત્તમ ક્રિયાઓના લોપ વખતે મંગો ન રહે. જો છતી શક્તિએ મૂંગો રહે, તો પરિણામે આસ્તિકતા ચાલી જાય અને નાસ્તિકતા આવે. તમારું સામર્થ્ય ન હોય તો કોઈ બોલે, કોઈ સમર્થ જાગે, કોઈ ઉન્માર્ગીઓને રોકે-એમ ભાવવું જોઈએ અને કોઈ જાગે ત્યારે ખુશ થવું જોઈએ. “એવો કોઈ જાગે તો સારું- એમ હૃદયમાં વારંવાર થયા કરવું જોઈએ. સાચો સન્માર્ગપ્રેમ ત્યાં છે. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુવર્ય આચાર્યદેવ શ્રીમદ્ દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ પોતાની અમુક અશક્તિનો પશ્ચાત્તાપ કરી“ક્યારે કોઈ પ્રભાવક જાગે ?” – એવા મનોરથ કરતા હતા. જેને જેને શાસનની અનુપમતા સમજાય, તેને તેને એવા મનોરથ થાય જ. તારણહાર શાસનની અનુપમતા સમજવા માટે વધુ હવે પછી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩ : અપરિવર્તનશીલ શાસન • સાધક પોલા, માટે સાધન પણ પોલાં ? • સહિષ્ણુતા કે કાયરતા? • ભાવના, પરિણામ, અને પ્રવૃત્તિ : • વિરતિને વંદન : • તીર્થને નમવાનો હેતુ! • બાલસંસ્કારનો પ્રભાવ : • અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર : વિષયઃ શાસનના સિદ્ધાંત ત્રિકાલાબાધિત-શાશ્વત છે - તીર્થસ્તવના શાસન નિરુપમ છે પણ એમાં કારણ એના સિદ્ધાંતોની શાશ્વતતા એ જ છે. હવા ફરે અને જેમ ધજા ફરકે તેમ જો આ સિદ્ધાંતો ફરતા હોત તો એ ક્યારનુંય ફેંકાઈ ગયું હોત. સાધક પોલા હોય તો પણ સાધનને પોલાં તો ન જ બનાવાય. એ પાકું હશે તો અવસરે સાધકને પણ સક્ષમ બનાવશે. આવા તીર્થની રક્ષા - ઉન્નતિ અને મહિમા માટે તો બધું જ કરી છૂટાય. બધું જ સદાય. આ જ મુદ્દાની આસપાસ જાણે ભમરી દેતું હોય તેવું મજાનું આ પ્રવચન તીર્થ પ્રત્યેની શ્રદ્ધામાં જબરી ભરતી લાવી દે તેવું છે. લક્ષ્મણા સાધ્વીનું પ્રસિદ્ધ દૃષ્ટાંત ઉપરાંત, શ્રીકૃષ્ણજીનો દાખલો આપી સમ્યગ્દષ્ટિ આત્માની ભાવના કવી હોય, મુનિનો અધિકાર ઉપદેશનો કે આદેશનો ? – તેનું અસરકારક વર્ણન કર્યું છે. મુવાક્યાતૃત: સાધન પોલું થઈ જાય તો તો સાધના જ રહી જાય. » વિશ્વતારક તીર્થની નિંદા ન સહાય. એ અસહિષ્ણુતાને દુર્ગુણ કહેનારા બિચારા છે, એમને ગુણન ખબર જ નથી. - ક્રિયા, એ એવી ચીજ છે કે ત્યાં ભલભલાની કસોટી થાય. , લાખો સુભટો વચ્ચે ઝૂઝવું તે બહાદુરી કરતાં, સંસારના વિષયોની સામે નિર્વિકાર રહેવું, તે સાચી બહાદુરી છે. ) પાપ કરો નહિ કરો તો છુપાવો નહિ. નહિ તો મરતાં સુધી એ પાપ ડંખશે. સદ્ગતિને બદલે દુર્ગતિએ લઈ જશે. • શ્રી જિનેશ્વરના મુનિઓ ઉપદેશ કરે પણ આદેશ નહિ. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩: અપરિવર્તનશીલ શાસન સાધક પોલા, માટે સાધન પણ પોલાં? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજા મંગલાચરણમાં શ્રી તીર્થની પ્રશંસા કરે છે : પ્રશંસા કરતાં ફરમાવે છે કે “તીર્થ ગતિ-તીર્થ હંમેશ જયવંતુ વર્તે છે.” તીર્થ તે કહેવાય છે, કે જેના યોગે આત્માઓ આ સંસારસાગર તરી જાય. એ તીર્થ પણ શ્રી જિનેશ્વરદેવોથી આદિમાં નમસ્કાર કરાયેલું ! શાથી ?-એ તીર્થના યોગે એ પણ તીર્થપતિ બન્યા એથી અને એટલા માટે જ એ અનુપમ છે. જગતમાં બીજી કોઈ પણ એને બંધબેસતી ઉપમા નથી. અનુપમ શાથી ? ‘નાનિધન તિમ્ અનાદિ અને અનંત છે માટે !! જેની આદિ નથી અને જેનો અંત નથી, એવું આ તીર્થ છે. શ્રી તીર્થંકરદેવો પણ જેવું હોય તેવું જ કહે છે : શ્રી ગણધરદેવો પણ તે જ કહે છે : બીજું કાંઈ નવું કહેતા નથી. દુનિયામાં જે વસ્તુ નથી, તે વસ્તુ શ્રી તીર્થંકરદેવો કહેતા નથી અને શ્રી ગણધરદેવો એને રચતા પણ નથી. માટે જ આ તીર્થ અનાદિ અને અનંત છે. ધ્યાનમાં રાખજો કે તીર્થમાં કદી પરિવર્તન થતું નથી : એ શાશ્વત છે. એમાં કશો ફેરફાર નહિ. જો એ ફરી જાય તો સારી દુનિયા ફરી જાય. હું કહી ગયો છું કે સાધક ઢીલા હોય તો સાધના કરતાં વાર લાગે : એક ભવે ન કરે તો ઘણા ભવે સાધના કરે. સાધક જો બહુ પોલો હોય તો સાધના વિના રહી જાય, પણ જો સાધન પોલું થઈ જાય તો તો સાધના જ રહી જાય માટે સાધન તો અખંડિત જ જોઈએ. તીર્થ, એ સાધન છે : આપણે બધા સાધક છીએ. આપણે પોલા હોઈએ એટલા માટે-આપણા પોલાણની પુષ્ટિ માટે, સાધનને પોલું કરીએ તો શું થાય ? આજે એ જ મોટી તકરાર છે. અમે પોલા છીએ માટે મજબૂતપણે એ તીર્થને સેવી શકતા નથી'-એ બચાવ ચાલે ? પણ “જેવા અમે પોલા છીએ તેવાં સાધન પણ પોલાં થાઓ-એમ કહેવું કે ઇચ્છવું તે તો ન જ ચાલે. આજના સ્વચ્છંદાચારીઓ કહે છે કે “આ જમાનામાં આ સાધન કામ ન Page #57 -------------------------------------------------------------------------- ________________ -- ૩: અપરિવર્તનશીલ શાસન - ૩ - લાગે'-તો તેવાઓ માટે તો શાસ્ત્ર કહે છે કે “એવા જમાનાવાદીઓને શ્રી જૈનશાસનમાં સ્થાન પણ નથી. પોતાની અશક્તિનો આરોપ આમાં (સાધનમાં) કરવા માગે-સાધનને જ શિથિલ કરવા મથે તેવા, શાસનમાં હોય તોયે શું અને ન હોય તોયે શું ? કદાચ એવા તો બીજાને પણ નુકસાન કરે. કલ્યાણાર્થી આત્માએ તો ઊલટી એવી પ્રાર્થના કરવી જોઈએ કે “તારી આ ક્ષુદ્ર સેવાના યોગે એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ, કે જેથી હું ઇચ્છિત સેવા કરી શકું ?” પણ તેને બદલે એમ કહેવાય કે “અમે કમતાકાત છીએ માટે સાધન વધુ ઢીલાં બનાવો-તે ચાલે ? માનો કે ઊંચો માળ હોય, નિસરણી મોટી હોય અને પગથિયાં ચડવાની તાકાત ન હોય, તો ચડવાની તાકાત મેળવાય, કે ન ચડી શકો માટે નિસરણીના નાશનો પ્રયત્ન કરાય ? તેમ તેઓને પણ સુજ્ઞજનોએ કહેવું પડે કે “તમે જો કમભાગી હો અને ન ચડી શકો તો કંઈ નહિ, પણ જેઓ ચડી શકે છે તેઓનાં સાધનોનો નાશ કરવાનો પ્રયત્ન તો ન જ કરતા. ‘મનફિનિધન તિમ્'- વસ્તુ તરફ આંગળી ન ચીંધાય : જેને શ્રી જિનેશ્વરદેવો નમે ત્યાં ચેડાં કરો, એ ન ચાલે. “પુરુષવિશ્વાસે વવવશ્વાસ: એ તો નક્કી છે ને ? પથ્થાનુપૂર્વી ક્રમ આ માટે લીધો છે. યાદ રાખો કે શ્રી જિનેશ્વરદેવ જેને નમે, જિનેશ્વરદેવો માટે પણ જેને નમવાનો કલ્પ નિયત થયો, ત્યાં તમારી અને અમારી એ સત્તા નથી કે આડી આંખે જોઈએ. સેવા ન થાય તો દૂર રહી હાથ જોડો, પગે લાગો, સેવા કરનારને વંદન કરો, પણ એક પણ અક્ષર આની સામે અનુચિત બોલવો, તે પોતાની જાત માટે બહુ ભયંકર છે. એવો પણ કાળ હતો કે આની સામે આંખ કાઢનારને જમીન ઉપર ઊભા રહેવું એય ભારે પડતું, આની સામે અક્ષર બોલનારને લે-મે થતી, ને ધર્મીની સામે વિરોધીને પગલું માંડતાં કંપ થતો ! આજે એ પણ જમાનો છે કે આની સામે આંખો કાઢનાર અને યુદ્ધતદ્વા બોલનાર, છડેચોક મરજીમાં આવે તેમ ફરી શકે છે. એવો પણ જમાનો કદી હોય, પણ તેવાઓએ નથી જ ભૂલવા જેવું કે આ બધું માત્ર વર્તમાનમાં જ ! - બાકી તમારા જેવા યથેચ્છવાદીઓનું ભવિષ્ય તો ભૂંડું જ નિર્માણ થઈ ચૂક્યું છે. ધર્મીઓનું ધર્મી હૃદય શિથિલ થાય ત્યારે ત્યારે આમ થાય : નહિ તો શાસનની સામે આંખ કાઢનારના, મનોરથ ધર્મીની સમક્ષ કદી જ સફળ નથી થઈ શકતા. સહિષ્ણુતા કે કાયરતા ? ધર્મી સ્ત્રી-પુરુષોએ તો સમજવું જોઈએ છે કે “આ તીર્થ તો દુનિયાનું Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - તારક : એનો નાશ કરવા પ્રયાસ કરે એના માટે યાતા બોલે, એ સહન ન થાય એ અસહિષ્ણુતા નથી : વિશ્વતારક તીર્થના અવર્ણવાદને ન સહાય, એ અસહિષ્ણુતાને દુર્ગુણ કહેનારા બિચારા છે, પામર છે કે એમને ગુણની ખબર જ નથી-ગુણને સમજી શકતા નથી. ગુણ અને ગુણાભાસને સમ્યગ્દષ્ટિ બરાબર સમજે : અનુમોદના તથા પ્રશંસાના સ્વરૂપને સમ્યગ્દષ્ટિ બરાબર જાણે ! ગુણ અને ગુણાભાસનો ખીચડો એ ન કરે, અનુમોદનાના યોગને પ્રશંસાપાત્ર યોગ કહે-ત્યાં પ્રશંસા કરે તો, સમ્યક્ત હોય એનો ઇરાદાપૂર્વક નાશ કરવાનો પ્રયત્ન કરવા બરાબર છે ત્યાં સમ્યક્ત ટકી શકે નહિ. ત્યાં તો જે વસ્તુ જેટલી કીમતી, તે મુજબ ક્રમ પ્રમાણે ગોઠવાય.ઝવેરી પાસે કેટલીય જાતનાં મોતી આવે, ઝવેરી ચવ પ્રમાણે નોખાં કરે, પણ બધું ભેળસેળ ન કરે. સમ્યગ્દષ્ટિ પણ દરેક ગુણને તેના તેના યોગ્ય સ્થાનમાં મૂકે એ વિવેક કરે કે આ ગુણ હૈયામાં જ રાખવા જેવો છે અને આ ગુણ જગતમાં ફેલાવવા જેવો છે. જેનામાં આ વિવેક નથી અને જેને એ વિવેકની પરવા પણ નથી, તેનામાં વાસ્તવિક સમ્યગ્દષ્ટિપણું પણ નથી. અપૂર્વકરણના યોગે અનાદિ ગ્રંથિનો ભેદ થયો અને સભ્યત્ત્વની પ્રાપ્તિ થઈ, એટલે સર્વવિરતિની ભાવના આવી : ભાવના આવી પણ પરિણામ ન પણ થાય. દુનિયામાં ભાવના અને પરિણામ સામાન્ય દષ્ટિએ લગભગ સરખાં દેખાય છે, પણ તેમાં ઘણું અંતર છે. “ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ' એ ત્રણના ભેદ સમજો. આપણે પ્રવૃત્તિના પૂજારી અને પરિણામ તથા ભાવનાના પ્રશંસક : ભાવના અને પરિણામની પણ પૂજા ન હોય એમ નહિ? પણ જેવી પૂજા પ્રવૃત્તિની હોય, તેવી પૂજા ભાવના કે પરિણામની ન હોય. સમ્યગ્દષ્ટિમાં સર્વવિરતિની ભાવના હોય, પણ પરિણામ અને પ્રવૃત્તિ ન પણ હોય. પ્રવૃત્તિમાં ન આવે તો વ્યવહાર નય કહે છે કે વંદન યોગ્ય નથી. નિશ્ચય નયની વાત તો વળી એનાથીય અતિ કઠિન છે. નિશ્ચય નયનું તો સમ્યક્ત જ સાતમે ગુણસ્થાનકે હોય છે. એક મહર્ષિએ સાતે નયનો પરસ્પર વાદ કરાવી, સમાધાન માટે ભગવાન શ્રી જિનેશ્વરદેવ પાસે મોકલ્યો છે. ભગવાને સમાધાન કર્યું છે કે એ બધાય પોતપોતાની દૃષ્ટિએ વાજબી છે, પણ જો બધાય આગ્રહમાં જ પડી ગયા, તો તમારામાં સુનયપણું રહેવાનું જ નથી : પરસ્પરની અપેક્ષાને માન્ય રાખવામાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩ : અપરિવર્તનશીલ શાસન 3 આવે, તો જ નયમાં સુનયપણું ૨હે છે-અન્યથા તે જ નયો દુર્નય યા નયાભાસની ગણનામાં આવે છે. 31 ભાવના, પરિણામ, અને પ્રવૃત્તિ ઃ ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ-એ ત્રણમાં મોટું અંતર છે. વ્યવહાર નય પ્રવૃત્તિને મુખ્ય માને છે. પ્રવૃત્તિની ઉપેક્ષા કરીને કેવળ પરિણામ તથા ભાવના હોય ત્યાં ‘પરિણામ અને ભાવના તો છે ને' - એમ માની પૂજવા મંડી પડ્યા, તો તો દુનિયાના દંભીઓ પણ કહેશે કે અમારામાં પરિણામ અને ભાવના છે. એટલે દંભીઓ પૂજાવાના : એટલા માટે કહી ગયો છું કે વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ તથા એ ત્રણેની ક્રિયામાં અપ્રમત્તાવસ્થા જે ધર્મમાં હોય અથવા જે ક્રિયાથી આવે, તે મોક્ષ-સુખનો ઉપાય છે. ૩૧ વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ, - એટલું કહીને અટક્યા નહિ : પણ એ ત્રણેની ક્રિયામાં અપ્રમત્ત હોય તો, - એમ જ્ઞાનીઓએ કહ્યું છે. એમ ન હોય તો ઘણાય કહે કે ‘હું વિષયનો વિરાગી, કષાયનો ત્યાગી, તથા ગુણોનો અનુરાગી :' પણ માનવો શી રીતે ? જેનામાં વિષયનો વિરાગ પ્રગટે, તેનામાં વિષયવિરાગની ક્રિયા ન હોય ? તે વિષયોમાં રાચીમાચીને કેમ પ્રવર્તે ? કષાયોની મંદતા થાય ત્યાં ક્ષમા આદિ ગુણો ન દેખાય ? ગુણોનો અનુરાગ જાગે, ત્યાં સદ્-અસનો વિવેક ન રહે ? બધા કહે કે સંસાર ખારો છે, પણ પોલ ક્યારે પકડાય ? જ્યારે તેને છોડવાનું અગર તેનાથી ડરતા ડરતા રહેવાનું કહેવાય ત્યારે ! ખરાબ માની ત્યાંથી ખસવાની વાત આવે, નિર્લેપ બનવાની-વિરક્ત બનવાની વાત આવે, ત્યાં જ મુશ્કેલી ઊભી થાય છે. ક્રિયા, એ એવી ચીજ છે કે ત્યાં ભલભલાની કસોટી થાય છે. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિને એકાકાર ન કરો. વિધાનો પ્રવૃત્તિને ઉદ્દેશીને છે : વિધાનો પ્રવૃત્તિનાં ઘોતક છે : આત્મા પ્રવૃત્તિમાન બને, તે માટે વિધાન છે. જે ભૂમિકાએ જેટલી યોગ્યતા હોય, તેટલી જ ક્રિયા કરે અને તેટલી જ જાહેરાત આપવી જોઈએ. મુનિ આચારે સર્વવિરતિ છે, અને સમ્યગ્દષ્ટિ શ્રાવક હૃદયથી સર્વવિરતિને ઇચ્છનારો છે : પણ તેથી એનામાં સર્વવિરતિ આવી ગઈ છે એમ નહિ, કિંતુ એની ભાવના સર્વવિરતિ તરફ ઢળેલી છે. જો એમ ન હોય તો એ શ્રાવક Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ નથી અને સમ્યગ્દષ્ટિ નથી : માર્ગાનુસારી આત્માને પણ સંસાર પ્રત્યે બહુમાન ન હોય. સભા : વિચારે તો સાધુ થયો ને ? – સાધુ થવાની ભાવનાવાળો - પણ એને સાધુ કહેવાય નહિ. એને ભાવ જાગે, એને મનોરથ થાય કે ક્યારે છૂટું, ક્યારે આ પામું. જ્યારે જ્યારે છૂટો થાય-પ્રમાદમુક્ત થાય ત્યારે એ જ ચિંતા કરે. 32 સમ્યગ્દષ્ટિને જો કોઈ સાધુ કહે, તો એ તો એમ જ કહે કે ‘ભાઈ ! મારામાં સાધુપણું ક્યાં છે ? જ્યારે તે આવશે ત્યારે જ હું મારા આત્માને પૂર્ણ ભાગ્યશાળી માનીશ.' પણ તે એમ ન કહે કે ‘હું હૃદયથી મુનિ છું, માટે મને પણ મુનિ તરીકે વંદના ક૨વામાં હરકત નહિ.’ વિરતિને વંદન : શ્રી કૃષ્ણ મહારાજામાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું : એમણે ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના અઢાર હજાર મુનિને વાંઘા છે. બધામાં ક્ષાયિક સમ્યક્ત્વ હતું ? નહિ. પણ એ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ, એક પણ મુનિને-નાનામાં નાના પણ મુનિને વંદન કર્યા વિના રહ્યા ? નહિ જ : કારણ કે સમકિત જુદું છે અને વિરતિ જુદી છે, એમ તેઓ સારી રીતે સમજતા. ક્ષાયોપશમિક સમતિવાળાને, હું ક્ષાયિક સમકિતવાળો માટે ન વાંદું, એમ તો નહિ ને ? ક્ષાયિક સમ્યક્ત્વ એટલે જવાનો ભય નથી : મિથ્યાત્વના પુદ્ગલોના આવાગમનનો ભય નથી : આત્માને મુંઝવણ થવાનો સંભવ નથી : ભયનું કારણ નષ્ટ થયેલ છે. ક્ષયોપશમ સમકિતવાળાને ભય છે, તે કારણે આત્માને મુંઝવણ થવાનોય સંભવ છે અને તે ગુણ ચાલ્યા જવાનો ભય પણ છે જ, તેમજ ઘણાને વખતોવખત ચાલ્યું પણ જાય છે. પણ ચારિત્રમોહનીયના ક્ષયોપશમનો જે ગુણ મુનિમાં છે, તે પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિમાં ક્યાં છે ? આ વસ્તુ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ, પ્રવૃત્તિ વગેરે બધું સમજે તેને સમજાય. જેને મનગમતી વાતો જ કરવી છે તેને આ વસ્તુ નહિ સમજાય. મનગમતી વાતો કરનારને અહીં સ્થાન નથી અને એવાની શરમ રાખવાનું કામ પણ ઉપકારી પુરુષોનું નથી. ઉપકારી પુરુષો પોતાની જાત ઉપર આવતા ખોટા આરોપોનો બચાવ કરવાની ભાવના જ નથી રાખતા. તેઓએ તો પોતાનું જીવન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને-આગમને સોંપેલું છે, એટલે તે દરરોજ પોતાના આત્મામાં એ જ જોયા કરે કે ભૂલેચૂકે Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૩ – ૩ : અપરિવર્તનશીલ શાસન - 3 - ૩૩ પણ પોતાથી આજ્ઞાવિરુદ્ધ વર્તી ન જવાય તેવો સમય આવે તે પહેલાં તેઓ પોતાના પ્રાણોનો પણ પરિત્યાગ કરતાં ન અચકાય : પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતાં કદાચ સારી દુનિયા સામે હોય, તે છતાં પણ તેનું એક રોમ પણ ફરકવું ન જોઈએ. અસ્તુ. ક્ષાયિક સમકિત જવાનો ભય નથી, ક્ષયોપશમ સમકિતવાળાને એ ભય છે. આથી ક્ષાયિક સમકિતવાળો એમ માને કે મારું સમકિત ઊંચું છે, માટે સાયિક સમકિત જેનામાં ન હોય એવા સંયમધરને ન વાંદું-તો ? પણ ક્ષાયિક સમ્યક્તને ધરનાર પુણ્યાત્મા એમ માને જ નહિ : એ તો હૃદયના બહુમાનપૂર્વક સંયમધરના ચરણોમાં ઝૂકે. વાસુદેવના સમયમાં સારીયે દુનિયામાં શારીરિક બળમાં એમના જેટલું બળ,શ્રી તીર્થંકરદેવ આદિ સિવાય-અન્ય કોઈનામાં ન હોય. શ્રી કૃષ્ણ મહારાજા ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના નાનામાં નાના સાધુને પણ વંદન કરતા અને વિચારતા કે હું પામર અને બહાદુર છે. જે શ્રી કૃષ્ણ મહારાજા લાખો સુભટો વચ્ચે અડગપણે નિર્ભયતાથી ઊભા રહી શકતા, એ કહેતા કે લાખો સુભટો વચ્ચે ઝૂઝવું તે બહાદુરી કરતાં, સંસારના વિષયોની સામે નિર્વિકાર રહેવું, તે સાચી બહાદુરી છે : ન તજી શકાય એ તજવામાં બહાદુરી છે. મારું બળ પૌદ્ગલિક : એમનું બળ આત્માને એકાંત લાભદાયી. અને માટે એ ત્યાગી, વંદનીય, પૂજનીય અને સેવનીય છે. શ્રી કૃષ્ણ મહારાજાના હૃદયની આ ભાવના. એ મહાન ભાવનાના યોગે તો તે પુણ્યવાનમાં સર્વવિરતિ રોમેરોમમાં વ્યાપી રહી છે. અનુત્તરવિમાનવાસી દેવોના કષાયો કેટલા ક્ષીણ ? એટલા બધા મંદ કે જ્ઞાનીએ એમને વીતરાગપ્રાયઃ કહ્યા. ત્યાં જાય પણ કોણ ? જેમનું આયુષ્ય સાત લવનું બાકી હોય તે ! જો સાત લવ વધુ આયુષ્ય હોત, તો તો કેવળ થાત. માટે તો એ દેવોને ‘લવસરમીયાકહ્યા. આવાને પણ ગુણઠાણું કયું ? ચોથું. અહીં એમના કરતાં કેટલાય ગણા કષાયો હોય, અહીં એવી વીતરાગતા ન હોય, છતાં પાંચમું-છઠું ગુણઠાણું પણ હોય. શાથી? વિરતિ માટે ! તીર્થને નમવાનો હેતુ ! સભા તીર્થને નમવાનો હેતુ શો ? તીર્થે છોડાવ્યા માટે. અનંતા શ્રી તીર્થંકરદેવોએ એનું એ જ કહ્યું અને એ જ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૪ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – તીર્થની સ્થાપના કરી : તોયે છૂટ્યા કેટલા ? થોડા, ઘણા જ થોડા : એક નિગોદનો અનંતમો ભાગ, જ્યારે જ્યારે જિનેશ્વરદેવને આ પ્રશ્ન પુછાય, ત્યારે ત્યારે આ એક જ ઉત્તર કે એક નિગોદનો અનંતમો ભાગ મુક્તિએ ગયો. બીજો ઉત્તર નહિ. મોક્ષમાર્ગને કહેનારા અનંતા થઈ ગયા, તોયે હજી સંસાર જીવતો ને જાગતો રહ્યો, માટે ગભરાવું નહિ. શાસ્ત્ર પાપનો નિષેધ કરે, એથી કાંઈ પાપના રસિયાઓ ઓછા જ પાપકર્મો બંધ કરવાના છે ? પણ શાસ્ત્ર તો પાપનો નિષેધ જ કરવાનું પાપને પાપ જ કહેવાનું. અઢારે પાપસ્થાનકો દુનિયામાંથી બંધ થાય, એ કદી બન્યું નથી બનતું નથી અને બનશે પણ નહિ. પણ તેથી શાસ્ત્ર કાંઈ પાપનો નિષેધ ન કરે ? પાપથી થતી દુર્ગતિ ન બતાવે ? પાપના સહવાસીઓને શાસ્ત્ર તથા મુનિઓ તો એ જ કહે કે પાપથી દુર્દશા થવાની. શાસ્ત્ર તથા મુનિઓ શું સામા આત્માને વિષયમાં જોડવાની દયા ચિંતવે ? સભા: એ તો ઝેર. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે ધર્મ બહુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારવાનો છે. “વિષયની સામગ્રી ચાલી જાય છે'-આમ કહી લોકોને તેમાં જોડવા એ દયા છે? નહિ જ. લક્ષ્મણા સાધ્વીએ ચટકયુગલની મૈથુનક્રીડા જોઈને વિચાર્યું કે “કેવું સુખ! અવેદી જિનને વેદીના દુઃખની શી ખબર ?' આ વિચાર આવતાની સાથે જ વિચારમાં પરિવર્તન થયું. “હું ભૂલી. જિન અવેદી ખરા, પણ વેદના સ્વરૂપથી કંઈ ઓછા જ અજ્ઞાત છે? વેદનો એમને ઉદય નહિ, પણ કાંઈ વેદનું સ્વરૂપ નથી જાણતા ? આ પાપનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. જ્ઞાની પાસે પ્રાયશ્ચિત્ત લીધું, ત્યાં પણ એમ પૂછ્યું કે કોઈ આવો વિચાર કરે તો શું પ્રાયશ્ચિત્ત ?” પોતાનું શલ્ય કાર્યું નહિ. ઘોર તપશ્ચર્યા કરી. શલ્યના કારણે સંસાર વધાર્યો અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ ન થઈ. સભા : જ્ઞાની તો શલ્ય જાણે ને ? બરાબર બધું જ્ઞાની જાણે અને કોને શું કહેવું, શું આપવું, શું થવાનું છે, કોણ તરશે-ડૂબશે શાથી? આ બધું જાણે!માટે એમની દૃષ્ટિમાં હોય તેમ એ વર્તે ત્યાં પ્રશ્ન જ ન હોય. અસ્તુ. આટલો વિચાર શ્રીમતી લક્ષ્મણા સાધ્વીએ કર્યો તો આ દશા. આટલાય વિચારનો જૈનશાસનમાં નિષેધ છે. સાધ્વીએ પ્રાયશ્ચિત્ત માટે તપ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩ : અપરિવર્તનશીલ શાસન - 3 ૩૫ : કર્યું તોયે શુદ્ધિ ન થઈ. પોતે પ્રભુને પોતાનું સ્વરૂપ ન કહ્યું. પોતાનું હૃદય પણ પોતાને ઝંખે. દોષિત બહાર કહે કે હું શુદ્ધ છું : પણ હૃદય તો તેનું પણ ડંખે જ. પાપ કરો નહિ કરો તો આમ છુપાવો નહિ : નહિ તો મરતાં સુધી એ પાપ ડંખશે-સતિને બદલે દુર્ગતિએ લઈ જશે. બહાર સારો કહેવાતો પણ અંદરનો પાપી તરી જાય, એ કાયદો અહીં નથી. દુનિયાની છેવટની હદે પહોંચે, એ તો પાપને પણ પુણ્ય માને : એના તો નિસ્તારની બારી જ રહેતી નથી. તે તો પાપને વાજબી કહે, વધુમાં એમ પણ કહે કે : ‘પાપ કરીએ તો જ રહેવાય, પાપ વિના ચાલે જ નહિ, અને જો પાપ કરવાની શાસ્ત્ર ના કહે તો એ શાસ્ત્ર ન જોઈએ.' આવાનો નિસ્તાર કઈ રીતે થાય ? આજના જમાનાની તકરાર તો આ છે ને ? 35 બાલસંસ્કારનો પ્રભાવ : બાળકને જે માર્ગે લઈ જઈએ તે માર્ગે લઈ જવાય. બાળકને શાહુકાર કે ચોર બનાવવા, તે વાલીના હાથમાં છે. પુણ્યવાન હોય તો ચોરનો દીકરો પણ શાહુકાર થાય ને પાપોદયે શાહુકારનો દીકરો પણ ચોર થાય : પણ એ અપવાદ, બાકી મોટા ભાગે માબાપ લઈ જાય ત્યાં બાળક જાય. જન્મના સંસ્કાર પડે તે મરતાં સુધી ભાગ્યે ભૂંસાય. તીવ્ર કર્મના ઉદયે ફરે, કે પલટો થાય તે વાત જુદી. એ તો આઠ વર્ષના બાળકને પણ થાય : પચાસ વર્ષનાને પણ થાય ઃ એંસી વર્ષના બુઢ્ઢાને પણ થાય : ચાલીસ કે ત્રીસ વર્ષના જુવાનને પણ થાય : એનો પ્રતિબંધ ન હોઈ શકે. ભીલનાં છોકરાં જન્મથી જીવોને મારતાં શીખે : શ્રાવકનાં છોકરાં જન્મથી કીડીને મારવાથીયે કંપે. આ કોણે શિખવાડ્યું ? શ્રાવકના દીકરાને, કોઈ પણ પ્રાણીના પ્રાણ લેવાનું, કોઈ પણ પ્રાણીને કાપવાનું કે દુ:ખી કરવાનું મન થાય ? શ્રાવકના દીકરાને તો ત્યાં ઊલટી જ થાય. ભૂલથી પગે ચગદાઈ જાય અને દેખાય તો ચક્કર આવે. જૈનકુલના આ જન્મના સંસ્કાર. એ સંસ્કાર ભૂંસાઈ જાય ત્યારે તો માનો કે પરિણામે શ્રાવક તરીકે ઓળખાતા પણ કસાઈ પેદા થવાના છે. ન માનતા કે સ્વચ્છંદપણે સેવાયેલી પ્રવૃત્તિ આત્માને કઠોર બનાવ્યા વિના રહે ! આજ તો પશ્ચિમમાં પણ ઘોંઘાટ છે કે, મનુષ્યને મનુષ્ય રહેવા દેવા હોય તો હાલતાં ચાલતાં પ્રાણીઓ ઉપર તકલીફના પ્રયોગો ન થવા જોઈએ. એ થાય તો મનુષ્યનું હૈયું મટી હેવાનનું હૈયું થાય છે. આથી જ કહું છું કે ભાવના, પરિણામ અને પ્રવૃત્તિના રૂપકને સમજો : ભાવના એ પરિણામની પૂર્વાવસ્થા છે. ભાવના ઉત્તમ કોટિની થાય ત્યારે પરિણામના અંકુરા ફૂટે, અને એના યોગે પ્રવૃત્તિ થાય. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર : કોઈ વ્રત લીધું કે આ ચીજ ન ખાવી. હવે એ ખાવાની ઇચ્છા થાય એ અતિક્રમ. માત્ર ઇચ્છા, એ અતિક્રમ. જ્યાં સુધી ખાવા ઊઠે નહિ ત્યાં સુધી અતિક્રમ અને ખાવા માટે ઊઠે એટલે વ્યતિક્રમ. ખાવાની ચીજ હાથમાં લે નહિ, ત્યાં સુધી વ્યતિક્રમ અને હાથમાં લે એ અતિચાર. જ્યાં સુધી મુખમાં જાય નહિ, ખાય નહિ ત્યાં સુધી અતિચાર : જાય અને ખાય એટલે અનાચાર. અનાચાર થયો એટલે વ્રતભંગ. અતિક્રમ, વ્યતિક્રમ તથા અતિચારમાં વ્રતભંગ નહિ : જો કે એમાં મન આવ્યું તોયે શાસ્ત્ર કહે છે કે વ્રતભંગ નહિ : વ્રતભંગ તો અનાચારે થાય. આવી જ રીતે ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ. સામાન્ય ઇચ્છા, તે ભાવના : ઉત્કટ ઇચ્છા, તે પરિણામ : પરિણામ થાય તો પ્રાયઃ પ્રવૃત્તિ થયા વિના રહે નહિ. સમ્યગ્દષ્ટિને સર્વવિરતિની ભાવના જ કહી. ભાવનાના યોગે સીધા પ્રવૃત્તિના રૂપકને પકડી ન લો. ભાવનાવાળો, પ્રવૃત્તિવાળા જેટલી આજ્ઞા કક્યાં પાળે છે ? શાસ્ત્ર કહે છે કે પ્રવૃત્તિવાળાને જે આજ્ઞા કહી તે ભાવનાવાળાને કરાય, તો તે તેનો અમલ ન કરી શકે. પરિણામમાં પણ પ્રવૃત્તિ વિના એ જ દશા : પ્રવૃત્તિ પછી તો લગામ છે-અંકુશ છે. મુનિવરો માટે મુનિપણાનો વેષ, એ અંકુશની ગરજ સારે છે. નિર્લજ્જ, નફ્ફટ અને જાતહીન નીવડે તેની વાત જવા દો, પણ જાતવાનને તો અંકુશ જ છે. હાથીના પગલામાં બધાં પગલાં સમાય. જિંદગીના સામાયિકની વાતમાં બે ઘડીનું સામાયિક તો આવી જ જાય. બે ઘડીનું સામાયિક પણ સાચું ક્યારે ? જિંદગીના સામાયિકની ભાવના હોય તો ! સામાયિક કરનાર એ જ ઇચ્છે કે ક્યારે તે સુદિન આવે કે, માવજીવિત આ સામાયિક કરું. પુણિયા શ્રાવકનાં સામાયિક કીમતી શાથી ? આત્મા તન્મય બનતો માટે ! સામાયિક લેતી વખતે કઈ ભાવના અને પારતી વખતે કઈ ભાવના ? સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થાય કે તરત પારવાની કેવી લહેર વહેલા તે પહેલો. હા...શ. પત્યું : આ ક્યાંથી નીકળે છે? કોનો પ્રતાપ ? જે ભાવના જીવનમાં ઓતપ્રોત થવી જોઈએ, તે થઈ નથી માટે ને? વિધિને વિચારો. સામાયિક લેતી વખતે તો આદેશ માગતાં “સામાયિક મુહુપત્તિ પડીલેહું -એમ કહેવાય છે. અને પારતી વખતે માત્ર “મુહપત્તિ પડીલેડું એમ કહેવાય છે : તેનું કારણ વિચારો તો ઘણું સમજાઈ જાય. પારવાના શબ્દોથી આત્માને આનંદ ન થાય. હૃદયમાં તો એમ જ થવું જોઈએ કે આ Page #65 -------------------------------------------------------------------------- ________________ 37 ૩ : અપરિવર્તનશીલ શાસન – 3 સામાયિકમાં જ પરમ આનંદ છે. જિંદગી સુધી સામાયિકમાં રહેવાય તો કેવું સારું ? પણ શું કરું કે દુનિયાના આરંભસમારંભમાં ફસાયેલો છું માટે રહેવાતું નથી. હવે જ્યારે તે આદેશ માગે કે : છાજારેળ સંવિસદ માવન્ ! સામાયિઝ પારું ?- ઉત્તરમાં ગુરુ ‘પાર.’ એમ કહે ? નહિ, ત્યારે ‘નહિ જ.’ એમ કહે ? એમેય નહિ. ગુરુ તો એમ જ કહે કે : ‘પુનવિ જાયવ્યું અર્થાત્ ફરી પણ કરવા યોગ્ય છે' : પણ ‘કર' એમ ન કહે : કારણ ગુરુ જાણે છે કે એ ઊઠવાનો છે. આજ્ઞા કરે તોય ભાંગે. આજ્ઞા પળાવનારે આજ્ઞા પાળનારને એ સ્થિતિમાં ન મૂકવા. જેમ બીડી પીતા છોકરાને જોઈ મર્યાદા સાચવવા ઇચ્છનાર બાપ આંખ મીંચી લે : જો જોવાઈ જાય તો છોકરો પછી નફ્ફટ થઈ જાય : મર્યાદા તૂટી જાય. શ્રી જિનેશ્વરદેવના મુનિઓ, ઉપદેશ કરે પણ આદેશ નહિ ! ‘કરવા જેવું છે’-આ પ્રમાણેની આજ્ઞાનું પાલન થાય. કદાચ તાકાત હોય તો શ્રાવક ફરીને પણ સામાયિક કરે : તાકાત ન હોય તો ‘યથાશક્તિ' કહી, ‘ફરીને કરવા જેવું છે’-એ વચનનો સ્વીકાર કરે કે યથાશક્તિ કરીશ. ‘ફરીને કર’-એ આદેશ કરે તો ફરીને કરનારા બધા આજ્ઞાપાલક લાવવા ક્યાંથી ? માટે વસ્તુ પર પ્રેમ જીવતો-જાગતો રહે એ માટે ઉપદેશ કરે, પણ આદેશ ન કરે. પછી બીજા આદેશમાં ‘છારેળ સંસિહ ભાવન્ ! સામાયિ પારું' કહે આથી ગુરુ મહારાજ પણ સમજે કે હવે આ પારવાનો જ : એટલે ગુરુ કહે કે : ‘આયારો ન મુત્તો -આચાર મૂકવા યોગ્ય નથી !': આ કથનનો શ્રાવક ‘ત્તવૃત્તિ’ કહીને સ્વીકાર કરે. પછી ‘સામાન્ય વયનુત્તો' બોલે. આ પારવાના સૂત્રમાં પણ કેવી ઉમદા વસ્તુ ભરી છે ? પારતાં પણ એ જ વાતને એ વિચારે છે કે ‘સામાયિક વ્રતમાં યુક્ત એવો આત્મા, જ્યાં સુધી મન નિયમસહિત હોય ત્યાં સુધી જેટલી વાર સામાયિક કરે, તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે, અને સામાયિક કરતી વખતે શ્રાવક સાધુના જેવો થાય છે; આ કારણથી ઘણીવાર સામાયિક કરવું જોઈએ. પછી મન, વચન અને કાયાના, તથા અવિધિના દોષની ક્ષમા માગી ઊઠે : પારતાં પારતાં પણ સામાયિકની આ વિચારણા : સામાયિક લેતાં જે ભાવ, તે જ પારતાં થાય, કે સામાયિક વારંવાર કરવું જોઈએ. આવું અનુપમ તીર્થ તે અનાદિ અનંત છે. ટીકાકાર મહર્ષિ એ તીર્થની જયનશીલતાને કઈ કઈ રીતે વર્ણવે છે, તે વધુ હવે પછી. 62 Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪ : તીરથની આશાતના નવિ કરીયે તીર્થ જયવંત શાથી ? • તીર્થ હૈયે વસ્યું છે ? • પ્રભાવક કોણ બની શકે ? • ગુલામ કોણ ? • તીરથની આશાતના નવિ કરીએ : વિષય: તીર્થની તવનામાં તીર્થનાં અન્ય વિષÍન ઉપયોગતીર્થની આશાતનાનાં દુષ્પરિણામો. એનું વર્જન. તીર્થભક્તિ. અનેક વિશેષ બાબતોથી નિરુપમ બનેલું જૈનશાસન હોવાથી જગતનો એક પણ ખોટો વિચાર એની સમક્ષ ટકી શકે તેમ નથી. આ ધ્રુવપદની આસપાસ ગુંજન કરતું આ પ્રવચન અત્યંત રોચક બન્યું છે. હૈયે તીર્થને વસાવ્યા વિના તીર્થ-શાસનની ભક્તિ થતી નથી. કુમારપાળ મહારાજાની મૂંઝવણ અને શ્રી હેમચંદ્રાચાર્યજીની એ મૂંઝવણમાંથી મુક્તિ મેળવી આપવાની કળા અને ધીરજ એમ કરતાં કરતાં થયેલી અપૂર્વ તીર્થસેવા. પ્રભાવકનું સર્જન. એ માટે લોકરીત્યાગ વગેરે અનેક મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર ધારાવાહિક રીતે પ્રકાશ પાથર્યો છે પ્રવચનકારશ્રીજીએ ! મુળાક્ષાત • જ્યાં સંસાર છે - ત્યાં શાંતિ, સુખ કે આનંદ નથી. • સારી ચીજ પણ જો જવાવાળી હોય, તો બહેતર છે કે ન મળે. ૦ લોકરીમાં પડેલાને શાસનપ્રાપ્તિ અને એનું પાલન અશક્ય છે. • સર્વસ્વ જાઓ, પણ આજ્ઞાપાલન ન જાઓ. • પરલોક માનતા હો તો પાપ ન કરો, થઈ જાય તો પણ તેના પ્રશંસક તો ન જ બનો. • કુટુંબમાં એવો આદમી રાખો, કે જે મરતાં સમાધિ સમર્પે ! ૦ આત્માના ઉદ્ધારની બાબતમાં બેદરકાર ન બનો. વીતરાગની આજ્ઞા, સેવા અને એમનો કહેલો ત્યાગમાર્ગ જેના હૃદયમાં જ નથી, તેના જેવો આ જગતમાં બીજો કોઈ ગુલામ નથી. • ત્યાજ્યના અખતરા ન હોય. ત્યાજ્યના અખતરા કરનારા તો વીરના શાસનના સ્વરૂપથી અજ્ઞાત છે. • અનુપમ તીર્થ પામ્યા બાદ ન આરાધાય તો એના જેવી કમનસીબી બીજી કોઈ નથી, એ નક્કી માનજો ! Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ તીરથની આશાતના નવિ કરીયે તીર્થ જયવંતુ શાથી? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા તીર્થની પ્રશંસા કરતાં ફરમાવે છે કે તીર્થ જયવંત છે : શાથી ? શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું એવું છે અને એથી જ તે અનુપમ છે. દુનિયામાં આ તીર્થની કોઈ જોડી નથી, કારણ કે તે “નનિયન તિ-અનાદિ અને અનંત છે.” કોઈ પણ કાળે આ વિશ્વમાં તે તીર્થનો અભાવ નથી હોતો : કારણ કે ભરતક્ષેત્રમાં અમુક કાળે મર્યાદા તીર્થનો અભાવ હોય છે, પણ મહાવિદેહક્ષેત્રમાં તો તીર્થનો કદી જ અભાવ નથી હોતો. વળી "बहुविधभङ्गि-सिद्धसिद्धान्त-विधूनितमलमलीमसम्" અનેક પ્રકારની અપેક્ષાઓથી સિદ્ધ એવા સિદ્ધાંતો દ્વારા પાપરૂપ મળને નાશ કરનારું-આ તીર્થ છે. અર્થાતુ તીર્થમાં એવા સિદ્ધ સિદ્ધાંતો વર્તે છે, કે જે સિદ્ધાંતોમાં આત્મા ઉપર લાગેલા એવા કર્મરૂપ મલોને દૂર કરવાનું સામર્થ્ય છે અને તેથી જ તે તીર્થ "विहितैकैकतीर्थनयवादसमूहवशात्प्रतिष्ठितम्" ‘વિહિત કરાયેલા એક એક તીર્થના નયવાદના સમૂહના વશથી પ્રતિષ્ઠિત થયેલ છે.” આથી જ વિશ્વના એક પણ સુંદર વિચારને આ તીર્થમાં સ્થાન નથી એમ નથી : અતુટ વિશ્વમાં ફેલાયેલા સઘળા સુંદર વિચારોની ઉત્પત્તિ ભૂમિ, એ આ તીર્થ છે. અને એ જ કારણે “સમસ્ત-વસ્તુ-વ-વિચRIVાસ્તસ્તર્ણમ્" “સમસ્ત વસ્તુઓના સમસ્ત પર્યાયોના વિચારથી સર્વ તીર્થિકોને અપાસ કરનારું આ તીર્થ છે.' આ તીર્થની સમક્ષ વિશ્વનો એક પણ અસુંદર વિચાર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ નથી. આવી આવી અનેક વિશેષતાઓથી વિશિષ્ટ બનેલું તીર્થ સદા સ્થાયી હોય, એમાં આશ્ચર્ય શું છે? આવા તીર્થની અનુપમતામાં શંકા પણ કયા વિવેકી Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૦. - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 40 અને વિચક્ષણને હોય ? શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલા તીર્થમાં આવી વિશિષ્ટતાઓ ન હોય, તો અન્યત્ર હોય પણ ક્યાં ? આવા તીર્થની જયનશીલતામાં જ કલ્યાણાર્થી આત્માઓનો વિજય છે. માટે જ ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે આ તીર્થ સદા માટે જયવંતુ છે. પરમ ઉપકારી શ્રી જિનવિજય મહારાજા પણ ભગવાન શ્રી મહાવીરદેવના સ્તવનમાં કહે છે કે : જેનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિબોધ છે; કલિકાલે પણ પ્રભુ તુજ શાસન, વર્તે છે અવિરોધ જી.” આપણે કેટલા ભાગ્યશાળી કે આવા તીર્થને પામી શક્યા!આવા તીર્થને પામી તેની આરાધનામાં કચાશ કરીએ, આપણી સંસારરસિકતા એમ ને એમ જાળવ્ય જ રાખીએ, તો આપણા જેવા કમનસીબ કોણ ? ભાગ્યયોગે આવા તીર્થની પ્રાપ્તિ થઈ, અને પછી પણ જો આરાધનામાં એની સેવામાં-આજ્ઞાપાલનમાં-એક એક સિદ્ધાંતોના સમર્થનમાં, આપણી શક્તિ તથા બુદ્ધિનો ઉપયોગ ન કરીએ, તો આપણા જેવા કમનસીબ દુનિયામાં બીજા કોઈ પણ નહિ. આવા સિદ્ધાંતોના પાલન માટે મહાપુરુષોએ શું શું કર્યું છે, તે જાણો છો ? આવા સિદ્ધાંતો બતાવવા માટે શ્રી તીર્થંકરદેવોએ પણ તકલીફ વેઠવામાં જરા પણ કમી રાખી નથી. સંયમ લીધું ત્યારથી, કેવળજ્ઞાન થયું નહિ ત્યાં સુધી છઘસ્યકાળમાં એક દિવસ પણ જમીન પર બેઠા નહિ ! આ બધું શા માટે ? તીર્થની સ્થાપના માટે ! તીર્થના સ્થાપક તીર્થપતિઓ. તેઓ શા માટે તીર્થ સ્થાપે ? જગતનાં પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ આ સંસારમાંથી છૂટાં થાય તે માટે ! સંસાર વધારવા કે સંસાર ખીલવવા કે સંસારની મોજમજા વધારવા માટે તીર્થ સ્થાપના નથી. જ્યાં સંસાર છે-ત્યાં શાંતિ, સુખ કે આનંદ નથી. અજ્ઞાની આત્માને સુખ, આનંદ ને શાંતિ દેખાતી હોય, તો તે પણ ઝાંઝવાનાં નીર જેવી છે. એ સુખ, શાંતિ ને આનંદ, પરિણામે અનેકગણી અશાંતિ, તકલીફને દુઃખનેલઈ આવનાર છે. શાસ્ત્ર, સંસારમાં સુખ નથી એમ કહે છે, તેનો આશય આ છે નથી એમ નહિ, છે, પણ એ પરિણામે દુઃખને લાવનારું છે માટે નથી જ, - એમ કહેવું સારું ને ! એક દિવસ નામના અને બીજા જ દિવસથી જિંદગી સુધી ભીખ માગવી પડતી હોય, તો તેવી નામનાને કોણ પસંદ કરે ? આજે શેઠની વાહવાહ થતી હોય અને કાલે રાખ ઊડી જતી હોય, તો Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪ : તીરથની આશાતના નવિ કરીયે 4 એ વાહવાહને કોઈ માને ? લક્ષ્મીનો એવો વ્યય કોઈ કરે ખરો, કે જેથી બીજા દિવસથી જ ભીખ માગવી પડે ? ચાર દિવસ, આઠ દિવસ, પંદર દિવસ; એક મહિનો,છ મહિના; વરસ, બે વરસ, પાંચ, પચાસ, સો, હજાર વરસ; લાખ, કરોડ કે અબજ વર્ષ;–અરે પૂર્વે સુધી અને દેવતાના જીવનમાં પલ્યોપમો અને સાગરોપમો સુધી ભલે એ બધું હોય, પણ પછી શું ? પરિણામ શું ? 41 જ્ઞાનીઓ કહે છે કે દેવતાઓનું સુખ અનુપમ છે. પૌદ્ગલિક ઉમદા સુખસામગ્રીની કમી નથી. પણ જ્યારે ચ્યવનનો સમય આવે, ત્યારે છ માસ પહેલાં પુષ્પમાળા કરમાય અને એ જાણે કે હવે આયુષ્ય પૂરું થવા આવ્યું ! ત્યારે એ છ મહિના એટલી વેદના ભોગવે કે પેલા સાગરોપમોનાં સુખ પણ ભુલાઈ જાય અને છ મહિના શી રીતે પસાર કરે તે તો તે જાણે. જ્ઞાની કહે છે કે સારી ચીજ પણ જો જવાવાળી હોય, તો બહેતર છે કે ન મળે : જિંદગીના ભિખારીને ભીખ માગવામાંભિખારીપણું ભોગવવામાં વાંધો નહિ : શ્રીમંત બન્યા પછી, હજારોના હાથમાં આપ્યા પછી, હાથ ધરવાની દીનતા સહેવી, એ બહુ ભયંકર છે. માટે જ્ઞાની કહે છે કે સંસારમાં સુખ છે તો નહિ, પણ માનો કે હોય તો પણ તે કારમું છે : માટે એમાં લીન ન થાઓ : આ લોકમાં ન મુંઝાતા. પરલોકની સારી રીતે ચિંતા કરો. શેઠ, શાહુકાર અને લોકોના પૂજ્ય પણ ગણાતા, જો આ લોકમાં તણાઈ ગયા, તો ભયંકર પરિણામની આગાહી તૈયાર છે. ૪૧ આ રજોહરણ-ઓઘો અમે પરલોક માટે લીધો છે. તમને બતાવવાનો તે પણ એટલા માટે જ ! તિલક કરનારા પણ ધર્મક્રિયા કરે તે પરલોક માટે જ ! અને પરલોકમાં દુઃખી ન થાઓ એટલા માટે જ આ બધી મહેનત છે. તમારી પરલોકની જેટલી ચિંતા અમને છે તેટલી આ લોકની ચિંતા નથી : તમારી આ લોકની ચિંતા કરવાનો અમને શ્રી જિનેશ્વરદેવોએ નિષેધ કર્યો છે. જે આત્માને પરલોકનો ખ્યાલ આવે છે, જે સમજે છે કે બધી સામગ્રી છોડીને જવું છે, જે જાણે છે-માને છે કે પરલોક જેવી ચીજ છે, એ આત્માને તો આ લોકનાં સુખ સુખ તરીકે ભાસતાં જ નથી. એને તો એ સુખમાં મુંઝવણ થાય છે. માટે અહીં કહી રહ્યા છે કે આ તીર્થ પ્રભાવસંપન્ન છે, ઘણું મજેનું છે, જેવો મહિમા ગાયો તેવું છે, જેના મહિમાનો પાર નથી, જે તીર્થની આગળ એક પણ અયોગ્ય વિચાર ટકી શકતો નથી, અને કોઈ સુંદર વિચાર એમાં સમાતો નથી એવું Page #70 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - ૧૦ નથી, અયોગ્ય વિચારને અહીં સ્થાન નથી, આ તીર્થની દુનિયામાં જોડી નથી, એને સ્થાપનારા પણ એને નમે છે. કહો, કેવું અને કેટલું મહિમાવંતું એ ? એ આપણને મળ્યું. તીર્થ હૈયે વસ્યું છે? યોગ તો થયો, હવે શ્રેમની વાત ! વ્યવહારથી મળ્યું કહીએ, બાકી જો આ તીર્થ રોમેરોમ પરિણમી જાય તો કામ થઈ જાય. જેટલા જેટલા અંશે આપણામાં શિથિલતા કે પામરતા દેખાય, તેટલા તેટલા અંશે આના પરિણામનો અભાવ. આ તીર્થ પામીને પણ, આ લોકમાં પડી જઈ જો પરલોકને ભૂલી જવાય, તો એના જેવી કમનસીબી બીજી એકેય નથી. જેટલી આજે આ લોકની ચિંતા થાય છે, તેટલી જ પરલોકની ચિંતા થાય, તો માગો છો તે બધું મળી જાય. આ લોકના પૌદ્ગલિક સંયોગો ગળા સુધી વળગેલા છે-આત્મા એમાં એટલો બધો લીન બની ગયો છે કે, એને પરલોક યાદ નથી આવતો પરલોકનો ખ્યાલ પણ રહેતો નથી : પરલોકમાં શું થશે તેનું ભાન પણ નથી રહેતું : એના જ યોગે આ બધી ભયંકર વિટંબણાઓ થઈ રહી છે. તીર્થનાં જે વખતે વખાણ કરીએ, ત્યારે છાતી ઉપર હાથ મૂકી પૂછવું જોઈએ અને કહેવું જોઈએ કે : “ભાઈ ! તીર્થ પામ્યો છું? જો તું તીર્થને પામ્યો હોય, તો તને દુનિયાનો આટલો રંગ હોય જ નહિ.” કુમારપાળ મહારાજે સિત્તેર વર્ષની વયે શ્રી સિદ્ધગિરિજીનો સંઘ કાઢ્યો : પરમશ્રાવક એ, એ વયે બન્યા. પ્રાયઃ પચીસ વર્ષની વયે એકવાર સિદ્ધરાજની સભામાં, શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો એકવાર યોગ થયો હતો એ વખતે કુમારપાળ ઉપર એટલી છાપ પડી હતી કે આ કોઈ મહાત્મા છે. એ વખતે સૂરીશ્વરજીએ કુમારપાળને એક ગુણ સમર્પણ કર્યો હતો અને તે પરનારીસહોદરપણાનો ! ચોપન વર્ષે રાજગાદી મળી, પછી ધીમે ધીમે વસ્તુતત્ત્વ પામ્યા, એમનું સમકિત ચળાવવા ઘણીયે ધાંધલ મચાવવામાં આવી : પાટણની પ્રજાની તે વખત એ સ્થિતિ હતી કે એક દિવસ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તરફ, તો એક દિવસ સામા પક્ષ તરફ ! હીંડોળાની જેમ લોકો ડોલતા. કોઈ કાળે બધા લોક સમાન હોય એવું નથી : ફક્ત સિદ્ધના આત્મામાં એમ છે.પણ તેવા થવા માટે તો આ બધું છોડી દેવું પડશે. વાંધો માત્ર ત્યાં છે. પાટણના લોક તે વખતે એક દિવસ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની જય બોલાવતા, તો એક દિવસ Page #71 -------------------------------------------------------------------------- ________________ 43 – ૪ તીરથની આશાતના નવિ કરીયે - 4 – ૪૩ સામા પક્ષની જય બોલાવતા. શ્રી કુમારપાળ જેવા પણ મૂંઝાઈ જતા “રૂટું વુિં - આ શું ?” પણ એક વાસના એમના હૃદયમાં એટલી મજબૂત સેલી હતી કે “જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે સાચું : બીજું નહિ જ.” આ વાતના સુયોગે, કદી એ મૂંઝાતા તો પણ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એમને સ્થિર બનાવી શકતા. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તો માનતા હતા કે આ સર્વ નાટક છે, રમત છે : ભોળાને ભમાવવાની નીતિ છે. શું કરીએ ? સામો પક્ષ કરે તો કર્યા વિના છૂટકો નથી. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી આ બધું સમજાવતા. મહારાજા કુમારપાળ આ રીતે દિવસે દિવસે મક્કમ બનતા ગયા. ગાદી મળ્યા પછી કેટલોક વખત તો શ્રી હેમચંદ્રસૂરિજીને મળ્યા વિનાનો જ ગયો અને મળ્યા પછી પણ આ રીતે કેટલોક સમય ગયો. સિત્તેર વર્ષની વયે શ્રી કુમારપાળ પરમ શ્રાવક બન્યા. શાસ્ત્ર કહે છે કે પરમ શ્રાવક શી રીતે બન્યા ? લોકહેરીને તજી તો ! જો આત્મા લોકહેરીમાં પડી જાય, તો શાસનની પ્રાપ્તિ અને એનું પાલન અશક્ય થાય છે. આવા સુંદર મહિમાવંત તીર્થ માટે આપણે આપણી જાતને પણ તેવી બનાવવી પડે. સારા સ્થાનમાં જવું હોય તો વ્યવહાર કહે છે કે ઠીકઠીક થવું પડે. શ્રીમંતને ત્યાં, ઓફિસરને ત્યાં, રાજસભામાં જવું હોય તો છાજતી રીતે જવું જોઈએ. કેમ સલામ ભરવી, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, આ બધું જાણવું પડે, વાતચીત કરવામાં સામાનો પ્રકૃતિસ્વભાવ જાણવાની કાળજી રાખવી પડે, રખે છેડાઈ ન જાય-રખે માન આપતાં અપમાન ન લાગે ! ત્યાં આ બધા વિચાર કરો છો : એ તમને કાંઈ આપી દેવાનો નથી તોયે આ બધા વિચાર કરો છો અને તીર્થમાં આવવા માટે કાંઈ વિચાર નહિ ? તમારા પૂર્વજોને વાંચો, સાંભળો, બરાબર યોગ્ય રીતે વિચારો તો માલૂમ પડશે કે જૈનશાસનમાં આવવા ઇચ્છનારા, જૈનશાસનને પામેલા તથા જૈનશાસનને સેવવાની ઇચ્છાવાળાની વૃત્તિ અને પ્રવૃત્તિ કેવાં હોય ? કુમારપાળ મહારાજા કંઈ જન્મના જૈન નહોતા. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના સહવાસથી શ્રી કુમારપાળનો આત્મા રંગાઈ ગયો. પણ પૂર્વે તો એ માંસાહારી હતા, ક્ષત્રિય હતા, એમનામાં જૈન સંસ્કાર હતા જ નહિ. એવા પણ ધર્મી થયા પછી એક દિવસ ઘેબર ખાવા બેઠા.ખાતાં ખાતાં કાંઈક પૂર્વની સ્મૃતિ થવાથી ઝટ Page #72 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ છોડી દીધું. ઘેબર ભક્ષ્ય છે, ખાવા યોગ્ય છે, અભક્ષ્ય નથી, છતાં ખાતાં ખાતાં કાંઈક પૂર્વસ્મૃતિ થવાથી ઝટ આપું મૂક્યું. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પાસે જઈને પૂછ્યું કે ‘મહારાજ ! ઘેબર ભક્ષ્ય કે અભક્ષ્ય ?’ ૪૪ ' સૂરીશ્વરજી કહે છે કે ‘કુમારપાળ ! તારે માટે અભક્ષ્ય.’ કુમારપાળ : ‘ખવાઈ ગયું, પ્રાયશ્ચિત્ત આપો.’ ભક્ષ્ય ચીજ, ખાવા યોગ્ય ચીજ, છતાં સૂરીશ્વરજીએ એમને માટે અભક્ષ્ય કહી અને એવી ઉમદા ચીજને શ્રી કુમારપાળ છોડી દેવા પણ તૈયાર થયા. શ્રી જિનેશ્વરદેવના કહેલા સિદ્ધાંતના પાલનમાં વાંધો આવે એવી તો કોઈ ચીજ ન જોઈએ : સર્વસ્વ જાઓ, પણ આજ્ઞાપાલન ન જાઓ. 44 કહેવાય છે કે શ્રી કુમારપાળ મહારાજાએ ગણધરગોત્ર બાંધ્યું. શ્રેણિક મહારાજા પહેલા તીર્થપતિ અને કુમારપાળ મહારાજા તેમના ગણધર થવાના. આ ગણધર ગોત્ર કઈ રીતે બાંધ્યું, એ નહિ વિચારો ? દેવ, ગુરુ અને આગમ પર કેટલી બધી આસ્થા ? કંટકેશ્વરી દેવીએ રાત્રે આવીને શ્રી કુમારપાળને કહ્યું-નહિ છોડું, મારી નાખું, પરંપરાથી ચાલ્યો આવતો ભોગ કેમ ન આપે ? આખું રાજ્ય, પ્રજા, મંત્રીમંડળ, બધા નારાજ હતા. શ્રી કુમારપાળે એ સ્થિતિમાં પણ એ દેવીને સમજાવી કે ‘શ્રી જિનેશ્વર જેવા દેવ અને શ્રી હેમચંદ્રસૂરિજી સરખા ગુરુ તથા તેમના કૃપાધર્મને પામેલો હું, તારી આ માગણીને તાબે નહિ થાઉં. જો તું કુળદેવીનો હક્ક કરતી હોય, તો હું કહું છું કે મારા ધર્મમાં તું સહાયક થા : એમ ન બનતું હોય ને એથી ઊલટી ભાવના થતી હોય, તો તારે જે કાંઈ કરવું હોય તે સર્વ કરવાની છૂટ છે, પણ હું શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આઘી મૂકીને એક કદમ પણ નહિ ભરું.' આપણે કહીએ કે તીર્થ પામ્યા, તીર્થ પર અમને રાગ : બરાબર, પણ એ રાગ કયા ખૂણામાં, કઈ જગાએ છે, તે નહિ બતાવો ? નહિ વિચારો ? બે-પાંચ લાખ રૂપિયાની ખોટ જાય, જાતને દુઃખ થાય, ત્યાં તમે બધું કરો : પણ પ્રભુમાર્ગની વાત આવે, પ્રભુમાર્ગ વિરુદ્ધ થઈ રહ્યું હોય, ત્યાં ફરજ બજાવવાની વાત આવે ત્યારે હશે-હશે થાય, તો સમજવું કે તીર્થ હજી અહીં (હૈયે) નથી આવ્યું : માત્ર મોઢે કહેવાય છે-હૈયે નથી. ઘરનો એક કરો પડી જાય, એક માણસ ચાલ્યું જાય, બાર મહિનામાં બે Page #73 -------------------------------------------------------------------------- ________________ 45 -- - ૪ : તીરથની આશાતના નવિ કરીયે - 4 – ૪૫ પાંચ હજારની ખોટ આવે, તેવે વખતે ઘણાને રોતા જોયા છે. વારંવાર આંખમાંથી આંસુ નીકળે અને કહે કે મહેનત કર્યા છતાં ચાલ્યું ગયું. પણ ધર્મ ખાતર રોતો હોય તેવો આદમી જો ન મળે, તો શું કહેવાય ? પણ શાસનને માટે આંસુ સારનારા જગતમાં જીવે છે. નથી જીવતા, એમ ન માનતા. જ્યાં સુધી શાસન જીવે છે, ત્યાં સુધી પ્રભુના શાસન માટે પણ આંસુ સારનારા અખંડપણે જીવતા રહેવાના છે. ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું છે કે પાંચમા આરાના અંત સુધી શાસન જવાનું નથી, પણ મુદ્દો એ છે કે એમ માનીને તમારે અને અમારે બેસી રહેવાનું નથી. પ્રભુમાર્ગની રક્ષા ખાતર જે કાંઈ કરવું ઘટે, તે અમારે અને તમારે પણ કરી છૂટવું જોઈએ. પ્રભાવક કોણ બની શકે ? મહારાજા શ્રી કુમારપાળ દેવીને સ્પષ્ટરૂપે ધ્વનિત કર્યું કે “જે કરવું હોય તે કર, પણ મારા હૃદયની માન્યતા ફેરવવાની તાકાત તારામાં નથી'. વસ્તુ પામેલા એ આત્માઓને આ લોક કરતાં પરલોકની દરકાર કેટલી બધી હતી? તમે બધા પરલોક, પુષ્ય, પાપ, પુણ્ય-પાપના ફળ તરીકે સ્વર્ગ, નરક માનો છો, માટે તમારી સાથે પરલોકના ઉદ્દેશથી વાત કરું છું. ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ મહારાજા જેવાને શ્રી નેમિનાથ સ્વામીએ કહી દીધું કે તે કાર્યવાહી એવી ભૂંડી કરી છે કે, તારા માટે એ કાર્યવાહીના યોગે એક વાર તો નરકે ગયા સિવાય છૂટકો નથી. શ્રેણિક મહારાજાએ એક એવું પાપ કર્યું કે તે વખતે ક્લિષ્ટ અધ્યવસાયમાં જ નરકનું આયુષ્ય બાંધ્યું, ત્યાર પછી ક્ષાયિક સમયક્ત મેળવ્યું, ભગવાન શ્રી મહાવીરદેવના ભક્ત બન્યા, અરિહંતપદની એવી અનુપમ આરાધના કરી, કે જેના યોગે તીર્થંકર-નામકર્મ નિકાચ્યું તો પણ નરકે ગયા વિના તો ન જ ચાલ્યું. એક વખતે શિકારે ગયા હતા. ગર્ભવતી હરણીને પોતે બાણ માર્યું. ગર્ભિણી હરણીનું પેટ ચિરાયું, ગર્ભ બહાર નીકળ્યો અને બન્ને તરફડી તરફડી મુ. આ વખતે શ્રેણિક મહારાજા કહે છે કે મારું બાણ કેવું અમોઘ છે! કેટલો પરાક્રમી અને કલાકુશળ ! એક બાણે બે જીવોનો નાશ કરી શક્યો : કેવો બહાદુર ! શાસ્ત્ર કહે છે, એ ભાવનાના યોગે નિકાચિત નરકા, બાંધ્યું અને પછી તીર્થંકર નામકર્મ નિકાગ્યા છતાંયે નરકે જવું પડ્યું. ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું કે તારે નરકે ગયા વિના છૂટકો નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - ૩. પાપ અને પાછી પાપની પ્રશંસા!એનું પરિણામ શું? જ્ઞાની કહે છે કે-પરલોક માનતા હો તો પાપ ન કરો, થઈ જાય તો પણ તેના પ્રશંસક તો ન જ બનો. પાપ કર્યો જવાં, પાપનાં વખાણ કર્યું જવાં અને પરલોકને માનનારો આસ્તિક છું, એમ કહેવું એ બને? કોઈ માણસ પોતાને બાદશાહ કહેવરાવે તો કોઈ ના નથી પાડતું, પણ દુનિયા તો ત્યારે જ માને, કે જ્યારે તેનામાં બાદશાહી જુએ. પાપ કરનારા પાપ કરે, ઉપરથી પાછાં વખાણ કરે, અને પરલોકને માનવાનું કહે, એ મેળ કેમ મળે ? પરલોકને માનનારા રાજીથી પાપ કરે ? પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, સ્ત્રીસંગ અને પરિગ્રહ વગેરે રાજીથી કરે, કરાવે અને અનુમોદે ? આ સારું કર્યું, એમ બહાર જઈ બોલે ? અરે હૈયામાં પણ એમ થાય ? આ માટે પહેલાં બહુ કહેવાયું છે. કુટુંબમાં ઉત્તમ વિચારની હારમાળા ચાલવી જોઈએ. જો તમારાથી ન થાય તો બહારનો એક આદમી સ્મરણ કરાવવા રાખો. કુટુંબમાં એવો આદમી રાખો, કે જે મરતાં સમાધિ સમર્પે ! એમ નહિ કરો તો તો લક્ષ્મીવાન મરશે ત્યારે તેનાં કુટુંબીઓ તો વીલમાં પડી જશે, અને ગરીબ મરશે તો ગરીબનાં કુટુંબીઓ રોશે. મરનારની તો હાલત બુરી જ થવાની. શ્રીમંત મરે ત્યારે બધા ભેગા થઈ શું કરે ? વીલ કરાવે, સીલ કરે, ક્યાં મૂક્યું એ પૂછે-ગાજે, માગી લે, સંતાડાય તે સંતાડે, ચૂલા તળે દાટે. ગરીબ મરે ત્યારે હવે શું થશે.-એમ કહી પાછળના રોવા માંડે. મરનારની હાલત તો બૂરી છે. તમારી અને મારી દૃષ્ટિમાં ભેદ બહુ છે. દૃષ્ટિ જુદી હોય ત્યાં સુધી ધારેલું પરિણામ કદી આવે નહિ. ગમે તે ભોગે દૃષ્ટિ એક થવી જ જોઈએ. થવા માંડી છે અને થઈ પણ છે, પણ બરાબર અખંડપણે થવી જોઈએ અને તેમ થાય એ ઇચ્છું છું. શ્રી જિનેશ્વરદેવના શાસનને પામનારા બધાને પરલોક, પુણ્ય, પાપ, સદ્ગતિ, દુર્ગતિ માન્ય હોય, ત્યાં દૃષ્ટિમાં ભેદ કેમ હોય ? મદમાં, નશામાં, મોટાઈમાં, હું અને મારાપણામાં ઘણું ગુમાવ્યું. પોતાની પ્રભાવના ઇચ્છનારો જૈનશાસનનો સેવક નથી. “હું” અને “અમે-એ ન ભુલાય ત્યાં સુધી પ્રભુના શાસનની સાચી અને વાસ્તવિક પ્રભાવના થઈ શકતી નથી. શાસ્ત્રમાં આઠ જાતના પ્રભાવક કહ્યા છે તે, “શાસનપ્રભાવક' - પણ જાતપ્રભાવક' નહિ. પોતાની શક્તિનો ઉપયોગ તે શાસન માટે કરતા, માત્ર જાત માટે નહિ ! તમે શાસન માટે કરવા માગો છો કે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ : તીરથની આશાતના નવિ કરીયે 4 જાત માટે ? શાસન માટે કરો છો કે જાત માટે ? જાત તો એક દિવસે સળગી જવાની છે. લગાવવું હોય તો અત્તર લગાવો, મઢવી હોય તો સોને મઢો, રસનામાં પડીને અભક્ષ્ય ખાઈ ખાઈ ભલે ફુલાઈ જાઓ, પણ એ જાતની એક દિવસે રાખ જ થવાની છે, એ ન ભૂલો. સભા : બાળી આવીએ છીએ ને ? અરે, ભાઈ ! એ તો બીજાની કે તમારી ? છો તો જ્ઞાની : છો તો સમજદાર : બાળનારા પણ ખોપરી આખી ન રહે તેમ વાંસડેથી ફોડી બાળવાના. છાતી પર બંધ બાંધે કે ૨ખે ઊઠી ઘેર ન આવે. આગળ હાંલ્લીવાળાને કહે કે તારે પાછું ન ભાળવું. બધું ઢબસર જ કામ. છાતીના બંધ છોડતી વખતે પણ છાતી પર વજન મૂકવાનું. આ જાતની તો દશા થવાની છે. છતાં એના માટે પ્રપંચ કર્યે જાઓ અને ધર્મની દરકાર ન કરો, તો પરલોક હૃદયના કયા ખૂણે વસે છે તે તો કહો ? હું કહું છું તે કડવું લાગતું હશે ! ભલે કડવું લાગે, તમે પરલોક માનો, પરલોકની વાતોમાં હાજી હા ભણો, અને જરાય અમલમાં ન જણાય, એ કેમ ચાલે ? તમને એનો ભય નથી લાગતો ? આવા નિર્ભય ? જ્ઞાનીએ નિર્ભય બનવાનું કહ્યું છે, તે આવી જાતના નહિ ! નિર્ભય એવા બનો, કે જેમાંથી નિર્ભયતાના આત્મગુણો પ્રગટે. આજની કહેવાતી નિર્ભયતાએ નઘરોળ બનાવ્યા છે : પાપના ભીરુ મટાડી દીધા છે. પાપથી ભયવાન બનવાનું કે નિર્ભય ? ધર્મનો અધિકારી કોણ ? પાપમાં રાચનાર કે પાપથી ભીરુ ? 47 આ પાટ પરથી પાપની પુષ્ટિ થાય તેવી એક પણ વાત કહેવાની હોય જ નહિ. દુનિયાની એક પણ કાર્યવાહીને પુષ્ટિ મળે તેવું આ પાટ ઉપર બેસનાર ન ઇચ્છે. એક દિવસમાં નવ નવ વાર રેમિ ભંતે !' બોલનાર મુનિવરો પાપની પુષ્ટિ થાય, આરંભ-સમારંભ વધે અને જગતની અર્થકામની લાલસા મજબૂત થાય તેવી વાત કરે જ શાના ? ખરેખર, શ્રી જેનશાસનમાં પ્રભાવક તે જ થઈ શકે છે, કે જેઓ પ્રભુની આજ્ઞા મુજબ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાઓને વળગી રહેવામાં કોઈની પણ શરમથી ન અંજાય, સન્માર્ગની રક્ષા માટે પોતાના માનાપમાનની દરકાર ન રાખે અને પ્રભુના શાસનની સેવામાં જ પોતાનું સર્વસ્વ સમજે. ૪૭ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - વ8 ગુલામ કોણ ? જે દીક્ષાને અનંત શ્રી તીર્થંકરદેવોએ અને શ્રી ગણધરદેવોએ સેવી, જેની સેવાના યોગે અનંત આત્માઓ મુક્તિપદના ભોક્તા થયા અને એ પરથી ઉપકારી પુરુષોએ પણ એ જ ફરમાવ્યું કે દીક્ષા વિના આત્માને ઇષ્ટ એવા એકાંતિક અને આત્યંતિક સુખની પ્રાપ્તિ જ નથી તે દીક્ષા જો આ આત્માને ન જચે તો એ કેવી કમનસીબી ગણાય ?, એ વિચારો. આત્માના ઉદ્ધારની બાબતમાં બેદરકાર ન બનો. શું બે ઘડીની સામાયિક કરનાર આત્માને જિંદગીના સામાયિકની ભાવના ન હોય એ બને ? જૈનશાસન દુનિયાનો પરલોક સુધારવા સરજાયેલું છે આ લોકને નિયમિત કરવા, પરલોકને સુધારવા-વિશુદ્ધ કરવા જ, આ શાસનની સ્થાપના છે : પણ અનીતિ, પ્રપંચ, જૂઠ, પાપ, વિષયવાસના, આરંભ, સમારંભ વગેરે વધારવા, ખીલવવા કે અનુમોદવા માટે શ્રી જૈનશાસનની સ્થાપના નથી. શ્રી જૈનશાસન સ્થાપનારા પણ પહેલાં કહ્યું તેમ, સ્થાપવા માટે સંયમ લીધા પછી કેવળજ્ઞાન ન થયું ત્યાં સુધી, જમીન પર બેઠા નહિ : ઊભા ને ઊભા, સૂવાની તો વાત જ નહિ. ભૂમિ ઉપર તો બેઠા જ નહિ. કદી બેઠા તો વીરાસને, ઉત્કટાસને કે તેવા જ કો આસને. શ્રી ઋષભદેવ સ્વામીની છબસ્થાવસ્થામાં હજાર વર્ષમાં આવી ગયેલી જુદી જુદી નિદ્રાને ભેગી કરો, તો એક અહોરાત્રિની ! ભગવાન શ્રી મહાવીરદેવની છબસ્થાવસ્થાનાં સાડાબાર વર્ષમાં નિદ્રા અંતર્મુહૂર્તની ! તપશ્ચર્યામહિનાના, બે માસના, ચાર માસના, છ માસના ઉપવાસ વગેરે અને પારણે પણ એક જ વાર : જ્યાં ગયા ત્યાં હાથમાં દાતાર નાખે તે લઈ લે, વાપરે ને ત્યાંથી જ બંધ : તે પાછી તપશ્ચર્યા શરૂ થાય. ભગવાન શ્રી મહાવીરદેવને એ સાડાબાર વર્ષમાં પારણાના દિવસ ત્રણસો ઓગણપચાસ જ, પૂરું વર્ષ પણ નહિ. છત્રીસ કલાકનો ઉપવાસ કરનારો શ્રાવક, પારણા વખતે પા કલાક મોડું થાય તો તેના મુખમાંથી કયો શબ્દ નીકળે ? “સારું થયું કે પા કલાકની તપશ્ચર્યા વધી'-આ ભાવના જોઈએ. તપશ્ચર્યા તો પરલોક માટે જેટલી ઉપકારી છે, તેટલી આ લોક માટે પણ છે : પણ આ લોકના ઉપકાર માટે મારે તમને તપસ્વી નથી બનાવવા માટે બોલતો નથી. આ લોક માટે તો તમે બધું કરવા તૈયાર છો. વેદની, ડૉક્ટરની, ઘરની, બજારની, કેવી ગુલામીમાં રહેવું પડે છે તે તમે સમજો છો ? ફક્ત ધર્મની, શાસ્ત્રની ગુલામી નથી ગમતી. તમે કોના શેઠ છો એ તો કહો ! Page #77 -------------------------------------------------------------------------- ________________ 49 – ૪ : તીરથની આશાતના નવિ કરીયે - 4 - ૪૯ ખોખાના-ઝૂંપડીના શેઠ છો ? શેઠ હો તો તમને શાસ્ત્રને નમતાં શરમ આવે ? તમે ત્યાં ગુલામ છો, માટે જ આવી ગુલામીમાં શરમ આવે છે. હું ખાતરીથી કહું છું કે તમે દુનિયાદારીની ગુલામી સ્વીકારો છો, ત્યાં ઝૂકો છો, માત્ર ત્રણ લોકના ધણીની ગુલામી નથી ગમતી! ખરેખર, શ્રી જિનેશ્વરદેવની, એટલે કે પરમતારક શ્રી વીતરાગદેવની આજ્ઞા, સેવા અને શ્રી વીતરાગે ઉપદેશેલો ત્યાગમાર્ગ જેના હદયમાં જો નથી, તેના જેવો આ જગતમાં બીજો કોઈ ગુલામ નથી. અરે, તમે જેની ગુલામી કરો છો, અને તમે કહો છો કે હું તારો, પણ પેલા ના કહે છે : કે-અમે તમારા નહિ. કદી કોઈ કહે કે અમારા. તોયે શાને માટે ગુલામી કરો છો એ તો બોલો ? સ્વાર્થ માટે. હું તો બિનઅનુભવી અને તમે બધા અનુભવી, પણ શાના? સંસારરૂપ કેદના કે બીજાના ? અરે કહોને કે ફસેલા અનુભવી આવા હોય ? અનુભવના અર્થની તો ખબર નથી. વિષ પ્રાણનો નાશ કરે, એ શાથી જાણ્યું ? ખાઈ જોઈને જાણ્યું કે જાણકારના કહેવાથી જાણ્યું ? તે જ રીતે સર્વદર્શી શિષ્ટ પુરુષોના અનુભવે અહીં પણ ત્યાજ્ય વસ્તુ તજાય. ત્યાજ્યના અખતરા ન હોયત્યાજ્યના અખતરા કરનારા તો વિરના શાસનના સ્વરૂપથી અજ્ઞાત છે. ત્રણ લોકના નાથની ગુલામી નથી ગમતી અને ક્ષણિક વસ્તુની ગુલામી કેમ ગમે છે ? બજારમાં કે ઘરમાં શેઠ છો ? શરીરના તમે શેઠ છો ને ? જો શરીરના શેઠ હોત, લક્ષ્મીના માલિક હોત તો આવા હોત ? ત્યાં બધે તમારી શી સ્થિતિ છે તે વિચારો. ફક્ત ધર્મમાં જ તમે અક્કડ. આ બધું વિચારો તો તો તરત જ આ ધર્મધ્વજ સામે નજર જાય. આ વિચારો તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને શિર ઝૂક્યા વિના ન રહે. ખરી વાત છે કે પંચમકાળ, હુંડાવસર્પિણી, અને કૃષ્ણપક્ષીયા જીવ,-એને ધર્મધ્વજ બતાવવો, ત્યાં પ્રેમ કરાવવો, અને એ આપવો એ કાંઈ નાનાસૂના ખેલ નથી ! ત્યાં કાંઈ મસ્તક નમે ? નાટકની પરીઓ આગળ મસ્તક નમે, સિનેમામાં આવતા ચોરટાઓ કે ઉઠાઉગીરો સામે આંખ ફાડી ફાડી જોવાય, ચહાના ગરમાગરમ ઘૂંટડા ગળે ઊતરે, ફક્ત શાસ્ત્ર તરફ આંખ કરડી રહે ! ખરેખર, કેવી ભયંકર દુર્દશા છે ? પરમોપકારી શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા તો કહે છે કે પંચમકાળના જીવો જેવા ચોથા કાળમાં નહોતા. દુનિયાદારી માટે જીવી રહેલાં પ્રાણીઓની જે ઉદારતા, ક્ષમા, શાંતિ, ઉદ્યમ, Page #78 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ પ્રયત્ન, મહેનત, ગુલામી વગેરે દુનિયા માટે છે, તે જો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આવી જાય, તો તો આજે કામ થઈ જાય. દુનિયાદારીનાં માણસોને ગમ ખાતાં કેવી સ૨સ આવડે છે ! માથે પાઘડી ભલે, પણ તમારાથી મોટો કોઈ આવે અને કહે કે ‘બેસો !’ - તો તરત જ નીચી મુંડીએ નમી જાય. ને અહીં સાધુ કંઈક કહે તો તરત જ બોલી ઊઠે કે : ‘સાધુ અમને કહે ? અમે કોણ ? જેન્ટલમેન.’ પણ અહીં કંઈ પોપાબાઈનું રાજ્ય નથી. કર્મસત્તા ભયંકર છે. માનો કે ન માનો, સદ્દહો કે ન સદ્દહો, પણ જે દિવસે એ સત્તા ઉદયમાં આવશે, તે દિવસે એના સકંજામાં પકડાયા પછી ઇંચભર ચસી શકાશે નહિ. સંભળાય છે કે, પંચમજ્યોર્જહિંદુસ્તાનના માલિક પણ કર્મસત્તાથી રિબાય છે : બહુ માંદા છે : ડૉક્ટરો નાડ પકડી તપાસ્યા કરે છે : કર્મસત્તા કોને છોડે છે ? કહેવાનું તાત્પર્ય એ છે કે દુનિયાના મહાનમાં મહાન સમ્રાટને પણ કર્મની સત્તા છોડતી નથી. બાકી આપણે કે જેમને સમસ્ત વિશ્વનું જ કલ્યાણ ચાહવાનું હોય, તે તો એમ જ ઇચ્છે કે દર્દીની હાલત જલદી સુધરો. આખરે જ્યારે આયુષ્ય આવી રહેશે, ત્યારે કોઈનું કાંઈ ચાલે એમ છે ? ઊંધે રસ્તે ચાલનારાને કહેવાય છે કે મરીને કયા કાકાને ઘેર જવાના ? કોઈ આડતિયો બાતિયો છે ? ‘સાધુને ગાળો દેતાં, અને પ્રભુના શાસન સામે, સિદ્ધાંતો સામે છડેચોક ફિટકાર કરતાં જેઓને શરમ નથી આવતી, તેઓને સમજાવો કે પરિણામે મરી જશો અને પાપના ઉદયે પીટાશો, પીડાશો, સડી જશો, અને રોમ રોમ કીડા પડશે. શ્રી વીરવિજય મહારાજા પણ શું કહે છે ? સાંભળો. તીરથની આશાતના નવિ કરીએ ઃ ૫૦ “તીરથની આશાતના નવિ કરીએ. આશાતના કરતાં થકાં ધનહાણી, હાંરે ભૂખ્યા ન મળે અન્ન-પાણી; હાંરે કાયા વળી રોગે ભરાણી, હાંરે આ ભવમાં એમ. - તીરથની આશાતના નવિ કરીએ.” એ બધું વાંચો. એ લખનાર તમારઃ હિતસ્વી હતા. દુનિયાની સત્તા પૂરેપૂરી 50 Page #79 -------------------------------------------------------------------------- ________________ કા – ૪ : તીરથની આશાતના નવિ કરીયે - 4 - - ૧૧ શાની ન હોવાથી તેની શિક્ષામાંથી હોશિયારીના યોગે યા બનાવટી પુરાવા વગેરેના યોગે કદાચ બચી જશો, પણ કર્મસત્તા તો ક્ષણેક્ષણના મનના વેગને પણ જાણી સત્તામાં દબાવશે ; ત્રીજી મિનિટે કાનપટ્ટી પકડી ઢસડી જશે : કાકા, મામા ને ફુઆ કે ગાડી, વાડી ને લાડી નહિ બચાવે. પાખંડીના રંગમાં ન રંગાઓ, રાતા પીળામાં ન મૂંઝાઓ. દુનિયાની વાયડી વાતોમાં વાયડા ન બનો. અણસમજુના પ્રલાપને આધીન ન થઈ જાઓ. અનંતજ્ઞાનીના વચન પર વધુ વિશ્વાસુ બનો. એ મહાત્માઓ તો તમારા અને અમારા ભવિષ્યના ભલા માટે-આત્માના ભલા માટે રાજઋદ્ધિ તજી, ત્યાગ સ્વીકારીને આ બધું લખી ગયા : મહામહેનત કરી લખી ગયા. તરવાનો રસ્તો એ મહાત્માઓ આપી ગયા. અને ત્યાં કહેવું કે શાસ્ત્રને આઘાં મૂકો એમ ? કયા શબ્દોમાં કહું તો તમને અસર થાય, કે જેથી પરિણામે તમે પાપથી બચો ? જરા વધુ કરડા શબ્દો કહું, તો કહે છે કે મહારાજ ઘણું કહે છે, પણ ભાઈ ! આ તો બચાવના રસ્તા છે. શાસ્ત્રમાં આવે છે કે સ્વાર્થ ખાતર પતિએ પત્નીને મારી અને પત્નીએ પતિને માર્યો, બાપે દીકરાને માર્યો અને દીકરાએ બાપને માર્યા. એવી સંભાવના હોવા છતાં પણ ત્યાં વિશ્વાસ મૂકવામાં વાંધો નહિ અને આ અનંતજ્ઞાનીઓની આજ્ઞામાં વિશ્વાસ મૂકવામાં તમારું શું લૂંટાઈ જાય છે ?, એ તો કહો ! જે તીર્થને પામ્યા છો તે તીર્થ-હિંસા, મૃષા, ચોરી, વ્યભિચાર, લોભ, ક્રોધ, માન, માયા, પ્રપંચ, ઇર્ષા, કલહ, કજિયા વગેરે બધાં પાપથી બચાવનારું છે : દુઃસહ્ય પાપથી બચાવનારું છે : ભૂંડું કરનારનુંયે ભલું કરવાની સલાહ આપનારું છે : પ્રાણ લેવા આવનારનુંયે હિત ચિંતવવાની સલાહ આપનારું છે. આવું અનુપમ તીર્થ પામ્યા તો છો, હવે ન આરાધાય તો એના જેવી કમનસીબી બીજી કોઈ નથી, એ નક્કી માનજો ! Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫ : તીર્થની આરાધનાનો અવસર • તીર્થારાધનાની તાકાત કેળવો ! આમાંથી ફલિત થાય છે. ‘નય વીયરાય’ સૂત્રનાં અદ્ભુત રહસ્યો : ♦ ધર્મગુરુ શા માટે ? વિષયઃ તીર્થની આરાધનાની અનિવાર્યતા અને તે માટેનો સુયોગ્ય સમય માનવભવ જ છે. ‘જયવીય’ સૂત્રનાં રહસ્યોનું પ્રગટીકરણ. મંગલાચરણ શ્લોક - ૨ 5 તીર્થની મહત્તાને પૂર્વનાં પ્રવચનો દ્વારા સ્થાપિત કર્યા બાદ એ જ અનુક્રમમાં આગળ વધી અત્રે તીર્થ કેવું અનિવાર્ય અને આરાધ્ય છે, વળી એની આરાધના માટે સુયોગ્ય માનવભવ મેળવ્યા બાદ તો એ આરાધના કેવી વેગવંતી બનવી જોઈએ વગેરે વાતોની સુંદર છણાવટ કરાઈ છે. શાસનને સમજવા શાસનપતિને કરાયેલ જયવીયરાય સૂત્રાંતર્ગત પ્રાર્થનાઓ ઉપર પ્રૌઢ શૈલીમાં આ વ્યાખ્યાનથી ક્રમશઃ વિવેચના પ્રસ્તુત થવા પામી છે જે વીશમા પ્રવચનમાં પૂર્ણ થાય છે. આ સંપૂર્ણ નિરૂપણ અત્યંત અદ્ભુત છે. નારદ-વસુરાજા અને પર્વતની વાર્તાનો પણ અત્રે ઉપયોગ કરાયો છે. આ પ્રવચનમાં પ્રારંભના જયવીયરાય – જગગુરુપદની વિવેચના થઈ છે તે આગળ વીશમા પ્રવચનમાં પૂર્ણ થશે. સુવાકાભૂત ♦ જેમ શક્તિ છુપાવવી નહિ તેમ શક્તિથી આગળ પણ જવું નહિ. ♦ શક્તિ છુપાવીએ તો ગુનેગાર બનીએ. અમલ ન કરીએ તો વંચિત રહીએ અને શક્તિથી આગળ વધી જઈએ તો કરી શકતા હોઈએ તે પણ ગુમાવી બેસીએ. ૦ આ આગમમાં એવી તાકાત છે કે ચોવીસે કલાક, અરે ! આખી જિંદગી શાંતિમાં રાખે. ♦ માત્ર વીતરાગ જ્યાં જયવંતા વર્તે છે, ત્યાં મુક્તિ અને મુક્તિનો માર્ગ : જ્યાં તે નથી ત્યાં મુક્તિ પણ નથી, અને મુક્તિનો માર્ગ પણ નથી. વીતરાગના યોગે આપણે છીએ, આપણા યોગે એ નથી. • અહીં પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ અપાતું ન લાગે તો ઊઠીને ચાલ્યા જવું. એક સેકંડ પણ થોભવું નહિ. કે ખોટું અપાતું હોય છતાં પણ સભા શોભાવવા, મહત્તા ખાતર કે ભલું લગાડવા ખાતર બેસવું, એ બુદ્ધિમત્તા નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫ : તીર્થની આરાધનાનો અવસર તીથરાધનાની તાકાત કેળવો ! ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા તીર્થનો મહિમા કહી આવ્યા. એમાં એમ ફરમાવી ગયા કે “તીર્થ ગતિ તીર્થ જયવંતું વર્તે છે.” શાથી ? એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એક પણ સુયોગ્ય વિચારનો એમાં તિરસ્કાર નથી. એ તીર્થના સિદ્ધાંતો એવા તો સિદ્ધ થયેલા છે, કે જેની સેવાથી સેવકના સઘળા પાપરૂપ મળો દૂર થઈ શકે એમ છે. એટલા જ માટે એ શાશ્વત રહેવાને સરજાયેલું છે. જેની ઉપમામાં કોઈ જોડી નથી અને એટલા જ માટે સઘળા શ્રી જિનેશ્વરોથી શરૂઆતમાં એ નમસ્કાર કરાયેલું છે. જે તીર્થને સાક્ષાતુ જિનેશ્વરો નમે છે, તે તીર્થની આપણને પ્રાપ્તિ થાય તો એ તીર્થની સેવા માટે આપણે જેટલું શક્ય હોય તેટલું કરવું જોઈએ. શાસ્ત્ર જેમ શક્તિ ગોપવવાનો નિષેધ કર્યો છે, તેમ શક્તિના અતિરેકનો પણ નિષેધ કર્યો છે. જેમ શક્તિ છુપાવવી નહિ તેમ શક્તિથી આગળ પણ જવું નહિ. શક્તિ છુપાવીએ તો ગુનેગાર બનીએ, અમલ ન કરીએ તો વંચિત રહીએ, અને શક્તિથી આગળ વધી જઈએ તો કરી શકતા હોઈએ તે પણ ગુમાવી બેસીએ. અતિશય મુસીબતે મળી શકે તેવું તીર્થ પામ્યા પછી, એની આરાધનામાં જિંદગીનો જેટલો સમય વ્યતીત થાય તેટલો કરવો જોઈએ. એક વાતની સૂચના કરવાની છે, અને તે એ છે કે દિવસે દિવસે બહારનું વાતાવરણ બગડતું જાય છે. ભાવનામાં પરિવર્તન થતું જાય છે. જરા પણ શાંતિ ગુમાવવી, આકરા થવું કે હૃદયની ભાવનામાં ઉગ્રતા કરવી, એ બધું જોખમમાં છે. લેશ પણ બોલ્યા વિના જ શાંત રહી શકશો, શ્રી જિનેશ્વરદેવે કહેલો મૌનગુણ કેળવી શકશો, શાસનને રોમરોમ પરિણમાવી શકશો, તો જ તમે તમારું પોતાનું કલ્યાણ કરી શકશો તથા સામાનું કલ્યાણ પણ કરી શકશો : નહિ તો સ્વ અને પરનું બગડવાનો સમય આવી લાગશે. ગમે તે સંયોગોમાં જરા પણ ઉકળાટ લાવ્યા વિના, શાંતિથી જે કાંઈ આ જ્ઞાનીએ સંસાર તરવા માટે આપણને બતાવ્યું છે તેને સાંભળી, જીવનમાં જેટલા પ્રમાણમાં ઉતારી Page #82 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – શકાય તેટલા પ્રમાણમાં ઉતારવા, શક્તિ મુજબ પ્રયત્ન કરવો એટલી જ અત્યારે આવશ્યકતા છે. આ તીર્થમાં રહેનારે એક પણ અયોગ્ય વિચારને સ્થાન નહિ દેવું. દિવસોથી એ વાત હું કહી રહ્યો છું. સમ્યગ્દષ્ટિ આત્મા તે છે, કે જે અપરાધીનું પણ ભૂંડું ન ચિંતવે. આ ભાવનાને રોમરોમ પરિણાવવી જોઈશે : કારણ કે શ્રી જિનેશ્વરદેવના શાસનને પામ્યા પછી, એની આરાધનામાં એટલાં બધાં વિઘ્નો છે કે એ વિનોની સામે જે આત્મા અડગ રહે-એ વિઘ્નોને જીતે, તે જ આત્મા આ તીર્થને આરાધી શકે. જેનામાં આ કૌવત ન હોય, તે તીર્થને હારી પણ જાય. આ જિંદગીમાં હારી જઈ તીર્થ ગુમાવી દેવાય, તો અનંતા કાળે મળેલ માનવજિંદગી વ્યર્થ પ્રાયઃ બની જાય. આપણો ઇરાદો એ છે કે અનંતકાળે મળેલ માનવજિંદગી નિષ્ફળ ન જાય. આપણા સાથીઓ, આપણા પરિચયમાં આવનારાઓ, સહવાસમાં આવનારાઓ, ને આપણા પર વિશ્વાસ રાખનારાઓની પણ માનવજિંદગી નકામી ન ચાલી જાય, એ જ ઇરાદો છે. એ ઇરાદાની સરળતા માટે આપણામાં જેટલી તાકાત હોય, તે મુજબ શ્રી જિનેશ્વરદેવના શાસનને આરાધ્ધ જવાનું છે. હવે ટીકાકાર મહર્ષિ આ આચારશાસ્ત્રના કહેનાર પરમર્ષિનો નામનિર્દેશ કરવા સાથે, તે કહેવાનો હેતુ અને પોતાની આજ્ઞાધીનતા આદિ દર્શાવવા ફરમાવે છે કે : "आचारशास्त्रं सुविनिश्चितं यथा, जगाद वीरो जगते हिताय यः । तथैव किञ्चिद्वदतः स एव मे, पुनातु धीमान् विनयार्पिता गिरः ।।१।।" “જે ભગવાન શ્રી મહાવીરદેવે સુવિનિશ્ચિત આચારશાસ્ત્રને જગતના હિત માટે જે રીતે ફરમાવ્યું, તે જ રીતે કંઈક કહેતા એવા મારી | વિનયર્પિત વાણીને તે જ ધીમાન ભગવાન પવિત્ર કરો.' આથી ટીકાકાર મહર્ષિ પોતાની કેટલી આજ્ઞાધીનતા બતાવે છે, એ વિચારો. ખરેખર, આવી જાતની આજ્ઞાધીનતા વિના કલ્યાણ થતું જ નથી. શ્રી જિનશાસનના જ્ઞાતા અને રસિક આત્માઓએ આજ્ઞાધીનતાને તો મૂર્ત સ્વરૂપ જ સમપ્યું છે અને એમાં જ તે મહર્ષિઓની ભવભીરુતા અને મુક્તિની કામનાનું અનુપમ દર્શન થાય છે. “યથેચ્છાચારીઓ માટે આ શાસન નથી' - એ આમાંથી ધ્વનિત થાય છે. પોતાની મહત્તામાં માનનારા' પણ આ શાસનના સારને પામી શકતા નથી, એ પણ આમાંથી ફલિત થાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ કડ – ૫ : તીર્થની આરાધનાનો અવસર -- 5 - પપ ટીકાકાર મહર્ષિના એ કથન દ્વારા સમજી શકાય તેમ છે કે આ શ્રી આચારાંગશાસ્ત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવ છે. એમાં કહેલા આચારો અતિશય નિશ્ચિત છે. જેનાથી જગતનું ભલું થાય એવા એ આચાર છે. જગતનું ભૂંડું થાય, જગતનું કોઈ પણ પ્રાણી દુઃખી થાય, જગતના કોઈ પણ આત્માને ક્લેશ થાય, જગતનાં પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિના ફંદમાં ફસે, તે માટે આ શાસ્ત્ર નથી. પણ સઘળાનું ભલું થાય, કલ્યાણ થાય, સારું થાય, આ લોક અને પરલોકમાં સુંદર થાય, અહીં કે તહીં કોઈ દુઃખી ન થાય ને સદાને માટે અનંત શાંતિના ભોક્તા થાય, માટે આ આચારશાસ્ત્રનું વિધાન છે. એ ભાવનાવાળાએ આ આચારોને અમલમાં મૂકવા માટે, અનાદિકાળથી વળગેલી કુવાસનાઓને છોડવી જ જોઈએ. જે વસ્તુ કલ્યાણ માટે કહી, તે વસ્તુ જો આપણને ખટકે, એના પાલન માટે આપણો આત્મા શૂરવીર ન બને, તો સમજી રાખવું ઘટે કે એ દોષ, આ શાસ્ત્રના કહેનાર ભગવાન શ્રી મહાવીરદેવનો કે શ્રી ગણધરદેવનો કે ટીકાકાર મહર્ષિ શીલાંકસૂરિજીનો નથી, પણ એ દોષ આપણી જાતનો છે. દરેક આત્માએ પોતાના આત્માનો, આત્માની શક્તિનો આત્માની નિર્બળતાનો. આત્મામાં રહેલા દોષોનો બહુ જ ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે અને તો જ આચારાંગ શાસ્ત્ર ફળે નહિ તો આ આચાર એટલો બધો કઠિન, એટલો મુશ્કેલીથી બની શકે એવો, જીવનમાં ઉતારવો એટલો તો અગવડભર્યો છે કે પૂરતી મક્કમતા કેળવ્યા વિના, આત્માને મજબૂત બનાવ્યા વિના, આ આચાર-આ કથન-આ શ્રી વીરની વાણી હદયમાં ઊતરે તેમ નથી. આપણને બધાને એ વાણી હૃદયમાં કેટલા પ્રમાણમાં ઊતરી છે ? એ શ્રી વીરની વાણીના સેવન માટે-રોમરોમમાં વાણીના પરિણમન માટે-એનું બને તેટલું સંરક્ષણ કરવા માટે, આપણામાં કેટલા પ્રમાણમાં તૈયારી આવી છે, તેનો રોજ વિચાર કરવો જોઈશે. આ શ્રી જિનવાણીની આરાધનાથી અનંતા આત્માઓ મુક્તિએ ગયા છે, સંખ્યાબંધ આત્માઓ મુક્તિએ જાય છે, અને અનંતા આત્માઓ મુક્તિએ જશે. જે રીતે આરાધના કરીને તે આત્માઓ મુક્તિમાં ગયા, જાય છે અને જશે, તે રીત બતાવવા પણ, સમજવા પણ, સમજાવવા પણ, જાણે આ સમય યોગ્ય ન હોય એવી જાતના દેખાવ વર્તમાનમાં થઈ રહ્યા છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પક – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 56. જે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું અને તે તારણહારના માર્ગે ચાલતા મુનિપુંગવોએ યથાશક્તિ આચરેલું, તે સાંભળવું, વિચારવું અને બતાવવું,-એમાં પણ મોટી મુશ્કેલીઓ ખડી કરવામાં આવે છે. એ ચીજ, જે આત્માને જીવનમાં ઉતારતાં મુશ્કેલ ન પડી, જે વસ્તુ જે આત્માઓએ આનંદપૂર્વક હૃદયમાં ઉતારી, જે વસ્તુને જે આત્માઓએ અમલમાં મૂકી, જે વડે સ્વાર કલ્યાણ સાધી જગતમાં દૃષ્ટાંતભૂત બન્યા, તે ચીજને વાંચવી, તે ચીજને જીવનમાં ઉતારનાર મહાપુરુષોના જીવનને સાંભળવું, એમાંય મુશ્કેલી ઊભી થાય એ આશ્ચર્યજનક નથી લાગતું? આજ્ઞાનો અમલ કરવા નહિ ઇચ્છતા કેટલાક કહે છે કે “શ્રી તીર્થંકરદેવોએ કર્યું તે જ કરવું.” પણ એ કાયદો નથી. તે મહાપુરુષે કર્યું તે જ આપણે ન કરી શકીએ જે રીતે તીર્થપતિના આત્માએ પણ પૂર્વભવોમાં તીર્થમાર્ગ આરાધ્યો, તે રીતે નહિ આરાધી શકાય તો મુક્તિ મળશે, એવું તમારું અને મારું અંતર સાક્ષી પૂરે છે ? ના, અંતર તો કહે છે કે જે રીતે તીર્થપતિના આત્માએ આરાધ્યું તે રીતે આરાધીએ તો જ મુક્તિ થાય. આથી જ કહેવું પડે છે કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞારૂપ આદર્શને બરાબર સન્મુખ રાખો ! ભગવાન શ્રી મહાવીરદેવે પ્રરૂપેલા સિદ્ધાંતોને આશા મૂકી યથેચ્છપણે વર્તવું અને સાધુ કે શ્રાવક તરીકે ઓળખાવવાની ઇચ્છા રાખવી, એ વ્યર્થ છે. સજ્જન સમાજ સમક્ષ તે ઇચ્છા દાંભિકતારૂપે જ ઓળખાય છે, એમાં કશો જ શક નથી. એ આજ્ઞારૂપ સિદ્ધાંતના આદર્શને આઘો મૂકીએ, તો આપણામાંથી આપણાપણું નાશ પામે છે ! આદર્શ સામે રાખી ઉપાસના કરવાની તો હજી તાકાત નથી. આપણે આ આરાધના માટેની તાકાતની વાત કરીએ છીએ, બીજી તાકાત માટે તો વાત જ કરવા માગતા નથી. એવી તાકાત અને મેળવી, છ ખંડની સાહેબી અનેક મેળવી, સમ્રાટપણું મેળવ્યું અને ખાલી હાથે ચાલ્યા ગયા. માટે એ તાકાતની જરૂરત નથી. તે તાકાત જોઈએ છે કે, જેના યોગે આ શાસ્ત્રને અખંડપણે સેવી શકીએ. સેવા ભલે આપણાથી થોડી થાય, ભલે સઘળી આજ્ઞા જીવનમાં ન ઉતારી શકીએ, પણ સઘળા આજ્ઞાના આદર્શ તો કાયમ ખાતે સામે રહેવા જ જોઈએ. એ આદર્શ બધી રીતે સાચવવા તૈયાર રહેવું જોઈએ. તૈયારી ન હોય તો કયે રસ્તે જવું, તે અત્યારે મોટો, ભયંકર અને વિકટ પ્રશ્ન છે. હું એકલો જ આ વિચાર કરું તે થાય નહિ. આ આગમમાં એવી તાકાત છે કે ચોવીસે કલાક, અરે આખી Page #85 -------------------------------------------------------------------------- ________________ વી – ૫ : તીર્થની આરાધનાનો અવસર - 5 - ૫૭ જિંદગી શાંતિમાં રાખે : પણ વિનિયોગ ,-તમને પણ આના સ્વાદનાં બિંદુઓ દેવાં એના અંગેના વિચાર ચાલે છે. તમે તમારી કરણીનો ફરજનો વિચાર ન કરો, તો સામો આદમી એકલો વિચારે તેનું પરિણામ શું ? આ વિચાર કરવા બધું ભૂલી જવું પડશે. આ શાસ્ત્રને જ હૃદયમાં સ્થાપવું પડશે. હૃદયમાં સો વસ્તુ બીજી અને એક આ, તો એ ન ટકે. સો વસ્તુનો હુમલો આ એક પર ! એમાં એક દબાય એમાં નવાઈ શી ? બધી વસ્તુ કરતાં આ કીમતી છે, એ તમારા જિગરમાં બરાબર કોતરાઈ જવું જોઈએ ! તો જ માર્ગ સહેલો થાય. માત્ર “હાજી-હાજી' કરો તો માર્ગ સહેલો ન થાય. “હાજી” તેનું નામ કે, આ વાત રગેરગે પરિણામ પામવી જોઈએ-જીવનમાં નિયત થવી જોઈએ. “જીવતાંયે આનું શરણું અને મરતાંયે આનું શરણું - એમ હૃદયપૂર્વક મનાવું જોઈએ. ના વીરાય' સૂત્રનાં અદ્ભત રહસ્યો: દરરોજ નય વીયરાય'માં પ્રભુ પાસે શાની પ્રાર્થના કરો છો ? આ નય વરીય' જે શ્રાવક રોજ બોલે છે, તે દરેકના હૃદયમાં એ પ્રાર્થનાસૂત્રનું રહસ્ય ઠસી જાય અને દરેક જો એ પ્રાર્થનાસૂત્રના મર્મને સમજી જાય, તો આ શાસ્ત્ર સમજતાં-સમજાવતાં આટલી બધી મહેનત પડે જ નહિ. પણ એ સૂત્ર દ્વારા કરવામાં આવતી પ્રાર્થના નથી સમજાતી, વીતરાગ નથી ઓળખાતા એ સમજાઈ નથી-એ ઓળખાયા નથી. જેની આટલી આટલી સેવા કરી તેનું સ્વરૂપ નથી ઓળખાયું, ઓળખવાની ભાવના પણ તેવી નથી જાગી. એથી જ આટલી બધી નિર્બળતાએ ઘર કર્યું છે. એ નિર્બળતાએ છાતી પર મોટી શિલા ગોઠવી છે, કે જે શિલા ઉઠાવવાની અત્યારે તાકાત રહી નથી. એક નય વીરાય' દ્વારા કરવામાં આવતી પ્રાર્થના, જો બરાબર વિચારાય તો શું બાકી છે ? નય વીરાય નાટ્ટ', હે જગદ્ગુરુ વીતરાગ ! તું જય પામ!' જે વીતરાગને જગતના ગુરુ માનીએ, તે પુણ્યપુરુષની આજ્ઞા સિવાય બીજે કેમ જઈએ ? તે તારકની આજ્ઞા વિના જિવાતા જીવનમાં આનંદ કેમ રહે ? એની આજ્ઞાના એક એક શબ્દ તમારા કાળજાં કોરાવાં જોઈએ. જે વખતે “જય વીયરાય' બોલાય, ત્યારે જો એ બરાબર વિચારાય-મનનપૂર્વક હૃદયમાં વિચારાય, હાથ ઊંચા રાખી સામી દૃષ્ટિથી બોલાય, તો ખરેખર આંખમાંથી આંસુ ટપકે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - -- 58 હે વિતરાગ ! તું જયવંતો રહે. તું જયવંતો છે, ત્યાં સુધી જ હું જીવતો છું. જે દિવસથી તારો જય ગયો, ત્યારથી મારો ક્ષય. એમનો જય જવાનો નથી : એમનો ક્ષય નથી. એ તો પહોંચી ગયા, પણ એના શાસનની-એની આજ્ઞાની જયવંતી સ્થિતિ બરાબર જીવતી રાખવાની ફરજ આપણી છે. જો આપણે જીવવું હોય તો આપણી એ અનિવાર્ય ફરજ છે જ : જે દિવસથી એની જય બંધ થઈ, તે દિવસથી આપણે જીવતાં છતાં ન જીવતા જેવા જ છીએ. તમે તો રોજ કહી રહ્યા છો કે હે જગદ્ગુરુ વીતરાગ ! જયવંતા હો ! આ કથનમાં ભાવના તો એ જ ને કે તારા જય વિના અમારો જય કોઈ કાળે થવાનો નથી. ત્રીસ અકર્મભૂમિમાં, છપ્પન અંતરદ્વીપમાં, મનુષ્યોની કાયા મોટી, બળ ઘણું, આયુષ્ય લાંબું, કષાયો થોડા, તોય તેમની મુક્તિ નથી થતી અને અહીં શરીર નાનું, આયુષ્ય નાનું, ને કષાયો ઘણા તોય મુક્તિ થઈ શકે છે. ત્યાં અસિ, મસિ, કૃષિ નથી તોય મુક્તિ નહિ, અહીં એ ત્રણે છતાં સિદ્ધિપદે જઈ શકાય. આનું કારણ શું ? માત્ર વીતરાગ જ્યાં જયવંતા વર્તે છે, ત્યાં મુક્તિ અને મુક્તિનો માર્ગ : જ્યાં તે નથી ત્યાં મુક્તિ પણ નથી, અને મુક્તિનો માર્ગ પણ નથી ! ત્રીસ અકર્મભૂમિમાં અને છપ્પન અંતરદ્વીપમાં મનુષ્યો મોટી કાયાવાળા, ઘણા બળવાળા, અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા, કષાયો મંદ, જ્યાં અસિ, મણિ, કૃષિનો વ્યાપાર નથી, ત્યાંથી બહુ બહુ જાય તો દેવલોક જાય : જ્યારે આ કર્મભૂમિમાં અસિ, મસિ ને કૃષિના વ્યાપાર છે, કષાયો ધોધમાર ચાલે છે, ત્યાંથી અમુક કાળે ઠેઠ સિદ્ધિપદે પણ જઈ શકાય છે : અને આજે પણ મુક્તિમાર્ગને આરાધવાની સામગ્રી મળી શકે છે, એનું કારણ શું ? એ જ કે જગદ્ગુરુ વીતરાગ જયવંતા વર્તે છે. માટે ભાગ્યવાનો ! જાત કરતાં પણ વીતરાગના જયને પહેલો ઇચ્છજો. એના જય આગળ, આ જાતની હિંમત કાંઈ ન ગણજો. હૃદયના ભાવને સમજી શકો છો ને ? બજારમાંથી કાપડ લેવું હોય તો તેની પરીક્ષાશક્તિ તમારામાં છે, શાક તાજું છે કે વાસી છે વગેરેની પરીક્ષા આવડે છે : દુનિયાદારીના પદાર્થો ખરીદવાની આવડત છે. એ પરીક્ષક બુદ્ધિ અને આવડત અહીં કામમાં આવી જાય તો કામ થઈ જાય. એક દિવસ હડતાળ પડે અને ગામમાં શાક-દૂધ આદિ ખાદ્ય પદાર્થો ન મળે તો તમે શું કહો? અમારાથી જીવાય નહિ!તો પછી આના વિના-આ શાસ્ત્ર Page #87 -------------------------------------------------------------------------- ________________ 5૭ - ૫ : તીર્થની આરાધનાનો અવસર - 5 - ૫૯ વિના-આ આજ્ઞા વિના કેમ જિવાય?નહિ જ જિવાય ! જીવવું હોય તો ખરી ચીજ તો આ છે : પેલી બધી ચીજો જેમાં તમારી પરીક્ષાશક્તિ વગેરે છે, તે કાંઈ જીવાડનારી નથી.બહુ તો ખોખું રહે ત્યાં સુધી ખોખાને પોષનારી છે. કોણ જાણેખોખાને પણ પોષશે કે નહિ ? એની ખાતરી શી ? જીવવા માટે તો એક આ જ ચીજ છે. આ વાત હૈયામાં અંકિત થઈ જાય, તો નય વીયર' સૂત્રમાં કરવામાં આવતી પ્રાર્થના સાર્થક થાય. એ ‘જય વિયરાય માં તમે તો બહુ કહ્યું. શ્રી વીતરાગ પાસેની તમારી માગણીનો પાર નથી રહેતો. ય કહીને અટક્યા નથી. બીજા પદમાં તમે તમારી ભાવના વ્યક્ત કરો છો : “દોડ મi સુદ vમાવો પ્રયવં !” “હે ભગવન્! મને તારા પ્રભાવથી હો ! ભગવાનના પ્રભાવથી શું માગો છો તે કહેશો ? હવે તમે જે શ્રેણિબંધ માગણી કરો છો તે ગણાવું ? એ ગણાવવાની વાર છે. એની તો આજે બધી પંચાત છે. આ બધું કોની આગળ બોલો છો ? શ્રી જિનેશ્વરદેવની આગળ ! શ્રી જિનેશ્વરદેવ એ કાંઈ સામાન્ય વ્યક્તિ નથી. શું શ્રી જિનેશ્વરદેવ તમારા હૈયાને ન જાણે ? આ નાનીસૂની વ્યક્તિ છે ? આનાથી દુનિયામાં બીજી કઈ મોટી વ્યક્તિ છે? તમારો રાજા તો એ ! મનુષ્ય દેહનો રાજા ભલે બીજો હોય, પણ આત્માનો રાજા તો આજ ! આ ખોખા પર ભલે બીજી રાજસત્તા હોય, પણ આત્મા પર સત્તા કોની ? એ શ્રી વીતરાગદેવની ! જે દિવસે એની સત્તાનો અંકુશ નીકળી ગયો, પછી રહ્યું શું ? જય વીયરાય કેવી ઉમદા વસ્તુ છે ! એક એક શબ્દના મર્મ સમજાય, એ પદોની કિંમત હૃદયમાં અંકાય અને એ અનંતજ્ઞાનીએ ગોઠવેલા શબ્દોનો મહિમા હૃદયમાં ઊતરે, તથા એક એક શબ્દમાં રહેલા અનંતા ભાવને સદ્દહી શકો તો કામ થઈ જાય. જેને આ ગમતું હોય તેને માટે આ વાત છે. જેને ‘જય વિયરાય” ન ગમતા હોય, જેને આ પ્રાર્થના જ ન ગમતી હોય, તેને માટે આ વાત નથી. જેની આગળ પ્રાર્થના થાય છે, તે સર્વનું સર્વથા યોગક્ષેમ કરનાર છે સર્વસ્વ એ તારકની પાસે છે. ધર્મગુરુ શા માટે? નારદ, વસુ અને પર્વત,-એ ત્રણેના ગુરુ ઉપાધ્યાયે જ્યારે ચારણમુનિના મુખમાંથી એમ સાંભળ્યું કે આ ત્રણ શિષ્યોમાંથી બે નરકગામી , ત્યારે એ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ ઉપાધ્યાય ખિન્ન થયા હતા. જેઓનો હું પાઠક, જેઓ મારા વિદ્યાર્થી, જેઓને હું ભણાવું, તેઓ નરકે જાય ?' - આ વિચારે એ ખિન્ન થયા અને પરિણામે એમને નિર્વેદ થયો. વસુ એ રાજપુત્ર હતો, પર્વત એ ખુદ પોતાનો પુત્ર હતો અને નારદ એ ઋષિપુત્ર-સિદ્ધપુત્ર હતા. ચારણમુનિના શબ્દો સાંભળી ઉપાધ્યાય મૂંઝાયા. મુનિઓ ખોટું કહે નહિ. “જેને હું ભણાવું તે નરકે જાય ?' - આ વિચારે હૃદય દ્રવિત થઈ ગયું : શિષ્યોની પરીક્ષા કરી અને યોગ્યની પીઠ થાબડી : અને એના પરિણામે સંસાર ત્યજી ત્યાગ સ્વીકાર્યો. આ ઉપરથી વિચારો કે તમારે માટે અમને શું લાગવું જોઈએ ? તમે સંસારમાં, વિષય-કષાયમાં, દુનિયાના રંગરાગમાં લીન થાઓ તેથી અમને આનંદ થાય ? તમારી સદ્ગતિની, તમારી મુક્તિની અમને ભાવના હોય. તમે સંસારમાં રવડી મરો, એવી અમારી ભાવના ન હોય. - હવે તમારે ખુલ્લો એકરાર કરવો પડશે ! તમારે જાહેર કરવું પડશે કે ધર્મગુરુઓની જરૂર તમને શા માટે છે ? અમુક માટે ધર્મગુરુની જરૂર છે, એમ ખુલ્લું જણાવવું પડશે. ધર્મગુરુ કોના થવાય ? સંસારના રંગરાગમાં લીન થવા માગે એના ? વિચાર કરજો, માતા-પિતા, સ્નેહી વગેરેને પૂછી નક્કી કરજો કે ધર્મગુરુ શા માટે જોઈએ ? સભા : ભવનિવૃત્તિ માટે. કહી દો તેથી સંતોષ ન થાય. નિશ્ચયપૂર્વક કહો. બીજી વાતોનો તો તમે નિશ્ચય કરી જ ચૂક્યા છો. ઘર શા માટે ? રહેવા માટે ! દુકાન ? બાર માસના રોટલા માટે ! નોકરી ? સુખેથી જમવા માટે ! મૂડી ? પ્રસંગ નિવારવા માટેગૃહસ્થાઈની પોઝીશન સાચવવા માટે, ને સ્નેહી વગેરેને કે પોતાને આપત્તિમાં સહાય કરનાર થાય તે માટે ! તેમ “ધર્મગુરુ શા માટે ?' એનો એકરાર-એનો નિશ્ચય કરો. ઉતાવળ ન કરો. મનન કરા-ચિંતવન કરો. કહી રહ્યો છું કે દિવસે દિવસે મિથ્યાત્વનો વાયુ, વિષય-કષાયનો વાયુ, દુનિયાના રંગરાગનો વાયુ વધતો જાય છે-હવા ઝેરી બનતી જાય છે, માટે તમને એવી ઔષધિની જરૂર છે, કે જેથી ઝેરી દવા અસર ન કરે. તમને એ ઝેરી Page #89 -------------------------------------------------------------------------- ________________ 61 – ૫ : તીર્થની આરાધનાનો અવસર – 5 – ૯૧ અસર થાય એનો અમને પણ આઘાત થાય. તમને થતી ઝેરી અસરનું દુઃખ અમને જરૂર થાય છે. એ દુઃખનો બોજો મોટો ખડો થાય છે. અમારી પાસે આવનારાને સુખી કરવાની ફરજનો બોજો અમારા પર મોટો છે. એમ ન માનતા કે તમારે આધારે વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તથા તેમનો કહેલો ધર્મ જીવે છે. વીતરાગ એમની વીતરાગતાના પ્રતાપે જગતમાં જયવંતા વર્તે છે : નિગ્રંથો એમની નિગ્રંથતાના પ્રતાપે જગતમાં જયવંતા વર્તે છે : આગમ એની નિર્દોષતાના પ્રતાપે જગતમાં જયવંતુ વર્તે છે ? ધર્મ જગતનું ભલું કરવાના ભાવથી ભરેલો હોઈ જયવંતો વર્તે છે : કોઈ તમારા-મારાથી જયવંતા વર્તતા નથી. તમે અને હું તો એની સેવા કરીએ તો વિજય છે, નહિ તો નહિ. એના યોગે આપણે છીએ આપણા યોગે એ નથી. આ વાત વિચારશો, અસ્થિમજ્જા બનાવશો, તો દરેક જગ્યાએ જ્યાં જશો ત્યાં સામાને વસ્તુ ઠસાવી શકશો. સામાને પણ જરૂર એમ થાય કે આનામાં કાંઈક છે : “જરૂર, મૂળ ઊંડાં છે : આની ભાવના ઝળહળે છે. સામાને આવું દેખાય. તમારી વાણી, વર્તાવ, પ્રવૃત્તિ જરૂર શ્રી જિનેશ્વરદેવના અનુયાયીને છાજતી જ દેખાવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી એટલે કે શ્રી જિનેશ્વરદેવને સેવનાર તરીકે, નિગ્રંથના ઉપાસક તરીકે, તમારે જગતમાં જરૂર દેખાવું જોઈએ. તમને આજે દબાઈ ગયેલા જોઉં છું. તમે તમારા સ્થાન પર સ્થિર નથી. તમારું હૃદય સ્થિર રહેતું નથી. તમે એવા સ્થિર બનો કે સામો ઝૂકે અને કહે કે : ના, ના, આમાં કાંઈક છે. હે ભગવન્! તારો જય હો !'-એમ રોજ કહો છો અને પછી એની પાસે જે માગણી કરો છો, તે બધા માટે આ મહેનત છે. ડૉક્ટર પાસે જે વાત રજૂ કરી, એની પાસે જે લખાવી લાવો, તે જ કમ્પાઉન્ડર આપે-ડૉક્ટરે કહેલું જ અપાય છે. બાપ, મા, બંધુ, સર્વસ્વ એ વીતરાગ -તે સિવાયનું બધું જ ભૂલી જવું જોઈએ. એક એક પૂર્વપુરુષને યાદ કરજો. ફલાણા તરી ગયા, ફલાણા તરી ગયા, પણ એમ ને એમ તરી ગયા? તમે ઘણું સાંભળ્યું, સંભળાવનારે પણ ઘણું ઘણું સંભળાવ્યું. હવે તો સાંભળેલાનો અમલ થવો જોઈએ. વિચાર કરો, જો આ ચીજ હૃદયમાં આવી જાય તો ધાર્યા કામ પસાર થાય. જે તમે માગો છો, તે જ જ્ઞાનીએ આગમમાં લખ્યું છે. તમારી માગણીઓ બહુ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ ડૉક્ટર પાસે જાઓ તો નાડ બતાવો, આખું શરીર બતાવો, ભૂંગળું મૂકે તો મૂકવા દો, શરીર પર ટકોરા મારે તો મારવા દો, ઊંધા ફેરવે તો ફેરવાઓ, પેટમાં હાથ ઘાલે તો ઘાલવા દો, આંખો ફાડે તો ફાડવા દો, જીભ બહાર કઢાવે તો કાઢો, મોટો ડૉક્ટર જેમ કહે તેમ કરો અને પછી તમે કહો કે “ડોક્ટર સાહેબ ! મને માટે એમ કરો.” અને એ લખી આપે તે કંપાઉન્ડરને આપવું પડે. બાટલો નાનો કે મોટો, જે હોય તે આપે. એમાં કમ્પાઉન્ડરનો ગુનો નહિ. કેસ કઢાવી ચિઠ્ઠી લાવ્યા તે મુજબ અપાય. અહીં પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ અપાતું ન લાગે તો ઊઠીને ચાલ્યા જવું. એક સેકંડ પણ થોભવું નહિ. ખોટું અપાતું હોય છતાં પણ સભા શોભાવવા, મહત્તા ખાતર કે ભલું લગાડવા ખાતર બેસવું, એ બુદ્ધિમત્તા નથી. હવે તમે શું માગ્યું છે, તે જુઓ : "भवनिव्वेओ, मग्गाणुसारिआ, इट्ठफलसिद्धि, लोगविरुद्धच्चाओ, गुरुजणपूआ, परत्थकरणंच, સુદપુરુગોળો, તવ્યયક્ષેવ, ગામવમve li” ૧૧. ભવનિર્વેદ, ૨. માર્ગાનુસારિતા, ૩. ઇષ્ટફલસિદ્ધિ, ૪. લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ, ૫. ગુરુજનની પૂજા, ઉ. પરાર્થકરણ, ૭. શુભગુરુનો યોગ,અને ૮. આ સંસાર પર્યત તે શુભગુરુના વચનની અખંડ સેવા.' તમે ઓછું માગ્યું છે ? કેટલો મોટો ખજાનો માગ્યો છે ? સૌથી પ્રથમ તમે શું માગ્યું ? ભવનો નિર્વેદ ! કહો, આ આગમ દ્વારા એ જ અપાય છે કે બીજું ? કહો, એ ભવનિર્વેદ કઈ રીતે અપાય ? આ વસ્તુને ખૂબ વિચારો. માગણી કરવામાં જે “ભવનિર્વેદ માગ્યો છે, તેમાં કાંઈ પોલ તો નથી ને ? સમજપૂર્વક માગો છો કે એમ ને એમ જ ? સમજપૂર્વક માગી આવ્યા હો તો એમની જ આજ્ઞા મુજબ-એ જ ભવનિર્વેદ કરાવવાના પ્રયત્ન થાય, એમાં ગભરામણ શી ? એ ભવનિર્વેદ હૃદયમાં ઠસી જાય તો વાત આગળ ચાલે ને ! અસ્તુ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ ગૌરવવંતુ ગુરુપદ • તીર્થ ચિંતામણિ તુલ્ય છે તમે કોણ ? તમારું શું ?, શરીર કે આત્મા? • જે માગો છો તે જ મળે છે કે બીજું ? ૦ સાચા હિતૈષીઓ કોણ ? • ડૉક્ટર અને કંપાઉન્ડર વિષયઃ તીર્થમહિમાના અનુસંધાનમાં તીર્થપતિ મહિમા-પ્રભાવ. જયવીપરાય પદાર્થસ્ફોટ. જયવીયરાય - જગગુરુપદ વર્ણન. તીર્થ એ તારક છે. એ આપણું યોગક્ષેમ કરે છે. ઇચ્છિત વસ્તુને આપે છે. આવા શાસનની સેવા કરવા માટે આત્માએ તત્પર થવું જોઈએ. શરીરાદિની મમતા જાય તો જ શાસન - આત્માની મમતા જાગે. તીર્થ તરફથી સદૂભાવના જીવતી રહે અને મૃત્યુ થાય તો કલ્યાણ અને ભાવના ગઈ તો અકલ્યાણ. માટે ભાવના પ્રશસ્ત જોઈએ. એ માટે જ જયવીયરાય સૂત્રનાં પદોમાંથી પરમાર્થ પ્રાપ્ત કરવાનો. પરમાત્મા જગગુરુ કઈ રીતે ? ગુરુ કેવા જોઈએ ? હિતેષી કોણ બની શકે ? આવા અનેક વિચારબિંદુનો વિસ્તાર આ પ્રવચનમાં કરાયો છે. અંતે ભવનિર્વેદન સામાન્ય નિર્દેશ કરી પ્રવચન પૂર્ણ કરાયું છે. મુવાક્યાતૃતા • તીર્થ પામ્યા પછી એમાં મક્કમ ટકવું એ ખરું સદ્ભાગ્ય છે. • શીર પરના મમત્વને તમે ખસેડી નથી શકતા, ત્યાં સુધી આત્મા પ્રત્યેના મમત્વને કઈ રીતે જગાડી શકાય ? • તમે અમારા પર આધાર રાખો અને જો અમે તમને સમતાથી સાચી શિખામણ ન આપીએ ને જરૂર પડે તો કરડા પણ ન થઈએ તો અમે ગુનેગાર છીએ. • જે શાંતિ, સમતા અને ક્ષમા પોતાનું અને પારકાનું હિત ન કરે, તે શા કામની ? • “મારા” ને સારા બનાવવા એ સહેલું નથી. વીતરાગના હોય તે જ “મારા'. વીતરાગના મટી મારા' થવું હોય તો મહેરબાની કરી આઘા રહેજો ! એમના થવું હોય તો આવજો. • દાતાર નહિ બનો તે શાસનમાં નભશે, પણ ઝૂંટવી લેનારા બનો તે નહિ ચાલે. • ધર્મગુરુની ભૂમિકા શાસ્ત્ર માબાપ કરતાં ઊંચી કહી છે. માબાપ ગમે તેવાં તોયે મોહવશ અને સ્વાર્થવશ : ગુરુ તો નિર્મોહી. એ જ સાચી ભૂલો બતાવશે. • આપણો નાતો સગો છે, ઓરમાન નથી. અમે સગા ગુરુ ને તમે સગા શ્રાવક : આપણા બેયના તારક શ્રી જિનેશ્વરદેવ ! Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ ગૌરવવંતુ ગુરુપદ તીર્થ ચિંતામણિ તુલ્ય છે ? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી તીર્થનો પ્રભાવ કહી ગયા. એમ કહી ગયા કે - તીર્થ હંમેશ માટે જયવંતુ વર્તે છે. એની સામે ગમે તેટલા વિપ્લવ જાગે, હલ્લાઓ થાય,ચાહે તેવા પ્રયત્નો થાય, પરંતુ એ તીર્થ જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં રહેવાનું છે કારણ કે એમાં સર્વસ્તુના પર્યાયોનો એવી રીતે વિચાર કરવામાં આવ્યો છે કે તેમાં એક પણ દુષ્ટ વિચારને સ્થાન જ મળ્યું નથી. દુનિયામાં વિહિત કરાયેલા એક એક વિચારને આ તીર્થમાં પૂરેપૂરું સ્થાન છે. જેમ અયોગ્ય વિચારને અહીં સ્થાન નથી, તેમ એક પણ સુયોગ્ય વિચારનો અભાવ પણ નથી. એક એક સિદ્ધાંતોને એવી રીતે સિદ્ધ કર્યા છે કે તેને સેવનારમાં કર્મનો મળ રહેવા પામે જ નહિ. માટે જ તીર્થ શાશ્વતું છે. એની સામે કોઈના વિનાશના પ્રયત્નો ચાલી શકે તેમ નથી. શાશ્વતું છે માટે જ અનુપમ છે અને અનુપમ છે માટે જ સઘળા શ્રી જિનેશ્વરોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આવા તીર્થની પ્રાપ્તિ થવી, એ જેવું તેવું સદ્ભાગ્ય નથી. તીર્થ પામ્યા પછી પણ એમાં મક્કમ ટકવું, એ ખરું સદ્ભાગ્ય છે. સદ્ભાગ્યના યોગે આવું તીર્થ મળ્યા પછી જો એ તીર્થની આરાધના ન થાય, જોઈતી રીતે પરિણામ ન પામે, તો એના જેવી બીજી એક પણ કમનસીબી નથી. જેને ચિંતામણિ મળે, તેને ભીખ માગવાનું કાયમ રહે? જો કાયમ રહે તો કહેવું જોઈએ કે તે આદમી કમનસીબ છે, પણ ચિંતામણિ પ્રભાવહીન નથી. જેમ જેને ચિંતામણિ મળે તે આદમી ભાગ્યવાન હોય તો ભીખ માગતો ન રહે, તેમ આ તીર્થ પામે તે પણ જો આને પચાવી જાણે તો સંસારમાં રખડતો ન રહે. તીર્થ મળે અને સંસાર ખસે જ નહિ, એ કઈ રીતે બને ? આ તીર્થનો જે જાતનો મહિમા છે, તે બરાબર હૃદયમાં કોતરાઈ જવો જોઈએ. ખાલી તીર્થની પ્રશંસા કર્યેથી વળે નહિ. સારું મળે તેને સાચવવાની જોખમદારી બહુ મોટી છે. જેને એ મળી જાય તે તેની જો રક્ષા કરતો નથી, તો મળેલ વસ્તુની કિંમત એ સમજી શક્યો નથી એમ જ કહેવાય. તીર્થ એ યોગક્ષેમ કરે છે. જે વસ્તુ મળી નથી, તેની પ્રાપ્તિ કરાવવી તે Page #93 -------------------------------------------------------------------------- ________________ Es - – ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6 - યોગ : પ્રાપ્ત થએલી વસ્તુનું સંરક્ષણ કરવું તે ક્ષેમ. સારામાં સારી ચીજ મળી, ઊંચામાં ઊંચી વસ્તુ હાથ લાગી એ મોટામાં મોટું સદ્ભાગ્ય. મળેલાને સાચવવામાં અને સેવવામાં જ ખરી કસોટી છે. જેને તીર્થ મળે એને ઘરની બહારની, કુટુંબની, પરિવારની, દુનિયાની અને તેની સાહેબીની અપેક્ષા રહેતી નથી : બધાથી એ આત્મા પર હોય છે : સર્વથી પોતાને એ પર તરીકે જુએ છે : દુનિયાથી પોતાને ન્યારો સમજે છે : દુનિયાથી ન્યારા થવામાં પોતાનું શ્રેય જુએ છે : કેમ ન્યારા થવાય, એની કાર્યવાહી કરે છે : મળેલું અખંડપણે કેમ જળવાઈ રહે, તેની તેને હંમેશ ચિંતા હોય છે. આ બધું હોય તો તો તીર્થ મળ્યું તે સફળ થાય. કોઈ કહે “સંપૂર્ણ આરાધવાની તાકાત આવે, શરૂઆતથી જ તેવી તાકાત હોય, ત્રુટિ શરૂઆતથી જ ન થાય તો જ આરાધવું :” તો એ બને ? શાસ્ત્ર કહે છે કે ભાવના જરૂર એવી હોય કે, સંપૂર્ણ તાકાત ક્યારે આવે અને શરૂઆતથી જરા પણ ત્રુટી ન થાય એવી યોગ્યતા ક્યારે આવે ! પણ કોઈ કાળે એવું બન્યું નથી કે શરૂઆતથી જ સંપૂર્ણ આરાધના થાય અને ત્રુટિ ન આવે. ભણવા જનારો પહેલેથી જ એમ માને કે એકવાર સાંભળવાથી યાદ રહે તો જ ભણવું, તો તે ભણી શકે? પચીસવાર કહે તોયે યાદ ન રહે, સો વાર ઘૂંટે તોયે ભૂલે, નક્કી કરેલામાં એ ચૂકે, તો પણ કહે કે ભુલાય, ચકાય, પણ ઉદ્યમ કરીએ તો એક્કાહોંશિયાર થવાય. ચાલતાં પણ એમ ને એમ શીખ્યા હતા ? ટિચાઈને, અથડાઈને, પછડાઈને શીખ્યા હતા. જન્મ્યા કે તરત તો નહિ ને ? બાળકના પગ જમીન પર ગોઠવવામાંયે ઘણી મુશ્કેલી પડે છે. ચાલવાની વાત તો વેગળી છે, પણ જમીન પર પગ ઠરાવવામાં, અરે ગોઠવવામાં કેટલી મુશ્કેલી ? ચાલતાં શીખતાંયે પછડાટો ખાવી પડે, ડાચું, નાક, ઢીંચણ, છુંદાઈ જાય : આ બધું બન્યું તો આજે કેવા ચાલી શકો છો ! પડવાની કે વાગવાની બીકે ચાલ્યા જ ન હોત, હિતૈષીઓએ તમને ચલાવવાની તૈયારી જ ન કરી હોત, તમારી દયા ખાધી હોત, તો તમે જીવત કે મરી જાત ? હિતૈષીઓ સમજે છે કે ભલે પડે, ભલે વાગી જાય, ભલે રડી પડે, પણ મારે એને એક વાર જમીન પર પગ ગોઠવીને ચાલતો તો કરવો છે. ચાલતાં શીખવતાં પણ આંગળી આપે અને વળી ખેંચી લે : વળી આંગળી આપે અને ખેંચી લે. સભા : બધાને અનુભવ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ એ અનુભવ અહીં તમે ભૂલી જાઓ છો, માટે યાદ કરાવું છું. હવે કોઈ કહે કે ‘આંગળી છોડી દીધી તે બાળકને પટકવા, રોવરાવવા :' - તો તે ન્યાય કે અન્યાય ? શરીરની સુખશાંતિ માટે જે જે સાધનોનો ઉપયોગ કરો છો, હિતૈષીઓની ક્રિયાના જે અર્થ કરો છો, તે અર્થ અહીં કરો તો કદીયે વિપરીત ભાવના પણ નહિ થાય. પૂરો વિચાર કરી, સમજી, વસ્તુને સ્થિર કરી, મક્કમ બનાવો કે તેમાં પરિવર્તન ન થાય. હિત માટેના પ્રયત્નોને વ્યવહારમાં યોગ્ય માનો છો : માતા, પિતા, કુટુંબીઓ, વડીલો, બજારના હિતૈષીઓ જે સલાહ આપે, શિખામણ માટે કટુ શબ્દો પણ કહે, આળસુ છો એમ કહે, કાનપટ્ટી પણ પકડે, ધોલ પણ મારે, અપમાન પણ કરે, તમે નાલાયક છો એમ પણ કહે, આ બધામાં તમે તરત માનો છો : અને અહીં આવો ત્યાં બધી ભાવના પલટાય શાથી ? શરીર પર પ્રેમ છે તે આત્મા પર પ્રેમ નથી : માટે કહેવું જોઈએ કે હજી આત્માને સંપૂર્ણ ઓળખ્યો નથી. ૭ તમે કોણ ? તમારું શું ?,- શરીર કે આત્મા ? શરીરની સેવા લગભગ ચોવીસે કલાક કરો છો. આત્માની સેવામાં એકબે કલાક કાઢો, તેમાંયે શરીરની સેવા પહેલી. આ કેવી દશા ? આ બધી વસ્તુ તમારા હૈયામાં પ્રવેશ પામે તે માટે આ વાત છે. શરીરમાં જ સર્વસ્વ માન્યું, શરીરની સારવારમાંથી જ પરવારો નહિ, ત્યાં શું થાય ? તમે બધાને ખવરાવો, પીવરાવો, સાચવો, કુટુંબીઓનું ભલું કરો, તે તમારા પોતાના શરીરની રક્ષા માટે ! એમાંથી પરવારો ત્યારે અહીં આવો ને ! શરીર પરના મમત્વને તમે ખસેડી નથી શકતા, ત્યાં સુધી આત્મા પ્રત્યેના મમત્વને કઈ રીતે જગાડી શકાય ? 66 સેવા કરવાની છે આત્માની અને ચાલે છે શરીરની : મૂંઝવણ અહીં છે. અહીં જ મતભેદ થાય છે. શરીર પોતાનું કે આત્મા પોતાનો ?, એમાંયે શંકાકે એ કઈ રીતે બને ? તમારા એ શરીર પરના મમત્વ ૫૨ કાપ ન મૂકીએ, ત્યાં સુધી ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા હૈયામાં કઈ રીતે વસે એ બતાવો ! જે આદમી શરીરને પારકું સમજું, તે એની સેવામાં ચોવીસે કલાક સમર્પે ? આ તો કહે છે કે ભગવાન શ્રી મહાવીરદેવનો ધર્મ સંભળાવો. તે એ કંઈ મુઠ્ઠીમાં પકડી મોંમાં મુકાય એવો છે ? આગમમાંથી મુઠ્ઠી ભરી ખિસ્સામાં નખાય એમ છે ? મુઠ્ઠી અનાજ-બનાજ છે ? રસબસ છે કે પિવડાવાય ? ધર્મ સંભળાય કઈ રીતે અને ક્યારે ? ભગવાન શ્રી મહાવીરદેવનો ધર્મ કંઈ સામાન્ય નથી. ત્યાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬ : ગૌરવવંતુ ગુરુપદ - 6 સંસારરસિકો સ્થિર ન થઈ શકે : ભાગાભાગ જ થાય : દોડાદોડી અને અથડાઅથડી પણ થાય. સમજ્યા ! હસવું ભૂલી જાવ. હસીને બગાડ્યું. એમ હસાય જ નહિ. ગંભીર બનો. વિચાર કરો. હસીએ ક્યારે ? આપણું અકબંધ હોય ત્યારે ! ઘેર લગ્નોત્સવ હોય, મંડપ બંધાયો હોય, અને એક બાજુ આગ લાગે તે વખતે આંસુ આવે કે હસાય ? રોતા નહિ, મૂંઝાતાય નહિ, ને હસતા પણ નહિ : ગંભીર બનો ! રોવાનું પામરોને : આપણે રોવાનું નહિ. આપણે તો બહુ કરવું પડશે. મોક્ષમાર્ગ આરાધવો એ કાંઈ નાના છોકરાના ખેલ નથી. આરાધન કરતાં કરતાં ખપી જઈએ તો દુ:ખ કે આનંદ ? આનંદ હોવો જોઈએ. ખપવાના તો છીએ જ ને ! ઘર-કુટુંબ-મારું કરતાં મરો એ ઠીક કે ભગવાન શ્રી મહાવીરદેવનો માર્ગ, એની આજ્ઞા, એને પોતાનું કરતાં મો એ ઠીક ? સમાધિમરણ કોને ? આનું ચિંતવન કરતાં કરતાં મરે તેને ! આના તરફની સદ્ભાવના જીવતી ને જાગતી રહે અને મરી જવાય તો મૂઆએ જીવતા : પણ જો બીજી ભાવના ઘર કરી ગઈ તો જીવતાંય મૂએલા જેવા જ છીએ. 67 ગઈ કાલે ‘જય વીયરાય' સંબંધી કહ્યું હતું. જય વીય૨ાયમાં તમે જે પ્રાર્થના કરો છો જે લખાવી આવો છો, તે જ અપાય છે. અમે તમારા નથી, એમના છીએ. આ જીવનની બધી આબાદી, શાંતિ, એ બધું એનામાં રહીએ તો ! એમની આજ્ઞામાં ન રહીએ તો આબાદી દૂર થાય. તમે કહ ગમે તેમ, પણ અમે ઓછા માનીએ એવા છીએ ? અમારે જીવવું છે ! જીવવું છે એટલે શ્વાસની દરકાર છે એમ નહિ : જે શ્રી જિનેશ્વરદેવને માને તેને કશાની દરકાર હોતી નથી : એને અશાંતિ કે મૂંઝવણ હોતી જ નથી : એને તો સ્વપરનો વિવેક હોય, ઉભયના હિતની ભાવના હોય : રુચે એણે માનવું, ન રુચે એને મનાવવા આગ્રહ નથી. અસાધ્ય દરદીઓને ભલભલા ડૉક્ટરો કે ધન્વંતરી વૈઘો પણ સારા નથી કરી શકતા. જ્ઞાનીઓ કહે છે કે અસાધ્ય દરદીનાં દરદ મટાડવાની પંચાતમાં પડતા જ નહિ : માટે જેને રુચે તેને કહું છું : ન રુચે તેને કંઈ કહેવાપણું હોતું નથી. વ્યવહા૨માં પણ માબાપ એક વાર, બે વાર, પાંચ વાર કે પચીસ વાર પુત્રને સમજાવે અને ન સમજે તો કહી દે કે ભાઈ ! તું તારું ફોડી લે. તેવી જ રીતે જ્ઞાનીઓ કહે છે કે ‘અસાધ્ય વ્યાધિનો ઉપાય નથી.’ કાલે ‘જય વીયરાય’માં શી પ્રાર્થના કરી ગયા ? જય વીયાયમાં જે ત્યાં 65 Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 65 બોલો છો તે સાચું કે બનાવટી ? હૃદયથી કે બહારથી છે ? ઠગવાની ક્રિયા કે આત્મસાક્ષીની ? અહીં છઠ્ઠ ધૂનન અધ્યયન વાંચવાનું છે. પહેલાં ભૂમિકાશુદ્ધિની જરૂર છે. જય વીયરાય બોલતી વખતે એ ત્રણ લોકના નાથને ઓળખવા જોઈએ. ધ્યાન પર આવવું જોઈએ કે એની સેવા જેટલી લાભ કરનારી છે, એટલી જ એની આશાતના હાનિ કરનારી છે. સાચા હૃદયથી થયેલી સેવા લાભ કરનારી છે. ત્યાં દંભ કેળવાય તો ભયંકર હાલત બને છે. મંદિરમાં દુનિયાદારીની વાતચીત ન થાય : હાંસી, મશ્કરી અને કજિયા વગેરે એ પવિત્ર સ્થાનમાં ન થાય. જે માગો છો તે જ મળે છે કે બીજું? જય વીયરાય વીતરાગ પાસે બોલનારની કઈ દશા હોય? જે બોલો છો- જે પ્રાર્થના કરો છો, જે રોગ કાઢવા માટે જે ઔષધ નિર્માણ કરાયેલ છે, તે જ ઔષધ અપાય છે કે બીજું ? અમે કમ્પાઉન્ડર એના-તમારા નહિ. જેને જચે તે અહીં આવે, ન જચે તેને આવવા આગ્રહ કે આમંત્રણ નથી. સભા શોભાવવા કે ભલું મનાવવા આવવાની જરૂરત નથી. નાહક સમય બગાડવાનું કામ શું? માગીએ છીએ તે મળે તેમ છે અને બીજું મળે તેમ નથી, એ ખાતરી હોય તો આવવું. તે ન મળે તો દુ:ખ થવું જોઈએ. ઝવેરીઓ હીરા લેવા જાય કે પથરા ? હીરા ન મળે તો પથરા લઈને આવે?નહિ જ. પોતાની મહેનત નિષ્ફળ ગઈ એમ માને.તેમ અહીં શું ન મળે તો નિષ્ફળતા માનો ? અહીં તમે શું કામ આવો ?, એ નહિ વિચારો તો તમે ઠગાશો. અમારું કાંઈ જવાનું નથી. તમે શ્રી જિનેશ્વરદેવને માનો છો એવું અમને લાગે છે, એમનો આશ્રય માગો છો એવું અમે માનીએ છીએ, એને લઈને તમે ન પામો તેનું દુઃખ થાય છે અને દયાનો ઝરો છૂટે છે. તમારા ઊંધા વર્તાવથી દિલગીરી થાય છે. એના યોગે કાંઈક કડવા શબ્દ કહેવાની ફરજ પડે છે. અને એ ફરજ વાજબી છે, એવું હજી સુધી તો બરાબર લાગે છે. તમે અમારા પર આધાર રાખો અને જો અમે તમને સમતાથી સાચી શિખામણ ન આપીએ ને જરૂર પડે તો કરડા પણ ન થઈએ તો અમે ગુનેગાર બનીએ. હૃદયમાં સારું લાગે તો હા કહેજો, પણ હા કહો તો ચેતનવંતી હા કહેજો. શાંતિ, સમતા અને ક્ષમા શબના જેવી ન જોઈએ. સાચી શાંતિ જોઈએ. જે શાંતિ, સમતા અને ક્ષમા પોતાનું અને પારકાનું હિત ન કરે, અહિત કરે, તે શા કામની? જે માબાપ છોકરાને સદાચારી ન બનાવે, તે માબાપ છે કે છોકરાના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૯ - ૬ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6દ્રોહી છે ? દીકરાને સુવાડી મૂકે, ચલાવે નહિ, બેસાડી રાખે, સૂઈ રહે અને સુખી થા, એમ કહે એ માબાપ ? માબાપ તો તે, કે જે દિવસ જાય તેમ અંકુશ વધાર્યું જાય. કેડે બેસાડવું સારું લાગે, પણ અમુક વખત સુધી ! તે સમય પછી બાળક કેડે બેસવાનો આગ્રહ કરે તો મારે, રોવડાવે. કહે કે મને કેડે બેસાડવું ગમે છે, બેસનારને પણ ગમે છે, પણ બેસાડી રાખીએ તો શું થાય ? માબાપ તો તે, કે જે કેડે બેસાડવાના સમયે જ કેડે બેસાડે : જરા પણ કેડે બેસાડવાની લાયકાત ગઈ કે ઉતારી મૂકે : આંગળી આપે, મૂકી દે, જોયા કરે કે રખે પડે ! એનો ઇરાદો એ કે બાળક ચાલતો બને. જો એ મુજબ ન ચલાવાય તો એવી ટેવ પડે કે બાળક, બાળક રહી જાય ! અમુક વય સુધી બાળકને રમતગમત કરવા દો, તે પણ મરજી મુજબ તો નહિ જ! ચપ્પ હાથમાં લે તો ખૂંચવી લો ને ? રૂએ તોયે લઈ લો ને ? સભા : અનુભવસિદ્ધ છે. એ બધો અનુભવ અહીં લાગુ કરો તો કામ થાય.. ગમે તે સંયોગોમાં-ગમે તે પરિસ્થિતિમાં, અમે શ્રી મહાવીરદેવનો માર્ગ છુપાવવા માગતા નથી. જીવીએ ત્યાં સુધી, શ્વાસની ધમણ ચાલતી હોય ત્યાં સુધી, આપણે આ પ્રઘોષ કરવાનો છે. જે અહીં મૂંઝાયો તે ગબડ્યો. શરીર જાય તેની હાનિ શી ? નવું મળે. આ જાય તો ? સર્વસ્વ જાય. કંટકેશ્વરી દેવીએ શ્રી કુમારપાળ મહારાજાને ત્રિશુળ માર્યું અને શરીરમાં કોઢ રોગ થયો : શરીર બળવા માંડ્યું : કુમારપાળને એમ થયું કે શરીરની ચિંતા નથી પણ કોઢ રહી જાય ને મને કોઢીઆ તરીકે જગત જુએ, તો દુનિયામાં જૈનશાસનની નિંદા થાય. લોકો કહે – “લ્યો, ધર્મ પામ્યા, ફળ કાઢ્યું !” માટે ઉદાયન મંત્રીને કહે છે કે “અત્યારે ને અત્યારે ચિતા ખડકાવી મને સળગાવી દો !” ઉદાયન મંત્રી કહે છે કે “રાજન ! જીવતા હશો તો ઘણો ધર્મ થશે. જીવવા ખાતર દેવીનું માનો અને બલિદાન આપો.” કુમારપાળ કહે છે કે શરીરની રક્ષા માટે હિંસા કરું તો કાલે દયાનો પ્રચાર કરીશ એની શી ખાતરી ? લોકો પણ કહેશે કે આપના શરીર ખાતર તો હિંસા કરવા તૈયાર થયા હતા અને પારકે ઘેર શાના ડહાપણ કરવા આવો છો ? શરીર તો ફરી પણ મળશે, પણ શ્રી મહાવીર જેવા દેવ, શ્રી હેમચંદ્ર સરખા ગુરુ, અને દયાધર્મ ફરી ફરી નહિ મળે. ધર્મની સેવામાં શરીર જાય તેનો વાંધો નહિ.” ઉદાયન પણ ખુશ થઈ ગયો કે ધર્મ તો આવા હોજો. દુનિયાના અનુભવો Page #98 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – - 70. અહીં લાગુ કરો. બાળકને ચાલતો કરવા કેટલું કરવું પડે છે ? અત્યારે ભલે બાળકને ભૂંડું લાગે, પણ પરિણામે ક્રમે ક્રમે એ બાળક ખાતા-પીતો-બોલતો થઈ જશે, એટલે દુનિયા પણ કહે કે માબાપ સારાં કે બાળકને આવો બનાવ્યો. પણ માબાપ જો બાળકને એદી બનાવે તો ? હવે કહો કે “જૈનધર્મગુરુ તમને કેવા બનાવવા મથે તો ધર્મગુરુ કહેવાય ?” જય વીયરાયમાં તમે જે માગી આવો છો, તે પામી શકો તેવા બનાવે તો ને !” ગુરુ “સગા” જોઈએ છે કે “ઓરમાન ? “જય વીયરાય ! – જય !” શું કામ ? તમે જયવંતા રહો એ માટે. એની જયમાં આપણી જય છે માટે ને ? આપણે કંઈ ગાંડા-બાંડા છીએ કે જેની તેની જય બોલીએ ? એની જયમાં આપણી જયે ન હોત તો જય બોલત ? એ કેવા છે ? વીતરાગ. તમારા આત્માને પૂછો કે એ કોણ છે ? તું કેમ આવ્યો છે? અને શા માટે હાથે-પગે તિલક કરે છે ? રોજગાર ધંધો મૂકી શ્રી વીતરાગ પાસે આવવાનું શું કારણ? એ કોણ છે અને તું એમની પાસે કેમ આવ્યો ?” - એ વિચાર કરવામાં આવે તો ચક્કર પલટાઈ જાય. એ એવી વ્યક્તિ છે કે જેણે સર્વસ્વ છોડ્યું, ઘોર ઉપસર્ગ-પરિષહ સહ્યા, ભયંકર તકલીફ વેઠી આત્માના કર્મમળને દૂર કર્યા, અનંત જ્ઞાન પેદા કર્યું, આખા જગતને જોયું ને આપણા ભલા માટે હતું તેટલું બતાવ્યું ! માટે એને ઓળખનાર આત્માની દશા ફર્યા વિના રહે જ નહિ. ઇચ્છામિ ખમાસમણ'નો દેનાર આજ્ઞા વિરુદ્ધ ચાલતા બાપનો પણ ન રહે. સૂત્રના જો એક એક શબ્દ પર વિચાર કરવામાં આવે, શ્રી જિનેશ્વરદેવના શાસનના એક એક સૂત્રનું રહસ્ય સમજીને તેના એક એક પદનો જાપ કરવામાં આવે, તો આત્મા જરૂર સિદ્ધિ પામ્યા વિના રહી નહિ : માત્ર હૃદયપૂર્વક થવું જોઈએ. ન થતું હોય તો ગભરાશો નહિ, પ્રયત્ન કરજો, પણ જે કાંઈ કરતા હો તે મૂકી ન દેતા : ત્યાં જવું ન છોડતા. નહિ તો છો તેવાય નહિ રહે : જતા આવતા છો તો આટલાયે ધ્વનિ કાનમાં પડે છે : આજે કડવા લાગે છે તે કાલે મીઠા લાગશે. વેલણ ઘાલીને પણ પાયેલી દવા કામ તો કરે. હૃદયના આનંદથી પૂરેપૂરી પીવાય તો જલદી અસર કરે, રોઈ રોઈને અરધી-પડધી પીવાય તો ચાર દિવસ મોડી અસર કરે, પણ અસર તો થાય. બાળકની છાતી પર પગ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬ : ગૌરવવંતુ ગુરુપદ મૂકી, મોઢું ફાડી વેલણથી દવા પાવામાં બાળકની લાતો, ગાળો, શ્રાપ ને તિરસ્કાર ખાવાની કેટલી તાકાત કેળવવી પડે છે, એ વાત માતાને પૂછો. માતાનો ઇરાદો તો એ જ કે દીકરો જીવતો રહે. એવી રીતે બળજબરીથી માતાના હાથે દવા પવાયેલાં બાળકો આજે નીરોગી અને બળવાન થઈને ફરે છે. જે માતા એવી ફીકર ન કરે તે માતા નહિ : તે માતા કહેવાતી હોય તો તે ઓરમાન માતા, પણ સગી માતા નહિ. અમે સગા ગુરુ કે ઓરમાન ગુરુ ? અમે તમને પારકા નથી માનતા : તમે ગાળ દો, હોહા કરો, ધાંધલ કરો, તોયે અમે તો જે દેવાનું છે તે દઈશું જ. “મારા”ને સારા બનાવવા એ સહેલું નથી, પણ મારાને સારા બનાવવાના પ્રયત્ન તો કરું ને ? મારા એટલે વીતરાગના ! જે એમના ન હોય તે મારા નહિ. એમના ન હોય તેમને મારા કરવા માંગતો નથી ! એમના મટી મારા થવું હોય તો મહેરબાની કરી આઘા રહેજો. એમના થવું હોય તો આવજો. એમણે બધું છોડી દીધું હતું ને સંસારથી ચાલી નીકળ્યા હતા. તમારે પણ એવા બનવું હોય તો આવજો. જે ઔષધ માગી આવ્યા તે લેવું હોય તો આવજો. એના મટીને આવો તો એક પળ પણ મેળ નહિ મળે. જો તમે હૃદયમાં એને ચાહતા હો-એ જે પદે ગયા તે સિદ્ધિપદ મેળવવાની ભાવના હોય, તો તો તમારી ગાળો, તિરસ્કાર, ધાંધલો સહીને પણ તમને હું આ કહેવાનો, કહેવાનો, ને કહેવાનો જ ! સભા : સપૂત ગાળો દે ? હમણાં સપૂત-કપૂતની વ્યાખ્યા બાજુએ રાખો. હાલ તો ગાંડા-ઘેલા બધાને આપણા માની વાત કરો. લાત મારનાર બાળકને પણ મા સોડમાં સુવાડે. મૂતરે તોય બાળકને ખોળામાં બેસાડી ખવડાવે. અરે, ભાણામાં મૂતરના છાંટા પડ્યા હોય તોય મા ગુસ્સે ન થાય. મૂત૨શે માટે તળાઈમાં ન સુવાડે એમ ? તળાઈમાં જ સુવાડે, પણ ભોંય ન સુવાડે. માતા સમજે છે કે બાળકમાંથી બાળકપણું ગયા પછી કહેવાપણું નહિ રહે. માબાપની પણ ફરજ છે કે કપૂતને સપૂત જેવા બનાવવા મહેનત કરવી. અભવિ જેવા લાગે ત્યારે વાત જુદી, પણ અનંત જ્ઞાની કહે છે કે તમે હૃદયના જ્ઞાતા નથી : વાત વાતમાં મુંઝાતા નહિ, કરુણા ભાવના જીવતી રાખજો અને અપકારી ઉપર પણ ઉપકાર કરવાના પ્રયત્ન કર્યે જવા. ગમે તેમ બોલે ને વર્તે, પણ ગભરાવું નહિ : ફરજ બજાવ્યા વિના રહેવું નહિ. ગમે તે સંયોગમાં આ કરુણામય ધોધ અખંડપણે ચાલુ રાખવો છે. મરકીથી 71 ૭૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - q બચાય, પ્લેગની ભયંકર હવાથી બચાય, પણ ધર્મથી વિરુદ્ધ જતી હવાથી બચવું કઠિન છે. એ હવા સ્પર્શી ન જાય, એની કાળજી રાખવાની ખાસ જરૂર છે. ગમે તેવાને પણ પોતાના બનાવવાની ભાવના છે. પોતાનાને સારા બનાવવાનું કામ મારું પણ છે. એ બનાવતાં ગાળ, શ્રાપ, લાત, તિરસ્કાર વગેરે ખમવાની ધીરજ જોઈએ. વાત એટલી કે સગપણનો સંબંધ જોઈએ. ૭૨ દુનિયામાં કહેવત છે કે બાલ્યકાળમાં સગી મા મરશો મા : ઓરમાન માના પનારે કોઈ પડશો મા. ઓરમાન માના પનારે પડેલા જીવે તે પણ મરવાની આળસે. કોઈ ઓરમાન મા સારી પણ હોય, પણ તે અપવાદ. ઓરમાન માની નિશ્રાએ પડેલાં છોકરાંનાં મોં પર નૂર નહિ : એને કોઈ પૂછે કે કેમ છે ? કહે કે જેમ છે તેમ છે : મા ગઈ તે કંઈ વેચાતી લવાય ! તમે પણ સગી માને વશ પડજો : ઓરમાન માને વશ ન પડજો. સગી મા તમારા મોં કે આંસુ તરફ નહિ જુએ, પણ ભલા તરફ જોશે. બાળકનું ભલું કરતાં બાળક ઊછળેય ખરું, પણ મા સમજે-હોય, બાળક છે. સમજદાર થશે, હાલતો-ચાલતો થશે, બોલતો થશે, ઠીકઠાક થશે, એટલે આપોઆપ પગે માથું મૂકતો આવશે અને તે વખતે જેટલું કહીશું તેટલું સાંભળશે. હજી તો શ્રી જિનેશ્વરદેવના અનુયાયીને શ્રી જિનેશ્વરદેવની ઓળખ કરાવવાનું ચાલે છે. આ એવું સ્થાન નથી કે પેઠા ને નીકળ્યા : પેઠેલાનો બહાર નીકળતાં પગ ન ચાલે. પેસતાં જોસ બંધ આવે પણ નીકળતાં પગ ન ઊપડે. નીકળતાં તો આત્મા અહીં હોય ને ખોખું ત્યાં જાય. પણ આત્માને જે ઘેર મૂકીને ખોખાને અહીં લાવે તેનું શું થાય ? કેટલું પરિવર્તન ! એવી દશા ફે૨વશો ને ? એ ફે૨વવા માટે જરૂરી પ્રયત્ન કરવા જોઈએને ? ‘જય વીયરાય ’માં પછી બીજા પદમાં તમે શું કહ્યું ? તમારો અને અમારો સંબંધ નિકટનો છે. માબાપ મારી ખાવા-પીવાની અને વેપાર વગેરેની ચિંતા કરે, ત્યારે અમે તમારા માટે શું કરીએ તે કહો. અને ત્યાર પછી કેટલું બધું માગ્યું ! આ કહ્યા પછી બહાર આડા-અવળા ચાલો તો તમારી કિંમત નાશ પામે છે. સાચા હિતૈષીઓ કોણ ? 72 “હોક માં સુહૈં પખાવો ભવવું ।” ‘હે ભગવન્ ! તારા પ્રભાવથી હો !’ શું હો ? માગણીનો ધોધ ચાલ્યો ! પણ માગતાં પહેલાં હૈયાને પૂછ્યું કે Page #101 -------------------------------------------------------------------------- ________________ - ૬ ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6 - ૭૩. “સાચું માગે છે કે ઠગવિદ્યા કરે છે ? વીતરાગે તો કહ્યું-આવો અને આજ્ઞા પાળો તો સિદ્ધિપદ મળે ન પાળો તો સંસારમાં રહી જાઓ અને આજ્ઞાને ઠોકરે મારો તો રખડી જાઓ. પાળે તે તરી જાય, ન પાળે તે રહી જાય અને ઠોકર મારે તેનું શું થાય, એ જાણો છો ? અનંતકાળ સંસારમાં રખડવું પડે અને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય? ન પાળે તો કાંઈ નહિ, પણ આજ્ઞાને ઠોકર મરાય ? દાતાર નહિ બનો તે શાસનમાં નભશે, પણ ઝૂંટવી લેનારા બનો તે નહિ ચાલે ! શ્રી જિનેશ્વરદેવની પૂજા ન કરે તે કહે કે લાચાર, નથી કરી શકતો, પણ એમ કહે કે “કરી કરી હવે, પૂજામાં શું પડ્યું છે ?' તો કઈ હદ ? તમારાથી વડીલોની-માલિકની સેવા ન થાય તો થાય ત્યારે કરજો, પુણ્યોદય જાગે ત્યારે કરજો, આવતે ભવે કરજો, ભવાંતરે કરજો, પણ તેની સામે યથેચ્છ પ્રલાપ ન કરતા. મહેમાન ઘેર આવે એને ન બોલાવો તે ભલે, પાટલા પર બેસાડી ઘીની વાઢી ઊંધી ઢોળી ન જમાડો તે ભલે, પણ અપમાન ન કરો તો એ સમજશે કે એની ભાવના અગર સ્થિતિ નથી, પણ અપમાન કરો તો એ એનાથી ન સહાય. મહેમાનને આવતો રાખવો હોય તો બેસો તો કહેવું પડે. ધક્કો મારો તો ઘરે ફરી પગ મૂકે ? સેવા ન થાય તો ભવાંતરે પણ કરવાની ભાવના છે ને ? કે આવા જ રહેવું છે ? શ્રી જિનેશ્વરદેવનું શાસન શું કહે છે ? દુનિયાની જેટલી ચીજો છે તે તમારી નથી : તેની પાછળ પાયમાલ થઈ જાઓ તોયે આપત્તિ વખતે તમને એ શાંતિ આપનારી નથી. જે ચીજ શાંતિ આપનારી છે, ત્યાં નમતા થાઓ : સેવાય તો સેવા-ન સેવાય તો હાથ જોડો, પણ વિરુદ્ધ બનતા નહિ. આ વાત છેલ્લી હદે શ્રી જિનશાસને કહી. આટલુંયે નહિ કરો તો ભવાંતરમાં બહુ ભયંકર હાલત થવાની. તમે જુઓ છો કે દુઃખી ઘણા છે. કોઈને ખાવાપીવાનું મળતું નથી, કોઈને એવી દશા છે કે સામે જોવું ગમતું નથી, અને તમે બધા બરાબર કુટુંબ પરિવારવાળા છો. તમે આવા બન્યા તેનું કારણ કહો ! પૂર્વે કર્યું છે માટે ને? જેના યોગે આ મળ્યું છે, એ મળેલામાં લીન થાઓ - એવા લીન થાઓ કે મૂળને ભૂલી જાઓ, તો તો દીકરો બાપને ભૂલી જાય એવી વાત થઈ. નામ કેમ આખું લખાવો છો? બાપ મરે તોય નામામાં બાપનું નામ લખાવો છો ને ? આ બાપને ન ભૂલો અને સાચા બાપને ભૂલી જાઓ, એ ક્યાંનો ન્યાય ? Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - તમારી ભૂલો બતાવવાને મને કારણ છે. દુનિયામાં બધા તમને સારું કહેનારા છે. દુનિયા એવી છે કે ગાંડાને પણ ડાહ્યા કહે : મનમાં સમજે કે અમારા બાપનું શું જાય છે ? એનું બગડવાનું છે. તમને તમારી ભૂલ વીણી બતાવનાર કોઈ નથી. મને વિચાર થાય છે કે એવી ભૂલોમાં પડ્યા રહ્યા અને પેલાઓના કુલાવ્યા ફૂલાઈ રહ્યા, તો આખરે પોલ ફૂટવાની છે અને પીડા પામવી પડશે. એ વખત ન આવે માટે શોધી શોધીને હું ભૂલ બતાવું છું. ભૂલ ન બતાવું અને તમને દાનવીર, શૂરવીર, ધર્મવીર, કહ્યા કરું એમાં તમારું કલ્યાણ છે ? કહ્યા વિના તમને ભૂલની ખબર પડે શી રીતે ? બજારમાં પણ સાચા હિતૈષીઓ કોણ ? અણીને વખતે આવીને કહે કે બહુ ચડ્યા છો પણ બજાર જોઈને કામ કરજો, તેજીમાં ભરાઈ ગયા છો પણ બજાર મંદી તરફ જાય છે, ડાહ્યાઓને પૂછીને કામ કરજો નહિ તો નળિયાં વેચવાં પડશે અને આબરૂ લાખની તે રાખની થવાની. જેને લાગણી હોય તે જ આ બધું કહે ને ? અમે શું કહીએ ? લાલ પીળામાં, દુનિયાના રંગરાગમાં ફસતા નહિ : દિવસો ભરાઈ રહ્યા છે : તૈયારીઓ થઈ રહી છે : ભીંત પડશે, વીજળી પડશે, ઉલ્કાપાત થશે. જ્વાલામુખી ફાટશે, ખપી જશો, પત્તો નહિ લાગે : ક્યાં જશો તેનું ઠેકાણું નથી ! તમે ખાઓ-પીઓ, બંગલા-બગીચામાં રહો, મોટો ફેરવો, નાટકચેટક જુઓ, એમાં અમને દુઃખ થવાનું કાંઈ કારણ ? અમને એમ થાય છે કે આમાં ને આમાં ફસી ગયા તો ભયંકર દુર્દશા થશે. આ બધું ઘર વિચારવા કહું છું. મનન કરજો . એમ લાગે કે એ બધું ભયંકર છે, આત્માને મલિન કરનારું છે તો છોડજો. તમે રંગરાગ ભૂલો નહિ અને તમને કોઈ છોડવાનું બતાવે પણ નહિ તો થાય શું? ધર્મગુરુની ભૂમિકા શાસ્ત્ર માબાપ કરતાં ઊંચી કહી છે. માબાપ ગમે તેવાં તોયે મોહવશ અને સ્વાર્થવશ ગુરુ તો નિર્મોહી. એ જ સાચી ભૂલો બતાવશે. જૂઠું બોલીને આવશો તો કદાચ માબાપ હાથ ફેરવશે, પણ ધર્મગુરુ નહિ ફેરવે : અનીતિ કે અન્યાયથી પાંચસો કમાઈને આવે તો માબાપ એનો સ્વીકાર કરી કદાચ હોશિયાર કહેશે, ગુરુ નહિ કહે : સ્ત્રી પરણો તો માબાપ ખુશ થાય, ગુરુ, ન થાય : પાટલે બેસી માલપાણી જમો તો માબાપ ખુશ જ થાય, પણ ગુરુ તો કહે ભોળા ! ઇંદ્રિયોમાં ન ફસાતો : રસમાં લીન ન થા : ઇંદ્રિયોના રસમાં લીન થયો તો બધું ગયું પૂર્વની કમાઈનું ફળ ચાલ્યું કે પછી ભયંકર દશા આવે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ - – ૬ ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6 – ૭૫ રંગરાગ, વિષયકષાય અને ઇંદ્રિયો પર જેમ બને તેમ વધારે અંકુશ મૂક, કે જેથી ભવિષ્યમાં રૂડું બને. તમે ગમે તેમ કહો, પણ જ્યાં સુધી મારી પાસે આવવાના, ત્યાં સુધી આવનારને આ વસ્તુ કહ્યા વિના હું રહેનાર નથી. ઇરાદાપૂર્વક લેવા આવનારને હું ન બતાવું તો ગુનેગાર ખરો ને ! ડૉક્ટર અને કંપાઉન્ડર : ભગવાન પાસે તમે શું માગી આવ્યા ? ભવનિÒઓ. સંસારમાં આત્મા એટલો લીન બન્યો છે કે છટકતો નથી : હે ભગવન્! તારા પ્રભાવે મને ભવ પ્રત્યે નિર્વેદ થાઓ ! તમે જેમાં રહ્યા છો, તે પ્રત્યે નિર્વેદ ને ? તમે જે સંસારમાં રહ્યા છો, તે સંસાર ખરાબ છે કે નહિ ? ખરાબ છે છતાં રહ્યા છો એમ ને ? રહેવાની ઇચ્છા નથી માટે જ એવી પ્રાર્થના કરીને અહીં આવો છો ને ? તમે જેને ખરાબ કહો, તેને હું સારો કહું તો ઓઘો લાજે કે નહિ ? આ સંસાર તજવાની ભાવના લાવ્યા વિના છૂટકો નથી. ભવાંતરે પણ લાવવાની તો છે જ. નથી રચતું તેને માટે પણ આ કથન લાભદાયી છે : દુર્ગતિમાં પણ નિમિત્ત પામીને કદાચ યાદ કરી શકશો કે સાધુ તો ઘણુંયે કહેતા હતા કે “સંસાર છોડોપણ ન છોડ્યો. શાસ્ત્ર કહે છે કે સ્વયંભૂરમણ સમુદ્રના મચ્યો ત્યાં રહેલા બીજા શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના આકારના સભ્યોને જોઈ સમ્યક્ત પામે છે. એ સમુદ્રમાં પ્રાય: દરેક આકારના સભ્યો હોય છે. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિના આકારના સભ્યો જોઈ ખ્યાલ કરતાં જાતિસ્મરણના યોગે એમ થાય કે આવા દેવ પામીને પણ હારી ગયા. ત્યાં સમ્યક્ત પામી દેવાદિગતિએ જાય. તમે ઊંચા-નીચા, વાંકાચૂંકા, આડા-અવળા થાઓ, બબડો, પણ હું મારી આ વાત કરવાનો જ. હું કમ્પાઉન્ડર શ્રી જિનેશ્વરદેવરૂપ ડૉક્ટરનો : મારું કામ એમની લખેલી દવા આપવાનું : તમે પહેલી જ દવા ‘ભવનિબેઓ” લખાવી લાવ્યા : ભવ ખરાબ છે તે ધ્યાન ખેંચ્યું : એ ડોક્ટરે કહ્યું કે આ દવા દો અને હાથે જ પાઓ. કેટલાક દરદી એવા છે કે ઘેર જઈ દવા ઢોળી દે. દુનિયાના કમ્પાઉન્ડર તો પગારદાર,-એ એટલી મહેનત ન કરે. અમે પગારદાર નથી. અમારે તો વાટવું, ઘોળવું, પાવું, બધુંય અહીં. ઊલટી કરો તો હાથ ધરીએ, પણ ઊલટી અહીં કરજો. કેટલાકને ઊલટી થાય ને કેટલાક આંગળાં ઘાલીને ઊલટી કરે. અહીં ઊલટી કરશો તો ઝટ દવા મળશે. અહીં ‘ભવનિāઓ માટે આવ્યા છો. નિર્વેદ એટલે સંસારને કારાગાર Page #104 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 76 સમજવો તે. કારાગાર એટલે કેદખાનું ! તમે સંસારને કેદખાનું સમજો છો ? મુદત નહિ પાકી હોય માટે પડ્યા રહ્યા હશો ? મારા જેવો તમારી સિફારસ કરી મુદત કપાવે તો તમે તૈયાર છો ? તમે એટલું કહો કે તમારા વચન ખાતર તૈયાર છીએ તોયે બસ. કેટલાક કેદી પણ એવા રીઢા હોય છે કે બહાર કાઢે તોયે ના કહે : એને તો કેદમાં જ મજા આવે. તમે એવા તો રીઢા નથી. માગો છો બરાબર પણ અવસ્થા રીઢા જેવી બની ગઈ છે : ખસવું વસમું લાગે છે. શ્રી જિનેશ્વરદેવ આગળ જઈએ : આપણને હીનકોટિના માનીએ : કહીએ કે એ તારક અને હું ડૂબેલો, એ શુદ્ધ અને હું મલિન, એ કર્મરહિત અને હું કર્મથી આવરિત, એની હયાતીમાં મારી હયાતી અને એના અભાવમાં મારો નાશ. હે વીતરાગ ! આ સ્વરૂપે પણ નિરંતર તું જયવંતો રહે. ભગવનું ! તારા પ્રતાપે મને સંસારનો નિર્વેદ હો. સંસારને કારાગાર સમજી નીકળવા તાકાતવાન બનું, એ મારી દશા કર. “ભવનિબૅઓ.' આ દશા આવ્યા વિના આગળનો એક પણ ગુણ વાસ્તવિક રીતે આવે તેમ નથી. મૂળ પાયો જોઈએ જ. પાયા વિનાનો મહેલ ટકે ? પાયા વિનાનો મહેલ,-બેસનારને, રહેનારને અને એની છાયામાં ઊભા રહેનારને પણ ભયંકર છે. એ લોભ ન કરતા કે એ રૂપાળો, રંગીલો, સુંદર દેખાતો, દેવવિમાન જેવો છે. એવા મહેલમાં પણપાયા વગરનો હોય તો કોઈ બેસવાનું કહે તો કહેજો કે ના ભાઈ ! નહિ બેસું ક્યારે ગબડે એની શી ખાતરી ? ધર્મપ્રાસાદનો પાયો “ભવનિબેઓ’ જોઈએ ને ? ભવ કારાગાર ન લાગે તેને આ ન જચે. ઔષધ પાનારને જેને ભવ મીઠો લાગતો હોય તેનો ઉધમાત તો સહન કરવો પડે. કહી ગયો છું કે તમારી પાસે કોઈ શ્રી જિનેશ્વરદેવના માર્ગ વિરુદ્ધ બોલે તો સમજાવજો, ના માને તો નવકાર દેજો : આપણાથી એમનું બૂરું ન ચિંતવાય અને એમના ભેગા ડુબાય પણ નહિ ! જમીન એવી છે કે ભૂલે તે લપસે : કાઢનારે સાવચેત રહેવું જોઈએ : સામાનું કાંડું પકડવું ને પગ ન ખસવા દેવો : એ પડે તોયે અક્કડ રહી ઊભો કરવો : સૂઈ જાય તોયે ખસ્યા વિના ઊભો કરવો : ઊંચકીને લઈ જવો : લાતો ખાવી પણ ગબડવું નહિ. સામાનું કલ્યાણ કરવું, એ નાનાં છોકરાંની રમત નથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ -- ૬ઃ ગૌરવવંતુ ગુરુપદ - 6 મૂંઝાયા વિના શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં અડગ રહી, માર્ગને પ્રચારવા, ખીલવવા, એના વધુ આરાધક અને રક્ષક બનવા-બનાવવા, કાર્યવાહી કરવાની જેમ અમારી ફરજ, તેમ તમારી પણ છે. આપણો નાતો સગો છે, ઓરમાન નથી. અમે સગા ગુરુ ને તમે સગા શ્રાવક: આપણા બેયના તારક શ્રી જિનેશ્વર દેવ. જેમ દૂધમાં ઘી તેમ આત્મામાં સિદ્ધિપદ છે. માખણ કાઢવાની ગોળીમાં રવૈયો ક્યારે ફરે ? દૂધનું દહીં કેવું લીસું થાય ત્યારે ! રવૈયા ખેંચનારા કેવા હોય? મજબૂત, પસીને રેબઝેબ થાય તોય ખેંચ્યું જ જાય એવા હોય. ખેંચતાં એવો ઘોંઘાટ થાય કે ઊંઘતા જાગે. ખેંચવાની વાત તો દૂર છે. હજી તો ગોળીમાં દૂધ નાખવાની વાત છે, ત્યાં તો પંચાત છે, પોષક દૂધની સાથે નાશક દૂધ પણ હોય છે. ગોળીમાં તો પોષક દૂધ જ નખાય. એ દૂધને ઓળખવા માટે યંત્રો કાઢવાં પડશે. અસ્તુ. આગળ શું શું આવે છે, તે હવે પછી. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ શાસન એકવીસ હજાર વર્ષ રહેવાનું છે, પણ તે શી રીતે ? ♦ શ્રી ‘કુમારપાળ ચરિત્ર'નો એક પ્રસંગ : પહેલાં ભવનિર્વેદ શા માટે ? શ્રી સ્કંદકસૂરિ અને તેમના પાંચસો શિષ્યો : અને આજે એ વાત સાક્ષાત્ અનુભવાય : ♦ કડવું પણ હિતકારી હોય તે જ અપાય : 40 વિષય : તીર્થ પર મમત્વ તરવાનો માર્ગ : જયવીયરાય પદાર્થ વિચારણા હેઠળ પહેલી ભવનિવ્વઓ'ની પ્રાર્થના પર પ્રકાશ 7 ત્રિકાલાબાધિત જૈનશાસન ઉપર મમત્વ એ તરવાનો સરળ માર્ગ છે. એ વાતને કુમારપાળ મહારાજાના કંટકેશ્વરી દેવીના પ્રસંગથી વર્ણવ્યા બાદ જયવીય૨ાયમાં સૌથી પહેલી માગણી ‘ભનિર્વેદ’ની કેમ ? એનો વિશિષ્ટ ખુલાસો રજૂ કરતું આ સુંદર પ્રવચન છે. ‘ભવનિવ્યેઓ’ માગનારની ભાવના અને પુરુષાર્થ પણ કેવા હોય ? એ માટે પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા પૂ. આ. શ્રી બપ્પભટ્ટીસૂરિજી મ.નો છ વિગઈ ત્યાગ, અને પૂ. આ. શ્રી સ્કંદસૂરિજી મ.ના પાંચસો શિષ્યોનો ઘાણીમાં પિલાઈ જવાનો હૃદયદ્રાવક પ્રસંગ : આ બધાને કારણે આ પ્રવચન હૃદયંગમ બન્યું છે. વાસ્તવિક કોટિની ભાવદયા કોને કહેવાય એનું સ્વરૂપ અહીં સરસ રીતે જાણવા મળે છે. સુવાવાસ્તૃત ♦ જે જે ક્રિયાઓ પોતાના કલ્યાણ માટે યોજાયેલી છે, તે બધી ક્રિયાઓમાં પોતા સાથે પારકાનું ભલું નિયત છે. ♦ ધર્મી કહેવરાવવું ગમે છે, કોઈ અધર્મી કહે એ ગમતું નથી, પણ ધર્મી બનવાનો પ્રયત્ન થતો નથી. ♦ બળનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ વસ્તુના સંરક્ષણ માટે થવો જોઈએ ! ♦ માસક્ષમણને પારણે માસક્ષમણ કરે, પણ ગુરુ આજ્ઞાભંજક હોય તો તે ઉત્કૃષ્ટથી અનંત સંસારી થાય. ♦ જ્ઞાનીઓ શરી૨ પિલાય તેને બહુ વજન નથી આપતા, આત્મા ન પિલાવો જોઈએ. ૭ આત્માના દયાળુ બનો કે તરત બીજાની વાસ્તવિક દયા આવશે. ૭૦ સંસારના જીવો ઉપર ઉપકાર કરનાર પણ ગાળો તથા તિરસ્કાર ખમવાની તાકાત કેળવે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭ઃ ભવનિર્વેદનું મહત્ત્વ શાસન એક્વીસ હજાર વર્ષ રહેવાનું છે, પણ તે શી રીતે? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજીએ મંગલાચરણ કરતાં, તીર્થની પ્રશંસા કરીને એમ બતાવ્યું કે આ તીર્થ સદાને માટે જયવંત છે અને અમુક ક્ષેત્રમાં જ્યાં સુધી એ રહેવાનું છે ત્યાં સુધી જયવંત જ રહેવાનું છે : કારણ કે એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમજ એક પણ સુયોગ્ય વિચારનો બહિષ્કાર પણ નથી. તેના સિદ્ધાંતો અનેક રીતે એવા સિદ્ધ થયેલા છે કે તેને સેવનારો જરૂર સંસારથી મુક્ત થાય જ : માટે જ તે તીર્થ આ વિશ્વમાં શાશ્વત કાળ સુધી રહેવાનું છે. દુનિયામાં એની સરખામણીમાં ઊભું રહી શકે એવું કોઈ તીર્થ નથી અને માટે સઘળા શ્રી જિનેશ્વરોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. એ તીર્થ પામેલાઓએ પોતાની જાતના ભલા માટે, આત્માના કલ્યાણની ખાતર, એને અખંડિતપણે સેવવા-સાચવવા માટે, જેટલી શક્તિ હોય તેટલી વાપરી નાખવી જોઈએ. આ તીર્થમાં પોતાના ભલાપણાની ક્રિયામાં સામાનું ભલું પણ એકાંતે સમાયેલું છે, એમાં કશો શક છે જ નહિ. એક એક વ્રતનો વિચાર કરો. આપણે અહિંસક બનીએ તે એટલા જ માટે કે કોઈપણ પ્રાણીને ઈજા ન થાય : આપણે મૃષાવાદનો ત્યાગ એટલા માટે જ કરીએ કે કોઈને પીડા ન થાય : કોઈ ચીજ અનુમતિ વિના ન લેવી, કારણ કે લઈએ તો સામાને દુઃખ થાય. અબ્રહ્મમાં તો અનેક જીવોનો સંહાર બેઠેલો છે, માટે એનો ત્યાગ ન કરીએ તો એ સંહારના ભાગીદાર થઈએ : પરિગ્રહના યોગે અનેક આત્માને તકલીફમાં મૂકવા પડે છે તે ન મૂકવા પડે, માટે પરિગ્રહનો ત્યાગ. જે જે ક્રિયાઓ પોતાના કલ્યાણ માટે યોજાએલી છે, તે બધી ક્રિયાઓમાં પોતા સાથે પારકાનું ભલું નિયત છે. સામાને પાપથી રોકવાના પ્રયત્નમાં પણ ભાવના એ કે એ દુર્ગતિએ ન જાય. જેનશાસનમાં એવી કઈ ક્રિયા છે, કે જેમાં પોતાના ભલા સાથે પારકાનું ભલું ન હોય ? પરંતુ વાત એ છે કે વસ્તુ વસ્તુ તરીકે જચવી જોઈએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૦. આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ જેણે વસ્તુની સુંદરતા જાળવવી હોય, તેણે કચરો ન પડે તેની કાળજી રાખવી જોઈએ. ચિત્રકાર ચિત્ર દોર્યા કરે, પણ તેના પર ધૂળ પડે તો ચિત્ર રદ થાય, માટે બારી બંધ કરે તેમાં વાંધો છે ? એની ભાવના ચિત્ર મલિન ન થાય એ છે. એક પણ અયોગ્ય વિચારને શાસન ન નિભાવે, તે શાસનની સુંદરતા માટે જરૂરનું ખરું ને ? કોઈ કહે કે જીવનાર હશે તો જીવશે : આયુષ્ય નહિ હોય તો જીવનાર નથી એમ માની અગ્નિથી બચાવ ન કરે, અગ્નિની ચિતામાં પડે, અગ્નિની વાળા આવે તોયે ખસે નહિ, અગ્નિ બુઝાવવાના ઉપાયો ન કરે, તો એ યોગ્ય છે ? ઘરમાં રહેલી મિલકતને પાણીથી તણાતી, અગ્નિથી બળતી, કે ચોરથી ચોરાતી બચાવો કે નહિ ? વિશ્વાસઘાત કરી કોઈ લઈ ન જાય તેની કાળજી રાખો કે નહિ ? સાચવવાના પ્રયત્ન કર્યા પછી જાય તો કહો કે પ્રયત્ન કર્યો પણ ગયું, તેનો ઉપાય નહિ. પ્રયત્ન ન કરો ને જાય તો દુનિયા તમને ડાહ્યા કહે કે મૂર્ખ ? શ્રી મહાવીરદેવે કહ્યું કે શાસન એકવીસ હજાર વર્ષ ચાલવાનું એ નક્કી : પણ સાથે એ પણ કહ્યું કે સાચવનાર યુગપ્રધાન પણ ૨૦૦૪ થવાના. એ થશે જ માટે એ રહેશે જ. પેઢીને ચલાવનારા હશે તો પેઢી રહેશે ને ? યંત્રથી ચાલનારી ચીજોની ચાવી તો ફેરવવી પડે ને ? કોઈ કહે કે શાસન ટકવાનું છે, માટે મહેનત કરવાની જરૂર નથી : તે ક્યાં સુધી સાચો છે તે વિચારો. અનંતજ્ઞાનીઓએ જે જોયું છે તે બનવાનું તો છે જ : એમાં પરિવર્તન કોઈ કરી શકે તેમ નથી પરંતુ અલ્પજ્ઞાની આત્માઓની ફરજ છે કે એની રક્ષા માટે ઘટતો પ્રયત્ન કરવો જોઈએ. જેઓ મહેનત કરવાની શું જરૂર છે એમ કહે છે, એ સૂચવે છે કે તેઓને હજી વસ્તુની મહત્તા ઠસી નથી. જે વસ્તુ માટે પૂરો પ્રેમ હોય, તે વસ્તુ માટે અસદ્ભાવના જાગતી નથી. શ્રી કુમારપાલ મહારાજાને મરણાંત કષ્ટમાં પણ એ ભાવના ન થઈ કે ક્યાં આ ધર્મ સ્વીકાર્યો કે જેથી દુર્દશા થઈ ! જે વસ્તુ પ્રત્યે સદ્ભાવ હોય-પ્રેમ હોયમમત્વ હોય, એ વસ્તુની રક્ષા માટે ચાહે તેવા સંકટો આવે તો પણ આત્મા નારાજ નથી બનતો. ગૃહસ્થાવાસમાં તમને ઓછી મુશ્કેલીઓ આવે છે ? કોઈ દિવસ કંટાળ્યા ? પ્રેમ છે : મારું છે, એમ નક્કી કર્યું છે. ઘર ચલાવવામાં ઓછી જોખમદારી નથી : જુદા જુદા માણસો સાથે કેમ બોલવું, ચાલવું, આ બધું તમારે શીખવું પડે છે : પણ ત્યાં કંટાળો આવે છે ? છોડી દઉં, એમ Page #109 -------------------------------------------------------------------------- ________________ - ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7 – ( ૮૧ ભાવના થાય છે ? ‘રૂä મરીયમ્'-“આ મારું'-એ અંકાઈ ગયેલી વાત છે. કદાચ છોડવું પડે તો હૈયામાં ઘણી પીડા થાય. શરીરમાં થોડો પણ ફેરફાર થાય તો ચિંતા થાય કે શરીર બગડ્યું, સુધારવા પ્રયત્ન એકદમ કરવો જોઈએ. એટલે મારાપણું જ્યાં સુધી તમને શાસન પ્રત્યે ન આવે, ત્યાં સુધી તમે આત્માને પૂર્ણપણે ઓળખ્યો એ માનવાને જૈનશાસન ના પાડે છે. ધર્મી કહેવરાવવું ગમે છે, કોઈ અધર્મી કહે એ ગમતું નથી, પણ ધર્મ બનવાનો પ્રયત્ન થતો નથી ! કોઈ તમને જુઠ્ઠા કહે તે ખમાય નહિ, ત્યારે તમે સાચા જ છો? એમ પણ નથી. સાચા છો નહિ ને જુઠ્ઠા કહે તે ખમાતું નથી, એ કેમ ચાલે? સાચા બનવા કેટલો પ્રયત્ન કરવો જોઈએ? ધર્મ કહેવરાવવું સહેલું છે, એથી ધર્મી બનવું એ કેટલાય ગણું કઠિન છે. પૂર્વપુરુષોએ અનેક આપત્તિઓ સહીને પણ આ આગમને સાચવ્યું તે કઈ ભાવનાએ ? એ બધા પુષ્પની શવ્યા ઉપર સૂઈ રહેતા હતા એમ ? એમને આવેલા સમય આપણા ઉપર આવ્યા હોત તો આજે શું થાત ? આપણી કેટલી નિર્બળતા છે તે જુઓ. બળનો ઉપયોગ ઉત્તમમાં ઉત્તમ વસ્તુના સંરક્ષણ માટે થવો જોઈએ ! બળવાન કે ધીર બને તે શાને માટે ? કોઈનું ભૂંડું કરવા, બગાડવા કે ખરાબ કરવા? નહિ. શાસનમાં જેટલા બળિયા બન્યા તે બધાએ બીજાનું ભલું જ કર્યું. અહીં બળ તથા ભાવના જુદી જાતનાં જોઈએ છે. જેટલા પ્રમાણમાં હૃદયમાં વસ્તુ ઉતારી શકાય, તેટલા પ્રમાણમાં ભાવના જાગ્રત થાય. ભગવાને પણ કહ્યું, ગણધરોએ પણ કહ્યું, અને આચાર્યોએ પણ કહ્યું કે શાસન જયવંત છે : પણ એને જયવંતુ રાખવા આપણે આપણી શક્તિ ખર્ચવી પડશે ને ? આપણે જ જયવંતુ રાખી શકીએ છીએ, એવું અભિમાન લાવવાની જરૂર નથી : પણ આપણે કાળજી તો રાખવી પડશે ને ? આ મહાત્માઓએ લખેલું વાંચો તો ખબર પડે કે કેટલો શ્રમ સેવ્યો છે, સાચા-ખોટાના વિવેક માટે કેટલી મહેનત લીધી છે ! સમ્યક્ત અને મિથ્યાત્વ, વિરતિ અને અવિરતિ, પ્રમાદ અને અપ્રમાદ, સત્ય અને અસત્ય આ બધાંનું પૃથક્કરણ કરવા કેટલી મહેનત કરી ! પણ એ બધું ન કરતાં, ફાવશે તે કરશે એમ માન્યું હોત તો ? Page #110 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - તમે દુનિયાના પ્રવીણ બનવા માટે જેટલો અભ્યાસ કર્યો છે, તેટલોય તીર્થના રક્ષક બનવા માટે કરવો પડશે ને ? આજ સુધી તો કર્યો દેખાતો નથી. આ મહાપુરુષોને બરાબર ઓળખ્યા નથી અને તેઓની કાર્યવાહી જાણવાની દરકાર પણ કરતા નથી. શ્રી કુમારપાળ ચરિત્ર'નો એક પ્રસંગ : કોઈ કહે કે ધર્મની વાતમાં બોલવાની શી જરૂર ?-એમ બોલનારની મતિ ઠેકાણે નથી, એમ મને લાગે છે. જાતની રક્ષા કરો, જે વસ્તુ છોડી જવાની તે વસ્તુ પાછળ ગાંડા-ઘેલા થઈને ફરો, જવાની વસ્તુ જાય તે વખતે આંખમાંથી પાણી નીકળે, શોક ન શમે, હૃદયમાં દુઃખ થાય, ડૂમો ભરાય, શોકનાં ચિહ્નો ધારણ કરે, ખાવું-પીવું ન ભાવે, આ બધું થાય, અને ધર્મ માટે કાંઈ નહિ ! ત્યાં મારાપણું છે અને અહીં મારાપણું નથી, તો કલ્યાણ કઈ રીતે થાય ? જો મોક્ષસુખ જોઈતું હોય અને આપત્તિમાંથી છૂટવું હોય તો આ શાસન-આ તીર્થ પર મારાપણું પેદા કર્યા વિના છૂટકો નથી. ભોગ નહિ આપવાથી એક રાત્રિએ ત્રિશુળ બતાવી દેવી કહે છે : “માન.” ત્યારે કુમારપાળ કહે છે : “તું કુલદેવી છો માટે માતા છો : માતાની ફરજ છે કે બાળકને ધર્મરક્ષામાં સહાય કરે : માતા પ્રાણીના ઘાતને ન ઇચ્છે. આ કબૂલ રાખતી હોય તો ભલે, છતાં હઠ પર આવી હોય અને તારું ધાર્યું કરવું હોય તો તારી એક પણ હિંસક વાતને હું માનતો નથી. સૂઝે તે કર.' કુમારપાળને રાજ્ય પ્રિય હતું, અઢાર દેશની માલિકી મૂકી દેવા તૈયાર ન હતા, છતાં પણ આ પ્રસંગે એ ન આવ્યું કે ક્યાં આ ધર્મ સ્વીકાર્યો ? આવું થાય તો કહો કે હૈયામાં ધર્મ ઊતર્યો જ નથી. દેવીએ કોપાયમાન થઈ ત્રિશૂલ માર્યું, કોઢ થયો, શરીરમાં બળતરા થવા માંડી, છતાં કુમારપાળને એક જ ચિંતા થવા માંડી કે “આથી ધર્મની ગ્લાનિ થશે.' પણ “મને શું થશે એની ચિંતા ન થઈ. આથી તેમણે વિચાર્યું કે “બળી મરું જેથી લોક જુએ નહિ અને ધર્મને કલંક લાગે નહિ.' ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સમર્થ હતા. બચાવ કર્યો. બચાવ થતાં, રક્ષણ થયું, પણ મુદ્દો કુમારપાળની મનોભાવનાનો છે. કોઈ કહે કે બનનાર વસ્તુ બનશે, નાહકની માથાકૂટ શી? એવા નિશ્ચયવાદી હો તો ખાવાનું શું કામ? શરીરને ટકવું હોય તો ટકશે. નાહકના લોચા વાળવા અને કાઢવા એ શું કામ ? ત્યાં તો બરાબર વર્તવાનું? અને અહીં જે થવાનું હશે Page #111 -------------------------------------------------------------------------- ________________ – ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7 ૮૩ તે થશે ! ખરું મમત્વ ક્યાં ? જેને મારું માનો એ ચોવીસ કલાક યાદ પણ ન આવે, તેના માટે વિચાર પણ ન થાય, મનમાં કંઈ થાય નહિ, તો એ મારું શાનું? જ્યાં મારું માન્યું છે તે માટે તો મરી પડો છો, લોહીનું પાણી કરો છો, તકલીફ વેઠો છો, શરીરની દરકાર પણ કરતા નથી : એટલું જ આ તીર્થને મારું માનો ! તમારું આ નથી તો કોનું છે ? શ્રી મહાવીરદેવનું શાસન આપણું ખરું કે નહિ ? અમારે તો એ જાતની મારાપણાની સદ્ભાવના પેદા કરવી છે કે એના યોગે જેટલી હોય તેટલી બધીયે અયોગ્ય વાસનાઓ આપોઆપ ચાલી જાય. આ તીર્થ પર મારાપણું જાગશે તે ઘડીએ, સામાનું ભલું કરવાની જે ભાવના અને સાચી દયા આવશે, તે કોઈ અપૂર્વ જ આવશે. ત્યારે તો તીર્થ રોમેરોમ પરિણમશે. આને આથું મૂકી કાંઈ નહિ કરી શકાય અને જો એમ કર્યું, તો જે છે તેને પણ ગુમાવી દેશો. પહેલાં ભવનિર્વેદ શા માટે ? ‘નય વીયર' દ્વારા કરેલી માગણીમાં પ્રથમ માગ્યું શું? “મનિāમો” - આ “ભવનિવ્વઓ' શબ્દ બોલતાં સંસારમાં આસક્ત થયેલા આત્માઓને શું થવું જોઈએ? ખરેખર, આંખમાંથી આંસુ આવવાં જોઈએ કે હૃદય ભરાઈ આવવું જોઈએ, અને આ ભયંકર પીડારૂપ સંસારથી કંપારી છૂટવી જોઈએ. દરદથી રિબાતો દરદી ડૉક્ટર પાસે શું બોલે છે તો તમે જાણો છો ને ? જાણવા છતાં પણ જેને આત્માની ચિંતા જ ન હોય તેનું શું ? દયા આવે છે તેથી બોલ્યા વિના રહેવાતું નથી. તમે એમ ને એમ ચાલ્યા કરો અને અમે જો કલ્યાણકારી સલાહ ન આપીએ, તો ધારેલી સિદ્ધિ કેમ થાય ? તમે પહેલું માગ્યું શું ? ભવનો નિર્વેદ. રોજ એમની પાસે શું માગો છો ? એ જ. મેં ઘણી વખત કહ્યું છે કે જેવા હો તેવા બહાર આવ. નહિ આવો તોય ભગવાન તો ઓળખે છે. અહીં દંભ ન ચાલે. આ જગ્યા જુદી છે. તીર્થસ્થાને બંધાયેલ કર્મ વજલેપ સમાન છે. કપટ પ્રપંચ અહીં ન ચલાવાય. મનબેરો'બોલતી વખતે એ ભાવના ન હોય તો આ સર્વજ્ઞ છેતરાશે નહિ. આ તો સર્વજ્ઞા છે. દરેકના વિચાર જાણે છે. ભોળાને ભમાવવા જતા હો તો ઠીક, પણ શ્રી સર્વજ્ઞદેવ આગળ ? તમે આટલા બધા દિમૂઢ, વિચારશૂન્ય કેમ બન્યા છો ? Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ ––– વિચારમય બનો. વિચારની ધૂન ચોવીસે કલાક જીવતી જાગતી રાખો. તમને હિતૈષી લાગે તેને પૂછો કે અમારું સુખ અને કલ્યાણ ક્યાં ? આધિ, વ્યાધિ અને ઉપાધિ ન જોઈતી હોય તો ક્યાં જવું ? અને કઈ કાર્યવાહી કરવી જોઈએ ? વિચારવાની તાકાત વિના, સત્યને સમજવાની તાકાત વિના, સત્યને સત્યના આકારમાં મૂકવાની તાકાત વિના ક્યાં સુધી બેસી રહેશો ? તમે જે ચીજ માગી આવ્યા તે તો બતાવીએ ને ? અમે તો એ દેવના સેવક છીએ, કાંઈ તમારા ઓછા જ છીએ ! અમે તો જે એમણે બતાવી હોય તે દવા નાખીએ. અમે તો કંપાઉન્ડર. કોઈ કહે કે “કડવી દવા ન નાખશો'-તો અમારાથી ફેરફાર થાય ? અમે ફેરફાર કરીએ અને નવાજૂની બને તો શું થાય ? અમે કહીએ કે દરદી રોતો હતો માટે આપી, તો કામ આવે ? જય વિયરાય એ તો પ્રાર્થનાસૂત્ર છે. ચૈત્યવંદન તો ઘણાયે કરો છો, પણ કિંચિ શું ?, નમુત્થણે શું ?, જાવંતિ ચેઈયાઈ અને જાવંત કેવી સાહુ શું ?, એ વગેરે કદી વિચાર્યું ખરું ? એમાં તમે પ્રભુ પાસે કઈ જાતની પ્રાર્થના કરો છો એનો કદી ખ્યાલ કર્યો ? એ સુત્રોમાં સારી રીતે પ્રાથના કરી માગી આવ્યા છો તે તો આપવું પડશે : એમાં નહિ ચાલે. સંસારની વાસના ઢીલીઢબ કરવી હોય, ત્યાં કાચાપોચા શબ્દોનું કામ નથી. દેવાદાર પાસે લેણું લેવા વેપારી જાય, ત્યાં પહેલાં તો શેઠસાહેબ, ભાઈસાહેબ, મહેરબાન, વગેરે કહે, દાઢીમાં હાથ ઘાલે, બનતું બધું કરે, પણ જ્યારે જાણે કે આ કાંઈ સીધું માને તેમ નથી, ત્યારે વેપારી શું કરે ? તે ઘડી વેપારી એક એક શબ્દ એવો કાઢે કે જાણે તીર ભોંકાય ! પેલો સમજે કે શેઠનો પિત્તો ઊકળ્યો, હવે આપવું પડશે. ત્યાં તો લોભની ભાવના-એટલે ખરાબ ભાવના પણ આવે, પરંતુ અહીં તો કેવળ ઉપકારની જ ભાવના-સામાના ઉત્તમ પ્રકારના હિતની જ ભાવના છે, માટે જે જે શબ્દો નીકળે તે ભલે કડવા પણ હોય, છતાં તેમાં હિતના ફુવારા જ હોય. - ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી વગેરે પુણ્યપુરુષોએ પણ સમયે સત્ય કહેતાં અણુભર સંકોચ નથી રાખ્યો. જેવાને તેવા તરીકે બરાબર ઓળખાવ્યા છે. એ પ્રસંગે તો વિકટ સ્થિતિ હતી : આજે સંયમમાં કંઈ તેવી તકલીફ નથી : એ વખતની દૃષ્ટિએ આજની સ્થિતિ સંયમ માટે અનુકૂળ છે. એમને હતી તે સ્થિતિ હોત તો આપણે ધમાં રહેત કે કેમ ?, તે પણ શંકાસ્પદ છે. એમનાં કામ Page #113 -------------------------------------------------------------------------- ________________ 85 – – ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7 એ જ કરે. આ ભવનિર્વેદ વગેરે શબ્દો એમને જે રીતે હૈયે વસ્યા હતા, તે રીતે આપણને વસવા જોઈએ. ભવનિવ્વઓ'-એ તમે સાચા દિલે માગો છો કે એના સેવક કહેવરાવવા પૂરતું માગો છો ? “ભવનિવેઓ'નો અર્થ શો ?-આટલું સમજો તો રસ્તો સાફ થઈ જાય. હું તો રોજ રોજ કહું છું અને સ્થળે સ્થળે દરેક અર્થી આત્માને એ જ કહેવાની ઇચ્છા છે. તમારી પહેલી માગણી પણ એ છે : અમને આજ્ઞા પણ પહેલી એ જ : એટલે કે સંસારની અસારતા અને દુઃખમયતા સમજાવવાની છે, કારણ કે ભવનિબેઓ વગર આગળનું આવી શકતું નથી. અને આજ્ઞા એ છે કે જે આવે તેને પહેલો ભવનિર્વેદ જગાડવો ! પ્રાર્થના સમજી જાઓ. ભવ કેવો ? અનાદિથી આત્મા સાથે જોડાયેલો : અજ્ઞાની આત્માઓને પ્રેમ પણ એનો અને પરિચય પણ એનો જ! સલાહકાર પણ સંસારના રસિયા અને જોડીદાર પણ તેવા!તમે સંસારમાં બરાબર રહી શકો એની સંભાળ લેનારા પણ ઘણા!આ સ્થિતિમાં ભવનિર્વેદ કરવો તેના માટે સંયોગ વિપરીત છે કે અનુકૂળ? પ્રતિકૂળ છે ને ? જે સાથીઓ તમારા વગર મજેથી ચલાવી લે તે તમને સારું લગાડવા કહે છે કે તમારા વિના નહિ ચાલે. અને તમે બધા ભોળા એવા કે માની લો છો. એ તમારા વગર એક દિવસ પણ ભૂખ્યા રહે એવા નથી, છતાં એ કહે કે તમારા વગર ન ચાલે, તો તે પણ તમે માની જાઓ. આજે શાસનનું શું થઈ રહ્યું છે, તેનો કાંઈ વિચાર આવે છે? આટલી ઝૂંપડીની ચિંતા, અને જગતનું શ્રેય કરનાર શાસનની ચિંતા જ નહિ? જાતની ચિંતા કરો એટલી તો શાસનની કરો ! ધર્મપ્રેમ કેવો જોઈએ ? દુનિયાની વસ્તુ માટે ખુવાર થઈ રહ્યા છો. અને ધર્મમાં વાંધા આવે છે? શ્રી સ્કંદકસૂરિ અને તેમના પાંચસો શિષ્યો: ખરેખર, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા એક પુણ્યપુરુષની ભાવના લખતાં ફરમાવે છે કે : “તુત્રો વાળ પોમળે, પાવોરર્થમવો માત્મા પ્રવર્તત દત્ત ! જ પુનર્થનોલોઃ શા” “ચારે પુરુષાર્થોમાં પુરુષાર્થપણું તુલ્ય હોવા છતાં ખેદની વાત છે કે આત્મા પાપરૂપ અર્થ અને કામ પુરુષાર્થની સાધના માટે પ્રવર્તે છે, પણ ધર્મ અને મોક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિ માટે પ્રવૃત્તિ નથી કરતો.” Page #114 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - – 86 અને આજે એ વાત સાક્ષાત્ અનુભવાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાશ્રીએ શ્રી સીમંધર સ્વામીજીને વિનંતી દ્વારા અહીંનાં દર્દ કહ્યાં અને કહી દીધું કે મારે તો હે નાથ ! તારા સિવાય બીજો કોઈ આધાર નથી. અહીં તો આ હાલત છે. ન રહેવાયું એટલે ત્યાં કહ્યું. ભાવદયાના અંકુરો ફૂટે છે ત્યારે ધોધ દાખ્યો રહેતો નથી : બહાર નીકળે જ : નથી નીકળતો એટલી ખામી છે. તાત્ત્વિક દયા પ્રગટે ત્યાં બીજી દયાનું રૂપક જુદું થાય. એ દયા જુદી જાતની છે. શ્રી બપ્પભટ્ટી જેવા સોળ વર્ષની ઉંમરે ચડતી જવાનીએ છ વિગઈ તજે અને એ જોઈ ગુરુ પ્રસન્ન થાય, એ કઈ દયા ? એમ ન થયું કે આ વયમાં છ વિગઈનો ત્યાગ હોય ? પણ વાસ્તવિક પ્રેમ હોય ત્યાં જ આ દયા આવે. શ્રી કુંદકસૂરિવરના પાંચસો શિષ્યો ઘાણીમાં પિલાયા. ચારસો નવાણું પિલાઈ ગયા. એ આત્માઓને સ્કંદક-સૂરિએ એવી કોટિના બનાવ્યા હતા કે આવા ઉપસર્ગોમાં પણ અડગ રહે. ઉપસર્ગ પણ જેવો તેવો નહિ : પીલવાનાં યંત્રમાં પીસાવાનું. ત્યાં પણ તૈયાર. એક પણ ના નથી કહેતો. શાસ્ત્ર કહે છે કે માસખમણને પારણે માસખમણ કરે, પણ ગુરઆજ્ઞાભંજક હોય તો તે ઉત્કૃષ્ટથી અનંત સંસારી થાય. પાંચસો પૈકીના એક પણ “ના' નથી કહેતા. યંત્રમાં પિલાય છે. પિલાવું, એ કાંઈ નાનીસૂની વાત છે? પિલાય, લોહીના ફુવારા ફૂટે, હાડકાં તૂટે, નસો તૂટે : સ્કંદકસૂરીશ્વરજી પણ નિર્ધામણા કરાવે અને પિલાનારા પણ ગુરુ સામે આંખ તથા કાન રાખી હૃદયપૂર્વક કબૂલ કરે કે કૃપાળુ! આપ કહો છો તે બરાબર છે. એવી રીતે ચારસો નવ્વાણુંનેય નિર્ધામણા કરાવી, ક્ષપકશ્રેણિએ ચડાવી, કેવળજ્ઞાન પમાડી, મુક્તિએ મોકલ્યા. સભા આમ પીલવાનું કારણ ? કારણ જાણવું છે, એમ ને ? શ્રી કુંદકસૂરીશ્વરજી જ્યારે કુમારાવસ્થામાં હતા ત્યારે તેમના પિતા જિતશત્રુ રાજાની પરીષદમાં બેઠા હતા. જિતશત્રુ રાજાના જમાઈ કે જે કુંભકાર કટકનગરના નરેશ હતા, તેમનો પાલક મંત્રી પણ આ પરીષદમાં બેઠો હતો. વિવિધ ચર્ચાઓમાંથી ધર્મચર્ચા નીકળતાં એ પાલક મંત્રીએ જ્યારે નાસ્તિકતાનું પ્રતિપાદન કર્યું, ત્યારે ધર્મબુદ્ધિ એવા શ્રી કુંદકકુમારથી તે સહી શકાયું નહિ અને તેથી એ જ પરીષદમાં નાસ્તિકતા ને આસ્તિકતાનું વર્ણન કરી પાલક મંત્રીની બધી જ નાસ્તિક વાણીનું તેમણે ખંડન કર્યું. દલીલ ને Page #115 -------------------------------------------------------------------------- ________________ -૭ : ભવનિર્વેદનું મહત્વ - 7– યુક્તિમાં નહિ ફાવતાં પાલક મંત્રી તે ઘડીએ તો મૌન થઈ ગયો, પણ એના હૈયામાં ડંખ રહ્યો. આ વાતને કેટલોક સમય પસાર થયા બાદ શ્રી સ્કંદકકુમારે વીસમા તીર્થપતિ શ્રી મુનિસુવ્રત સ્વામીની પાસે પાંચસો રાજકુમાર સાથે દીક્ષા અંગીકાર કરી. સિદ્ધાંતાભ્યાસથી તેઓશ્રી ગીતાર્થ બન્યા અને એકવાર તેઓએ પોતાના સંસારી બનેવીને બોધ પમાડવા માટે કુંભકાર કટકનગર જવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. પ્રભુએ ફરમાવ્યું કે ત્યાં જવાથી તારા સિવાયના બધા જ આરાધક ભાવને પામશે.” શ્રી સ્કંદકસૂરીશ્વરજીએ વિચાર્યું કે “ભલે, મારે નિમિત્તે પાંચસો તો આરાધક થશે !” અને આજ્ઞા લઈ વિહાર કર્યો. જ્યાં કુંભકાર કટકનગર નજદીક આવ્યા, ત્યાં પાલક મંત્રીને ખબર પડી. પોતાના નાસ્તિક મતનું ખંડન કરી સભામાં માનભંગ કરેલું એ વાતનો એને ખ્યાલ આવ્યો ને ખૂબ રોષ ચડ્યો. પોતે રાજાને સમજાવ્યો કે “આ આપનો સાળો એ સાધુ નથી પણ એ વેષમાં પાંચસો સુભટોને છુપાવીને અહીં તમારું રાજ્ય છીનવી લેવા આવ્યો છે.” અને જે ક્ષેત્રમાં શ્રી સ્કંદકસૂરીશ્વરજી મહારાજ બિરાજ્યા હતા, ત્યાં નજદીકમાં છૂપી રીતે શસ્ત્રો દટાવી પછી રાજા સમક્ષ કાઢી બતાવ્યાં. બિચારો અજ્ઞાન રાજા આ કાવતરાખોર મંત્રીની જાળમાં ફસાયો અને એણે આ પાંચસો એક મુનિવરોને જીવતા ને જાગતા ઘાણીમાં પલવાના હુકમમાં સંમતિ આપી દીધી. દુર્જનો શું નથી કરતા ? અસત્યનું મંડન થાય અને સત્યનું ખંડન થાય તેય એમનાથી જીરવાતું નથી ! શ્રી સ્કંદકકુમારે તો લોકો અધર્મ ન પામી જાય અને નાસ્તિકતામાં ફસાઈ ન જાય માટે જ ખંડન કર્યું હતું ને ? ખુદ ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીએ પણ એમાં ભૂલ થઈ એમ કહ્યું નથી. જગતને અકલ્યાણકર માર્ગે જતું બચાવવા માટે શક્તિશાળી આત્માએ પ્રયત્ન કરવો જ જોઈએ. એમ કરવામાં દુર્જનોથી ગભરાયે ન ચાલે. માટે તો કહું છું કે દુર્ગતિએ જનારા આત્માઓને સાચા અને પુણ્યશાળી આત્માઓ સાથે જાણે વેર જ ન હોય, એવો અનુભવ તેઓ અત્યાર સુધી કરાવતા આવ્યા છે, માટે આજે તેવું દેખાય તેમાં કાંઈ નવાઈ નથી. સભા : બધાને સાથે આવું વેઠવું પડ્યું? વેઠવું પડે. સામુદાયિક કર્મ હોય તો એમ પણ થાય. માટે તો શાસ્ત્રકાર કહે છે કે પાપથી બચો. પાપના ઉદય સમકાળે પણ આવે. શ્રી સ્કંદકસૂરીશ્વરજીએ ચારસો નવાણુંને કેવળજ્ઞાન પમાડ્યું, પાંચસોમાં એક બાલમુનિ હતા. ચારસો Page #116 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો નવ્વાણુંને નિર્યામણા કરાવનાર પુણ્યપુરુષને આ બાળમુનિ પર મોહ થયો, એનું દુઃખ એ જોઈ ન શક્યા અને તેથી સ્કંદકસૂરિજી પહેલાં પોતાને પીલવાનું કહે છે. જ્ઞાની કહે છે કે આવા સમર્થ જ્ઞાની મોહના ઉદયના યોગે ભૂલ્યા. ચારસો નવ્વાણુંની નિર્યામણા વખતે એમને પોતાની હાજરીની જરૂર લાગી અને પાંચસોમા બાળમુનિ વખતે જરૂર ન લાગી, એ મોહ હતો પણ દયા નહિ ! પાલક તો શ્રી સ્કંદકસૂરિજીને વધુ પીડા થાય એ જોવા ઇચ્છતો હતો, એટલે એણે માન્યું નહિ. ગુરુએ બાળમુનિ સામું જોયું. બાળમુનિ પણ સજ્જ જ છે. જૈનશાસનની દયા જુદી છે. બાળમુનિ પણ પિલાઈ કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયા. પાંચસોને કેવળજ્ઞાન પમાડી મુક્તિ અપાવનાર કેટલા સમર્થ જ્ઞાની અને એમનો વિરાગ કેવો ઉત્કટ હશે ! કોઈ કહે પિલાતા કેમ જોઈ શકાય ? પણ જ્ઞાનીઓ શરીર પિલાય તેને બહુ વજન નથી આપતા, આત્મા ન પિલાવો જોઈએ. આત્માની ભાવનાઓ ન ફરી જાય એને માટે જ પ્રબંધ થવો જોઈએ. અહીં ‘ભવનિવ્રેઓ’માં પણ ભાવદયાની ચિંતા છે, દ્રવ્યદયાની નથી. ‘ભવનિવ્રેઓ’ નહિ થાય ત્યાં સુધી ભવરૂપ ઘાણીમાં પિલાવાથી છૂટવાના નથી. આત્માના દયાળુ બનો કે તરત બીજાની વાસ્તવિક દયા આવશે. શાસનસેવા કરવાની શા માટે ? આત્માની દયા માટે ! તા૨ક આ છે એ તો ખાતરી છે ને ? આજ્ઞા પર પ્રીતિ ધરો તો આત્માની દયા થાય. પાંચસોને કેટલો આજ્ઞાપ્રેમ ! એ માનતા કે ગુરુની આજ્ઞામાં જ કલ્યાણ. ૮૮ કડવું પણ હિતકારી હોય તે જ અપાય ઃ અનંતજ્ઞાનીને શું એ ખબર નહોતી કે તમે બધા દુનિયાના ભોગમાં લીન થયેલા છો માટે છોડવું કઠિન પડશે ? એમનામાં દયા નહોતી ? છતાં કેમ છોડવાનું કહ્યું ? જાણતા હતા કે કલ્યાણ છોડવામાં જ છે. વૈદ જાણે છે કે ઉકાળો પીતાં દરદીને દુઃખ થાય છે : પાનાર માબાપ પણ એ જાણે છે કે છોકરાથી શી રીતે પીવાશે ? ગંધ પણ લેવાતી નથી એવો ઉકાળો શી રીતે પીવાય ? છતાં મોઢું પહોળું કરી, વેલણ ઘાલીને પણ પાય છે ને ! બચ્ચાંને સુવાડીને માતા, બાળકનું મોં પહોળું કરી વેલણથી દવા પાતી વખતે બાળકની ગાળો, લાતો, તિરસ્કાર વગેરેને ગણતી નથી. કેવી તાકાત કેળવી છે ! જેની મા જીવતી હોય તે બધા માને પૂછજો. મા કહેશે કે એ લાતો ન ખાધી હોત તો આજે તું આ સ્થિતિમાં ન હોત ! માને તો એ લાતમાં આનંદ આવે, મા તો હસે કે દવા દીકરાને ગળે ઊતરી. લાતને ન ગણે. સંસારના જીવો ઉપર ઉપકાર 88 Page #117 -------------------------------------------------------------------------- ________________ - ૭ : ભવનિર્વેદનું મહત્ત્વ - 7– ૮૯ કરનાર પણ ગાળો તથા તિરસ્કાર ખમવાની તાકાત કેળવે. એ એવી ગાળો વગેરેની દરકાર ન કરે. જેને અમારા માનીએ, તેને સુધારવા પૂરતો પ્રયત્ન કરવો જોઈએ કે નહિ ? છોકરાની લાતો વગેરે ખાવાની તાકાત કેમ કેળવવી તે મા જાણે. માના ઉપકારની અવધિ નથી : મૂતરે તોય છોકરાને ખોળામાં લે : ભાણામાં મૂતરના છાંટા પડે તોય ગુસ્સો ન કરે. એ સમજે છે કે મૂતરવાની બુદ્ધિએ મૂતર્યું નથી, પણ મુતરાઈ ગયું છે. માને ગ્લાનિ ન થાય. અણસમજુને પણ માતાએ એવા બનાવ્યા કે જુઓ તમે બધા કેવા ડાહ્યા થઈને બેઠા છો ! આ માતાનો પ્રતાપ. માતાએ તો આવા બનાવ્યા : અમારે કેવા બનાવવા, એ પ્રશ્ન બાકી રહે છે. તે વખતે તો પગ નાના હતા તે લાત નાની મારતા : હવે મોટા થયા એટલે તેવાઓની લાતો પણ ભયંકર : પણ તે લાતો ખાઈને પણ જેવા બનાવવા હોય તેવા બનાવવા જોઈએ કે નહિ ? કેવા બનાવવા ? - એનો ઉત્તર “મનિāગો' આ શબ્દ આપે છે. ભવની ભયંકરતા બતાવવામાં આવે તે વખતે જેને ભવ મીઠો લાગે તે કૂદે, ઊછળે, પણ તેથી એ બતાવનારને ગભરાયે પાલવે ? ડરી ઓછું જ જવાય ! અમારે તમને કેવા બનાવવા એ નક્કી કરો. માએ તો ખાતાં-પીતાં, ઊઠતાંબેસતાં, બોલતાં-ચાલતાં શીખવ્યું, અમારે તમને શું શીખવવું ?-એ તમે કહેશો ને ? તમને શું શીખવીએ તો અમે અમારું સ્થાન દિપાવી શકીએ ? સભા : સાધુ બીજું આપે તો ? અરે ભાઈ ! તમે નક્કી થાઓ તો સાધુ બીજું આપી જ ન શકે : આપે તો પણ પકડી પાડો ! દવા લેવા વૈદ્યને ત્યાં જાઓ, પણ ન મટે તો બીજો વૈદ કરો ને ? પથારીમાં સુવાડી રાખે તો એ વૈદ કામનો નહિ ને ? વેપારી ગમે તેવો ઉઠાઉગીર હોય, પણ ગ્રાહકને માલૂમ પડે કે એ ઉઠાઉગીર છે, તો પેલો કહે પાંચ તો આ કહે બાર આના : દોઢ રૂપિયે લેવું હોય તોય બાર આના કહે. એને ત્યાંથી લેવું હોય તો પણ ઊઠવાનો ડોળ કરે, ઊઠે : પણ પેલો હાથ પકડે. પેલો વેપારી ઠેકાણે આવે ત્યારે જ પૈસા કાઢે. ગ્રાહક ભોટ થાય તો વેપારી બેના બાર પણ લે. તમે નક્કી કરો કે “કેવા બનવું કે જેથી કોઈ ઠગી શકે નહિ.” “હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા' - એ કહેવત છે. નોકર શાક વાસી લાવે અને કહે કે આપ્યું તેવું લાવ્યો તો શું કહો ? તમે કેવા બનવા માગો છો ? અને તમારે ધર્મગુરુ શા માટે જોઈએ ? - એ નક્કી કરો. Page #118 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 90 તમે જે માગો છો, ભગવાન પાસે જે એકરાર કરો છો, તે બનાવટ છે કે સાચું છે? તે નક્કી કરજો. સાંભળનાર એ પ્રભુ સર્વજ્ઞ છે. ત્યાં કપટ ન કરતા. દુનિયાની સત્તા શબ્દજાળમાં આવી જાય, પણ એ દેવ ન આવે. સત્યના અર્થી બનવું હોય તો ભોળવવાની વાત ભૂલી જાઓ. અહીં પણ જૂઠું બોલે, તે બહાર શું ન કરે? જે બોલો તે સાચું બોલજો. હિંસાથી કે જૂઠથી નથી જીવવું. અઢારે પાપસ્થાનકથી છૂટા થશો, ત્યારે એમના ભેગા થવા જોગા થશો.એમની આજ્ઞા મુજબ વર્તશો તો મુક્તિ મળશે. આજ્ઞા મુજબ મુક્તિએ જવું છે, એમાં તો શંકા નથી.એ માટે તમારી પહેલી માગણી પણ “ભવનિવ્વઓ'ની છે ! અને અમને પહેલી આજ્ઞા પણ ભવનિબેઓની છે, માટે એ જ અમે આપીએ છીએ. અમારાથી એ જ આપી શકાય. એ વિનાનું બીજું આપવું એ વિરાધના ! Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮ : પ્રાર્થનાનો પરમાર્થ : • ધર્મકુશળ બનવા માટે કર્મકુશળ બનવાની જરૂર ખરી ! • માગણીનું સ્વરૂપ સમજો : • અમારી-તમારી બધાની ભાવના એક જ : • જૈનશાસનની મૈત્રીભાવના શું છે ? • ભાષાસમિતિનો ભંગ શેમાં ? • પ્રભુ શ્રી વીરનું દષ્ટાંત વિચારો ! • માબાપની ફરજ : વિષય : તીર્થના સેવકની ફરજ દર્શાવ્યા બાદ - જયવીરાય સૂત્રમંતર્ગત *ભવનિર્ધ્વઓ' પદની વિસ્તૃત છણાવટ. આ પ્રવચનની શરૂઆતમાં જ તીર્થની પ્રાપ્તિ થયા બાદ એના સંરક્ષણ માટેની ફરજ કોની, કેવી, કેટલી અને એણે કઈ રીતે નિભાવવી એ અંગે વિશદ માર્ગદર્શન આપ્યા બાદ “ધર્મજૂરા બનવા માટે કર્મશૂરા બનવું જ જોઈએ' - એવો કોઈ નિયમ નહિ હોવાનું સ્પષ્ટ કર્યું છે. ત્યાર બાદ જયવીયરાય સૂત્રમાં કરેલ માગણીઓ પૈકી પ્રથમ માગણી ભવનિÒઓના સ્વરૂપ ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે, ખોટા-સાચાનો વિવેક બતાવ્યો છે, જૈનશાસનની મૈત્રીભાવના સમજાવી છે અને ભાષાસમિતિની સુરક્ષા અને તેનો નાશ પણ સમજાવ્યો છે. છેવટે શ્રી વીર વિભુની દીક્ષા બાદનો પ્રથમ ઉપસર્ગનો પ્રસંગ, ઇન્દ્રની વિનંતિ, પ્રભુનો જવાબ વગેરેના માધ્યમે ધર્મની દઢતા સમજાવી છે. મુવાક્યાતૃત • ધર્મશૂર બનવા ઇચ્છનારે કર્મચૂર બનવું જ જોઈએ, એ કાયદો શ્રી જિનશાસનમાં નથી. • પ્રયત્ન ન કરવા માત્રથી વિરાધકપણું ન આવે : દુર્ભાવ આવે તો વિરાધકપણું આવે. • પ્રાર્થનામાં ભેદ તો પરિણામે ભેદ થવાના અને પ્રાપ્તિ ફરી જવાની. • ખોટાને ખોટા તરીકે નહિ માનનારા જો ભણેલા કહેવાતા હોય, તો પણ તે ભણેલા નથી. “છોડાય તો સારું' - એ ભાવના. અને છોડું' - એ પરિણામ. પરિણામ થયા બાદ કાર્ય ! • શુભ પરિણામ દુર્લભ છે, માટે ઝટ અમલ કરો. • જ્યાં દ્રવ્યશુદ્ધિ ઊંચા પ્રકારની, ત્યાં ભાવના પણ ઊંચા પ્રકારની થાય, • તમારી ખામી કહેનાર મળે ત્યારે તમારા ઉદ્ધારની તૈયારી થઈ એમ માનો ! • ઉન્માર્ગે જતી જનતાને જે શબ્દોથી રોકાય તે શબ્દો બોલાય એ જ ભાષાસમિતિ ! • બીજાનું ભૂંડું ઇચ્છવું તો પહેલાં તમારું જ ભૂંડું થવાનું. કદાચ દુનિયામાં જીત્યા તોયે આત્મદષ્ટિએ હારેલા જ છો. • પશ્ચાત્તાપના અગ્નિમાં શિથિલતા બળીને ખાખ થઈ જશે અને શૂરવીરતા આપોઆપ પેદા થશે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮ : પ્રાર્થનાનો પરમાર્થ ધર્મકુશળ બનવા માટે કર્મકુશળ બનવાની જરૂર ખરી ? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, શ્રીઆચારાંગ સૂત્રની આદિમાં મંગળાચરણ કરતાં ફરમાવી ગયા કે શાસન જયવંતુ વર્તે છે. તીર્થ છે ત્યાં સુધી હંમેશ જયવંતુ છે. એનો કદી પરાજય થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. એકેએક યોગ્ય વિચારને ત્યાં સ્થાન છે અને એકેએક અયોગ્ય વિચારનો એમાંથી બહિષ્કાર છે. ખરાબ વિચાર એમાં એક પણ નથી અને કોઈ પણ સારો વિચાર એમાં નથી એમ પણ નથી. તેના સિદ્ધાંતો અનેક રીતે એવા સિદ્ધ થયા છે કે એને સેવનારો જરૂર સંસારથી મુક્ત થાય જ. એટલા માટે જ એ તીર્થ સદાકાળ રહેવા માટે સરજાયેલું છે : એની જગતમાં જોડી પણ નથી : અને માટે જ સધળા શ્રી જિનેશ્વરોએ શરૂઆતમાં એને નમસ્કાર કરેલ છે. તીર્થંકરો પણ એને નમે છે : કારણ કે એ અનુપમ છે, શાશ્વત છે અને એના સિદ્ધાંતો,સેવનારાના કર્મરૂપ મળને દૂર કરે તેવા છે. તેમાં એકેએક યોગ્ય વિચારને સ્થાન છે, એક પણ અયોગ્ય વિચારને ત્યાં સ્થાન નથી, એક પણ યોગ્ય વિચાર ત્યાં નથી તેમ નથી. માટે જ એ તીર્થ હંમેશ જયવંતુ છે. માટે જ વખતોવખત કહેવામાં આવે છે કે તીર્થ પામ્યા બાદ સાચવવાની, એનું રક્ષણ કરવાની જોખમદારી ઘણી મોટી છે. એ પામ્યા બાદ આત્માના આખા જીવનનો પલટો થવો જોઈએ. આ તીર્થના સેવકની ફરજ છે કે એક પણ અયોગ્ય વિચારને ટકવા ન દેવો અને એક પણ યોગ્ય વિચારના સ્વીકારમાં આનાકાની ન કરવી. તીર્થ સદૈવ જયવંતુ છે એમાં તો શંકા નથી. ભલે જયવંતુ છે, છતાં તીર્થનો સેવક એની રક્ષા માટે પ્રયત્ન કરે, જો પ્રયત્ન ન કરે તો શાસન જીવતે છતે પણ તીર્થનો સેવક તો રક્ષક ન જ કહેવાય. આ તીર્થના સેવકની ફરજ કઈ ? એક પણ અયોગ્ય વિચારને પોતામાં ન આવવા દે અને એક પણ સુયોગ્ય વિચારને જવા ન દે. એના સિદ્ધાંતોના સેવનમાં આત્માને ઢીલો પડવા ન દે કે એમાં અસ્થિરતા આવે એવો વિચાર થવા ન દે. Page #121 -------------------------------------------------------------------------- ________________ – ૮ : પ્રાર્થનાનો પરમાર્થ – 8 – ૯૩ શ્રી તીર્થંકરદેવો કેવળજ્ઞાન પામ્યા બાદ પણ તીર્થને માને છે, એવા તીર્થને જે પામે તે પરમ પુણ્યવાન. આપણે પામ્યા માટે આપણે પણ પરમ પુણ્યવાન. પરમ પુણ્યવાન કહેવરાવ્યા પછી જોખમદારી ઘણી મોટી છે. અધિકાર મેળવ્યા પછી અધિકાર સાચવવાની જોખમદારી ઓછી નથી. તીર્થ પામ્યા એમ કહીએ અને સાચવવાની જોખમદારી સમજીએ નહિ, તો તીર્થ પામ્યા તે કામનું શું ? ચિંતામણિ મળ્યા પછી ભીખ માગવા જાય, તો લોક એને મૂર્મો જ કહે ને ? આ તીર્થ પામ્યા બાદ-આ તીર્થનો મહિમા હૃદયમાં ઊતર્યા બાદ, આત્મા એકેએક અયોગ્ય વિચારથી હમેશાં કંપતો રહે : જ્યારે અયોગ્ય વિચારને સ્થાન આપવાની ભાવના થઈ, કે તીર્થ હારી જવાય. એક પણ સુંદર વિચારને હૃદયમાં સ્થાન આપવા પ્રયત્ન ન થાય, સિદ્ધાંતોથી ખસવાની ભાવના આવે અને તેના શાશ્વતપણામાં શંકા થાય, તો એ તીર્થ હારી જવાય. શ્રી તીર્થંકરદેવોથી લેવાયેલા અને જગતમાં જેની જોડી નહિ એવા તીર્થને પામેલા આત્માને એ તીર્થના શાશ્વતપણામાં શંકા હોય જ નહિ. તેના સિદ્ધાંતોમાં શંકાની ભાવના પણ ન હોય : એવા આત્માને એક પણ સુંદર વિચારના સ્વીકારમાં આનાકાની ન હોય : અને એક પણ અયોગ્ય વિચાર લાવવાની મૂર્ખાઈ ન હોય. આ તીર્થ પામેલા માટે આટલી બધી જોખમદારી છે. અસ્તુ. શ્રી આચારાંગ શાસ્ત્ર, ભગવાન શ્રી મહાવીરદેવે સારાય જગતના હિત માટે કહેલ છે. આપણે એ સૂત્રનું ધૂત' નામનું છઠું અધ્યનન વાંચવું છે, તો તે પહેલાં ઘટતી તૈયારી કરવી જોઈએ. ધૂનન થાય ત્યાં તો મજબૂત આદમી ટકે. તમારા હાથે અનાદિ કાળથી જે વિષય-કષાયાદિના પાયા મજબૂત કર્યા છે, તેને તમારા હાથે જ ખોદાવવાના છે : તમારું બાંધેલું તમારે ખોદવાનું છે : ત્યાં મારાપણું રહી જાય તો તે ન બને. સભા : “ને સૂર સો ધને સૂરા' નો અર્થ શો ? આ વાત કહેવાઈ ગઈ છે. ગઈ કાલે પણ કહેવાઈ છે. એનો આશય એ છે કે જે આત્મા કર્મમાં શૂરવીર હોય તેને, કદાચ સુગુરુનો યોગ મળે અને ધર્મ પામી જાય, તો જરૂર એ આત્મા ધર્મમાં પણ કમાલ કરે. પણ ધર્મશૂર બનવા ઇચ્છનારે કર્મશૂર બનવું જ જોઈએ, એ કાયદો શ્રી જિનશાસનમાં નથી. એક આત્મા અયોગ્ય ક્રિયામાં એટલો બધો ઉન્મત્ત બની ગયો છે કે જેની Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૪ –––– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – સીમા નહિ એને કોઈ મહર્ષિ મળી જાય, અને તેમનાં વચનો તેનામાં પરિણામ પામી જાય, તો એ આદમી પોતાના જે બળનો ઉપયોગ દુનિયાના નાશમાં કરી રહ્યો હતો, તે દુનિયાને તારવામાં કરી શકે. બળ કામમાં તો આવવાનું જ. મન-વચન-કાયાના યોગના વેગને, ચૌદમે ગુણઠાણે પહોંચ્યા સિવાય, સંપૂર્ણપણે રોકી શકાય તેમ નથી. નદીના વેગબંધ વહ્યા આવતા પૂરને કોઈ રોકવા પ્રયત્ન કરે તો તણાઈ જાય. પાણીના પૂરમાં એ તાકાત છે કે મોટા પહાડના પહાડને પણ ભેદીને જગ્યા કરે. નદીના પૂરને રોકવાનો પ્રયત્ન ન કરતાં, જો એની દિશા ફેરવી પાંચ-સાત કે દશ નીકો કરી એના વેગને બધે જવા દે, તો નાશ કરનાર પૂરનેય સ્વાધીન બનાવી દે, એમાં કશી જ શંકા નથી. અહીં પણ તે હદ આવ્યા સિવાય મન, વચન, ને કાયાના બળને રોકાય નહિ, પણ આશ્રવમાર્ગમાંથી સંવરમાર્ગમાં લવાય. સુગુરુયોગે એ થાય, પણ એ કાયદો તો નથી જ કે સંવરમાર્ગે આવતાં પહેલાં આશ્રવમાર્ગ કેળવવો જોઈએ. વ્યવહારમાં જે બુદ્ધિમાન છે તે અહીં આવે તો મૂઓં બને, એમ તો નથી ને ? જે બુદ્ધિનો ઉપયોગ ત્યાં કરે છે તે અહીં કરે : બુદ્ધિ ઊંધે માર્ગે જતી હતી તે સીધે માર્ગે જાય, તો કામ થઈ જાય. અહીં બુદ્ધિ કેળવનારે ત્યાં કેળવીને આવવું, એ કાયદો નથી. માગણીનું સ્વરૂપ સમજો : જય વિયરાય' સાધુ તથા શ્રાવક રોજ બોલે છે. કોઈ સાતવાર બોલે તો કોઈ ત્રણવાર, તો કોઈ એકવાર. સાતવાર નહિ, ત્રણવાર નહિ, પણ એકવાર તો બોલો છોને ? કોની પાસે બોલો છો ? પ્રભુની પાસે. મૂર્તિ એ શું ચીજ છે ? “જિન પડિમા જિન સારિખી.” એટલે મૂર્તિ છે શ્રી જિનેશ્વરદેવ માનીને સેવીએ છીએ. જેઓ એમ ન માને તેને બાજુ પર મૂકો. અહીંની ક્રિયા વજનદાર હોવી જોઈએ કે પોલી ? મૂર્તિને શ્રી જિનેશ્વરદેવરૂપ માનો છો, માટે ક્રિયા ઢીલી-પોચી ન કરો. દુનિયાનો વ્યવહાર નિભાવવા વચનની જે કિંમત છે, તે અહીં સમજો. વચનની કિંમત ત્યાં કરતાં અહીં કેટલાય ગણી અધિક આવવી જોઈએ. વ્યવહારમાં વચનથી ફરી જાઓ તો તમને કોઈ ધીરે નહિ અને બહુ તો તમારો આ લોક સીધો ચાલે નહિ પણ અહીં બોલીને ફરી જાઓ તો અનેક ભવ બગડી જાય. શ્રી જિનેશ્વરદેવની આગળ જેટલું બોલાય છે, તે બોલતાં રોમરાજી વિકસ્વર Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮ : પ્રાર્થનાનો પરમાર્થ 8 : થવી જોઈએ. બધા વિચારની છાયા આત્મા પર પડવી જોઈએ. એક એક શબ્દ હૃદયને ભેદીને નીકળવો જોઈએ ઃ ફોનોગ્રાફની ચૂડી માફક નહિ, પણ બરાબર અંતરને સ્પર્શીને બહાર આવવો જોઈએ. પ્રભુની આગળ બીજું બોલો છો તે હાલ બાજુ રાખો - પણ જય વીયરાયમાં તમે જે માગણી કરો છો, તે એટલી બધી મોટી છે કે જેનો સુમાર નથી. એમાં છે તે ઔષધ એકવાર ખાઈ લો તો કામ થઈ જાય. 95 સભા : જે વસ્તુની માગણી કરીએ છીએ, તે મેળવવા પ્રયત્ન ન કરીએ તો વિરાધકપણું ખરું ? ૯૫ આનું સમાધાન તો કરું છું, પણ એ સમાધાનથી શિથિલતા ન આવે તેની કાળજી રાખવાની સૂચના કરું છું. પ્રયત્ન ન કરવા માત્રથી વિરાધકપણું ન આવે : દુર્ભાવ આવે તો વિરાધકપણું આવે. કમતાકાતના યોગે કે હૃદયની વિશુદ્ધિના અભાવે, પ્રયત્ન ન કરાય એમાં વિરાધનાપણું આવે તો તો જુલમ થઈ જાય : પણ એ પણ ખરું કે પ્રયત્નમાં બેદરકારી કરીએ તો એ છેટું ને છેટું જાય અને જેમ છેટું જાય તેમ આપત્તિ આવે, માટે બેદરકારી પણ ન હોવી જોઈએ. સભા : માગણી તો મોટી છે, અને તાકાત ન હોય તો ? શ્રી જિનેશ્વરદેવના શાસનનો કાયદો છે કે જે ચીજ શ્રી ગણધરભગવાન માગે તે બાળક પણ માગે : મેળવે ભલે શક્તિના પ્રમાણે, પણ માગણી તો એક જ ! માગણીમાં ભેદ નહિ : અમલમાં ભલે ભેદ હોય. : પ્રભુના શાસનમાં સર્વવિરતિ, દેશવિરતિ અને સમ્યગ્દષ્ટિ આત્મા પણ રહી શકે છે. એકનો સર્વ ત્યાગ છે, બીજાનો થોડો ત્યાગ છે, અને ત્રીજાનો ત્યાગ નથીમાત્ર ત્યાગની ભાવના જ છે : પણ બધાયનું ધ્યેય એક જ છે. ત્રણેની માંગણી એક જ. અમલની વાતમાં પ્રશ્ન સંભવિત. અહીં તો માન્યતાની વાત છે. જેટલા દરદી આવે તેમાં, કોઈનું દરદ ચાર મહિને મટે એવું હોય, કોઈનું છ મહિને મટે તેવું હોય ને કોઈનું અઠવાડિયે મટે તેવું હોય. એ બધા મનમાં સમજતા હોય, પણ બધા ડૉક્ટરને કહે શું ? ઝટ મટાડો. ભલે ક્ષય હોય, પેટમાં ભયંકર દર્દ હોય, નહિ જેવો તાવ હોય, પણ એ બધાય કહે કે ઝટ મટાડો. કોઈએ એમ કહ્યું કે મોડું મટાડો ? મનમાં સમજે કે દરદ મોટું છે, ચૌદ દિવસે મટે એવું છે, તોય કહે કે ચાર દિવસે મટાડો. ડૉક્ટર કહે કે ઉતાવળ ન કરો, આ બીજાનું દરદ ચાર દિવસે મટે તેવું છે, પણ તમારા દરદને વખત લાગશે : તોય દરદી કહે કે ‘એની પાસે પાંચ લેતા હો તો Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 98 મારી પાસેથી પચાસની ફી લો, પણ મને બે દિવસે મટાડો.' ભલે મટે ગમે ત્યારે, પણ બધા દરદીઓની માગણી કઈ ? માગણીનું વાસ્તવિક સ્વરૂપ હજુ સમજાયું નથી. વ્યવહારમાં જુઓ કે એક માણસ પેઢી પર જઈ કલાક બેસી આવે ત્યાં પચાસ હજાર કમાય અને બીજો છ કલાક બેસે તોયે માંડ રોટલા મળે, તો પણ એની ઇચ્છા કઈ ? એ જ કે મારે પણ મોટર જોઈએ : મળે કે નહિ તે વાત જુદી. પ્રાર્થનાના ને પ્રાપ્તિના ભેદ સમજો. ચોથા આરાના જીવો મુક્તિની ઇચ્છા કરે અને પાંચમા આરાના જીવો શાની ઇચ્છા કરે ? સભા : મુક્તિની. કારણ ? મુક્તિ અહીંથી અત્યારે મળે તેમ નથી. ચોથા આરામાંયે કોઈ જીવને ખુદ જ્ઞાનીએ કહ્યું હોય કે મુક્તિ માટે પાંચપચાસ ભવની વાર છે, છતાંય તે માગે તો મુક્તિ જ ને ? મગાય તો એ જ. દેવગતિ માગે તો તો આપત્તિ વધી જાય. માગવાની તો મુક્તિ જ. બીજું ગમે તે મળે તોય માગણી તો એ જ. પ્રાર્થના તો ઊંચી જ હોય. પ્રાર્થનામાં ભેદ તો પરિણામે ભેદ થવાના અને પ્રાપ્તિ ફરી જવાની. અમારી-તમારી બધાની ભાવના એક જ ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ, આ ત્રણ ભિન્ન વસ્તુઓ છે, એ કહેવાઈ ગયું છે. ચૌદમે ગુણસ્થાનકે પહોંચવા જોગી પ્રવૃત્તિની તાકાત બિલકુલ નથી. ચૌદમે ગુણઠાણે પહોંચીએ તેવી દશાનાં તેવાં પરિણામ પણ નથી થતાં : સવારે રાઈ પ્રતિક્રમણ કરનારાઓ શું વિચારે છે ? ભગવાન શ્રી મહાવીરદેવે છ મહિનાનો તપ કર્યો. એ તપ છે ઊંચો, પણ થાય તેમ નથી : તાકાત નથી : પરિણામ પણ નથી : ભાવના જરૂર છે. ઊતરતાં ઊતરતાં જ્યાં સુધી તાકાત નથી ત્યાં સુધી આમ કહે : છ મહિનાનો તપ કરવાની વાતમાંય ભાવના તો જરૂર કે હું પણ એ તપ કરે : એવો વખત ક્યારે આવે : પણ તાકાત નથી અને પરિણામ પણ તેવાં થતાં નથી. પરિણામ શક્તિને પણ આધીન છે. પરિણામ પ્રકાશમાં આવે તે પ્રવૃત્તિ. સંસાર છોડવાની વાતમાં ભાવના છે કે છોડું, પણ એવાં પરિણામ થતાં નથી. જો જ્ઞાન થાય તો વ્યસની સમજે છે કે વ્યસન ખરાબ છે, ભયંકર છે, વ્યસનની સામગ્રી ન મળતાં બેહાલ થાઉં છું, રોજ થાય છે કે છોડું તો સારું, પણ છોડું એવાં પરિણામ થતાં નથી. છૂટી જાય તો સારું એ ભાવના છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૭ 97 – – ૮ : પ્રાર્થનાનો પરમાર્થ – 8 – ખોટાને ખોટા તરીકે નહિ માનનારા જો ભણેલા કહેવાતા હોય, તો પણ તે ભણેલા નથી, કારણ કે તેમનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. છોડાય તો સારું'-એ ભાવના અને છોડું-એ પરિણામ ! પરિણામ થયા બાદ કાર્ય. પરિણામ ચાલ્યાં પણ જાય ? માટે શાસ્ત્ર કહે છે કે શુભ પરિણામ આવે કે ઝટ કાર્ય કરો. શુભ પરિણામ દુર્લભ છે, માટે ઝટ અમલ કરો. પાપના પરિણામમાં વિચાર કર્યા વિના કદમ પણ ન ભરો અને શુભ પરિણામના અમલમાં વિલંબ ન કરો. ચોથા ગુણઠાણે પણ ભાવના તો ઊંચી ભગવાને સંઘમાં ગૃહસ્થ અને સાધુનો યોગ સાથે કેમ રાખ્યો ? રીતિનીતિ તો ન્યારી છે. તમારું એક ગામ-અમારું કોઈ ગામ નહિ :તમારે ઘર છે-અમારે તે નથી :તમારે માથે પાઘડી ને અમારે તે નહિ ? તમારામાં અને અમારામાં ભેદ તો ખરો ને? છતાં શાસનનાં ચાર અંગમાં તમે પણ ખરા ને? કારણ ?-ધ્યેય, પ્રાર્થના, ભાવના એક જ છે માટે ! અમે મોક્ષ ઇચ્છીએ છીએ અને તમે બીજું ઇચ્છો છો ? અમે અહિંસક ભાવને ઇચ્છીએ છીએ અને તમે હિંસકભાવ ઇચ્છો છો ? અમે સત્યવાદ ઇચ્છીએ છીએ અને તમે અસત્યવાદ ઇચ્છો છો ? અમે અચૌર્યભાવમાં રમીએ છીએ અને તમે ચોરી કરવા ઇચ્છો છો ? અમે સ્ત્રીસંગનો ત્યાગ ઇચ્છીએ છીએ અને તમે શું તેનો સંસર્ગ ઇચ્છો છો ? અમે નિગ્રંથપણામાં માનીએ છીએ અને તમે પરિગ્રહપણું ઇચ્છો છો ? નહિ જ. અહીં અત્યારે માત્ર ઇચ્છાની જ વાત ચાલે છે. બંધનને ઢીલાં કરવા માટે ધૂનન કરવાનું છે : માટે ભાવનામાંવિચારમાં ખૂબ મજબૂત બનો ! મોહના મહેલના પાયાને મૂળમાંથી હલાવવાના છે : મોહમાં ફસી જે કાર્યવાહી કરો છો તે કાપવાની છે : માટે આપણે પ્રાર્થનાનો વિચાર કરી રહ્યા છીએ. જેની સલાહ લેવી હોય તેની સલાહ લો, જ્યાં વિશ્વાસ હોય ત્યાં પૂછો, અને સમજો કે “સુવું – વર્તતે ? સુખ ક્યાં છે?” અમને પણ તમે તો જ માનો કે જ્યાં સુધી અમે ભગવાન શ્રી મહાવીરદેવના હોઈએ: એ ગેરંટી છે. અમને જ માનવા તમે બંધાયેલા નથી. આજ્ઞાથી વિરુદ્ધ બનેલી વ્યક્તિ પ્રત્યેના રાગને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મિથ્યાત્વ કહેલ છે. વ્યક્તિમાં રહેલી સર્વસ્તુનો રાગ હોઈ શકે. જ્યાં એ વસ્તુ ન દેખાય ત્યાં રાગની જરૂર જ નથી, પરંતુ ત્યાં તો ત્યાગ જ હોય. ધ્યેય એક ન હોય તો તમારો અને અમારો યોગ બને ? Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - જૈનશાસનની મૈત્રીભાવના શું છે? ના વીરાય ન ! તારી જયમાં અમારી જ્ય, માટે હે જગદ્ગુરુ વીતરાગ ! તું જયવંત રહે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તું જ્યાં સુધી જયવંતો, ત્યાં સુધી અમારી જય. તમારા કરતાં ઊંચા શરીરવાળા, ત્રણ ગાઉના શરીરવાળા, અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો પણ અકર્મભૂમિમાં છે. છતાં તેઓની ત્યાંથી સીધી મુક્તિ થતી નથી. એનું કારણ ત્યાં વીતરાગ અને વીતરાગનું શાસન નથી માટે ! જેની જયમાં આપણી જય રહેલી હોય તેની જ આપણે જય બોલાવીએ : દેવની, ગુરની, ધર્મની અને બહુ તો શાસનદેવની જય બોલાવીએ : પણ બીજાની નહિ. જય વિયરાય બોલતાં જ હૃદયમાં ડૂમો ભરાવો જોઈએ : પણ તે ક્યારે ભરાય ? વસ્તુ સમજાય તો ! ચલચિત્ત થઈ જાઓ છો તેનું કારણ ? ચિંતવન કરતા નથી એ જ. બાકી શ્રાવકની કરણી પણ જ્ઞાની પુરુષોએ એવી ગોઠવી છે-એમાં એટલો બધો સમય નિયત કર્યો છે કે જો તેમ કરવામાં આવે તો આત્મા સંસારના કોઈ પણ પદાર્થ તરફ ઢળે નહિ. પણ કરણી લગભગ મૂકી દેવાઈ છે. ત્રિકાળ જિનપૂજનમાં એક કાળ આરાધો, તેમાં પણ અધૂરું ! પૂજાનાં ઉપકરણો પણ એવાં અનુપમ હોવાં જોઈએ કે જે કોઈ ઇતર પણ જોવા થંભે. પશ્ચિમના લોકો આબુ ઉપર શું જોવા આવે છે ? કોતરણી. પણ એ જોતાં જોતાં કોને માટે આ કોતરણી કરાઈ, એ એમના હૃદયમાં વાસ કરી જાય છે. ભાવશુદ્ધિ માટે દ્રવ્યશુદ્ધિની બહુ જરૂર છે. દિવસે દિવસે સ્થિતિ વધે તેમ ઉપકરણો ઉત્તમ ઉત્તમ રાખવાં જોઈએ. વિચારો કે અહીં જે મનોવૃત્તિ રહે છે, તે બજારમાં કેમ નથી રહેતી ? સ્થાન ફર્યું તેથી ! અહીં દ્રવ્યશદ્ધિ છે. કોઈને ન થાય તે વાત જુદી. જ્યાં દ્રવ્યશુદ્ધિ ઊંચા પ્રકારની, ત્યાં ભાવના પણ ઊંચા પ્રકારની થાય. મહારાજા કુમારપાળ મધ્યાહ્નકાળની પૂજા દરરોજ “ત્રિભુવનપાલ વિહાર' નામના મંદિરમાં કરતા. ચતુરંગી સેના સાથે જતા. શ્રીમાનો તેમની ભેગા ભળતા. એમને પણ એમ થાય કે મહારાજા કુમારપાળ જેવા આટલો આટલો સમય કાઢે, તો આપણે કેમ ન કાઢીએ ? મહારાજા કુમારપાળ ઠાઠમાઠપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરતા. શાસ્ત્રમાં વિધિ છે કે શ્રીમંત ઠાઠમાઠથી ઉપાશ્રય સામાયિક કરવા આવે. ઋદ્ધિમાન ઋદ્ધિ લઈને આવે : સાહેબી સાથે આવે અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૮ : પ્રાર્થનાનો પરમાર્થ - 8 જોનારાને થાય કે શેઠ પણ સામાયિકનો વખત કાઢી સામાયિક કરવા જાય છે. બતાવવા માટે કાંઈ નથી, પણ એ ક્રિયાથી ઇતર આત્માને ભાવના જાગ્રત થાય કે આટલી પ્રવૃત્તિમાં પણ આ શેઠ સામાયિક ભૂલતા નથી. અપ્રશસ્ત ગર્વ ન આવી જાય તેની કાળજી રાખવી જોઈએ. પારકાનું ભલું કરતાં પોતાનું ઊંધું ન વળે, એ બહુ સાચવવાનું છે. ઉપદેશકે પણ કલ્યાણની કામનાથી ઉપદેશ દેવો : કોઈને તે ન રુચે એથી નારાજ નહિ થવું : ઉપદેશ એ અનુગ્રહ સિવાયની બીજી બુદ્ધિથી દેવાનો નથી. ખ્યાતિ, પૂજા, પ્રસિદ્ધિ માટે ઉપદેશ દે તો તે ધૂળ ઉપર લીંપણ જેવું છે. શ્રી જૈનશાસનમાં મૈત્રીભાવનાનું સ્વરૂપ લખતાં કહે છે કે :“પરહિતવિતા મૈત્રી " 99 ‘પારકાના હિતની ચિંતા એ મૈત્રીભાવના છે.’ અમે તમને ઉપદેશ આપીએ કે આ ન ખાવું, આ ન પીવું, તે શાથી ? અમે ન ખાઈએ અને તમે કેમ ખાઓ ? તેથી એ ઇર્ષ્યાથી નહિ, પણ કેવળ તમારા હિતને જ માટે ! ૯૯ ભાષાસમિતિનો ભંગ શેમાં ? શાસ્ત્રશ્રવણ દુર્લભ છે. તેર કાઠિયા ત્યાંયે સતાવે છે. ઘેરથી વ્યાખ્યાનનું શ્રવણ કરવા આવે : માનીને જ આવે કે મનુષ્યજન્મ મળ્યો છે : દેવપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, એ બધું થાય તેટલું ઉત્તમ છે : પણ પેલો મોહ ત્યાંયે પોતાના સુભટો મોકલે. મોહ વિચારે કે ભાઈબંધ ભાવનાએ ચડ્યા છે. પ્રયત્ન એવા કરો કે ત્યાંથી છટકે. આળસ વગેરે કાઠિયાને તો દૂર કર્યા, પણ છેવટે વ્યાખ્યાનમાં પેલો માન કાઠિયો આવીને ઊભો રહે. કહેતાં કહેતાં મુનિ કહે કે ‘તમે આવા.' તરત પેલો માન કાઠિયો ભાઈબંધને ઉશ્કેરે. તરત બોલે કે ‘સાધુનો આ આચાર ? આપણને આવું કહેનાર એ કોણ ?' આવું શાથી બોલાય ? માનથી ! ધન્નાજીએ શાલિભદ્રને કાયર કહ્યા હતા. શાલિભદ્રે એમ ન વિચાર્યું કે મને કાયર કેમ કહ્યો ? વિચાર્યું કે ‘કાયર છું માટે કાયર કહ્યો અને તે પણ મારી કાયરતા દૂર કરવા માટે ઃ મને કાયર કરવા માટે નહિ, પણ મારામાં શૂરવીરતા આવે માટે મને કાયર કહ્યો. એમાં વાંધો શો ?’ અહીં શું ? મહારાજ કહે છે એ બધું ખરું,-પંચ કહે તે માબાપ, પંચ પરમેશ્વર, પણ મારી ખીલી તો ન જ ખસે ! ‘મહારાજ કહે તે ખરું પણ’-પણ શું એ : Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 100 બોલો ને ? પણનો પાંચમણિયો રાખો એ ન પાલવે. હું કહું છું કે મીઠા કરતાં કડવું સાંભળવાના વધુ રસિયા બનો ! તમારી ખામી કહેનાર મળે ત્યારે તમારા ઉદ્ધારની તૈયારી થઈ એમ માનો ! તમને સારા તો સૌ કહેશે : જેને તમારી ગરજ હોય તે કદી તમને ખોટા કહે ? મને કોઈ ખોડ ન બતાવે તો કઈ તાકાત છે કે ખોડ જુઓ ? કોઈ દિવસ ખોડનો વિચાર કરો છો ? નિયમ કરો કે ખોડ જોવી. ખોડ જોવીયે નહિ ને સાંભળવયે નહિ, તો કલ્યાણ શી રીતે થાય ? ગામ જવું હોય તો બધું પૂછો. ગાડી કયા ટાઇમે ઊપડશે, કયા પાટે આવશે, ટિકિટ ક્યાં મળે છે, પૈસા કેટલા-એ બધું નક્કી કરી : અને અહીં કંઈ જ નહિ ? ગાડી પાંચ ને પાંચે ઊપડતી હોય તોયે ત્યાં ટાઇમ પહેલાં જઈને બેસો. ગાડી ટાઇમસર જ ઊપડે. કદાચ મિનિટ મોડી થાય. વહેલી તો ઊપડે જ નહિ : એવો મજાનો કાયદો છે તોયે વહેલા જઈ બેસો. ત્યાં સામાન્ય પટાવાળો કહે કે કેમ અહીં ઊભા છો ? તો તરત કહે કે ભાઈશાબ ! આઘા ઊભા રહીએ ? સમજે છે કે દંડ થાય. અહીં જો સાધુ કહે કે આ ભૂલ છે, ઠીક નથી, તો ન ખમાય : સાધુ અમને ખોટા કહે ? એમની ભાષા સમિતિ ક્યાં ગઈ ? ભાગ્યશાળી ! ભાષાસમિતિનો અર્થ સમજો. ઉન્માર્ગે જતી જનતાને જે શબ્દોથી રોકાય તે શબ્દો બોલાય એ જ ભાષાસમિતિ : પણ ઉન્માર્ગે જતા રોકવા નહિ અને મીઠું બોલવું, એ તો ભાષાસમિતિનો ભંગ છે. છોકરો સાપને પકડવા જાય ત્યારે મા કેવી બૂમ મારે ? કારમી બૂમ મારે કે છોકરું ભડકી જાય, પટકાય, હાથ મરડાય તો મરડાવા દે, પણ બાળકને બચાવે. એ તો સમજો છો ને ? બચાવવાની ક્રિયાથી આપણું ચાલ્યું જાય કે રહે ? પ્રભુ શ્રી વીરનું દષ્ટાંત વિચાશે ! અમારી દયા તમે ન ખાઓ : તમારા શ્રેયની ચિંતા કરી તમે આગળ ધપો : ગમે તેવા પ્રસંગે પણ ગભરાઓ નહિ. ભય કોનો અને કોને ? હિંસા કરવી નથી, જૂઠું બોલવું નથી, ચોરી કરવી નથી, સ્ત્રીસંગ કરવો નથી, અને પરિગ્રહ રાખવો નથી, તો પછી ભય શાનો ? ભય તો તેને કે જેને હિંસા કરવી હોય, કોઈને મારવા હોય, ઊંધું-ચતું બોલવું હોય, ગલ્લા ગેપ કરવા હોય, કોઈના ઘરમાં ઘૂસવું હોય કે મારું તારું કરવું હોય ! જેને કોઈનું ભૂંડું કરવું નથી, એટલું જ નહિ પણ માત્ર ભલું જ કરવું છે, તેને ભય શો ? ભલું Page #129 -------------------------------------------------------------------------- ________________ 101 - – ૮ : પ્રાર્થનાનો પરમાર્થ – 8 – ૧૦૧ કરવા જતાં પણ કદાચ આપત્તિ આવી પડે, તો માનવું કે જરૂર પૂર્વે કાંઈ ન કરવાનું કર્યું હશે અને તેથી બંધાયેલ કર્મ ઉદયમાં આવ્યું હશે. તો તેથી ગભરાવાનું શું ? તે કર્મ ખપ્યું એટલો લાભ જ છે. સુધર્મ ઇદ્ર ભગવાન શ્રી મહાવીરદેવને વિનંતિપૂર્વક કહ્યું હતું કે છમકાળમાં આપને ભયંકર ઉપસર્ગો થવાના છે, તો અનુમતિ આપો તો આપની સાથે રહું.” ભગવાને કહ્યું કે “ઇંદ્ર ! એ કદી બન્યું નથી, બનતું નથી ને બનવાનું પણ નથી કે તીર્થકરો કોઈના બળથી કેવળજ્ઞાન ઉપાર્જે.' વાત પણ ખરી છે કે તેઓ તે પોતાના બળથી જ ઝૂઝે. શ્રી તીર્થંકરદેવો તો સઘળા અશુભ કર્મના ઉદયને પ્રસન્નતાથી ભોગવી લેવાને સજ્જ હોય છે. એમ ન હોય તો ગોવાળિયો એમને ઉપદ્રવ કરી જઈ શકે ? નહિ જ, તેમ ન બને. જેની આંખની ભ્રકુટી વાંકી થતાં ઇંદ્રોનાં સિંહાસનો કંપે, અને સઘળાં ભુવનો ઊથલપાથલ કરવાની જેમનામાં તાકાત છે, એમને ગોવાળિયો ઉપદ્રવ કરી જાય ? ગોવાળિયો કાનમાં ખીલા ઠોકી જાય ? તિર્યંચો કુતૂહલ કરી જાય ? જેમની આંખનાં પોપચાં ઊંચાં થાય, તો સામે ઊભા રહેવાની ઇંદ્રોની પણ તાકાત નથી, - એ પણ ધ્રુજે. જગતના નાશ અને રક્ષણ બેયનું બળ એમનામાં છે, પણ એ આત્મા એટલો પવિત્ર અને કરુણામય બન્યો છે કે કોઈને હેરાન કરે જ નહિ. એ તો એમ કહે છે કે પૂર્વે જે કાર્યવાહી કરી છે, તે બધીનો બદલો ચૂકવવાનો છે. બધું બળ કેવળજ્ઞાન મેળવવામાં ખર્ચવાનું છે, નહિ તો કેવળજ્ઞાન ક્યાં રસ્તામાં છે ? સાડા બાર વર્ષમાં ભગવાનને કેટલા ઉપસર્ગો ! પણ એ તો નિશ્ચય હતો કે બળ કેવળજ્ઞાન ઉત્પન્ન કરવામાં વાપરવાનું છે : કોઈને ત્રાસ કરવામાં નહિ ! બધાનું ભલું કરવામાં બળ વાપરવાનું છે-કોઈના ભૂંડામાં નહિ ! - જો તમે બીજાનું ભૂંડું ઇચ્છવું તો પહેલાં તમારું જ ભૂંડું થવાનું. કદાચ દુનિયામાં જીત્યા તોયે આત્મદષ્ટિએ હારેલા જ છો. હૃદયમાં કોઈના ભૂંડાની ભાવના પણ ન કરો. સર્વ સુખી થાઓ એ જ ઇચ્છો. દુશ્મનો પણ સુખી થાઓ એમ ઇચ્છો. આ વાત જાત માટે છે ! બાકી સત્ય અને કલ્યાણકારી વસ્તુની રક્ષા માટે તો કરવા યોગ્ય સર્વ કરવાનું. આપણી સમતા ગાંડાની સમતા જેવી નથી. જૈનશાસનની સમતા, શાંતિ અને ક્ષમામાં એ ડહાપણ છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ માબાપની ફરજ : છોકરાના ગુનાને જો માબાપ હસી કાઢે, તો શાસ્ત્ર, દુનિયા તથા નીતિકારો કહે છે કે એ માબાપ છોકરાનાં હિતૈષી નથી : છોકરો ચોરી કરીને આવે અને હાથ ફેરવે, એ માબાપ છોકરાનાં હિતૈષી નથી : સાચાં માબાપ તો કહે કે જ્યાંથી લાવ્યો ત્યાં મૂકી આવ, જેની ચીજ હોય તેને પાછી આપી આવ, માફી માગી આવ, અને કહી આવ કે ‘મેં ભૂલથી ચોરી કરી, પણ હવે નહિ કરું : એમ કહે તો જ ઘરમાં પેસ !’ બસ, આટલું થાય તો છોકરાની જિંદગી સુધરી જાય. 102 માબાપ રૂપિયાની રૂપિયાભાર ચીજ ખવરાવે, પણ છોકરો હઠ લે કે આપો તો ન આપે, રોવા દે. બાળકને એમ થવું જોઈએ કે માબાપ મારી ખોટી હઠને નહિ જ પોષે. પ્રેમ હોય, પણ મોહ ન હોવો જોઈએ. જો કે આજનો તો પ્રેમ પણ મોહના ઘરનો છે : પ્રશંસાપાત્ર નથી. મારું બાળક મોક્ષમાર્ગે જાય અને પાપમાર્ગોથી અટકે, એવું કયાં અને કેટલાં માબાપ ઇચ્છે છે ? તમારો પ્રેમ કેવો છે તે જાણું છું. ખેર ! પણ ત્યાંયે અનીતિ, જૂઠ, પ્રપંચ તમારા બાળકને શીખવાડો, અગર તમારું બાળક તે તરફ જાય તો દરકાર ન કરો, તો કઈ કોટિનાં માબાપ કહેવાઓ ? આર્ય દેશ, આર્ય કુળ, આર્ય જાતિ, અને પરમાત્મા શ્રી મહાવીરદેવનું શાસન મળ્યું છે, એ કઈ રીતે સફળ થઈ શકે, તે બધું વિચારો અને તેને અનુસરતી કાર્યવાહી કરો. અસ્તુ. આ જીવનમાં એ નક્કી કરો કે શ્રી વીતરાગ અને વીતરાગના માર્ગની જયમાં જ જય. એ પ્રભુના માર્ગની રક્ષા કરતાં કાયા ખપી જાય તો પણ વાંધો નથી ! સભા : તાકાત હોય તો હુંકારો દેવાય ને ! તમારી સરળતા માટે ખુશ થાઉં છું. કમતાકાત માટે પશ્ચાત્તાપ કરો. પશ્ચાત્તાપના અગ્નિમાં શિથિલતા બળીને ખાખ થઈ જશે અને શૂરવીરતા આપોઆપ પેદા થશે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯ : ભાવનાનું મહત્ત્વ ♦ શુભ વિચારનો અમલ શીઘ્ર થવો જોઈએ : શાસ્ત્રમાં શ્રાવકોને સાધુનાં માબાપ કહ્યાં છે : • ભવનિર્વેદ આવે શી રીતે ? • યુગબાહુ અને મદનરેખા : 9 પરલોકની તપાસ રાખનારા ઊભા કરો ! ♦ અશાંતિ અને દુઃખનું કારણ શું છે ? લોકવિરુદ્ધ ત્યાગની પીઠિકા : વિષય : શુભ ભાવનાનો અમલ ઝટ કરવો - જથવીથરાય અંતર્ગત ભવનિવ્વઓ પદ વિચારણા ચાલુ. ગત વ્યાખ્યાનમાં : શુભ ભાવનાનો અમલ ઝટ કરવો કારણ કે શુભ ભાવના અને પરિણામ ઘણી મુશ્કેલીથી જ પ્રાપ્ત થતાં હોય છે - એ વાતનો સામાન્ય નિર્દેશ કરેલો તે જ વાત વધુ વિસ્તૃત છણાવટ પામી અત્રે પિરસાઈ છે. શુભ ભાવને ઝટ આત્મસાત્ કરી અમલી બનાવવા માટે જયવીય૨ાય સૂત્રના ભવનિવ્યેઓ પદના આધારે સુંદર વિચારણાઓ પ્રસ્તુત કરવામાં આવી છે. ખંધક મુનિવરની ચામડી ઉતાર્યાનો પ્રસંગ સુંદર ભાવમાં ઝિલાવે છે. ભવનિર્વેદ લાવવાના ઉપાયો બતાવતાં અવસરે યુગબાહુ અને મદનરેખા તેમજ શાલિભદ્રકથાના પ્રસંગોનો પણ ઉપયોગ કર્યો છે. સુવાકયામૃત ૭ દરેક ઉપદેશની વાતને જો આત્મા પોતાની સાથે ઘટાવે તો જરૂ૨ અમલ થાય. ૭ ધર્મ હૃદયમાં વસ્યા પછી બીજી ભાવનાઓ તો સ્વયં નાશ પામશે. ♦ શુદ્ધ પરિણામ થવાં એ મુશ્કેલ અને થાય તો ટકવાં મુશ્કેલ, માટે જ શુદ્ધ પરિણામ થાય કે તરત જ પરિણામને અનુસરતી પ્રવૃત્તિ કરી દેવી. ♦ જે આત્મા પાપને પાપ તરીકે માને નહિ, પાપથી ધ્રૂજે નહિ, પાપ કર્યું જાય અને જેને પાપનો ભય નહિ, તે આત્મા મુક્ત કઈ રીતે થાય ? ૭ શ્રી જિનેશ્વરદેવનો સંયમમાર્ગ એટલે આખા જગતને માટે શાંતિનો પયગામ ! સુખનો ધોરીમાર્ગ ! દુઃખની જેમાં સંભાવનાય નહિ ! ♦ અવ્યાબાધ પદ જેને જોઈતું હોય તે પોતે દુનિયા માટે અવ્યાબાધ બને ! અનીતિની કરેલી કમાણી તો મારી નાખનારી છે. એવી કમાણીના યોગે પાટલે બેસી મિષ્ટાન્ન ખાવા કરતાં જમીન પર બેસી સુક્કા રોટલા ખાવા મજાના છે. ભવથી બહાર નીકળવાની ભાવના જાગશે, ત્યારે તો મનુષ્યલોકમાં રહેવા છતાં દેવતા કહેવાશો. સામાનું કાળું કરવાનો વિચાર આવે કે તરત પોતાનું તો બગડે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૯ઃ ભાવનાનું મહત્ત્વ શુભ વિચારનો અમલ શીધ્ર થવો જોઈએ : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજ મંગલાચરણમાં તીર્થની પ્રશંસા કરતાં કહી ગયા કે તીર્થ હંમેશ જયવંતુ વર્તે છે : કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમજ એક પણ સદ્વિચારનો બહિષ્કાર નથી. એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયા છે કે જેની સેવાથી નિયમાં આત્મા નિર્મળ થયા વિના રહે નહિ ? માટે જ એ શાશ્વત છે અને તેથી જ એની બીજી કોઈ ઉપમા નથી : એ અનુપમ છે અને એ જ હેતુને લઈને સઘળા શ્રી તીર્થપતિઓથી તે નમસ્કાર કરાયેલું છે. આવું તીર્થ પામ્યા, એ કાંઈ જેવું તેવું સદ્ભાગ્ય નથી. એ પામ્યા બાદ એનું પાલન કેમ અધિક પ્રકારે થઈ શકે, એ ચિંતા ન થાય તો ન પામેલા કરતાં પામેલા વધુ કમનસીબ ગણાય. જ્ઞાનીએ કહેલી બધી વાતોનો વિચાર આત્મા સાથે એકાંતે કરવાનો રહ્યો. દરેક ઉપદેશની વાતને જો આત્મા પોતાની સાથે ઘટાવે, તો જરૂર અમલ થાય. ક્રિયાઓ ઉપયોગહીન ન હોવી જોઈએ, પણ જીવતી-જાગતી હોવી જોઈએ. શબ્દો બોલાય ત્યારે ઇંદ્રિયો આડી-અવળી હોય, મોટું ક્યાં હોય અને વચન ક્યાં જતાં હોય,-આ સ્થિતિમાં વસ્તુ ન પમાય. જે પ્રાર્થનાસૂત્ર હંમેશાં બોલો, તેમાંની વાતો તમને યાદ ન હોય ? તમે એ વાતોને વિચારો નહિ, મનન કરો નહિ અને કોઈ યાદ કરાવે તો ઊલટો ગુસ્સો થાય તો શું થાય ? મૂર્તિને શ્રી જિનેશ્વરદેવ કલ્પીને, હંમેશાં એ શ્રી જિનેશ્વરદેવ સમક્ષ બોલીએ, પ્રાર્થના કરીએ અને પ્રાર્થેલી વસ્તુનું સ્મરણ પણ ન હોય, એટલું જ નહિ પણ કદાચ કોઈ એનું સ્મરણ કરાવે તોયે કંટાળો આવે-હૈયે કાંઈ કાંઈ થવા માંડે, એનું કારણ શું? વિતરાગ પ્રભુની મૂર્તિ સન્મુખ મુખ અને નેત્રો સ્થપાય અને શબ્દેશબ્દ હૃદયસ્થ કરી આજ્ઞા વિચારાય, તો એ પ્રમાણે કરનાર આદમી મંદિરમાંથી Page #133 -------------------------------------------------------------------------- ________________ ૯ : ભાવનાનું મહત્ત્વ 9 બહાર નીકળે ત્યારે કેવો હોય ? એના વિચાર કેવા હોય ? ભલે પરિણામ અથવા પ્રવૃત્તિ ન હોય, પણ ભાવના તો જોઈએ ને ? પ્રવૃત્તિ પણ ન હોય, પરિણામ પણ ન હોય અને ભાવના પણ ન હોય ત્યારે હોય શું ? પ્રવૃત્તિ અને પરિણામ ન હોય તે નિભાવાય, પણ ભાવના ન હોય એ કેમ નિભાવાય ? ભાવના થાય ત્યારે આત્મા એકાકાર થઈ જાય. 105 ઉત્તમ ભાવનાવાળાથી પાપક્રિયા થઈ પણ જાય, પરંતુ ત્યાં એ રાચેમાચે નહિ : એ ક્રિયાની એ પ્રશંસા તો કરે જ નહિ : ચોવીસે કલાક હૃદયમાં તો ડંખ્યા જ કરે. ગૃહસ્થ અને સાધુની સ્થિતિ જુદી જ છે, પણ જે યોગ છે તે ભાવનાને આભારી છે. પ્રવૃત્તિ અને પરિણામ તો એક નહિ, પણ ભાવનાએ એક ન હોય તો મેળ મળે શી રીતે ? બે અલગ ચીજને જોડનાર કોઈ ચીજ જોઈએ કે નહિ ? કાગળ પર ટિકિટ ચોડવી હોય તોયે ગુંદર જોઈએ છે ને ? તમને અને અમને જોડનાર ભાવના ! તે ન હોય તો તમારે ને અમારે મેળ મળે ? ભેગા રહેવાય ? તમારે અમારે કાંઈ નાતજાતનો કે લેવડદેવડનો સંબંધ છે ? ભાવનાના યોગે આપણો સંયોગ ગોઠવાયો છે. જો ભાવના ખસી જાય તો કોઈ પણ ભોગે આપણા બેનો યોગ ન પાલવે. ૧૦૫ પ્રાર્થનાસૂત્રમાં એવી ગોઠવણી છે કે ત્યાં પ્રાર્થના કરી આવેલો અહીં એકતાન થયા વિના રહે જ નહિ, ધર્મ હૃદયમાં વસ્યા પછી-ધર્મ હૃદયમાં ઊતર્યા પછી, બીજી ભાવનાઓ તો સ્વયં નાશ પામે. વાંધો એ છે કે વસ્તુનો ભાવ જે પ્રમાણમાં હૃદયમાં ઊતરવો જોઈએ તે ઊતરતો નથી. કહેનારા કહે ખરા કે ‘ધર્મ એ જ શરણ, ધર્મ એ જ આધાર, ધર્મ વિના જગતમાં બીજો આધાર નથી’ - પણ આ બધું પ્રાયઃ હોઠે રહે છે, પણ હૈયે નથી ઊતરતું : એની જ આ બધી વિટંબણા છે. ધર્મ વિના કોઈ સામગ્રી મળે નહિ, મળે તો ટકે નહિ, કદાચ ટકે તો તે સુખ આપતી નથી, માટે-‘જીવતાંયે શરણ તો ધર્મ જ અને મરતાંયે શરણ તો ધર્મ જ !' – એ સમજાય, એ બરાબર હૃદયમાં ઠસી જાય, તો ધર્મ સિવાય બીજે જે પ્રેમ બંધાયો છે, તે બધો પ્રેમ ધર્મ તરફ ઢળે અને એમ બને તો આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત થાય. શુદ્ધ પરિણામ થવાં એ મુશ્કેલ અને થાય તો ટકવાં મુશ્કેલ, માટે જ શુદ્ધ પરિણામ થાય તો તરત તે પરિણામને અનુસરતી પ્રવૃત્તિ કરી દેવી. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ 103 બહિરાત્મા તથા અંતરાત્માના સ્વરૂપને સમજ્યા વિના, પરમાત્મા શી રીતે બની શકાય ? બહિરાત્મ અવસ્થા મૂકવી નથી, અંતરાત્મઅવસ્થા પ્રાપ્ત કરવી નથી અને સીધું પરમાત્મા બનવું છે તે કેમ બનાય ? પરમાત્મા બનવા માટે તો બહિરાત્મદશા મૂકી, અંતરાત્મદશા પ્રગટ કરવી પડશે. આત્માના ગુણોનો વિચાર જ કરવામાં ન આવે ત્યાં થાય શું ? આત્માના ગુણો કાંઈ બહારથી નથી લાવવાના, પણ છે તેને પ્રગટ કરવાના છે. એ પ્રગટ કરવાને બધાં શુભ આલંબનો સેવવાનાં છે. અંતરાયભૂત વસ્તુઓથી આઘા રહેવાનું છે. ઉત્તમ આત્માઓને ઉત્તમ પરિણામ આવે તે પણ ક્વચિત્ અને તે પણ ચંચળ : માટે ઉત્તમ પરિણામ આવે ત્યાં ઉત્તમ પ્રવૃત્તિ કરવામાં વિલંબ કરવો, એ આત્મકલ્યાણકાંક્ષી આત્માને માટે ઉચિત નથી. શાસ્ત્રમાં શ્રાવકોને સાધુનાં માબાપ કહ્યાં છે ? વસ્તુને વસ્તુગતે જાણીએ અને સમજીએ, તો ભાવના જીવતી-જાગતી કેમ ન રહેવી જોઈએ ? પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય) બોલતી વખતે આત્મા એકતાન બનવો જોઈએ. શ્રી જિનેશ્વરદેવ સમક્ષ બોલીએ છીએ,ત્યાં બોલીને ફરાય નહિ એટલું સમજવું જોઈએ. પ્રાર્થનાસૂત્ર બોલતી વખતે આટલી સાવચેતી હોય તો આત્મા કેવો અને કેટલો સુંદર બની શકે એ વિચારો. મહાપુરુષોને પ્રાણાંત ઉપસર્ગોમાં પણ દુર્ભાવના નહોતી આવતી તેનું કારણ શું, એ વિચાર્યું છે? આ પ્રાર્થનાના ભાવથી તે મહર્ષિદેવો ઓતપ્રોત થયા હતા. રાજાના મારાઓ જ્યારે શ્રી ખંધક મુનિવરની ખાલ (ચામડી) ઉતારવા આવ્યા, ત્યારે તે મુનિવર આનંદ પામ્યા અને શું વિચાર્યું તે જુઓ : મુનિવર મનમાંહી આણંદ્યા, પરિષહ આવ્યો જાણી રે; કર્મ ખપાવા અવસર એહવો, ફરી નહિ આવે પ્રાણી રે, અહો. ૧ એ તો વલીય સખાઈ મળીઓ, ભાઈ થકી ભલેરો રે; પ્રાણી કાયરપણું પરિહરજે, જેમ ન થાયે ભાવફેરો રે. અહો. ર” વિચારો, આ કેવી સુંદર વિચારણા છે ? કઈ જાતની ભાવના છે ? ઉપસર્ગ કરનારને પણ ઉપકારી માનવા, એ જેવી તેવી ધીરતા નથી ! વધુમાં એ મહર્ષિ ફરમાવે છે કે : Page #135 -------------------------------------------------------------------------- ________________ 107 - - ૯ : ભાવનાનું મહત્વ - ૭ -- - ૧૦૭ “રાયસેવકને મુનિવર એમ કહે, કઠિન ફરસ મુજ કાયા રે; બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીએ ભાયા રે. અહો. ૧” આ જાતની ધીરતા ક્યારે આવે ? ચેતન અને જડનો વિવેક થાય ત્યારે ! આ જાતની ધીરતામાં જેટલું બળ છે, તેટલું જગતની અન્ય કોઈ વસ્તુમાં નથી. જગતમાં સાચો બળવાન જ તે છે કે જે આવા પ્રકારની ધીરતાને કેળવે. નક્કી કરવું પડશે કે ધર્મ શા માટે કરવાનો ? શરીરથી છૂટવા માટે કે શરીરની સાથે વળગી રહેવા માટે ? સંસારની સાહેબી, એ ધર્મનું ધ્યેય છે કે સંસારથી મુક્તિ એ ધર્મનું ધ્યેય છે ? ખરેખર, ખરી વાત તો એ જ છે કે આ બધા મહાત્માઓ પ્રાર્થનામાંના ભાવથી ઓતપ્રોત હતા. મુદ્દો પ્રાર્થનાની એકતાનતાનો છે. રોજ “જય વિયરાય” બોલો ને માગણીની હારમાળા ગોઠવો, પણ વસ્તુ તરફ પ્રેમ ન હોય કે સદ્ભાવના ન હોય તો એ નભે ? માગણી તો ડાહ્યા વાણિયાની જેમ કરો છો. એ શબ્દો શ્રી ગણધર ભગવાને ગૂંથેલા છે ! કેવી શાંતિથી, વિનયપૂર્વક અંજલિ કરીને માગો છો ! ત્યાંથી ભાગીને પછી અહીં (ગુરુ પાસે) આવો છો તે શા માટે ? એના અમલ માટે ! અમલ ન થાય તો પશ્ચાત્તાપનો અગ્નિ ચાલુ રહેવો જોઈએ. જે આત્મા પાપને પાપ તરીકે માને નહિ, પાપથી પૂજે નહિ, પાપ કર્યો જાય અને જેને પાપનો ભય નહિ, તે આત્મા મુક્ત કઈ રીતે થાય ? વ્યવહારમાં તમે જે કામ કરો છો, તેની તમને ચિંતા નથી હોતી ? તમે આવા બુદ્ધિશાળી, લાખોનો વહીવટ કરનારા, છતાં મને એ થાય છે કે એ તમારી બુદ્ધિનો ઉપયોગ અહીં કેમ કરતા નથી ? ત્યાં ઇચ્છા છે-અહીં ઇચ્છા નથી એમ છે ?' “ઇચ્છા નથી’ એમ કહેવું એ ભારે પડે છે : ઇચ્છા છે એમ કહેવામાંય પંચાત લાગે છે : ત્યારે છે શું ? સંસારીપણે તો જે સમયે જે કામ નિયત થયાં હોય તે ટાઇમસર થયે જાય ! અને અહીં તો એમ કહેવાય કે : “બને તેટલું કરીએ, થાય તેટલું કરીએ.” અને ત્યાં તો“આ કરવું જ જોઈએ, આ કર્યા વિના તો ચાલે જ નહિ, છૂટકો જ નહિ, વ્યવહારમાં રહીએ ને કર્યા વિના ચાલે ? ન કરીએ તો પોઝીશન ન રહે, શાખ રહે નહિ, આબરૂ રહે નહિ.' - આ બધું ત્યાં, પણ અહીં તો-બને તેટલું કરીએ, થાય તેટલું કરીએ.' - એ જ ને ? પેલું બધું સાથે આવવાનું હશે કેમ ? સક્ઝાયમાં તો બોલો છો કે પુણ્ય ને પાપ જ સાથે આવવાનું. કેમ ખરું ને ? જે વસ્તુ તમને આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જે વસ્તુ તરફ Page #136 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ તમને આકર્ષિત કરવામાં આવે છે, જે વસ્તુ તરફ તમારું ધ્યાન ખેંચવામાં આવે છે, તેમાં ફેરફાર હોય તો બોલો ! ૧૦૮ શાસ્ત્રમાં શ્રાવકોને સાધુનાં માબાપ કહ્યાં છે. શ્રાવકને માબાપ જેવા પણ કહ્યા છે અને સાપ જેવા પણ કહ્યા છે. તમે જો માબાપ બનો તો અમારું કામ થઈ જાય. માબાપ બનશો ? પણ જેઓને પોતાના છોકરાનાં માબાપ થતાં નથી આવડતું, તે સાધુઓનાં શી રીતે થશે ? મહાવ્રતધારીનાં માબાપ થવું એ સહેલું છે ? શ્રાવકો માબાપ જેવાં થાય તો તો સાધુઓની બધી ચિંતા ટળી જાય : સાધુઓના સંયમની ચિંતા તમને પેદા થાય-સાધુઓનું સંયમ કેમ વધે, કેમ ટકે, કેમ શુદ્ધ થાય, કેમ ફેલાય, એની ચિંતા શ્રાવકો જ કરે તો બાકી શું રહે ? 108 વ્યવહા૨માં દીકરો સારો કેમ થાય, લાખના કરોડ કેમ કરે, મોટરો કેમ ફેરવે,-એ બધી ચિંતા માબાપને થાય છે ને ? એમ જ સાધુઓનાં સંયમ કેમ પળાય, કેમ વધે, કેમ જગતમાં તે સંયમનો ફેલાવો થાય,-એ ચિંતા શ્રાવકો કરે એમાં અમને આનંદ કે દુઃખ ? માગણી કરું છુ કે તમે તેવાં માબાપ બનો. તમે માબાપપણું મૂકી દીધું એની આ પંચાત છે. તમને આ વસ્તુ તમારી પોતાની લાગવી જોઈએ. શ્રી જિનશ્વરદેવનો સંયમમાર્ગ એટલે આખા જગતને માટે શાંતિનો પયગામ ! સુખનો ધોરી માર્ગ !! દુઃખની જેમાં સંભાવનાય નહિ ! આ નાનીસૂની વાત છે ? શ્રી જિનેશ્વરદેવનું સંયમ જેના હાથમાં આવે તે અહિંસક બને, સત્યવાદી બને, કોઈની ચીજ ઉઠાવવાની ભાવનાથી મુક્ત બને, એનામાંથી વ્યભિચાર, -દુરાચાર, -અનાચાર, ભોગવિલાસ નીકળી જાય, પૈસાટકા-સંસારના રંગરાગની મમતા છૂટી જાય, એની ઉગ્રતા શમતી જાય, અક્કડતા ધીમી પડતી જાય, માયાજાળ કપાતી જાય, લોભ નાશ પામતો જાય, પ્રપંચ-ઇર્ષ્યા વગેરે ટકવા ન પામે અને કોઈની પર આળ મૂકતાં આત્મા કારમી રીતે કંપે. આત્મા પરનો સમ્યક્ પ્રકારનો કાબૂ એટલે સંયમ ! ઇંદ્રિયો કાબૂમાં આવે તે સંયમ ! વાસના અને ઇંદ્રિયો પર કાબૂ મૂકનારો આત્મા જગતને ત્રાસરૂપ હોય ? વાસના અને ઇંદ્રિયો પર કાપ મૂકો ને શાસન સાથે ઓતપ્રોત થાઓ, તો ડગલે ડગલે જિનશાસનના ફુવારા છૂટે. વ્યાખ્યાન-શ્રવણ પણ એટલા જ માટે કે આત્મા નાનામાં નાના જંતુની પણ હિંસા કરતાં બચી જાય. અવ્યાબાધ Page #137 -------------------------------------------------------------------------- ________________ 10 : ભાવનાનું મહત્ત્વ - 9 - - ૧૦૯ પદ જેને જોઈતું હોય, તે પોતે દુનિયા માટે અવ્યાબાધ બને ! પોતે અવ્યાબાધ બને તે અવ્યાબાધ પદ મેળવે. જ્યાં વ્યાબાધા (પીડા) નથી તે સ્થાન-અવ્યાબાધ પદ : એ જેને જોઈએ તેણે કેવા બનવું જોઈએ ? એનાથી કોઈ પણ પ્રાણીને વ્યાબાધા (પીડા) ન થાય ! એવા બને તે ત્યાં જાય. આમાં અશાંતિ હોય ? જગતના જીવો ઇંદ્રિયોની આધીનતામાં એટલા મજબૂત બન્યા છે ને એ આધીનતાને એટલી કેળવી છે કે છોડતાં ગભરામણ થાય છે. એ સંબંધ તોડાવવો હોય તો ધડાકો થાય. જેનું બંધન મજબૂત તેનો કડાકો મજબૂત : કડાકો મજબૂત તેમ ઘોંઘાટ મજબૂત. કડાકો ભયંકર થાય તો તણખા પણ ઝરે : બાજુમાં ઘાસ હોય તો સળગે પણ : બાજુમાં દારૂ કે ઘાસલેટના ડબા હોય તો શું થાય ? અનાદિનાં બંધનો તોડવાનો પ્રયત્ન ચાલે છે. બંધનમાં પડેલાને ચિંતા થઈ પડી છે કે બંધન તૂટે એ ઠીક નહિ : ત્યાં મમતા લાગી છે : એના જ બધા ઉત્પાત છે. ભવનિર્વેદ આવે શી રીતે ? આપણે જયવીયરાયની માગણીમાં આવો. માગણીનું મૂળ કયું ? “નય વીયર ! ના હ૩મમં તુ માવો મયવં !' પછી શું ? “ભવનિબૅઓ. પહેલું જ એ. ખરેખર શ્રી વિતરાગની પાસે સાચા હૃદયથી “ભવનિબૅઓ' માગણીરૂપે ક્યારે બોલાય ? પહેલી આજ માગણી કયો આત્મા કરી શકે ? ભવ એટલે શું ? ભવ એટલે સંસાર : આધિ, વ્યાધિ અને ઉપાધિનો પિંડ તે સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિનું પોટલું તે સંસાર : આધિ એટલે માનસિક પીડા : વ્યાધિ એટલે શારીરિક પીડા : ઉપાધિ એટલે એ બેયની માતા ! આ ગમે ? આધિ-વ્યાધિ ન જોઈતી હોય તો ઉપાધિ છોડવી પડે : ઉપાધિ છોડાય નહિ તો આધિ અને વ્યાધિ છૂટે નહિ અને ત્યાં સુધી સંસાર પણ છૂટે નહિ. આનાથી કંટાળ્યા હો તો “ભવનિબેઓ” સાચા હૃદયથી મગાયુ. ઘરે, બજારમાં, સ્થળ-સ્થળે એક એક આદમી એવો રાખો કે વખતોવખત તમારા કાનમાં આવાં બ્યુગલ ફૂંકે. ખાતાં પીતાં, સૂતાં, ઊઠતાં, બેસતાં, હરતાં, ફરતાં, ગમ્મત કરતાં, બધે કાનમાં આ બ્યુગલો ફેંક્યા કરે. અમે તો સાધુ : અમારી પાસે કલાક બે કલાક આવો : એમાંયે તમારી દૃષ્ટિ ઘડિયાળ તરફ સહેજે ત્યાં દૃષ્ટિ રહે. અંતે તમે કોણ ? જવાનો નિર્ણય કરીને આવેલા આદમી. રહેવાનો નિર્ણય કરીને થોડાક જ આવો છો ! ઘડિયાળ તરફ દૃષ્ટિ ન Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ 110. જાય તે વાત જુદી, પણ દૃષ્ટિ ગઈ અને કાંટાને જરા આગળ ગયા દીઠા કે તમને એમ થાય કે હવે બંધ થાય તો ઠીક. કોઠીમાં અનાજ ભરવું હોય, તો મોટું સીધું હોય તો ભરાય : વાંકે મોઢે ભરાય ? તમારું મોઢું ઘડિયાળ તરફ : હું શું કરું ? ઘરમાં, કુટુંબમાં, મિત્રોમાં, ચોમેર આ સંસ્કાર આવવા જોઈએ. કોઈ તમને પૂછે કે “શરીરે કેમ છે ?' તો કહેજો કે “જો ને ભાઈ ! શરીરે ઠીક ન હોત તો નીકળત શાના ? પૂછવાનું તો પૂછતો નથી અને બીજું પૂછે છે.” પણ તમારા આજના વ્યવહારો એવા ખોટા થયા છે કે એ વ્યવહારે ભીંત ભુલાવી દીધી. દીકરો બહારથી ઘેર આવે કે માબાપ પૂછે-કેમ ભાઈ ! શું કરી આવ્યા ? કઈ રીતે કમાઈ આવ્યા ? તમે વકરો ઘણો કર્યો છે, કમાણી કરી છે તે જાણ્યું, પણ કઈ રીતે તે તો કહો.' બાપાજી ડાહ્યા હોય તો કહી દે કે “અનીતિથી કરેલી કમાણી તો મારી નાખનારી છે. એવી કમાણીના યોગે પાટલે બેસી મિષ્ટાન્ન ખાવા કરતાં જમીન પર બેસી સુક્કા રોટલા ખાવા મજાના છે. અમારા દીકરા થવું હોય તો હાથ જોડીને કહીએ છીએ કે પાપ ન કરો, અન્યાય-અનીતિ ન કરો, જૂઠ પ્રપંચાદિ ન કરો.” આવી રીતે આ બધું મા દીકરીને કહે, બાપ દીકરાને કહે, ભાઈ ભાઈને કહે, દીકરો માબાપને કહે, પત્ની પતિને કહે, એમ પરસ્પર એકબીજાને કહે તો પરિણામ કેટલું સુંદર આવે ? તમે ઘણા ઘણા સાધુઓના પરિચયમાં આવ્યા છો : તમને જાતનો પણ અનુભવ છે : તમારી જાતનો અનુભવ પણ કહે છે કે આ બધાં બંધન છે! ત્યારે મને એ વિચાર થાય છે કે સાધુઓના પરિચયના ફળને, અરે તમારી જાતના અનુભવને પણ ઠોકર મારી તમે તદ્દન આવા ભાનભૂલા જેવા કેમ બન્યા છો ? કેમ તેવા બનવા માંડ્યું છે તે સમજાતું નથી. શા માટે આવું બધું કહેનારાં તમારા ઘરમાં માણસો ન હોય ? એવા સંસ્કાર કેળવો. યુગબાહુ તરવારના ઘાથી મૂચ્છિત થયા, ત્યારે મદનરેખા ન મળ્યાં હોત તો શું થાત ? યુગબાહુ અને મદનરેખા : યુગબાહુના મોટા ભાઈ વિષયવાસનાને આધીન થયેલા : નાના ભાઈની પત્ની પર કુદૃષ્ટિ કરી : નાના ભાઈને મારવાની પેરવીમાં પડેલા : સતીના શિયળને લૂંટવાના ઇરાદાવાળા થયેલા : અને એ મહાસતી મદનરેખા પણ ભરયુવાનીએ ચડતી, દુનિયા જેને વિષયનો સંયોગકાળ કહે છે તે અવસ્થાવાળી, રાજકુળમાં ઊછરેલી, પેટમાં ગર્ભ છે, આ સંયોગોમાં મોટા ભાઈએ નાના Page #139 -------------------------------------------------------------------------- ________________ 111 - ૯ : ભાવનાનું મહત્વ – 9 ૧૧૧ ભાઈને મારવાના ઇરાદાથી તરવાર મારી. મદનરેખા પોતાની જિંદગીને જોખમમાં જુએ છે. જાણે છે કે પતિના મરણ બાદ શીલ લૂંટવાનો બળાત્કાર કરવાનો પ્રયત્ન કરશે. કહો, પતિની અવસ્થામાં મદનરેખાને શું થાય ? પણ એ શ્રાવિકા હતી : શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એને જચેલો હતો : સંસારના સ્વરૂપને એ સમજતી હતી : સતીપણાની એને કિંમત હતી : પત્નીની પતિ પ્રત્યેની ફરજ એ જાણતી હતી. પતિ ઘાયલ હતો : યુગબાહુ અત્યારે કષાયને આધીન થયેલ હતો : આંખો લાલ હતી : નક્કી મોટા ભાઈને મારી નાખું, એ એની ભાવના હતી : એવા વખતે બીજી પત્ની હોય તો શું કહે ? “મારું શું થશે ?' તો તે વખતે પણ શું થાય ? “આ તમારો ભાઈ જોયો ?' - એમ કહે તો ગુસ્સો બેવડો થાય. એ રૌદ્રધ્યાનના પરિણામે મરીને ક્યાં જાય ? મદનરેખા આ બધું જાણે છે. એ કહે છે કે “ક્ષત્રિય છો ! ક્ષત્રિયનો ધર્મ છે કે મરેલાને મારે નહિ. જેના પર તમે ગુસ્સો કરો છો, તે તો તેની પાપબુદ્ધિએ-એની પાપકાર્યવાહીથી મરેલો જ છે. મરેલા પર ગુસ્સો હોય ? સાચા ક્ષત્રિય હો તો ક્ષમા આપો. કહો કે તારું પણ કલ્યાણ થાઓ. અત્યાર સુધી જિંદગીમાં કરેલાં એકેએક પાપની આલોચના કરો. સમય ટૂંકો છે : કાળ આવી લાગ્યો છે : ભાઈને મારવાના કે રાજ્યના આડાઅવળા વિચારો તમને દુર્ગતિમાં લઈ જશે. પાપ કરનાર તો મરેલો પડ્યો છે એને ક્ષમા આપો. વીરતા હોય તો એનું પણ ભલું ઇચ્છો. ભાઈ પ્રત્યેના અત્યાર સુધી થયેલા દુષ્ટ વિચારોને કાઢી મૂકો : પ્રામાણિકપણે ભાઈનું ભલું ઇચ્છો એની પણ માફી માગો : અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્મનું શરણ લો અને ચારે આહારનો ત્યાગ કરો.” યુગબાહુ પલટાયો. એકદમ પલટાયો. હાથ જોડે છે : હૃદયથી નમે છે : વિચારે છે કે આવી પત્ની ન મળી હોત તો મારી દશા શું થાત ? આ મહાસતી મદનરેખાએ, ભયંકર રૌદ્રધ્યાનમાં ચડેલા પતિને એવો બનાવી મૂક્યો કે એ મરીને પાંચમા દેવલોકે ગયો. પરલોકની તપાસ રાખનારા ઊભા કરો ! તમારે ત્યાં છે કોઈ એવી સ્ત્રીઓ ? એક અહીં છેડો વાળે અને એક તહીં છેડો વાળે : આંખમાં પાણી લાવીને કહે કે “મારું શું થશે ?' પેલો Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ –--- – 112 પથારીમાં પડેલો પણ એમને એમ ન કહે કે “જીવતાં સુધી મજૂરી કરી તમને પાળ્યાં-પોષ્યાં : હવે તો જપવા દો !” વધુમાં મરવા પડેલો-પથારીમાં પડેલો, જો કોઈ ન રુએ તો એમ વિચારે કે “મારા માટે કોઈને લાગતું નથી. એટલે પેલાઓને ન લાગતું હોય તોયે લગાડવાનો ઢોંગ કરવો પડે. પાછળ રોનારકૂટનાર છે, એમ રોતાં જુએ તો મરનારને પણ શાંતિ વળે ! આ કેવી દુર્દશા છે એ વિચારો. મરનારે કહી દેવું જોઈએ કે “જીવ્યા ત્યાં સુધી મજૂરી કરી, હવે દુનિયાની વાતો છોડી દો : એવું સંભળાવો કે મને કંઈ શુભ ભાવના જાગે.” હું તમને ભલામણ કરું છું કે કુટુંબમાં આવાં માણસો યોજો. સ્ત્રીઓને, બાળકોને આવાં બનાવો, એમનામાં આવા સંસ્કાર રેડો. એવી ભાવના પ્રેર કે જે જીવતાંયે સમાધિ આપે અને મરતાંયે સમાધિ આપે. દુનિયામાં આપત્કાળ પણ આવે : લાખોની મિલકતના સ્વામીને દુઃખદ અવસ્થા ભોગવવાનો સમય પણ આવે : એ વખતે પણ આ સંસ્કાર હોય તો બધા કહે કે “હોય, પાપનો ઉદય છે. સમભાવે વેદવો જોઈએ.' આવા ઉદ્ગાર કાઢનાર મેળવો. સારી સ્થિતિમાં ચેતવે અને કહે કે “આ બધું કંઈ કામનું નથી.' ખરાબ વખતે સમજાવે કે “પાપનો ઉદય છે.” સાહેબી વખતે સમજાવે કે “મુંઝાવું નહિ.' જીવતાં વારંવાર સમજાવે કે “આરાધવાનું આરાધો !” મરતાં સમજાવે કે “મુંઝાઓ મા.” આવું કહેનાર જોઈએ. એ ક્યારે બને ? “ભવનિવ્વઓ' નક્કી થાય તો ને ! ભવ મને નથી ગમતો ? ભવ અને તમે, ત્યાં ન ગમે એ બને ? ભવ ન ગમે, તમને ? જે દિવસે ભવ નહિ ગમે, તે દિવસે દેવ-ગુરુ પ્રત્યે સાચી ભક્તિના કુવારા છૂટશે : ભવની બહાર નીકળવાની ભાવના જાગશે, ત્યારે તો મનુષ્યલોકમાં રહેવા છતાં દેવતા કહેવાશો. દરદી સમજી જાય કે વૈદ પ્રમાણિક છે અને એની દવા જરૂર વ્યાધિ કાઢનારી છે, તો પછી ગમે તેવા કડવા ઉકાળા પોતાના હાથે પી જાય, ગટગટાવી જાય. કોઈ કહે કે “કડવી છે.” તોય કહે કે “જેવી છે તેવી પણ રોગ કાઢનારી છે. માટે પીધા વિના ચાલે નહિ.' તમને પણ “ભવનિÒઓ” નક્કી થશે ત્યારે આ વાત કડવી નહિ લાગે. હૃદયમાં જે બીજું ભૂત ભરાણું છે, તે કાઢવા પ્રયત્ન કરવાનો છે. એ વાસના જાય તો ધાર્યું કામ થાય. કુટુંબને, સ્નેહીને એવાં બનાવો કે તમારા પર ચોકી રાખે, અંકુશ રાખે. Page #141 -------------------------------------------------------------------------- ________________ 113 - ૯ : ભાવનાનું મહત્ત્વ - 9 - - ૧૧૩ જંગલી ઘોડા પર લગામ નાખ્યા વિના સવારી થાય ? જો સવારી કરે તો એ ઘોડો સ્વપરનાશક છે. સવારીને લાયક ઘોડો ક્યારે બને ? મોઢામાં ચોકઠું નાખો ત્યારે ! અંકુશ આવ્યો. તમારે પણ અંકુશ જોઈએ. બજારમાં જૂઠું બોલો, અનીતિ કરો કે તરત તમારી સ્ત્રી તમને ઠપકો આપે. સ્ત્રીને એવી કેળવો. અરે. સ્ત્રીને એવી બનાવો કે તમે કોઈને ઠગીને આવતા હો, તો ઘરમાં જતાં જ તમારો પગ કંપે. તમને એમ થાય કે જો સ્ત્રીએ આ વાત જાણી હશે, તો જરૂર તે ઉચિત શબ્દોમાં કહ્યા વિના રહેનાર નથી. ધર્મીની વાણી, ભાવના, વિચારો એવા હોય કે પાડોશી પર પણ એ સંસ્કારો પડે : પાડોશના આત્માઓ પણ ધર્મ પામે. શ્રી શાલિભદ્રજીના રબારીના ભવની વાત વિચારો. ખીરને માટે શાલિભદ્ર એ છે : શાલિભદ્રની માતા રુએ છે : એનું દુઃખ પાડોશીઓને થાય છે. એ કહે છે કે “અમારા સહવાસમાં તું રુએ એ કેમ બને ?' આ તો આ લોકના દુઃખની વાત છે : આપણે તો પરલોકના દુઃખનો વિચાર કરવો છે. આ લોકનું તો સમજ્યા. કુટુંબમાં એ સ્થિતિ ઊભી કરો કે જે તમારા પરલોકની તપાસ રાખે. પગમાં કાંટો વાગ્યો હોય તે કાઢવા કેટલું થાય ? સોય ઘાલે, ન નીકળે તો હજામને બોલાવે અને કઢાવે, કાંટો નીકળ્યા પછી દાબીને લોહી કાઢી નાખે અને પાક વગેરે ન થાય તે માટે પથ્થરથી કૂટે, ગરમ ગોળના ચપકા દે, વગેરે. તમે ડામરની સડકો પર બૂટ પહેરી ફરનારા, એટલે તમને કાંટાની આ બધી વાતની ખબર ન પણ હોય, પણ ગામડાવાળા જાણે. પૂછી જોજો શરીરમાં પેઠેલો કાંટો રહી જાય તો શરીર સડાવે પગ પાકે, શરીર સડે, કીડા પડે, વેદના ભોગવી મરી જવું પડે. આ સાડા ત્રણ મણના શરીરમાં એક કાંટો આટલું બધું કરે, ત્યારે આ આત્માને હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર, વગેરે કાંટાઓ કાંઈ નહિ કરે ? શું ન કરે ? આ ભયંકર કાંટાઓની ચિંતા જ નહિ ? જરા તાવ આવે કે વૈદ્ય અને ડૉકટરની દોડાદોડ : માબાપ કૂદાકૂદ કરી મૂકે : આ લાવો, તે લાવો, સારામાં સારો ડૉક્ટર લાવો. બીજી વાત નહિ. અને દીકરો જો અસત્ય આદિ દોષોથી દોષિત થઈને આવે તો શું? સમ્યગ્દષ્ટિ બનવું છે, નિગ્રંથના અનુયાયી બનવું છે, અને શ્રી વીતરાગના પૂજારી બનવું છે, પણ એકેય વસ્તુને સમ્યક્ પ્રકારે વિચારવી નથી, અને બધું ચાલતું હોય તેમ ચાલવા દેવું છે, એ કઈ રીતે બને એ કહો ! આત્માને હાનિ કરનારાં ભયંકર વ્યસનો તરફ આટલા બધા બેદરકાર કેમ છો ? છોકરાં દુર્વ્યસની બને તો માબાપ ન Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 114 રોકે ? ભલે, આ લોકમાં છોકરાં ખુરશી પર બેસે, પણ પછી ? પરલોકમાં મરીને ક્યાં જશે તેની ચિંતા નહિ કરવાની કેમ ? છોકરાઓએ બાપને કહેવું જોઈએ કે ઘણું કર્યું, હવે તો આત્મસાધના કરો !” માબાપ પણ છોકરાને કહે કે “અમે તો ફસાયા, પાપમગ્ન બન્યા, પણ અમારો અનુભવ એ સૂચવે છે કે એ અનુભવના અખતરા ન હોય.' જે અટવીમાં પોતે ભૂલા પડ્યા, ત્યાં જ બચ્ચાંને ધકેલવાં, એ કેટલો ભયંકર જુલમ છે? કેટલી ભયંકર ખરાબી છે? અશાંતિ અને દુઃખનું કારણ શું છે? દોષથી બચવું છે અને શાંતિ-સુખ-આનંદ જોઈએ છે, તે શી રીતે મળશે ? આપણે શાંતિ જોઈએ તો શાંતિનું પાલન કરવું પડે ને ! પારકાને દુઃખી કરવાની ભાવનાથી સુખી થવાય ? કોઈનું મોટું કાળું કરવા ઇચ્છનારે હાથમાં કાદવ લીધો, એટલે સામાનું મોટું તો કાળું થશે ત્યારે થશે, પણ તે પહેલાં પોતાનું તો મન અને હાથ બન્નેય કાળાં કરવાં પડ્યાં,એમાં તો જરા પણ શંકા નથી જ. સામો હોશિયાર હોય તો ઠેઠ સુધી સામે જુએ અને એ વખતે મોઢું ફેરવી નાખે તો બચી પણ જાય ! તો એવો બેવકૂફ કોણ હોય કે સામાનું મોં કાળું કરવા, કાળું થવાનું નક્કી નથી છતાં, પોતાના હૈયાને તથા હાથને કાળા કરે ? કોઈનું પણ કાળું કરવાની ભાવના હૈયામાં ન આવવી જોઈએ. સામાનું કાળું તો ભાગ્યને આધીન, સામો ભૂલે તો થાય, પણ પહેલાં પોતાનું તો કાળું થઈ જ જાય. સામાનું કાળું કરવાનો વિચાર આવે કે તરત પોતાનું તો બગડે. જ્ઞાની પુરુષોએ બહુ બહુ શિખામણી દીધી છે. કોઈ તરફથી ખરાબ શબ્દ આવે તો ગુસ્સે ન થાઓઃ જો એ કહે છે તે સાચું હોય તો તમે સુધારો કરો અને ખોટું હોય તો એની કિંમત ન આકો. મનુષ્યપણાની ભાવના નાશ પામી જાય ત્યાં જેનત્વ આવે કયાંથી ? અને જૈનત્વ વિના ધૂનન થાય શી રીતે ? ધૂનન થાય ત્યારે તો બધું હાલે. સ્થિર જગ્યામાંયે ન ટકી શકાય, તો ધરતીકંપ થાય ત્યાં શું થાય ? મજાના શાંત સ્થળમાં પણ મજબૂત ન રહી શકાય, તો પાયાનાં મૂળિયાં હાલે ત્યાં શું થાય ? ત્રણ લોકના નાથની પાસે જે જાતની માગણી કરો છો, તેમાં એકતાન બનો. એ ભાવના અને એ સંસ્કાર, ઘરમાં અને કુટુંબમાં ફેલાય તો પાપનો આપોઆપ નાશ થાય. આજે જ એ પાપ ચાલી જાય. બધા એમ જ કહે કે “જિંદગી નાની છે Page #143 -------------------------------------------------------------------------- ________________ 115 - ૯ : ભાવનાનું મહત્વ – 9 – ૧૧૫ માટે પાપની જરૂર નથી થોડું મળશે તો થોડું ખાઈશું, લૂખું મળશે તો લૂખું ખાઈશું, પણ પાપ નથી કરવું!” સ્નેહી, માબાપ, શેઠ, નોકર, બધા આમ કહે તો આત્માકોઈ કોઈ અપવાદરૂપ આત્માઓ બાદ કરતાં-અવશ્ય સુધરે. જમતાં સ્ત્રી પણ એ જ કહે કે “શા માટે પાપ કરો છો ? અનીતિ ન કરો, પ્રપંચ ન કરો, કાળા-ધોળાં ન કરો, એવી રીતે મારે સાડી તથા અલંકાર ન જોઈએ. પાપમાં, પ્રપંચમાં પડી જિંદગી ન બગાડો, પણ જેટલું મળે તેટલામાં સંતોષ માની પ્રભુના માર્ગની આરાધના કરી આત્મકલ્યાણ સાધો !” વિજય શેઠ અને વિજયા શેઠાણી એ દંપતીયુગલ કેવું પુણ્યવાન ! પુણ્યાનુબંધી પુણ્ય હોય તો એવો સુયોગ મળે ને ! વિજયશેઠને કૃષ્ણ પક્ષમાં શિયળ પાળવું એવો નિયમ હતો. ભવિતવ્યતાના યોગે પત્ની પણ એવી જ મળી કે જેને શુક્લ પક્ષમાં શિયળ પાળવું, એવો નિયમ હતો. એ બેનો સંયોગ થયો : બેનાં લગ્ન થયાં : વિજયા જ્યારે તૈયાર થઈ, પતિ પાસે ગઈ, ત્યારે વિજય શેઠ કહે છે કે મારે કૃષ્ણ પક્ષમાં શીલ પાળવું' - એવો નિયમ છે અને તેના ત્રણ દિવસ બાકી છે. માટે મારા નિયમમાં સહાયક થા.' વિજયા શેઠાણી વિચારે છે. “એમને ત્રણ દિવસનો નિયમ છે, અને પછી મારે પંદર દિવસ બાકી છે.' પોતે ખિન્ન થાય છે. વિજય શેઠ ખિન્નતાનું કારણ પૂછે છે. કારણ જાણ્યા બાદ ખુશી થાય છે. બેય પવિત્ર આત્મા છે. બેય પોતાને ધન્ય માની કહે છે-ભવતુ. સોનું અને સુગંધ મળ્યું : જોઈતું હતું ને વૈદે કહ્યું : ભાવના હતી તે ફળી : આમાં હાનિ શી ? અમારે બેયને સર્વદા સર્વથા બ્રહ્મચર્ય હો. બેયના વિચાર ક્યા ? વિષય ખરાબ છે,-એમ બેય માનતાં હતાં માટે તો નિયમ લીધો હતો અને એવો જ સુયોગ મળ્યો એટલે માન્યું કે વિષયથી બચ્યાં.' પછીથી એ બેઉએ ત્યાં જ નિર્ણય કર્યો કે “અખંડ બ્રહ્મચારી રહેવું અને એ વાતની ખબર માતાપિતાને ન આપવી : છતાં મને ખબર પડે કે ઘરબાર છોડી નીકળી જવું !' બેયના આવી રીતના દરેક વાતમાં પુણ્યવિચારો હોય એ ઘરસંસાર કેવો ચાલે ! રામાયણમાં આવે છે કે ગાદી કોને આપવી, એનો રાજા દશરથને વિચાર થઈ પડ્યો હતો. કોઈ ગાદી લે નહિ. આજે ગાદી માટે શું થાય ? અરે, ગાદીની વાત જવા દોને ! પાશેર દૂધ ઓછુંવતું થાય તોય મારામારી ! શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગની છાયા નીચે જે પુણ્યઆત્માઓ જીવે, તે સ્થાનમાં ક્લેશ હોય જ નહિ. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – ( 116 શ્રી શાલિભદ્રજીની માતા, જ્યારે પેલો વેપારી સોળ રત્નકંબલ લાવ્યો, ત્યારે કહે છે કે મારે વહુ બત્રીસ છે : તરત બત્રીસ ટુકડા કરી એકેક ટુકડો આપી દે છે. પોતાનું શું ? મોટું કોણ ? સાસુ કે વહુ ? સારી ચીજ પહેલું કોણ વાપરે ? સાસુ કે વહુ ? પણ કહેવાય છે કે આજની સાસુ તો ઘી-દૂધ પણ તાળામાં રાખે : છોકરો પોતાનો, સ્ત્રી પોતાના જ છોકરાની અને એનાથી ઘીદૂધ તાળામાં ? પેલી વહુ પણ વિચારે કે લાગ આવવા દો, હાથમાં આવે ત્યારે પીવાય નહિ તો ઢોળી તો નાખું જ. હાનિ થોડી : કજિયો ઘણો. આ બધું નથી ? શ્રી જિનેશ્વરદેવના શાસનનો ત્યાગ અને પ્રભુમાર્ગને અનુસરતી ઉદારતા, પ્રેમ, વાત્સલ્ય, વગેરે નાશ પામ્યું તેથી ! તમે કહો છો-શાંતિ લાવો. ક્યાંથી લવાય ? જરા પણ ઉદારતા ન આવે, જરા પણ ત્યાગ ન રૂચે, તો શાંતિ આવે ક્યાંથી ? અશાંતિનાં કારણોથી શાંતિ મળે ? સાસુ એમ કહે કે “દીકરાની વહુ પહેલી’ - તો ઝટ પેલી પણ પગે પડે કે “ના ! માજી, તમે પહેલાં, હું પછી.” આવડત જોઈએ. માણસાઈ જોઈએ. પણ આ તો બધી ભાવના જ જુદી. શ્રી શાલિભદ્રજીની માતા બત્રીસની આટલી બધી ચિંતા કરતી હતી, તો બત્રીસે પણ એની મર્યાદામાં કેટલી રહેતી ! કેવળ સાસુ જ નહિ, પણ માતા તરીકે માનતી અને પૂજતી. જ્યારે શ્રી શાલિભદ્ર દીક્ષાની રજા માગી અને માતાએ હા કહી, ત્યારે બત્રીસમાંથી કોઈની તાકાત નહિ કે વચ્ચે બોલે, સમજે કે માતા જે કહે-કરે તે વાજબી જ હોય. થોડી ઉદારતા કેળવાય, થોડો સભાવ રાખવામાં આવે, તો અપવાદ તરીકે કોઈ આત્મા એવો અયોગ્ય હોય તેની વાત જુદી, બાકી પરિણામ ઘણું જ સુંદર આવે. શ્રી જિનેશ્વરદેવના માર્ગથી છેટા થવાય, ત્યાગને-ઉદારતાને વેગળી કરવામાં આવે, એટલે ઉત્પાત સિવાય બીજું શું થાય? લોકવિરુદ્ધ ત્યાગની પીઠિકા : માટે જ “ભવનિબેઓની વાત કરીએ છીએ. “હે પ્રભો ! અમે તારા સેવકપણાને યોગ્ય હોઈએ, તો તારા પ્રભાવે અમને ભવ પ્રત્યે નિર્વેદ થાઓ !'આ માગણી બરાબર હૃદયમાં ઊતરી જાય, ઇસે, તો બધી પંચાત મટી જાય. સંસારનો નિર્વેદ થાય એટલે બંગલાઓ કારાગાર જેવા લાગે, અલંકારો ભારભૂત લાગે અને ભોગ રોગ જેવા લાગે : સામાયિક લેતાં આનંદ આવે, પારતાં આંસુ આવે : વ્યાખ્યાન સાંભળતાં પ્રેમ થાય, ઊઠતાં મૂંઝવણ થાય-પગ ન ચાલે. આ મહાત્માઓએ તમારા માટે કેટલી મહેનત કરી છે ? ખરાબ થવાય તો ખરાબ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૯ : ભાવનાનું મહત્ત્વ કામ થાય : અને તેમ હોય તો દુર્ગતિમાં જવું પડે ! આ બધા માટે લાખ્ખો શ્લોકો-ઢગલાબંધ ગ્રંથો ઉપકારી મહાત્માઓ લખી ગયા છે અને એ દ્વારા સમજાવે છે કે આ માર્ગે ન જતા. આ વાત તમને કોઈ કહે-સમજાવે, તેમાં આમળો કેમ ચઢે ? આમળો એટલે સમજો છો ? દોરી બળે પણ વળ ન મૂકે એ દશામાં ન જવાય એમાં જ કલ્યાણ છે. બુદ્ધિનો સદુપયોગ કરો. શ્રી જિનેશ્વરદેવના સાચા અનુયાયી બનો. શાંતિ જોઈતી હોય તો શાંતિના આપનાર બનો. કોઈના ભૂંડાની ભાવના ન રાખો. પારકાના ભલાની ભાવના રાખો. કોઈના ભલા માટે કોઈ યોગ્યને કાનપટ્ટી પકડીને પણ સમજાવવો પડે તેમાં ગભરાઓ નહિ. વહાલામાં વહાલા દીકરાને એના ભલા માટે ધોલ મારવી પડે, તો માબાપ કોઈને પૂછે નહિ. એવી ધોલ લગાવી દે કે બાળકને પણ થાય કે આ માબાપ સામે આપણી અયોગ્ય કાર્યવાહી ચાલી શકે તેમ નથી. આટલું થાય તો જૈનશાસનનો સાચો આનંદ આજ લૂંટી શકો. 117 - 9 ૧૧૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦: શ્રદ્ધા અને સમર્પણ 10 • નિષ્કપટ આત્મસમર્પણ : • ભવનિર્વેદ પ્રથમ કેમ ? • ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર હોય કે કેમ? • “શું દેવતાઓનું વચન સત્ય કે જિનોનું?” • બુદ્ધિવાદનું સ્થાન કેટલું ? • મુક્તિનું કારણ કયું લિંગ ? • સાધનને સાધન તરીકે પિછાનો! વિષય : આત્મસમર્પણ જ ભક્તિનો પાયો. ભવનિર્વેદ વિના મુક્તિ માટે પ્રયત્ન જ ન થાય. આ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ શરૂઆતમાં જ ભગવાનની ભક્તિ માટે જોઈતા આત્મસમર્પણની સુંદર વાતો કરી ભવનિર્વેદ પદની વિવેચનાને આગળ ચલાવી છે. પ્રભુનો પ્રભાવ પણ કયારે પથરાય ? ઝીલનારમાં લાયકાત હોય તો. એ કેળવવા માટે ભવનિર્વેદ સૌથી શ્રેષ્ઠ ચીજ છે કેળવવાની. આ વસ્તુ પણ માધ્યચ્ય હોય તો સમજાય. એ સૂક્ષ્મ બુદ્ધિથી પ્રાપ્ત થાય. સામાન્ય બુદ્ધિથી ધર્મને પારખવા જનારો થાપ ખાઈ જાય. તરવાનો માર્ગ તો એક સર્વજ્ઞનો ત્યાગમાર્ગ જ છે - વગેરે વિષયોની વિવેચના કરી પ્રસ્તુત પ્રવચનવહેણ પરિપૂર્ણ થાય છે. મુવાક્યાતૃત • કપટરહિતપણે આત્મા અર્જાય ત્યાં ખરી ભક્તિ છે. જ્યાં કપટ અને પ્રપંચ હોય ત્યાં સમર્પણ ન જ હોય. સંસારનો રાગ એ ભયંકર રોગ છે અને એ રાગની પ્રશંસા અને પુષ્ટિ કરનારા ત્યાગીઓ, એ વસ્તુતઃ ત્યાગીઓ જ નથી. • ધર્મ એ સામાન્ય બુદ્ધિથી પર વસ્તુ છે. સામાન્ય બુદ્ધિમાં વિશિષ્ટ જ્ઞાનની નિશ્રાના યોગે તે ધર્મ પ્રતિબિંબિત થાય છે. • ધર્મમાં મરજી મુજબના ફેરફાર કરવા માટે બુદ્ધિવાદનો વાયડો ઉપયોગ કરવો, એ તો એક જાતનું ભયંકર મિથ્યાત્વ છે. • બાધક વસ્તુના ત્યાગ માટે અને સાધક વસ્તુના સ્વીકાર માટે, બુદ્ધિવાદનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરવાની શ્રી જિનશાસનમાં છૂટ છે. • સર્વજ્ઞની નિશ્રાએ ચાલનારા અંધશ્રદ્ધાળુ નથી, પણ જાગતી જ્યોત છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ નિષ્કપટ આત્મસમર્પણ : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા મંગલાચરણ કરતાં તીર્થની પ્રશંસામાં ફરમાવી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે.” શાથી ? એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમજ એક પણ યોગ્ય વિચારનો અભાવ નથી : એના સિદ્ધાંતો અનેક પ્રકારે એવી રીતે સિદ્ધ થયેલા છે કે તેના સેવનથી આત્મા જરૂ૨ નિર્મળ થઈને મુક્તિપદને પામે જ : માટે જ એ શાશ્વત રહેવા સરજાયેલું છે : અને એ જ કારણે જગતમાં એની જોડી નથી : અને એથી જ સર્વ તીર્થપતિઓ વડે નમસ્કાર કરાયેલું છે.” આવા તીર્થને પામ્યા બાદ, જે જાતનો આચાર એમાં વર્ણવાયો છે, એને જીવનમાં ઉતારવો જોઈએ. તે વિના કદી પણ કલ્યાણ થઈ શકે તેમ નથી, માટે બીજા શ્લોકમાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સુવિનિશ્ચિત શ્રી આચારસુત્રને ભગવાન શ્રી મહાવીરદેવે જગતના કલ્યાણ માટે કહ્યું છે.” આ શાસ્ત્રનું છઠું અધ્યયન વાંચવાનું છે. પહેલાં એની પીઠિકા થઈ રહી છે. પછી પહેલા અધ્યયનથી પાંચમા સુધી શું શું આવે છે, તે સામાન્યતઃ જોઈ લીધા પછી, છઠું અધ્યયન શરૂ થશે. ધૂનન કરવાની યોગ્યતા લાવવા માટે અહીં પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય)ની વિચારણા ચાલે છે. ધૂનન મૂળમાંથી કરવાનું છે. અનાદિકાળથી સંસારનાં જે મૂળિયાં મજબૂત થયેલાં છે, તેને મૂળમાંથી હલાવવાનાં છે. એ ધૂનન કરવું હોય તો એ ફરજ છે કે કરનારે તેમજ કરાવનારે એક ધ્યેય પર મક્કમ થવું જોઈએ. હમેશાં શ્રી વીતરાગદેવ પાસે તમારી અને અમારી પ્રાર્થના કઈ છે ? આપણે શું ઇચ્છીએ છીએ ? શું માગીએ છીએ? એ માગણીને અનુસરતી ભાવના થઈ જાય, તો ધૂનનથી જે કાર્યવાહી કરવા માગીએ છીએ, તે બહુ સહેલી અને સુકર થઈ જાય : કઠિનતા ન રહે. અનાદિની વાસના પર કાપ મૂકવો, એને વર્જવી, એ નાનુંસૂનું કામ છે ? ધૂનન તો કાર્ય છે : પ્રવૃત્તિ છે : પ્રવૃત્તિ પહેલાં ભાવના તો શુદ્ધ બનાવવી જ જોઈએ. ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ -એ ત્રણેના સ્વરૂપને ધ્યાનમાં રાખવાની જરૂર છે. પ્રાર્થના, એ ભાવનારૂપ છે. પ્રાર્થના આત્મા સાથે એકાકાર થવી જોઈએ : તો Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 120 જ આત્મા શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં ટકે, નહિ તો ખસી જાય : ચંચળ થવાનાં સાધનો એટલાં બધાં છે કે ટકી શકાય નહિ. વિધિપૂર્વક ત્રિકાળપૂજન, વગેરે વગેરે શ્રાવકપણાની કરણી કરે તો સાત વાર ચૈત્યવંદન થાય : હાલ એ વાતને બાજુ રાખો : પણ એકવાર તો ચૈત્યવંદન થાય છે અને તેમાં પ્રાર્થના બોલાય છે ને ! એકવાર બોલવામાં પણ બોલનારનો આત્મા તો એકતાન થવો જોઈએ ને ? પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય) તો આખા ચૈત્યવંદન બાદ છેલ્લે આવે છે. પહેલાં ઈરિયાવહિ, ચૈત્યવંદન, અંકિચિ, નમુત્યુર્ણ, જાવંતિ, ખમાસમણ, જાવંત-કે-વિસાહુ, પછી સ્તવન જેમાં પ્રભુનાં ગુણગાન ને પોતાના દોષ પ્રકાશે, ત્યાર બાદ આ પ્રાર્થનાસૂત્ર બોલે. આ બધામાં જે વસ્તુઓ યોજાઈ છે, તે બધી એવી તો અનુપમ છે કે જો એ ભાવનાપૂર્વક બોલાય તો પ્રાર્થનાસૂત્ર વખતે એ આત્માની દશા એકાકાર બની જાય. પણ એ સમયે ભક્તિનાં પૂર વહેવાં જોઈએ. લોકોક્તિ છે કે ચંદ્રનાં દર્શનથી સાગરમાં કલ્લોલ આવે : તે જ રીતે શ્રી જિનચંદ્રના દર્શનથી હૃદયમાં ભક્તિસાગરના ઉછાળા આવવા જોઈએ. એ શ્રી જિનેશ્વરદેવની ઓળખાણ માટે નમુત્થણ (શક્રસ્તવ)માં એક એક વિશેષણ છે, તે વિચારાય તો આત્મા સમર્પાઈ જાય. શસ્તવમાં પ્રભુની ઓળખાણ આપવામાં, સ્વરૂપ દર્શાવવામાં, હેત વગેરે બતાવવામાં કમી રાખી નથી. આ બધું કર્યા પછી પ્રાર્થનાસૂત્ર આવે છે. એમાંની માગણી સમજો તો આત્મા બહુ દઢ બની જાય અને દઢતા આવે તો ગબડી ન જવાય :ધૂનન પચે. આ બધી સ્થિતિ પ્રાપ્ત કરવા આ પ્રાર્થનાસૂત્ર પર જેટલો થાય તેટલો વિચાર કરવો જરૂરી છે, હે ભગવન્! તારા જયમાં અમારો જય છે.” એટલે કે તારા અભાવમાં અમારી દુર્દશા છે. તું ન મળે તો અમારી હાલત કફોડી ! કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા તો શ્રી વીતરાગસ્તોત્રમાં ત્યાં સુધી કહે છે કે : “यत्राल्पेनापि कालेन, त्वद्भक्तेः फलमाप्यते । कलिकालः स एकोऽस्तु, कृतं कृतयुगादिभिः ।।१।।" હે વીતરાગ ! જે કાળમાં થોડા પણ સમયમાં તારી ભક્તિનું ફળ મેળવી શકાય છે, તે એક કલિકાળ હો? અમારે કૃતયુગાદિથી સર્યું.” આ પ્રમાણે માનનાર આત્મા પ્રાર્થનામાં કેવો એકાકાર થાય એ વિચારો. શ્રી આનંદઘનજીએ કહ્યું કે : “ચિત્ત પ્રસન્ન રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમઅરપણા રે, આનંદઘન પદ રેહ. I૧.” Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ 121 - – ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10 – કપટરહિતપણે આત્મા અર્જાય ત્યાં ખરી ભક્તિ છે. જ્યાં કપટ અને પ્રપંચ હોય ત્યાં સમર્પણ ન જ હોય. સમર્પણ થશે ત્યારે સાચી ભક્તિ થશે ! એ નક્કી થવું જોઈએ કે “મારુ સઘળું સુખ, શાંતિ, આબાદી વગેરે પ્રભુની આજ્ઞાના પાલનમાં જ સમાયેલ છે.' ભવનિર્વેદ પ્રથમ કેમ ? “દોડ મi સુદ જમાવો, માd ભવનિર્વે 'હે ભગવન્! તારા પ્રભાવથી મને હો ? તારો પ્રભાવ મારામાં પડી શકતો હોય, તારો પ્રભાવ ઝીલવાની મારામાં લાયકાત આવી હોય, જો હું લાયક બન્યો હોઉં, તો હે ભગવન્! તારા પ્રભાવથી મને ભવનો નિર્વેદ થાઓ !' પ્રભાવ તો પ્રભુમાં ઘણોયે છે, પણ સામાની એ લાયકાત તો જોઈએ ને ! દાતાર તો ઘણુંયે દે, પણ હાથ કાણા હોય તો? શ્રી જિનેશ્વરદેવે તો એટલું બધું દીધું છે અને મૂર્તિરૂપે એટલું બધું દે છે કે એવો દાતાર જગતમાં બીજો છે કોણ ? એ તો એ જ દે. લેનાર યોગ્ય જોઈએ : લેનારમાં લેવાની તાકાત જોઈએ : લઈને પણ પચાવવાની શક્તિ જોઈએ. એ ન હોય તો ત્યાં દાતારનો દોષ? પહેલી જ માગણી : “ભવનિબેઓ-ભવનો નિર્વેદ ! પહેલી માગણી મજબૂત થાય તો આગળનું બધું આવે, પણ પહેલી માગણીમાં જ પોલ હોય તો ? “હે ભગવન્! આ ભવમાં (સંસારમાં) આત્મા એટલો બધો રત બની ગયો છે કે એનું વર્ણન થઈ શકે તેમ નથી. લાંબીચોડી વાતો ભલે કરતો હોઉં, પણ હે ભગવન્! મારો આત્મા ભવમાં એવો લીન છે કે એક પણ વાત વાસ્તવિકપણે હૃદયમાં ઊતરતી નથી.” ભવની આસક્તિમાં પડેલો આત્મા નિર્વિણ એટલે કે ભવના નિર્વેદ વાળો ન થાય ત્યાં સુધી, એ મોક્ષ માટે પ્રયત્ન કરી નથી શકતો. એ વિના આગળની બધી વાતો હૃદયમાં ઊતરી શકતી નથી. આ આત્મા જ સંસારરૂપ છે અને એ જ મોક્ષરૂપ પણ છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે : "अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । તમેવ તકનેતા, મોસમકુનષિUT: II” “આ આત્મા પોતે જ સંસાર છે અને પોતે જ મોક્ષ છે. પંડિત પુરુષો કહે છે કે કષાયો અને ઇંદ્રિયોથી જિતાઈ ગયેલો આત્મા સંસારરૂપ છે અને કષાય તથા ઇંદ્રિયો ઉપર જીત મેળવનારો આત્મા મોક્ષરૂપ છે.' Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 12 વાત પણ ખરી છે કે જ્યાં સુધી આ આત્માને સંસાર પર નિર્વેદ થયો નથી, ત્યાં સુધી મોક્ષની ક્રિયામાં, મોક્ષના અનુષ્ઠાનમાં એને આનંદ કઈ રીતે આવે ? ઘણા લોકો કહે છે કે “મંદિર અને ઉપાશ્રયની ક્રિયામાં અમને આનંદ નથી આવતો. પણ આનંદ આવે ક્યાંથી ? સંસાર પ્રત્યે નિર્વેદભાવ હોય તો અહીં આનંદ આવે ને ? શરીર સુસ્ત હોય, મોઢામાં મોળ છૂટતી હોય, માથું દુઃખતું હોય, કળતર થતી હોય અને પથારીમાં પટકાયેલ હોય, તે લગ્નોત્સવ જુએ શી રીતે ? વરઘોડાનાં વાજાં વાગે તે સાંભળે તોયે અકળાય અને બોલી જાય કે “મને જપવા દો : તમે તમારે કરતા હો તે કરો, પણ મને પડી રહેવા દો !” તેમ સંસાર પ્રત્યે નિર્વેદભાવ આવ્યા વિના, અહીં પણ એમ જ કહે કે સાધુ તો કહે અને જ્ઞાની કહી ગયા એ બધી વાત ખરી, પણ આપણાથી થાય ?' આટલા જ કારણ માટે પહેલી માગણી એ છે કે હે ભગવન્તારો પ્રભાવ હોય, તારો પ્રભાવ હું ઝીલી શકતો હોઉં, તારો પ્રભાવ મારા આત્માને સ્પર્શી શકતો હોય, મારામાં એ યોગ્યતા હોય, તો હે ભગવન્! તારા પ્રભાવની એ હું માગું છું કે મને ભવનો નિર્વેદ હો !” આ સૂત્રના કહેનારે અને રચનારે ધ્યાન કરી જોયું કે જ્યાં સુધી આ વસ્તુ આવે નહિ, ત્યાં સુધી મોક્ષનું સાચું અર્થીપણું જાગે નહિ'. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ “શ્રી જય વિયરાય' નામના પ્રાર્થનાસૂત્રનું વિવરણ કરતાં લખે છે કે : “બા, નાતિ xxx મમxxx તવ પ્રભાવત, તવ સામર્થ્યન, અવિન્!xx x भवनिर्वेदः । संसारनिर्वेदः । न हि भवाद् निर्विण्णो मोक्षाय यतते, अनिविण्णस्य तत्प्रतिबन्धान्मोक्षे यत्नोऽयत्न एव निर्जीवक्रियातुल्यत्वात् ।।" “હે ભગવન્! મને તારા પ્રભાવથી-તારા સામર્થ્યથી સંસાર પ્રત્યે નિર્વેદ થાઓ : કારણ કે સંસારથી નિર્વેદને નહિ પામેલો મોક્ષ માટે યત્ન કરતો નથીઃ સંસારથી નિર્વેદ નહિ પામેલા આત્માને સંસારનો પ્રતિબંધરાગ હોવાથી, તેનો મોક્ષમાં જે યત્ન છે તે નિર્જીવ ક્રિયાતુલ્ય હોવાથી વસ્તુતઃ અયત્ન જ છે.” સમજાય છે? “સંસાર ઉપર નિર્વેદ ન આવે ત્યાં સુધી મોક્ષ માટે સાચો પ્રયત્ન જ નથી થતો. સંસારનો રાગ એ ભયંકર રોગ છે અને એ રાગની પ્રશંસા અને પુષ્ટિ કરનારા ત્યાગીઓ, એ વસ્તુતઃ ત્યાગીઓ જ નથી.'-આ વાત સમજવામાં હવે કશી પણ હરકત આવે તેમ છે? ‘ત્યાગીના વેશમાં રહીને ધર્મના બહાને, એમની પાસે ધર્મ લેવા આવનારને, આરંભસમારંભના શિક્ષણ દ્વારા આત્મનાશક ઉન્માર્ગે Page #151 -------------------------------------------------------------------------- ________________ 123 – ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10 - ૧૨૩ ચડાવનારા, એ વસ્તુતઃ ત્યાગી નથી.'-આ વાત તમને આ પ્રાર્થનાસૂત્ર સમજાવે છે ! જેમ જેમ વિચારશો, તેમ તેમ તમને આ પ્રાર્થનાસૂત્રમાંથી ઘણું મળશે. મિથ્યાદષ્ટિ અવસ્થાના અપુનબંધક માર્ગાનુસારીપણાના વર્ણનમાં પણ, એ વસ્તુ આવે છે કે તે આત્મા પણ ભયંકર સંસાર પ્રત્યે બહુમાનવાળો ન હોય ! સમ્યગદૃષ્ટિ આત્મા તો સંસાર પ્રત્યે રુચિવાળો ન જ હોય, પણ સમ્યક્તને નહિ પામેલા માર્ગાનુસારી આત્માને પણ એમ થયા કરે કે : “જરૂર સંસાર ભયંકર છે : વિકટ છે : ડગલે ને પગલે ભયંકરતા પ્રત્યક્ષ દેખાય છે : મને સત્ય ધર્મની પ્રાપ્તિ ક્યારે થાય ?' મિથ્યાત્વમાં બેઠેલો આત્મા પણ ઉત્તમ વિચારોમાં વધતો વધતો, એટલો બધો મધ્યસ્થ બને કે “શાસ્ત્ર ગહન છે અને મતિ તો અલ્પ છે : શાસ્ત્રમાં આપણી ચાંચ ખેંચે તેમ નથી : માટે શિષ્ટ પુરુષો કહે એ જ પ્રમાણ હોય !” આ ભાવનાવાળો-આ વિચારવાળો, પછી એમ ન કહે કે “મને આમ લાગે છે અને મને તેમ લાગે છે. એ તો એમ જ કહે કે “મારી મતિ ક્યાં ને આ ગહન શાસ્ત્ર ક્યાં ?” મતિ અલ્પ છે માટે શાસ્ત્ર સમજવું કઠિન છે તેથી શિષ્ટ પુરુષો કહે તેને પ્રમાણ રાખે છે. મતિ અલ્પ હોવાથી શાસ્ત્રની ગહનતા ન સમજી શકાવાથી, મતિને આધી મૂકી શિષ્ટ પુરુષોનું કહેલું પ્રમાણ કરે : અર્થાત્ તે માને કે “જ્ઞાનીનું કહેવું બુદ્ધિમાં ઊતરતું નથી, માટે બુદ્ધિ મુજબ દોડવું કામ નહિ લાગે, પણ શિષ્ટ મહાજનો કહે તે બુદ્ધિમાં ઉતારવા પ્રયત્ન કરવો પડશે.” ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર હોય કે કેમ ? જે વસ્તુ અનંતજ્ઞાનીઓએ કહી, તે સામાન્ય બુદ્ધિથી સર્વ પ્રકારે ગ્રાહ્ય ? શ્રી તીર્થંકરદેવો પણ કેવળજ્ઞાન થવા પૂર્વે ધર્મતીર્થની સ્થાપના કરતા નથી. કેવળજ્ઞાન પેદા કરી, અનંતી શક્તિ મેળવી, ત્રણે જગતના અને ત્રણે કાળના સઘળા પદાર્થો-સઘળા પર્યાયોને એકી સાથે-એકી સમયે જોયા અને જાણ્યા પછી, ધર્મતીર્થની સ્થાપના કરી. હવે આ ધર્મ સામાન્ય બુદ્ધિથી સર્વ પ્રકારે ગ્રાહ્ય હોય તે બને ? ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર વસ્તુ છે : તેમાં સમાઈ જાય તેવો નથી. શ્રી ઇંદ્રભૂતિજી, ભગવાન શ્રી મહાવીરદેવ પાસે સમવસરણમાં આવ્યા : જ્યાંથી નીકળ્યા ત્યાંથી તો પરિપૂર્ણ અભિમાનના યોગે નીકળ્યા હતા : એમના પાંચસો શિષ્યો ઉત્તમ બિરદાવળી બોલતા હતા : અને એ સાંભળીને શ્રી ઇંદ્રભૂતિજી પોતામાં જે ન હતું તે માનીને ચાલ્યા આવતા હતા : સમવસરણમાં બેઠેલા ભગવાન શ્રી મહાવીરદેવને જોયા કે તરત પલટો થયો : ઇંદ્રભૂતિ મુંઝાયા : મનમાં થયું કે “હું ધારું છું તેવી આ વ્યક્તિ નથી.” અનેક પ્રકારના Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 1 વિચારોને અંતે તેઓએ નિર્ણત કર્યું કે અન્ય કોઈ નથી, પણ સકળ દોષરહિત અને સર્વગુણસંપન્ન એવા છેલ્લા તીર્થપતિ છે.” આ રીતે તે મહાપુરુષે નિર્ધાર કરી લીધો. બસ, “અરિહંત છે.—એવી ખાતરી થઈ અને પરિણામે શિષ્યત્વ સ્વીકાર્યું; તેમ જ સ્વીકાર્યું છે એવું સ્વીકાર્યું, કે તે પછી કદી પણ સામે મસ્તક ઊંચું નથી કર્યું : સર્વસ્વ એ તારકના ચરણે જ ધરી દીધું અને એ જ પોતાનો એક આદર્શ બનાવ્યો કે “તમેવ સંઘે નિટ્સ નિહિં પર્ફ" “તે જ સાચું અને શંકા વિનાનું કે જે શ્રી જિનેશ્વરદેવોએ પ્રવેછું” તે પુણ્યપુરુષોએ પોતાની બુદ્ધિનો ઉપયોગ શ્રી તીર્થંકરદેવના કથનને ઝીલવામાં અને ગુંથવામાં કર્યો છે. પ્રભુના કથન દ્વારા વસ્તુને વસ્તુરૂપે સમજી, તે સમજેલી વસ્તુને જ શ્રીસંઘ માટે દ્વાદશાંગીમાં ગૂંથી છે. આ વસ્તુને વર્ણવતાં શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી કહે છે કે : "तव-नियम-नाणरुक्खं, आरुढो केवली अमियनाणी । तो मुयई नाणवुट्टि, भवियजणविबोहणट्ठाए ।।१।। तं बुद्विमयेण पडेण, गणहरा गिहिउं निरवसेसं । સ્થિરમાસિયા, શંતિ તો પવન છે રા” “તપ, નિયમ અને જ્ઞાનરૂપ વૃક્ષ ઉપર આરૂઢ થઈને અમિતજ્ઞાની શ્રી કેવળજ્ઞાની ભગવાન, ભવ્ય જીવોના બોધ માટે જ્ઞાનરૂપ પુષ્પોની વૃષ્ટિને કરે છે ? તેને સંપૂર્ણ બુદ્ધિમય પટ્ટ દ્વારા સંપૂર્ણ ગ્રહણ કરીને, શ્રી ગણધરદેવો તે શ્રી તીર્થંકરદેવના કથનરૂપ પુષ્પોને પ્રવચન માટે ગૂંથે છે.” આ રીતે પ્રભુના કથનમાં જ સ્વશ્રેયઃ માનતા તે મહર્ષિ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સમક્ષ પોતાની બુદ્ધિને યત્કિંચિત્ જ સમજે છે. તે પરમર્ષિની બુદ્ધિ એવી અજબ હોય છે કે જેના બળે “૩૫ત્રેદ્ વા, વિપડુ વા, યુવેદ્ વા-” આ ત્રિપદી માત્રથી જ એ અંતર્મુહૂર્તમાં જ આખી દ્વાદશાંગીની રચના કરી શકે છે ! તે છતાં પ્રભુની આજ્ઞા સામે તે બુદ્ધિનો ઉપયોગ થતો નથી. એક વખત પોતે જેને જેને દીક્ષા આપે તે દરેકને કેવળજ્ઞાન થવા છતાં પોતાને કેવળજ્ઞાન ન થવાના કારણે ખિન્ન થયેલા શ્રી ભગવાન ગૌતમસ્વામીજીને પ્રભુ પૂછે છે : “વિ અiાં વપરન્નä નિનાનામ્ ?" “શું દેવતાઓનું વચન સત્ય કે જિનોનું ?' Page #153 -------------------------------------------------------------------------- ________________ 125 - - ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10 ૧૦૫ ઉત્તરમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજા કહે છેનિનાનામૂ"“શ્રી જિનેશ્વરદેવોનું-” આ સ્થિતિ આપણા શિરતાજ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની શાસનપતિ શ્રી જિનેશ્વરદેવ સમક્ષ હતી. સર્વજ્ઞ માન્યા પછી સામે થવાની કે કુત્સિત કુતર્કો કરી પોતાનું બુદ્ધિબળ બતાવવાની ધૃષ્ટતા, કલ્યાણકામી આત્માઓની હોઈ જ નથી શકતી. કેવળજ્ઞાન જેવા અમિત અને અનંત જ્ઞાન દ્વારા જણાતી સઘળી વસ્તુઓ, શ્રી કેવળજ્ઞાની ભગવાનોથી પણ સર્વ પ્રકારે વચનગોચર નથી કરાવી શકાતી, એ વાત ખાસ સમજવા જેવી છે. પ્રત્યક્ષ અનુભવથી સમજી શકાતી વસ્તુ, વચન દ્વારા કઈ રીતે સમજાવી શકાય ? - તમને જ કોઈ પૂછે કે : “સાકર કેવી ?' તો તમે કહો કે “મીઠી.” સામો ફરી પૂછે કે “કેવી મીઠી ?' તો તમે કહો કે “ગોળ જેવી.' પૂછનાર પૂછે કે એથી શું સમજાય ? બરાબર સમજાવો કે સાકર કેવી !' તો કહેવું જ પડે કે ભાઈ ! શું સમજાવે ? મોઢામાં મૂકી જો એટલે સમજાશે કે સાકર આવી મીઠી છે.” અને ચાખ્યા પછી અન્ય પૂછનારની સમક્ષ એની પણ એ જ દશા અને એ જ ઉત્તર ! આથી તો વીરવિજયજી મહારાજા કહે છે કે : વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” બુદ્ધિવાદનું સ્થાન કેટલું ? ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર વસ્તુ છે. આથી એમ નથી માની લેવાનું કે સામાન્ય બુદ્ધિવાળાઓ ધર્મ માટે લાયક નથી : પણ એટલું જ સમજવાનું છે કે વિશિષ્ટ જ્ઞાનીઓની કે તેવા જ્ઞાની પુરુષોના કથનની નિશ્રા વિના સમજી શકાય તેમ નથી. સુધર્મ એ છદ્મસ્થ બુદ્ધિથી કલ્પી શકાય તેવી વસ્તુ નથી. ધર્મને આરાધવાની ભાવનાવાળાએ નિશ્રા તો સ્વીકારવી જ જોઈએ. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વિહાર બે પ્રકારના કહ્યા છે : એક જ્ઞાનીનો અને એક જ્ઞાનીની નિશ્રાનો : પહેલો વિહાર ગીતાર્થનો,-જ્ઞાનીનો : પ્રભુના માર્ગને જાણનાર તે ગીતાર્થ-સમર્થ જ્ઞાની. બીજો જ્ઞાની ન હોય તો પણ, વિશિષ્ટ જ્ઞાનીની નિશ્રાએ ચાલતાં ચાલતાં આત્મા ધર્મ પામી શકે છે. મારી બુદ્ધિ મુજબ જ ધર્મ નિયત થવો જોઈએ-એમ નહિ. જે બુદ્ધિમાં ઊગે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 128 એ જ ધર્મ, તો તો કહેવાય છે કે-મુઝે મુદ્દે ગતિમન્ના' મુડે અચ્છે ભિન્નમતિ હોય છે. આદમી એટલી મતિ : અરે કહો ને,આદમીના કલાક ક્ષણ, એટલી મતિ ક્ષણે ક્ષણે વિચારનું પરિવર્તન જો એમ પરિવર્તન થાય, તો તો પછી “આ જ ધર્મ-એમ નિશ્ચયપૂર્વક નહિ કહી શકાય : કારણ કે જે આત્માને, જે સમયે, જે બુદ્ધિ થાય, તેને તે ધર્મ કહે અને જો તેમ થાય તો તો મિથ્યાદર્શનોમાં જે જાતનો અનર્થ થયો છે, તેવો અનર્થ અહીં ખૂબ ઊભો થાય, આથી તદ્દન સ્પષ્ટ જ છે કે સામાન્ય બુદ્ધિ કલ્પે તે ધર્મ હોઈ શકતો નથી. વિશિષ્ટ બુદ્ધિની નિશ્રાના સ્વીકારથી, સામાન્ય બુદ્ધિવાળામાં પણ ધર્મ ઊતરી શકે છે. જે મુનિપણું જ્ઞાની મુનિવરોમાં હતું, તે જ મુનિપણું માસતુષ મુનિમાં પણ હતું, કે જેમને-માં રુપ મા તુષ' એટલા અક્ષરો પણ ગોખતાં આવડતા નહોતા. જે ગુરુ એમને સમજાવનાર હતા તે પાછળ રહી ગયા અને માસતુષ મુનિને કેવળજ્ઞાન થયું. જે ધર્મ, ગુરુ પામ્યા હતા, તે જ એ પામ્યા હતા. શાથી? નિશ્રાથી. એ કહેતા કે “આ કહે તે મને પ્રમાણ.” સામાન્ય બુદ્ધિમાં વિશિષ્ટ જ્ઞાનીની નિશ્રાના યોગે તે ધર્મ પ્રતિબિંબિત થાય છે. સામાન્ય બુદ્ધિવાળો આત્મા, પોતાની જ બુદ્ધિ મુજબ ધર્મ કલ્પવા માગે, તો એ દૃષ્ટિએ તે ધર્મથી પર બને, પણ વિશિષ્ટ બુદ્ધિની નિશ્રા સ્વીકારે તો હૃદયમાં તે ધર્મ ઉતારી શકે. સર્વશદેવના ધર્મમાં બુદ્ધિનો ઉપયોગ ગ્રાહક તરીકે થાય, નહિ કે ચિકિત્સક તરીકે ! ધર્મમાં મરજી મુજબના ફેરફાર કરવા માટે બુદ્ધિવાદનો વાયડો ઉપયોગ કરવો, એ તો એક જાતનું ભયંકર મિથ્યાત્વ છે. વસ્તુની સાધકતા કે બાધકતાના વિચાર માટે બુદ્ધિવાદનો ઉપયોગ ખુશીથી થઈ શકે : એ માટે શ્રી જૈનશાસનમાં એક રતિભર પણ નિષેધ નથી : પણ એ બુદ્ધિવાદ સ્વચ્છંદપણામાંથી જન્મેલો ન હોવો જોઈએ. બાધક વસ્તુના ત્યાગ માટે અને સાધક વસ્તુના સ્વીકાર માટે, બુદ્ધિવાદનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરવાની શ્રી જિન-શાસનમાં છૂટ છે. વ્યવહારમાં પણ બુદ્ધિનો ઉપયોગ ગ્રાહક બનવા માટે થાય, પણ વેપારીને થકવવા માટે, કંટાળો આપવા કે એનો વેપાર ન ચાલે એ સ્થિતિ કરવા માટે ના થાય ! એવા વર્તન માટે કંટાળીને વેપારીને કહેવું પડે કે “જા ભાઈ, તારી અહીં જરૂર નથી.” કેટલાય ગ્રાહક એવા પણ હોય છે કે લેવું ન હોય પણ માથું ફોડાવવા આવે. “આ કાઢ, તે કાઢ.-એમ ઢગલો કરાવે અને પછી ખોટી રીતેઆનો ભાવ ઠીક નથી, આ માલ ઠીક નથી, આમાં આ વાંધો ને આમાં આ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10 ૧૨૭ વાંધો.’-એમ કહી ચાલતા થાય. આમ ન થવું જોઈએ. આવા ગ્રાહક કામના નહિ. તેમ અહીં પણ સમજી લેવું જોઈએ. 127 સભા : પારકી બુદ્ધિએ ચાલે તે સ્વતંત્ર કે પરતંત્ર ? : જેની બુદ્ધિએ ચાલીએ એ અજ્ઞાન હોય તો તો ત્યાં પરતંત્રતા : પણ જો એ સર્વજ્ઞ હોય તો ત્યાં સ્વતંત્રતા : એ તો સાચા સ્વતંત્ર થવાનો માર્ગ છે. બજારમાં નાનો વેપારી, શરૂઆતનો વેપારી, મોટા કુશળ વેપારીની સલાહ મુજબ ખુશીથી ચાલે. એમ ચાલવામાં એ લાભનો અર્થી પોતાને પરતંત્ર ન માને. એ તો ઊલટું એમ સમજે છે કે આની સલાહે ચાલવાથી જ હું આગળ ઉપર સ્વતંત્ર વેપારી બની શકીશ. વિદ્યાર્થી શિક્ષકની આજ્ઞા માનવામાં પરતંત્રતા માને અને એમ માનીને આજ્ઞા ન માને, તો એ મરતાં સુધી મૂર્ખા ને મૂર્ખા જ રહે ને ? શિક્ષક જે કાંઈ કહે છે તે સ્વતંત્ર બનાવવા માટે. કાનપટ્ટી પકડે, ધોલ મારે, સોટી મારે, તે ભવિષ્યમાં કોઈની પણ સહાય વિના પોતાનું કામ રીતસર કરી શકાય તેવી સ્થિતિમાં લાવવા માટે ! કક્કો કે એકડો ઘુંટાવવા માટે શિક્ષક આંખ કાઢે, મારે, તેમ છતાં વિદ્યાર્થી ન માને તો હિતૈષી શિક્ષક વિદ્યાર્થીનાં માતાપિતાને પણ જણાવે છે કે ‘તમારા બાળકને સુધારવા માટે તમારે પણ ઘણા પ્રયત્ન કરવાની જરૂર છે.' આ બધું શા માટે ? એટલા જ માટે કે વિદ્યાર્થીના ભલાની શિક્ષકના હૃદયમાં લાગણી છે. એ પરતંત્રતા સ્વતંત્રતા માટે છે. એ જ સ્વતંત્રતા છે એમ જ કહો ને. અનંતજ્ઞાનીએ આજ્ઞા મુજબ વર્તવાનું વિધાન કર્યું, તેનો હેતુ એ જ કે ‘આ બિચારા કદી પણ પરતંત્ર ન રહે અને સદાને માટે સ્વતંત્ર બને.' મુક્તિનું કારણ ક્યું લિંગ ? ગૃહીલિંગે કેવળજ્ઞાન પામી એક સમયે ચાર જણા મુક્તિ જાય અને અન્યલિંગે દશ જાય, એનું કારણ શું ? અન્યલિંગી અન્યલિંગમાં હોવા છતાં પણ ત્યાગનો અનુભવી છે : પેલો ત્યાગથી આઘો છે ઃ યાદ રાખો કે અન્યલિંગમાં રહેલાનો ત્યાગ પ્રશંસાપાત્ર નથી. અશક્ત આદમી લાકડી લઈ ધીમે ધીમે ચાલે, તે કલાક-બે કલાકે એક માઈલ ચાલે અને પહેલવાન એક કલાકના પંદર માઈલ ચાલે. હવે પેલો અશક્ત ચાલનારો સીધે માર્ગે જતો હોય અને પેલો દોડનારો પહેલવાન ઊંધે માર્ગે જતો હોય, છતાં પણ પહેલવાનને સામે કોઈ શુદ્ધ માર્ગદર્શક મળી જાય અને તેને સીધે માર્ગે ચડાવી દે, તો પેલો અશક્ત પૂંઠે રહી જાય અને પહેલવાન આગળ ચાલ્યો જાય : કારણ કે પહલેવાને જવાની તાકાત તો કેળવી છે : માત્ર રસ્તાનું ભાન Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ નથી. બેશક, ઊંધે માર્ગે ખરચાતી તાકાત સારી નથી : એ તાકાત આત્માને હાનિ કરનારી છે : પણ એને કોઈ સદ્ગુરુ મળી જાય ને સીધે રસ્તે દોરે, તો એ એવો દોડે કે વહેલો પહોંચી જાય : કારણ કે તેની તૈયારી છે. આ અશક્ત પાસે તૈયારી નથી. ગૃહીલિંગમાં રહેલો મોઢે કહે કે ‘બધું છોડવાનું છે પણ શું કરીએ ? વ્યવસ્થા થાય એટલે છોડી દઈએ. પેલો તો છોડીને આવેલો છે. માત્ર અન્યલિંગમાં છે : એને તો સીધા માર્ગની જરૂર છે : આણે તો હજી છોડ્યું પણ ક્યાં છે ? આ તો કહે કે ‘બધું ખરું પણ સંસારની જાળ જ એવી છે. સૂતરનું ગૂંચવાયેલું કોકડું ઊકલે નહિ : કાતર જ મૂકવી પડે : તીવ્ર દૃષ્ટિવાળો પણ ઉકેલી ન શકે : એક તાંતો કાઢે ત્યાં બે ભરાય : એક ગાંઠ ઢીલી કરવા જાય કે બે મજબૂત થાય : ઉકેલાય પણ નહિ અને કાતર મૂકતાંય જીવ ચાલે નહિ, એ કોકડું ઊકલે શી રીતે ? ઘણાય રાજા-મહારાજા અને શેઠ-શાહુકારો જ્યારે નીકળ્યા ત્યારે તત્ક્ષણ નીકળ્યા છે. જ્ઞાનીને પણ કોઈ કહે કે ‘જઈને આવું છું’-તો જ્ઞાની પણ કહેતા કે “મા ડિબંધ હૈં ।”-ભાવનાએ તો ચડ્યા છે એમ જ્ઞાની પણ જાણે છે, પણ કહી દે કે ‘પ્રતિબંધ ન કરતા.’ જ્ઞાનીને સ્થિતિની ખબર છે. જ્ઞાની કહે છે કે વ્યવસ્થા એ જાળ છે એને ઉકેલવાની માથાકૂટમાં રોકાઓ નહિ. સાધનને સાધન તરીકે પિછાનો ! : : સંસારની વિષમ જાળને ભેદવા માટે એમ જ કહેવાય કે એને કાપવાનું કરો. તમે બધા બુદ્ધિના ભંડાર ઉકેલવાનું કહો છો ! જ્ઞાની પણ ઉકેલવાની ના કહે છે, કાપવાનું કહે છે. સંસારની ખૂબી ન્યારી છે ઃ જેમ સમય જાય ને સંયોગ વધે, તેમ આત્માની સંસારની જાળ વિસ્તરે અને પછી એ જાળ વળી ધર્મનું રૂપ લેતી જાય છે. પેલો એમ માને કે ‘આ કર્યું. આ પતાવ્યું ને નીકળ્યો’-પણ એ પતાવવા જાય ને પહોળું થતું જાય : પછી પેલો પતાવટને પણ ધર્મ માને, જાળ એ ધર્મનું રૂપ લે. પછી તો Duty – ફરજ ! એ ફરજમાંથી પરવારે ત્યારે આવે ને ? માટે શાસ્ત્રકારે પહેલી ભાવના ‘ભવનિવ્વઓ' રાખી. 128 સભા : સ્વલિંગે એક સમયે કેટલા ? એકસો આઠ. અન્યલિંગે સિદ્ધ થાય એમાં અન્યલિંગની મહત્તા નથી અને ગૃહીલિંગે સિદ્ધ થાય એમાં ગૃહીલિંગની મહત્તા નથી : પણ સ્વલિંગે સિદ્ધ થાય એમાં સ્વલિંગની મહત્તા છે. ગૃહીલિંગ કે અન્યલિંગમાં રહેલાને કેવળજ્ઞાન થાય, પણ આયુષ્ય બાકી હોય તો તે સ્વલિંગમાં જ આવી જાય. મહત્તા સ્વલિંગની છે. ગૃહીલિંગ કે અન્યલિંગ સાધક નથી અને કારણ પણ નથી : ત્યાં રહ્યા કોઈ સાધી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10 જાય એ વાત જુદી છે. સ્વલિંગમાં સિદ્ધ થાય ત્યાં સ્વલિંગ એ કારણ છે. ચંડકોશિયો સર્પ ભગવાનને ક૨ડીને જાતિસ્મરણ જ્ઞાન પામ્યો, માટે જાતિસ્મરણનું કારણ ભગવાનને કરડવું એ છે ? એ તો અકસ્માત્ થયું. જેમને કરડ્યો એમનામાં કૌવત હતું ને રુધિર લાલને બદલે ધોળું નીકળ્યું, માટે એ જાતિસ્મરણજ્ઞાન પામ્યો. એ ન હોત તો ન પામત. કારણને કારણ માનવાં : કારણ ન હોય તેને કારણ તરીકે આલેખવાં : શાસ્ત્રમાં ગૃહીલિંગ તથા અન્યલિંગને મોક્ષનાં કારણ નથી કહ્યાં. વસ્તુસ્વરૂપને જેટલા પ્રમાણમાં સમજવું જોઈએ, તેટલા પ્રમાણમાં સમજવાની જરૂર છે. ન સમજાય તો આખી વસ્તુ મા૨ી જાય. સભા : વસ્તુ પ્રાપ્ત થયા પછી લિંગનો આગ્રહ શા માટે ? ઝવેરી પથ્થરના ઢગલામાંથી પણ હીરો લઈ શકે, પણ જે ઝવેરી ન હોય તેણે તો હીરા માટે ઝવેરીને ઘેર જવું પડે. એની તાકાત નથી કે પથરામાંથી હીરો શોધી લાવે.એ તો હીરાના નામે પથરા લાવે. એ તાકાત તો ઝવેરીની આંખમાં છે. ઝવેરીને ત્યાં એ એકલો ન જાય : દલાલને સાથે લઈ જાય : દલાલને કહેશે કે ‘દલાલી ખાજે પણ માલ સારો અને ચોખ્ખો અપાવ.' એક આદમી હીરાની કિંમત પાંચ હજાર આંકે અને બીજો પચીસ હજાર આંકે :હાનિ કે લાભ નાનોસૂનો નહિ. એક નંગમાં શ્રીમાન પણ બની જાય અને પરીક્ષામાં ભૂલે તો પાઘડી પણ ફરી જાય. ઇલાયચી કુમારનટડી પર મોહી વાંસડે ચડી કેવળજ્ઞાન પામ્યા. તમારે નાટકડી ઉ૫૨ મોહ પામી વાંસડે ચડવું ? કેવળજ્ઞાન નહિ પણ કવળજ્ઞાન પણ નહિ રહે : હાડકાંયે ભાંગી જશે. કોઈ પૂછે કે એ નટી ઉપર મોહ્યા અને નાચતાં નાચતાં કેવળ થયું, પણ હું કહું છું કે તેમની પૂર્વની આરાધના તો જુઓ ! ભરત મહારાજા અરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા એ વાત કરે, પણ તે પુણ્યપુરુષની પૂર્વની આરાધના અને આ ભવના ધર્મપ્રેમને તથા ઉત્તમ વર્તનને યાદ કરવામાં ન આવે એ કેમ ચાલે ? વિપરીત સ્થાને અને વિપરીત કા૨ણે જે કાંઈ કામ થયાં, તે પ્રાયઃ પૂર્વની આરાધનાના યોગે ! માટે જે સાધન હોય તેને જ સાધન તરીકે ઓળખો ! રામાયણમાં આવશે કે યુદ્ધભૂમિમાં ઘણાયે સંયમ પામ્યા : તેથી યુદ્ધભૂમિ એ કંઈ સંયમનું કારણ છે ? કારણ તો હોય તે જ કહેવાય. કારણને અને અકારણને ઓળખો. જેની આજ્ઞાપ્રમાણે ચાલવાથી ભવિષ્યમાં પરતંત્રતા વધતી હોય ત્યાં પરતંત્રતા, પણ જેની આજ્ઞાથી ભવિષ્યમાં સ્વતંત્ર - સદાના સ્વતંત્ર બનાતું હોય, ત્યાં વર્તમાનમાં પરતંત્રતા હોય એ પણ સ્વતંત્રતા જ છે. સર્વજ્ઞની નિશ્રાએ ચાલનારા અંધશ્રદ્ધાળુ નથી, પણ જાગતી જ્યોત 129 ૧૨૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 10 છે.આગળ કોણ છે? કેવળજ્ઞાની!ગમે તેવી અંધારી રાત હોય, પણ હાથમાં ફાનસ હોય તો? બેશક, ફાનસ પણ આંધળાના હાથમાં ન હોવું જોઈએ. જો આંધળાના હાથમાં ફાનસ હોય તો આંગળી પકડનાર જોઈએ. શાસ્ત્ર કહે છે કે અજ્ઞાની માટે જ્ઞાનીની નિશ્રા જોઈએ. આંધળાના હાથમાંનું ફાનસ તો ઊલટું એને વાગે, માટે આંગળી પકડી દોરનારો જોઈએ તેમ અજ્ઞાની માટે જ્ઞાનીની નિશ્રા તો જોઈએ જ. જે સ્વતંત્રતા માગો છો, તેને વિચારો : યોગ્ય લાગે તેને પૂછો : ચોવીસે કલાક વિચારતાં શીખો. જીવન નાનું છે : કરવાનું ઘણું છે આ જીવન નિષ્ફળ ગુમાવ્યું તો એના જેવી બીજી એકે દુર્દશા નથી.પરલોકમાનો, પુણ્ય પાપમાનો,અને એની ચિંતા નહિ? શ્રદ્ધા થયા પછી વિચારણા નહિએ કેમ ચાલે?બોલવાનું અને ચાલવાનું એક જસરખું.સુંદર બનાવવા માટે પ્રયત્નો તો ચાલુને ચાલુ રાખવા જોઈએ.ધર્મી તરીકે તમે વસ્તુ સત્ય હોવા છતાં નાહક મુંઝવણ ઊભી ન કરો. સાધુના આચાર, વિચાર અને પ્રવૃત્તિનો અભ્યાસ કરવો ઘટે. અભ્યાસ ન હોય તો સાંભળ્યા પછી નિર્ણય કરો. “ભવનિબેઓ’ પછી ‘માર્ગાનુસારિતા !'- “માર્ગાનુસારિતા” વિના ભવનિર્વેદ' ટકે ? “માર્ગાનુસારિતા” પણ શા માટે ? ઇષ્ટફળસિદ્ધિ : ઇષ્ટ ફળની સિદ્ધિ માટે ! ઇષ્ટ ફળ કયું ? મોક્ષથી અવિરોધી ફળ તે. મોક્ષ સાત રાજલોક ઊંચે છે. ત્યાં ક્યારે જવાય ? બધાંયે બંધન વિખેરી નાખો ત્યારે ! કહો ને, ધૂનન થાય ત્યારે ! ધૂનન શાનું ? સ્વજનધૂનન, કર્મધૂનન, ગારવત્રિક-ધૂનન, શરીર ને ઉપકરણની મૂચ્છનું ધૂનન, અને સત્કાર-સન્માનધૂનન ! આ બધાં ધૂનન કરે તો કેવળજ્ઞાન પામીને એ જ ભવમાં મોક્ષે જાય. આવા સ્વતંત્ર થવા માટે શ્રી સર્વજ્ઞદેવની આજ્ઞા માનવી, એ પરતંત્રતા કહેવાય ? સ્વતંત્રતાના અર્થને સમજો. પછી- “નોવિધ્યામો ” શાસ્ત્રમાં જે વાત બોલાય તેને સમ્યપણે વિચારવી જોઈએ. સામાન્ય લોકની વિરુદ્ધતાથી ધર્મનો ત્યાગ કરીએ, તો તો બધાને સંસારમાં ફરજિયાત રહેવું પડે : કોઈથી મુક્તિમાં જઈ શકાય નહિ. જે લોકને ભવ મીઠો લાગે અને જે વિષયાસક્તિ માટે સર્વ કાંઈ કરવા તૈયાર હોય, તેની દૃષ્ટિએ વિરુદ્ધ લાગતી ચીજનો છતી શક્તિએ ત્યાગ, એ ધર્મ નહિ, પણ એ તો શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ખંડન છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : આલંબનની આવશ્યકતા માર્ગાનુસારિતાની જરૂર શા માટે ? • બાહ્યલિંગની મહત્તા : ઓઘો અને તિલક-એ અંકુશ છે : ૦ આલંબનશુદ્ધિની આવશ્યકતા : • હવે ચાલો પ્રાર્થનાસૂત્રમાં આગળ : વિષય : જયવીરાય સૂવાંતર્ગત - બીજી માર્ગાનુસારિતાની માગણીનો પરમાર્થ. આલંબનની અનિવાર્યતા. સઆલંબન તારે. અસ૬ ડુબાડે. અનાદિકાળથી આત્મા સાથે વળગી ગયેલી વસ્તુઓનું ધૂનન-ધોવાણ સમ્યફ પ્રકારે થાય માટે પ્રાર્થનાસૂત્રમાં આવતી માગણીઓનો વિશેષ વિચાર છેલ્લાં કેટલાંક પ્રવચનોથી શરૂ કરાયો હતો તે અત્રે આગળ ચાલે છે. અહીં માર્ગાનુસારિતા અંગે સુંદર વાતો કરવામાં આવી છે. ભવનિર્વેદ વિના માર્ગ ન મળે, માર્ગ ન મળે તો માર્ગમાં અનુસરણ પણ ન થાય. માર્ગાનુસારિતા એ ઇષ્ટફળપ્રાપ્તિની પૂર્વભૂમિકા છે. પહેલી બે બાબતો જેના જીવનમાં હોય તે જ મોક્ષથી અવિરોધી એવા ઇષ્ટફળની યાચનાનો અધિકારી બની શકે વગેરે બાબતો અંગે ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. સમયાનુસાર સિંહને પકડનારાઓની કળા અને જીવણશેઠનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કરાયો છે. ઓધો અને તિલક અંકુશની ગરજ કઈ રીતે સારે છે, આલંબન, પ્રતિજ્ઞા, નિયમ, ક્રિયા કેવા ઉપયોગી છે તે વાત અત્રે જોવા જેવી છે. સુવાક્ષાગૃત ૦ પરમાંથી પોતાપણાની બુદ્ધિ કઢાવી નાખવા માટે જ પ્રાર્થનાસૂત્ર બોલાય છે. • અસાર સંસારથી વિમુખ થવું નહિ, માર્ગાનુસારી બનવું નહિ અને ઇષ્ટફળની સિદ્ધિની માગણી કરવી, તે શી રીતે ફળે ? • ઉત્તમ આલંબનો, એ ભાવશુદ્ધિનાં મુખ્ય કારણો છે. • મન સિંહ કરતાં પણ બૂરું. કાયાનું પાંજરું વજ જેવું બનાવી, એમાં મનને પૂરો. • મનશુદ્ધિ વિના ક્રિયાની સફળતા નથી પણ વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ વિના મનશુદ્ધિ પણ સુશક્ય નથી બનતી. જાતવાન, કુળવાન, ભવભીરુ માટે ઓધો એ પરમ અંકુશ છે. • પરિણામ ક્વચિત્ આવે પણ ક્રિયા રોજ જોઈએ. ૦ આલંબન બગડે તો મુનિપણું જતાં વાર ન લાગે. • શ્રાવક જ સંતોષી થઈ જાય, તો તેના ભાલસ્થળ ઉપર નૂરના ઓવારા ઊડે. • બાવીસ કલાકમાં આત્મા જ્યાં જ્યાં પડતો હોય, ત્યાં પડકાર કરનાર આ બે કલાકનું શ્રવણ છે. • સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ શ્રદ્ધા વિના ચાલતું નથી. • ક્રિયા, નિયમ, પ્રતિજ્ઞા, એ પડતા આત્માને ટેકવનારાં છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : આલંબનની આવશ્યકતા માર્ગાનુસારિતાની જરૂર શા માટે? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ મંગલાચરણ કરતાં તીર્થની પ્રશંસા કરી અને એમ કહી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એમાં એક પણ સવિચારનો બહિષ્કાર પણ નથી એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયેલા છે કે એની સેવા કરનારો જરૂર નિર્મળ થઈ મુક્તિપદ પામ્યા વિના રહે જ નહિ : માટે જ એ સદાકાળ શાશ્વત રહેવા સરજાયેલું છે તથા એથી જ એને બીજી કોઈ પણ ઉપમા મળી શકે એમ નથી અને તેથી જ એ સર્વ તીર્થકરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે.” આટલું કહ્યા બાદ ટીકાકાર મહર્ષિ બીજા શ્લોકમાં કહે છે કે “આ આચારશાસ્ત્ર ભગવાન શ્રી વિરે જગતના હિત માટે કહ્યું.” કોઈના પણ નુકસાન માટે નહિ પણ પ્રાણીમાત્રનું ભલું થાય એ માટે, આ શાસ્ત્રની રચના શ્રી ગણધરદેવે કરી. એમાં છઠું અધ્યયન ધૂત નામનું છે. એમાં ધૂનન કરવાની વાત છે. અનાદિકાલથી લાગેલી સઘળી વસ્તુનું ધૂનન સમ્યફ પ્રકારે થઈ શકે તે માટે પ્રાર્થનાસૂત્ર (જય વપરાય)ની વાત ચાલુ છે. આ વસ્તુઓ ધૂનન કરવા યોગ્ય છે, એ ઠસ્યા પહેલાં ધૂનનની ક્રિયા થાય તો મૂંઝવણ થાય : જે વસ્તુને પોતાની માની છે તે ચાલી જાય તો જરૂર દુઃખ થાય : પરવસ્તુમાં સ્વત્વનો આરોપ છે તે ન ખસે ત્યાં સુધી ધૂનનમાં આનંદ ન આવે; વસ્તુ છે પર, પણ માની છે સ્વ'-એથી જ એ દુર્દશા થઈ છે કે “પરવસ્તની આબાદીમાં ને નાશમાં આ આત્મા પોતાની આબાદી અને નાશ માની બેઠો છે.” ફરજ છે કે કોઈ પણ રીતે સૌથી પહેલાં પરમાંથી પોતાપણાની બુદ્ધિ કઢાવી નાખવી જોઈએ : માટે હંમેશ પ્રાર્થનાસૂત્ર બોલાય છે અને એમાં પહેલી માગણી-“ભવનિમ્બેઓ”ની છે. એ આવ્યા પછી તો પાછળની વસ્તુઓ કઠિનતા વિના સહેલાઈથી આવે તેવી છે. નિર્વેદનો અર્થ જ એ કે “જેના જેના પર રાગ હોય તે બધાં બંધન છે અને તેનાથી ક્યારે છૂટું ? એ બંધનો જ્યારે ખસી જશે ત્યારે તો કેવળજ્ઞાન થશે : Page #161 -------------------------------------------------------------------------- ________________ 133 --- ૧૧ : આલંબનની આવશ્યકતા - 11 – ૧૩૩ પણ ખસી જાય એ ભાવના આવે તોયે કામ થઈ જાય. મોહનીય ગયું એટલે બધાં બંધન ગયેલાં જ છે. મોહનીય ન જાય ત્યાં સુધી બધાંયે ફાંફાં. એ કાઢવા માટે આ બધી મહેનત. નિર્વેદ પછી સંવેગનું પ્રગટીકરણ. પ્રધાનતા ભલે સંવેગની અને સંવેગ કરતાંય ઉપશમની હોય, પણ એ પ્રધાનતાની અપેક્ષાએ ! શ્રી પ્રાર્થનાસ્ત્રમાં પહેલું-“ભવનિવ્વઓપછી “માર્ગાનુસારિતા' અને તે પછી ઇષ્ટફળની સિદ્ધિ' વગેરે. અસાર સંસારથી વિમુખ થવું નહિ, માર્ગાનુસારી બનવું નહિ અને ઇષ્ટફળની સિદ્ધિની માગણી કરવી, તે શી રીતે ફળે ? “ઘરનું કામ મૂકીને શેઠનું કામ પહેલું કરવું પડે’-એ ભાવના ન હોય તો નોકરીમાં કોણ રાખે ? ભાવના થયા બાદ પણ રીતસર કામ ન કરે તો પગાર કોણ આપે ? રોજ આવી પ્રાર્થના કરાય, છતાં એનો વિચાર જ નહિ, ચાલતું હોય એમ ચાલવા દેવું, તો “ઇષ્ટફળસિદ્ધિ” થાય શી રીતે ? આમ ને આમ ? રોજ એના એ વીતરાગ : એના એ તમે : અને એનું એ પ્રાર્થનાસૂત્ર : તેમજ એની એ યાચના : છતાં પરિણામ કંઈ નહિ ! આનું કારણ શું ? સભા: ગોખાઈ ગયું. ગોખાઈ ગયું, ઊતરી નથી ગયું. જ્ઞાની જે કાંઈ સૂત્રોની વાતો ગંભીરપણે કહે છે, તેમાં આકળવિકળ કેમ થાઓ છો ? જ્ઞાની કહે છે કે બધું મૂકો, લેવાની વાત જ નહિ, બસ બધું મૂકો. એ કથનમાં અરેરાટી કેમ થાય છે ? એમ થવું જોઈએ કે અમે મૂકી નથી શકતા, માટે પ્રેરક તો આવા જ જોઈએ. આવા પ્રેરક હોય તો જ કલ્યાણ થાય' આવી ભાવના આવે તો પ્રેરક પ્રત્યે બહુમાન અને સદ્ભાવ થાય અને તેમ થાય તો પ્રેરક કહે એ વસ્તુના અમલ માટે ઉત્સુકતા થાય. ઉત્સુકતા થયા પછી અમલ થતાં વાર ન લાગે. પરિણામ અને પ્રવૃત્તિ ક્યારે ? ભાવના મજબૂત થાય ત્યારે ને ! ભાવનાની મજબૂતી માટે આ પ્રયત્ન છે. “ભવનિર્વેદ' થયા પછી પણ “માર્ગાનુસારી' ન થવાય, તો “ભવનિર્વેદ' પણ ખસી જાય : માટે “માર્ગાનુસારિતા'ની જરૂ૨. જો માર્ગાનુસારિતા' ન આવે તો ભવનો રાગ આવી જાય ને તે કંઈ ગુણો વધી પણ જાય. બાહ્મલિંગની મહત્તા : ભાવની પ્રધાનતાનું પ્રતિપાદન કરતું શ્રી જૈન-શાસન દ્રવ્યશુદ્ધિની પ્રધાનતા જરા પણ ઓછી નથી આંકતું. ઉત્તમ આલંબનો, એ ભાવશુદ્ધિનાં મુખ્ય કારણો છે. ચિત્તશુદ્ધિ માટે વચનશુદ્ધિ તથા કાયશુદ્ધિની આવશ્યકતા કંઈ ઓછી નથી, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 134 ચિત્તશુદ્ધિ વગર વચનશુદ્ધિ તથા કાયશુદ્ધિ વાસ્તવિક રીતે ફળશે નહિ એ વાત ખરી, પણ વચનશુદ્ધિ તથા કાયશુદ્ધિ, વિના એ ચિત્તશુદ્ધિ-મનઃશુદ્ધિ પણ પ્રાય: થતી નથી. સિંહ જેવું શિકારી જાનવર, જે આવે તેના પર તરાપ મારે તેવું, મનુષ્યની ગંધ પણ સહન ન કરે તેવું, પણ પાંજરામાં પુરાઈ જાય પછી કેવું બને છે ? પ્રાણઘાતક જાનવર દ્વારા કલાના જાણકારો આજીવિકા ચલાવે છે : પ્રાણ પોષે છે : એની સાથે ગેલ કરી, ખેલ કરી નિર્વાહ ચલાવે છે : શાથી? આવડતથી. ગમે તેવું ક્રૂર, ભયંકર, ખરાબ ટેવમાં ઊછરેલું, છતાં એકવાર કોઈ પણ ઉપાયે પાંજરામાં પુરાય તો બધું ફરી જાય; એને પૂરવા માટે દેવદારનાં પાટિયાંનું પાંજરું ન ચાલે : વજનું જોઈએ. લોઢાના સળિયા પણ પાતળા નહિ પણ મજબૂત-ન વળે, ન તૂટે એવા જોઈએ. પાંજરામાં ઘૂસ્યો એટલે પંદર આની બળ ગયું : શરૂઆતમાં બારણું બંધ થાય ત્યારે તેનો આકાર અને દેખાવ જોયો હોય તો દેખનારને લાગે કે શુંયે કરી નાંખશે ! પણ કરે શું ? એના માટે તો એ પાંજરારૂપ કિલ્લો બંધાઈ ગયો. પાંચ-સાત હાથ જમીનમાં ફાવે તેટલા આંટા માર્યા કરે. આંટા મારતાં મારતાં ગુસ્સો એની મેળે શમે. એની લાલાશ, એની ઉગ્રતા, એની ધમાચકડીના પરિણામે, પોતે જાતે એમાં એવો પછડાય કે ઊઠવાની પણ તાકાત ન રહે. આદમી દેખીને ઘૂરકતો, આંખ લાલ કરતો, તે હવે આદમી સામે દિન આંખે જુએ. હોશિયાર કારીગર એને કહે કે કૂતરાની જેમ કેમ પડ્યો છે ? ફરી લાલાશ આવે, ફરી ઘુમે અને ફરી પછડાય : ફરી કારીગર તિરસ્કાર કરે, ગોદા મારે, સળિયા મારે, પણ પેલો કરે શું ? જાળી સુધી આવે અને પછડાય : પરિણામ એ આવે કે આંગળી ઊંચી ન કરે : દીનપણે આદમી સામે જોયા કરે. ખાવાનું કેટલું આપે ? મરી ન જાય એટલા પૂરતું એની પાસે કામ લેવા પૂરતું. એને એવો બનાવે કે જરૂર પડ્યે આદમી કહે કે : “બહાર આવ” તો તરત બહાર આવે : એને ગેલ કરવાનું કહે તો છોકરા સાથે ગેલ કરે : પોતે નીચે પડ્યો રહે, છોકરી પોતા ઉપર ચડી જાય અને પોતે એક નાના બાળકથી પણ હાર્યો એમ દેખાડે. સિંહ એક બચ્ચાથી હારે ? પાંજરામાંથી બહાર કાઢે ત્યારથી જ એ દેખે તેવી રીતે ભરેલી પિસ્તોલ ધરી રાખે. સિંહ પણ સમજે કે વાંકો ચાલ્યો તો પિસ્તોલ તૈયાર છે. એના યોગે એ હિંસક જનાવર પણ બહાર અને અંદર આવવાની અને જવાની તથા ખેલ કરવાની અને ગેલ કરવાની આજ્ઞા ઉઠાવે. શાથી? પાંજરામાં પુરાયો એથી!એની ઇચ્છાઓ ઉપર કાપ મુકાયો એથી !! Page #163 -------------------------------------------------------------------------- ________________ 135 - - ૧૧ : આલંબનની આવશ્યકતા – 11 – – ૧૩૫ સભા : આનું નામ દ્રવ્ય. મન સિંહ કરતાં પણ બૂરું. કાયાનું પાંજરું વજ જેવું બનાવી, એમાં મનને પૂરો : પછી ભલે ઊંચુંનીચું થાય પણ કરે શું? કાયા ન માને તો મન શું કરે ? મન કહે કે “આ ખાવું છે'-પણ હાથ લઈને મોંમાં મૂકે તો ને ! મન એમ કહે કે “મારું—પણ મારે કોણ ? મનને તિરસ્કાર કરવાનું મન થાય, પણ જીભ હાલે તો ને ! મનને ઘણું ઘણું જોવાનું મન થાય, પણ આંખનું પોપચું હાલે તો ને ! મનને વશ કરવા માટે, એકવાર તો વચન તથા કાયા પર પૂરતો અંકુશ રાખવો પડશે. યદ્યપિ શાસ્ત્રકારે-“મનશુદ્ધિ વગર ક્રિયાની સફળતા નથી–આ પ્રમાણે કહીને ભાવનાશુદ્ધિને ઊંચી કોટિમાં મૂકી, પણ સાથે સાથે એ પણ કહી દીધું કે “વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ વિના મનશુદ્ધિ પણ સુશક્ય નથી બનતી, માટે એની પણ પ્રધાનતા છે.” ગૃહસ્થ લિંગમાં ભાવનાશુદ્ધિ થઈ, ક્ષપકશ્રેણિ આવી, કેવળજ્ઞાન થયું, કંઈ કમી ન હતી, છતાં શ્રી ભરત મહારાજાને સુધર્મા ઇંદ્ર કહે છે કે : “ભગવન્! આ લિંગ અંગીકાર કરો !'-શાથી ? દ્રવ્યની મહત્તા જીવતી અને જાગતી રાખવા માટે ! દ્રવ્યના યોગ વિના પામનાર તો કોઈક. કોઈકના દૃષ્ટાંતને લઈને દ્રવ્યની ગણતા થાય, તો તો દુનિયાનો તરવાનો માર્ગ લુપ્ત થઈ જાય. મુનિનો વેષ છે : જ્ઞાનીની દૃષ્ટિએ એનામાં મુનિપણું નથી ; છતાં એ મુનિને જોનાર ધર્માત્મા, કે જેને મુનિપણું નથી એમ ખબર નથી, ત્યાં સુધી એ વેષને વંદન ન કરે તો સમ્યક્તને દોષ લાગે. હવે વિચારો કે જ્ઞાનીએ દ્રવ્યની, બાહ્ય સાધનની કેટલી બધી મહત્તા આંકી છે ! ઓઘ અને તિલક-એ અંકુશ છે : આ ઓઘો, એ કેવો મજેનો અંકુશ છે. નાના જેવા અંકુશથી પણ, હાથી જેવા મોટા જાનવરને ચલાવો તેમ ચાલે અને બેસાડો તેમ બેસે. અંકુશ મોટો હોવો જોઈએ એમ ન કલ્પો. અંકુશ એ ચીજ એવી છે કે પેલાને તાબામાં રાખે, એમ જ ઓઘો : એ પણ જાતવાન માટે મજેનો, સારામાં સારો અંકુશ છે. એવું મજેનું સાધન છે કે ગમે તેવા દુષ્ટ પરિણામને અટકાવે. જાતવાન, કુળવાન, ભવભીરુ માટે તો ઓઘો એ પરમ અંકુશ છે : એકાંતે કલ્યાણકર છે : જેને માથે જાત નથી, કુળ નથી, જેને ભવનો ડર Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 136 નથી, તે તો આ લઈને રસ્તા વચ્ચે નાચે તો પણ કોણ રોકે ? આ ચીજ ઉત્તમ આત્મા માટે એવો અંકુશ છે કે ડગલે પગલે વિચાર કરાવે કે આમ જ બોલાય, આમ જ ચલાય, આમ જ ઉઠાય, આમ જ બેસાય, આમ જ ખવાય અને આમ જ પીવાય વગેરે ! એ આ ઓઘો કહે છે : એમાંથી એ ધ્વનિ નીકળે છે. ધ્વનિ એટલે શબ્દો નથી નીકળતા, પણ એ બધું યાદ કરાવે છે. તમારી પાસે ચરવળો તે બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી અથવા તો વધુમાં વધુ અમુક નિયત કાળ સુધી હોય, પણ કપાળમાં તિલક તો પ્રાયઃ કાયમ હોય ને ! તિલકની કિંમત હોય તે દરેક પાપથી કંપે : એને એમ થાય કે “હું જૈન, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો પાલક : શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને શિરે ચડાવનારો !” એ માણસ બજારમાં, ઘરમાં, ધંધેધાપે કેમ વર્તે ? કેમ બોલે ? ? એની કાળજી કેવી તીવ્ર હોય ? તિલક તો મોટો અંકુશ છે : તિલક કરનારો જૂઠું બોલે ત્યારે સામો કહે કે “આવડું મોટું તિલક કરી જૂઠું બોલો છો ?” પેલો પણ ખોટું ન લગાડે. એ તો એમ માને કે “તિલકના યોગે વગર પૈસાના ચોકીદાર મળે છે.' તિલક કરનારને વગર તિલકવાળો એમ કહે કે “કપાળે તિલક કરો છો. મોટું ધર્મીપણાનું ચિહ્ન કરો છો અને અધર્મ આચરો છો ?' પેલો માને કે “હું પુણ્યવાન ! તિલકના યોગે રક્ષક મળ્યા.' પેલાઓ કહે કે “અમે તો કશું કરતા નથી : પૂજા નથી કરતા, સાધુ પાસે નથી જતા, દહેરે ઉપાશ્રયે નથી જતા, તે ગમે તેમ કરીએ, પણ તમે બબ્બે કલાક દોરે જનારા, સાધુનાં પાસાં સેવનારા, વ્યાખ્યાન સાંભળનારા, તે આવું કરો ?' એ બધા આમ ગમે તે ભાવનાએ બોલે, ભલે નિંદા માટે બોલે, પણ ધર્મ તો માને કે “આ અમારા રક્ષક છે.” એવા વખતે આ ચિહ્નો, ક્રિયા, બાહ્ય આલંબન, આત્માને બચાવવા મજબૂત સાધનરૂપ નીવડે છે. ભાવના અને પરિણામ ક્વચિત્ આવે : આવે તો ટકતાં નથી : પણ ક્રિયાની જરૂર ખરી કે નહિ ? તેલમરચાં વેચનાર આખો દિવસ મહેનત કરે તો સાંજે આઠ આના કમાય, પણ ઝવેરીને ત્યાં રોજ વખતોવખત ગ્રાહક આવે તેમ નથી : એક-બે આવે તો પણ બેડો પાર : પણ એ ઝવેરી એમ કહે કે “ગ્રાહક આવે ત્યારે જ દુકાન ખોલું -તો ચાલે ? દુકાન રોજ ખોલે તો પણ બે-પાંચદશ આવે અને આવે ત્યારે કામ થાય, પણ દુકાન ખુલ્લી હોય તો આવે ને ! Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : આલંબનની આવશ્યકતા 11 :: દુકાન બંધ જ હોય તો ? શાસ્ત્ર કહે છે કે ‘પરિણામ ક્વચિત્ આવે પણ ક્રિયા રોજ જોઈએ : જ્યારે બરાબર પરિણામ આવશે ત્યારે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થશે. આ બધી તૈયારી અંતર્મુહૂર્ત માટેની છે. એ અંતર્મુહૂર્ત આવશે ત્યારે આત્મા કર્મની સામેના સંગ્રામમાં સ્થિર બની, વીણી વીણીને એક એક કર્મને દૂર કરશે : પણ અંતર્મુહૂર્ત લાવવા કાંઈક તો કરવું પડશે ને ? એ અંતર્મુહૂર્ત માટે જ આ રજોહરણ અને તિલક. ઝવેરીને ત્યાં આવનારા બે, પાંચ કે દશ ગ્રાહક ગમે ત્યારે આવે, પણ દુકાન ખોલવાની ક્રિયા તો રોજ કરવી પડે ને ? એમ એ અંતર્મુહૂર્ત લાવવું હોય તો આ ક્રિયામાં મગ્ન રહેવું જોઈએ ને ? આ તો કહે છે કે ‘દહેરે જઈએ છીએ પણ ભાવના નથી આવતી. આજ ગયા પણ ભાવના ન આવી !' પણ ભાવના કાંઈ રસ્તામાં પડી છે કે એમ ને એમ આવી જાય ? ભાવના ન આવે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની પાસે જઈ પોતાની સ્થિતિ વર્ણવો અને સદ્ભાવનાની યાચના કરો. સંસારતારક નિર્પ્રન્થ ગુરુદેવો પાસે જાઓ અને કહો કે ‘ભાવના કેમ આવતી નથી ? અમારામાં ભાવના લાવો !' સાધુઓ હિતબુદ્ધિએ જે કાંઈ દોષો બતાવે અથવા દોષોને આવવાની સંભાવના કલ્પી બચાવવા માટે જે યોગ્યરૂપે કહે તે એકવાર એમ લાગે કે ટોણા મારે છે, તો પણ હું તો કહું છું કે એ જે ટોણા મારે તે પણ ખાઓ, તો ભાવનાને આવ્યા વિના છૂટકો કચાં છે ? પ્રયત્ન તો અખંડ જોઈશે. 137 ભાવના અને પરિણામ જોઈતાં હોય, તો આલંબન-સાધન-તરવાના માર્ગોને હૃદયની ઇચ્છાથી અખંડપણે સેવો; સેવ્યા વિના છૂટકો થવાનો નથી : આ વિના મનઃશુદ્ધિ થાય ? આકાશ ને પાતાળમાં ભ્રમણ કરનારું મન અંકુશ વિના ઠેકાણે આવે ? ન જ આવે ને ? ૧૩૭ આલંબનશુદ્ધિની આવશ્યકતા : વ્યાખ્યાનમાં શબ્દો નીકળ્યે જતા હોય, પણ તમારું મન સ્થિર ન હોય તો શું થાય ? પ્રાર્થના માટે પણ કહ્યું છે કે ‘બધી ઇંદ્રિયો એકતાન જોઈએ :' નેત્રો પ્રભુની મુખમુદ્રા પર લીન હોય : પ્રભુ જે દિશામાં હોય તે સિવાયની ત્રણે દિશાનું નિરીક્ષણ વર્જ્ય હોય : પણ તમારી આંખ ટકે શાની ? સાચી ‘નિસીહી’ થાય, ‘નિસીહીપૂર્વક’ અવાય, તો તો બહારની ચીજો આત્માને સ્પર્શે પણ નહિ. પૂજન માટે ઘેરથી પ્રયાણ કર્યું કે ગમે તેવો પ્રસંગ આવે તોયે એ ક્રિયાને નિપટાવ્યા સિવાય, બીજી કોઈ ક્રિયા કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પૂજા કરવા નીકળે ત્યારે માબાપ, ભાઈ, સ્નેહી બધાં સમજી જ લે કે - ‘હવે સાંસારિક કામ માટે બોલાવાય નહિ : બોલાવીએ તો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 138 પણ એ સાંભળશે નહિ.” દુનિયાનાં સઘળાં પાપોનો અભાવ કરવાનું સામર્થ્ય આ વેષમાં પણ છે. આવી ભાવનાવાળાને દુનિયાનાં સધળાં પાપ તરફ તિરસ્કાર સ્વયમેવ જાગે એને કહેવાની જરૂર પડે નહિ એ સમજે. એ ભાવનાવાળો સમજે કે જ્યાં બધાં પાપ છોડવાની - તજવાની વાત આવે છે, તો થોડા પાપથી – બને એટલાં પાપથી મુક્ત તો થવું જ જોઈએ.' આ ભાવના તો કુદરતી આવે, લાવવી ન પડે. ભાવના તથા મન શુદ્ધિની જરૂર તો બહુ છે, પણ એના કરતાં જેનાથી એ મનશુદ્ધિ થાય, ભાવના થાય, એની પહેલી જરૂર છે. આત્મા રોજ ક્રિયા કરે અને પરિણામ ન ભાળે, તો અંદરથી આત્માને અવાજ થવો જોઈએ કે “પરિણામ કેમ નથી દેખાતું ? - તો તરત એ આત્મા એ ક્રિયામાં વધુ ને વધુ જોડાતો જાય : તન્મય બનતો જાય. પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનથી પડ્યા, પણ એ પડેલાને બચાવ્યા કોણે ? ચડાવ્યા કોણે ? બહારના સાધને ! મુનિને માટે મુનિપણું પામ્યા પછી પણ શાસ્ત્ર આજ્ઞા કરી કે “મુનિએ સ્ત્રી, પશ, પંડક વર્જિત સ્થાનમાં રહેવું. શાથી ? વ્રત અંગીકાર કર્યો, સર્વથા બ્રહ્મચારી બન્યા, હવે એ આજ્ઞાની જરૂર શી ? જરૂર છે મુનિપણાની રક્ષા માટે ! જો આલંબન શુદ્ધ ન હોય-આલંબન બગડે તો મુનિપણું જતાં વાર ન લાગે. એ તો મીણનો ગોળો : અગ્નિનો તાપ ન લાગે ત્યાં સુધી કઠિન રહે : એને નરમ ન બનાવવો હોય તો અગ્નિથી દૂર ને દૂર રાખો. મુનિએ મુનિપણું સાચવવું હોય તો અયોગ્ય આલંબનથી દૂર ને દૂર રહેવું. માટે ભૂમિકાને યોગ્ય ઉત્તમ આલંબનરૂપ ક્રિયાઓ કદી પણ તજવી ન જોઈએ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે : "प्रमाद्यावश्यकत्यागात्रिश्चलं ध्यानमाश्रयेत् । योऽसौ नैवागमं जैनं वेत्ति मिथ्यात्वमोहितः ।।१।। तस्मादावश्यकैः कुर्यात्, प्राप्तदोषनिकृन्तनम् । यावन्नाप्नोति सद्ध्यान-मप्रमत्तगुणाश्रितम् ।। २।।" “જે પ્રમાદી આત્મા આવશ્યક ક્રિયાઓનો ત્યાગ કરી નિશ્ચલ ધ્યાનનો આશ્રય કરે છે, તે મિથ્યાત્વથી મોહિત થયેલો શ્રી જિનેશ્વરદેવના આગમને જાણતો નથી.” “માટે જ્યાં સુધી સાતમા ગુણસ્થાનને આશ્રીને રહેલા ધ્યાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી (મોક્ષના અર્થી આત્માએ,) આવશ્યકો દ્વારા પ્રાપ્ત દોષોનો નાશ કરવો જોઈએ.” Page #167 -------------------------------------------------------------------------- ________________ 139 – - ૧૧ : આલંબનની આવશ્યકતા - 11 – ૧૩૯ વાત પણ ખરી છે કે આલંબનની શુદ્ધિ વિના શુદ્ધ માર્ગે આવેલો એવો આત્મા કઈ રીતે શુદ્ધ માર્ગમાં ટકી શકે ? બહારના આલંબનની જરૂરી શુદ્ધિ ગઈ, તો ભાવનાનો નાશ થાય એમાં આશ્ચર્ય શું? શુદ્ધ આલંબન વિના ભાવના એક દિવસ રહે, બે દિવસ રહે, પણ કયાં સુધી રહેવાની ? કુળથી અહિંસક જેનનો દીકરો, કસાઈના લત્તામાંથી નીકળે તો પહેલીવાર ઊલટી થાય, બીજી વાર ચક્કર આવે, ત્રીજી વાર કમકમાટી થાય, ચોથી વાર આંખો મીંચાય, પણ પછી આગળ શું થાય ? “હશે, રોજનું થયું. ક્યાં ગયું પેલું બધું ? આલંબને આત્માને કઈ કોટિમાં મૂક્યો ? શાસ્ત્ર કહે છે કે એક વાર પાપ કર્યું તો પરંપરા ચાલી : એક પાપ સો પાપને કરાવે. “ચીકણી જમીન પર પગ ખસ્યો કે આખું શરીર ખસે. “પગ ખસ્યો તેમાં શરીરને શું?' - એમ ન કહેતા. બધો આધાર પગ ઉપર છે. પગ ખસે માટે પગને જ વાગે એમ નહિ, પણ પગ છૂંદાય, હાથે છૂંદાય, શરીરે ઘૂંદાય ને હાડકાં આખાંયે ભાંગી જાય. સારું આલંબન ગયું કે આત્માને ગબડતાં વાર કેટલી ? આલંબનશુદ્ધિની બહુ આવશ્યકતા છે. ત્રિકાલ જિનપૂજન, ઉભય ટંક આવશ્યક, નિરંતર વ્યાખ્યાનશ્રવણ, સામાયિક, પૌષધ, દાન, શીલ, તપ, ભાવ, અનુષ્ઠાનાદિ સર્વ, આટલા બધા પ્રમાણમાં એક પછી એક યોજાયાં, એનું કારણ જ એ કે આત્મા શુદ્ધ આલંબનમાં રમતો રહે તો મન જાય ક્યાં ? શ્રાવક માટે ભાવના કેવી ઊંચી ! અમુક સમય સિવાયનો આખો દિવસ ધર્મક્રિયામાં ગાળનારો શ્રાવક, થોડો સમય ન ચાલ્વે વ્યાવહારિક પ્રવૃત્તિ કરે : એની ભાવના કેવી રહે ? વ્યાવહારિક પ્રવૃત્તિમાં -લાચાર છું, આના વિના ચાલે તેમ નથી, કયારે છુટાય ?' આ વિચારમાં રમતો આત્મા શુદ્ધ રહી શકે એમાં આશ્ચર્ય શું છે ? આજની પ્રવૃત્તિ તો એકદમ અતિશય ત્રાસજનક છે. ધર્મભાવના ન ટકતી હોય તેનું કારણ આજની પ્રવૃત્તિ છે. ઊંઘતાંયે ટેલિફોન કાને ધરવો પડે : ઘડીભરની સ્થિરતા નહિ : હૃદયમાં તો બળતરા હોય : ટેલિફોનથી બહારની બળતરા ! આજના વેપારીનું, આજની દુનિયાના આદમીનું જીવન એટલું બધું કલુષિત બની ગયું છે કે એને વાત કરવાની ફુરસદ નથી ! ગમે તેવા સ્નેહીને પણ એ કહી દે કે “જા, ભાઈ જા, મને ફુરસદ નથી, હેરાન ન કર, ચાલ્યો જા.' આવો આદમી ન ઘરનો, ન બહારનો, ન કુટુંબનો, ન દેરા ઉપાશ્રયનો, ન સમાજનો કે ન ધર્મનો-કશાનો નહિ ! Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ –– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 140 શ્રાવકના વેપાર નિરાળા હોય : બહુ જ લુખ્ખા હોવા જોઈએ. એ વાત મુંઝવણ કરાવે તેવી છે, પણ હોય એ કહ્યા વિના ચાલે ? શ્રાવક જો સંતોષી થઈ જાય, તો તેના ભાલસ્થળ ઉપર નૂરના ઓવારા ઊડે. એવો તેજસ્વી બને કે સામો નમી પડે. આજે તો શ્રીમાનો પર તેજ ક્યાં છે ? ધમાલ ને ધમાલ ! પાંચ માગનાર અને દશ લેનાર ! તમારા દુઃખનો અંત નથી ! સુખ શામાં છે, જ્યાં છે, તે ખરેખર તમને સમજાતું નથી ! દિવસે દિવસે તમારું જીવન સુધરે છે કે બગડે છે ? તમે મોટા, ડાહ્યા, સમજદાર થયા : કહો તો ખરા કે તમારી પ્રવૃત્તિ કઈ વધી અને કઈ ઘટી ? પૂજ્ય આચાર્યશ્રી હીરસૂરિ મહારાજના વખતમાં પાલણપુરના વર્ણનમાં એમ આવે છે કે “રોજ મંદિરમાં એક મૂડો ચોખા થતા. મૂડો એટલે પચાસ મણ. ત્યાંના શેઠિયાઓ પાલખીમાં બેસીને વ્યાખ્યાને આવતા.” ધર્મની જાહોજલાલી આનું નામ ! જાહોજલાલી વખતે ધર્મીની આ ભાવના, આ વૃત્તિ, આ કાર્યવાહી હતી. શ્રાવકો ક્રિયાચુસ્ત હતા. ધર્મ માટે “ફુરસદ નથી' – એમ કહેવાય ? આ તો ચોમાસામાંયે વેપાર ! તમારે માટે નિવૃત્તિનો સમય ક્યો તે તો કહો ! તમે બે કલાક પણ ભેળા થાઓ, તે પણ ભેળા કરનારમાં તાકાત હોય તો ! અહીં તમને ઊંઘવા દઉં તો કાલે ભાગી જાઓ. સ્થિતિ એ જોઈએ કે બે કલાક તો તમારી જાતે આવો : એ બે કલાક વિના તમને ચેન ન પડે : ગમે તેમ, ભલે સમજ ન પડે, પણ સૂત્રના મંત્રાક્ષરોથી આત્માને પવિત્ર કરવાની ભાવનાએ આવો ત્યારે કામ થાય ! આ બે કલાકની કિંમત સમજો. બાવીસ કલાકની પ્રવૃત્તિમાં અટકાયત કરનાર આ બે કલાક છે : બાવીસ કલાકમાં આત્મા જ્યાં જ્યાં પડતો હોય, ત્યાં પડકાર કરનાર આ બે કલાકનું શ્રવણ છે ? ધર્મશ્રવણના બે કલાક બહુ જરૂરી છે : એ બે કલાક વિના જીવન લખું સમજો : બે કલાકમાં તરબોળ બનો તો બે કલાક બાવીસ કલાકના પાપને રોકનાર બને : બે કલાક જરૂરના લાગે તો પણ કામ થાય ! બાહ્ય આલંબનની અતિ જરૂર છે. ભગવાન ઋષભદેવની મૂર્તિ તો અહીં પણ છે અને શ્રી સિદ્ધગિરિજી ઉપર પણ છે : પણ એ સ્થાન કેવું ? એ આલંબન કેવું ? એ જગ્યાએ ચડવા માંડે કે ગમે તેવા વિચારનો આદમી જો તેનામાં તથા પ્રકારની ભવ્યતા હોય, તો તે પણ ત્યાં તો જરૂર ડોલે : ત્યાંનું વાતાવરણ, પરમાણુ, હવા, સ્પર્શના બધું ઊંચી કોટિનું છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ 141 – ૧૧ : આલંબનની આવશ્યકતા - 11 - - ૧૪૧ - સિત્તેર વર્ષે કુમારપાળ મહારાજા પરમ શ્રાવક બન્યા : સિદ્ધિગિરિનો સંઘ કાઢ્યો : પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સાથે હતા : બેયની ઉંમર સિત્તેર વર્ષની હતી : લગભગ સરખી : છ માસનો ફરક હશે : બેયનું આયુષ્ય ચોરાશી વર્ષનું : પૂ. આ. મ. હેમચંદ્રસૂરિજી મ. તો વિહાર કરતા જ હતા, કારણ કે નાનપણથી સંયમી હતા. જ્યારે સંઘ નીકળ્યો ત્યારે પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ કુમારપાળને કહ્યું, “રાજનું! તું ઠેઠ સુધી ચાલી શકશે ?' શ્રી કુમારપાળે કહ્યું કે “ભગવન્! હું બહુ ભટક્યો છું, ઘણું સહન કર્યું છે, પણ એ બધું રાજ્યોથે, સંસારાર્થે હોઈ નિરર્થક ગયું : આજે શ્રી જિનેશ્વરદેવ, આપ સરીખા ગુરુ અને આવો ઉત્તમ ધર્મ મળ્યો છે અને શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જતાં ચાલું નહિ તો મારા જેવો કમનસીબ કોણ ? હું આપની સાથે ચાલીને યાત્રા કરીશ !” કુમારપાળે પચીસ વર્ષની ઉંમરથી માંડીને લગભગ રાજ્ય ન મળ્યું ત્યાં સુધી, સિદ્ધરાજના મારાઓના ભયથી નાસભાગ કરી છે : કેવી નાસભાગ ? જબરી! આ આવ્યા, આ આવ્યા,-એમ ને એમ નાસભાગમાં એ બધી ઉંમર ગઈ છે : ખાવાનું, પીવાનું, બેસવાનું કંઈ જ ઠેકાણું નહિ ! આ બધું યાદ કરી કરી કુમારપાળ મહારાજા કહે છે : “આજ તો ચાલવું એ ધર્માર્થે અને મોક્ષાર્થે છે. આપ જેવા ગુરુ મળ્યા છે પછી શું ? આપની સાથે ચાલીને જ યાત્રા કરીશ.” સિત્તેર વર્ષની વયે કુમારપાળ મહારાજાએ છરી પાળતાં યાત્રા કરી. રસ્તામાં આવતાં ઝાડને પણ પુષ્પમાળા ચડાવતાં કહેતા કે “શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ જતા, યાત્રિકને છાયા-વિશ્રાંતિ આપનાર ઝાડો પણ યાત્રામાં સહાયક છે માટે પૂજનીય છે.” અરે જમીનને પણ નમતા. એવા મહાપુરુષો પણ બાહ્ય આલંબનને કેટલાં મજબૂત બનાવતા ? એવા કુમારપાળ યથેચ્છપણે ઝાડ તોડે, પત્તાં તોડે, વનસ્પતિ પર પગ મૂકે ? જે જગ્યાએથી પરમ પવિત્ર શ્રી સિદ્ધગિરિજી દૃષ્ટિએ આવ્યો, તે જગ્યાએ પડાવ કરી અઢાઈ મહોત્સવ કર્યો. ધન્ય છે આ જગ્યાને કે અહીંથી અમને શ્રી સિદ્ધગિરિજીનાં દર્શન થયાં. અરે, ભગવાન જ્યાં જ્યાં ભિક્ષાએ ગયા છે, ત્યાં ત્યાં ભક્તોએ ખૂંપો બંધાવ્યા છે. મહારાજા કુમારપાળ પણ પરમ ભક્ત છે. આ શું? આલંબન. આજે પણ યુદ્ધભૂમિમાં કોઈ સામાન્ય આદમી જાય તોયે એને Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 142 શૂરવીરતાના છાંટા આવે છે, તો પવિત્ર ભૂમિમાં પાવન થયા વિના કેમ રહે ? જ્ઞાનીએ કહેલ બાહ્ય આલંબનની અવગણના કરનારા, આત્માની અવગણન કરનારા છે. સભા: ભાવ વિનાની ક્રિયા શાસ્ત્ર તુચ્છ કહી છે ને ? બરાબર છે. એ તો કહ્યું કે “ભાવ વિનાની ક્રિયા વાસ્તવિક રીતે નિષ્ફળ કહેવાય? પણ એકલા ભાવમાત્રને જપનાર ને આલંબનની અપેક્ષા નહિ કરનારનો ભાવ ટકશે કે કેમ ? સભા : અજ્ઞાનમૂલક ક્રિયા નિષ્ફળ ને ! જ્ઞાનીની નિશ્રા વગરની અજ્ઞાનમૂલક ક્રિયા વસ્તુતઃ નિષ્ફળ ! શાસ્ત્ર કહે છે કે એક તો જ્ઞાની, સ્વયં જ્ઞાની મુક્તિમાં જાય અને જ્ઞાની ન હોય તે પણ જ્ઞાનીની નિશ્રાએ વર્તે તો મુક્તિમાં જાય. મારવાડની ભૂમિમાં ફરવું વિકટ છે, પણ પેલો ભીલ માર્ગ બતાવે તે મુજબ ચાલનાર બધા ઘરે પહોંચે. સ્વયં જ્ઞાની નથી અને જ્ઞાનીની નિશ્રા પણ નથી, એની ક્રિયા અજ્ઞાનમૂલક ! કોઈ માણસ ભલે નવકારનો અર્થ ન જાણે, પણ એમ માને કે “ભગવાને કહ્યું છે અને ગુરુ કહે છે કે નવકારનો ગણનારો પાવન થાય, માટે એ અનુપમ છે ?' આવું હૃદયમાં સ્થાપી ગણવા માંડે કે કર્મ ખસવા માંડે ! નમો અરિહંતાણું –' શબ્દમાં જે ભાવ લાવવો જોઈતો હતો, તે પેલાએ શ્રદ્ધામાંથી કાઢ્યો ! એને એ શ્રદ્ધા છે કે ભગવાન, ગુરુ, નિગ્રંથો, ત્યાગીઓ બધા કહે છે કે “નવકાર જેવું મંગલ એક પણ નથી.” “સંસારથી મને જે તારે તે મંગલ :” એ અર્થ સમજીને જે ભાવના લાવવી જોઈતી હતી, તે મહાપુરુષના વચન પરની શ્રદ્ધાથી આ લાવે છે. અરે સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ શ્રદ્ધા વિના ચાલતું નથી. અમુક જાતનું જ્ઞાન થયા વિના, આત્મા પરના મળરૂપ દોષો દેખાતા નથી. કેવળજ્ઞાન વિના આત્મા પણ દેખાતો નથી. ઘણા કહે છે કે “ભાવ વિનાની ક્રિયા નકામી કહી !' પણ તેઓ ભૂલી જાય છે કે તે તે ક્રિયામાં ભાવનાશુદ્ધિનું ધ્યાન ખેંચવા માટે ! અને તેથી જ સાથે સાથે જ કહ્યું કે “દ્રવ્ય વિના ભાવ પણ નથી !” ભાવનું કારણ દ્રવ્ય. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, - એ ચાર નિક્ષેપાઓની વિચારણામાં કહ્યું કે ભાવનું કારણ દ્રવ્ય. પહેલું કારણ કે કાર્ય ? શાસ્ત્રના એક જગ્યાના વાક્યને કદી ન પકડાય. કારણ વિના કાર્ય બને ? Page #171 -------------------------------------------------------------------------- ________________ 18 - ૧૧ : આલંબનની આવશ્યકતા - 11 - ૧૪૩ “કારણજોગે કારજ નીપજેજી, સમાવિજય જિનઆગમ રીત રે” “કારણ જોગે હો કારજ નીપજે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાધીએ, એ નિજ મત ઉન્માદ.” અરે, દુનિયાની પણ એ રીત છે. માટી વિના ઘડો થાય ? ઘડો જોઈએ તે માટી લાવે ને ! ઘડો બન્યા પહેલાં પણ માટી હોય, બનતી વખતે પણ માટી હોય અને બન્યો એટલે પણ માટી તો ખરી જ ને ? ઘડો માટીમય કે માટી બહાર ? ઘડો માટીમય ન બને તો ઘડારૂપે રહે ક્યાંથી ? કારણ વિના કાર્યોત્પત્તિ ન હોય. હવે એ માટી પણ ઘટરૂપ થાય ક્યારે ? જ્યારે એના અંગે જરૂરી મહેનત થાય ત્યારે ને ? શાસ્ત્ર કહે છે કે દ્રવ્ય આલંબનના સ્વીકારે એની ભાવના પણ વાંઝણી હોય છે.' જીરણ શેઠે ભાવનાથી કામ કર્યું -એમ કહી દે છે, પણ જીવણશેઠે શું કર્યું તે જાણવાની દરકાર નથી. ભગવાન ચાર મહિનાની પ્રતિમામાં હતા : જીરણશેઠ તે ઉદ્યાનમાં જતા : વંદન કરતાં ભગવાનના એકેએક અંગનાં ગુણગાન કરતા અને આવતી વખતે વિનંતિ કરતા કે “ભગવાન ! આપ ભિક્ષા માટે નીકળો ત્યારે આ રંકને પાવન કરજો. ભગવાન બોલે પણ નહિ, સામું પણ ન જુએ, આંખનું પોપચું પણ ઊંચું ન કરે, છતાં જીરણશેઠ રોજ જાય અને દર્શન કરે : અંગેઅંગના ગુણ ગાય : હાથ આવા, પગ આવા, મુખ આવું, વગેરે અંગોનાં પણ ગુણગાન કરીને પછી પ્રાર્થના કરે કે “પ્રભો ! ભિક્ષા લેવા નીકળો ત્યારે આ રંકને પાવન કરજો.” આ બધું દ્રવ્ય ખરું કે નહિ ? કહે છે કે “અભિનવ શ્રેષ્ઠીએ દાન દીધું પણ ભાવના નહોતી તો ન ફળ્યું અને જીરણશેઠે દાન ન દીધું પણ ભાવનાથી કામ થયું !” આટલું જ પકડી રાખે : પણ એને જવાબ આપનાર તો કહી શકે છે કે “ભાઈ ! જીરણશેઠની હકીકત બરાબર વાંચ તો ખરો ! ચાર ચાર મહિના સુધીની એ લાગેટ ક્રિયાને કેમ ભૂલી જાય છે ?” રણશેઠની ભાવના કેવળ વાંઝણી હતી કે ફળવતી ? એમની ભાવનામાં દ્રવ્યના ફુવારા કેટલા હતા ?-એ જુએ નહિ અને આલંબનને ધક્કો મારે ! શું ખાલી ભાવનાથી જ કામ થાય ? ભાવના જાગે ક્યારે ? ભાવના કરે કે “મુનિને દઉં.” ને મુનિ આવે એટલે બારણાં બંધ કરે તો ? શાસ્ત્ર કહે છે કે “જે ભાવના ભવનાશિની' તે જ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 14 ભાવના ભાવ વધારનારી પણ બને છે. એમ કહીએ કે “અમારા ભાવ સારા છે. ને પછી ગમે તેમ વર્તીએ એનો મેળ મળે શી રીતે ? ત્યાગના અર્થી ને રાગના સેવક એ બને ? વીતરાગના ભક્ત અને વૈરાગ્યના વૈરી એમ બને ? એમ કહે કે “શ્રી જિનેશ્વરદેવ, નિર્ગસ્થ ગુરુ અને એમણે કહ્યું તે ધર્મ એ ખરું, પણ મારો સંસાર પહેલો !” આ નાટક નહિ તો શું ? એમ માનનારને સંસાર જ રહે ને ? અભિનવ શેઠે દાન દીધું પણ પામ્યો નહિ : સોનૈયા પડ્યા એ જ પામ્યો : કારણ કે એની ભાવના ન હતી અને જીરણશેઠની ભાવના એવી હતી કે દાન ન દીધું તોયે જો દુંદુભી જરા મોડી વાગી હોત તો કેવળજ્ઞાન પામત ! આ વાતથી ભાવના સાબિત થાય. આ રીતે છે એ વાત સાચી પણ ભાવનાને આગળ કરનાર, ભાવના પ્રગટી ક્યાંથી એ ન વિચારે એ કેમ ચાલે ? શ્રી જીવણશેઠ પ્રભુ જે દિવસે ભિક્ષા માટે નીકળ્યા તે દિવસે પણ પોતે આંગણામાં રાહ જોઈને ઊભા છે. ભગવાન તો નિરીહ છે. “રોજ આવે છે માટે એને ત્યાં જાઉં,’ એ વિચાર એમને નથી. ભગવાન નીકળ્યા : યોગ્ય લાગ્યું ત્યાં ગયા : જેને ત્યાં ગયા તે ભાગ્યશાળી એવો કે અડદાદિનું દાન દેવરાવ્યું. જીરણશેઠ તો ભાવના ભાવે છે કે ભગવાન કયારે આવે ?” અહીં સોનૈયાની વૃષ્ટિ થઈ : દેવદુંદુભી વાગી : “અહો દાન અહો દાન”ની ઉદ્દઘોષણા વગેરે પંચ દિવ્ય પ્રગટ થયાં : ત્યારે જીરણશેઠે જાણ્યું કે “ભગવાને દાન લીધું.” શેઠે તો એ વિચાર્યું કે “હું કેવો હીણભાગ્ય કે પ્રભુ મારે ત્યાં ન પધાર્યા. શાસ્ત્ર કહે છે કે “એની ભાવના એવી ઊંચી હતી કે, દુંદુભિ થોડી મોડી વાગી હોત તો કેવળજ્ઞાન થાત !” દુંદુભિથી જીરણશેઠની ભાવના તૂટી ગઈ : ત્યાં એ વિચાર કરે છે કે - “મારે અંતરાય હશે કે, ભગવાન ન આવ્યા.” આ ભાવનાને ક્રિયા વગરની કહેવાય ? એમની ભાવનાના નામે ક્રિયાની અવગણના કરનારા, એમની વાતને પૂરી સમજતાં પણ નથી ! શાસ્ત્ર કહે છે-“સમ્યક્ત વિનાની ક્રિયા છાર ઉપર લીંપણ જેવી.” સમ્યક્ત ક્યારે થાય? દેવ, ગુરુ અને ધર્મને સમ્યફ પ્રકારે માને તો. શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે ક્રિયા, નિયમ, પ્રતિજ્ઞા, એ પડતા આત્માને ટેકવનારા છે.” Page #173 -------------------------------------------------------------------------- ________________ 145 - - ૧૧ : આલંબનની આવશ્યકતા – 11 - ૧૪૫ એના અમલ વિના ભાવના ફળીભૂત ન થાય. બાહ્ય આલંબનશુદ્ધિની અતિ આવશ્યકતા છે. એ ભાવનું કારણ છે. પ્રધાન દ્રવ્ય તે જ કે જે ભાવ ઉત્પન્ન કરે. ભાવ ઉત્પન્ન કરનાર દ્રવ્યની ઉપેક્ષા કરે તેની સિદ્ધિ થઈ નથી, થતી નથી અને થશે પણ નહિ. હવે ચાલો પ્રાર્થનાસૂત્રમાં આગળ : પ્રાર્થનાસૂત્રમાં સૌથી પ્રથમ માગણી “ભવનિર્વેદની છે કારણ કે ભવનો નિર્વેદ થયા વિના મોક્ષ માટે વાસ્તવિક યત્ન થતો જ નથી. કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્પષ્ટપણે કહે છે કે “ભવથી નિર્વેદ નહિ પામેલા આત્માનો મોક્ષ માટે જે યત્ન છે, તે અયત્ન જ છે–એ આપણે કાલે જોઈ ગયા છીએ. હવે એ “ભવનિર્વેદ” ટકાવી રાખવા માટે “માર્ગાનુસારિતા અતિ જરૂરની છે. માર્ગાનુસારિતાના વિવરણમાં શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે : मार्गानुसारिता असद्ग्रहविजयेन तत्त्वानुसारिता' અસદ્ગહના વિજય દ્વારા તત્ત્વને અનુસરવું, એ જ ખરી તત્ત્વોનુસારિતા એટલે કે માર્ગાનુસારિતા છે.' અસદ્ગહની હયાતીમાં સાચી તત્ત્વોનુસારિતા આવતી જ નથી. તત્તાનુસારિતા, એ ભવનિર્વેદને પુષ્ટ બનાવનારી વસ્તુ છે. જેમ જેમ તત્ત્વનુસારિતા વધતી જાય, તેમ તેમ ભવનિર્વેદ પણ પુષ્ટ બનતો જાય છે. “તત્તાનુસારિતા' પછી ‘ઈકલસિદ્ધિ'ની માગણી, કે જેથી ઉપાદેયને અંગીકાર કરવાની પ્રવૃત્તિ નિર્વિઘ્નપણે થઈ શકે. ઉપાદેયને નિર્વિઘ્નપણે અંગીકાર કરવા માટે લોકવિરુદ્ધ'કાર્યોનો અવશ્ય ત્યાગ થવો જોઈએ. આ રીતે ‘ભવનો નિર્વેદ-માર્ગાનુસારિતા'‘ઈટંકલસિદ્ધિ” અને “લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ'-એ ઇચ્છનાર આત્માને ઉત્તમ કાર્યવાહી સાથે કદી પણ વિરોધ હોય ? રોજ પ્રભુની સમક્ષ અગ્રપૂજા કરતાં સાથીઓ કરી ચાર ગતિનો છેદ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની પ્રાપ્તિ અને તે દ્વારા મોક્ષની માગણી કરનારા આત્માઓને, પ્રભુપ્રણીત અનુષ્ઠાનો તરફ વિરોધ હોય એ બને જ કેમ ? Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ ♦ “શનું પ્રતિ શાઠ્યમ્” એ ધર્મ નથી : ♦ ધ્યાનનો અધિકારી કોણ ? ૭ આત્માને ન છેતરો ! ♦ આડંબરથી મુક્તિ નથી : ♦ સ્વાર્થ એ જ મહાપાપ : વિષય : બાહ્ય ક્રિયા કરતાં પણ અત્યંતર લક્ષ્ય સ્વરૂપપ્રાપ્તિનું જ હોવું જોઈએ. એ માટે ધ્યાની આત્મામાં હોવી જોઈતી અનિવાર્ય બાબતોનું વર્ણન. 12 ગત પ્રવચનમાં નિયમ, ક્રિયા, પ્રતિજ્ઞા, આલંબન આત્મોન્નતિમાં કેવાં અનિવાર્ય છે એ વાત સમજાવ્યા બાદ અત્રે માત્ર બાહ્ય ક્રિયાઓ કર્યા કરવી અને અત્યંતર લક્ષ્ય ચૂકી જવાથી કેવાં નુકસાન થાય તે વાત સમજાવવા માટે નિશ્ચયની શુદ્ધિ ઉપર પ્રકાશ પાથર્યો છે. યોગશાસ્ત્રાદિ ગ્રંથોના આધારે ધ્યાન કરવા માટે યોગ્ય આત્મામાં કેટકેટલી બાબતો હોવી અનિવાર્ય છે - તેનું સુંદર નિરૂપણ કર્યું છે. માત્ર ક્રિયાઓ કર્યે જવી અને ધર્મ-અધ્યાત્મ આવી ગયો માની લેવું એ આત્માને જ ઠગવા બરાબર છે, માટે એવું ન કરતાં ક્રિયાઓ અકબંધ રાખીને એમાં જોઈતો ભવનિસ્તા૨ક ભાવ ભરવાનું જ કામ કરવું જોઈએ. એ જ આ પ્રવચનનો સાર છે. સુવાક્યાતૃત પ્રાર્થના કેવળ શાબ્દિક ન જોઈએ. ♦ નીતિમાં ધર્મની ભજના (હોય ખરી કે ન પણ હોય) છે, જ્યારે ધર્મમાં નીતિ નિયમા (હોય જ) છે. વિતંડાવાદ કરવો એ તો બુદ્ધિનો દુરુપયોગ છે. સારી જિંદગી સુધી દુનિયાનાં પાપ-વ્યવહારોમાં રચ્યોપચ્યો રહે અને ધર્મક્રિયા વખતે નિશ્ચયની વાત કરે એ તો ગ્રથીલતા છે. જે આદમી હજારો આદમી સમક્ષ ભૂલ કરતાં નથી કંપતો, તે આદમી એકાંતમાં ભૂલ નહિ કરે એની શી ખાતરી ? જે ભૂમિકાએ જે ક્રિયાઓ હોય તે છોડવી જોઈએ નહિ. એ ક્રિયાઓથી ધીમે ધીમે આત્મા ચડતો જાય છે. પાપથી બચે છે. આલંબન બરાબર લઈએ તો પરાકાષ્ઠાએ લઈ જાય. ♦ સંસાર એ રોગ, મોક્ષ, નીરોગાવસ્થા : શ્રી જિનેશ્વરદેવ કહેલો ધર્મ એ ઔષધ અને અર્થ - કામ એ કુપથ્ય. આજનાં ઘણાં માબાપોને એ ચિંતા છે કે ‘ધર્મની વાતોથી બાળક સાધુ થઈ જશે !' પણ એ ચિંતા નથી થતી કે ‘ધર્મની પ્રાપ્તિ વિના ઉઠાવગીર થઈ જશે.' ઉઠાવગીર થાય તે સારો કે સાધુ થાય તે સારો ? Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ “શવં પ્રતિ શાન્ય" એ ધર્મ નથી : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં એમ કહી ગયા કે ‘તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એનામાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમજ એક પણ સુંદર વિચારનો બહિષ્કાર નથી : એના સિદ્ધાંતો અનેક રીતે એવી રીતે સિદ્ધ થયા છે કે એની સેવાથી, સેવા કરનારો જરૂ૨ કર્મમળથી રહિત થઈ મુક્તિએ જાય જ : માટે એ શાશ્વત કાળ રહેવા સરજાયેલું છે, માટે જ દુનિયામાં નમસ્કાર કરાયેલું છે.’ આવા તીર્થની પ્રાપ્તિ થઈ એ અહોભાગ્ય, પણ જો એનો વાસ્તવિક અમલ જીવનમાં ન થાય તો કાર્યસિદ્ધ થઈ શકે નહિ. ‘આચારને અમલમાં ઉતારવા માટે જો સાધ્ય નિશ્ચિત થઈ જાય, તો આચારને જીવનમાં ઉતારવાનું બહુ સરળ થાય.’-એ વસ્તુ સમજવા માટે પ્રથમ આપણે પ્રાર્થનાસૂત્ર અંગીકાર કર્યું છે. તમે અને અમે, દરેક શ્રી જિનમૂર્તિ પાસે દ૨૨ોજ પ્રાર્થનાસૂત્ર દ્વારા એક જ વસ્તુની યાચના કરીએ છીએ : એ યાચનામાં ભેદ નથી. તમારી અને અમારી પ્રવૃત્તિમાં ભલે ભેદ હોય, પણ ધ્યેય તો એક જ છે : માટે બન્નેની પ્રાર્થના શાસ્ત્રકારે એક જ કહી છે. એ પ્રાર્થનામાં આપણે જે માગી રહ્યા છીએ તેનું નિરીક્ષણ કરીએ છીએ, વીતરાગ પાસે આપણે શું માગીએ છીએ ? ‘હે વીતરાગ ! હે ભગવન ! તું જયવંતો ૨હે :' કારણ કે તારી જયમાં અમારી જય છે. એમની જયમાં આપણી જય ન હોય તો જય બોલાવીએ નહિ. એમની જયમાં જ આપણા આત્માની જીત છે, આપણા આત્માનો ઉદય છે. ‘હે ભગવન્ ! તારા પ્રભાવથી હો.’ ‘શું હો ?’ એની વિચારણા ચાલે છે. એ વિચારણામાં જેટલી દૃઢતા થઈ જાય તેટલો ઉદય નિકટ છે. એમ થાય તો જ શ્રી જિનેશ્વરદેવે કહેલા આચારો હૃદયમાં ચોંટે, જીવનમાં ઉતારવાની ભાવના થાય, અને આચારમય બનવા માટે સઘળી શક્તિ ખર્ચાય. જે માટે પ્રાર્થના થાય Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – –– 148 છે તે વસ્તુ નક્કી કરો. પ્રાર્થના કેવળ શાબ્દિક ન થવી જોઈએ. આટલી લાંબી માગણી કરનારની દશા કેટલી ઉમદા જોઈએ ? એક એક શબ્દમાં જ્ઞાનીએ કહેવાજોગું બધું કહ્યું. યાચનામાં પ્રથમ જ “ભવનિર્વેદ-પછી એને સફળ કરવા “માર્ગાનુસારિતાએના ફળ તરીકે ઈંઢફળસિદ્ધિ અને પછી “લોગવિરુદ્ધચ્ચાઓ એટલે લોકવિરુદ્ધનો ત્યાગ. એક નીતિવાક્ય છે કે “યપ શુદ્ધ નોવિરુદ્ધ નારવે નાવરીય ” “જો કે શુદ્ધ હોય તથાપિ લોકવિરુદ્ધ હોય તે આદરણીય અને આચરણીય નથી. આ નીતિવાક્ય છે. નીતિમાં ધર્મની ભજના છે. ધર્મમાં નીતિ નિયમો હોય છે. ધર્મ નીતિને બાધિત કરી શકે, પણ નીતિ શાસ્ત્રને બાધિત કરી શકે નહિ. ‘શટૅ પ્રતિ શમ્ ?' આ નીતિવાક્ય છે નીતિ કહે છે કે “શઠ પ્રત્યે શાક્ય વર્તન કરવું.' ધર્મશાસ્ત્ર એમ વર્તવા “ના” કહે છે : “એ ધર્મીનું કામ નથી-એમ સ્પષ્ટ કહે છે. એટલે ધર્મ છે ત્યાં નીતિ તો આવેલી જ છે. નીતિવાક્યનો ધર્મશાસ્ત્રને બાધ ન થાય ત્યાં સુધી સ્વીકાર થાય. જે શુદ્ધના સેવનમાં સ્વપરનું કલ્યાણ સમાયું હોય અને નહિ સેવવામાં સ્વપરનું અકલ્યાણ સમાયું હોય તે શુદ્ધને, સામાન્ય લોકની વિરુદ્ધતા જોઈ મૂકી દઈએ, તો જગતનું અને આપણું કલ્યાણ કઈ રીતે થાય ? જે શુદ્ધના સેવનમાં સ્વપરનું કલ્યાણ નિયત થયું છે અને જેના ત્યાગમાં સ્વપરનું અહિત નક્કી થયું છે, તે શુદ્ધના સેવનનો ત્યાગ શી રીતે થાય ? શુદ્ધ નામનું ન જોઈએ : કહેવા માત્રનું શુદ્ધ ન જોઈએ. સભા: મતભેદ થાય તો ? મતભેદ માટે બુદ્ધિવાદના પ્રસંગે ઠીક કહેવાયું છે. સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના બુદ્ધિભેદને વજન નથી આપતો. એ સમજે કે “આપણે તો છવસ્થ છીએ : બુદ્ધિ નાની : એમાં ભેદ થવો નક્કી : ભેદ થાય જ ઃ જો આપણે આપણા બુદ્ધિના ભેદને વળગી રહીએ, તો શાસ્ત્રનું સત્ય માર્યું જાય.' બુદ્ધિનો ઉપયોગ શાસ્ત્રને સમજવા, હૃદયસ્થ કરવા અને જગતમાં ફેલાવવા માટે છે : વિતંડાવાદ કરવો એ તો બુદ્ધિનો દુરુપયોગ છે. ધ્યાનનો અધિકારી કોણ ? સભા : નિશ્ચયદૃષ્ટિ આવ્યા વિના બાહ્ય ક્રિયા શું કામની ? Page #177 -------------------------------------------------------------------------- ________________ 149 - - ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ – 12 – ૧૪૯ બાહ્ય ક્રિયાઓ કરતાં એકાંતમાં ધ્યાન કરવું શું ખોટું ? નિશ્ચય નયનું અવલંબન માત્ર ધર્મક્રિયા કરવાની વાતમાં જ ? મારી જિંદગી સુધી દુનિયાના પાપ-વ્યવહારોમાં રચ્યોપચ્યો રહે અને ધર્મક્રિયા વખતે નિશ્ચયની વાત કરવી, એ તો ગ્રીલતા છે. બાકી નિશ્ચયદષ્ટિ હૃદયમાં ધરવાની વાત છે. મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ અંગે કહ્યું છે કે, “નિશ્ચયદષ્ટિ મનધીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પ્રાણિયાજી, લેશે ભવસમુદ્રનો પાર.” કલિકાળસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા યોગશાસ્ત્રમાં ધ્યાતાનું ધ્યાન કરનારનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવે છે કે : "अमुञ्चन् प्राणनाशेऽपि संयमैकधुरीणताम् । परमप्यात्मवत् पश्यन्, स्वस्वरूपापरिच्युतः ।।१।। उपतापमसम्प्राप्तः, शीतवातातपादिभिः । पिपासुरमरीकारि - योगामृतरसायनम् ।।२।। रागादिभिरनाक्रान्तं, क्रोधादिभिरक्षितम् ।। आत्मारामं मनः कुर्वनिर्लेपः सर्वकर्मसु ।।३।। विरतः कामभोगेभ्यः, स्वशरीरेऽपि नि:स्पृहः । संवेगहदनिर्मग्नः, सर्वत्र समतां श्रयन् ।।४।। नरेन्द्रे वा दरिद्रे वा, तुल्यकल्याणकामनः । अमात्रकरुणापात्रं, भवसौख्यपराङ्मुखः ।।५।। सुमेरुरिव निष्कम्पः, शशीवानन्ददायकः । સગીર વનિતા, સુતા પ્રશક્તિ દા” • “બુદ્ધિમાન ધ્યાતા તે કહેવાય છે કે જે પ્રાણોના નાશમાં પણ સંયમની એક ધૂરીણતાને મૂકનાર ન હોય? • બીજા આત્માઓને પણ પોતાના આત્માની માફક જોનાર હોય? ૦ પોતાના સ્વરૂપથી અપરિગ્ઝત, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિત હોય? ટાઢ, પવન અને તડકા આદિથી ખેદને પામનાર ન હોય? અજરામર બનાવનાર યોગરૂપ અમૃત રસાયનનો પપાસુ હોય? • મનને રાગાદિકથી અનાક્રાંત-નહિ દબાયેલું, ક્રોધાદિકથી અદૂષિત અને આત્મભાવમાં રમણ કરતું કરતો, સર્વ કાર્યોમાં નિર્લેપ હોય ? Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 150 • કામભોગોથી વિરક્ત હોય? પોતાના શરીર ઉપર પણ સ્પૃહા વિનાનો હોય સંવેગરૂપ સરોવરમાં નિર્મગ્ન થયેલ હોય અને સર્વત્ર સમતાનો આશ્રય કરનાર હોય! નરેંદ્ર કે દરિદ્રને વિષે તુલ્ય કલ્યાણની કામના કરનારો હોયઃ અર્થાતુ-રાજા કે રંક, ઉભયનું સમાનપણે કલ્યાણ ઇચ્છનાર હોય? ૦ સર્વ જીવો પ્રત્યેની કરુણાનું પાત્ર હોય? સંસારનાં સુખોથી પરાક્ષુખ હોય? ૦ ઉપસર્ગો કે પરીષદોમાં સુમેરુની માફક નિષ્પકંપ હોય? • ચંદ્રમાની માફક આનંદનો આપનાર અને પવનની માફક સંગ વિનાનો હોય!” - આવો બુદ્ધિશાળી ધ્યાતા જ પ્રશંસાનું પાત્ર બને છે. આત્માને ન છેતરો ! આ તો સંયમનું ઠેકાણું નહિ, સંવેગનું નામનિશાન નહિ, સંસારસુખોની અભિલાષાઓનો પાર નહિ અને ઇંદ્રિયોની અધીનતા તો એવી કે ન ભણ્યાભઢ્યાનો વિવેક, ન તિથિ-અતિથિનો વિચાર, કે નહિ રાત-દિવસનું ભાન ! શરીરની આસક્તિ તો એટલી બધી કે અમુક વિના ન ચાલે અને અમુક વિના ન ચાલે !! શાંતિ અને સમતા એવી કે દેવ, ગુરુ અને ધર્મનું અપમાન ઠંડે કલેજે સહન થાય અને જાત ઉપર આવે તો એક પણ આક્ષેપ સહન ન થાય !!! આવો આત્મા પોતાના ગુણસ્થાનકને ઉચિત એવી ક્રિયાઓની અવગણના કરી, એકાંતમાં બેસી, ધ્યાન કરવાની વાત કરે, એ કેવળ આડંબર અથવા અજ્ઞાન સિવાય બીજું કશું જ નથી. આ જ કારણે શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ આવશ્યકને નહિ આચરતા પ્રમાદીને મિથ્યાત્વમોહિત તરીકે ઓળખાવેલ છે. અપ્રમત્તાવસ્થા છે નહિ, આહાર વિના કે શયન વિના ચાલતું નથી, બહારનાં બધાં આલંબનની જરૂર છે અને માત્ર આવશ્યક આવે ત્યાં – “એના વગર ચાલે' - એમ કહેવું એ ટકે કેમ ? શરીર ટકાવવા બધાં સાધન જોઈએ અને આત્માને ટકાવવા સાધન ન જોઈએ ? આનું નામ મતભેદ નથી પણ મતિનો વિપર્યા છે. આ બુદ્ધિભેદથી તો પરિણામે આત્મા સત્યથી ખસી જાય. Page #179 -------------------------------------------------------------------------- ________________ 151 – – ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ - 12 – ૧૫૧ ગાડીમાં જનારાઓએ બધું જાણવું તો જોઈએ ને કે આ ગાડી કયા પાટે આવે, કયાં જાય, ક્યાં બદલાય. એ જાણવાની દરકાર ન કરતાં-હું તો આ જ ગાડીમાં બેસીશ'-એવી જીદ કરે, તો ટિકિટના પૈસા નકામા જાય ને અથડાઈ મરે. આત્મા જે જે ભૂમિકાએ હોય તે તે ભૂમિકાની ક્રિયા ઉલ્લંઘે નહિ. હા, એ ભાવના રાખે કે “ક્યારે એવો વખત આવે કે બાહ્ય આલંબન વિના પણ ટકી શકું.” પરિણામની શુદ્ધિ માટે યત્ન કરે એ ઠીક છે, પણ પરિણામની શુદ્ધિમાં હેતુભૂત ક્રિયાઓનું વર્જન કરે એ કેમ નભે ? જે આદમી હજારો આદમી સમક્ષ ભૂલ કરતાં નથી કંપતો, તે આદમી એકાંતમાં ભૂલ નહિ કરે એની શી ખાતરી ? આટલા બધા મનુષ્યો સમક્ષ પણ પોતાની મરજી મુજબ આંખ ફેરવનાર આદમી એકલો હોય ત્યાં શું ન કરે ? શાસ્ત્ર એટલા માટે તો કહ્યું કે “મુનિઓએ ભિક્ષા માટે એકલા ન જવું.” જે આદમી સમષ્ટિમાં ન ડરે, ઉત્તમ સંયોગોમાં સ્થિર ન રહે, તે આદમી એકાંતે સ્થિર રહેવાની વાતો કરે, તે મને તો ઠીક નથી લાગતું. જ્ઞાનીએ સમુદાયની કિંમત બહુ આંકી છે. સમુદાય સમક્ષ ગ્રહણ કરેલી વસ્તુ છોડતાં વાર લાગે : આત્મા ડિંખે : આ જાણે છે, તે જાણે છે, બધા જાણે છે, એ વિચારે, પાપવાસના થાય તો પણ આત્મા પાપક્રિયાથી બચી જાય ! આમાં-ધર્મની બાબતમાં, દંભ-પ્રપંચ કરનાર, અન્યને ઠગવા સાથે પોતાના આત્માને ઠગે છે : અન્ય તો કદાચ ન પણ ઠગાય, પણ પોતાનો આત્મા તો જરૂર જ ઠગાય : માટે દંભાદિકથી અલગ રહેવામાં જ આત્મશ્રેય રહેલું છે. એકવાર તમે કહ્યું હતું કે હું એકાંતમાં સ્થિર રહી શકું છું. માનો કે ભોળી જનતાએ માન્યું પણ તેથી તમારું શું? અમે કહીએ કે “અમે જગતપૂજ્ય': ભોળું જગત માને પણ જો પૂજ્યતા ન હોય તો કર્મ કાંઈ છોડવાનું છે ? આડંબરથી, ચાલાકીથી, હોશિયારીથી, એવું વર્તન કરાય કે મુગ્ધ જનતા બધું માને, પોલ ચાલી પણ જાય, પણ તે પછી શું ? જ્ઞાનીના વચનને માનનારો, કર્મના સ્વરૂપને જાણનારો, પરલોકાદિને માનનારો, આવા આડંબરને શરણે કદી ન થાય : આવો આડંબર કદી ન સેવે. નીતિ તો કહે છે કે “આડંબરથી પૂજાવાય' – પણ ધર્મ કહે છે-“આડંબર કરશો તો માર્યા જશો.” Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ –– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 12 આડંબરથી મુક્તિ નથી : સભા : બાહ્યથી શુદ્ધ દેખાતો પણ અશુદ્ધ પ્રરૂપક હોય તો ? શાસ્ત્રકારોએ એવાઓને તો દુન્નારા: તરીકે ઓળખાવ્યા છે. તેવાઓના કથનને સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા, કારણ કે તે સાંભળવાથી આત્માનો ધર્મ નાશ પામે છે. જેની પ્રરૂપણા ખોટી, ત્યાં વસ્તુતઃ ચારિત્રશુદ્ધિ પણ કેમ હોય ? હાં, આડંબર તો અવશ્ય હોય. સભા : શ્રદ્ધા તો ગઈ, રહ્યું શું ? નાટકિયાપણું. જે શુદ્ધ શાસ્ત્રાનુસારી ચારિત્રને અનુસરતો હોય, જેણે ચારિત્રને સમજી પોતે અંગીકાર કરેલ હોય, જેને શાસ્ત્રાનુસારી ચારિત્ર ઉપર સદ્ભાવ હોય, જેના યોગે એ ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા હોય, એના મુખથી સૂત્રવિરુદ્ધના ઉદ્ગાર નીકળે શાના ? કોઈ કહે કે “ફલાણો આદમી તમારા વિરુદ્ધ બોલે છે, પણ છે તમારા પર પ્રીતિવાળો !! ભલા આદમી! પ્રીતિવાળો છે અને વિરુદ્ધ બોલે છે,એ મેળ મળે ? જેને શ્રી જિનેશ્વરદેવે કહેલા માર્ગ પ્રતિ રાગ હોય, જે એ માર્ગનો પાલક હોય, તે માર્ગની વિરુદ્ધ બોલે ? કોઈ ચીજ પોતાથી ન પળાય એ વાત જુદી છે : શાસ્ત્ર કહે છે કે બધાની શક્તિ સરખી ન હોય'-પણ એથી એ સિદ્ધ નથી થતું કે “કરણીયને અકરણીય કહેવું :” તેની ફરજ તો એ જ કહેવાની છે કે : “કરવા યોગ્ય તો આ.” કોઈ પૂછે કે : “તમે કેમ નથી કરતા ?' તો કહે કે “હું પામર છું.” પણ પોતાને સમજદાર મનાવવા છતાં પણ કરે પણ નહિ અને ઉપરથી એમ કહે કે “ન કરીએ તો પણ ચાલે'-એ કેમ ચાલે ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આડંબરની કિંમત કશીયે નથી. અહીં નિશ્ચય લાવીને ઊભો રાખે અને બહાર આરંભ-સમારંભ બધું ચાલુ રાખે, એ શું કહેવાય ? આજે તો એવું પણ ચાલી પડ્યું છે કે “જ્ઞાનીએ કહેલી ચીજને અમલમાં મૂકવા જેટલો વર્ષોલ્લાસ હોતો નથી અને તેવા છીએ એમ બતાવવાની ભાવના જાગી છે. આ જ કારણે બધી મારામારી છે. હું કહું છું કે “તમે જેવા હો તેવા ઓળખાઓ. વ્યવહારમાં પણ એ ટેવ પાડો તો એ ટેવ અહીં આવશે.” પણ આ વસ્તુ જચે તો એ ટેવ પડે ને ? તમે વ્યવહારમાં સ્નેહી વગેરેને કહો છો કે “તારા વગર ન ચાલે !” તે વખતે આત્માને પૂછો કે “એ સત્ય છે કે અસત્ય ?' જો અસત્ય સમજાય તો તરત Page #181 -------------------------------------------------------------------------- ________________ 153 – ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ – 12 – ૧૫૩ એને કહો કે “તને ખેંચવા બોલું છું, પણ તારા જેવા કોઈ ન હોય તો પણ ચાલે તેમ છે.” જૂઠું એટલું બધું ચાલ્યું છે કે “વસ્તુ પ્રત્યે સદ્ભાવ નથી જાગતો.” સમ્યગ્દષ્ટિ એનું નામ કે જે બરાબર સત્યનો ગવેષક હોય. શ્રેણિક મહારાજાએ, સમ્યક્ત પામવા પહેલાં જ્યારે અનાથી મુનિને જોયા, ત્યારે એમને એ મુનિની દયા આવી. “આ વય, આ રૂપ અને આવો સંયમ ! નક્કી આ બિચારાને આ વયને યોગ્ય ભોગસામગ્રી નહિ મળી હોય માટે બાવો બની ગયો હશે ! હું એની પાસે જાઉં, એને જોઈતી સામગ્રી પૂરી પાડું !પોતે મુનિની પાસે જઈ કહે છે કે “તમારે નાથ ન હોય તો હું નાથ થાઉં, તમને ભોગસુખની બધી સામગ્રી પૂરી પાડું, પણ તમે આ વયમાં આ જાતિનું કાયકષ્ટ ન કરો !” એ વખતે અનાથી મુનિએ સહેજ મોં મલકાવ્યું. પોતે બોલ્યા-“રાજન્ ! નાથ વિનાનો આદમી મારો નાથ શી રીતે બને ? એ વિચારવા જેવું છે.” રાજા શ્રેણિક ઝટ ચોંક્યો. ગુણ પામવાની યોગ્યતા જુઓ. શ્રેણિકને શું શું થાય છે ? શ્રેણિકને લાગ્યું કે “મગધ દેશનો માલિક કોઈ આદમીનો નાથ થવા તૈયાર થાય, તેને આવો ઉત્તર આપનાર જરૂર ઊંચી કોટિનો-મારાથી કેટલાય ગણી ઊંચી કોટિનો હોવો જોઈએ. કેટલી બેપરવાઈ !” વિષયાધીન, દુનિયાના રંગરાગમાં મહાલનારો, દુનિયાના રંગરાગનો અર્થી આવો ઉત્તર આપી શકે ? એ તો તરત પગ પકડે, પણ આ તો મહાત્મા હતા : એ તો પોતાના અને પારકા હૃદયને તપાસવાની તાકાતવાળા હતા. આજ તો વિષયકષાયમાં મહાલનારો પણ કહે કે “અમે તો ઘેર બેઠાં જ સાધુ છીએ.' એને કોઈ પૂછે કે “ભાઈ ! સાધુ છે તો ઘેર શું કામ રહ્યો છે ?” પણ એને એ વિચાર ન આવે કે “માતા ને વંચ્યા, મારી માતા વાંઝણી, એના જેવો ન્યાય થાય છે.' માતા વાંઝણી તો તું ક્યાંથી ? ઘેર બેઠાં સાધુ ? મેળ તો મેળવો. સાધુપણું આવ્યું તો ઘર રહ્યું શું કામ ? વસ્તુનો વિચાર આડંબરે ભુલાવી દીધો છે. શ્રેણિક મહારાજે ત્યાં પલટો ખાધો. એમને થયું કે “આવો ઉત્તર ઊંચી કોટિના આત્મા સિવાય કોણ આપે ?” શ્રેણિક રાજાનું મસ્તક ઝૂક્યું. પોતે પૂછે છે કે “હું અનાથ કઈ રીતે ?' મુનિ અનાથી પોતાની જીવનકથા કહે છે : “રાજન્ ! ન માનતો કે હું ભટકતો ભિખારી છું : તારા જેવા મારે બાપ, કુટુંબપરિવાર, સુખસાહેબી, અને દેવાંગના જેવી સ્ત્રી વગેરે બધું હતું : હું પણ માનતો કે આમાં મજા છે : આ બધા મારા રક્ષક છે. પણ મેં જોયું કે આપત્કાલમાં એમાંથી કોઈથી પણ મારું રક્ષણ ન થયું. મને દાહજ્વર થયો ત્યારે મા પણ રોતી આંખે દેખતી રહી, બાપે પણ જોયા કર્યું, વૈદ્યો પણ નાડી પકડી બેસી રહ્યા અને Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - – 154 દેવાંગના જેવી સ્ત્રીઓ પણ ખૂણે ઊભી ઊભી રોતી રહી. એ વખતે મને લાગ્યું કે આ રક્ષક, આ રક્ષક, એ બધું ખોટું છે એ વખતે મેં નક્કી કર્યું કે આમાં રક્ષક કોઈ નથી, રક્ષક ધર્મ છે. અભિગ્રહ કર્યો કે આ વ્યાધિ શમે કે તરત એ ધર્મને શરણે જાઉં. વ્યાધિ શમ્યો એટલે એ બધું મૂકીને આવ્યો : નાથ વગરનો હતો તે નાથવાન બન્યો. રાજનું ! આટલા જ માટે હું તમને પણ કહું છું કે તમે અનાથ છો !” અને એ જ વખતે શ્રેણિક પણ તે વાતને કબૂલ કરે છે. આ યોગ્યતા ! શ્રેણિક મહારાજા જેવા પણ સમ્યક્ત પામ્યા પછી ત્રિકાળ જિનપૂજન વિના કોઈ દિવસ રહ્યા નથી : એક પણ દિવસ શ્રી જિનેશ્વર ભગવાનના સમાચાર મેળવ્યા વિના રહ્યા નથી : સમાચાર લાવનારને એક પણ વખત ઇનામ આપ્યા વિના રહ્યા નથી : સમાચાર મળે કે તરત સિંહાસનથી ઊઠી, પાંચ-સાત કદમ સન્મુખ જઈ, વંદન કર્યા વિના રહ્યા નથી : રાજગૃહીના ઉદ્યાનમાં ભગવાન આવ્યાના સમાચાર સાંભળ્યા કે તરત રાજસભા બંધ કરી દેશનામાં ગયા વિના રહ્યા નથી ! એ માનતા કે રાજસભા તો કાયમ છે, પણ ભગવાન કદાચિત્ આવે તો ગયા વિના રહેવાય ? આંખો મીંચીને, પગ પર પગ ચડાવીને, ધ્યાની બનતાં એમને નહોતું આવડતું ? અરે મહાનુભાવ ! ગણધરદેવ પણ નિરંતર પ્રતિક્રમણ કરે : સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, ચાર જ્ઞાન ધારણ કરનાર, છતાંયે આવશ્યક ન છોડે : અને આજના અમારા જેવા આવશ્યક છોડે અને તમારા જેવા ઘરમાં બેસે તે ચાલે ? એનો અર્થ તો એ કે તેવા પણ પૂર્વપુરુષો કરતાં આપણો આત્મા ઊંચી કોટિનો માનીએ છીએ ? વિચારો તો ખરા કે આજનું સત્ત્વ કેટલું ? છાપરાનું નળિયું ખખડે, અરે હાલે તો છાતી ધડકે : જરા મચ્છર બેસે તે પણ ન ખમાય : અને સાતમા ગુણઠાણાના ધ્યાનની વાતો કરે ! જ્ઞાની પુરુષોએ કેવળ ઉપકારની ખાતર કહેલાં અનુષ્ઠાન છોડી “સોડજંસોડ'નો જાપ કરનારાઓને પૂછો કે “સોડ' શું ?, એ તો કહે ! તે હું, પરમાત્મા તે હું, પણ ક્યારે ? માંહીં રહેલો કચરો કાઢે ત્યારે કે એમ ને એમ? જે રીતે પરમાત્માએ કચરો કાઢ્યો, તે રીતે કચરો કાઢવો પડશે કે નહિ ? માટે યાદ રાખો કે આડંબરથી જરાયે મુક્તિ નથી. આડંબર મૂકીને કરવા યોગ્ય હોય તે અવશ્ય કરો. સ્વાર્થ એ જ મહાપાપ : વ્યવહારમાં શ્રીમાન થવા માટે શું કરવું પડે? એમ ને એમ થવાય? પહેલાં Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ તો નોકરી પણ ક૨વી પડે : કેવી નોકરી ? પચાસ રૂપિયાના પગાર પૂરતી ? નહિ, શેઠ જતે દિવસે ભાગીદાર બનાવે એવી. એવી નોકરી કરનાર પગાર તરફ ન જુએ : શેઠના હૈયામાં પેસે તેવી નોકરી કરે. પગાર પૂરતી નોકરી કરનાર માટે તો શેઠને એટલું જ થાય કે ‘કામ તો કરે છે, વાંધો નથી :' પણ પગાર તરફ ન જોતાં બધું કામ ઉપાડી લેનાર માટે શેઠને જરૂ૨ એમ થાય કે ‘મારી ગેરહાજરીમાં જરૂર આ માણસ કામ ચલાવે તેવો છે.’ ચાર-છ મહિને શેઠ જ કહે કે ‘ભાઈ ! તું નોકર નહિ પણ આજથી તારો બે આની ભાગ.’ વળી થોડા દિવસ પછી ચાર આની કરે અને અરધોઅરધ ભાગ પણ કરે. આખી પેઢીનો બોજો સોંપી દે. પરિણામ એ આવે કે શેઠની સામે શેઠ જેવી પેઢી કાઢી શકે તેવો એ બને : પણ આમ કરે તોને ? આંખો મીંચી બેસી રહે ને ‘મોડ’ની જેમ, તે શ્રીમાન એ હું !-એવું ધ્યાન કરે તો શ્રીમાન થાય ? 155 - 12 આજના ધ્યાન કરનારને ખાતી વખતે ગરમાગરમ રસોઈ જોઈએ, તીખાં તમતમતાં શાક જોઈએ, ત્રણ શેર દૂધ જોઈએ અને એમાં પાશેર થી જોઈએ ! એમ કહે કે ‘દૂધમાં ઘી નાખવાથી નસો કૂણી રહે તથા તેથી આસન સારું કરી શકાય અને આવું બધું કરી ધ્યાની બને !! ભલા, એ ધ્યાન ચાંનાં ? તેલ ચોળાવે, દૂધમાં થી પીએ અને ધ્યાન કરે એમને ધ્યાની કહે કોણ ? શાસ્ત્રકારોએ ધ્યાતાનું જે સ્વરૂપ કહ્યું છે, તે તો આપણે જોઈ આવ્યા. એ યોગ્યતા વિના જો આવી રીતે તેલ ચોળાવીને, ગરમાગરમ રસોઈ જમીને, તથા દૂધ અને ઘી ઝાપટીને ધ્યાની થવાતું હોય તો કોણ ન થાય ? સર્વે થાય. જે ભૂમિકાએ જે ક્રિયાઓ હોય તે છોડવી જોઈએ નહિ. એ ક્રિયાઓથી ધીમે ધીમે આત્મા ચડતો જાય છે : પાપથી બચે છે : શુદ્ધ માર્ગનો ગવેષક બને છે : શુદ્ધ માર્ગની પ્રીતિવાળો બને છે. અનુષ્ઠાનોનું આલંબન નાનુંસૂનું નથી. આલંબન બરાબર લઈએ તો પરાકાષ્ઠાએ લઈ જાય. આ વસ્તુ કેવી છે ? નાનીસૂની છે ? નવાને વાંચતા પણ મૂંઝવણ થાય તેમ છે : અર્થ કરતાં અકળામણ થાય : ચાર વાર વંચાય તો પણ ભુલાય ! ત્યારે જે મહાપુરુષો આ લખ્યું જ ગયા હશે, તેઓને વસ્તુ કેટલી પરિણમી હશે તે વિચારો. વિચારી વિચારીને લખવા બેસે તો આટલું બધું લખી શકે ? વસ્તુ જ પરિણમી ગઈ. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ સાડાત્રણ કરોડ શ્લોક રચ્યા. આયુષ્ય ચોરાશી વર્ષનું : અમુક વર્ષે દીક્ષા લીધી થોડાં વર્ષ તો અભ્યાસમાં પણ ગયાં હશે ને ? સિદ્ધરાજ અને કુમારપાળને પ્રતિબોધ કરવામાં પણ સમય ગાળતા : વ્યાખ્યાન રોજ ચાલુ : ચર્ચાનો પાર નહિ : પાંચ જાય ને દશ આવે એ ૧૫૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ ચાલુ ઃ આ સંયોગોમાં સાડા ત્રણ કરોડ શ્લોક રચ્યા, એમને જ્ઞાન કેવું પરિણામ પામ્યું હશે ! એવા પણ કહેતા કે ‘જે ભૂમિકાએ છીએ ત્યાંની ક્રિયા છોડાય નહિ.’ ઉભય કાળ એ પણ આવશ્યક કરતા : ક્રિયા છોડતા નહિ. આત્મકલ્યાણની ક્રિયાની વાત છે : દુનિયાદારીની ક્રિયાની નહિ. એમાં તો તમે એક્કા છો. એ ક્રિયામાં તો એવા એક્કા કે દેવને, ગુરુને અને ધર્મને પણ ભૂલી જાઓ. જાતને, સ્વરૂપને બરાબર ઓળખો અને તેવું જ કહો કે જેથી જગત ઠગાય નહિ, મૂંઝાય નહિ . સાચો વેપારી તો કહી દે કે ‘અમે બે આના ખાવા બેઠા છીએ માટે અમારાથી સાવધ રહેજો !' કેવળ ધર્મ માટે નીતિ પાળનારા તો બહુ થોડા છે. આત્માની ચિંતા જ નહિ ? : ૧૫૭ આબરૂ જમાવવા માટે, પેઢીની પીઠ મજબૂત કરવા માટે અથવા પેઢી જામે તો ઘરાકની સંખ્યા વધે તે માટે નીતિ પળાય,-એને શાસ્ત્ર ધર્મની કોટિમાં ન મૂકી. પક્ષીને જાળમાં ફસાવવા અનાજ નખાય એ દાન કહેવાય ? આ બધું કહું તે કડક લાગે, પણ કંઈ કહ્યા વિના છૂટકો છે ? ધર્મ માટે નીતિ પાળનાર વેપારી તો કહી દે કે ‘અમે જૂઠું બોલવા માગતા નથી, છતાં અમે વેપારી, માટે તારે તો માનવું કે વેપારી જૂઠું બોલી પણ જાય, માટે સાવચેત રહી માલ ખરીદવો.' ઘણીયે વાર જોવાયું છે કે ઘણાઓએ પ્રથમ નીતિથી વિશ્વાસ જમાવી પછી ઘણાનું કાસળ કાઢ્યું છે. થેંણાનો અર્થ બધા ન કરતા. સમષ્ટિમાં દોષ ઘૂસે તેને સામાન્ય રૂપે કહેવાય. એ દોષ દૂર થાય તો સુંદર. ‘દોષ નથી’-એમ કહો, એટલે કે જો તમે દોષરહિત બનો તો તો ઘણો આનંદ થાય. ગુણો ભર્યા હોય તો આનંદ ન થાય ? દોષ બતાવવો એને નિંદા, કલંક કે આળ ચડાવવું કહેવાય ? તમારામાં રહેલા દોષ અમને ખટકે છે. એ દોષ નીકળી જાય તે માટે પ્રયત્ન છે. 156 લક્ષ્મી અને દુનિયાની લાલસા ભલભલા આદમીનું ભાન ભુલાવે છે. આડંબરથી વેગળા રહેજો. કુટુંબરિવારને કહી દેજો કે ‘અમારી ખાતર પાપ ન કરતાં : અને અમને તમારું ભલું કરી નાખનારા માનતા હો તો ન માનતા : અમે જે કાંઈ તમારું ભલું કરીએ છીએ તેમાંયે સ્વાર્થ છે.’ સ્ત્રીને સારાં કપડાં અને અલંકાર વગેરે લાવી આપો છો તે એના ભલા માટે ? ખૂણે જઈને આત્માને પૂછજો, એટલે અંદરથી બરાબર જવાબ મળશે. છોકરાને ગરમ દૂધ પીવરાવો છો, ગરમાગરમ રસોઈ ખવરાવો છો, મોજમજા Page #185 -------------------------------------------------------------------------- ________________ 157 – ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ - 12– – ૧૫૭ કરાવો છો, તે બધું એના ભલા માટે ? તમારા હૃદયમાં એનું સાચું ભલું વસી જશે ત્યારે બધી ક્રિયા ફરી જશે. તમે જે કાંઈ કટુંબની કાર્યવાહી કરો છો, તે ઉપકાર માટે નહિ-પણ સ્વાર્થ માટે ! સ્વાર્થ એ જ મહાપાપ. સંબંધીનું ભલું કરવાની ભાવના થશે, ત્યારે તો રૂપરંગ-ઢંગ-વાતચીત બધું ફરી જશે. આજે નથી સ્ત્રી પતિના આત્માની ચિંતા કરતી કે નથી પતિ સ્ત્રીના આત્માની ચિંતા કરતો ! નથી માબાપ સંતાનના આત્માની ચિંતા કરતાં કે નથી સંતાન માબાપના આત્માની ચિંતા કરતાં ! બધાંયે પરસ્પર ખોખાં (શરીર) પંપાળે છે. દવાઓ પણ ખોખાંની થાય છે : આત્માની નહિ. છોકરાને તાવ આવે તો ધમાધમ થાય, પણ જૂઠું બોલે તો હોશિયાર થયો એમ કહેવાય : અરે, એવાં ઊઠાં ભણાવે કે “આ જમાનામાં જૂઠું ન બોલીએ તો પેટ ન ભરાય.” કલંક બધું જમાના ઉપર ! પોતાનો દીકરો જૂઠું બોલીને આવે અને માબાપ રાજી થાય ? એને તો એમ થવું જોઈએ કે “અમારું સંતાન જૂઠું બોલે એનું પરિણામ શું આવશે ? એની ગતિ બગડી જશે !” આ બધું અર્થ-કામની વાસનાએ થાય છે. પ્રયત્ન કર્યા પછી ન થાય ત્યાં કર્મોદય કહેવાય. સભા : ચાર સંજ્ઞામાં આવે ને ? ચાર સંજ્ઞા કહો કે સોળ કહો, એ બધું અર્થ-કામની વાસનામાં આવી જાય. હું કહી ગયો છું કે “સંસાર એ રોગ : મોક્ષ નીરોગાવસ્થા તથા શ્રી જિનેશ્વરદેવે કહેલો ધર્મ એ ઔષધ : અને અર્થ-કામ એ કપથ્થ!' કુપથ્ય પરનો પ્રેમ ન છૂટે, કુપથ્થસેવન ન મટે ત્યાં સુધી ધર્મઔષધનું સેવન બરાબર થાય નહિ, સંસારરોગ જાય નહિ અને મુક્તિરૂપી નીરોગાવસ્થા પમાય નહિ. શ્રી જિનેશ્વરદેવ ધવંતરિ વૈદ્ય છે : એ પરમ ઉપકારીએ સંસારી આત્માઓની નાડી પરીક્ષા કરી રોગ પરખ્યો છે : શ્રી જિનેશ્વરદેવ જેવા તારકના શાસનને પામવા છતાં પણ, આજનાં ઘણાં માબાપોને એ ચિંતા છે કે “ધર્મની વાતોથી બાળક સાધુ થઈ જશે!' પણ એ ચિંતા નથી થતી કે “ધર્મની પ્રાપ્તિ વિના ઉઠાઉગીર થઈ જશે.' ઉઠાઉગીર થાય તે સારો કે સાધુ થાય તે સારો ? છોકરાને રાજગાદી મળે તો સારું કે સાધુપણું મળે તો સારું ? જેવા છો તેવા પ્રગટ થાઓ તો આત્મા ડંખશે અને વૈરાગ્ય નિકટ આવશે. મને તો એ થાય છે કે શ્રી જિનેશ્વર જેવા દેવા પામ્યા, આવું મજેનું શાસન પામ્યા, રોજ આવી ઉમદા પ્રાર્થના કરો છો, પ્રાર્થનામાં કેવું કેવુંય માગો છો અને Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 158 સાધુ રોજ ઉપદેશ દે, છતાંયે કાળાના ધોળા થાય ત્યાં સુધીયે કંઈ ન થાય ? જે પ્રત્યેક ક્રિયાથી ત્યાગ અને વૈરાગ્યના ઝરા છૂટે, ત્યાં મરતાં સુધીયે વૈરાગ્ય ન થાય એ બને ? વીતરાગના ભક્તને વૈરાગ્યનો સંબંધ કેમ નહિ ? આ તો જમતાં રોટલી, શાક, અને ચટણી વગેરેમાં ગુલતાન : પછી વેપારમાં પણ પ્રવીણ : અને બધા વિષયમાં લીન : એમાંથી પરવારે ત્યારે આ વિચારે ને ! ચાર મહિના માટે પણ બ્રહ્મચર્યનું સેવન કરવાનું વ્રત કેટલાએ લીધું ? વર્ષાઋતુ અને તેથી જીવોત્પત્તિ વધુ, એમાં વેપારરોજગાર કેટલાએ બંધ કર્યા ? બારે માસ મજૂરી કરવા જ જન્મ્યા છો કે શું ? રૂપિયાની થેલી જ પંપાળવા જમ્યા છો ? તમે જન્મ્યા છો શા માટે ? ચાર મહિના બ્રહ્મચર્ય ના પળાય ? જૈનના દીકરાને પરસ્ત્રીની પ્રતિજ્ઞા ન હોય ? આમાં તો ઓઘો નથી ને ? ઓઘાની વાતમાં તો કહી શકો કે “નથી લેવાતો', પણ પરસ્ત્રીનો ત્યાગ ન થાય ? ચાર મહિના બ્રહ્મચર્ય, પરસ્ત્રીનો ત્યાગ, આ તો સામાન્ય છે ને ? દેવપૂજન, સામાયિક, પૌષધ કાંઈયે નહિ ? ત્યારે તમારે કરવાનું શું ? દીક્ષાની વાત તો બાજુમાં રહી, પણ આ બધામાં પણ ના ? કહી દો ને કે “કાંઈ જ કરવું નથી !' જીવન પર અંકુશ નહિ ને પાપ-પુણ્યનો વિચાર નહિ : સ્વછંદી વર્તન ને ઉન્માર્ગે ચાલવું એમ જ ને ? આઠ મહિના તો આઘા રહ્યા, પણ ચોમાસાના ચાર મહિના તો નિવૃત્તિ-શાંતિ ભોગવો ! વેપાર રોજગાર બંધ કરી ધર્મમાં જીવન સમર્પો !પૂજા, વ્યાખ્યાન-શ્રવણ, સામાયિક, પૌષધ, દાન, શીલ, તપ, ભાવનામાં આત્માને જોડો ! ત્રણ ખંડના માલિકો પણ ચોમાસાના ચાર મહિના નગરીની બહાર નહિ જવાના અભિગ્રહ લેતા : જિનમંદિર સિવાય બજારમાં પણ નહિ જવાના નિયમવાળા એ વખતે હતા. તમારે કંઈ નિયમ છે ? દીક્ષામાં તો કહે કે “નથી લેવાતી-પણ આ વાતમાં શું કહે ? “કરવું જ નથી’-એમ કહો ને ! શ્રાવકનો એકેએક દીકરો, દરરોજ નિયમિત શક્તિ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરે : ઉભયકાળ પ્રતિક્રમણ કરે : એ તો ગરીબથી પણ બને : ન કરે તોયે એ વખતે કરે શું ? સામાન્ય રીતે મોટે ભાગે તો સવારે ઊંઘે ને સાંજે આથડે એ જ ને ? બીજા વખત માટે તો કોઈ કહે કે “નવરાશ નથી'-પણ આ ટાઇમમાં શું કહે ? નિરાંતે સાત વાગે ઊઠે, વહેલા ઊઠે તો બેસી રહે કે ગપ્પાં મારે, પણ આ ન થાય એનું કારણ ? વસ્તુ પરત્વે રાગ નથી એ જ કારણ ! માટે જ ધૂનનની વાત કરતાં પહેલાં આપણે પ્રાર્થનાસૂત્રની વાત લીધી. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૩ઃ મૌન ન રહે છતાં મુનિ • મુનિ મૌન ધરે તે કેવું? • શાંતિ શાથી જળવાઈ રહે ? • પૂર્વાચાર્યોએ કેવી રીતે કામ કર્યું છે ? • માર્ગાનુસારિતા કયારે આવે ? • લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ : લોકવિરુદ્ધ કાર્યોની ગણના : - ગુરુજનની પૂજા : વિષયઃ ભવનિર્વેદનો ઉપસંહાર કરીને ત્રીજી ઈષ્ટ ફળસિદ્ધિ ચોથી લોકવિદ્ધનો ત્યાગ અને પાંચમી “ગુરુજનપૂજાની પ્રાર્થના અંગે ઉદ્દબોધન. ભવનિર્વેદ વિનાની ધર્મક્રિયા પણ મડદાલ. તેમાં પ્રાણ નહિ એ વાતના અનુસંધાનમાં અશુભ પ્રવૃત્તિને રોકવા માટે બોલવું એ જ ખરું મૌન, એ જ ખરી શાંતિ. એ વખતે મૌન એ તો વ્રતમહાવ્રતનું નાશક છે વગેરે બાબતો અત્રે આવરી લેવાઈ છે. એની પુષ્ટિ માટે “શ્રાવસ્તી નગરીમાં આવેલ ગોશાળો જિન છે કે નહિ' એવી ગૌતમસ્વામીજીની પૃચ્છા, વીતરાગી એવા પણ પરમાત્માનો સ્પષ્ટ જવાબ, સંદસૂરિજીનો પ્રસંગ વગેરે દૃષ્ટાંતો અપાયાં છે. પૂર્વાચાર્યોના બલિદાનથી જ માર્ગ ટકળ્યો છે. માટે જ માર્ગાનુસારિતા ઉપલબ્ધ છે. એ બાબત પણ કહી. અંતે ઇષ્ટફળ સિદ્ધિ અંગે થોડોક વિમર્શ કરી લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ અને ગુરુજનપૂજાનું નિરૂપણ કર્યું છે. મુવાક્યાતૃd. • સંસારને કારાગાર સમજી એમાંથી નીકળવાની ઇચ્છા તે નિર્વેદ, તે વિનાની ક્રિયા પણ નિર્જીવ જેવી, જીવવાળી નહિ. • અજ્ઞાન અથવા અલ્પજ્ઞાન છે, ત્યાં સુધી પોતાની બુદ્ધિ પર ચાલવાનો આગ્રહ, તે વસ્તુતઃ દુરાગ્રહ છે. • અશુભ પ્રવૃત્તિને રોકવા માટે તો બોલવું એ જ ખરું મૌન. • સ્વ-પર રક્ષા થાય - ભલું થાય, ત્યાં ન બોલે તે મૌની નથી પણ મૂર્ખ છે. • તારક વસ્તુનો નાશ થતો હોય, તે વખતે છતી શક્તિએ મૌન રહેવું, એના જેવો બીજો આત્મઘાત પણ કયો છે ? જો સજ્જન સજ્જનતા ન છોડે, તો આખરે દુર્જનના હાથ હેઠા પડ્યા વિના ન રહે. • “જેટલાં સંવરનાં સ્થાન, તેટલાં જ હીનયુણિયાને માટે આશ્રવનાં સ્થાન અને ભાગ્યવાનોને તો જે આશ્રવનાં સ્થાન તે પણ સંવરનાં સ્થાન.' મુનિ મૌન ભજે, ગૃહસ્થ ઘર ભજે, તો પછી આ ધર્મને કોણ ભજે ? • ધર્મના અર્થી બનો તો ગુણો દોડી દોડીને તમારામાં આવશે. • ખરી ગુલામી જ અર્થ-કામની આસક્તિમાં છે. • મૈત્રીભાવનાનો અર્થ એ કે – ‘પ્રાણીમાત્રનું ભલું કરવું સ્નેહી સ્વજનનું જ નહિ, દુમનનું પણ.' Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૩ઃ મૌન ન રહે છતાં મુનિ મુનિ મૌન ધરે તે કેવું? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંક સૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં તીર્થની સ્તુતિ કરે છે અને એમાં તીર્થની પ્રશંસા કરતાં એમ ફરમાવી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે : કારણ કે એક પણ અયોગ્ય વિચારને એમાં સ્થાન નથી અને એક પણ સદ્વિચારનો એમાં ઈનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયા છે કે એને સુયોગ્ય રીતે સેવનાર આત્મા, અવશ્ય કર્મમળથી રહિત થઈ મુક્તિપદ પામે છે અને એટલા માટે જ એ શાશ્વત છે, જગતમાં એની કોઈ જોડી નથી અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી આદિમાં નમસ્કાર કરાયેલું છે ? આ આચારશાસ્ત્ર ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિતને માટે કહ્યું છે.” આ આચાર બતાવ્યા એમાં કેવળ પ્રાણીમાત્રનું હિત સમાયેલું છે : કોઈ પણ પ્રાણીનું એનાથી અહિત નથી : એ આચારોને અમલમાં ઉતારવા ઘણી તકલીફ વેઠવી પડે તેમ છે, પણ આચારોને અમલમાં મૂક્યા વિના સિદ્ધિ થઈ શકે તેમ નથી. આપણે અહીં છઠું “ધૂત' નામનું અધ્યયન વાંચવું છે. એ ધૂનનની યોગ્યતા આવે, તે હેતુથી પ્રથમ પ્રાર્થનાસૂત્રની વિચારણા ચાલે છે. હંમેશાં જે પ્રાર્થના કરીએ છીએ-જે માગણી કરીએ છીએ, તેમાં જે ભાવના છે તે સમજી શકીએ, તો વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે. હે ભગવાન ! તારો જય હો, તારી જયમાં અમારી જય છે, તારા પ્રભાવથી હો..-આ રોજની પ્રાર્થના ! શું હો ? ભવનિર્વેદ ! “જ્યાં સુધી ભવનિર્વેદ નથી, ત્યાં સુધી વાસ્તવિક રીતે મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરી શકાતો નથી” માટે જ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા લખે છે કે “જ્યાં સુધી ભવનિર્વેદ નથી ત્યાં સુધી ભવનો પ્રતિબંધ કાયમ રહે અને ભવનો પ્રતિબંધ કાયમ રહે ત્યાં સુધી મોક્ષમાર્ગ માટે કરાતો યત્ન તે વસ્તુતઃ મોક્ષ માટેનો યત્ન જ નથી.' સભા : નિર્વેદનો પર્યાય શું? Page #189 -------------------------------------------------------------------------- ________________ 1st –– ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 – ૧૯૧ સંસારને કારાગાર સમજી, એમાંથી નીકળવાની ઇચ્છા તે નિર્વેદ. તે વિનાની ક્રિયા પણ નિર્જીવ જેવી : જીવવાળી નહિ. જવું છે ત્યાં અને વળગી રહેવું અહીં એ બને ખરું ? જોઈએ મુક્તિ અને બાઝવું સંસારને એ બને ! એ પહેલી માગણીમાં ગંભીર હેતુ છે. ભવથી નિર્વેદ ન થાય ત્યાં સુધી ભવથી છૂટવાની ભાવના નથી, મુક્તિની વાસ્તવિક ભાવના જાગતી નથી અને એ ભાવના વગરનો પ્રયત્ન ફળે પણ કઈ રીતે ? પછી માર્ગાનુસારિતા : નિર્વેદ તો થયો, પણ માર્ગ સીધો હાથમાં ન આવે તો ? સન્માર્ગ કોના હાથમાં આવે ? અસદાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ-જે કહો તે બધા એક જ છે. તેને જે જીતે તેના હાથમાં સન્માર્ગ આવે. જ્યાં સત્ય દેખાય ત્યાં ઝૂકે : “હું માનું તે સાચું' “મારી બુદ્ધિ કહે તે પ્રમાણ'-“અંતરનો અવાજ આવે તે વાજવી-એમ કહેવું એને ન પાલવે. સંસારીની એટલે કે વિષયકષાયમાં ડૂબેલાની બુદ્ધિ કેટલી ? એની બુદ્ધિ જાય ક્યાં સુધી ? અજ્ઞાન અથવા અલ્પજ્ઞાન છે ત્યાં સુધી પોતાની બુદ્ધિ પર ચાલવાનો આગ્રહ, તે વસ્તુતઃ દુરાગ્રહ છે. છદ્મસ્થ માત્ર ભૂલને પાત્ર છે. તીર્થપતિ પણ કેવળજ્ઞાન થયા પછી જ તીર્થ સ્થાપે છે. માટે જેઓ એમના શાસનમાં છે તેઓએ તો એમણે કહ્યું તે જ કહેવાનું. સભાઃ શ્રુતકેવળી પણ છદ્મસ્થ ગણાય ને? કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી બધાય છદ્મસ્થ. શ્રુતકેવળી દેશના દેવા બેસે ત્યારે સામાને ખ્યાલ ન આવે કે “આ કેવળી નથી....પણ શાસ્ત્ર કહે છે કે “એમને પણ અનુપયોગ સુલભ છે.” ઉપયોગ મૂકે તો ખ્યાલ આવે, પણ અનુપયોગ સુલભ છે. ચૌદ પૂર્વમાં એ તાકાત હોય છે કે દેશના દેતાં દેતાં શંકા પડે તો આહારક શરીર બનાવી, શ્રી તીર્થંકરદેવ જ્યાં વિચરતા હોય ત્યાં મોકલી, એમની પાસેથી પ્રશ્નનો ખુલાસો મેળવી લાવીને ઉત્તર દે : પણ કોઈને ખબર સરખીય ન પડે કે આમ થયું.” “ભૂલ થાય જ'-એ કાયદો નહિ : પણ છદ્મસ્થ છે ત્યાં સુધી ભૂલનો સંભવ તો ખરો. એ બધાય શ્રી જિનેશ્વરદેવોએ કહેલું જ કહે. શ્રી જિનેશ્વરદેવ પોતે તો સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી દેશના ન દે. પોતે તીર્થ સ્થાપનાર છે, તેથી તે તો સર્વજ્ઞ થાય ત્યાં સુધી પ્રાયઃ મૌન જ રહે ? Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 182 અને શાસનમાં રહેલાએ તો શ્રી જિનેશ્વરદેવનું કહેલું કહેવાનું છે કે પોતાના ઘરનું કશું જ કહેવાનું નથી એટલે કેવળજ્ઞાન થયા વિના પણ દેશના દે. સભાઃ “મુનિનો અર્થ મૌન ધરે તે'-એમ ખરો ને ? એ મૌન એકેન્દ્રિયનું નહિ : પાપક્રિયામાં મીન રહેવું-પાપમાર્ગની પ્રવૃત્તિમાં ન બોલવું એ મૌન છે ? અશુભ પ્રવૃત્તિને રોકવા માટે તો બોલવું એ જ ખરું મૌન ! મૂંગા રહેવું એવું મૌન તો એકેન્દ્રિય જીવોને કાયમનું છે. મૌનનો અર્થ એ કે પાપકારી વચન ન બોલે : સ્વપરઘાતક વચન ન બોલે : સ્વ-પરરક્ષા થાય-ભલું થાય, ત્યાં ન બોલે તે મૌની નથી પણ મૂર્ખ છે. મૌન રાખે તે મુનિ એ ખરું, પણ એ મૌન એકેંદ્રિયનું નહિઃ મુનિપણાને છાજતું મૌન. જેમ મુનિવર શ્રી મેતાર્ય મૌન રહ્યા તેમ ! જો સાચું બોલે તો કચ પક્ષીનો જીવ જાય અને ખોટું બોલે તો સ્વઆત્મા હણાય : માટે ત્યાં મૌન વાજબી. ધર્મનો ઘાત થતો હોય, આત્મકલ્યાણકારી ક્રિયાનો નાશ થતો હોય અને સિદ્ધાંતનો લોપ થતો હોય, છતાંયે મૌન રાખવું, એ મુનિપણાને છાજતું નથી. આ જ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું કે “ધર્મનો ધ્વંસ, ક્રિયાનો લોપ અને પોતાના સિદ્ધાંતનો નાશ થતો હોય, તો શક્તિમાને વગર પૂછ્યું પણ અવશ્ય બોલવું જોઈએ.' અને વાત પણ ખરી છે “તારક વસ્તુનો નાશ થતો હોય, તે વખતે છતી શક્તિએ મૌન રહેવું, એના જેવો બીજો આત્મઘાત પણ કયો છે ?' શાંતિ શાથી જળવાઈ રહે? સભા: પણ એ બોલવાથી અશાંતિ થતી હોય તો? ધર્મ અને સત્ય સિદ્ધાંતનો લોપ થયા પછી રહેલી શાંતિ એ શાંતિ છે ? એમાં તો ભયંકર અશાંતિની ચિતાઓ ખડકાયેલી છે. જે કાંઈ શાંતિ દેખાય છે, તે આ સિદ્ધાંતની હયાતીના પ્રતાપે છે. અરે, ત્યાં સુધી લખ્યું છે કે “ચંદ્રસૂર્ય નિયમિત ગતિ કરે છે તેમાં પણ ધર્મનો જ પ્રભાવ છે !” દુર્જનોમાં એવી તાકાત કેમ નથી આવતી કે બધા સજ્જનોને કચડી શકે ! આવે ક્યાંથી ? સજ્જનો પાસે જીવતો અને જાગતો ધર્મ બેઠો છે : ધર્મ હોય ત્યાં સુધી દુર્જનોના એ મનોરથો કદી જ ન ફળે, કારણ કે ધર્મનો પ્રભાવ કાંઈ જેવો-તેવો નથી. દુર્જનો તો ઇચ્છે કે “જગત પર સજ્જનો જોઈએ જ નહિ, અમારું જ રાજ્ય Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 જોઈએ.' કેમ કે સજ્જનો એમને વાતવાતમાં આડખીલીરૂપ લાગે છે. સજ્જનો જીવે તે દુર્જનોને ખટકે, પણ એથી કંઈ દુર્જનના મનોરથ ન જ ફળે ! અને ન ફળે તેમાં પણ ધર્મનો જ પ્રભાવ. સજ્જનો કંઈ સામનો કરવા ઓછા જ જાય છે ? પણ ધર્મનો પ્રભાવ જ એવી પેરવી કરે છે કે પેલાનું સીધું પણ ઊંધું થઈ જાય, એની બુદ્ધિમાં વિભ્રમ થઈ જાય, એની કાર્યવાહીનું ચક્કર ખસી જાય અને એની યોજના ઊલટપાલટ થઈ જાય. જો સજ્જન સજ્જનતા ન છોડે, તો આખરે દુર્જનના હાથ હેઠા પડ્યા વિના ન રહે. અપવાદની વાત જવા દો. બહુલતયા આ વાત છે. જો આમ ન હોય તો સજ્જનમાં સજ્જનપણું રહે જ નહિ. 163 સજ્જનને જૂઠું બોલવું નહિ, પ્રપંચ કરવો નહિ,—એમ બધાયે પ્રતિબંધ : પેલાને તો બધીયે ભાગોળ મોકળી. દુર્જનને આટલી બધી છૂટ, છતાં સજ્જન આપત્તિને માને નહિ : એને કર્મોદય વિના આપત્તિ આવે નહિ : એનું કારણ ? એ યોગ્ય સ્થાને છે માટે ! એનામાં એ સદ્ગુણ છે કે ‘આપત્તિને સંપત્તિ માની શકે છે.’ સજ્જન તો એમ માને કે ‘આપત્તિ અશુભના ઉદય વિના આવે નહિ અને એ આવેલી આપત્તિ-અશુભના ઉદયને લઈને આવેલી આપત્તિ, સાવધ બનીએ તો આત્માને વળગેલા ઘણા કચરાને લઈને ચાલી જાય.’ : ૧૭૩ ધર્મીને ધર્મના પ્રતાપે તો આપત્તિ આવે જ નહિ, પણ પૂર્વે કરેલ અધર્મ ક્યાં જાય ? એ કારણે આપત્તિ આવે તો એ માને કે ‘આવી સુયોગ્ય અવસ્થામાં આપત્તિ આવે એ તો અનુપમ : અજ્ઞાનાવસ્થામાં આપત્તિ આવત તો શાંતિપૂર્વક સહેવાત નહિ, માટે સારું થયું કે આવી સુયોગ્ય સ્થિતિમાં આપત્તિ આવી.’ આવી માન્યતા હોય ત્યાં દુઃખ શું ? આ ભાવનાના યોગે તો ધર્મની ખિલવટ થાય. ધર્મ, ધર્મક્રિયા અને સિદ્ધાંતના નાશ પછી જો શાંતિ માનતા હો તો તે ખોટું છે : તદ્દન અણસમજ છે. સજ્જનનું હૃદય તો તપાસો ! ત્યાંની શાંતિ જુઓ તો ખરા !! જો હૃદયમાં શાંતિ ન હોય તો માનવું કે ‘આ વસ્તુ પરિણમી જ નથી.' બહાર તો બધું કરવું પડે : ઉગ્રતા પણ લાવવી પડે : સામાના ભલા માટે મોં પર ઉગ્રતાનો દેખાવ કરવો પડે : પણ એથી હૃદયને શું ? એ જ માટે ઉપદેશાય છે કે ‘પારકાનું ભલું કરવા જતાં, પોતાનું ન બગડે એની પૂરી કાળજી રાખવાની છે.' હૃદયમાં તો મલિનતા ન જ આવવી જોઈએ. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – – 184 સભા શાંતિ સ્થાપનારા શાંતિની સ્થાપનાનો પ્રયત્ન કરતા હોય, પણ એનાથી જ દુર્જનોને અશાંતિ થતી હોય અને એ કારણે એઓ પાછા અશાંતિને ફેલાવતા હોય, તો શાંતિ સ્થાપનારાને પણ અશાંતિના પ્રચારનો દોષ લાગે છે કે નહિ? જો એમ દોષ લાગતો હોય તો તો જુલમ થઈ જાય. સુધર્મા ઇંદ્ર ભગવાન શ્રી મહાવીરદેવની પ્રશંસા કરી કે “અત્યારે ભરતક્ષેત્રમાં એક મહાવીરનો જ આત્મા એવો છે, કે જેને અસંખ્યાત ઇંદ્રો પણ ધ્યાનમાંથી ચલાયમાન કરી શકે એમ નથી : એ વીર છે, ધીર છે, મક્કમ છે, સ્થિર છે.” વગેરે વગેરે ભગવાનના ગુણોની પ્રશંસા કરી. સંગમ તે સહી ન શક્યો. એ કહે છે કે “એક માનવીની આટલી બધી પ્રશંસા ? મનુષ્યરૂપ કીડાને ચલાવવાની તાકાત દેવોની નહિ એ બને ? એ હું ન સાંભળું.” એ આવેશના પરિણામે કષાયથી વ્યાપ્ત બનેલા એ સંગમે, લગભગ છ મહિના સુધી ભયંકર ઉપસર્ગોથી ભગવાનની કદર્થના કરી. આ છ મહિના ભગવાનને થયેલી તકલીફનું કર્મ, ઇંદ્ર મહારાજને લાગે ખરું ? પ્રશંસા કરતી વખતે એમને એ ભાવના પણ હતી ખરી કે “આ પ્રશંસાથી સંગમ જેવો કોઈ જાગે અને ભગવાનને તકલીફ આપે ?' નહિ જ. શ્રી ગૌતમસ્વામી મહારાજા ભગવાનને પૂછે છે કે “ભગવન્! શ્રાવસ્તી નગરીમાં ગોશાળો પોતાને “જિન, જિન' કહેતો ફરે છે-તો શું શ્રાવસ્તીમાં બે જિન છે ?' “ભગવાન જાણતા હતા કે “બોલીશ તે સાંભળીને એને ગુસ્સો આવશે, કષાયથી ધમધમતો એ અહીં આવશે, ધમાલ કરશે, ભયંકર બની તેજોવેશ્યાથી બે મુનિના પ્રાણ પણ લેશે અને મને પણ તેજોવેશ્યા મૂકી છ મહિના સુધીની પીડામાં ઉતારશે.” છતાં ભગવાન મૌન ન રહ્યા. ભગવાને કહ્યું : “તે જિન નથી : એ તો મેખલીપુત્ર ગોશાળો છે.” જો મૌન રહે તો સામાન્ય લોક એમ માને કે “એમાં પણ કાંક છે ખરું.” આવી માન્યતાથી તો હજારો લોકો એ ઉન્માર્ગે ઢળી જાય : બીજા ઉન્માર્ગે ન જાય તે માટે જે સત્ય કહેવાય તે દુર્જનને ન જચે અને તેથી અશાંતિ કરે, તે એના સ્વભાવને આધીન છે. શ્રી કુંદકસૂરીશ્વર તથા તેમના પાંચસો શિષ્યોને પાપાત્મા પાલકે ઘાણીમાં પીલ્યા, એમાં કારણ તો સૂરીશ્વરજીનું સત્ય કથન હતું ને ? વૈરનું કારણ એ કે પાલકે એક વખત નાસ્તિકતાનું પ્રતિપાદન કર્યું હતું અને સૂરીશ્વરજીએ એથી હજારો જીવો ઉન્માર્ગે ન જાય માટે એનું ખંડન કર્યું હતું. એ જ વેરનું કારણ અને એ જ કારણ માટે એ પાપાત્માએ આવા પાંચસોએક મુનિઓને ઘાણીમાં ઘાલી પીલ્યા. દુર્જનોની નીચતાની કાંઈ અવધિ છે ? Page #193 -------------------------------------------------------------------------- ________________ 165 – ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 - ૧૫ દુર્જનો શું ન કરે ? પાડોશી દાન દે, એને ત્યાં મુનિઓ-મહાત્માઓ આવતા હોય, પણ બીજો પાસેનો કૃપણ હોય છતાં મને-કમને બોલાવવા પડે, પણ એ રોજ મનમાં બળ્યા કરે કે “આ પાપી અહીં ક્યાંથી આવી વસ્યો ?' મનમાં ગાળો દીધા કરે : કર્મ બાંધ્યા કરે : આ બધાંનું કારણ પેલો દાતાર ખરો કે નહિ ? એને કર્મ લાગે ? આવું જો માનો તો તો કોઈ મુક્તિએ જ ન જઈ શકે : શ્રી જિનેશ્વરદેવો પણ મુક્તિએ ન જઈ શકે : તે તારકના પણ વૈરી હતા : તે તારકને જોઈને પણ બળનારા, તિરસ્કાર કરનારા, ગાળો દેનારા અને એમ કરીને કર્મ બાંધનારા હતા : તો જો એ નિમિત્તનું કર્મ શ્રી જિનેશ્વરદેવને લાગતું હોય, તો મુક્તિએ શી રીતે જાય ? સૂર્ય બધાને આનંદ આપે પણ ઘુવડને શું ? જો એમ કર્મ લાગતું હોય, તો તો વીતરાગની પણ મુક્તિ ન થાય અને મુક્તિએ ગયેલાને પણ પાછા આવવું પડે. જેને પકડેલી વસ્તુ છોડવી નથી એનો ઉપાય છે ? આબુજીની કોરણી જોઈ ઘણાયે આનંદ પામે છે : ઇતરો પણ આનંદ પામે છે : છતાંય કેટલાક એવા પણ પડ્યા છે કે એ જોઈને સળગી મરે છે ! તો જો ધર્મક્રિયા કરતાં એવું પાપ લાગતું હોય, તો ધર્મક્રિયા કરવી જ કઠણ થઈ જાય. એક પણ સારી ક્રિયા બતાવો, કે જેમાં ચાંદું પાડનારા દુનિયામાં ન હોય ! એક પણ ઉત્તમ વ્યક્તિ એવી બતાવો, કે જેની મશ્કરી અને નિંદા કરી કર્મ બાંધનારા દુનિયામાં ન હોય ! શાસ્ત્ર તો કહે છે કે “જેટલાં સંવરનાં સ્થાન, તેટલાં જ હનપુણિયાને માટે આશ્રવનાં સ્થાન અને ભાગ્યવાનને તો જે આશ્રવનાં સ્થાન તે પણ સંવરનાં સ્થાન.' કર્મક્ષયની ક્રિયાઓ પણ નિભંગીઓને કર્મબંધ કરાવનારી પણ થાય : જો એમ કર્મ લાગી જાય, એવી માન્યતા માનીએ તો તો અપેક્ષાએ કજિયાના ઉત્પાદક તીર્થના સ્થાપક પોતે જ થાય. તીર્થ ન હોત તો બોલવું શું કામ પડત? પણ વસ્તુતઃ તેઓ પરમ ઉપકારી છે, કારણ કે જગતને તારવાની કલ્યાણબુદ્ધિથી એ પરમાત્માએ તીર્થ પ્રવર્તાવ્યું છે. એ તો હીનભાગ્યતા એની, કે જે આવા અનુપમ શાસનને પામીને અજ્ઞાનવશ સત્ય ન સમજતાં, એમાં ઝઘડા પેદા કરે. પૂર્વાચાર્યોએ કેવી રીતે કામ કર્યું છે? સભા: તીર્થ સ્થાપ્યા પહેલાં સમુદાય ભેગો હતો ને ? એવું કોઈ કાળે ન હોય. બધાના વિચારો અને ક્રિયાઓ જુદી. આ તારકોએ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - – 166 તો તીર્થ સ્થાપીને એ કર્યું કે “ધમાચકડી કરનારામાંથી થોડાકને ઓછા કર્યા : બધાયે અઢાર પાપસ્થાનકે સહિત હતા, એમાંથી થોડાકને એથી રહિત બનાવ્યા : કેટલાકને આ અઢારે પાપસ્થાનકો સેવવા યોગ્ય નથી એવા વિચારવાળા બનાવ્યા !” આથી અજ્ઞાનીઓ મિથ્યાત્વ આદિના જોરે ઉધમાત કરે અને એના યોગે કજિયા ઊભા થાય. સભા : પ્રભુના અતિશયો પણ હદવાળા છે ને ? અલબત્ત, ભગવાન વિચરતા હોય ત્યારે સવાસો જોજનમાં કોઈને પીડા ન થાય : આ અતિશય છે,પણ પોતે જ્યાં હતા ત્યાં રાજગૃહીમાં જ મૃગાલોઢીયાની પીડા કેવી ભયંકર હતી ? નિકાચિત કર્મ હતું. સૂર્ય સર્વને પ્રકાશ આપે, પણ જે જાત જ એવી હોય, કે જેને એના ઊગવાથી અંધાપો થાય, ત્યાં થાય શું? અપવાદ બધે હોય. જો એમ અતિશય ચાલતો હોત, તો એકને પણ એ ભગવાન મિથ્યાદૃષ્ટિ રહેવા ન દેત. “સર્વે સુવિનો ભવતુ !-બધા સુધી થાઓ !'-આ ભાવનાવાળા ભગવાન એવા ઉદાર હતા કે બધાને મોક્ષે પહોંચાડ્યા પછી પોતે જાત. એમનાં દર્શનથી હજારો આદમી ધર્મ પામતા હતા, સમ્યક્ત પામતા હતા : એમના ગમનથી, એમના દેખાવથી, એમની કાર્યવાહીથી, એમના અતિશયથી, એમના મહિમાથી સંખ્યાબંધ આત્માઓ ધર્મ પામતા હતા : એમની વાણી સાંભળીને કેટલાય આત્માઓ પોતાનું કલ્યાણ કરતા હતા : ભગવાન તો પરિપૂર્ણ અતિશય-સંપન્ન આત્મા હતા, પણ પાખંડી તો નક્કી કરીને જ આવે કે “કાંઈ છિદ્ર નીકળે છે?” ભગવાનની વાણીમાંથી પણ છિદ્ર શોધવા આવનારા હતા. છિદ્ર શોધવા આવનારો સારું તો સાંભળતો જ નથી. સમજે છે કે “સારું સાંભળ્યું અને જો ઘૂસ્યું તો બુદ્ધિ ફરી જાય !” એટલે એનો નિર્ણય જ એ કે “સારું છોડી દેવું અને ખોટું પકડવું !' એ જ એનું ધ્યેય !! તમે તમારી દૃષ્ટિ એવી બનાવો કે સત્ય આવે ત્યાં ખોટું મારાપણું ખસી જાય. સારા સારા વિદ્વાનો પણ મુંઝાય છે, એનું કારણ એ છે કે “મારાપણું જતું નથી.' એ એમ માને છે કે “અમે ઘણા વખતથી માનેલ તે છોડાય ?' પણ તમે કોણ ? અલ્પ જ્ઞાનીને “સાચું માનવું અને ખોટું છોડવું'-એ ઉત્તમ ભાવના તો હોવી જ જોઈએ. આ રીતે વસ્તુને સમજો ! મુનિએ કાંઈ બોલવું જ નહિ, એવો કદાગ્રહ ન હોય. એટલા માટે તો વચનગુપ્તિની સાથે ભાષાસમિતિ પણ રાખવી પડી. બેશક, મુનિ પાપકાર્યમાં વપરાતી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 વાણીને રોકે, સાવદ્ય વચન ન બોલે, પણ જો લાભકારી ભાષા ન બોલે, તો વાગુપ્તિ એ વસ્તુતઃ વાગગુપ્તિ નથી. રક્ષક રક્ષા નહિ કરે તો ભક્ષક કરશે ? કલ્પી લ્યો કે ‘ધર્મના સિદ્ધાંતનો વિપ્લવ થાય તે પ્રસંગે મુનિ મૌન રહે અને તમને ફુરસદ નહિ !' ત્યારે આનો પાલક અને રક્ષક કોણ ? મુનિ મૌન ભજે, ગૃહસ્થ ઘર ભજે, તો પછી આ ધર્મને ભજે કોણ ? માટે તો કહ્યું કે ‘ગમે તેવી સમતાવાળો, ગમે તેવો સ્થિર, ગમે તેવો શાંત, ગમે તેવો તપસ્વી પણ, આવા વખતે-ધર્મધ્વંસ થતો હોય, ક્રિયાનો લોપ થતો હોય, સિદ્ધાંતના અર્થનો વિપ્લવ (નાશ) થતો હોય, તે વખતે જોયા ન કરે : કોઈ ન પણ પૂછે, તો પણ નિષેધ કરે. જરૂ૨ એ વખતે એ બોલે જ. છતી શક્તિએ એમ ન કરે તો વિરાધક દશા પામે ! 167 : પૂર્વાચાર્યોએ જો આજે કહેવાય છે તેવી શાંતિ પકડી હોત, તો આજે આ ન હોત. એ વખતે તો બહુ વિષમતા હતી, આ કાલ તો એટલો સુંદર છે કે ન આરાધે તેનું કમભાગ્ય ઃ આ કાળમાં ભગવાનના સિદ્ધાંતનો પ્રચાર ન કરે તે નિર્જાગી છે ઃ સ્થિતિ-સંયોગ ચાહે એવા માનો, પણ સિદ્ધાંતના પ્રચાર માટે એવા અનુકૂળ છે કે ન પૂછો વાત. અમુક સમયે તો આ બહાર મૂકવામાં પણ તકલીફ હતી. એક વખતે રાજ્યની સ્થિતિ કઈ હતી ? મોંના કાયદા હતા : પ્રજાની અને રસ્તાની, બધી સ્થિતિ વિકટ હતી. આજે તો સામાની ભાવના ગમે તેવી હોય, પણ કાયદાની કલમનો ટેકો ન હોય, તો એની બધી ભાવના ધૂળમાં મળી જાય. એ વખતે તો જબાન એ કાયદો હતો. ૧૬૭ પૂર્વે મંદિરમાં ઘંટ વગાડવા ભારે હતા : શિખર ચડાવવાનું ભયંકર હતું : મૂર્તિઓ સાચવવી મુશ્કેલ હતી : વસ્તુ બોલાવી કઠિન હતી : સાધુપણું કે સાધ્વીપણું પાળવું, એ પણ દુષ્કર હતું : છતાં એ સ્થિતિમાં પણ મહાપુરુષોએ સત્ય વસ્તુને જીવંત-વ્યાપિની રાખી છે. આપણે માટે તો એવા સુખનો જમાનો છે કે અત્યારે ન આરાધાય તો કહેવું જોઈએ કે ‘કમાણી ધૂળ મળી ગઈ.’ નળિયું ખખડવાથી ભડકવા જેટલા સત્ત્વહીન બનીએ, તો કહેવું જોઈએ કે ધર્મ માટે લાયક જ નથી.’ એ વખતે તો પૂરી શક્તિવાળો ધર્મી તરીકે જીવી શકતો ને આજે તો થોડી શક્તિવાળો પણ ધારે તો ધર્મી તરીકે જીવી શકે છે. સભા : સાધનો અનુકૂળ છે ? નહિ, સાધનો અનુકૂળ છે એમ તો નહિ જ. ઘણાં સાધનો તો ભયંકર છે, પણ આરાધનાર ધારે તો સાધનોનો સદુપયોગ કરી શકે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ સભા : મારો પણ એ જ આશય છે. સારી વાત. પણ આશયને અનુરૂપ બોલતા થાઓ ! શ્રી જિનેશ્વરદેવના માર્ગને પામ્યા પછી, ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા તો કહે છે કે ‘કલિકાળમાં જન્મેલા અમે, મૂળમાં ખામીવાળા અમે, હુંડાવસર્પિણી કાળનો દોષ પણ અમારા માથે, એવા નાથ વિનાના અમને, હે ભગવન્ ! જો આ વસ્તુ ન મળી હોત, તો અમારું શું થાત ?' એની રક્ષા માટે કમી હોય ? એ મહાપુરુષે આ શાસનની સેવા કરવામાં કશી જ કમી રાખી નથી. આ શાસનના ધુરંધર સૂરિપુરંદરો પણ આગમની આજ્ઞામાં જ પોતાનું અને પરનું આત્મશ્રેય સમજતા. આવા એક સમર્થ જ્ઞાની પણ પોતાની મતિ ઉપર મદાર નહોતા બાંધતા અને જગતના શ્રેય માટે શાસ્ત્રીય સત્યનો જોસભેર પ્રચાર કરતા ! એ પ્રચારમાં અશાંતિના પ્રચારની શંકા કરવી, એ પોતાની જાત ઉપર શંકા કરવા બરાબર છે : અને વાત પણ ખરી છે કે ‘જ્યાં શુભ વસ્તુ હોય, શુભ કથન હોય, સામાના હ્રદયમાં ઉતારવાની ઉત્તમ ભાવના હોય, એમાંથી અશાંતિ નીકળે ક્યાંથી ?' પાખંડી ધર્મ નહોતા પામતા, એમાં દેશનાની ખામી હતી ? 168 ભગવાન તો અતિશયસંપન્ન હતા : એમની વાણીમાં પણ અતિશય હતો કે પોતે બોલે એક ભાષામાં, પણ સૌ સમજે પોતપોતાની ભાષામાં : તિર્યંચો તિર્યંચની ભાષામાં સમજે ઃ સૌ સૌની ભાષામાં સમજે.' સમકાળે સર્વના સંશય છેદે. જાતિવૈરવાળાં પ્રાણીઓ પણ મિત્ર જેવાં બને. કષાયથી ધમધમતા આવે, તે પણ ત્યાં આવીને શાંત બની જાય ! પણ જ્યાં સુધી એક વાર દુષ્ટ ભાવના જાય નહિ, ત્યાં સુધી પેલી સારી વસ્તુની છાયા તેના ઉપર પડે નહિ. મિથ્યાત્વ એ મળ છે, ઝેર છે : સારામાં ખોટાની બુદ્ધિ ને ખોટામાં સારાની બુદ્ધિ, એ મિથ્યાત્વ : મિથ્યાત્વ એ મોટો મળ છે, દોષ છે : આથી એ દોષને દૂર કરવા માટે અને જેનામાં તે દોષ ન હોય તેને તે દોષથી બચાવવા માટે, સત્યનું એટલે કે હિતકર વસ્તુનું પ્રકાશન અવશ્ય કરવું જ જોઈએ. હિતકર વસ્તુ કહેવામાં પૂર્વાચાર્યોએ કદી જ મોન સેવ્યું નથી. જો એવું મોન તે પરમર્ષિઓએ સેવ્યું હોત, તો આજે આપણી પાસે આટલું પણ ન હોત. માટે હિતકર વસ્તુના નાશ વખતે તો ‘મોન-મોન’-એમ કરવું તે પાલવે જ નહિ. એ વખતે મોન, મુનિને તથા મુનિપણાના અર્થીને ઘટે નહિ. માર્ગાનુસારિતા ક્યારે આવે ? અસદાગ્રહ અથવા દુરાગ્રહ તજે એટલે માર્ગાનુસારિતા આવે : માર્ગાનુસારી Page #197 -------------------------------------------------------------------------- ________________ 159 - ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 - ૧૭૯ તે કે જેનો મિથ્યાત્વ-મળ નથી ગયો, પણ માર્ગ તરફ સદ્ભાવ છે. કહે કે શાસ્ત્ર ગહન છે અને મતિ તો અલ્પ છે. માર્ગાનુસારીપણું પણ બહુ કઠિન છે : તેનામાં ભદ્રિકપણું જોઈએ : ધર્મશ્રવણ પ્રત્યે પૂર્ણ રૂચિ હોય : એવા આત્મામાં વિનયાદિ ગુણો તો સહજ હોય : કારણ કે અર્થીપણા સાથે તે ગુણો પ્રતિબદ્ધ છે. પૈસા કમાનારામાં વિવેક કેટલો છે ? તેનામાં નમ્રતા, વિનય, શાંતિ, ક્ષમા, સલામ ભરવાની રીત, પગે પડવું, પગની ધૂળ ચાટવાની રીત, આ બધું આવી જાય છે : એ બધું કોણે શિખવાડ્યું ? સારો મહેમાન આવે તો એની પાછળ પાછળ ફરવું, એ કોણે શિખવાડ્યું? સાહેબ પાસે કેવી રીતે જવાય ?, કેવી રીતે ઊભા રહેવાય? એ જાણો છો ને ? એ તો ના જાણતા હો તો પણ જાણી જ લેવું પડે, કારણ કે શેરો ખોટો મારે તો બાર વાગી જાય : ત્યાં પ્રમાદ જરાય ન હોય : ત્યાં તો વગર કહ્યું સતર્ક બની જાવ : માટે જ કહું છું કે “ધર્મના અર્થી બનો તો નમ્રતા, શાંતિ, લઘુતા, વિનય, વિવેક, બહુમાન, બધાય ગુણો દોડી દોડીને તમારામાં આવશે : લેવા નહિ જવા પડે. જે ગુણો દુનિયામાં કેળવો છો, સાહેબ પાસે જે વિનય કરો છો, એ બધું દેવ-ગુરુ પાસે કરો તો કામ થઈ જાય. પણ આ તો ‘ત્યાં આડું અવળું ન જોવાય અને અહીં તો યથેચ્છ રીતે વર્તાય.” આ દશા હોય ત્યાં શું થાય ? આજનો ભણેલો ઑફિસમાં હોય તો ઑફિસનું છ કલાક કામ કરી, સાહેબ પાસે જાય ત્યારે કેવો ધીમે પગલે જાય ? કારણ કે બૂટ પહેરવા અને અવાજ કરવો નહિ. સાહેબ કામમાં હોય, ઊંચી આંખ ન કરે, ત્યાં સુધી સામે ઊભો રહે : બોલાય પણ નહિ અને સાહેબ જુએ તો જોઈ જાય માટે આડું-અવળું પણ ન જોવાય : સહી કરો એમ પણ ન કહેવાય. કેવી કફોડી દશા ? ઊભા જ રહેવું પડે : એને એમ જ થાય કે “ક્યારે સાહેબ જુએ, કાગળ હાથમાં લે, સહી કરે અને છૂટું ! આ કાંઈ સ્વતંત્રતા છે ? જો અર્થ-કામમાં પડેલા સ્વતંત્ર રહી શકતા હોત, તો જ્ઞાનીને આ બતાવવું ન પડત. ખરી ગુલામી જ અર્થ-કામની આસક્તિમાં છે. ત્યાં સ્વતંત્રતા એ તો ન ભૂતો ન ભવિષ્યતિ.” આપણો મુદ્દો તો એ જ છે કે “અર્થીપણાથી બધું આવે. નાના શ્રીમાનનું ઘર કાંઈ મોટા શ્રીમાન ભરતા નથી, છતાં નાનો શ્રીમાન શેહમાં શું કામ દબાય છે ? વખતે કામ પડે : માટે મહેરબાની હોય તો સારું : એ માટે ઠપકો આપે તો પણ ગમ ખાઈ ગળી જાય ! આ અર્થ-કામની લાલસા કે કંઈ બીજું ? Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 170 ધર્મ પામવા માટે પણ ધર્મના અર્થીપણાનો ગુણ જોઈશે. ત્યાં જ વાંધો છે. બરાબર અર્થીપણું આવી જાય પછી વાંધો નહિ રહે. સભા : વાંધા ક્યાં ? વાંધા બતાવીશ તો ભારે પડશે ! પહેલાં સાંધા સમજો, પછી વાંધા બતાવીશ. દરજી કપડા પર કાતર મૂકે છે ત્યારે તમે બૂમ નથી મારતા, કારણ કે ત્યાં તમને સાંધાની કિંમત છે ! તાકો પહેરીને નીકળો તો કોઈ ગમાર કહે અને સીવેલું પહેરીને નીકળો તો પોઝીશન જળવાય એમ સમજો છો. અહીં વાંધા એક-બે છે ? ગણના નથી. પહેલાં સાંધા સમજાય માટે જ પ્રાર્થનાસૂત્ર લીધું છે. અહીં બે કલાક કહેવાયેલું પા કલાક પણ કટુંબને કહેવાનો અભિગ્રહ કરો, તમે પોતે એનું મનન કરો અને ત્યાં જઈને પણ એમને કહો કે “આજે આ આચારોનું વર્ણન થયું : એ આચારોને જીવનમાં ઉતારવા જોઈએ : જો ન ઉતારીએ તો મનુષ્યભવ હારી જઈએ. બે કલાકમાં જો આવો પા કલાક પણ તમારો ભળે, તો જુઓ કે કારતક સુદ પૂનમ સુધીમાં કેટલું પરિવર્તન થાય છે ! બે કલાકને બાવીસ કલાક ભૂંસી નાખે છે, પણ એનું મંડન પા કલાક કરો તો ચોથે દિવસે ચમત્કાર જણાય. તમારાં બાળકો પણ કહેશે કે “બાપાજી ! આ ન થાય, રાતે શું કહેતા હતા ? દૂધ ખાતર પણ આ ન થાય.' નોકર પણ શેઠને કહે કે “આ હોય ?' એ વખતે, જ્યારે સાંજે કટુંબ ભેગા બેસો, ત્યારે બધાએ સાધર્મિક તરીકે બેસવાનું. દીકરો બાપને પણ કહે : બાપ દીકરાને પણ કહે : દબાવાનું નહિ. આઠ દિવસ આમ વર્તશો તો તમારા ઘરમાં ચોકીદારો જાગશે. બધે તમને ટકોરા મારનારા જોઈએ. આમ કરવું છે કે હાજિયો જ ભણવો છે ? આમ વર્તે પછી જે સ્થિતિ થાય, તે વખતનું સઘળું અનેરું થશે : વસ્તુનો અભાવ નહિ રહે ત્યારે તો એમ થશે કે ક્યારે શુભ દિન આવે અને દીક્ષા લઉં! કુટુંબ પણ કહેશે કે ‘તમે નીકળો, અમે ઓચ્છવ કરીશું.” પણ તમને તો ભય જ ત્યાં છે ને ? વાત શેર કરવી જ નહિ, એ તમારો નિર્ણય છે. સારું લાગતું હોય તો વાત ઘેર લઈ ગયા વિના રહો ? મોટરમાં જતા હો ને સારી ચીજ ભાળો કે તરત નોકરને લાવવાનું કહો. ઘરમાં ફર્નિચર, ટેબલ, ખુરશી, ગાદી, તકિયા, હાંડી, ઝુમ્મર બધુંય છે, પણ શ્રી જિનમંદિર છે ? પૌષધશાળા છે ? સામાયિક આદિનાં સુંદર ઉપકરણો છે ? સંયમનાં ઉપકરણો છે ? છે ત્યાંથીયે નીકળવા Page #199 -------------------------------------------------------------------------- ________________ 111. - ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 – ૧૭૧ માંડ્યા છે. સામાન્ય સ્થિતિવાળા પણ શ્રી જિનમંદિર તો રાખી શકે. સોનાનું મંદિર રાખવું એવો કાયદો નથી; નાનો ગોખલો પણ ચાલે : પણ જરૂર હોય તો ને ? કહો ને તેવો પ્રેમ નથી, તેવું અર્થીપણું નથી. પોતાની બુદ્ધિ મુજબ જ નહિ, પણ આગમની આજ્ઞા મુજબ ચાલો !પોતાની જ બુદ્ધિ મુજબ ચાલવાનો આગ્રહ તે કદાગ્રહ છે. આ કદાગ્રહ પર વિજય મેળવીએ ત્યારે માર્ગાનુસારિતા-તત્તાનુસારિતા આવે. એ પછી આવે છે. “ઇષ્ટફળ-સિદ્ધિ' : "इष्टफलसिद्धिरभिमतार्थनिष्पत्ति ऐहलौकिकी, ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति तस्माच्चोपादेयप्रवृत्तिः ।" ઇષ્ટફળ સિદ્ધિ : આ લોકસંબંધી અભિમત પદાર્થની નિષ્પત્તિ, જેનાથી ઉપકૃત બનેલાને ચિત્તનું સ્વાચ્ય થાય છે, અને તેનાથી ઉપાદેય એવા મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે.” માર્ગાનુસારિતા પછી ઇષ્ટફળ સિદ્ધિ આવે છે. કારણ કે, તત્ત્વમાર્ગે એટલે કે મોક્ષમાર્ગે આગળ વધતાં આવતાં અવરોધને દૂર કરી માર્ગે આગળ વધવા માટે ઇષ્ટફળ સિદ્ધિ આવશ્યક છે. જે કોઈ તત્ત્વમાર્ગે ચાલે તેને પરમાત્માના પ્રભાવથી, ધર્મના પ્રભાવથી જે કાંઈ ઇહલૌકિક સામગ્રી મળે તે ઇષ્ટફળ સ્વરૂપ હોય, અનિષ્ટફળ સ્વરૂપ ન હોય. ઇષ્ટ ફળ અને અનિષ્ટફળ વચ્ચેના તફાવતને સમજો. વિશુદ્ધ ધર્મના પ્રભાવે મળતી ઈહલૌકિક સામગ્રી તે ઇષ્ટફળ સ્વરૂપ હોય અને અશુદ્ધ ધર્મના પ્રભાવે મળતી ઈહલૌકિક સામગ્રી તે અનિષ્ટફળ સ્વરૂપ હોય છે. ઇષ્ટફળ સ્વરૂપે મળેલી ઇહલૌકિક સામગ્રી મળ્યા પછી ઇહલૌકિક સામગ્રી પ્રત્યે આસક્તિનો જન્મ થતો નથી અને તત્ત્વમાર્ગમાં એટલે કે મોક્ષમાર્ગમા સહેલાઈથી આગળ વધી શકાય છે. જ્યારે અનિષ્ટફળ સ્વરૂપ ઇહલૌકિક સામગ્રી મળ્યા પછી તે ઇહલૌકિક સામગ્રી પ્રત્યે આસક્તિ, મમતા વગેરે જન્મે છે. અને તત્ત્વમાર્ગથી, મોક્ષમાર્ગથી આત્મા દૂર ફેંકાઈ જાય છે અને છેવટે દુર્ગતિમાં ચાલ્યો જાય છે. ભૌતિક સુખોને ભોગવવાની વૃત્તિથી પ્રેરાઈને તે માટે કરાતું ધર્માનુષ્ઠાન અશુદ્ધ બને છે અને તેનાથી અનિષ્ટફળની સિદ્ધિ થાય છે. જ્યારે Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 1/2 આત્મકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને કરાતું ધર્માનુષ્ઠાન વિશુદ્ધ બને છે અને તેનાથી ઇષ્ટફળની સિદ્ધિ મળે છે. જેના હૈયે ભવનિર્વેદ મેળવવાની અને તત્ત્વમાર્ગે આગળ વધવાની પ્રાર્થના પ્રગટી છે, તેના હૈયે ભૌતિક સુખોને ભોગવી લેવા માટે, ભૌતિક સામગ્રી મેળવવા માટે, ધર્માનુષ્ઠાનનો ઉપયોગ કરવાનો ભાવ ક્યારેય જાગતો નથી. તેના હૈયે તો આત્મકલ્યાણ સાધવાનો અને તે માટે ધર્માનુષ્ઠાન આરાધવાનો ભાવ જાગે છે, આવા જીવને આચરેલા ધર્મના પ્રભાવે એવી સામગ્રી ક્યારેય ઇષ્ટ નથી હોતી કે મળેલી તે સામગ્રી તેને મોહ પેદા કરે અને તત્ત્વમાર્ગથી – મોક્ષમાર્ગથી દૂર કરે, એનું એક જ લક્ષ્ય હોય કે મને જે પણ ભૌતિક સામગ્રી મળે તે મોક્ષમાર્ગની સાધનામાં બાધક બને તેવી ન મળે પણ સહાયક બને તેવી જ મળે. એની આવી નિર્મળ ભાવનાના પરિણામે એને જે પણ ઈહલૌકિક – ભૌતિક સામગ્રી મળે તે મોક્ષમાર્ગે આગળ વધવામાં સહાયક બને પણ બાધક ન બને. એટલે ભવનિર્વેદ અને માર્ગાનુસારિતા પામવાની ભાવનાવાળા ગૃહસ્થના મનમાં પણ એ ભાવ હોય છે કે, “આરાધનાની પ્રવૃત્તિ માટે ફળ જોઈએ તે મળે : એ પણ પરંપરાએ મુક્તિ મળે તે માટે છે : એટલે કે સંયોગો હો તો તેવા હો.” કુટુંબની જરૂર નથી, મળે તો સહાયક મળો. દેવતા પણ કહે છે કે મનુષ્યલોક મળો તો પણ ધર્મ કુટુંબ મળો.' દેવતા જાણે છે કે “સીધું મુક્તિપદે જવાય તો સારી વાત, પણ એ થવાનું નથી : મનુષ્યલોક તો મળવાનો છે : તો પછી ધર્મી કુટુંબ મળો.' જેમ અટવીમાં સાથીની જરૂર છે, પણ સાથી મળજો-લૂંટારો ન મળજો ! ઇષ્ટફળસિદ્ધિ સાથી જેવી છે અને અનિષ્ટફળસિદ્ધિ એ લૂંટારા જેવી છે; આ વાત બરાબર યાદ રહેવી જોઈએ. અસ્તુ. હવે ચાલો આગળ – લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ : “નોવિજ્યાગો” - આનું વિવરણ કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે : "लोकविरुद्धत्यागः - सर्वजननिन्दादिलोकविरुद्धानुष्ठानवर्जनम् ।" Page #201 -------------------------------------------------------------------------- ________________ 173 – - ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 - ૧૭૩ લોકવિરુદ્ધનો ત્યાગ એટલે “સર્વજનનિંદા' આદિ લોકવિરુદ્ધ અનુષ્ઠાનોનું વર્જન.' આથી સમજી શકાશે કે આજના કેટલાક “નોવિરુદ્ધન્વાયો’ આ સૂત્રાક્ષરનો ઉપયોગ, ધર્મક્રિયાઓ કરનારની સામે કરે છે, એ કોઈ પણ રીતે વાજબી નથી : કારણ કે મોહ અને અજ્ઞાનને આધીન થયેલા આત્માઓ, વાતવાતમાં ધર્મકાર્યોને વિરુદ્ધ તરીકે ઓળખાવે અને એથી જો ધર્મકાર્યોનો ત્યાગ કરી દેવામાં આવે, તો તો ધર્મ જેવી ચીજ ચોથા આરામાં પણ ન ટકી શકે ! “ધર્મ જેવી વસ્તુ પણ અજ્ઞાની અને મોહાધીન આત્માઓને અધર્મરૂપ ભાસે'-એમાં કશું જ આશ્ચર્ય નથી. આજે દીક્ષા જેવી પરમ તારક વસ્તુ પણ અજ્ઞાન આત્માઓને કારમી થઈ પડી છે. એથી કલ્યાણાર્થી આત્માઓ તેનો પરિત્યાગ કરે એ કેમ બને ? આજે કેટલાય આત્માઓને ઉદ્યાપન આદિ ધાર્મિક મહોત્સવો અકારા લાગી રહ્યા છે અને એથી એમાં થતા લક્ષ્મીવ્યયને ધુમાડા તરીકે તેઓ તરફથી ખુલ્લેખુલ્લી રીતે ઓળખાવાય છે, આથી કંઈ પ્રભુવચનના પ્રેમીઓ કે જેઓ ઉદ્યાપન આદિ ધાર્મિક મહોત્સવોને પોતાના સમ્યક્તની નિર્મળતામાં અને અન્યને બોધિબીજની પ્રાપ્તિમાં કારણ તરીકે માને છે તથા તે જ કારણે તેમાં થતા લક્ષ્મીવ્યયને શાસનપ્રભાવનાના કારણ તરીકે સમજે છે, તેઓ તેની આરાધના કરતાં કેમ અટકી જાય ? આ કારણે તો પરમ ઉપકારી પરમર્ષિઓએ કેટલાંક લોકવિરુદ્ધ કાર્યોની ગણના કરાવીને, આપણને લોકવિરુદ્ધ કાર્યોને સમજવાની સરળતા કરી આપી છે. લોકવિરુદ્ધ કાર્યોની ગણના લોકવિરુદ્ધ કાર્યોની ગણના કરાવતાં તે પરમર્ષિઓ ફરમાવે છે કે : "सव्वस्स चेव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥१॥ बहुजनविरुद्धसंगो, देसाचारस्स लंघणं चेव । उव्वणभोगो अ तहा, दाणाइवियडमनेउ ।।२।। साहुवसणम्मि तोसो, सइसामत्थंमि अपडियारो अ ।" સર્વજનોની નિંદા-એ લોકવિરુદ્ધ છે અને તેમાં પણ ગુણસમૃદ્ધ પુરુષોની નિંદા, એ વિશેષ પ્રકારે લોકવિરુદ્ધ છે : સરળ આત્માઓના ધર્મકાર્યની હાંસી, જનપૂજનીય પુરુષોનું અપમાન, બહુજનવિરુદ્ધનો સંસર્ગ, દેશાચારનું ઉલ્લંઘન, Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - ઉત્કટ ભોગ, દાનાદિ કરીને બીજા પાસે ગાવું, સાધુપુરુષોના વ્યસનમાં એટલે કે આપત્તિમાં તોષ અને છતા સામર્થ્ય તેનો અપ્રતિકાર-આ બધાં કાર્યો લોકવિરુદ્ધ કાર્યો ગણાય છે.” આવાં કાર્યોના સેવનનું ધર્મી આત્માઓએ અવશ્ય વર્જન કરવું જ જોઈએ. સર્વજનની અને તેમાં પણ ગુણવાન પુરુષોની નિંદા, એ ઘણું જ અધમ કાર્ય છે : નિંદક આત્મા, એ ઘણો જ ભયંકર આત્મા છે : નિંદાની ટેવવાળો આત્મા દેવ, ગુરુ કે ધર્મની નિંદા કરતાં પણ અચકાતો નથી. સરળ આત્માના ધર્મકાર્યની હાંસી કરવી, એ પણ જેવું તેવું નિંદનીય કાર્ય નથી, કારણ કે એ હાંસીના પરિણામે તે આત્મા ધર્મકાર્યથી પાછો પડે છે અને એના પાપનો ભાગીદાર એ હાંસી કરનાર આત્મા થાય છે. હાંસી દ્વારા કોઈ પણ આત્મા ધર્મથી વિમુખ થાય, એવો પ્રયત્ન ધર્મી આત્માઓ માટે કોઈ પણ પ્રકારે યોગ્ય નથી. જનપૂજનીય પુરુષોનું અપમાન કરવાની પ્રવૃત્તિ પણ ધર્મ આત્માઓ માટે શોભામદ નથી. બહુજનથી વિરુદ્ધનો સંસર્ગ, એ પણ હિતકર નથી. દેશાચારનું લંઘન, એ પણ લોકવિરુદ્ધ છે. ઉલ્બણ ભોગ એ પણ લોકવિરુદ્ધ છે : ઉલ્બણ ભોગ એટલે વિષયોની અતિશય આસક્તિ, વિષયોની તીવ્ર આધીનતા : એ આધીનતાના યોગે સ્વપરનો પણ વિવેક નષ્ટ થઈ જાય છે : સ્વમાં પણ મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. એને નથી રહેતું રાત્રિદિવસનું ભાન કે નથી રહેતા પર્વતિથિનો ખ્યાલ. આ ચોમાસા જેવા ખાસ ધર્મકર્મના સમયમાં પણ બ્રહ્મચર્ય જેવા ઉત્તમ આચારનું પાલન ન થાય એ શું ? ખરેખર, એ તીવ્ર વિષયલાલસાનું પરિણામ છે. લોકવિરુદ્ધ કાર્યથી બચવા ઇચ્છનારાઓ, જો પોતાની વિષયાસક્તિ ઉપર પણ કાપ મૂકે, તોય સ્વ અને પરનું ઘણું ઘણું હિત સાધી શકે ! ‘નોવિરુદ્ધ ધ્યાનો'-આ સૂત્રાક્ષરનું અવલંબન કરનારે, પોતાનું જીવન ઘણું જ માર્ગાનુસારી બનાવવું પડશે : એકેએક યથેચ્છ વર્તન ઉપર અંકુશ મૂકવો પડશે : એના નામે એક પણ ધર્મક્રિયાને ગૌણ કે શિથિલ બનાવવાની વાહિયાત વાતો કરતાં એકદમ અટકી જવું પડશે : પણ આ બધું વિચારવું છે કોને ? ‘નોવિરુદ્ધવ્યો ' સૂત્રાક્ષરના ભાવને સમજનાર દાનાદિ ધર્મક્રિયા કરીને એની બડાઈ હાંકવાનું કામ શી રીતે કરે ? તે આત્માને સાધુજનની આપત્તિમાં આનંદ કેમ આવે ? અને છતે સામર્થ્ય સાધુપુરુષો ઉપર આવી પડતી આપત્તિનો પ્રતિકાર કરવાનું કેમ ચુકાય ? આ એકેએક લોકવિરુદ્ધ કાર્યનો ધર્મીએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. Page #203 -------------------------------------------------------------------------- ________________ 15 - ૧૩ : મૌન ન રહે છતાં મુનિ - 13 – – – ૧૭૫ હે ભગવન્! તારા પ્રભાવથી મને ભવનો નિર્વેદ, માર્ગાનુસારિતા અને ઇષ્ટફલસિદ્ધિની સાથે લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ પણ હો ! કહો કેવી સુંદર પ્રાર્થના છે ? આવી સુંદર પ્રાર્થના અહર્નિશ કરનાર આત્મામાં કેટલી પવિત્રતા હોવી જોઈએ ? એ વિચારો. ગુરુજનની પૂજા પ્રાર્થનાસૂત્રમાં તો વિરુદ્ધ વાગો'ની માગણી પછી “ગુરુનનપૂનાની માગણી આવે છે. “ગુરુપૂત્ર” गुरुजनस्य पूजा । उचितप्रतिपत्तिर्गुरुपूजा । गुरवश्च यद्यपि धर्माचार्या एवोच्यन्ते तथापीह मातापित्रादयोऽपि गृह्यन्ते ।" ગુરુજનની પૂજા એટલે ઉચિત પ્રતિપત્તિ જો કે ગુરુ તરીકે ધર્માચાર્યો જ કહેવાય છે, પણ આ સ્થળે માતાપિતાદિ ગુરુજનોનું પણ ગ્રહણ થાય છે.' મોક્ષનો અર્થી આત્મા, પ્રાર્થનાસૂત્રમાં ઉપરની માંગણીઓ સાથે ગુરુજનની પૂજાની પણ માગણી કરતાં કહે છે કે “હે ભગવનું ! તારા પ્રભાવથી મને ગુરુજનની પૂજા પણ હો !" માતા, પિતા, કલાચાર્ય આદિ સર્વ ગુરુજનોની ઉચિત પ્રતિપત્તિ કરવાની વૃત્તિ, ધર્માર્થી આત્મામાં સ્વાભાવિક રીતે જ જાગ્રત થાય છે. ગુરુજનોની ઉચિત પ્રતિપત્તિ કરવામાં ધર્માત્મા કદી પણ શિથિલ ન હોય, પણ એ ભૂલવાનું નથી કે પ્રતિપત્તિમાં અનુચિતપણે નભાવી લેવા માટે પણ ધર્મનો અર્થી આત્મા કદી જ તૈયાર નથી હોતો.” ઉચિત મર્યાદાઓના લંઘનમાં ગુરુજનની ગુરુતા પણ નષ્ટ થઈ જાય છે. આથી એ પણ સમજી શકાય તેવું છે કે “માતાપિતાદિએ પણ પોતામાં માતાપિતાદિપણું કેળવવું જોઈએ.' માતાપિતા તે છે કે જેઓ પોતાના સ્વાર્થના ભોગે પણ પોતાના સંતાનનું આત્મહિત પ્રથમ ચિંતવે ! સંતાનના આત્મહિતને નષ્ટ કરનારાં માતાપિતા પોતામાં રહેવા જોઈતા માતૃત્વ અને પિતૃત્વ ધર્મનો ઘાત કરે છે, એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. સાચા કલાચાર્યો પણ તે છે, કે જેઓ પોતાના વિદ્યાર્થીના આત્મશ્રેયની ચિંતા ખાસ રાખે : તે વિના સાચું કલાચાર્યપણું નથી આવતું. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – – 176 વસુરાજા, પર્વત અને નારદને માટે આકાશમાં જતા ચારણમુનિના મુખથી જ્યારે “ક્ષીરકદંબક' નામના પાઠકે સાંભળ્યું કે તેમાંના બે નરકગામી અને એક સ્વર્ગગામી છે'-ત્યારે એ પાઠકને પણ એમ થયું કે હું જેનો પાઠક-હું જેનો ભણાવનાર-હું જેનો કલાચાર્ય , તે નરકે જાય ? ખરેખર, આ સંસાર અસાર છે. માતા, પિતા, વડીલ, બંધુ, કલાચાર્ય,-એ બધા આવા વિચારના જોઈએ. જેણે જેણે ગુરુ બનવું હોય, તેના આ વિચાર જોઈએ. અરે, નોકર પણ સ્વામી માટે એ જ વિચારે. પુણ્યબુદ્ધિ મંત્રી પોતાના રાજા માટે શું વિચારે છે ? ‘પગાર ખાઈને રાજ્યની કાર્યવાહી તો સૌ કરે, પણ પ્રભુના શાસનને પામેલ મારા જેવો સેવક છતાં મારો સ્વામી ઉન્માર્ગ-ગમનથી દુર્ગતિએ જાય તો મને કલંક : યેન કેન મારા સ્વામીને ધર્મ પમાડવો જોઈએ’ શેઠની ભાવના એ જોઈએ કે “મારો નોકર પણ કેમ ધર્મ પામે ! દેવ, ગુરુ, ધર્મને કેમ સેવે !' નોકરની ભાવના પણ એ જોઈએ કે “મારો માલિક ધર્મરસિક થઈને ધર્મને આરાધે. નોકરે એવી કાળજી રાખવી જોઈએ. આજ તો નોકર કહે છે કે “પચાસ રૂપિયા લઈશ.” શેઠ કહે છે કે “મજૂરી કર.” કામ ન હોય તો પણ હેરાન કર્યા કરે : શેઠનું બગડે તેમાં નોકરના બાપનું કાંઈ ન જાય, એ આજની ભાવના. ધર્મ જવાથી બધું ગયું. દેરે-ઉપાશ્રયે નહિ જનાર, વ્યાખ્યાન નહિ સાંભળનાર, એવા નોકર મળે તો ચૌદ કલાક કામ કરે.'—એવી ઇચ્છાથી નોકરી શોધશો તો ભીખ મંગાવશે. આગળ તો નોકરની પરીક્ષા થતી હતી. પુછાતું હતું કે તું કોણ છે ? કયા દેવને માને છે ? તારા દેવ-ગુરુ-ધર્મને બરાબર માને છે ને ?” પેલો કહે કે “દેવબેને નથી માનતો-તો તરત કહેતા કે “ઘેર જા ! જે દેવને નથી માનતો તે મને શું માનવાનો ?' એ આદમી કપાળમાં કાળું તિલક કયારે કરે તે કેમ સમજાય ? શ્રાવકને ત્યાં આવેલા ઇતર નોકરો, શ્રાવકના આચારવાળા બની જાય. અહીં તો સારું દેખાય ત્યાં શિર ઝૂકે : ખોટું દેખીએ ત્યાં અક્કડ રહીએ : કોઈ અભિમાની કહે એની દરકાર નહિ. સારાના સેવક અને ખોટાને ખસેડવાનું. તાકાત ન હોય તો પોતે એનાથી આઘા રહેવું. “આ તો સારુંયે ઠીક ને ખોટુંયે ઠીક !” “અહીં પણ હું ને તહીં પણ હું “સારુંયે મારું ને ખોટુંયે મારું !' સ્યાદ્વાદના નામે એવા લોચા ન વળાય. સારું તે મારું ને ખોટું તે મારું નહિ ? સારું ત્યાં હું ને ખોટું ત્યાં હું નહિ, એ ગોખજો. Page #205 -------------------------------------------------------------------------- ________________ 177 ૧૩ : મૌન ન રહે છતાં મુનિ 13 સભા : ખોટાની તો ઉપેક્ષા. ઉપેક્ષા ક્યારે ? ખોટાને સારું બનાવવાની-સુધા૨વાની તાકાત ન હોય ત્યારે ! તાકાત હોય તો પ્રયત્ન કરવાનો. શક્તિ કારગત ન લાગે ત્યાં ઉપેક્ષા ખરી. મૈત્રીભાવનાનો અર્થ એ કે ‘પ્રાણીમાત્રનું ભલું કરવું : સ્નેહી સ્વજનનું જ નહિ, દુશ્મનનું પણ !” સદ્ગુણ-સદ્ભાવના દેખાય ત્યાં પ્રમોદ : પ્રશંસા નહિ પણ પ્રમોદ. પ્રશંસા ચારે ? ગુણ પરિણામે સારો હોય તો ! ગુણ ન હોય ત્યાં કરુણા. સભા : પરદુઃખવિનાશિની કરુણા. 663 ગુણાભાવ તે પણ દુ:ખ છે. કરુણા બે જાતની : ૧. દ્રવ્યકરુણા અને ૨. ભાવકરુણા. દુઃખીનાં દુઃખ દૂર કરવાની ભાવના તે દ્રવ્યકરુણા અને ધર્મહીન પ્રત્યે-ઉન્માર્ગે ચાલનાર પ્રત્યે-વિષયકષાયના માર્ગે અથવા તો પાપના માર્ગે ચાલનાર પ્રત્યે દયા તે ભાવકરુણા. એને સુધારવા માટે જે શબ્દ કહેવાય તે કહેવા છતાં-પ્રયત્ન કરવા છતાં, અસર ન થાય ત્યારે ઉપેક્ષા : પણ પ્રથમથી જ નહિ. માતાપિતાદિ ગુરુજન ખરા, પણ ગમે તેવા તોયે થોડા ઘણા સ્વાર્થમાં બેઠેલા : ભલું કરે તે પણ મર્યાદામાં : માબાપ છોકરાનું સારું ઇચ્છે, પણ ત્યાંયે એ ભાવના તો ખરી કે ‘એ પણ અમને પાળતો રહે.' - આવું જોતાં રહીને માબાપ ભલું કરે : માબાપ વગેરે સારું બતાવે બધું, પણ તે મર્યાદામાં. અપવાદ બધે હોય : નિઃસ્પૃહ માબાપ પણ હોય : પણ તે કેટલાં ? આંગળીને વેઢે આવે એટલાં ! સભા : જે પાળે તે પિતા ને ! હા ! પણ આત્માને પાળે તે કે માત્ર શરીરને પાળે તે ? કયા પિતાએ પુત્રના આત્મપાલનની ચિંતા કરી ? સભા : કૃષ્ણજી જેવાએ. બરાબર; આખરે દાખલો કયો લેવો પડ્યો ? તમારે પણ અહીં જ આવવું પડ્યું. આજનું બાળક પણ સ્વાર્થ સુધી જ ‘બાપાજી-માજી' કરે, બાપાજી રમણી લાવી આપે, ઠીકઠાક થાય, પછી બાપાજી જરા કહે તો કહી દે કે ‘બાપાજી ! બહુ થયું, હવે બહુ બોલશો તો અલગ રહીશ. અત્યાર સુધી મારો સ્વાર્થ Page #206 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ તમારામાં હતો. હવે હું જોઉં છું કે, મારો સ્વાર્થ ત્યાં બધુ છે’ આ સ્થિતિ પણ પ્રાયઃ માબાપ જ શીખવે છે. નાનપણમાં નિશાળે જાય ત્યારે ગજવામાં ખાવાનું આપે ત્યારે કહે કે ખાનગીમાં ખાજે અને પારકામાં ભાગ પડાવજે.’ આથી ‘મારું મારા બાપનું અને તારું-મારું સહિયારું.’-એ કહેવત છે. પછી એ મોટો થાય ત્યારે બાપાજીને પણ એ એમ જ કહે કે ‘મારામાંથી શાનો આપું ? તમારામાં મારું લાગેવળગે, બાકી હું ન આપું.' સંસ્કાર, કેળવણી, અભ્યાસ એવા અપાયાં એનું એ પરિણામ. પ્રથમથી જ કહેવામાં આવ્યું હોય કે ‘આ બધું અનિત્ય છે’ અને - ‘એના મમત્વમાં પડનારા રિબાય છે' - વગેરે સંસ્કાર પાડ્યા હોત, તો એ બાળક ભીખ માગીને પણ સેવા કરે. આ તો માને પણ કહી દે કે ‘માજી ! તમે ઘરડાં થયાં, પણ તમને કહી દઉં છું કે ‘તમારે એને (સ્ત્રીને) કંઈ કહેવું-ક૨વું નહિ.’ મા કહે - ‘મૂર્ખા ! જન્મ મેં આપ્યો : ભીનામાંથી સૂકામાં સુવાડનારી હું : તારી ખાતર કેટલીયે ચીજોનો ત્યાગ મેં કર્યો : ઉછેર્યો મેં અને આ બોલે છે શું ?' બાળક કહે – ‘બહુ થયું, એ લવરી રહેવા દો, છાનાંમાનાં બેસી રહો !' (દીક્ષાની) ઓઘાની વાત તો દૂર રહી, પણ સંસારને પણ સુખી બનાવવો હોય તો પણ, પ્રભુના માર્ગને સમજો અને જીવનમાં ભવનિર્વેદ આદિ ભાવોને ઉતારો ! - ૧૭૮ 178 Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : આજ્ઞા પારતંત્ર્યની આવશ્યકતા ♦ નિશ્રાની આવશ્યકતા : ♦ જીવલોકમાં સારભૂત શું ? ♦ શુભ શબ્દનું રહસ્ય : ૦ કુંવ્યસનોથી થઈ રહેલી ખરાબી : ભીમા શેઠનું દૃષ્ટાંત : વિષય : ગહન આચારશાસ્ત્ર સમજવા નિશ્રાની જરૂર. જયવીયરાય સૂત્રની છઠ્ઠી ‘પરાર્થકરણ'. સાતમી ‘સુહગુરુોર્ગા' અને આઠમી ‘તત્ત્વયંણસેવણા' પ્રાર્થનાને સૂચવતાં પદનો વિસ્તરાર્થ. આચારને આચર્યા વિના કલ્યાણ નથી. આચાર સમજવા આચારાંગની રચના અને તેને સમજવા ગીતાર્થગુરુની નિશ્રા અનિવાર્ય છે. માર્ગાનુસારિતા પામ્યા બાદ જીવલોકમાં સારભૂત કહેવાય તે પરાર્થક૨ણ-પરોપકાર કેળવવો જરૂરી છે : ત્યારબાદ શુભગુરુનો યોગ, એમાં શુભનો અર્થ : અને શુભગુરુની આજ્ઞાની આરાધના. આટલા મુદ્દાને લક્ષમાં લઈ અત્રે વિશદ વિચારણા કરાઈ છે. સાથે કુવ્યસનોથી થઈ રહેલી બરબાદીનું બ્યાન કરી ધર્મના પરિણામે કેવો ચમત્કાર સર્જાય છે તે અંગે ભીમા કુંડલીયાનું દૃષ્ટાંત સરસ રીતે રજૂ કર્યું છે. છેવટે ધર્મ એ યોગ્ય આત્માને જ આપવા યોગ્ય છે એ વાત કદી પ્રવચનની સમાપ્તિ સાધી છે. 14 સુવાકયામૃત જ્યાં સુધી સ્વયં જ્ઞાતા ન બની શકાય, ત્યાં સુધી નિશ્રા તો અંગીકાર કરવી જ પડે. ♦ પરાર્થે એ જીવલોકમાં સારભૂત છે. સ્વાર્થ એ વિશ્વમાં ભારભૂત છે. ♦ સારાપણું ને ખોટાપણું સાથે ને સાથે જ છે : માટે ‘સુ' - ‘શુભ’ - ‘શુદ્ધ' વગેરે વગેરે શબ્દો ઉપર ઉપકારી પુરુષો ભાર મૂક્યા વિના રહેતા જ નથી. આપણે બધું જ ‘સુ' જોઈએ તેમ ગુરુ પણ ‘સુ’ જ જોઈએ. બહુ પરિગ્રહ હોય તે બહુ સુખી જ હોય, એમ કહી શકાય તેમ નથી ! સ્પર્શનેંદ્રિયનો વિષય જ નહિ પરંતુ પાંચે ઇંદ્રિયોના વિષયની લાલસા એ કામ છે. મુખવાસ મુખશુદ્ધિ માટે છે, મુખમાં ગંદવાડ કરવા માટે નથી, ♦ બોલવું એ શબ્દ છે : શબ્દ એ જ્ઞાનનું કારણ છે : માટે અશુદ્ધ મુખે ન બોલાય. ♦ નક્કી કરો કે બજારમાં તો ખવાય જ નહિ. અને ઘરમાં પણ અભક્ષ્ય તો નહિ જ ! ૦ દૃષ્ટિ ન સુધરે ત્યાં સુધી સુંદર વસ્તુ પમાય નહિ. જ્યાં પુણ્યાત્માનાં સ્મરણ જાગતાં હોય, ત્યાં આત્મા જરૂ૨ પાપવાસનાથી પાછો હઠે. ઉત્તમ આચાર વિના આત્માની શુદ્ધિ નથી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪: આજ્ઞા પાતંત્ર્યની આવશ્યક્તા નિશ્રાની આવશ્યકતા ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એકેય સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયા છે કે એનું હૃદયપૂર્વક સેવન કરનાર આત્મા કર્મમળથી શુદ્ધ બની મુક્તિપદને મેળવે જ : માટે જ એ શાશ્વત છે - કોઈ કાળે વસ્તુરૂપે એનો અંત થવાનો નથી : દુનિયામાં એની સામે ટકી શકે તેવી કોઈ વસ્તુ નથી, માટે જ સઘળા શ્રી તીર્થંકરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું આ તીર્થ છે.” - ભગવાન શ્રી મહાવીરદેવે આ આચારશાસ્ત્ર-આ આચારો, જગતના કલ્યાણ માટે કહ્યા છે. એ આચારો જીવનમાં ઉતારવા એ સહેલું કામ નથી. તે માટે એકવાર શુદ્ધ ભાવના, ભાવનાની મજબૂતાઈ અને ધ્યેયની નિશ્ચલતા તો થવી જ જોઈએ. એટલા માટે જ પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય)ની વિચારણા ચાલે છે. રોજ ને રોજ વીતરાગદેવ પાસે જે વસ્તુની માંગણી કરીએ તે વસ્તુ અને તે વસ્તુની પ્રાપ્તિની ભાવના, એ રોમેરોમ કેમ ન પરિણમવી જોઈએ ? ભસવું અને લોટ ફાકવો એ બે ન બને : એ તો મોંમાં આવે અને ઊડી જાય પણ ઉપભોગમાં ન આવે. બોલવું કાંઈ, હૃદયમાં કાંઈ, વર્તવું કાંઈ – એ કેમ બને ? એ સંભવિત છે કે શક્તિના અભાવે વર્તનમાં ફેર પડે, પણ વિચાર અને ઉચ્ચારમાં કેમ ફેર પડે ? કદી કોઈ મૃષાભાષણ કરે, પણ “મૃષા બોલવું સારુંએમ કહે અને-“મૃષા બોલવું જોઈએ -એમ માને એ કેમ ચાલે ? એક માણસ પાપ કરે, છતાં પાપને પાપ કહે તેને પહોંચાય એનામાં સુધારો થવાનો સંભવ પણ ખરો પણ જે પાપ કરે અને પાપને પાપ જ ન કહે, એને તો સુધરવાની કોઈ બારી જ નથી. પાપ કરે તે જુદી વસ્તુ છે, પણ એને પાપ માને તો એને સુધારી શકાય છે : સંયોગ મળે તો એમાં સુધારો થવાનો સંભવ છે : પણ પાપ Page #209 -------------------------------------------------------------------------- ________________ 191 – ૧૪ : આશા પારાંચની આવશ્યકતા - 14 - ૧૮૧ કરે, ખોટું કરે, છતાં એને પાપ કે ખોટું માને નહિ, કહે નહિ અને બીજાનું સાંભળે પણ નહિ એનું શું થાય ? તમારા અને અમારા વર્તનમાં ભેદ પડે ? અરે, તમારામાંયે પરસ્પર એકબીજાના વર્તનમાં ભેદ પડે; પણ આપણા બધાયનાં-ભાવના, સાધ્ય અને ધ્યેય તો એક જ? એમાં ભેદ પડે એ ન ચાલેઃ ભેદ પડે તો તો દિશા જ પલટાઈ જાય. જો ધ્યેય એક હશે તો વસ્તુ, આજ-કાલે-વરસે અરે ભવાંતરે પણ પમાશે. વસ્તુ પ્રત્યે સદ્ભાવ તો જોઈએ ! જે વસ્તુ રોજ માગો છો, તેનો તો જાપ કરવો જોઈએ. પ્રભુ પાસે જે બોલો છો, તે હૃદયથી કે માત્ર મોંથી ? અહીં હાજી-હાજી કરો એમાં કાંઈ વળે નહિ. પરિણામ લાવવું હોય તો તો ધર્મને સર્વસ્વ સમજવું જોઈએ. એ નક્કી કરવું પડશે કે “આત્માના ઉદ્ધાર માટે, સ્વપરના કલ્યાણ માટે, ધર્મ સિવાય બીજો એક પણ આધાર નથી-ઉપાય નથી-શરણ નથી, એ સંસ્કાર ઘરમાં, બજારમાં બધે ફેલાવવા પડશે અને એ સંસ્કારમાં પોતાના આત્માને સ્થિર કરવો પડશે. બે કલાક સારા અને બાવીશ કલાક પાછા હતા એ ને એક-તો પરિણામ શું ? સ્થિતિ એવી યોજો કે જ્યાં જાઓ ત્યાં એ સંસ્કાર જ દેખો : એના જ ભણકાર ! તો તો વસ્ત પામવા વખત આવે. માટે પ્રથમ પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય) લીધું. તેમાં પહેલી માગણી “ભવનિર્વેદની કરી. એના વિના માર્ગાનુસારિતા આવે નહિ અને માર્ગાનુસારી બનવા અસદ્ગહનો વિજય કરવો પડે. અજ્ઞાની તથા અલ્પજ્ઞાની હોવા છતાં, જે પોતાની બુદ્ધિ મુજબ ચાલવાનો આગ્રહ કરે તે અસદ્ગહ કહો, કદાગ્રહ કહો કે દુરાગ્રહ કહો, એ બધું એક જ! અજ્ઞાની તથા અલ્પજ્ઞાનીએ પોતાની બુદ્ધિ પર બહુ વજન ન મૂકવું જોઈએ. બુદ્ધિનો ઉપયોગ સત્યને સમજવા કરવો. પોતાની બુદ્ધિમાં આવે એ જ ખરું, એ આગ્રહથી તો સ્વયં મરે અને બીજાને મારી નાખે. શાસ્ત્રનોસત્યનો, જેટલો બુદ્ધિથી થઈ શકે તેટલો સ્વીકાર કરે અને જ્યાં બુદ્ધિ સ્વીકાર કરવા અસમર્થ બને, ત્યાં સત્યપ્રેમીએ માનવું જોઈએ કે બુદ્ધિ અલ્પ છે અને શાસ્ત્ર તો ગહન છે, - માટે સમજાતું નથી. સભા : ત્યાં નિશ્રા આવે. નિશ્રાની જરૂર. અહીં જ વાંધો છે. નિશ્રાની અવગણના છે અને તે પણ કેવળ ધર્મમાર્ગમાં Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -- 182 જ! વ્યવહારમાર્ગમાં તો નહિ ! ત્યાં તો સમજે છે કે યોગ્ય રીતે ન વર્તાય તો પૂરું થવું મુશ્કેલ : વ્યવહારમાર્ગમાં તો બધાની સલાહ લે. કોઈ કાયદાની બારીકીમાં આવી ગયો, તો તરત વકીલ પાસે જાય : કહે કે : “મરી ગયો, સલાહ આપો !–વકીલ માગે તે પૈસા આપે. શરીર નરમ થાય કે ઝટ વૈદ્ય કે ડોક્ટર પાસે જાય. વ્યાપારની આફતમાં ઝટ કુશળ વ્યાપારી પાસે દોડી જાય. આ બધી નિશ્રા છે ને ? ત્યાં નિશ્રામાં વાંધો નથી. વ્યવહારમાં હજીયે નિશ્રા જીવતી જાગતી છે અને રહેવાની પણ ! પરંતુ એક ધર્મમાર્ગમાં જ આજના પોતાની જાતને સ્વતંત્ર ગણાવતા લોકોને, જ્ઞાની પુરુષોની નિશ્રામાં રહેવું પાલવતું નથી : પણ જ્યાં સુધી સ્વયં જ્ઞાતા ન બની શકાય, ત્યાં સુધી નિશ્રા તો અંગીકાર કરવી જ પડે. વ્યવહારમાં બધે નિશ્રા કબૂલ રખાય છે. નિશ્રા વિના નાનાથી મોટા થવાય જ નહિ : નિશ્રા હોય તો જ નાનાથી મોટા થવાય અને મોટામાંથી માનવંતા થવાય : અને નિશ્રાથી જ સુખપૂર્વક જીવી શકાય. અહિંસાની વાતો કરે, પણ “જીવ શું ? - જીવનું સ્વરૂપ કેવું ? - જીવની દશા કઈ ? જીવની હિંસાથી થાય શું ?' તેમ જ “ભાવપ્રાણ કયા ?-દ્રવ્યપ્રાણ ક્યા ? આત્માનો ઉદય અને અસ્ત શું ? – અને ક્યારે થાય ?' - આ બધું પૂછો તો કહે કે – “જાણતો નથી” – “તો ભાઈ ! અહિંસાની વાત શાની કરે છે?' આ સ્થિતિમાં અહિંસાની વાત આવે કઈ રીતે ? સંયમની વાત કરે પણ પૂછો કે “સંયમ કોને કહેવાય ? - અસંયમ કેટલા પ્રકારનો ? મને રુચે તે કરું, હું ધારું તે કરું, આમાં અસંયમ ખરો કે નહિ ?' - આ પ્રશ્નો પૈકીના એક પણ પ્રશ્નનો સીધો ઉત્તર નહિ આપે. “સંયમની વાત કરનારે અસંયમ અને અસંયમના હેતુઓ જાણવા તો જોઈએ જ ને ? નાના માર્ગેથી ઘેર જનારે, ક્યાં ખાડા, ક્યાં ટેકરા, ક્યાં ભય, - એ જાણવું તો જોઈએ ને ? અહિંસા, સંયમ અને તપ, એ એવી વસ્તુ છે કે એમાં કદી પોતાની જ બુદ્ધિ મુજબ ચલાય નહિ. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મની આરાધના માટે તો ઉત્તમ જ્ઞાની પુરુષોની નિશ્રા અંગીકાર કરવી જ જોઈએ. મોક્ષમાર્ગની આરાધના માટે જ્ઞાની પુરુષોની નિશ્રાનો સ્વીકાર થાય, તો પરિણામ બધું સીધું આવે. Page #211 -------------------------------------------------------------------------- ________________ 183 – ૧૪ : આશા પારતંત્ર્યની આવશ્યકતા - 14 ––– ૧૮૩ અજ્ઞાની કે અલ્પજ્ઞાની આત્માએ પોતાની બુદ્ધિ પર મદાર બાંધવો ન જોઈએ. જો તે પોતાની જ બુદ્ધિ ઉપર મદાર બાંધે તો તે પડ્યા વિના રહે જ નહિ. જૈનશાસન કહે છે કે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે પ્રમાણ માનવું. અશક્તિ હોય તો કરનારને હાથ જોડો, તાકાત આવશે ત્યારે અમે પણ કરીશું, એમ કહો : ‘ભલે અમે થાય એટલું કરીએ, પણ સાચું તો તે જ કે જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે : એમાં અમારી બુદ્ધિ તથા ડહાપણ નકામું -એમ કહો. જ્યાં સુધી અસઘ્રહ ન જાય ત્યાં સુધી માર્ગાનુસારિતા ન આવે. જ્યાં શિખામણ સાંભળવાની યોગ્યતા ન જ હોય, ત્યાં પરિણામ શું આવે ? અહીં કાંઈ બુદ્ધિનો ઇનકાર નથી. “બુદ્ધિ હોવી જ ન જોઈએ, બુદ્ધિનો ઉપયોગ કરવો જ નહિ, બુદ્ધિની ખિલવટ જ ન કરવી'-એમ કહેવાનું નથી. બુદ્ધિની તો બહુ જ જરૂર છે. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે “ધર્મ એ ધર્માર્થી આત્માઓએ સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવા યોગ્ય છે. અને છે પણ તેમ જ. સાધ્યની સિદ્ધિ માટે સાધનનું આલંબન લેવું.'—એમાં કોઈનો જ ઇનકાર ન હોય : પણ બુદ્ધિ ઉપર મદાર બાંધી જ્ઞાની પુરુષોની નિશ્રાની અવગણના કરવી, એ કોઈ પણ રીતે હિતકર નથી. જૈનશાસ્ત્ર તો કહે છે કે “વિચાર પણ અધૂરાને જ કરવા પડે છે. જ્યાં સુધી વિચાર કરવો પડે ત્યાં સુધી અધૂરા ? માટે અધૂરાએ જરૂર જ્ઞાની પુરુષોની નિશ્રામાં રહેવું જ જોઈએ.' જીવલોકમાં સારભૂત શું?? પ્રથમ ભવનો નિર્વેદ : તે પછી અસદ્ગહના વિજયપૂર્વક તત્ત્વોનુસારિતા અને પછી ઇષ્ટફળની સિદ્ધિ : આ માટે વિરુદ્ધ કાર્યોનો ત્યાગ અને ગુરુજનોની ઉચિત પ્રતિપત્તિ : આ બધું આપણે વિસ્તારથી વિચારી ગયા. હવે જગતમાં મનાતી ઉત્તમ વસ્તુની માગણી માટે પરમોપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે : પરસ્થર ” "परार्थकरणं-सत्त्वार्थकरणं, जीवलोकसारं पौरुषचिह्नमेतत् ।” પ્રાણીમાત્રનું ભલું કરવું, એ આ જીવલોકમાં સારભૂત છે અને એ પુરુષાર્થનું ચિહ્ન છે.' ખરેખર, પરાર્થ એ જીવલોકમાં સારભૂત છે : પુરુષાર્થ પણ ત્યારે જ દીપે Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 184 છે ! સ્વાર્થ એ વિશ્વમાં ભારભૂત છે, ત્યારે પરમાર્થ એ સારભૂત વસ્તુ છે. શાસ્ત્રકાર મહર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઇષ્ટફળસિદ્ધિ, લોકવિરુદ્ધત્યાગ, ગુરુજનપૂજન અને પરાર્થકરણ'ને લૌકિક સૌન્દર્ય તરીકે ઓળખાવે છે ? અને તે પછી તે આત્માને લોકોત્તર ધર્મના અધિકારી તરીકે બતાવે છે. વાત પણ ખરી છે કે ભવનિર્વેદ આદિ આવ્યા પછી જ શુભ ગુરુનો યોગ ફળે છે. માટે જ પ્રાર્થનાસૂત્રમાં ઉપરની વસ્તુઓને પ્રાર્થો પછી શુભ ગુરુના યોગની પ્રાર્થના કરવામાં આવે છે અને સાથે “શુભ ગુરુના વચનની સેવા, સંસાર રહે ત્યાં સુધી અખંડિત રહે એવી પણ પ્રાર્થના કરવામાં આવે છે. શુભ શબ્દનું રહસ્ય: ઉપરની વસ્તુઓ પામ્યા પછી તેના ટકાવનો આધાર અને તેની સફળતાનો આધાર શુભ ગુરુના યોગ ઉપર છે. શુભ ગુરુ જ ઉપરની વસ્તુઓને ટકાવવાનું અને ફળદ્રુપ કરવાનું સામર્થ્ય ધરાવે છે, એમાં બે મત ન જ હોઈ શકે. શુભ ગુરુ વિના ભવના નિર્વેદને અને માર્ગાનુસારિતા આદિ સણોને બીજું કોણ ટકાવી શકે? કોઈ જ નહિ! આથી ગુરુની બાબતમાં ઘણા જ સાવધ રહેવું ઘટે. શુભ ગુરુના યોગમાં જરા પણ ભેદ ન થવો જોઈએ; એમાં ભેદ થાય તો પરિણામ શું? સ્ટીમર કાણી થાય તો બંદર આવે કે તળિયું? ગુરુ કહ્યાથી બધું આવી જતું હતું, તો શુભ ગુરુ કેમ લખ્યું ? કારણ કે જેટલી સારી ચીજ તેની નકલ નીકળે છે. અસલની નકલ હોય જ. સાચા સિક્કાના પ્રચારની સાથે નિયમા ખોટા સિક્કાનો પ્રચાર પણ હોય છે જ. સારાપણું ને ખોટાપણું સાથે ને સાથે જ છે માટે “સુશુભ-અશુદ્ધ' વગેરે વગેરે શબ્દો ઉપર ઉપકારી પુરુષો ભાર મૂક્યા વિના રહેતા જ નથી. બુદ્ધિ પણ “સુ” ને “કુ' બંને હોય, પણ આપણે તો “સુ” જોઈએ તેમ ગુરુ પણ “સુ” જ જોઈએ. આથી જ “સદગુરુનો’ અને ‘તવ્યસેવા'નું વિવરણ કરતાં, પરમ ઉપકારી મહર્ષિ ફરમાવે છે કે : "शुभगुरुयोगो-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः, तथा तद्वचनसेवा-सद्गुरुवचनसेवना, न जातुचिदयमहितमुपदिशति, आभवमासंसारमखण्डा-सम्पूर्णा ।" શુભ ગુરુનો યોગ-એટલે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંધ તથા સદ્ગુરુના વચનની સેવના, આ સંસાર પર્યત અખંડિત એટલે સંપૂર્ણ હો!-કારણ કે સગુરુ કદી પણ અહિતનો ઉપદેશ કરે નહિ.” Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : આજ્ઞા પારતંત્ર્યની આવશ્યકતા 14 વિશિષ્ટ ચારિત્રવાળા ગુરુનો યોગ જોઈએ : એવા ગુરુનો યોગ થયા બાદ-‘તન્ત્રયળસેવા-આમવમવંડા !'-‘સદ્ગુરુના વચનની સેવના અખંડપણે, આ ભવ પર્યંત એટલે આ જન્મ પર્યંત નહિ, પણ સંસારમાં જ્યાં સુધી રહું ત્યાં સુધી પણ ખરી !-‘એક વખત ગુરુમાં શુભપણાનો નિશ્ચય થઈ જાય, પછી એમના વચનમાં શંકા ન થવી જોઈએ : શુભપણું ચાલ્યું જાય તો આ માગણી ન થાય. 185 સાચો સિક્કો ભલે ૨ોજ તિજોરીમાં રહે, પણ એમાં ખોટો માલૂમ પડ્યો તો ડાહ્યો માણસ તે, કે જે એને ફેંકી દે. હજાર સિક્કામાં પાંચ ખોટા આવે તો લોભવશ થઈ સમજુ માણસ રાખે નહિ : નવસો પંચાણું ભલે થાય, પણ ખોટા તો તુરત ફેંકી જ દેવાના. કારણ કે એ જાણે છે કે, પકડાયા તો બાર વાગી જાય. ખોટા સિક્કાઓની કિંમત ઉપજાવવાનો પ્રયત્ન સરખોય તે કરે નહિ : કારણ કે કોઈ વખત કલંકિત થવામાં એ કારણભૂત છે. એવો લોભ ડાહ્યા વેપારીને ન હોય. ૧૮૫ ‘શુભ ગુરુના વચનની અખંડપણે સેવા આ ભવ પર્યંત હો !'-એના વચનની સેવામાં ગુમાવવાપણું છે નહિ : આત્માનો એકાંતે સુધારો જ છે. આ પ્રાર્થનામાં કાંઈ બાકી છે ? આ મુજબ થઈ જાય તો ‘ભવનિવ્રેઓ’થી માંડી, ‘તવ્યયણસેવણા આભવમખંડા’-સુધીની આ બધી માંગણી જો બરાબર ભાવનારૂપે પણ સ્થિર થઈ જાય, તો પછી આત્મા ઘરમાં, ખાવાપીવામાં, મોજશોખમાં, રંગરાગમાં આનંદ ન પામે. માંગણી વખતની વિધિ, મર્યાદા કેવી સરસ છે ? મર્યાદા, માંગણી, મુદ્રા, બધું જ સુંદર : કોઈ પૂછે કે ‘માંગણી બાદ તમારા વિચારમાં પરિવર્તન થયું ? ભવની પ્રવૃત્તિ વધી કે ઘટી ? પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ-અરે અઢારે પાપસ્થાનકની પ્રવૃત્તિ વધતી જાય છે કે ઘટતી જાય છે ? પરિગ્રહ મળતો નથી એ જુદી વાત છે, પણ અંતરંગમાં વધે છે કે ઘટે છે ? જિંદગી સુધી ન મળે પણ ભાવના કઈ ? મેળવવાની કે છોડવાની ?’-આવા પ્રશ્નોનો શો ઉત્તર હોય એ કદી વિચારો છો ? મળવું એ સંયોગાધીન છે-પુણ્યોદયાધીન છે અને જાય ત્યાં પાપોદય છે, પણ મનોવૃત્તિ શી જોઈએ ? જાય અને આવે એ પુદ્દગલનો યોગ છે : એનાથી જ આત્મા સુખી કે દુઃખી એમ જ નથી : ઢગલાબંધ હોય તો સુખી અને ન હોય તો દુ:ખી, એમ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ –– –– 108 પણ નથી : બહુ પરિગ્રહ હોય તે બહુ સુખી જ હોય, એમ કહી શકાય તેમ નથી ! મમ્મણ શેઠ પાસે લક્ષ્મીનો પાર નહોતો અને પુણિયા શ્રાવક પાસે સાડા બાર દોકડાથી અધિક ન હતી : મમ્મણ શેઠ શ્રીમંતાઈમાં ઊંચી કોટિનો, જ્યારે પુણિયો શ્રાવક નિર્ધનોમાં ઊંચી કોટિનો છતાં પણ એ પુણિયો શ્રાવક ત્રિકાલજિનપૂજન, ગુરુભક્તિ, દાન અને કાયમ ધર્મક્રિયા કરતો સામાયિક અખંડપણે કરતો : ત્યારે મમ્મણ શેઠ દિવસે પણ મજૂરી, રાત્રે પણ મજૂરી અને વરસાદની ઝડીઓમાં પાણીમાં પડી લાકડાં લાવતો : તેલ ને ચોળા ખાતો ! પરિણામે મમ્મણ સાતમીએ ગયો અને પુણિયા શ્રાવકની સારામાં સારી નામના આજ સુધી ચાલી આવે છે. આ વસ્તુ અહર્નિશ વિચારવા જેવી છે અને પ્રાર્થનાસૂત્ર દ્વારા કરાતી માંગણી જીવનમાં ઊતરી જાય, તેવા પ્રયત્નો પણ અવિરતપણે કરવાની ખાસ જરૂર છે કારણ કે આત્માનું વાસ્તવિક શ્રેય એમાં જ સમાયું છે. કુવ્યસનોથી થઈ રહેલી ખરાબી : શાસ્ત્ર, મોક્ષ સાધ્ય છે, એમ માન્યું અને ધર્મને તેનું સાધન છે, એમ માન્યું દુનિયાએ કામને સાધ્ય માન્યો અને અર્થને તેનું સાધન માન્યું : કામની જડ મોળી ન પડે, ત્યાં સુધી થાય શું ? કામ એટલે સ્પર્શેન્દ્રિયનો વિષય જ નહિ પરંતુ પાંચ ઇંદ્રિયોના વિષયની લાલસા-એ કામ છે. એમાંયે રસના ભયંકર છે : એના યોગે બધીયે ઇંદ્રિયો બહેકી ઊઠે છે : ખાવાનો શોખ, એ જ રસનાનો અર્થ કે બીજો ? એ શોખ એવો ભયંકર લાગ્યો છે કે ભક્ષ્યાભઢ્યનો પણ વિચાર નહિ. કેટલાકને તો દ્વિદળની પણ ખબર નહિ હોય ! કેટલાક તો હજી પૂછે છે કે “કંદમૂળ કયાં કયાં કહેવાય ?” ભક્ષ્યાભક્ષ્યનો વિચાર લગભગ નાશ પામ્યો છે. વિચારવાની ફુરસદ પણ હોય નહિ ત્યાં શું થાય ? જૈનશાસનની ભસ્યાભઢ્યની વાત બહુ જુદી છે. આજે તાજી લાવેલી ચીજના પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં જો ફેરફાર થાય તો તે અભક્ષ્ય છે : જૈનશાસ્ત્ર અને અભક્ષ્યની કોટિમાં મૂકે છે. જૈનકુળમાં જન્મેલાની સ્થિતિ એ જાતની હોવી જોઈએ કે, બહાર કે ઘેરકોઈ પણ સ્થળે, અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરે અને ભક્ષ્ય વસ્તુના ભક્ષણમાં પણ નિયમિત બને. Page #215 -------------------------------------------------------------------------- ________________ 127 -- - ૧૪ : આશા પારતની આવશ્યકતા - 14 -- - ૧૮૭ આજે હોટેલો કે જ્યાં આ જાતનો ભક્ષ્યાભક્ષ્યનો વિચાર નથી, ત્યાં ખાવું એ ભક્ષ્ય કે અભક્ષ્ય ? એથી શરીરની મજબૂતી વધતી જાય છે એમ ? નહિ જ. પણ એક જાતનો આત્મનાશક શોખ વળગ્યો છે. વારુ, મનુષ્ય ખાવું કેટલી વાર જોઈએ ? કેટલા કલાક ખાવું જોઈએ ? રાત્રે, દહાડે, સવારે, બપોરે,-બસ ચાલુ જ એમ ? ઊંઘવાના સમય સિવાય ઘણાનું મોટું ભાગ્યે જ બંધ રહેતું હોય : રહે એ અપવાદ : ઘણા એટલે બધા ન સમજતા. જેનું મોટું આખો દિવસ ચાલે તે કઈ કોટિનો ? પૂર્વે પણ મુખવાસ ખાતા હતા, પણ તે જમે ત્યાં જ અગર દીવાનખાનામાં ! પણ ત્યાંથી નિપટાવીને જ ઊઠે : આખો દિવસ નહિ. મુખવાસ મુખશુદ્ધિ માટે છે, મુખમાં ગંદવાડ કરવા માટે નથી. ખાતાં ખાતાં બોલવાથી તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે'-એમ શાસ્ત્ર કહે છે. હવે મોઢું ચાલુ રાખનારાની દશા કઈ ? આ વાત હું કરું એટલે ઝટ કહે કે “આ જમાનામાં ચાલે ?' ભાઈ ! ત્યારે આવી વાત કયા જમાનામાં ચાલે ? બોલવું એ શબ્દ છે : શબ્દ એ જ્ઞાનનું કારણ છે : માટે અશુદ્ધ મુખે ન બોલાય. પણ મોટું બંધ રહે તો એ નિયમ પળાય ને ? આજની દશા એ છે કે જ્યાં જાય ત્યાં, મોટું ખાલી થયું કે જે સાધન મળ્યું તે લઈને મોંમાં નાંખ્યું. એક-એક આદમી દશ-દશથી માંડી પ્રાયઃ પચાસપચાસની સંખ્યા સુધીનાં પાન ખાય ! મને એ થાય છે કે “એ ખવાતાં શી રીતે હશે ? મુંઝવણ પણ ન થાય ? આ સ્થિતિથી એટલે કે યથેચ્છ ભક્ષણથી બુદ્ધિ, બગડી. તમે કહો છો કે “રોગ વધ્યા, બુદ્ધિ બગડી :'-પણ એમ ન થાય તો થાય શું? આંખો મીંચીને જે હોય તે ખાય, એની બુદ્ધિનો સદુપયોગ થાય શી રીતે ? જે પેટમાં કચરો ભરવાનું જ કામ ચાલુ રાખે, એ વિચારે કયા વખતે ? આ બધી ચીજો આત્માને પાગલ બનાવે છે. આથી તો વિષયવાસના બળવત્તર બને છે. આંખ અને કાન વગેરે એવાં બને છે કે ન જોવાનું જુએ, ન સાંભળવાનું સાંભળે, ન બોલવાનું બોલે : કશો ખ્યાલ જ ન રહે. આ દશામાં અખંડપણે સદ્ગુરુના વચનની સેવના રહે ક્યાંથી ? એ તો અખંડ ન રહે પણ ઊલટી ખંડખંડ થઈ જાય. આ સ્થિતિ સુધર્યા વિના સુધારો શી રીતે થાય ? “આહાર તેવો ઓડકાર'આવે એમાં આશ્ચર્ય શું છે ? આથી તો અનીતિ પણ વધી. પચીસ-પચાસના પગારમાં પાંચ-દશ ચાના પ્યાલા, આખો દિવસ પાન, બીડી-હવે તો બીડી નહિ પણ સિગારેટ-જોઈએ, પછી પૂરું થાય શી રીતે ? પછી Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ —— — આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 108 હાથ મારવાનું મન થાય, સટ્ટો પણ કરે !આવે તો ઠીક-નહિ તો કોને દેવા છે? આ બધું કોણે શીખવ્યું? પેલી બધી કુટેવોએ અને ખરાબ વ્યસનોએ ! મર્યાદિત જીવન હોય તો આમ બને ? બે વાર ભોજન લેવાતું હોય-યોગ્ય ચીજનું ભોજન બે વાર કરાય, તો જીવનમાં ઘણો સુધારો થઈ જાય. સટ્ટો બહુ ભયંકર ચીજ છે, પણ કહેવાય નહિ કેમ ? બધા એને આધીન : સટ્ટા કરનારનાં પરિણામ, ભાવના અને ધૂન કેવી ? જરાયે શાંતિ છે ? ચોવીસે કલાક તેજી-મંદીના વિચાર. કેટલા ટકા વધ્યા અને કેટલા ઘટ્યા ? વધે કે ઘટ કેવી ? ફેવરની કે અનફેવરની ? સ્થિતિ પરાધીન : તાર આવે એના પર ભાવ. આ ભાવનાને લઈને આર્તની સાથે રૌદ્રધ્યાન આવતાં પણ વાર નહિ. જોવામાં આવે છે કે પંદર પંદર વર્ષના છોકરાઓ સટ્ટો કરે છે. કહે કે “દાવ મૂક્યો છે, પાંચ આવે કે દશ જાય.’ આવે તો ઉડાવે અને જાય તો માથું ફેરવે. આબરૂનો ખ્યાલ નહિ. કામની સામગ્રી-વિષયની ભાવના વધી ગઈ. આ સ્થિતિમાં ભવનિર્વેદની ભાવના શી રીતે આવે ? એ ભાવના ન આવે તો જેને આત્માને ખરેખર મૂંઝવણ થવી જોઈએ અને તેનું રોજ દુઃખ થવું જોઈએ. એ દુઃખના શમન માટે શાંતિ અને સંતોષપૂર્વક ધર્મ બરાબર આરાધવો જ જોઈએ. આજે બીમારોને ડૉક્ટર પણ ગરમ પાણી પાય છે : શાસ્ત્ર તો પ્રથમથી જ કહે છે, પણ માનવું છે કોને ? એક વાર ખાવું એને વૈદક પણ વખાણે છે. તમે કેટલી વાર ખાઓ છો ? વિષયના અતિસંગથી ક્ષય થાય છે, એ તો આજના સુધરેલા ગણાતાઓને પણ કબૂલ્યા વિના છૂટકો નથી આ બધાં કુવ્યસનોમાં જે જે ફસાયા હોય, તેઓએ એકદમ એકીસાથે કાયમ માટે બંધ ન કરી શકાય, તો ચાર મહિના માટે અભ્યાસ તરીકે પણ તેનું સેવન બંધ કરવું જ જોઈએ. “એકથી અધિક વખત અને અમુક ગણતરી સિવાયની વસ્તુ નહિ ખાવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું.-આ રીતના નિયમનું પાલન કરવા સાથે યોગ્ય અંકુશ નીચે રહેવામાં આવે, તો અયોગ્ય વ્યસનો આપોઆપ ઘટવા માંડે : એક વારથી ન નભે તો બેથી અધિક વાર નહિ અને તે પણ ઘેર જ ! જ્યાં-ત્યાં નહિ. શ્રી જૈનશાસનનો કાયદો કેવો મજાનો છે ? મુઠસી પચ્ચખ્ખાણ કરે તો, દિવસે જ્યારે જ્યારે વાપરે એટલો સમય કલાક-બે કલાક ખુલ્લા : બાકીનો સમય ભોજનથી વિરતિ : મરતાં પહેલાં ચારે આહારનો Page #217 -------------------------------------------------------------------------- ________________ 189 - - ૧૪ : આશા પારતન્યની આવશ્યકતા - 14 - ૧૮૯ ત્યાગ કરવો જોઈએ, પણ આજે તો હાર્ટ ફેઈલનાં દરદ, તે ક્યારે ચાર આહાર તજે ? મુઠસી પચ્ચખ્ખાણ હોય તેને ઊભાં ઊભાં કે સૂતાં સૂતાં મરાય તો પણ ચિંતા શી ? જીવન એવું બનાવો, અભ્યાસી એવા બનો કે જેથી મરણની ભીતિ જ ન રહે. આ તો કહે છે કે મરણ આવશે ત્યારે જોશું ! તે વખતે શું જોશો ? ચાર-છ મહિના સુધી એવું જીવન ઘડો કે ચાર-છ મહિને ખબર પડે કે, ધર્મ એ એક અજબ વસ્તુ છે. જીવન પર અને ઇંદ્રિયો પર નિયંત્રણ મૂકી દો, પછી જુઓ કે કેવું સુંદર થાય છે ! નક્કી કરો કે બજારમાં તો ખવાય જ નહિ અને ઘરમાં પણ અભક્ષ્ય તો નહિ જ : બીજે કદી ખાવાનો પ્રસંગ આવે તો ખાવાને અયોગ્ય એવી ચીજનું ભક્ષણ તો ન જ કરવું. આ થાય તો વિષયવાસના, કામની તીવ્રતા આપોઆપ શમી જશે. રોગ શમાવવા આજે લાંઘણો કરાવવામાં આવે છે : તમારાથી મહિનાના ઉપવાસ ન થાય : અરે,-એક ઉપવાસ પણ ન થાય, તો જે થઈ શકે તેમ છે તે તપ તો કરો ! એકથી અધિક વાર ન ખાવું એ પણ તપ છે : બેથી અધિક વાર ન ખાવું એ પણ તપ છે : ત્રીજી વાર ન ખાવું, બહારની વસ્તુ ન જ ખાવી, વહાલામાં વહાલી વસ્તુનો ત્યાગ કરો,-આ બધા તપના પ્રકાર છે. જેમ અગ્નિમાં તપાવવાથી સોનું શુદ્ધ થાય છે, તેમ આત્માને પરૂપ અગ્નિમાં તપાવો, કે જેથી કર્મમળ બળી જશે અને આત્મા શુદ્ધ બનશે. ડાહ્યા વૈદો તો કહે કે “ભાઈ !મારી દવા છે તો ઉત્તમ અને તારો રોગ પણ મેં પરખ્યો છે, પણ કુપથ્ય છોડાશે તો પછી રોગ મટશે. જો કુપથ્થ ન છોડવું હોય તો મહેરબાની કરી મારી દવા કરતો મા.' અહીં પણ આત્મશુદ્ધિ માટે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ હૃદયમાં ઉતારવો હશે, આત્માને ધર્મમાં તન્મય બનાવવો હશે, તો આ બધાં વ્યસનો તો છોડવાં જ પડશે.અને કદાચ એકદમ છૂટી શકે તેમ ન હોય, તો તે છોડવા જેવાં છે-એમ માની તેને છોડવા માટે પ્રબળ પ્રયત્નો આદરવા પડશે. અયોગ્ય ખાનપાનથી આત્મા વિકૃત બને છે અને પરિણામે અગમ્યગમન પણ વધતું જાય છે અને એમાંથી જ આજના બધા વિષમ વિચારો પેદા થાય છે, એ આજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અખંડ બ્રહ્મચર્યની ઉપાસના કરવાની જ એક કામનાવાળા જેન કુલ માં, પરનારી-સહોદરતા તો અવશ્ય હોવી જ જોઈએ, એમાં શંકા જ શી ? પરસ્ત્રીનું વ્યસન તો જેનકુળમાં હોવું જ ન ઘટે. જેનકુળને એ તો મોટું કલંક લગાડનાર છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 190 આજે દૃષ્ટિ ઉપર અંકુશ નથી. નાટક, ચેટક, સિનેમા વગેરેનો ચડસ જબરો છે. એ પણ વિકૃત ભાવનાનું એક મોટું કારણ છે. નાટકને કોઈ વૈરાગ્યનું કારણ કહેતું હોય તો તે ભ્રમણા છે : એમાં બહુલતયા વિષયવાસનાને પોષનારી સામગ્રી છે. ચાર કલાકમાં કદી ચાર મિનિટ વૈરાગ્યનું લટકું હોય એની અસર શી ? વીતરાગ-વીતરાગની મૂર્તિ વૈરાગ્ય ન કરે અને નાટકિયો વૈરાગ્ય કરે એમ ? વૈરાગ્ય લાવવો હોય તો વીતરાગને જુઓ ! એ વિતરાગની મૂર્તિને બરાબર નિહાળો !! સાધુઓને, ત્યાગીઓને, સંયમને, સંયમનાં ઉપકરણોને ધારી-ધારીને જુઓ !!! એવી વસ્તુઓ દષ્ટિ સન્મુખ રાખો કે જે જોવાથી દૃષ્ટિ સુધરે. દૃષ્ટિ ન સુધરે ત્યાં સુધી સુંદર વસ્તુ પમાય નહિ. ઘણા કાળની ટેવ છે તે જો એકદમ ન જાય તો ધીમે ધીમે છોડો. કહેવા ખાતર પણ આ ચાર-છ મહિના કરી તો જુઓ, પછી ઘણું જ મજાનું લાગશે. શીલવંત આત્માઓની સ્તુતિને તો આવશ્યક ક્રિયામાં પણ સ્થાન છે. સવારના પ્રતિક્રમણમાં સતા અને સતીઓનાં નામ લેવાય છે. જ્યાં પુણ્યાત્માનાં સ્મરણ જાગતાં હોય, ત્યાં આત્મા જરૂર પાપવાસનાથી પાછો હઠે. ભરસરની સક્ઝાય બોલો અને વિષયવાસના રહે ? એ બોલનાર પરસ્ત્રીની પાછળ ભટકે ? પછી તિથિ, પર્વ, દિન કે રાત કાંઈ પણ ન જુએ એ કેમ બને ? જૈનકુળમાં જન્મેલાને એ વસ્તુ ન શોભે! જૈન જાતિમાં નાનો પણ દોષ હોય તો અમને બહુ ખટકે. જે જૈનોમાં વનસ્પતિના ભક્ષણમાં પણ વિવેક હોય, તિથિ આદિએ વનસ્પતિનો ત્યાગ હોય, જેને ત્યાગ ન હોય તેને પણ તેના ભક્ષણમાં વિવેક હોય. કંદમૂળાદિ તો ખવાય જ નહિ, ત્યાં ખરાબ બદી ઘૂસતી હોય તો કહેવી જ પડે : ન કહેવાય તો નીકળે કેમ ? ભયંકર પરિણામવાળી વસ્તુને દૂર કરાવવા ઉગ્રતાથી પણ કહેવું પડે. આનંદપૂર્વક કરેલા અભક્ષ્યના ભક્ષણથી અને અપેયના પાનથી સારી એટલે ધર્મની બુદ્ધિનો નાશ થાય છે ? નહિ તો વીતરાગનો પૂજારી અર્થકામનો આટલો લોલુપ હોય ? એ કામ અને અર્થ પાછળ પાગલ બને ? સુંદર આચાર ગયા એટલે વિચાર ઉપર પણ ખરાબ અસર થઈ. નહિ તો જ્યાં છોડવાની જ વાત હોય, એવા વીતરાગના ભક્તને અર્થ-કામની ભાવના ભયંકર રીતે સતાવે ? જે વસ્તુની માંગણી કરો છો, એને જીવનમાં ઉતારવા ચાર મહિના તો શુદ્ધ આચાર-વિચાર રાખો ! બ્રહ્મચર્યનું પાલન અને આરંભાદિ Page #219 -------------------------------------------------------------------------- ________________ 191 - ૧૪ : આશા પારતન્યની આવશ્યકતા - 14 --- ૧૯૧ બંધ હોય તો જુઓ, કઈ અસર થાય છે ! શાસ્ત્ર તો કહે છે કે ચોમાસામાં વેપાર, રોજગાર, આરંભ, સમારંભ, બંધ કરી કેવળ ધર્મની સાધનામાં લીન રહેવું.” ભીમા શેઠનું દષ્ટાંત : મંત્રીશ્વર ઉદયનના પુત્ર વાડ્મટ શ્રી શત્રુંજયના ઉદ્ધાર માટે, શ્રી શત્રુંજયની તળેટીમાં આવાસો સ્થાપીને સૈન્યની સાથે રહ્યા છે. પાટણના મંત્રીશ્વર-રાજા કુમારપાળના મંત્રીશ્વર, શત્રુંજયનો ઉદ્ધાર કરવા જાય-એ વાત કંઈ છૂપી રહે? ગામોગામ સમાચાર પહોંચી ગયા. ચૈત્યના ઉદ્ધારની વાતને સાંભળીને ઘણા શેઠિયાઓ, પોતાની લક્ષ્મીના વ્યયથી પુણ્યમાં ભાગ લેવાની ઇચ્છાએ આવી પહોંચ્યા. મંત્રીશ્વર ટીપ કરવા નહોતા નીકળ્યા : પાટણના મંત્રીશ્વરને ટીપની જરૂર પણ નહોતી : પણ પુણ્યકાર્યમાં ફાળો આપવાના ઇરાદે ગામેગામના શ્રીમાનો પોતાની મેળે આવી પહોંચ્યા, આજની દશા વિચારો ! કોઈ સામાન્ય માણસ ઉત્તમ કાર્ય માટે ટીપ કરવા આવે તો કઈ રીતનું વર્તન થાય છે ? કોઈ ટીપ લઈને આવે તો ખુશી થવું જોઈએ. કોઈ ઠેકાણે ધર્મસ્થાન બંધાય છે, એની તમને ટીપના બહાને ખબર આપવા આવનારને તો વધાવવો જોઈએ. એ આવે એમાં તમારી મહત્તા કે હાનિ ? શી ભાવના થાય છે તે આત્માને પૂછો અને શી કરવી જોઈએ તે નક્કી કરો ! મંત્રીશ્વર વાલ્મટ ઉદ્ધાર માટે જાય છે, એ સાંભળીને અનેક શ્રીમાનો પોતાની લક્ષ્મીના સદ્વ્યયથી પુણ્યકાર્યમાં ભાગ લેવાની લિસાથી વગર આમંત્રણ આવી પહોંચ્યા. તેઓથી સેવાતા મંત્રીશ્વર પોતાના પટમંડપમાં સભા ભરીને બેઠા છે. આ વખતે “ટીમાણકી ગામમાં વસનાર “ભીમ' નામના કુતપિક, કે જેની પાસે માત્ર છ દ્રમકની મૂડી છે, તેણે કટકમાં ઘી વેચીને શુદ્ધ વ્યવહાર દ્વારા એક રૂપિયો અને એક દ્રમક પેદા કર્યો : એક રૂપિયો અને સાત દ્રમકની મૂડીવાળા તે મહાનુભાવે, એક રૂપિયાનાં પુષ્પોથી મનના આનંદપૂવક શ્રી ઋષભદેવ ભગવાનની પૂજા કરી. અને પાછા આવેલા તેણે કટકની અંદર ભમતાં પટમંડપમાં આસન ઉપર બેઠેલા અને કોટીશ્વર વ્યવહારીઓથી સેવાતા મંત્રીશ્વર વાલ્મટને જોયા. જોવાની અભિલાષાથી અંદર જવાની ઇચ્છા છતાં પણ તેને અંદર કોણ જવા દે ? દ્વારપાલો દ્વારા દૂર ધકેલાતા એવા પણ તેણે મંત્રીશ્વરને જોયા અને વિચારવા લાગ્યો કે : Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ 192 “દો! મર્ચતા તોલ્ય-મ0 મેડલ ઃ પુનઃ | द्वयोरप्यन्तरं रत्नो-पलयोरिव हा महत् ।।१।। एतादृशं महातीर्थ-मप्युद्धर्तुमयं क्षमः । ન થાનમ, નવીનું સદા રા" “આશ્ચર્યની વાત છે કે મનુષ્યપણાથી તો આમની અને મારી સમાનતા છે, પણ ખેદની વાત છે કે ગુણોથી તો આ મહાપુરુષની અને મારી વચ્ચે રત્ન ને પથ્થરની માફક મોટું અંતર છે કારણ કે આ મહાનુભાવ આવા પ્રકારના મહાતીર્થનો ઉદ્ધાર કરવા માટે સમર્થ છે અને હું મારી કાયા જેટલું પણ નવું તીર્થ કરવાને સમર્થ નથી.” વિચારો ! આ મહાનુભાવની ભાવના કેટલી ઉત્તમ છે? આજના શક્તિસંપન્ન આજે કઈ ભાવનામાં રમે છે અને આ પુણ્યવાન કઈ ભાવનામાં રમે છે, એ ખાસ વિચારવા જેવું છે. મહાન પુણ્યોદય વિના આવી દશામાં આવા વિચારો આવવા, એ ઘણું જ મુશ્કેલ છે. આ દશા પ્રાપ્ત કરવામાં જ સાચું આત્મશ્રેય છે. ઉત્તમ વિચારોમાં મગ્ન થયેલા તે મહાનુભાવને દ્વારપાળોએ ગળેથી પકડીને દૂર કર્યો : એ મંત્રીશ્વરે જોયું અને બોલાવીને પૂછ્યું. તે મહાનુભાવે પોતાની સઘળી હકીકત કહી : એમાં તે મહાનુભાવે કરેલી શ્રી જિનપૂજાની હકીકતને સાંભળીને, મંત્રીશ્વરે આનંદમાં આવીને સભા સમક્ષ સ્તુતિ કરતાં કહ્યું કે : ___ "धन्यस्त्वं निर्धनोऽप्येवं, यो जिनेन्द्रमपूजयत् । ઘર્મવન્યુત્ત્વમસિ છે, તતઃ સાત્વતઃ II ા” નિર્ધન એવા પણ જેણે આ પ્રમાણે શ્રી જિનેંદ્રદેવની પૂજા કરી તે તું સાધર્મિકપણાથી ખરેખર મારો ધર્મબંધુ છે !” આ પ્રમાણેની સ્તુતિ કરીને મંત્રીશ્વરે તે મહાનુભાવને બળાત્કારે પોતાના અર્ધાસન ઉપર બેસાર્યા. જ્યાં આ પ્રકારની સાધર્મિક ભક્તિ હોય અને આ પ્રકારનો સાધર્મિક પ્રેમ હોય, ત્યાં શું કમી રહે ? આ રીતના વ્યવહારથી એ ભીમા શેઠ પણ વિચારે છે કે : “અરે ! જિનહિમા, નિનાનીભાવતમ્ | વહં રિ-શિરોમરિમાનિત: " અહો શ્રી જિનેશ્વરદેવના ધર્મનો મહિમા અને શ્રી જિનેશ્વરદેવની પૂજાનું કેવું લીલાયિત (માહાત્મ) છે, કે જેથી દરિદ્રશિરોમણિ એવો પણ હું આ રીતનું માન પામ્યો.” Page #221 -------------------------------------------------------------------------- ________________ 19૩ - ૧૪ : આશા પારતન્યની આવશ્યકતા - 14 - - ૧૯૩ ધર્મીની ઉચિત પ્રતિપત્તિથી આત્મા કેવો ધર્મરસિક બને છે, એ સમજવા જેવું છે. કોઈ પણ ધર્માત્માને જોતાં ધર્મપ્રેમીનું હૃદય હર્ષિત બન્યા વિના રહેવું જ ન જોઈએ. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરનાર તરફ સન્માન ન ઊપજે, તો બીજા કોની તરફ ઊપજે ? હવે આ જ વખતે સાધર્મીઓ મંત્રીશ્વર શ્રી વાડ્મટને કહે છે કે : "प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारेऽसि धीसख !। बन्धूनिव तथाप्यस्मान्, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ।।१।।" હે મંત્રીશ્વર ! આપ એકલા પણ તીર્થોદ્ધારમાં સમર્થ છો, તો પણ બંધુઓ જેવા અમને આ પુણ્યકાર્યમાં જોડવાને યોગ્ય છો.' આ પ્રમાણે કહીને તેઓ સોનૈયાના ઢગલાઓ દેવા લાગ્યા. કહો કેવો ધર્મપ્રેમ ? કેવી ઉદારતા ? અને કેવી રીતભાત ? પુણ્યકાર્યમાં પોતાની જાતે વિનંતિ કરીને આપવા જવું, એ ઓછી ઉદારતા છે ? લક્ષ્મી ઉપરની મૂચ્છ ઊતર્યા વિના આવી ઉદારતા આવવી-એ અશક્ય પ્રાયઃ છે. મંત્રીશ્વરે એ પુણ્યવાનોનાં નામો પણ વહીમાં લખવા માંડ્યાં. આ સમયે મહાનુભાવ ભીમ, કે જેની પાસે અત્યારે માત્ર સાત કમકની જ આખી મૂડી છે, તે વિચારે છે કે જો મારા પણ આ સાત દ્રમો તીર્થોદ્ધારના પુણ્યકાર્યમાં લાગે, તો ખરેખર હું કૃતાર્થ થાઉં.” પણ આ વિચારનો અમલ કરતાં તેને ઘણો જ સંકોચ થાય છે : કારણ કે કયાં સોનૈયાના ઢગલા અને કયાં સાત દ્રમક ! દ્રમક, એ તે સમયમાં ચાલતું નાણું છે. સાતેસાત દ્રમુકને સમર્પી દેવાની ભાવના, એ જ અજબ છે. | વિચક્ષણ મંત્રીશ્વરે જોયું કે “ભીમા શેઠ કંઈક આપવા ઇચ્છે છે, પણ અલ્પ હોવાથી આપી શકતા નથી :” એટલે તરત જ કહ્યું કે : “હે સાધર્મિક ! આપને પણ આ તીર્થના ઉદ્ધારમાં આપવાની ઇચ્છા હોય તો આપો, કારણ કે આવો સમય એ મહાપુણ્ય મળી શકે છે.” આથી ખુશ થયેલા તે પુણ્યશાળીએ પણ પોતાની પાસેના સાતે દ્રમકોને પણ આનંદપૂર્વક આપી દીધા. ઔચિત્યના જ્ઞાતા મંત્રીશ્વરે પણ સર્વની ઉપર ભીમા શેઠનું નામ લખાવ્યું. આ જોઈ સઘળા વ્યવહારીઓના મુખ ઉપર શ્યામતા છવાઈ ગઈ : અને તેથી મંત્રીશ્વરે એમને કહ્યું કે : "कस्मादेवं क्रियते ? अनेन गृहसर्वस्वं दत्तं, युष्माभिस्तु शतांशमात्रमपिन । यदि सर्वस्वं दीयते, तदा भवतां सर्वोपरि नाम स्यात्, इति मन्त्रिवचसा मुदिता लज्जिताश्च ते ।" Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 194 ““કયા કારણથી આમ કરવામાં આવે છે ?” આણે તો ઘરનું સર્વસ્વ આપી દીધું અને તમારો તો સોમો હિસ્સો પણ નથી: જો તમે પણ સર્વસ્વ આપતા હો, તો આપનું નામ સર્વની ઉપર મૂકવામાં આવે !'આ પ્રમાણેના મંત્રીના વચનથી સર્વ ખુશ થયા અને પોતાની અજ્ઞાનતાથી લજ્જા પામ્યા.” મંત્રીશ્વરની વિચારશક્તિ અને વસ્તુનો વિવેક કરવાની શક્તિ, કેવી અને કેટલી અનુકરણીય છે-એ ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે. ભીમા શેઠનું દાન જેટલું પ્રશંસનીય છે, તેટલો જ મંત્રીશ્વરનો વિવેક પ્રશંસનીય છે. આ બેય ગુણો ખીલવવા જેવા છે. આજે આ બેય ગુણો આવી જાય તો શી ખોટ છે ? બધુંય છે. માત્ર આ ઉદારતા અને વિવેકની ખામી છે. આવાં દૃષ્ટાંતો સાંભળી જીવનમાં ઘણું ઘણું ઉતારવાનું છે. પછી વાડ્મટ મંત્રીએ વિચાર્યું કે “ભીમા શેઠે આપી તો દીધું પણ હવે શું કરશે ?' એટલે પહેરામણી તરીકે અમુક આપવાનો પ્રયત્ન કર્યો : ભીમા શેઠે કહ્યું કે “મંત્રીશ્વર ! કાણી કોડી માટે કોટિ દ્રવ્ય કોણ ગુમાવે ?' - આ પ્રમાણે કહીને ભીમા શેઠ પત્નીથી ભય પામતા ઘેર ચાલ્યા ગયા. ઘરની સ્થિતિ તો બજારમાંથી લાવે ત્યારે રસોઈ થાય એમ છે. વળી ભાગ્યશાળી એવા છે કે ઘેર પણ કુભાર્યા છે : પણ આજની એમની પુણ્યભાવનાએ બધું ફરી ગયું : ઘેર ભાર્યામાં પણ પરિવર્તન થઈ ગયું : કુભાર્યાની સુભાર્યા થઈ ગઈ. ઘેર આવેલા પતિને પત્નીએ પણ પ્રિય વચનથી સંતોષ પમાડ્યો અને પતિ પાસેથી સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું કે “આપે તીર્થમાં ફાળો આપ્યો એ ઘણું જ સારું કર્યું અને સારામાં સારું એ કર્યું કે મંત્રીશ્વરે આપેલું ગ્રહણ ન કર્યું.” આ પછી ગાયનો ખીલો નાખવા માટે ભૂમિ ખોદતાં ચરુ નીકળ્યો. આ જોઈને શેઠ વિચારે છે કે “આજે મારો પુણ્યોદય છે કે જેથી આ કળશ મળ્યો : અને એ કારણે આ કળશ પણ પુણ્યકાર્યમાં દેવા યોગ્ય છે'-એમ વિચારીને પત્નીને પૂછ્યું અને પત્નીએ પણ તેમાં અનુમતિ આપી. કહો, કુભાર્યા પણ કેવી સુભાર્યા બની ગઈ ? જો કે એ નીકળેલા, કળશને લઈને ગયા તે મંત્રીશ્વરે ન લીધો અને દેવે પણ કીધું કે “તમારી ભક્તિથી તુષ્ટમાન થઈને મેં આપ્યો છે, માટે ભોગવો અને ધર્મની પ્રભાવના કરો !”-એ વાત જુદી છે, પણ તે ભીમા શેઠની ભાવના કેવી ? ધર્મના પરિણામે સર્વ કાંઈ મળ્યું : કુભાર્યા પણ સુભાર્યા બની ગઈ. આ ધર્મનું પરિણામ. Page #223 -------------------------------------------------------------------------- ________________ 195 - ૧૪ : આજ્ઞા પારતન્યની આવશ્યકતા - 14 – ૧૯૫ સાચા ધર્મના રસિયા બનો તો દુઃખી નહિ થાઓ ! વિષયવાસના-લાલસાએ બધું, તમને ધર્મમાં રસ નથી એનું પરિણામ છે. હજી બાજી હાથમાં છે : ભયંકર આપત્તિ આવે તે પહેલાં ચેતો ! નહિ ચેતો અને ચાલુ છે તેવી જ પ્રવૃત્તિમાં રહેશો,ધર્મ નહિ કરો-તો જે સુખ છે તે પણ નહિ રહે. ધર્મ યોગ્ય આત્માઓ માટે છે : આ દશકાનું પરિવર્તન જુઓ ને ! દશકા પહેલાંની સ્થિતિ આ જ છે ? ઘણા કહે છે કે “અમે સુખી નથી' - પણ રાડો પાડ્યું સુખી થવાય ? ખાતર પાડ્યું કે કોઈનું ઝૂંટવી લેવાથી સુખી થવાતું હોત, તો તો ચોટ્ટા બધાયે સુખી થઈ જાત. પાપ જ જો સુખનું કારણ હોત તો તો પાપીમાત્રને ત્યાં બાદશાહી હોત. તમે જાતે દુ:ખી થયા છો : કોઈએ દુ:ખી કર્યા નથી. દુઃખી થવાની કાર્યવાહી હજી પણ ચાલી રહી છે. જ્ઞાની પુરુષોના અનુભવયુક્ત વચનોને હૃદયમાં ઉતારો. આ શાસ્ત્રની વાણી સાચા અનુભવીઓની છે : જગતના સંપૂર્ણ જ્ઞાતાની આ વાણી છે. તમને ખરાબ કરનાર-વિષયની વાસના, ખોટો લોભ, ખોટાં વ્યસનોવગેરે વગેરે છે. અનીતિ, જૂઠ, પ્રપંચ વગેરેને સેવતી વખતે કંપારીયે ન થાય એ કેમ નભે ? અનીતિ, જૂઠ અને પ્રપંચ કરનારો હોશિયાર છે એમ ન માનતા. અત્યારે જે કાંઈ દેખાતું હોય, તે એ હોશિયારીથી નથી પણ પૂર્વના પુણ્યથી છે : એ પુણ્ય પરવાર્યા પછી તો ભીખ માંગતાં પણ પેટ નહિ ભરાય. હાલ આ વાત એકદમ નહિ જચે, પણ જચાવ્યા વિના છૂટકો નથી. દુઃખ- દુઃખ તો કરો છો, પણ દુઃખ આવ્યું ક્યાંથી ? અશુભ બાંધ્યું હતું તેથી ને ? દુઃખને પણ વેદતાં શીખો ! વાત વાતમાં કહે કે “દુઃખ આવ્યું શું કામ ? ધર્મ કરવા છતાં દુઃખ આવે કેમ ?' પણ-“ભાઈ ! પાપ કર્યું હતું શું કામ ? પાપ કરો અને પાપનો નતીજો ન મળે એ બને ? સુખી બનવું હોય તો, ધર્મ તથા ધર્મ પ્રત્યે સભાવના ખીલવો.” “ભવનિÒઓ થી માંડી ‘તવ્યયણસેવેણા' - સુધીની માગણીને સમજી જાવ, તો ધર્મને આવવાનાં દ્વાર ખૂલી જાય. પાપને પુણ્ય ન માનો. મોજશોખ, રંગરાગ-એ પાપ છે. પાપને પુણ્ય માનશો તો વેઠવું પડશે. આ વસ્તુ (ધર્મ) હશે તો પૈસો જશે તોયે પ્રસન્નતા રહેશે. “આભવમખંડા'-પછીના ભાગમાં તો હદ કરી છે. એમાં તો એવી માંગણી છે કે ન પૂછો વાત. તમે રોજ બોલો, મોટેથી બોલો, પણ બહાર વર્તન એનું એ જ એ કેમ ચાલે ? આ ઉપરથી જે બોલો છો તે છોડી ન દેતા. એ બોલો છો તો Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 198. આજે આટલુંયે સાંભળો છો. એ બોલવાનું તો જીવતું-જાગતું જોઈએ. શરમના શેરડા પડે છે તે એ બોલવાના પ્રતાપે : માટે બોલવાનું છોડતા નહિ. બોલવું કાયમ રાખો ને વસ્તુ સમજો. ખરું ધૂનન ત્યારે થશે ! ધૂનન કરવાને લાયક થાઓ. શ્રી આચારાંગ, એ દ્વાદશાંગી પૈકીનું પ્રથમ અંગસૂત્ર છે. ઉત્તમ આચાર વિના આત્માની શુદ્ધિ નથી. અયોગ્ય પ્રવૃત્તિ પર અંકુશ હોય નહિ, ત્યાં સુધી આત્માને પોતાના સ્વરૂપની ઝાંખી થાય જ નહિ. પહેલો રસના પર કાપ મૂકો, પછી બધી ઇંદ્રિયો આધીન થશે. તાવ આવે એટલે અંગોપાંગ ઢીલાં થઈ જ જાય. રસનાને ખીલવનારી સામગ્રી બહુ વધી પડી છે. જે હિંસાથી, શાસ્ત્ર કહે છે કે “ભવાંતરમાં અલ્પ આયુષ્ય અને સરોગાવસ્થા છે'-તે હિંસાથી આજે પુષ્ટિ મનાય છે. એ કદી બને ? છતાં મનાય છે : વર્તાય છે : ન કરતા હોય તે ધન્યભાગ્ય : બચે તેને ધન્યવાદ : બહુલતાની આ વાત છે : બહુલતાએ એ કાર્યવાહી થાય છે : એ રોકાયા વિના-એને રોકવાના પ્રયત્ન વિના, આ વસ્તુ અંતરમાં ઊતરવી કઠિન છે. ધર્મ જચે કયારે ? યોગ્યતા હોય તો ! ધર્મ પણ યોગ્યને જ દઈ શકાય છે. એક કવિએ કહ્યું છે કે : પશો રાતવ્યો, દશે તારશે નને ” “જેવા તેવા માણસને ઉપદેશ-એ દેવા યોગ્ય નથી.” ગુજરાતી ભાષામાં પણ કહ્યું છે કે - “મૂરખને જ્ઞાન કદી નવ થાય, દેતાં પોતાનું પણ જાય !” Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી 15 • સંસાર પર નિર્વેદ લાવવાનો ઉપાય : • પુનર્જન્મને માનનારા બાલદીક્ષામાં શંકા કરે? • સમજાવાય નહિ તેથી દિક્ષાને અયોગ્ય કહેવાય ? • શ્રી વજસ્વામીથી સમજાયું પણ બોલાયું નહિ ? વિષય: નિર્વેદ લાવવાનો ઉપાયઃ બાળદીક્ષા અંગે કાંઈક ઘર્મની વાત કરતાં પૂર્વે રહી રહીને ભવનિર્વેદની વાત લાવવી પડે. ભવનિર્વેદનો પાયો જ્યાં સુધી મજબૂત ન થાય ત્યાં સુધી આગળનો ધર્મ ઇમારત ચણાય નહિ. માટે અત્રે શરૂઆતમાં એ જ વાતની જરા અલગ દૃષ્ટિકોણથી છણાવટ થઈ છે. ત્યાર બાદ પુનર્જન્મને માનનારા દરે કે બાળદીક્ષાની ઉપકારિતાને નિર્વિવાદપણે માનવી જ જોઈએ. એ તારક અનુષ્ઠાનની સામે માથું ઊંચું કરી શકાય જ નહિ વગેરે બાબતો ઉપર પ્રકાશ પાથરવા માટે બાળદીક્ષિત મહાપ્રભાવક શ્રી વજસ્વામીજીનો કથાપ્રસંગ અવિસ્તરપણે ચર્ચા છે. છેવટે અતિમુક્તક મુનિના વાર્તાલાપના માધ્યમે પણ એ જ વાતને પુષ્ટ કરી છે. | ଏd • ભવ ગમે એને ધર્મ નહિ ગમે : ધર્મ ગમે એને ભવ નહિ ગમે. • ધર્મ એ ઘોળીને દવાની જેમ પિવડાવાતો હોત, તો તો પરમાત્મા બધાને પાત. • આખો મનુષ્યભવ, એ ધર્મની મોસમ છે. • સર્વશની સર્વશતા પર જોઈતો વિશ્વાસ પેદા થઈ જાય, તો બધીયે કુશંકાઓ આપોઆપ નષ્ટ થઈ જાય. • જ્ઞાન અને જ્ઞાનની નિશ્રા, બેય આત્માને તારે. અજ્ઞાન ગમે તેટલું હોય, પણ સમજવાની બુદ્ધિ હોય તો બધો ઉપાય થાય. • પુરુષો પ્રત્યે સભાવના હોવી, એ જ ધર્મપ્રાપ્તિનો અમોઘ ઉપાય છે. • તર્ક પણ બુદ્ધિ અને યુક્તિપૂર્વકના હોવા જોઈએ. પણ યદ્રા-તકા મોં-માથા વિનાના તર્કોનો અર્થ શો ? • વસ્તુની યોગ્યતા-અયોગ્યતા તપાસીને પરિણત થવું જોઈએ : તો જ સત્યાસત્યની પરીક્ષા થઈ શકે : અન્યથા પરીક્ષકશક્તિ આવી શકતી નથી. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી સંસાર પર નિર્વેદ લાવવાનો ઉપાય: ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ શાસન જયવંતુ છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમ જ એક પણ સદ્વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો એટલી બધી અપેક્ષાથી એવી રીતે સિદ્ધ થયેલા છે કે એની સેવા કરનારા આત્માઓ જરૂર કર્મમળથી રહિત થઈ, શુદ્ધ બની, મુક્તિપદે પહોંચી જાય અને એટલા જ માટે એ શાશ્વત છે, એની જગતમાં જોડી નથી અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું આ તીર્થ જયવંત છે.' એ શાસનમાં આચારની મુખ્યતા છે. એ શાસનના આચારો જીવનમાં ન ઊતરે, ત્યાં સુધી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. પણ એ આચાર કઠિન છે : સહેલા નથી. એ આચારને જીવનમાં ઉતારતાં મુશ્કેલી ન નડે તે માટે અને તે પ્રત્યેની ભાવના દૃઢ કરવા તથા જે વસ્તુની જરૂર છે તેને સ્થિર કરવા ખાતર, તમે અને અમે, રોજ શ્રી વીતરાગદેવ પાસે પ્રાર્થનાસૂત્ર (જય વિયરાય)માં જે માગીએ છીએ, તેની વિચારણા કરી રહ્યા છીએ. આપણે રોજ જેની માંગણી કરીએ છીએ તે સમજાય-આપણે માગીએ છીએ તે હૃદયનું હોય, તો તો આ આચાર કઠિન પડે તેમ નથી. સાધુ કે શ્રાવક રોજ શ્રી જિનમંદિરે આવી પ્રભુનું પૂજન, સ્તુતિ, પ્રશંસા, ગુણગાન કરી, છેવટે પ્રાર્થનાસૂત્રમાં જે માગણી કરે છે, તેને સહેજ ફરીને આપણે જોઈ લઈએ. “નવી નાગુરુ !” “હે વિતરાગ ! હે જગદ્ગુરુ ! તું જય પામ.” હે વીતરાગ ! તારી જયમાં અમારી જય છે, તું વીતરાગ છે માટે અમારી જય છે-એ ભાવના છે. શ્રી વિતરાગની હયાતી આત્માને જાગ્રત કરનારી છે. આપણા આત્મગુણોને ખીલવનારી છે. પછી – Page #227 -------------------------------------------------------------------------- ________________ 199 – ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15 – ૧૯૯ “અન્ન દામાવો મä !" હે ભગવન્તારા પ્રભાવથી મને હો ?' જે વસ્તુ તમારા આત્માની જાગૃતિ માટે રોજ માગો છો - રોજ હાથ જોડીને જે માગો છો, તે હૈયામાં ન હોય-એની ભાવના પણ ન હોય, તો તો એ દંભ કહેવાય ને ? જે કહીએ, તે શક્તિના અભાવે કદાચ એકદમ અમલમાં ન મુકાય તે ચાલે, પણ ભાવનામાં પણ ન હોય, એમ કેમ ચાલે ? તમારી માગણી નાનીસૂની છે ? માંગણી કઠિનમાં કઠિન કરી છે. શાથી? એના વિના આત્માનું કલ્યાણ થઈ શકે તેમ નથી તેથી ! “નિધ્યેયો ભવનિર્વેદ, સંસારથી નિર્વેદ. સંસાર એ કારાગાર છે, એમાંથી છૂટવાની ભાવના જાગ્રત થાય છે. કોની પાસે માગો છો ? ભગવાન પાસે. “હે ભગવનું ! તારા પ્રભાવથી, તારો પ્રભાવ અમારા પર પડતો હોય તો-તારા પ્રભાવને ઝીલવા લાયક અમે બન્યા હોઈએ તો, અમને સૌથી પહેલાં ભવનો નિર્વેદ થાઓ.” એના વિના આગળની કોઈ કાર્યવાહી સાબિત થાય તેમ નથી, કારણ કે “ભવ ગમે એને ધર્મ નહિ ગમે ? ધર્મ ગમે એને ભવ નહિ ગમે.” શ્રી વીતરાગદેવ પાસે રોજ ભવનિર્વેદની માંગણી કરનારા હૃદયમાં, સંસાર પ્રત્યે ભાવના કેવા પ્રકારની હોય તે વિચારો અને જો એનો અમલ પણ કરતા થઈ જાવ તો ઝટ સંસારનો અંત આવે. આ માંગણી કાંઈ એક દિવસની નથી : રોજની છે. એ માંગણી ફળે એમ ઇચ્છો છો કે વાંઝણી રહે તેમ ઇચ્છો છો ? રોજની માંગણી પણ ફળે કયારે ? માંગણી કરો, હાથ જોડીને વિનંતિ કરો, શબ્દો બોલો, પણ વિચાર જ ન કરો તો કેમ ફળે ? માંગણી બાદ ભાવના કરો, વિચાર કરો, તો તો ધર્મ અંતરાત્મામાં વસે : નહિ તો છેટે રહેવાનો. ધર્મી કહેવરાવવા માત્રથી ધર્મી બનાતું હોત, તો તો એક પણ અધર્મી ન રહેત. સભા : ભવ કારાગારરૂપ ન લાગે ત્યાં શું કરવું ? વાંધા ત્યાં છે એમ કહો ને ! મૂળમાં જ વાંધા. આ જ કારણથી ધર્મને અંતરમાં ઉતારવો મુશ્કેલ પડે છે : એથી જ ધર્મ નથી જચતો. જ્ઞાનીએ સંસારની જે અસારતા અને જે કારાગારતા, જે જે રૂપે કહી છે તે તે રૂપે વિચારો : Page #228 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ સમજાય તો માનો, નહિ તો ભગવાન શ્રી તીર્થંકરદેવ પણ કોઈનું કાંડું પકડીને કલ્યાણ કરાવી શકતા નથી. યોગ્ય આત્માને તો એમ પણ થાય, પણ અયોગ્યનું કાંડું પકડ્યે પણ શું થાય ? ખુદ ભગવાન શ્રી મહાવીરદેવે શ્રેણિક મહારાજાને કાલસૌકરિક કસાઈ માટે કહ્યું કે ‘એને હિંસા કરતાં રોકવાની તાકાત નથી.’ ભગવાન અસંખ્યાત ઇંદ્રોથી પૂજિત હતા, અને એક એક ઇંદ્રના તાબામાં અનેક દેવતાઓ હતા : એક એક દેવતાની એ તાકાત હોય છે કે ભુવનને ઊંધું-ચનું કરી નાખે, છતાં ભગવાને કહ્યું કે ‘કાલૌરિકની સ્થિતિ એ છે કે એમાં સુધારો થાય એમ નથી.' ધર્મ એ ઘોળીને દવાની જેમ પિવડાવાતો હોત, તો તો એ તારક બધાને પાત. ૨૦૦ પુનર્જન્મને માનનારા બાલદીક્ષામાં શંકા કરે ? આખો મનુષ્ય ભવ, એ ધર્મની મોસમ છે : આખો મનુષ્યભવ ધર્મ માટે નિર્મિત છે. મનુષ્યભવ, ભોગસુખ-રંગરાગ-મોજમજા માટે છે જ નહિ : નારકીઓ દુઃખદાવાનળથી સંતપ્ત છે, તિર્યંચો વિવેકવિકલ છે અને દેવતાઓ વિષયોમાં પ્રસક્ત છે : ત્યારે મનુષ્યોને જ એક ધર્મસામગ્રીની પ્રાપ્તિ છે અને એ જ કારણે મનુષ્યભવની દુર્લભતાનાં વર્ણન છે. જેઓ મનુષ્યજીવનને પણ કેવળ ભોગજીવન બનાવી દે છે, તેઓને મન આ જીવનની કશી કિંમત જ નથી,-એમ કહીએ તો ચાલી શકે. ધર્મની સામગ્રી વિશિષ્ટ પ્રકારની હોવાને લીધે જ મનુષ્યભવની મહત્તા છે. એવા મહત્ત્વ ભરેલા મનુષ્યભવને પામ્યા એ પરમ પુણ્યોદય છે, પણ તેની સફળતા કોને માટે ? મોજમજા કરનારા માટે ? વિષયવિલાસ અને દુનિયાના રંગરાગમાં લીન થાય તેને માટે ? નહિ જ, એને માટે તો ભયંકર છે : કારણ કે જે મનુષ્યભવ મુક્તિએ લઈ જાય, તે જ મનુષ્યભવ સાતમીએ પણ લઈ જાય છે. જ્ઞાનીએ મનુષ્યભવની પ્રશંસા કરી, તેનું કારણ એક એ જ છે કે મનુષ્યભવ ધર્મસાધનામાં પરમ ઉપયોગી છે : છતાંયે બધા જીવો ધર્મની સાધનામાં જિંદગી સુધી રત રહે તેવું બનતું નથી, પણ એવા આત્માઓ, પણ શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં થઈ ગયા છે કે જેઓએ પોતાના કરોડો પૂર્વના આયુષ્યમાંથી માત્ર આઠ જ વર્ષને બાદ કરી, આખી જિંદગી સર્વવિરતિની આરાધનામાં ગુજારી આત્મકલ્યાણ સાધી લીધું. 200 Page #229 -------------------------------------------------------------------------- ________________ 201 – ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15 – ૨૦૧ સભા : કરોડો પૂર્વના આયુષ્ય વખતે આઠ વર્ષનો બાળક સમજે શું? જે પૂર્વભવના સંસ્કારને ન માને તેને જ આ પ્રશ્ન ઊઠે : અર્થાતુપરલોકને ન માને તેને જ આ પ્રશ્ન ઊઠે છે : પણ જે પરલોક માને છે તેને આ પ્રશ્ન ઊઠતો જ નથી. કોઈ પૂછે કે “એક જણ શેઠને ત્યાં કેમ જન્મ્યો ? બીજા સામાન્યને ત્યાં જન્મ્યા ને આ સીધા ઝટ ઝવેરીને ત્યાં કેમ પેદા થયા ? આ બધું શાથી ? અકસ્માતથી એમ ? કેટલાયે મનુષ્ય મજૂરી કરી મરી જાય છે ને ખાવાયે મળતું નથી અને તમને ટાઇમસર, પાટલે બેસી, ગરમાગરમ રસોઈ મળે છે, આનું કારણ શું ?' કોઈ પૂછે કે “એક માતાના ઉદરથી બે સાથે પેદા થાય, તેમાંથી એક વિદ્વાન બને અને એક ઠોઠ રહે,એનું કારણ શું? માબાપ એક, ભણાવનાર શિક્ષક એક અને સંયોગો પણ એક જ સરખા, છતાં એક હોશિયાર થાય અને એક બૂડથલ જ રહે, એનું કારણ શું ?' જે આત્માઓ પરલોકને ન માનતા હોય, જે આત્માઓ પૂર્વની કાર્યવાહીને ન માનતા હોય, તેઓને તો આ બધાના જવાબમાં મૌન જ થવું પડે તેમ છે. એક વ્યભિચારી અને એક સદાચારી : કેટલાક એવા છે કે ગમે તેવા ભયંકર પ્રસંગે પણ દુષ્પરિણામ ન થાય, હજારો સ્ત્રીઓ હોય છતાં આંખનું પોપચું પણ ઊંચું ન થાય અને કેટલાકની નજર ક્ષણે ક્ષણે ભટક્યા કરે-એનું કારણ ? નાની ઉંમરના પણ કેટલાક એવા ઉઠાઉગીર બને છે કે એની આગળ પાઘડીવાળા પણ ધૂળ ફાકે ! શાથી ? પૂર્વના સંસ્કાર જ મનાય. ત્યાં એ ન પુછાય કે “શું સમજે !' આજે એ વાત પણ તમે સાંભળો છો કે “એક પાંચ વર્ષની છોકરી કેટલીય ભાષા જાણે છે. ક્યાં ભણવા ગઈ હતી ? જૈનશાસનમાં જન્મેલા કે પરલોકને માનનારાથી પુછાય જ કેમ કે “એ શું સમજે ?” અતિમુક્તક કુમારની માતાએ કહ્યું કે “તું શું સમજ્યો ?' અતિમુક્તક કહે છે કે “માતા ! સમજ્યો તે કહેવાની તાકાત નથી.' કેટલીક વાત એવી છે કે “વચનથી કહી ન શકાય, પણ હૃદયથી સમજાય ?' તમારી પાસે એવી ઘણી વાતો છે. એવો પણ વ્યાધિ થાય છે કે જે દરદીને પણ સમજાય નહિ. વૈદ્ય કે ડૉકટ૨ પૂછે કે “શું થાય છે ?” ત્યારે દરદી કહે કે “કાંઈક થાય છે.” વૈદ પૂછે કે “કાંઈક, પણ શું થાય છે તે તો સમજાવ.” દરદી કહે કે કાંઈક જોઈને સમજો, પણ મારાથી રહેવાતું નથી. એ વખતે કોઈ કહે કે “તને Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 202 દુઃખ થતું નથી–તે ચાલે ? એ કહે કે “ભાઈ ! દુઃખ તો બહુ જ થાય છે, શબ્દોમાં ન કહેવાય - નથી કહેવાતું પણ દરદ એવું થાય છે કે મારાથી રહેવાતું નથી.' આવું કોણ કહે છે ? અરે ! ભણેલાગણેલા હજારોને સલાહ આપનારા પણ આવું કહે છે. અરે, હજારોના ચિકિત્સકને પણ એવો પ્રસંગ આવે અને એમ કહે કે “મને પણ ગમ નથી પડતી, પણ કાંઈક થાય છે, એ ખરું છે.” જે આદમી હૃદયની સમજણ-હૃદયની ભાવના બતાવી ન શકે, તે સમજી નથી શકતા, એવું ન માનતા. આજનો કાયદો પણ, સાત વર્ષનો બાળક ગુનો કરી શકે છે, એ વાત કબૂલ રાખે છે. ખરી વાત તો એ છે કે “સર્વજ્ઞની સર્વશતા પર જોઈતો વિશ્વાસ પેદા થઈ જાય, તો બધીયે કુશંકાઓ આપોઆપ નષ્ટ થઈ જાય.' કેટલાંય માબાપ પોતાની મેળે કહે છે કે “અમારો છોકરો છે તો નાનો પણ એવો હોશિયાર છે કે અમારી બુદ્ધિ પણ એવું કામ કરી શકતી નથી. આ તો વ્યવહારની વાત છે હોં ! માબાપ કહે છે કે “બે વસ્તુ મૂકું તેમાંથી સારી જ લે, ખોટી ન લે.' તમે આ બધી તપાસ કરો ત્યારે ને ? અનુભવથી જુઓ, તપાસ કરો! નાના બાળકની શક્તિ કઈ કઈ છે, તે જુઓ તો હેબતાઈ જાઓ કે “એ પૂર્વના સંસ્કારને લઈને આવેલો છે.” શિક્ષક ઘણી મહેનત કરે, છતાં એક વિદ્યાર્થી ઠોઠ રહે, એક વિદ્યાર્થી વાંચી વાંચીને થાકી જાય તોય ન આવડે, અને એક વિદ્યાર્થી માત્ર એક જ વાર સાંભળે, ઘેર આવીને જુએ પણ નહિ, લેસન પણ ન કરે, તોયે પહેલે નંબરે પાસ થાય : એક જણ એકડો છ મહિના સુધી ઘૂંટે તોયે સીધો ન કાઢે અને એક જણ એક દહાડામાં એવો ઘૂંટે કે તરત મોતીના દાણા જેવો કાઢે : શિક્ષક એક જ છતાં કેટલાક તો નાપાસ થાય, વર્ષોવર્ષ નાપાસ થાય અને ભણવું છોડી દઈ ઘેર આવે, ત્યારે બાપ પણ કહી દે કે “ઘેર બેસ.” કારણ ? પૂર્વના સંસ્કાર. દલીલસર યુક્તિસંગત વાત કરવી હોય તેને પહોંચાય, પણ “ઉહુનો તો કોઈ ઉપાય નથી. સમજાવાય નહિ તેથી દીક્ષાને અયોગ્ય કહેવાય? સભા : કાળનો ભેદ છે, એમ કહેવામાં આવે છે. હું આ કાળની વાત કરું છું. એ કાળે તો કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અને સમર્થ કૃતધરો પણ હતા. એ કાળની વાત નથી કરતો. આ કાળમાં બનતી વાત કરું છું. આ કાળમાં જે સામગ્રી હોય તેટલા પૂરતી વાત Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15 : કહેવાય છે. કેવળજ્ઞાન જ લેવું, ગૌતમસ્વામી જેવા જ થવું, એમ નથી કહેતો ભાવના રાખવી, પણ એવા ન થવાય તો થઈ શકાય તેટલા સારા પણ ન થવું એમ નથી. 203 સભા : યોગ્ય પરિણામ નાની વયમાં આવે તો તેને કેળવવાં તો ખરાં ને ? બરાબર, અને માટે જ યોગ્ય પરિણામ થયા પછી યોગ્ય સહવાસમાં અને યોગ્ય રીતભાતમાં રાખવાની આજ્ઞા શાસ્ત્ર કરી છે. દરેકે યોગ્ય પરિણામ પછી યોગ્ય સહવાસમાં જ આવી જવું. સંસ્કાર કેળવવા છે ને ! વ્યવહારમાં પણ હોશિયાર થયો કે હોશિયારીના કામમાં જોડી દો છો : સહેજ આવડત થઈ કે છોકરાને દુકાને બેસાડાય છે. બાપાજી, કાકાજી શું કરે છે તે જુએ - એ માટે ને ? બાપાજી ગ્રાહક સામે કેમ વાત કરે છે, દાઢીમાં કેમ હાથ ઘાલે છે, મીઠું મનાવી પૈસા કેમ પડાવે છે, કાપડ કેમ ફાડે છે,-આ બધું પેલો જુએ તે માટે ને ! સભા : બીજાને સમજાવી શકે નહિ તો ? બીજાને સમજાવી શકે તે જ દીક્ષા લે એ કાયદો નથી. પેલા (સંસારીઓ) કહે કે ‘કેમ ?’ તો આ (દીક્ષિત થના૨) એક જ વાત કહે કે ‘મને આ (સંસા૨) નથી ગમતો અને આ (ધર્મ) ગમે છે.’ વ્યવહારમાં પણ એક ડૉક્ટર થાય, એક વકીલ થાય અને એક કાપડીઓ થાય : કારણ કે તેને તેને તે તે થવું ગમે છે. શાસ્ત્ર સાંભળવાથી ઉત્તમ ભાવના જાગી અને વિવેક થયો કે ‘આ ઠીક નથી અને આ ઠીક છે.’ કોઈ પૂછે કે ‘શાથી ?’ એનો જવાબ એ જ કે ‘શાસ્ત્ર કહે છે, જ્ઞાની કહે છે, માટે મને એમ લાગે છે અને આ ગમે છે.' કોઈ પૂછે કે ‘શાથી ?’- મહાપુરુષના વચનથી.' છતાં પેલો આગ્રહ કરે કે ‘સમજાવ !’ તો કહે કે ‘સમજાવવાની તાકાત કેળવી શક્યો નથી, પણ મને ગમે છે.’ આ રીતની મક્કમતા એ જ યોગ્યતા છે. ૨૦૩ યાદ કરો કે ‘શ્રી વજસ્વામીજીનો મામલો રાજદરબારમાં ગયો, ત્યાં પણ ન્યાય કઈ રીતે કરવામાં આવ્યો ?’ શ્રી વજસ્વામીજી માટે ન્યાયશીલ નૃપતિએ એ જ ન્યાય આપ્યો છે કે ‘આ નાના બાળકનું હૃદય જેના તરફ ખેંચાય, તેના ત૨ફ તેને જવા દેવો’-અને એ પ્રમાણે માતાએ અનેક મોહક વસ્તુઓથી લલચાવવા માંડ્યો, છતાં તે બાળક ન લલચાયો અને ગુરુએ બતાવેલા રજોહરણને લઈને નાચ્યો, કે તરત જ એ બાળક ગુરુને સોંપાયો. જેટલું જાણીએ એટલું પણ બરાબર ન સમજાવી શકાય, એમ પણ બને Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ 204 છે : અને કેટલાક સમજે પણ નહિ : છતાં બધા એ તો કહે કે “જ્ઞાનીએ કહ્યું કે એ બધી ક્રિયા કલ્યાણ કરનારી છે : માટે કરીએ છીએ.” કોઈ કહે સમજ્યા વિના શું કામ કરો છો ?' તરત કહી શકાય કે “કરતો હતો તો આટલા પણ ઉત્તર આપી શકું છું અને જેમ જેમ સમજાશે તેમ તેમ વધુ ઉત્તર આપી શકીશ : ઉત્તર અપાય કે ન અપાય-પણ એથી કલ્યાણ છે, એની તો અમને પૂરી ખાતરી છે જ !” કેટલાક એવા પણ હોય કે “જિંદગી સુધી ભાવથી ક્રિયા કરે અને સમજી શકે નહિ.” કેટલાયને પાનાંઓ યાદ હોય, પણ બોલી ન શકે. ડૉક્ટરો પણ કોઈ એવા મૂંગા હોય કે સમજે બધું, પણ દરદીને આશ્વાસન આપી ન શકે. કેટલાય એવા હોય કે “બારીકી જાણે બધી, પણ સમજાવવામાં લોચા વળે.' આપણે કહી ગયા કે “જ્ઞાન અને જ્ઞાનીની નિશ્રા, બેય આત્માને તારે છે.' છોકરાને કહે કે “આ કેમ થાય ?” તો એ કહે કે “બાપાજી કહે છે માટે !' અટવીમાં ચાલતા હજાર મુસાફરને કોઈ પૂછે કે “આમ ક્યાં જાઓ છો ?' “ભીલ લઈ જાય ત્યાં.' પેલો કહે કે “તમે કોઈ જાણો છો ?” પેલા કહે કે “ના ભાઈ ! અમે નથી જાણતા. પણ સારા માણસે ખાતરી આપી છે કે આ ભીલ માર્ગનો જાણકાર છે, માટે એ લઈ જાય તેમ અમારે ચાલવાનું : ભલેને અટવીમાં જંગલ, પહાડો ભયંકર હોય, પણ અમને ખાતરી છે કે સહેલામાં સહેલે રસ્તે એ અમને ઠેકાણે પહોંચાડશે.” છતાં પેલો કહે કે “સમજાવો. શી રીતે પહોંચાડશે ?' પેલા હજારે જણને કહેવું પડે કે “ભાઈ ! માથાફોડ મૂક, અમને જવા દે : અમને કશી ખબર નથી, પણ બધું એ ભીલ જાણે છે : નાહક તારી સાથે માથાફોડમાં રહીએ તો ભીલ ચાલ્યો જાય, સાથીઓ ચાલ્યા જાય અને અમે રખડી પડીએ.” અરે, વચ્ચે થોડો રસ્તો એવો પણ આવે કે, ત્યાં પેલો ભીલ કહે કે “જલદી ચાલો, જેટલા વહેલા નીકળ્યા તેટલા આબાદ:” ત્યારે કોઈ પૂછે કે “શા માટે ? ભય ક્યાં છે ?” ભીલ કહે કે “હમણાં બોલ્યા વિના સીધા ચાલો, કારણ કે અત્યારે ભયની વાત કરવાનો વખત નથી : વાત કરવા રહીએ તો પ્રાણ જોખમમાં આવી જાય તેમ છે.” શ્રી વજસ્વામીથી સમજાયું પણ બોલાયું નહિ? શ્રી વજસ્વામીને જાતિસ્મરણમાં બધું યાદ આવ્યું : અષ્ટાપદ ઉપરની શ્રી ગૌતમસ્વામીજીની દેશના પણ યાદ આવી : એ અષ્ટાપદ ઉપર ચડવાનો પ્રયત્ન Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15 કરતા તાપસો, ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને દેખવા માત્રથી પ્રતિબોધ પામ્યા. તે તાપસોની સંખ્યા પંદરસોની હતી. પંદરસોમાંના પાંચસો ઉપવાસને પારણે ઉપવાસ કરતા હતા : બીજા પાંચસો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા : અને ત્રીજા પાંચસો અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરતા હતા. પારણામાં પણ સૂકાં પાંદડાં વગેરે ખાતા હતા, છતાં પણ તે શ્રી અષ્ટાપદ ગિરિના એક ઉપવાસવાળા એક, છઠ્ઠવાળા બે અને અઠ્ઠમવાળા ત્રણથી અધિક પગથિયાં ચડી શક્યા ન હતા. તેઓએ જ્યારે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને આવતા જોયા, ત્યારે તેઓને એમ જ થયું કે ‘અમે તપથી કૃશ થયા છતાંયે ચડી શકતા નથી, તો આ કેમ ચડી શકશે ?' પણ ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ તો સૂર્યના કિરણના અવલંબનથી ચડી ગયા. આ જોઈને તરત પંદરસો તાપસોને એમ થયું કે ‘જેમનામાં આ તાકાત છે, આવા જે શક્તિસંપન્ન છે, તેમની યોગ્યતામાં કઈ ખામી હોય ? એ જ અમારા ગુરુ, એ જ અમારું શરણ.' હવે આ પંદરસો કાંઈ પણ જાણતા હતા ? નહિ જ. ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા, એટલે પંદરસોયે પગે પડ્યા અને કહ્યું કે ‘આપ જ ગુરુ.' ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજે કહ્યું કે ‘તમારા અને અમારા ગુરુ મોજૂદ છે.' પેલા તાપસો કહે છે કે ‘તમારા પણ ગુરુ છે ? એ કેવાક છે ?' એ કેવાકના વર્ણનમાં માર્ગની પ્રાપ્તિ કરાવી. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ જોઈને પાંચસોને કેવળજ્ઞાન થયું. પાંચસોને રસ્તામાં કેવળજ્ઞાન થયું અને પાંચસોને સમવસરણમાં ભગવાનને જોઈને કેવળજ્ઞાન થયું. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને જે જ્ઞાન થયું નથી, તે એ પંદરસોને થયું. પંદરસો શું જાણતા હતા તે બતાવો. કંઈ જ નહિ ! એમણે મહિમા જોયો અને એમ થયું કે ‘આત્મા શુદ્ધ હોય તો જ આ બને.’ કોઈ પૂછે કે ‘તત્ત્વ શું ?' તો કહે ‘તત્ત્વ ગુરુ જાણે.’ વસ્તુને વસ્તુ તરીકે સમજો - જાણો તો બધા વિકલ્પો ઊડી જાય. પેલા પંદરસો તાપસો વિકલ્પ કરે કે ‘આ કોઈ જાદુગર, હિપ્નોટિસ્ટ, મેસ્મેરિઝમવાળો કે ઇંદ્રજાળિયો તો નહિ હોય !' તો શું થાય ? 205 અજ્ઞાન ગમે તેટલું હોય, પણ સમજવાની બુદ્ધિ હોય તો બધો ઉપાય થાય. સત્પુરુષો પ્રત્યે સદ્ભાવના હોવી, એ જ ધર્મપ્રાપ્તિનો અમોઘ ઉપાય છે. શ્રી વજસ્વામીજી જાણતા બધું, પણ એ વયમાં ભાષા વગર બોલે શું ? જ્ઞાની કહે છે કે ‘તમે અનંતા માતપિતાને મૂકીને આવ્યા,-ભલે ઇચ્છાએ કે ૨૦૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 20 અનિચ્છાએ-પણ અનંતાને રોવડાવીને આવ્યા, એ વાત ખરી ને ? જ્યાં જ્યાંથી આવ્યા, તે બધા રોયેલા કે નહિ ? એ બધાં આંસુ ભેગાં કરીએ તો ક્યાંય માય ખરાં ? આમ ને આમ રખડશો તો હજી અનંતાને રોવડાવશો અને તમારે પણ રોવું પડશે. હજી એ ઇચ્છા છે ? અનંતાને રોવડાવવાનું અટકતું હોય, એ ખાતર આ ભવમાં કદી એક-બે જણ કે થોડા ભાવમાં થોડા રુએ એથી શું ? તમને માતપિતાની બહુ દયા, બહુ ભક્તિ આવતી હોય તો ઘણાને ન રોવડાવવા પડે એવી ક્રિયા કરો. જમાનો એવો આવે છે, સ્થિતિ એવી કફોડી થતી જાય છે કે વસ્તુનું જ્ઞાન નહિ પામો તો ધર્મમાં રહેવું મુશ્કેલ છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન મળવું બહુ દુર્લભ છે. એ હાથથી ગયું તો એના જેવી કમનસીબી એક પણ નથી. તમારું જીવન વ્યર્થ વેડફાઈ જશે. દુનિયાની દલીલો, તર્કોને આડે ન આવવા દો. એવા તર્ક કરનારાને કહી દો કે “ભાઈ ! હાથ જોડીએ તને : તું જીત્યો અને અમે હાર્યા : તું વિદ્વાન અને અમે મૂર્ખ : પણ તું તારે માર્ગે જા અને અમને અમારા માર્ગે જવા દે.” નાહક તેની સાથે પંચાતમાં ન પડશો. પરમતારક શ્રી દ્વાદશાંગીને પામીને પણ અનંતા ડૂળ્યા. કારણ ? એક જ વાત પકડે : એવી પકડે કે જેથી માર્ગ જ ન પામે અને એમાં ને એમાં અટવાય. શરૂઆતનો વિદ્યાર્થી પૂછે કે : “માસ્તર એકડો આમ કેમ ? – આમ કેમ નહીં ?' માસ્તર કહે – “મેં જેવો લખ્યો તેવો ઘૂંટ.' પેલો કહે કે “ના, એમ તો નહિ ઘેટું, આમ નહિ પણ આમ જ થાય.” – આવાને માસ્તર પણ શું કહે ? “આમ એકડો કેમ થાય ?'—એ કંઈ પ્રશ્ન છે? એનો જવાબ શો ? હજી પૂછે કે “માસ્તર ! જરા આમ વાળું તો ?' તો તો માસ્તર સમજાવે કે “ભાઈ ! આમ નહિ પણ આમ વળાય “-પણ ઉઠાવીને એમ જ કહે કે “હું તો આમ જ ઘૂંટીશ :” માસ્તર કહે કે “દુનિયા આખી આમ ઘૂંટીને ભણી છે, તે નવો વિદ્યાર્થી આવ્યો. છતાં પેલો કહે કે “દુનિયા ભલે ભણી, પણ હું તો આમ જ ઘૂંટવાનો.' આવાને માટે માસ્તર ઘેર જવા સિવાય બીજું કહે પણ શું ? તર્ક પણ બુદ્ધિ અને યુક્તિપૂર્વકના હોવા જોઈએ, પણ યદ્રા-તલા મોં-માથા વિનાના તર્કોનો અર્થ શો ? શ્રી વજસ્વામીને વૈરાગ્ય તો જન્મતાં જ થયો, પણ વાચા નથી : સમજાવવાની શક્તિ નથી : કરવું શું ? મનમાં વિચારે છે કે “મા મોહમાં ન Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15 પડે-બાલ્યકાળના મોહમાં ન ફસે, એ માટે રસ્તો કયો લેવો ?' રસ્તો શોધ્યો : ઉઉઉઉઉં, ઉઉઉઉઉં, કરવાનો. એમણે માન્યું કે ‘રોઈશ તો પ્રેમ ઘટશે :’ સમ છે બધું, પણ બોલે શી રીતે ? એ એવા રુએ કે ન પૂછો વાત. મા એવી અકળાય કે જેનો પાર નહિ : એવું એ રુએ. કોઈ પૂછે-‘એમણે માતાને દુઃખી કરી ને ?’-‘નહિ, દુઃખી ક૨વાની ભાવના કયાં હતી ?' શું હતું ? એ જે હતું તે એ જાણે. જે જે વાત આવે તેનાં સમાધાન, દરેક સંયોગો, વસ્તુ અને યુક્તિપૂર્વક વિચારો ! એક જ ન પકડી રાખો. અહીં ને અહીં જ ઊભા રહેવાનો આગ્રહ ન રાખો. ઘાણીનો બળદ ગોળ ફરે, પણ એને ગોળ ફેરવવા માટે આંખે પાટા બાંધવા પડે. ઉઘાડી આંખે એ નહિ ફરે : ચાલે જ નહિ. ત્યારે ડાહ્યા માણસો ઉઘાડી આંખે એવું કેમ ફરે, કે જેથી ત્યાંનો ત્યાં જ રહે ? પાટા બંધાઈ ગયા હોય, તે વાત જુદી. જો અહીં ને અહીં જ રહેવાનો આગ્રહ કરશો તો પ્રાપ્તિ નહિ થાય. જેવો જીવ તેવો પ્રાપ્તિનો ક્રમ શાસ્ત્રકારે કહ્યો છે. કોઈ ઉપદેશથી પામે, કોઈ વગર ઉપદેશથી પામે અને કોઈ વૃક્ષાદિ નિમિત્તોના યોગે પામે ! 207 એક બીમા૨ને જોઈને પાંચને વૈરાગ્ય આવે, પાંચને કંપારી થાય, પાંચને ઊલટી થાય, પાંચને ગભરામણ થાય, પાંચને તાવ આવે. પચીસ માણસમાં આ રીતે પાંચને જુદું જુદું થાય. આ સંયોગે જેવા જેવા જીવ તેવી તેવી અસર કરી. ૨૦૭ શ્રી શાલિભદ્રનો જીવ રબારી, એ પણ રોયો, મા પણ રોઈ, પાડોશી પણ રોયાં, રોવું બધાનું જુદું. ખીર બની, મા બહાર ગઈ, માસખમણના તપસ્વી મુનિ પારણાની ભિક્ષા માટે ગોચરી નીકળેલા આવતા દેખ્યા, ભાવના ફરી, મુનિને જોવાથી એ વખતે અશુભ કર્મ ખસ્યું અને એ પુણ્યના પ્રાભારનો ઉદય થયો : મુનિને જોઈને એને એ થયું અને કેટલાક એવા પણ હોય છે કે મુનિને જોઈ અપશુકન માની, મુંડીઆ માની, મારવા દોડે : કારણ ? જેવી આત્માની યોગ્યતા ! મગમાં પણ કાંગડુ હોય છે. એ એવું હોય કે ‘લાખ મણ લાકડાં બળે, વરસો સુધી સળગે, પાણી બળી જાય, એ કાંગડું બળીને રાખ થાય તો ભલે, પણ પાકે નહિ :' કારણ ? યોગ્યતાનો અભાવ. આથી વસ્તુની યોગ્યતા-અયોગ્યતા તપાસીને પરિણત થવું જોઈએ : તો જ સત્યાસત્યની પરીક્ષા થઈ શકે : અન્યથા પરીક્ષકશક્તિ આવી શકતી નથી. વિચારો કે શ્રી અતિમુક્ત મુનિવરની માતાએ કેવી પરીક્ષા કરી ? એટલું Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 208 પૂછ્યું કે “તું શું સમજ્યો ?' શ્રી અતિમુક્ત કહ્યું કે “માતા જે સમજ્યો તે કહી શકતો નથી. ભગવાન કહે છે કે સંસાર પાપ છે !'-આટલું સાંભળી માતા કહે છે કે “થોડલિ'-“તું ધન્ય છે કે આટલી નાની વયમાં સમજ્યો અને છોડવાને સજ્જ થયો.” માતાને એમ થયું કે રખે મારા બાળકની ભાવના ફરી જાય, માટે હવે તો અહીં રાખવા કરતાં ત્યાં રાખવો સારો.” આનું નામ પરીક્ષક માતા ! એ પુણ્યવતી માતાએ વિચાર્યું કે “ભગવાને સંસારને પાપરૂપ કહ્યો, એ વાત મારા બાળકને જચી અને હું કમતાકાત કે હજી સુધી તજી નથી શકતી.” શ્રાવકના કુળમાં જન્મેલા પગ તળે કચડી આવે તો બૂમ મારી ઊઠે, કોઈને મરતાં દેખે તો ધ્રુજે, પણ એ જ મોટો થાય, લોભિયો થાય, અનાજનો વેપારી થાય, એ વખતે કેટલાય જીવો પગ નીચે આવતા હોય, પણ નઠોર બની જાય; કારણ કે પાપનો સહવાસ થયો ! અતિમુક્તકની માતાએ નક્કી કર્યું કે હવે તો ત્યાં મૂકવામાં જ બાળકનું કલ્યાણ છે.” આ માતા પરીક્ષક કે અપરીક્ષક ? આજે તમે જેટલો બોજો કલ્યાણાર્થી આત્મા પર નાખો છો, તેટલો બોજો વાલી કે વડીલ પર નથી નાખતા, એ ભૂલ થાય છે. પૂર્વના પાપોદયથી દુર્ગુણ આવે તે વાત જુદી છે, બાકી બાળકમાં દુર્ગુણ આવે, એ ગુનો માતાપિતાનો ગણાય. માબાપના દુર્ગુણ ન આવવા દેવાના પ્રયત્નો હોય, તે છતાં બાળકમાં દુર્ગુણ આવે તો છોકરાના પૂર્વના પાપોદયને મનાય, પણ માબાપનો તેવો પ્રયત્ન ન હોય તો પાપોદય હોવા છતાં પણ, એ દુર્ગુણો માટે માબાપ ગુનેગાર છે-જવાબદાર છે. યોગ્યતાના પ્રમાણમાં પ્રાપ્તિ અને એ પ્રમાણમાં વર્તન : પરિણામ, ભાવના, વય, સ્થિતિ અને સંયોગના પ્રમાણમાં પરીક્ષા હોય ! અને એમ વર્તે તો જ વાલી વાલીરૂપ રહી શકે છે. આપણો મુદ્દો ક્યાં હતો ? એ જ કે આઠ વર્ષનો બાળક શું સમજે ?, આ જાતની શંકા પરલોકના માનનારાને તો ન જ થાય. પરંતુ આ બધું લઘુકમ આત્માઓ જ સમજી શકે છે. આચરવાની વાત તો તે પછીની છે. આટલા માટે જ આપણે જય વિયરાયની-પ્રાર્થનાસૂત્રમાંની રોજ શ્રી વીતરાગદેવ પાસે સાધુ અન શ્રાવક દ્વારા કરાતી માંગણીઓ સંબંધી વિચારી રહ્યા છીએ. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૬ઃ ભવોભવ તુમ ચરણોની સેવા 16 • જેની ચરણસેવા તેની આજ્ઞા માનવાની કે નહિ ? વિષય : નિવાણાનું સ્વરૂપ. “જયવીયામાં કરાતી માગણીઓ નિયાણું કેમ નથી ? નવમી ભવૈભવે તુહ ચલણાણું સેવાની પ્રાર્થના. આ ટૂંક પ્રવચનમાં પૂજ્યપાદશ્રીજીએ ધૂનન કરવા માટે પ્રથમ જે પ્રાર્થનાસૂત્રનો પરમાર્થ સમજવાની જરૂર છે, તેમાં તદુર્વચન સેવાનું વર્ણન કર્યા બાદની માગણીઓ અંગે સ્પર્શ કરે છે. સૌથી પહેલાં, વિતરાગ શાસનમાં પૌલિક આશા-આકાંક્ષા રાખીને ધર્મ કરવાનો બતાવેલો નિષેધ, નિયાણું, એટલે શું ?' તેના પ્રકાર આદિ બતાવ્યા બાદ “ભવોભવ પરમાત્મા ચરણોની સેવા મળો' વગેરે માગણીઓનો સમાવેશ નિયાણામાં કેમ થતો નથી વગેરે બાબતો સ્પષ્ટ કરી છે. એમાં સૌથી છેલ્લે ઔચિત્યના પ્રશ્ન અંગે પણ ખુલાસો કર્યો છે. મુવાકર્ષાગૃત • ધર્મક્રિયાના ફળ તરીકે વિષયાદિકની વાસનાથી પૌદ્ગલિક પદાર્થની માંગણી, નિયાણું છે, એ | નિયાણું ધર્મને દૂષિત કરનારું છે. • “હે દેવ ! તું તુષ્ટમાન થઈને' મને - આ આપ અને તે આપ” – એ બધું આ શાસનમાં નથી. • જિનેશ્વરની સેવા માંગે એમાં બધું જ આવી જાય. એ માંગણી નિયાણું ન બને પણ દુનિયાની સાહેબી માગે તો નિયાણું થઈ જાય. • આજ્ઞામાં મતિકલ્પનાનો આરોપ કરવો તે ન ચાલે. • આજ્ઞાના પ્રેમ વિના જે કોરી પૂજા માત્રથી જ પોતાને શ્રી જિનેશ્વરદેવનો પૂજારી કહેવડાવવા માગે છે, તે સાચો પૂજારી નથી પણ વસ્તુતઃ ઢોંગી છે! • નમસ્કાર યોગ્યતા મુજબ જ હોય. - સમ્યગ્દષ્ટિની ઉદારતામાં સ્થાન સર્વેને હોય તેમજ દુઃખ બુદ્ધિ કોઈ પણ પ્રત્યે ન જ હોય, પણ પ્રદાન તો યોગ્યતા મુજબ અને યોગ્ય રીતે જ હોય ! Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૬ઃ ભવોભવ તુમ ચરણોની સેવા જેની ચરણસેવા તેની આજ્ઞા માનવાની કે નહિ? ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ શાસન જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમ જ એક પણ સદ્વિચારનો ઇન્કાર નથી. એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવા સિદ્ધ થયેલા છે કે તેની સેવા કરનારા આત્માઓ કર્મમળથી રહિત થઈ મુક્તિપદે જઈ શકે : એટલા જ માટે એ શાશ્વત છે અને માટે જ એ અનુપમ છે : અને એથી જ સઘળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે. એવું આ તીર્થ જયવંતુ વર્તે છે. એ તીર્થમાં આચારની મુખ્યતા ખાસ કરીને માનવામાં આવેલ છે. એ આચારનું સંપૂર્ણ પાલન, ધૂનન (ત્યાગ) વિના થઈ શકતું નથી.” એ ધૂનન થવાની હદે પહોંચવા અથવા ધૂનનને ધૂનન તરીકે સમજી શકીએ માટે વચમાં પ્રાર્થનાસૂત્ર લાવ્યા છીએ. વીતરાગ પાસે રોજ જે પ્રાર્થના કરીએ, જે વસ્તુની રોજ યાચના કરીએ, તે બરાબર સમજાય-એ ભાવના હૃદયમાં દઢ થાય, તો ધૂનન કરવું સહેલું થાય. એ પ્રાર્થનાસૂત્રની વિચારણામાં “મનબેરો”થી લઈને “તદ્વયસેવUT” સુધી વિચારી ગયા. “ સુનોn I શુભ ગુરુનો યોગ બધી વસ્તુને ટકાવનાર છે. એ શુભ ગુરુનો યોગ મળે પછી “તવ્યયસેવUT' એટલે કે એ શુભ ગુરુના વચનની સેવના, “મવમવંડા” એટલે કે આ સંસારમાં રહું ત્યાં સુધી અખંડિત હો ! અહીં સુધીની આ પ્રાર્થનાને અંગે સામાન્ય રીતે કહેવા જોગું કહેવાઈ ગયું ક્રમસર આ કાર્યવાહી કરતા, અખંડપણે શુભ ગુરુની સેવા કરવાના યોગ ગુણો પમાય, સંસાર છૂટે અને આ ભવે જ મોક્ષ મળે તો તો કાંઈ બાકી રહેતું નથી : બધા જીવો તદ્ભવ મુક્તિગામી ન હોય, એને માટે બાકી રહે છે. પ્રાર્થનાના યોગે શુભ ગુરુનો જોગ મળ્યો, અખંડપણે એના વચનની સેવા થાય, ક્ષપકશ્રેણિ આવે, કેવળજ્ઞાન થાય અને મુક્તિ મળી જાય તો તો કાંઈ બાકી રહેતું નથી, પણ ન થાય તો ? ત્યાં કહે છે કે : Page #239 -------------------------------------------------------------------------- ________________ 211 ૧૬ : ભવોભવ તુમ ચરણોની સેવા 16 - " वारिज्जइ जइ वि नियाण-बंधणं वीयराय तुहसमए । तह वि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ।। " હે વીતરાગ ! જો કે તારા શાસનમાં નિયાણું બાંધવું વારેલું છે, (નિયાણાનો નિષેધ છે)-તો પણ હું તો નિયાણું કરું છું કે (માગું છું કે) તમારા ચરણોની સેવા મને ભવે ભવે હોજો ! (મળજો.)' સૂત્રકાર કેટલા બધા ઉપકારી છે એ વિચારો. ભવાંતરમાં અમુક ચીજની માંગણી તો કરાવે છે, પણ લોક બીજી જાતની માંગણી કરતા ન થાય, માંગણીનું સ્વરૂપ સમજે ને માંગણી નિયાણાના રૂપમાં ન ઊતરી જાય, એની કેટલી કાળજી રાખે છે ? પહેલાં જ કહી દીધું કે-‘હે વીતરાગ ! તારા શાસનમાં નિયાણું ક૨વાનો નિષેધ છે :' - ધર્મક્રિયાના ફળ તરીકે વિષયાદિકની વાસનાથી પૌદ્ગલિક પદાર્થની માંગણી, એનું નામ નિયાણું : એ નિયાણું ધર્મને દૂષિત કરનારું છે. જે વસ્તુની પ્રાપ્તિ કરવાની છે, તે નિયાણા દ્વારા ન થાય : પૌદ્ગલિક સુખની અભિલાષા, ઇચ્છા અને આશા-એને જ્ઞાનીએ નિયાણાની કોટિમાં મૂકેલ છે : એ નિયાણાનો શ્રી વીતરાગદેવના શાસનમાં નિષેધ છે - ‘હે દેવ ! તું તુષ્ટમાન થઈને - ‘આ આપ અને તે આપ' - એ બધું આ શાસનમાં નથી, એ વાતને સ્પષ્ટ કરે છે. ૨૧૧ ‘હે વીતરાગ ! તારા શાસનમાં નિયાણું બાંધવું વારેલું છે-(મના છે)-તોય હું નિયાણું ક૨વાનો : પણ મારું નિયાણું, જેને આપ નિયાણું કહો છો તેવું નથી : આપે ના પાડ્યા છતાં હું નિયાણું કરવાનો તેમાં આપની આજ્ઞાનો ભંગ નહિ પણ પાલન છે ઃ કારણ કે હું જે માગું છું તેનો આપના આગમમાં નિષેધ કરેલો નથી : એ માંગણી નિયાણારૂપ જ નથી. હે ભગવન્ ! હું માગું છું તે,-દેખાવમાં નિયાણું ભલે હો-પણ વસ્તુતઃ એ નિયાણું કહેવાતું નથી ! માટે જો કે નિયાણાનો નિષેધ છે, તો પણ હું તો માંગણી કરું છું કે જ્યાં સુધી મારો સંસાર હોય-હું સંસારમાં રહું, ત્યાં સુધી મને હે નાથ ! તારા ચરણની સેવા ભવે ભવે હો !’ આ માંગણીમાં કાંઈ પૌદ્ગલિક અભિલાષા છે ? નહિ જ. એ સેવાપ્રાપ્તિ માટે ઉત્તમ કુળ, ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ સામગ્રી મળે એનો ઇનકાર નથી. માંગણી કરતાં એવી શીખો કે એમાં બધું આવી જાય, બધું સમાઈ જાય : માંગણી કરતાંયે ન આવડે, તો એના જેવી બીજી મૂર્ખતા કઈ ? માંગણી એવી કરવી જોઈએ કે જેમાં બધું આવી જાય. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ 812 - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – શ્રી જિનેશ્વરદેવની સેવા માંગી, એમાં આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળએમાંયે શ્રાવક કુળ, એ બધું આવી જાય કે નહિ? પણ દુન્યવી સાહેબી માગે તો નિયાણું થઈ જાય. શ્રી જિનેશ્વરદેવની ચરણસેવા માગી એટલે પરોક્ષતઃ બધું આવી ગયું. સેવા એટલે શું? સેવા માત્ર તિલક કરવાથી નહિ, પણ આજ્ઞા પણ ભેગી ! તિલક કરે અને આજ્ઞાથી આઘો રહે તો ? આજ્ઞામાં મતિકલ્પનાનો આરોપ કરવો તે ન ચાલે. ચરણસેવામાં આજ્ઞાની સેવા તો બેઠેલી જ છે. ચરણસેવા માંગનારને તેની આજ્ઞા માન્ય હોય કે નહિ ? જેની આજ્ઞા કલ્યાણ કરનારી હોય, તે માન્ય ન કરવાનું કારણ ? આજ્ઞા માનવી ન હોય તો તેની પૂજા શા માટે ? જેના વચન પર-કથન પર-હુકમ પર, પ્રેમ ન હોય તેની સેવા શું કામ ? સેવા કરનારાને મન તો આજ્ઞા પહેલી ! બધું પછી, આજ્ઞા પણ ન જચે તો કહી દેવું કે “ભગવાનની આજ્ઞા પ્રત્યે પ્રેમ નથી ?' આજ્ઞાના પ્રેમ વિના જે કોરી પૂજા માત્રથી જ પોતાને શ્રી જિનેશ્વરદેવનો પૂજારી કહેવડાવવા માગે છે, તે સાચો પૂજારી નથી પણ વસ્તુતઃ ઢોંગી છે ! લોક જાણે કે “આ તો શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, એટલે આજ્ઞાનું કેટલુંયે પાલન કરતો હશે :” પણ જ્યારે એ પૂજા કરનારો આજ્ઞા ન માને, આજ્ઞાથી ઊલટું કરે, તો કહે કે “સેવાના નામે, દુનિયાને એ ઠગે છે :” જેના ચરણની સેવા માંગીએ એની આજ્ઞા તો રોમ રોમ હસેલી જ હોય ! એ નિશ્ચય જ હોય કે “શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા તો કેવળ કલ્યાણને માટે જ છે. આ નિશ્ચય થઈ ગયા પછી તો મતિકલ્પનાનો આપોઆપ નાશ થાય : મતિકલ્પનાને સ્થાન મળે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા ડગલે ડગલે વિચાર કરે કે “આજ્ઞા વિરુદ્ધ તો કાંઈ નથી થતું ને ?' વિરુદ્ધ થતું દેખાય તો પસ્તાય, ભૂલની માફી માગે. પણ આ બધું બને ક્યારે ? આખું જીવન આજ્ઞાને સમર્પિત થાય ત્યારે ને ! પણ જ્યાં “હું” અને “મારું” હોય ત્યાં કામ ચાલે નહિ. જ્યાં એની આજ્ઞા નહિ-ત્યાં હું અને મારું નહિ જ. જ્યારે આ સ્થિતિ આવશે, ત્યારે તમારામાં અનુપમ ઉદારતા આવશે : ઉદારતામાં આખી દુનિયા સમાઈ જાય : છતાં તેમાં પણ મર્યાદા તો ખરી જ. સમ્યગ્દષ્ટિની ઉદારતામાં ઔચિત્યનો ભંગ હોય જ નહિ. આજે કહેવાય છે કે કોઈને પણ નમસ્કાર કરવા જેટલી ઉદારતા શું કામ ન રાખવી ?”-પણ એવી ઉદારતા સમ્યગ્દષ્ટિથી ન જ સેવી શકાય, કારણ કે તેથી ઘણા જ અનર્થો થવાનો સંભવ છે કે યોગ્યતા મુજબ જ Page #241 -------------------------------------------------------------------------- ________________ 213 ૧૬ : ભવોભવ તુમ ચરણોની સેવા - 16 નમસ્કાર હોય. “ચ્છામિ માસમળો" -જેવા સૂત્રનો સર્વત્ર ઉપયોગ ન જ થાય અને જો થાય તો તે સૂત્રની આશાતના કરવા બરાબર છે. ૨૧૩ સમ્યગ્દષ્ટિની ઉદારતામાં સ્થાન સર્વેને હોય તેમ જ દુષ્ટ બુદ્ધિ કોઈ પણ પ્રત્યે ન જ હોય, પણ પ્રદાન તો યોગ્યતા મુજબ અને યોગ્ય રીતે જ હોય ! હૃદય વિશાળ હોય, સંકુચિતતા ન હોય, પણ આજે જે વિશાળતાની વાતો ચાલી રહી છે તે નભે નહિ : કહેવું કે ‘બધા ભાઈઓ છીએ, મિત્રો છીએ અને અમને પરસ્પર પ્રેમ છે : પણ એનો અર્થ અમે બધામાં ભેળા છીએ એ ન જ થવો જોઈએ !' કોઈનું પણ ભૂંડું કરવાની ભાવના નથી એ વાત સાચી પણ એનો અર્થ એ નથી કે સર્વને સલામ જ ભરવી જોઈએ ! સહવાસમાં આવનારને એમ તો લાગવું જ જોઈએ કે આ અયોગ્યના પૂજારી નથી જ : એક પણ અયોગ્ય વસ્તુને અહીં સ્થાન મળી શકે તેમ નથી. અયોગ્યને સલામ ભરવાથી તો એ વધુ અયોગ્ય બને છે અને જેનું ભલું કરવા માંગીએ છીએ તેનું આપણા હાથે જ બૂરું થાય. નોકરના ભલા માટે શેઠે નોકરને નોકર તરીકે જ સાચવવો જોઈએ, નહિ તો કદાચ નોકરને દુર્બુદ્ધિ જાગે અને ઊલટું નોકરનું ખરાબ થાય. અર્થાત્-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જેના અંતરમાં ઊતરી જાય, તેનામાં પરના શ્રેય માટે સર્વસ્વનો ભોગ આપવાની અનુપમ ઉદારતા હોય, પણ તે ઉદારતા એવી તો ન જ હોય કે જેથી પોતાનું અને પરનું-એમ ઉભયનું અહિત થાય. માટે જ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ કે સર્વવિરતિ આત્મા રોજ પ્રભુને એ જ પ્રાર્થે છે કે ‘જ્યાં સુધી સંસાર ૨હે ત્યાં સુધી શુભ ગુરુના યોગ સાથે તેમના વચનની સંપૂર્ણ સેવા મળો તેમ જ હે ભગવન્ ! ભવે ભવે તારાં ચરણની સેવા મળો !' Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત 17 લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત : • શ્રી રામચંદ્રજી અને સીતાજીનું વૃત્તાંત : ♦ લક્ષ્મણ ઉ૫૨નો શ્રી રામચંદ્રજીનો મોહ : આલંબન ઊંચાં લો ! વિષય : ચોથી પ્રાર્થના ‘લોકવિરુદ્ઘચ્ચાઓ’ પદ વિવેચના : ભવોભવમાં જિનચરણોની સેવાની માગણી ભક્તે ભગવાન પાસે કરી. તેમાં પ્રવચનકારશ્રીજીએ આ પ્રવચનમાં પાયો મજબૂત કરવા લોકવિરુદ્ધ ત્યાગની વાતને સમજાવી છે. લોકનો વિરોધ થાય એટલા માત્રથી ધર્મક્રિયા છોડી ન દેવાય. પરંતુ ઇહલોક વિરુદ્ધ, પરલોક વિરુદ્ધ અને ઉભયલોક વિરુદ્ધનો ત્યાગ જરૂ૨ ક૨વાનો અહીં વિરુદ્ધનો અર્થ ‘બગાડનાર' થાય છે. આ લોક-પરલોકઉભયલોકને બગાડનાર ક્રિયાનો ત્યાગ એવો અર્થ કરવો. તેમાં રામચંદ્રજીએ સીતાજીનો લોકોની વાત સાંભળી જંગલમાં કરેલો ત્યાગ, છેવટે સીતાજીનો દિવ્ય - દીક્ષાસ્વીકાર, લક્ષ્મણજી ઉ૫૨નો રામચંદ્રજીનો મોહ, લવ-કુશનો દીક્ષાપ્રસંગ વગેરે બાબતોને સારી રીતે આવરી લેવાઈ છે. સુવાકયામૃત ♦ લોકવિરુદ્ધ થતાં કાર્યોને ધર્માત્માએ જેમ પ્રાણાંતે પણ ન સેવવાં જોઈએ, તેમજ લોક જે નવો નવો વિરોધ કરે તેથી ભય પામીને ધર્માત્માએ પ્રાણાંતે પણ કરણીય કાર્યોનો ત્યાગ ન જ કરવો જોઈએ. જનતાના ભલા માટે અયોગ્યની જાણ કે પિછાણ કરાવવી પડે, ત્યાં શાસ્ત્ર નિંદા કહી નથી. પેટભરા પત્રકારોએ પોતાના પત્રકારિત્વને લજાવ્યું છે. એવા છાપાંઓનો પ્રચાર, એ સમાજમાં શ્રાપરૂપ છે. ♦ જે કાળમાં વિરોધીઓ બળવત્તર હોય ત્યારે નાની સંખ્યામાં રહેલા પણ ધર્મીનું બળ એવું હોય છે કે પેલાઓને પાછા જવું જ પડે. શાસન રહેવાનું ત્યાં સુધી રક્ષક પણ જયવંતા રહેવાના જ ! જો એમ ન ચાલે તો તો અરાજ કતા થાય ! સજ્જનો જીવી શકે જ નહિ !! ♦ એક સર્વવિરતિ લે ત્યારે સમ્યગ્દષ્ટિ આત્માઓને ઘેર ઘેર વધામણાં હોય. ♦ વૈરાગ્ય થાય ત્યારે દુનિયાનું ઔચિત્ય, વિરક્ત આત્માને બાધ ન કરે. ♦ સંસ્કારો એવા કેળવો, સંયોગો એવા મેળવો, વાર્તાલાપ એવો કરો કે ઉત્તમ વિચારો અને વૈરાગ્ય સહજ થાય. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૭: લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત : ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ શાસન સદા જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમ જ એમાં એકેએક યોગ્ય વિચારનો સદ્ભાવ છે : માટે જ એ શાશ્વત છે એનો અભાવ કોઈ પણ કાળે નથી ભલે અમુક ક્ષેત્રે થાય, તે પણ ભરત અને ઐરાવત બેમાં જ : મહાવિદેહમાં તો સદાયે શાસન છે જ : ત્યાં તો સદાયે ચોથો આરો છે : ત્યાં જુદા જુદા આરા નથી. ત્યાં કોઈ કાળ એવો ન આવે કે જે કાળમાં શાસન ન હોય, માટે શાશ્વત છે અને એથી જ અનુપમ છે : કારણ કે એની જોડીમાં ઊભી રહે એવી કોઈ ચીજ નથી : માટે જ તે શરૂઆતમાં જ સઘળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે : માટે જ આ શાસન સદાય જયવંતુ વર્તે છે. એ શાસનમાં-તીર્થમાં આચારની મુખ્યતા છે.” એ આચારમાં ઘણી ઘણી કઠિનતા છે. એનું વર્ણન કરીએ તે પહેલાં, આપણે હંમેશાં શ્રી જિનેશ્વરદેવ પાસે જે ભાવના વ્યક્ત કરીએ છીએ, રોજ જે વસ્તુની માંગણી કરીએ છીએ, તે જો બરાબર દૃઢ થઈ જાય, તો જે આચાર જીવનમાં બરાબર ઉતારવા માંગીએ છીએ, તે સહેલાઈથી ઊતરી શકે : માટે તમે અને અમે રોજ શ્રી વીતરાગ દેવ પાસે જે વસ્તુ માંગીએ છીએ, તેની વિચારણા કરી રહ્યા છીએ. એ માંગણી પ્રાર્થનાસૂત્રમાં (જય વિયરાયમાં) છે, જે આપણે રોજ શ્રી વીતરાગદેવ પાસે બોલીએ છીએ. માંગણીની વસ્તુ ગણાવી ગયા. પ્રથમ તો ભવનો નિર્વેદ : એ ટકાવી રાખવા માટે માર્ગાનુસારિતા : એ ટકી રહે માટે ઇષ્ટફળસિદ્ધિ : એમાં કોઈ જાતનો વાંધો ન આવે માટે લોગવિરુદ્ધચ્ચાઓ એટલે લોકવિરુદ્ધનો ત્યાગ. નિંદાદિ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ. નિંદાદિ કાર્યોને શાસ્ત્રમાં લોકવિરુદ્ધ તરીકે ગણાવવામાં આવેલ છે તેનો ત્યાગ. “તો વિરુદ્ધ ક્વાનો-આ સૂત્રપદ કઈ વસ્તુનો ત્યાગ સૂચવે છે, એ બરાબર વિચારો. શાનો ત્યાગ છે ?, એ બરાબર સમજો. લોકવિરુદ્ધનો ત્યાગ અને Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – - 218 લોકવિરોધનો ત્યાગ, એ બેમાં ભેદ પડે કે નહિ ? કંઈ ભેદ જણાય છે ? લોક જેનો વિરોધ કરે એનો ત્યાગ નિયત થયેલાં લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ ? આખી વસ્તુ ફરી જાય છે. “લોકવિરુદ્ધ' અને “લોકવિરોધ-એ બેમાં રહેલા મુદ્દાના ભેદને સમજો. લોક જેનો વિરોધ કરે, તે કાર્યનો ત્યાગ નહિ-પણ જે કાર્ય લોકમાં વિરુદ્ધ હોય તે કાર્યનો ત્યાગ છે. શાસ્ત્ર કહે છે કે ધર્મએ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ, પણ નહિ કે સામાન્ય લોક જેનો જેનો વિરોધ કરે, તે સર્વનો ત્યાગ કરવો. અત્યારે તો એમ મનાય છે કે ગમે તેવો લોક જેનો જેનો વિરોધ કરે, તેનો ત્યાગ કરવો, પણ એમ નથી કારણ કે લોક એક સ્થિતિવાળો નથી. કોઈ આનો વિરોધ કરે, તો કોઈ એનો વિરોધ કરે. ક્ષણમાં આનો વિરોધ, તો ક્ષણમાં એનો વિરોધ. હવે એ અર્થ લઈને જો ત્યાગ કરવાનું કહે, તો તો કોઈપણ આત્માને ધર્મમાં સ્થિર કરી શકાય જ નહિ. અર્થ એ છે કે લોકવિરુદ્ધ એટલે સમજુ લોકમાં જે જે કાર્ય નિંદ્ય હોય તેનો ત્યાગ. લોક વિરુદ્ધ કાર્યો નિયત થયેલાં છે અને એ આપણે જોઈ પણ ગયા છીએ. જો એ પ્રમાણે ન હોય તો પાંચ આદમી આનો વિરોધ કરે અને પાંચ આદમી એનો વિરોધ કરે, તો પરિણામ શું આવે ? જો એમ લોકવિરોધનો ત્યાગ હોય, તો ભગવાન શ્રી મહાવીરદેવને જેમ જિન કહેનારા હતા, તેમ વિપરીત કહેનારા પણ એમની જ હયાતીમાં પણ હતા કે નહિ ? અને હતા તો ભગવાનને છોડી દેવા ? ભગવાનની મૂર્તિને જેમ માનનારા પણ છે, તેમ નિંદનારા પણ છે, તો શું જિનમૂર્તિની પૂજા છોડી દેવી? લોકવિરુદ્ધનો ત્યાગ, એનો અર્થ એ નથી કે લોક જેનો જેનો વિરોધ કરે, તેનો તેનો ત્યાગ કરવો !” જેમ લોકવિરુદ્ધ ત્યાજ્ય ગણાય છે, તેમ જો લોક જેનો જેનો વિરોધ કરે તે સર્વનો ત્યાગ એમ મનાય, તો તો કોઈ પણ આત્મા આ સંસારમાંથી મુક્તિને સાધી શકે જ નહિ. પહેલો ભવનિર્વેદ : એને ટકાવવા માર્ગાનુસારિતા : એને ટકાવવા ઇષ્ટફળસિદ્ધિ અને એને બાધા ન ભાવે એટલા માટે લોકવિરુદ્ધનો ત્યાગ. સભા : લોકવિરુદ્ધ એટલે શું? લોક જેનો વિરોધ કરે તેનો ત્યાગ નહિ, પણ લોકવિરુદ્ધનો ત્યાગ. વિરુદ્ધ કાર્યો તો નિયત છે. રોજ નવાં નવાં નક્કી કરવાનાં નથી. નિયત થયેલ લોકવિરુદ્ધ કાર્યો ધર્માત્મા ન આચરે, પણ દિ ઊગ્યે લોક ઉત્તમ કાર્યોમાં જે નવો નવો વિરોધ કરે, તેને ત્યાગવાનો ધર્માત્મા વિચાર. પણ ન કરે. ગાડરિયા Page #245 -------------------------------------------------------------------------- ________________ 217 – ૧૭ લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17- ૨૧૭ પ્રવાહને આધીન થવાનું હોય જ નહિ. વિરુદ્ધ અને વિરોધના ભાવને તથા ભેદને સમજો. લોક તો ફાવે ત્યાં, ફાવે તેનો વિરોધ કરે. લોકવિરુદ્ધ થતાં કાર્યોને ધર્માત્માએ જેમ પ્રાણાંતે પણ ન સેવવાં જોઈએ, તેમ જ લોક જે નવો નવો વિરોધ કરે તેથી ભય પામીને ધર્માત્માએ પ્રાણાતે પણ કરણીય કાર્યોનો ત્યાગ ન જ કરવો જોઈએ. શાસ્ત્રમાં સ્થળે સ્થળે લોકવિરુદ્ધ કાર્યોની ગણના કરવામાં આવી છે. ધર્માત્મા એનો ત્યાગ કરવાની પૂરી કાળજી કરે અને તેનો ત્યાગ કરી પોતાના ધર્મસાધનાના માર્ગને નિષ્ફટક બનાવે. સભા: પાપની નિંદા ન કરે ? દોષને કાઢવાનો પ્રયત્ન તે વસ્તુતઃ કોઈની નિંદા જ નથી : ભલે તે સ્વની કે પરની હોય. જનતાના ભલા માટે એક અયોગ્ય આદમીની જાણ કે પિછાણ કરાવવી પડે, ત્યાં પણ શાસ્ત્ર નિંદા નથી કહી. કુદેવથી બચાવવા-કુદેવના પાશમાં કોઈ ન ફસાય માટે કુદેવનું વર્ણન કરવું પડે તેમાં, તેમ જ કુગુરુ કે કુધર્મના પાશમાં કોઈ ન ફસાય માટે તેનું ધ્યાન કરવું પડે તે નિંદા નથી. કારણ કે એ જનતાના ભલા માટે છે. જગતના ભલા માટે ખોટાને ખોટા તરીકે બતાવવું તે નિંદા નથી : પોતાના દોષને દોષ તરીકે ઓળખી કાઢવાનો પ્રયત્ન તે નિંદા નથી : પારકાના દોષને દોષ તરીકે ઓળખી, સમય આવે ત્યારે કહીને કઢાવવા પ્રયત્ન કરવો, તે કાંઈ નિંદા નથી ! સભા : છાપાંઓમાં નિંદા આવે છે એનું શું? પેટભરા પત્રકારોની તમે વાત જ ન કરો. તેવા પત્રકારોએ પોતાના પત્રકારિત્વને લજાવ્યું છે. એવાં છાપાંઓનો પ્રચાર, એ સમાજમાં શ્રાપરૂપ છે. જેઓને સત્યાસત્ય તપાસવાની દરકાર નથી, જેઓએ પોતાના પેટ માટે પાપનો ભય તજ્યો છે અને જેઓ કેવળ સ્વાર્થની સાધનામાં જ સજ્જ છે, તેઓ તરફથી સત્ય વસ્તુના પ્રચારની આશા રાખવી, એ આકાશકુસુમની આશા રાખવા જેવું છે. જ્યાં સુધી જનતા પોતાનો ધર્મ ન સમજી જાય, ત્યાં સુધી પાપાત્માઓ પોતાની અધમાધમ વૃત્તિને પોષવામાં કદી જ પાછા પડે તેમ નથી, એ વાત નિશ્ચિત થઈ ચૂકેલી જ છે. અસ્તુ. આવો હવે પ્રસ્તુત વિષય ઉપર. એ વાત સ્પષ્ટ જ છે કે નિંદાદિક લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ કરવાનો, પણ અજ્ઞાન લોક જેનો જેનો વિરોધ કરે એનો ત્યાગ નહિ ! Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૧ શ્રી રામચંદ્રજી અને સીતાજીનું વૃત્તાંત : લોકના વિરોધથી મુંઝાઈને સત્યનો ત્યાગ કરવાનું પરિણામ કેવું ખરાબ આવે છે અને એનાથી સત્યને કેટલી હાનિ થાય છે, એ વસ્તુ શ્રી રામાયણમાં આવશે. છતાં આ વાત ટૂંકામાં આ જ પ્રસંગે કહી દઉં. શ્રી સીતાજીની સપત્નીઓ, કે જે ઇર્ષ્યાળુ અને માયાવી હતી, તેઓએ શ્રી સીતાજીને કહ્યું કે “રાવણ કેવા રૂપવાળો હતો તે ચીતરીને બતાવો.” ઉત્ત૨માં શ્રી સીતાજીએ કહ્યું કે “મેં રાવણનું સર્વ અંગ જોયું નથી, માત્ર તેના ચરણો જ જોયા છે. તેને હું શી રીતે ચીતરું ?” આ સાંભળીને તે માયાવિની સપત્નીઓએ કહું કે “તેના ચરણોને પણ તમે ચીતરો, કારણ કે તે જોવાની અમને ઇચ્છા છે.” આથી પ્રકૃતિએ કરીને સરળ શ્રી સીતાદેવીએ રાવણના ચરણોને આલેખ્યા. બસ, હવે બીજું જોઈએ શું ? ધારેલી ધારણાની સફળતા કરવા માટે જોઈતું સાધન મળી ગયું. સ્વાર્થી અને પ્રપંચી આત્માઓની દશા જ ભયંકર હોય છે. મળેલા સાધનનો દુરુપયોગ કરવાની કળામાં કાંઈ તે ઓછી ઊતરે તેમ ન હતી. સીધી જ તે વાત શ્રી રામચંદ્રજી પાસે મૂકી અને સ્પષ્ટ શબ્દોમાં બોલી નાખ્યું કે“XXX રાવળાવ મસત્યઘા-વ્યસૌ સીતા તવ પ્રિયા ।। ન सीतास्वहस्तलिखितं रावणस्य क्रमद्वयम् । પચૈતન્નાથ ! નાનીહિ, સીતા તયેવ નાથતે ર।।" ‘હજુ સુધી પણ હે નાથ ! આપની પ્રિયા આ સીતા રાવણનું સ્મરણ કરે છે. સીતાએ પોતાના જ હસ્તે આલેખેલા ચરણક્રયને આપ જુઓ અને જાણો કે સીતા તે રાવણને જ નાથ તરીકે માને છે.’ 218 આ પછી તે સપત્નીઓએ પોતે ઉપજાવી કાઢેલા દોષને પોતાની દાસીઓ દ્વારા લોકમાં પ્રકાશિત કર્યો અને લોકમાં અફવા ચાલી. એ અફવાથી બુદ્ધિમાનોના હૃદય ઉપર પણ અસર થઈ ગઈ અને ઠેઠ શ્રી રામચંદ્રજી સુધી વિનંતી કરવા આવ્યા : પણ રાજતેજની આગળ બોલવું કઠિન છે. રાજતેજથી કંપતા તેઓને અભય આપી, શ્રી રામચંદ્રજીએ તેઓને હિતકર વાત કહેવાની છૂટ આપી. છૂટ પામીને તે આગેવાનો પૈકીના એક મુખ્ય આગેવાને કહ્યું કે ‘હે સ્વામિન્ ! ન કહેવા લાયક વાત પણ કહેવી પડે છે કે આટલા દિવસ સુધી રાવણને ત્યાં રહેલાં સીતાજી દૂષિત કેમ ન હોય ? જે વાત યુક્તિથી ઘટી શકતી હોય, તે અવશ્ય માનવી જોઈએ : માટે રાજ્યને કલંક ન લાગે તે પ્રમાણે આપે કરવું Page #247 -------------------------------------------------------------------------- ________________ 219 - ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17 – ૨૧૯ જોઈએ.” એ વખતે શ્રી રામચંદ્રજીએ આવેલા નગરના આગેવાનોને યોગ્ય શબ્દોમાં સાંત્વન આપ્યું અને શ્રી રામચંદ્ર જેવા રાજાએ પણ નિર્ણય કર્યો કે સીતાનો ત્યાગ કરવો.” જુઓ-આ લોક અને લોકનો વિરોધ શું કામ કરે છે? આ લોક માનેલા વિરોધના ત્યાગથી કયું પરિણામ આવે છે તે જુઓ. શ્રી રામચંદ્રજીને તેવા નિર્ણય ઉપર આવેલા જોઈને, શ્રી લક્ષ્મણજી કહે છે કે “લોકની વાણીથી આપ સીતાજીને ન તજો, કારણ કે મુખના બંધ વિનાનો લોક તો મરજી મુજબ અપવાદને બોલનાર છે. સારા રાજ્યમાં શાંતિપૂર્વક રહેનારો લોક પણ જો રોજ દોષને ગ્રહણ કરવામાં તત્પર હોય, તો તે રાજાઓ માટે શિક્ષા કરવા યોગ્ય છે અને તેમ ના હોય તો ઉપેક્ષા કરવા યોગ્ય તો છે જ.” આ પ્રમાણે શ્રી લક્ષ્મણજીએ કહેવા છતાં પણ, શ્રી રામચંદ્રજી શ્રી સીતાજીનો ત્યાગ કરવાના પોતાના વિચારો જ્યારે નથી ફેરવતા અને સેનાપતિને “સીતાને અરણ્યમાં તજી આવો'-આવી આજ્ઞા કરે છે, ત્યારે શ્રી લક્ષ્મણજી રોતાં રોતાં પગમાં પડીને શ્રી રામચંદ્રજીને વિનવે છે કે “મહાસતી સીતાજીનો આ ત્યાગ ઉચિત નથી.” આ વિનંતિના ઉત્તરમાં શ્રી રામચંદ્રજી તરફથી જવાબ મળ્યો કે હવે તારે કાંઈ પણ બોલવું યોગ્ય નથી.” આથી શ્રી લક્ષ્મણજી શ્યામ મુખે રુદન કરતા પોતાના સ્થાન ઉપર ચાલ્યા ગયા. આ પછી શ્રી રામચંદ્રજીએ “કૃતાંતવદન' નામના સેનાપતિને આજ્ઞા કરી કે “સીતાને શ્રી સમેતશિખરજીની યાત્રાનો દોહદ છે, માટે એ બહાનાથી તેને વનમાં લઈ જા.' - સેનાપતિ તો આજ્ઞાને આધીન : એનું હૃદય કંપે છે, પણ કરે શું ? આજ્ઞાનો અનુચર. સીતાજીને તીર્થયાત્રાને બહાને રથમાં બેસાડીને લઈ જાય છે. દુર્નિમિત્તો અનેક થવા છતાં પણ શ્રી સીતાજી શંકારહિતપણે રથમાં બેસી, ઘણે દૂર પહોંચી ગયાં. એક ભયંકર અરણ્યમાં રથ આવી પહોંચ્યો. સેનાપતિ પણ વિચારમગ્ન અવસ્થામાં ઊભો રહ્યો, કારણ કે શ્રી સીતાજીને રથમાંથી ઉતારે કોણ ? સેનાપતિથી બોલી પણ શકાતું નથી. શું કહે ? પોતે મૂંઝાય છે. અન્યાય થાય છે, એમ સમજે છે પણ રામચંદ્રજીને કોણ કહી શકે ? લક્ષ્મણ જેવાનું ન માન્યું, એ રામચંદ્રજીને કોણ કહી શકે ? પોતે આધે ઊભો રહીને રુએ છે. એ જોઈને સીતાજી પૂછે છે કે “ભાઈ ! છે શું ?” સેનાપતિ કહે છે-“દેવી ! રામચંદ્રજીનો હુકમ છે કે આપનો અહીં ત્યાગ કરી Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 22 આવવો.” આ સાંભળી સીતાજીને મૂર્છા આવે છે : આઘાત થાય છે તકલીફ ઘણી થાય છે. પોતે ગર્ભવતી છે. પછી મૂર્છા વળે છે ત્યારે કહે છે કે કેવો અન્યાય ! પરીક્ષા વિના દંડ ? હે સેનાપતિ ! તું જઈને કહેજે કે વગર પરીક્ષાએ દંડ દેવો, એ તમારા જેવા રઘુવંશમાં પેદા થયેલા વિવેકીને છાજતું નથી : પણ દોષ તમારો નથી, મારાં કુકર્મનો છે : પણ એક સંદેશો તું જરૂર આપજે કે ખલ પુરુષોની વાણીથી જે મ મારો ત્યાગ કર્યો. તેમાં મિથ્યાદષ્ટિની વાણીથી જિનધર્મનો ત્યાગ ન કરશો. બસ ! સેનાપતિ ગયો અને આ સંદેશો કહ્યો કે તરત રામચંદ્રને મૂર્છા આવી : એમને પણ એમ લાગ્યું કે “મેં જુલમ કર્યો કે ખલ લોકની વાણીથી સીતાનો ત્યાગ કર્યો.” પછી શ્રી લક્ષ્મણના કહેવાથી શ્રી રામચંદ્રજી જાતે સેનાપતિ અને ખેચરો સાથે ગયા, પણ સીતાજીનો પત્તો ન લાગવાથી પાછા આવ્યા : એટલે એનો એ લોક શ્રી સીતાજીના ગુણ ગાવા લાગ્યો અને શ્રી રામચંદ્રજીની નિંદા કરવા લાગ્યો. બેવકૂફ લોક તો ગમે તેમ બોલે, પણ માની લેવાય ? અરે માનો કે સીતાજી તેવાં હોય તોયે આમ તજાય ? ગર્ભવતીને તજાય ? સભા : દુનિયા દોરંગી છે. અરે દોરંગી નહિ, પણ વિવિધરંગી છે : અનેકરંગી છે. પુણ્યશાલિની શ્રી સીતાદેવીને તો અટવીમાં પણ સાધર્મિક મળ્યો અને લઈ ગયો. ત્યાં તેમને બે પુત્રો લવ અને કુશ નામે થયા. તેઓએ પિતા-કાકા સાથે યુદ્ધ કર્યું. સીતાજીએ દિવ્ય કર્યું અને છેવટે દીક્ષા લઈ કલ્યાણ સાધ્યું. આપણે તો આ સ્થાને-લોકની દશા શી છે ?' એ જ જોવાનું છે. જે સમયે મહાસતી શ્રી સીતાદેવીએ દિવ્ય કરવાની કબૂલાત કરી, તે જ સમયે લોકોએ ઉદ્ઘોષણાપૂર્વક નિષેધ કર્યો અને કહ્યું કે “નિશ્ચયપૂર્વક સીતાદેવી મહાસતી છે.” આના ઉત્તરમાં શ્રી રામચંદ્રજીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે “હે લોકો ! તમારામાં કોઈ પણ જાતની મર્યાદા ક્યાં છે ? તમે ને તમે જ અદૂષિત કહો અને તમે ને તમે જ કલંકિત કહો સામે કાંઈ બોલો અને દૂર કંઈ બોલો : તમારું ઠેકાણું શું? ફરી પણ દૂષિત કહેવામાં તમને પ્રતિબંધ શો છે? માટે બસ, સીતા ! દિવ્ય કરો.” દિવ્યની કાર્યવાહી થઈ ગઈ અને તે જોઈ શ્રી રામચંદ્રજી પણ કમકમી ઊઠ્યા : અને અનેક જાતના વિકલ્પો કરવા લાગ્યા : કારણ કે દિવ્યની ગતિ વિષમ હોય છે. શ્રી રામચંદ્રજી તો વિચાર કરતા જ રહ્યા અને Page #249 -------------------------------------------------------------------------- ________________ 221 - ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17- ૨૨૧ મહાસતી શ્રી સીતાદેવીએ અગ્નિની ધખધખતી ખાઈમાં ઝંપલાવ્યું. હવે આ વખતે ઉદ્યાનમાં એક મુનિવરને કેવળજ્ઞાન થયું હતું, તેનો મહોત્સવ કરવા ઇંદ્ર પોતાના સેનાપતિ તથા દેવતાઓ સાથે જતા હતા, ત્યાં દેવતાઓની વિનંતિથી આ પ્રસંગ જાણીને તરત ઇંદ્ર મહારાજે, પોતાના સેનાપતિ દેવને શ્રીમતી સીતાદેવીને સહાય કરવાનું ફરમાવ્યું. પોતે કહ્યું કે “આ બેય ધર્મકાર્યો છે : હું કેવળજ્ઞાનીનો મહોત્સવ કરવા જાઉં છું અને તમે સીતાજીના શુદ્ધિપ્રસંગને સાચવી લો.” સીતાજીએ જેવું ચિતામાં પડતું મૂક્યું, કે તરત એ ખાઈ પાણીથી ભરાઈ ગઈ : અંદર સુવર્ણકમળ ગોઠવાઈ ગયું : એના ઉપર સીતાજી બેઠાં : પાણી તો જોસભેર વહેવા માંડ્યું : વિદ્યાધરનાં સિંહાસનો પાણીમાં તરવા લાગ્યાં. “હે મહાસતી ! બચાવો, બચાવો !—એમ વિદ્યાધરો બોલવા લાગ્યા : શ્રી સીતાદેવીએ પોતાના હસ્તથી વહેતા પાણીને વાળી લીધું. આથી શ્રીસીતાદેવીના શીલની પ્રશંસા કરનારા શ્રી નારદજી વગેરે આકાશમાં નાચવા લાગ્યા. દેવતાઓએ આકાશમાંથી શ્રી સીતાદેવીના શિર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને લોકો પણ ‘દો શી નો શી'-આવી ઊંચા સ્વરે ઉદઘોષણા કરવા લાગ્યા. પોતાની માતાના પ્રભાવને જોઈને આનંદ પામેલા “લવણ” અને “અંકુશ' નામના શ્રી સીતાદેવીના પુત્રો હંસની માફક તરતા પોતાની માતા પાસે પહોંચી ગયા અને શ્રી સીતાદેવીએ મસ્તક સૂંઘીને પોતાની પાસે બેસાર્યા. પછી લક્ષ્મણ આદિએ નમસ્કાર કર્યા અને શ્રી રામચંદ્રજીએ પણ હાથ જોડવાપૂર્વક ક્ષમાપના કરી તથા પોતાની સાથે વિમાનમાં બેસવા અને ઘેર આવવા કહ્યું : પણ શ્રી સીતાદેવીએ તો કહ્યું કે આમાં કોઈ અન્ય લોકોનો દોષ નથી, કેવળ મારાં પૂર્વકર્મોનો જ દોષ છે : ખરેખર, હું આ રીતે દુઃખને આપનારાં કર્મોથી હવે નિર્વેદ પામી છું, માટે એ કર્મોનો ઉચ્છેદ કરનારી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીશ.” આ પ્રમાણે કહીને મહાસતી શ્રી સીતાદેવીએ પોતાના માથાના વાળ ઉખેડી શ્રી રામચંદ્રજીને સમર્પણ કર્યા : શ્રી રામચંદ્રજી એ જોઈ મૂછિત થાય છે : સીતાજી સીધાં ચાલ્યાં જાય છે : કેવળજ્ઞાની પાસે જઈ વ્રત લે છે. રામચંદ્રજી તો હજી મૂચ્છિત છે. એમની આજ્ઞા લેવા પણ સીતાજી ન રહ્યાં. સીતાજી આજ્ઞાપાલક હતાં કે નહિ ? કદી આજ્ઞા તોડી છે ? પણ અત્યારે સીધાં જઈ વગર આજ્ઞાએ પણ વ્રત લે છે. શ્રી રામચંદ્રજીની મૂર્છા વળી ગઈ એટલે સીતાને ન જોવાથી પૂછ્યું કે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 2 સીતા કયાં ગઈ ?' કોઈએ પણ ઉત્તર નહિ આપવાથી રામચંદ્ર કોપાયમાન થયા : કહ્યું “જાઓ ! જીવવાની ઇચ્છા હોય તો કુંચિત કેશવાળી સીતાને પણ મને જલદી દેખાડો ! મારી દુઃખી અવસ્થામાં પણ આ બધા ઉદાસીનપણે ઊભા છે ?' એમ કહીને રોષમાં ને રોષમાં બધાને મારવાના જ એક ઇરાદાથી ધનુષ્યને ગ્રહણ કરતા ભાઈને શ્રી લક્ષ્મણજીએ કહ્યું કે “હે આર્ય ! આ શું કરો છો ? ખરેખર, આ સઘળો લોક આપનો કિંકર છે. દોષથી ભય પામેલા અને ન્યાયનિષ્ઠ એવા આપે જે સીતાદેવીનો ત્યાગ કર્યો હતો, તેમ ભવથી ભય પામેલા અને પોતાના આત્મકલ્યાણરૂપ સ્વાર્થમાં એકતાન બનેલાં શ્રી સીતાદેવીએ પોતાના હાથે જ કેશોને ઉખેડી નાખીને, વિધિ મુજબ ઉદ્યાનમાં રહેલા મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી છે અને ઉદ્યાનમાં હમણાં જ તે મુનિવરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેનો મહોત્સવ પણ અવશ્ય કરવા યોગ્ય છે અને વ્રતધર શ્રી સીતાજી પણ ત્યાં જ છે.” આ સાંભળી સ્વસ્થ બનેલા શ્રી રામચંદ્રજી પણ બોલ્યા કે-“સારી વાત છે કે સીતાએ કેવળજ્ઞાની મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી.” આજે આ રીતે શાંત કરે એવો ભાઈ પણ ક્યાં છે ? - હવે તો એનું એ લોક તાળી પાડી કહેવા લાગ્યું કે “ધન્ય છે સીતાને !” દિવ્ય કરી રહ્યા પછીથી દરેક વખતે લોક સીતાને વખાણવા લાગ્યું. લોકને શું? જેવો વાયરો વાય તેવું બોલે. આપણો મુદ્દો એ છે કે લોકની દશા કઈ ?” લોક તો વાત વાતમાં વિરોધ કરે. વાત સજ્જનની કહેલી છે કે દુર્જનની-એની પરીક્ષા લોકને થોડી કરવી છે ? લોકનો સ્વભાવ જ એ છે કે એ તો દરેકની વાત ફાવે તેમ ફેલાવે. ગાંડા લોકના વિરોધથી મૂંઝાઈ જઈને શ્રી સીતાદેવીનો ત્યાગ કરવાથી, શ્રી રામચંદ્રજી જેવા મહાપુરુષને પણ પશ્ચાત્તાપ કરવો પડ્યો તો પછી બીજાનું શું? માટે શાસ્ત્રકાર મહર્ષિઓ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ ફરમાવે છે, પણ લોકના વિરોધ માત્રથી ગભરાઈ જઈને સત્ય વસ્તુનો કે સત્ય વસ્તુની ઉપાસનાનો ત્યાગ કરવાનું ફરમાવતા નથી-એ ધર્મના આરાધક આત્માઓએ બરાબર સમજી લેવા જેવું છે. સભાઃ સીતાજીને દીક્ષા આપી ત્યારે શ્રી રામચંદ્રજી વગેરે ત્યાં આવીને તોફાન કરત તો? ભૂલ્યા ! આ વાત કદી બને જ નહિ, પણ માની લો કે કદાચ બને, તો ઇંદ્ર Page #251 -------------------------------------------------------------------------- ________________ 223 –– ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17 - ૨૨૩ બધાને પહોચી વળવા સમર્થ હતા. જે કાળમાં વિરોધીઓ બળવત્તર હોય ત્યારે નાની સંખ્યામાં રહેલા પણ ધર્મનું બળ એવું હોય છે કે પેલાઓને પાછા જવું જ પડે. શાસન જયવંતુ છે. શાસન રહેવાનું ત્યાં સુધી રક્ષક પણ જયવંતા રહેવાના જ ! જો એમ ન ચાલે તો તો અરાજકતા થાય ! સજ્જનો જીવી શકે જ નહિ !! સારો કાળ હોય ત્યારે સજ્જનને સહેવું ન પડે : વગર સત્યે સાધ્ય સાધી શકે એ વાત ખરી ! અને ખરાબ કાળમાં વેઠવું પડે પણ કાંઈ નાશ ન પામી જાય. દરેક કાળે જેવા જેવા વિરોધી હતા, તેવા તેવા રક્ષક હતા, હોય છે : વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે. એક સાચો ધર્માત્મા, લાખ્ખો અધર્મમાં હીરાની જેમ ઝળકે છે. અધર્મીને તો પહેલું હૃદય જ ડંખે. ચૌદ આની બળ તો ત્યાં જ નાશ પામે. બાકીના બે આની બળ પર ધમાચકડી કર્યા કરે, પણ ધર્માત્માની દૃષ્ટિ એ બધા બળને ઢીલું કરે. તમે જુઓ, જ્યારે ત્યારે ધર્મીઓની દૃષ્ટિ કઈ હોય છે ? “હશે-“હશે” એવી દૃષ્ટિ છતાં આ શાસન કાયમ અને વિરોધીની ધાંધલ આટલી આટલી છતાં ત્યાં નાસીપાસી ! કારણ એ છે કે અહીં મૂળ સાચું છે. એક એક ધર્મીની સુંદર જાગૃતિ હોય તો ઘણી જ સારી અસર નિપજાવે. અરે, સુધર્મા ઇંદ્રને વચ્ચે આવવાની જરૂર જ ન પડે : જુઓ ને ! શ્રી રામચંદ્રજીના ગુસ્સાને શ્રી લક્ષ્મણજીએ જ ન વધવા દીધો ! હાથમાં બાણ લેવાને તૈયાર થયા કે તરત જ શ્રી લક્ષ્મણે આવીને શાંત કર્યા. આ મહાપુરુષો પુણ્યવાન એવા કે એમને સલાહ આપનારા સાથે જ હોય. શ્રી લક્ષ્મણજીનો આત્મા તો નરકગામી, વિરતિનો ઉદય પણ નહિ, છતાં પણ વસ્તુ પ્રત્યે સદ્ભાવ કેટલો ? કેવા મજાના શબ્દ બોલી શ્રી રામચંદ્રજીને શાંત કર્યા ? એ શબ્દો એવી ઊંચી કોટિના છે કે ગમે તેવા કષાયમાં ચડેલા આત્માને પણ શાંતિ આપ્યા વિના રહે નહિ. શ્રી લક્ષ્મણજી બોલ્યા છે કે : “હે આર્ય ! આ શોભે ? કોઈ પ્રભુનો માર્ગ આરાધે તે સામે આપણો વિરોધ હોય? આપણે સંસારમાં રોળાતા હોઈએ તો ભલે રોળાઈએ, પણ કોઈ છૂટતું હોય ત્યાં વિરોધ હોય ?' ઉપકારી પુરુષોએ તો કહ્યું છે કે “એક સર્વવિરતિ લે ત્યારે સમગદષ્ટિ આત્માઓને ઘેર ઘેર વધામણાં હોય.' લક્ષ્મણ ઉપરનો શ્રી રામચંદ્રજીનો મોહ સભા : લક્ષ્મણ પર રામનો મોહ ખરો ને ? અરે, એ મોહ તો મહા ભયંકર ! છ મહિના શ્રી લક્ષ્મણજીનું શબ લઈ શ્રી Page #252 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ રામચંદ્રજી ફર્યા છે. સેનાપતિ કે જે દીક્ષા લઈ દેવલોક ગયો હતો, એના પ્રતિબોધથી શ્રી રામચંદ્રજી બોધ પામ્યા છે. લક્ષ્મણ કેવી રીતે મૃત્યુ પામ્યા એ જાણો છો ? ૨૨૪ ઇંદ્રસભામાં રામ અને લક્ષ્મણના સ્નેહની વાતને સાંભળીને બે દેવતાઓ કૌતુકથી પરીક્ષા કરવા લક્ષ્મણજીના મકાન ઉપર આવ્યા અને માયાથી શ્રી લક્ષ્મણજીના આખા અંતઃપુરને, શ્રી રામચંદ્રજી મરી ગયા હોય એવી રીતે રોતું બતાવ્યું. એ રીતે રોતા અંતઃપુરને જોઈને શ્રી લક્ષ્મણજી બોલ્યા કે : ‘શું મારા જીવિતના પણ જીવિતરૂપ મારા ભાઈ મરણ પામ્યા ? હા ! છલઘાતી કૃતાંતે શું કર્યું ?’-આ પ્રમાણે બોલતાં શ્રી લક્ષ્મણજીનું જીવિત તે વચનની સાથે જ નાશ પામ્યું. શ્રી લક્ષ્મણજીને મરેલા જોઈને દેવતાઓ પણ ઘણા જ ખિન્ન થયા અને પોતાની ખૂબ નિંદા કરતા, પોતાના દેવલોકમાં ચાલ્યા ગયા. 224 આ બાજુ શ્રી લક્ષ્મણજીનું અંતઃપુર આક્રંદ કરવા લાગ્યું. આ આક્રંદને સાંભળી શ્રી રામચંદ્રજી આવ્યા અને બોલ્યા કે : -‘વગર જાણ્યે આ અપમંગળ શું આરંભ્યું છે ? હું પણ જીવું છું અને મારો ભાઈ પણ જીવે છે. ભાઈને કોઈ મોટી વ્યાધિની પીડા છે. ઔષધથી મટી જશે.’-એમ કહી વૈધાદિકને બોલાવ્યા. સઘળા ઉપાયો નિષ્ફળ ગયા. આથી આખા કુટુંબમાં ભયંકર આક્રંદ ચાલ્યું. સર્વત્ર શોક છવાઈ ગયો. રામચંદ્રજી પણ મૂર્ચ્છિત થયા. મૂર્છા વળ્યા પછી વિલાપ કરવા લાગ્યા. આ સમયે શ્રી રામચંદ્રજીના પુત્રો ‘લવણ’ ને ‘અંકુશ’ પિતાજીને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે : ‘લઘુપિતાના (કાકા) મૃત્યુથી અમે આજે સંસારથી ઘણા જ ભય પામ્યા છીએ : સર્વને માટે આ મૃત્યુ અકસ્માત્ આવે છે : માટે મનુષ્યોએ મૂળથી જ પરલોકની સાધના માટે તત્પર થઈને રહેવું જોઈએ : માટે અમને દીક્ષા માટે અનુમતિ આપો, કારણ કે હવે આ લઘુપિતા વિનાના ઘરમાં રહેવું એ યોગ્ય નથી.’ ભાગ્યશાળી ! કહો, આ સમય દીક્ષાની અનુમતિ માંગવા જેવો તમને લાગે છે ? અહીંયાં ઔચિત્ય અને અનૌચિત્યની ચર્ચા કરનારાઓને બોલવાનું સ્થાન રહી શકે છે ? વૈરાગ્ય, એ એવી વસ્તુ છે કે ત્યાં સાંસારિક વ્યવહારોને વાસ્તવિક રીતે સ્થાન નથી. અને આજે જે વ્યવહારોની ચિંતા છે, તે સૂચવે છે કે વિરાગીના વિરાગમાં શિથિલતા છે અને બીજાઓને વૈરાગ્યની કિંમત નથી. અન્યથા આ દશા હોય જ નહિ. Page #253 -------------------------------------------------------------------------- ________________ 225 - ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17 ૨૨૫ આ બાજુ શ્રી રામચંદ્રજી તો ભયંકર શોકાવસ્થામાં છે. આ અવસ્થામાં રજા આપે એ પણ અશક્ય જેવું છે. આથી એ બન્ને પુણ્યશાળી અને પરમ વિરક્ત આત્માઓ “શ્રી લવણ' અને “શ્રી અંકુશ' માત્ર આટલું કહીને જ ચાલતા થયા અને દીક્ષા અંગીકાર કરી : ગુરુએ આપી પણ દીધી, આરાધી અને મોક્ષે પણ ગયા. શ્રી લક્ષ્મણજીના મૃત્યુના અને આવી પરિસ્થિતિના સમાચાર આખી અયોધ્યામાં ફેલાઈ ગયા છે. આ સંયોગોમાં પણ ગુરુએ દીક્ષા આપી દીધી. આ પછીથી રામચંદ્રજી પણ ભાઈની વિપત્તિથી અને પુત્રોના વિયોગથી વારંવાર મૂચ્છ પામવા લાગ્યા અને મોહથી બોલવા લાગ્યા કે : “હે ભાઈ ! શું મેં કોઈ વખતે કંઈ પણ તારું અપમાન કર્યું છે, કે જેથી તે આ પ્રકારનું મૌન અંગીકાર કર્યું છે ? તું આવો થયો ત્યારે તો હે ભાઈ ! પુત્રોએ પણ મારો ત્યાગ કરી દીધો.' આ પછી અનેક સમજાવનારા સમજાવે, તે છતાં પણ મોહના વશપણાથી નહિ સમજતાં, શ્રી લક્ષ્મણજીના શબને રોજ નવરાવે, ધોવરાવે, ખોળામાં બેસાડે ને મનાવતા હોય તેમ ચેષ્ટા કરે. આવી રીતે રામચંદ્રજી જેવા પણ લક્ષ્મણના મોહમાં આટલા ઘેલા થયા હતા ! આ રીતે કરતાં તેઓએ છ માસ વિતાવી દીધા અને પરિણામે પોતાના સેનાપતિ, જે સંયમ આરાધી દેવ થયો હતો, તેનાથી બોધ પામ્યા અને અનેકની સાથે સંયમ અંગીકાર કર્યું. શ્રી રામચંદ્રજી નીકળ્યા એમ જાણી સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓ પણ સંયમધર થયા. તે વખતે સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ સંયમનો સ્વીકાર કર્યો. પરમ સંયમધર શ્રી રામચંદ્રજી એક વખતે કોઈ અટવીમાં રહેલી ગુફામાં રહ્યા હતા, ત્યાં ધ્યાનમગ્ન થયેલા તે પરમર્ષિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને તે દ્વારા શ્રી લક્ષ્મણજીને નરકમાં પડેલા જોયા અને એથી “ધર્મકર્મ વિનાનું લાંબુ આયુષ્ય પણ અંતે નરકને આપનારું નીવડ્યું : ખરેખર, કર્મનો વિપાક જ ભયંકર છેએમ વિચાર્યું. તે પછી પૃથ્વીતલને પાવન કરતા તે મુનિવર કોટિશિલા ઉપર પધાર્યા. ત્યાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ, કેવળજ્ઞાન પામી, અને ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી મુક્તિપદને પામ્યા. વૈરાગ્ય થાય ત્યારે દુનિયાનું ઔચિત્ય, વિરક્ત આત્માને બાધ ન કરે. રામાયણ, એ દીક્ષાની ખાણ છે- એ હું જણાવી ચૂક્યો છું. રામાયણમાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 26 આવતા રાજામહારાજાઓમાં સંખ્યાબંધ સંયમધર થયા છે. શ્રી હનુમાનજીને સૂર્યાસ્ત જોઈને વૈરાગ્ય થયો છે અને તરત જ દીક્ષા લીધી છે : તેમજ તેમની સાથે સંખ્યાબંધ રાજાઓએ અને રાણીઓએ સંયમ અંગીકાર કર્યું છે. વિચારો કે આ રાજકુટુંબોની ભાવના કેવી હશે ? સૂર્ય તો હંમેશાં અસ્ત થાય છે જ ને ? તમને તે જોઈ એવા ઉત્તમ વિચારો આવે છે કે જેના યોગે વૈરાગ્ય થાય ? આલંબન ઊંચાં લો ! અરે, એક શહેરમાં એક માણસની સ્ત્રી સળગી ગઈ સખત રીતે દાઝી : તે માણસ પણ તે બનાવ જોઈને થરથરી ઊઠ્યો : દવા પણ કયાં ચોપડે ? ચામડી એવી બળી ગઈ હતી કે જોતાં જ કંપારી છૂટે અને થોડા કલાકમાં એ બાઈ મરણ પામી. એ આદમી રોજ વ્યાખ્યાનમાં આવતો હતો. તે દિવસે બપોરે આવી બધી વાત કહી અને પોતાને બહુ ત્રાસ થયો છે એમ જણાવ્યું. “સમયે હિતકર સૂચના કરવી જોઈએ-એ ન્યાયે મેં કહ્યું કે : “ભાઈ ! સંસારનું સ્વરૂપ જ એવું છે ! આયુષ્ય ક્ષણિક છે માટે ચેતવા જેવું છે. એટલે તરત એ આદમી હસી પડ્યો અને કહેવા લાગ્યો કે : “આપ તો આપની જ વાત કરો છો, પણ એ કાંઈ બને નહિ; સંસારમાં એમ તો બન્યા જ કરે છે : એથી કાંઈ ડરીએ-બરીએ નહિ.” હવે આ સ્થિતિમાં સૂર્યાસ્ત જોવાથી શું અસર થાય ? એ અસર તો પુણ્યશાળી પુરુષોને જ થાય. સંસ્કારો એવા કેળવો, સંયોગો એવા મેળવો, વાર્તાલાપ એવો કરો કે ઉત્તમ વિચારો અને વૈરાગ્ય સહજ થાય. ધર્મગોષ્ઠિ કરો અને નવરી વાતોમાં ન પડો, તો ઉત્તમ વિચારો અને વૈરાગ્ય કેમ ન આવે ? નાની શી જિંદગી ! એમાં જો ખરાબ સંસ્કારમાં પડી ગયા અને જાગ્રત ન થયા તો પસ્તાવું પડશે. નાનાં બાળકો દીક્ષા લે છે એની દયા આવે છે, પણ મોટા નથી નીકળતા તેનું શું ? તમારી પોતાની પણ દયા આવે છે કે નહિ ? મોટાએ નીકળવું નહિ, નાનાને નીકળવા દેવા નહિ, એ ન્યાય ક્યાંનો ? વસ્તુનો વિરોધ કઈ રીતે કરવામાં આવે છે તે સમજાતું નથી. દુનિયાના વ્યવહારમાં પણ બાળકને સમજાવીને કામ લેવાય છે. નિશાળે ન જતો હોય તો પૈસો આપીને કે ચીજ આપીને પણ મોકલવામાં આવે છે. એ Page #255 -------------------------------------------------------------------------- ________________ 227 – ૧૭ : લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત - 17 – ૨૨૭ લાલચ આપીને બાળકને નિશાળે મોકલવું, એ તમે સારું માનો છો યા નહિ ? કહો ને કે માનીએ જ છીએ, કારણ કે જે સારી ચીજ છે, તે યુક્તિથી અને જે જાતના પ્રયત્નથી દેવાય એ પ્રયત્નથી દેવી એ હિતકર જ છે. બાળક સારી વસ્તુનો જે રીતે રસિયો બને, તે રીતે આચરવામાં કશી જ હરકત નથી કારણ કે બાલ્યાવસ્થા એવી છે કે એને જેવી કેળવવી હોય તેવી કેળવાય. વારુ કહો, હવે દીક્ષા એ ચીજ સારી છે કે ખોટી છે ? સ્કૂલમાં બેસનારા છોકરાઓ પણ નઠોર નથી હોતા ? ઘણાયે બજારોમાં બેસનારા વેપારીઓ અને ધંધા કરનારાઓ ભીખ નથી માંગતા ? છતાં એ ચાલુ છે. ત્યાં તો તમે બહુ એક્કા છો. કોઈ નવી પેઢી કાઢે એને કોઈ ના કહે ? કોઈ એમ કહે કે “ઘણાંએ દેવાળાં કાઢ્યાં માટે ઘેર બેસો !” અને કદાચ કોઈ તેમ કહે તો પણ સાંભળનારો કહી દે કે : “એ બીજા, અમે એવા નહિ : જો આ પેઢી, ફલાણી પેઢી ચાલુ છે ને ? અમે પણ એવા મશહૂર છીએ.” ત્યાં બધા શાહુકારના દાખલા લે અને અહીં બધા પડેલાના, દેવાળિયાના દાખલા દે. આ પડ્યા, તે પડ્યા, એ દાખલા જ હાથ આવે. ચડેલાના દાખલા હાથ લે તો તો વાંધો આવે. જ્ઞાની કહે છે કે દાખલા ચડેલાના લો ! પડેલાને સંભારો નહિ.' પડેલાનાં દૃષ્ટાંત લેવાં એ તો દેવાળિયાનું કામ અને ચડેલાનાં દષ્ટાંત લેવાં તે શાહુકારનું કામ. ફલાણે ફૂક્યું એવું શાહુકાર ન જુએ. એ તો જાત વેચીને પણ આબરૂ રાખે અને જેને પાઘડી ફેરવવી હોય તે તો એમ જ કહે કે “એમાં નવાઈ શી ? બધા એમ જ કરે છે.” એમ વિચારી ઝટ નાદારીમાં નામ નોંધાવે. અહીં તો સારી ચીજ માત્ર શુદ્ધ હૃદયથી શુદ્ધ ભાવથી દેવાની અને લેવાની છે. દેનારની ભાવના ખોટી હોય તો પણ લેનાર તો તરી જ જાય. ગુરુ જ પહેલાં મોક્ષે જાય અને શિષ્ય પછી જ જાય, એ કાયદો અહીં નથી. શિષ્ય પહેલાં પણ જાય અને ગુરુ ન પણ જાય : પાછળ પણ રહી જાય : અને શિષ્ય સારો હોય તો ગુરુને પણ ખેંચીને લઈ જાય. શિષ્ય પ્રથમ મુક્તિએ જાય, એ આ શાસનમાં નવું નથી. આ શાસન તો આરાધક માટે છે. જે આત્મા અધિક આરાધના કરે તે પ્રથમ મુક્તિએ જાય, ઓછી કરે તે પછીથી જાય અને વિરાધના કરે તે ડૂબી પણ જાય ! માટે દરેક રીતે જનતાને આરાધક બનાવવા પ્રયત્નો ચાલુ જ રહેવા જોઈએ. આ બધી ધૂનનની તૈયારી થાય છે. હલાવવું પડશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ અજ્ઞાન વાતાવરણથી દુનિયા ડહોળાઈ રહી છે. માટે સાવધાનીથી જોરદાર પ્રયત્નો ચાલુ રાખવા જ જોઈએ. સુસ્ત કે બેદરકાર રહેવું, એ અત્યારના સમયમાં ઘાતક બનવા જેવું છે : માટે સહુએ પોતાની શક્તિનો સંપૂર્ણ સદ્વ્યય કરવો જ જોઈએ : અને એ માટે જ આપણી છેલ્લી માગણી એ છે કે ‘આ સંસારથી મુક્તિ ન થાય ત્યાં સુધી : “તજ્ઞ વિ મમ દુખ્ત સેવા, મને મને તુમ્હ ચલાળે ।" ૨૨૮ 228 Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! 18 પ્રાસંગિક : • સુદર્શનની ખ્યાતિ : • અંગારમદકાચાર્યનું દૃષ્ટાંત : : શ્રી સુદર્શન શેઠની નિશ્ચલતા : • સુદર્શન શેઠના પૂર્વભવનું વૃત્તાંત : ૧ શ્રી સુદર્શન શેઠ અને મહાસતી મનોરમાની નિશ્ચળતા : • શ્રી સુદર્શન અને કપિલા : • જય વિયરાયમાં આપણે કયાં સુધી આવ્યા ? • સુદર્શન અને અભયા રાણી : વિષય: ભવનિર્વેદનું મહત્ત્વ દષ્ટાંતના આધારે. અંગારમઈકાચાર્ય તથા હોઠ સુદર્શન જૈનશાસનની સમગ્ર સાધનાપદ્ધતિનું મંડાણ ભવનિર્વેદના પાયા ઉપર રચાયેલું છે માટે જ્યારે પણ અવસર મળે ત્યારે જૈનાચાર્યો એ પાયાને મજબૂત કરવાનો જ પ્રયત્ન કરતા હોય છે. અહીં પણ પૂર્વે કહેવાયેલ ‘ભવનિર્વેદ' એક નવા જ રૂપરંગમાં પુનઃ પ્રસ્તુત થયો છે. અંગારમદકાચાર્યમાં ભવનિર્વેદનો અભાવ જોઈ એમના શિષ્યો એમનો કેવો ત્યાગ કરે છે અને મહાસત્ત્વશાળી શેઠસુદર્શનના પૂર્વભવની અણસુણી અને ચાલુ ભવની લોકપ્રસિદ્ધ વાર્તાને પણ પ્રવચનકારશ્રીજીએ તેમની અદ્ભુત શૈલી દ્વારા પીરસી ભવનિર્વેદને સરસ રીતે સમજાવ્યો છે. જયવીયરાય સૂત્રાર્થથી વિચારણા અંતર્ગત જ આ પ્રવચન આગળ વધ્યું છે. મુવાક્યાતૃત • સંસાર પર નિર્વેદ (કંટાળો) ન થાય, ત્યાં સુધી આગળના એક પણ ગુણની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. દુગંધ જાય નહિ ત્યાં સુધી સુગંધ ન આવે. • આગમથી વિરુદ્ધ બોલનાર હોય, તો એના આચારની પણ કિંમત નથી. • જેનો યોગે આ બધું મળ્યું, તેનો ઇન્કાર કરે તો મળેલું પણ નકામું. • પાલનમાં શિથિલતા આવી હોય, પણ સત્યને સત્ય તરીકે કહેનારો શાસનમાં સ્થાન પામી શકે છે. • સન્માર્ગની જિજ્ઞાસાવાળો તો ઉન્માર્ગની દેશના સાંભળે પણ નહિ. જ્યાં ત્યાંથી હીરા લાવવા, એ કામ તો ઝવેરીનું, બધાંનું નહિ ! • સૂત્રો બોલતાં અર્થજ્ઞાન હોય એ અનુપમ, એનો ઇન્કાર નથી, પણ એ ન હોય તોય માત્ર શબ્દો એ પણ મંત્રાલરો છે. ઉત્તમ શબ્દોનું શ્રવણ પણ આત્માના વિષને ઉતારનાર છે. શરત એટલી જ કે “શ્રદ્ધા નિર્મળ જોઈએ.’ • જે આત્માને આ આખો સંસાર જ ભયંકર નાટકરૂપ ભાસતો હોય, તેને કૃત્રિમ અને વિષયવાસનાને ઉત્તેજિત કરનાર નાટક-ચેટક તરફ રસ પણ કેમ જાગે ? • ખોટું કહેનારાનો તો ઉપકાર માનો ! એ તો સાવધ રાખે, ચેતવે, ભલે ભાવના ગમે તે હોય. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૮: શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે “આ શાસન જયવંતુ વર્તે છે, કારણ કે આમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમ જ એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એક પણ સુંદર વિચાર એમાં નથી એમ નથી. એના સિદ્ધાંતો બધી અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયેલા છે કે એને સેવનાર કર્મમળથી રહિત થઈ નિયમ મુક્તિપદે જાય જ. એથી જ તે શાશ્વત છે, અનુપમ છે ને સઘળા શ્રી તીર્થંકરદેવોથી નમસ્કાર કરાયેલું છે.' આ તીર્થમાં આચાર એ મુખ્ય વસ્તુ છે. આ તીર્થના આચારને જીવનમાં ઉતારવા હોય તો ભાવના બહુ જ મજબૂત જોઈએ. એ મજબૂતી માટે રોજ બોલાતા પ્રાર્થનાસૂત્ર ઉપર વિચારણા કરી રહ્યા છીએ, એ પ્રાર્થનાસૂત્ર જો હૃદયપૂર્વક બોલાય, તો ગોઠવણ એવી મજાની છે કે જરૂર ભાવના મજબૂત થાય. પ્રાર્થનાની શરૂઆતમાં જ “ભવનિર્વેદ'ની માંગણી છે. સંસાર પર નિર્વેદ ન થાય, ત્યાં સુધી આગળના એક પણ ગુણની વાસ્તવિક પ્રાપ્તિ થઈ શકે તેમ નથી. દુર્ગધ જાય નહિ ત્યાં સુધી સુગંધ ન આવે ? દુર્ગધના પરમાણુ નાકમાં મૂકી ફરનારને, ગુલાબની સુગંધ ન આવે એમાં કાંઈ બગીચાનો દોષ છે ? સુગંધનો ખપ હશે તેણે દુર્ગધ કાઢવી જ પડશે. એ દુર્ગધી એવી રીતે નીકળવી જોઈએ કે એનું સ્મરણ પણ ન થાય. તો પછી એની વાતચીત, ઉપદેશ વગેરે તો હોય જ શાનાં ? પ્રાસંગિક આચારની કમી હોય તો હજુ પણ નભે : “સંવિજ્ઞપાક્ષિકને શાસનમાં સ્થાન છે, એનું કારણ શું ? કારણ એ જ કે “તે પુણ્યાત્મામાં આચારની ન્યૂનતા છે, પણ ભાવ સંવેગનો છે : એ સાચાને ખોટું તો ન જ કહે.' સંયમને પરિપૂર્ણપણે નહિ પાળી શકનાર સંવિજ્ઞ પાક્ષિકના વચનને જરૂર પડે તો (‘જરૂર પડે તો'-એ શબ્દો યાદ રાખો) સાંભળવાની છૂટ, અરે પાસથ્થો કે જેનામાં સંયમની શિથિલતા છે, પણ વસ્તુ માર્ગને અનુસરતી કહેતો હોય, તો વખતે (વખત આવે તો, હોં !) એના વચનને સાંભળવાની પણ છૂટ છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ 21 – ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18--- ૨૩૧ સભા : રૂપિયા આપીને સાંભળતા અને સંભળાવતા માટે શું ? એટલી હીન કોટિની વાત હું નથી કરતો અને આને માટે પણ કદાચ : કદાચ હોં ! ખપ પડે તો ! સાંભળ્યા વિના વસ્તુનો નાશ થતો હોય તો સાંભળે. “કદાચ-શબ્દ બરાબર યાદ રાખવાનો છે. પાસસ્થાને સાંભળવાની છૂટ દીધી, એનું કારણ શું ? આચારમાં ઢીલો ખરો, પણ આજે એટલે કે આગમને-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માથે ધરનારો-હૈયે રાખનારો માટે ! એ દેશના આપે તો એ જ આપે, પણ વિરુદ્ધ ન આપે. તેથી આચારમાં ચાહે તેવો પ્રવીણ હોય, પણ જો આનો (આગમનો) અનુયાયી ન હોય, એટલે કે આગમથી વિરુદ્ધ બોલનાર હોય, તો એના આચારની પણ કિંમત નથી ? એને સાંભળવું એ પણ યોગ્ય નથી ! જેના યોગે આ બધું મળ્યું, તેનો ઇનકાર કરે તો મળેલું પણ નકામું. સભા : નિહ્નવ? જે કહો તે ! અરે નિહ્નવ તો એક જ વચન ઉત્થાપે એને કહેતા : પણ સઘળું ઉત્થાપે ત્યાં શું કહેવું ? આ આચાર બહુ કીમતી છે, માટે એના જિજ્ઞાસુને સંસાર ઉપરથી નિર્વેદ તો થવો જ જોઈએ. દુર્ગધના પરમાણુ એવા નીકળી જવા જોઈએ કે સુગંધનો પરિચય થાય. ભવની વાસના ન ગઈ હોય તો ભવ છોડ્યો તોય શું ? ભવની વાસના ગઈ હોય તે કોઈ વખત તીવ્ર કર્મના ઉદયથી ગબડે તો પણ વિચારે કે હું ભૂલ્યો અને બીજાને પણ કહે કે “હું ભૂલ્યો છું પરંતુ સાચો માર્ગ તો આ જ છે.” ભવનિર્વેદ તો ધર્મસાધનાની જડ (મૂળ) છે. આખી દુનિયા સંસારને પોષવા, ચલાવવા, ખીલવવા, વખાણવા બેઠી છે : એમાં કદાચ બસો-પાંચસો જણા વખાણે, ન પોષે, ન ખીલવે તો બગડી શું જાય? નાશ શો થઈ જાય ? વાત એ છે કે પેલી (ભવની) વાસના એવી ઘૂસી ગઈ છે કે એકદમ કાઢવી મુશ્કેલ થઈ પડી છે. માટે જ પ્રાર્થનાની શરૂઆતમાં ભવનિર્વેદ છે. એ ન આવે ત્યાં સુધી આત્મા સમ્યક્તમાં પણ ટકી શકતો નથી, તો વિરતિની તો વાત જ શી કરવી ? મૂળ જાય ત્યાં શાખાઓ કયાંથી હોય ? આથી જ આપણે કહીએ છીએ કે “ભવ ઉપર નિર્વેદભાવની જાગૃતિ છતાં, કર્મના ઉદયથી કદાચ પાલનમાં શિથિલતા આવી હોય, પણ સત્યને સત્ય તરીકે કહેનારો શાસનમાં સ્થાન પામી શકે છે પરંતુ આગમથી વિરુદ્ધભાષી તો સ્વપર ઉભયનો નાશક છે, માટે આગમવિહિત માર્ગના વિરોધીઓથી તો દૂર જ રહેવું જોઈએ. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 2:2 અંગારમર્દિકાચાર્યનું દષ્ટાંતઃ કુમાર્ગનો પ્રરૂપક તો સુયોગ મળે તો કદાચ બચી જાય, પણ અજ્ઞાનના યોગે ઉન્માર્ગગામીની પાછળ જ જનારાઓની શી દશા ? એ તો ભારે દુરાગ્રહી જ બની જાય છે. તેઓ તો પોતાની સત્ય સાંભળવાની શક્તિને પણ ગુમાવી બેસે છે. ઉન્માર્ગ કહેનાર પણ સુધરે તો ભાગ્યે જ, પણ યોગ મળે તો શક્તિ છે એટલે કદાચ સરળતા અંગીકાર કરે તો સુધરી જાય, પણ પેલા પાછળ જનારા તો એવા આગ્રહી બની જાય છે કે “તું જાય પણ અમે ન જઈએ, કેમ કે આબરૂ જાય. આવા પ્રસંગો ઘણા બન્યા છે. એકવાર નહિ પણ અનેકવાર બન્યા છે. સન્માર્ગની જિજ્ઞાસાવાળો તો ઉન્માર્ગની દેશના સાંભળે પણ નહિ. જ્યાં ત્યાંથી હીરા લાવવા, એ કામ તો ઝવેરીનુંઃ બધાનું નહિ ! તેમ છયે દર્શનનાં શાસ્ત્રો વાંચવા-વિચારવાનું કામ તો એવી તાકાત ધરાવનારનું ! શક્તિહીનો માટે તો શાસ્ત્ર મિથ્યાષ્ટિના પરિચયને પણ નિષેધ્યો છે, કારણ કે શક્તિહીનો તો અજ્ઞાનના યોગે પોતે જ ઉન્માર્ગે ઘસડાઈ જાય. તાકાતવાળો તો પહોંચેલો હોય, એટલે સામાને પોતાની દિશામાં લાવે ? ત્યારે શક્તિહીન તો સામાની દિશામાં દોડ્યો જાય : એટલે એની હાલત શી થાય ?, એ વિચારો. કોરો ત્યાગ, તપ, સંયમ એની કિંમત નથી. તામલી તાપસે છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ સાઠ હજાર વર્ષ સુધી કર્યો, પણ એ તપનું પરિણામ શું? એ તપ ન હતું એમ નહિ, તપ તો ઉગ્ર હતું, છતાં પણ શાસ્ત્ર એ તપને અજ્ઞાન કષ્ટ તરીકે ઓળખાવ્યું. અભવિમાં સંયમ કેટલું ? ઘણું જ મજાનું ! જ્ઞાન દેશઉણા દશ પૂર્વનું : પામે તો એટલું પામે : દેશનાશક્તિ એવી અજબ કે એને સાંભળીને સંખ્યાબંધ આત્માઓ સંયમ લઈને મોક્ષે જાય, પણ પોતાને તેનો લાભ નહિ ! સભા ? એને કાંઈ લાભ નહિ ? લાભ એટલો કે દેવલોક જાય : એટલા માટે જ એ આ બધું કરે. શ્રીતીર્થંકરદેવની ઋદ્ધિ જુએ, સમવસરણ જુએ, દેવતાઓને પ્રત્યક્ષ જુએ, એટલે એને એમ થાય કે “આવું બધું મળે, લોકપૂજા પમાય, દેવલોક મળે, સુખસાહ્યબી મળે, એ માટે સંયમ સેવવું !” અને પછી એવી જ ઇચ્છાને તૃપ્ત કરવા માટે સંયમ સેવે અને ઉગ્ર તપ વગેરે કરે : પણ શ્રદ્ધા નહિ. અંગારમદકાચાર્ય નામના આચાર્ય પાંચસો શિષ્યોના ગુરુ હતા : એ અભવિ હતા : એ પોતાના Page #261 -------------------------------------------------------------------------- ________________ 2૩૩ - ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! - 18 – ૨૩૩ પરિવાર સાથે જે નગર તરફ ચાલ્યા આવતા હતા, તે નગરમાં પણ એક આચાર્ય હતા. એમને સ્વપ્ન આવ્યું કે “આજે પાંચસો હંસના ટોળા સાથે માલિક તરીકે એક કાગડો આવે છે.” સ્વપ્નાનુસાર નિર્ણય કર્યો કે “જરૂર કોઈ અભવિ આત્મા આવે છે : પાંચસો જણ ભવિ, પણ નાયક કોઈ અભવિ હોવો જોઈએ.” એ ગુરુ ગીતાર્થ હતા. એમણે બીજા સાધુઓને જણાવી દીધું કે “આજે આવનારા સાધુઓ તમામ ભવ્ય છે, પણ આચાર્ય અવિ છે.” પેલા આવ્યા. એમના શિષ્યોને પણ ખાનગી રીતે આ ગીતાર્થ ગુરુએ જણાવી દીધું કે : “તમે જેની સેવામાં રહ્યા છો તે આત્મા યોગ્ય નથી : તમે નહોતા જાણતા ત્યાં સુધી તો તમે લાભ ઉઠાવી શકતા હતા, પણ હવે જાણ્યા પછી તમારે ત્યાગ કરી દેવો જોઈએ.' શિષ્યોએ પૂછ્યું કે : “ખાતરી શી ?' ગીતાર્થ ગુરુએ કહ્યું કે : “તમે રાત્રે ઊંઘશો નહિ, જાગતા રહેજો ને જે થાય તે જોજો.' આમણે જવા-આવવાના અમુક માર્ગ પર કોલસાની કાંકરી પથરાવી, કે જેનો અવાજ ચું ચું થાય. રાત્રે બધા સૂતા. પેલા પાંચસો સાધુઓ જાગે છે. જેને શંકા માટે જવું પડે તે સાધુઓએ જવા માંડ્યું, પણ જરા અવાજ થતાં પાછા ફર્યા કે રખે જીવ તો ન હોય ! કોઈથી ન રહેવાયું તે સાચવી સાચવીને ગયા પણ તે કંપતે હૃદયે. રાત્રે પેલા આચાર્ય ઊઠ્યા : ચાલ્યા : અવાજ થયો. જોયું કે કોઈ જાગતું નથી. તરત બોલી ઊઠ્યા કે : “જ્ઞાનીનાં જીવડાં કેવું ચું ચું બોલે છે !' પગ સારી રીતે મૂકીને ચાલવા લાગ્યા. હવે આ જ ગુરુ, જ્યારે જીવદયાનું નિરૂપણ કરે ત્યારે હૃદય પિગળાવે તેવું કરે. શિષ્યોએ આ જોયું, સાંભળ્યું. સવારે કહી દીધું કે “આજથી અમે આપથી જુદા છીએ.” કોઈ પૂછે કે “એ સંયમી ખરા કે નહિ ?' શાસ્ત્ર કહે છે કે “એ સંયમ, એ વિરાગ અને એ તપની કિંમત અંકાતી હોત, તો દુનિયામાં નિષ્પરિગ્રહી ઘણાયે છે : પરંતુ એ બધા કાંઈ પૂજ્ય નહિ !' કપડાં વગરના કંઈ થોડા ફરે છે ? એ સંયમ, ચારિત્ર, તપ, વિરાગ, બધું દેખાવમાં-પણ અહીં (હૈયામાં, શ્રદ્ધામાં) ક્યાં ? એ અભવિ પણ એટલો લાભ શાથી કરી શકે ? આગમાનુસારી કહે છે માટે એટલો પણ ઉપકાર કરી શકે. અને આગમથી ઊલટું કહેનાર માટે તો પૂછવું જ શું ? એ તો આઘો જ સારો. સુદર્શન શેઠના પૂર્વભવનું વૃત્તાંત: શ્રી જિનેશ્વરદેવના અનુયાયી માત્રને ભવનો નિર્વેદ તો હોવો જોઈએ ને? એ સંસારને સારો કે યોગ્ય તો ન જ માને. એ માનીએ કે “સંસારને પૂરો Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 234 કારાગૃહ ન સમજે : જેટલે અંશે સમકિતની નિર્મળતા તેટલે અંશે સમજે :પણ સંસારને સારો તો ન જ માને : સંસારમાં આનંદ તો ન જ માને; એ એમ કહ્યું કે “દેખાય તો છે આનંદ, પણ છે આફત : કારણ કે પરિણામે આફત છે.” શ્રાવકની ખ્યાતિ કેવી હોવી જોઈએ એ વિચારો ! સુદર્શન શેઠની ખ્યાતિ કેવી હતી ? શ્રાવકની ખ્યાતિ સર્વત્ર કેવી હોય ? જેને આ વસ્તુ જચે અને શ્રાવક બની જાય, તેની સર્વત્ર ખ્યાતિ કેવી હોય ? આપણો વ્યવહાર, આચાર અને પ્રવૃત્તિ એવાં અને એટલા સુંદર અને શુદ્ધ હોવાં જોઈએ કે “ગમે તેવા જનારને એમ લાગે કે આ આત્મા નિર્મળ છે, સંસારથી લગભગ નિરાળા જેવો છે.” અત્યારે તો વિષયાસક્તિથી ઊંચો ન આવતો હોય, પાંચ ઇંદ્રિયોની આધીનતામાંથી બહાર ન નીકળતો હોય, એમાંથી પરવારતો જ ન હોય, તે સુંદર વિચાર પણ શી રીતે કરે ? દુનિયામાં પડેલાને તો મોજમજા, રંગ-રાગ, ઋદ્ધિ-સિદ્ધિ, એ બધાના જ વિચાર આવે. ત્યાં અવાજ ક્યાં થાય ? એ અવાજમાં આ ઘૂસે શી રીતે ? ભવનિવ્વઓ' વગેરે બોલે બધું, પણ અંદર જુદું. નહિ તો આવું બોલનારને છાયા સરખી પણ ન હોય ? પૂરો અમલ તો ન હોય, પણ છાયાએ ન હોય તે કેમ ચાલે ? જો છાયા પણ ન પડે તો સમજવું કે “બહુ જ અધમ કોટિનો આત્મા છે.” શ્રી સુદર્શનના પૂર્વભવમાં એ કશું ન પામ્યા એમ કહીએ તો ચાલે. માત્ર શ્રદ્ધાના યોગે જ આટલે ઊંચે આવ્યા હતા. પૂર્વભવમાં એ એક શેઠને ત્યાં પણ ચારનાર હતા. એક વખત અટવીમાંથી પશુ ચારીને સાંજે આવતા હતા, ત્યારે એ અટવીમાં એક મુનિને કાયોત્સર્ગ ધ્યાને ઊભેલા જોયા. ઋતુ શિયાળાની હતી : ઠંડી એટલી બધી હતી કે જેનો સુમાર નહિ. આ પશુ ચારનારને એ વિચાર થયો કે “આ મુનિ આવી ઠંડીમાં રાત્રિ કઈ રીતે પસાર કરશે ? કોઈ પૂજ્ય મહાત્મા છે, ધન્ય છે, એમને પગે લાગીએ.' આખી રાત એને આ જ ચિંતા અને આ જ ઉદ્ગાર થયા. સવારે ફરીથી અટવામાં આવ્યો અને મુનિવરને જોયા : પગે લાગ્યો : મુનિવર પણ ‘નમો રિહંતાઈ’ કહી આકાશમાં ઊડી ગયા. પેલો પશુ ચારનારો તો સમજ્યો કે આ “નમો અરિહંતાણમાં તાકાત છે : એનાથી જ આ મુનિ આકાશમાં ઊડી ગયા. એ પશુ ચારનારો તો હવે એ જાપ ગોગા કરે. ખાતાપીતાં, ઊઠતા-બેસતાં, જ્યાં જાય ત્યાં એ જ ગોખે. એના શેઠે પૂછ્યું કે “આ તને કોણે શીખવ્યું ?' શેઠના પૂછવાથી તેણે સઘળી હકીકત શેઠને કહી. Page #263 -------------------------------------------------------------------------- ________________ 235 – -૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18--- ૨૩૫ શેઠે આ વાત સાંભળીને તેને કહ્યું કે “હે ભદ્ર ! આ વિદ્યા એકલા આકાશગમનમાં જ હેતુભૂત નથી, પણ સ્વર્ગ અને મોક્ષમાં પણ હેતુભૂત છે. આ ભુવનત્રયમાં જે કોઈ સુંદર વસ્તુ છે, તે આનાથી સુખપૂર્વક મળી શકે છે. આનો મહિમા અપરિમિત છે. ભાગ્યના યોગે જ તને આ વસ્તુની પ્રાપ્તિ થઈ છે, પરંતુ આ મહામંત્ર તારે અશુચિપણે ન બોલવો જોઈએ.” ઉત્તરમાં પશુ ચારનાર કહે છે કે “મને તો એનું વ્યસન પડ્યું : એના વિના મારે ન ચાલે : હું તો ક્ષણ પણ બોલ્યા વિના રહી શકે તેમ નથી.' આથી ખુશ થયેલા શેઠે એને પૂરો નવકાર શિખવાડ્યો. પછી એ તો પૂરો નવકાર જ્યાં હોય ત્યાં બોલવા લાગ્યો. આથી તેની સુધા-તૃષ્ણા આદિની વેદના નાશ પામવા લાગી. એકવાર નદીમાં પૂર આવ્યું. “નમો અરિહંતાણં' કહી-ઊડું, એમ ધારી ઊડ્યો : નદીના કિનારે પડ્યો : ખીલો વાગ્યો અને પ્રાણ ચાલ્યા ગયા : પણ એ જાપના યોગે શ્રી સુદર્શન થયો. એવા ઊંચા કુળમાં પેદા થયો કે જ્યાં સર્વસ્વ આવી મળે. પણ નવકારની શ્રદ્ધામાં સર્વસ્વ હતું ત્યારે ને ! ભોળો જીવ હતો અને કશું જ જ્ઞાન ન હતું, પણ શ્રદ્ધા અપૂર્વ હતી. અર્થના જ્ઞાન વગરનું શ્રુતજ્ઞાન પણ ભારે કામ કરે છે. વીંઝીના મંત્રનો અર્થ પૂછો જોઈએ. વીંછીનું ઝેર ઉતારનારને કે એના ગુરુને પણ ખબર ન હોય. એ તો છુ, છુ કરે, પણ વીંછી ઊતરે તો ખરો ને ! અર્થજ્ઞાન છે તો અનુપમ, એનો ઇનકાર નથી, પણ એ ન હોય તોય માત્ર શબ્દો એ પણ મંત્રાક્ષરો છે. શુદ્ધ શ્રદ્ધા હોવી જોઈએ. એની ટીકા કરનારા વિરાધકો છે. ઉત્તમ શબ્દોનું શ્રવણ પણ આત્માના વિષને ઉતારનાર છે. શરત એટલી જ કે “શ્રદ્ધા નિર્મળ જોઈએ.” શ્રી સુદર્શન અને કપિલા : નવકારના પ્રતાપે એ પશુ ચારનારો શ્રી સુદર્શન થયો. ઉત્તમ કુળ અને ધર્મને યોગ્ય સઘળી સામગ્રી મળી. “ભવનિવ્વઓ' વગેરે માંગણી કરનારના આચાર, વિચાર તથા પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી દુનિયા ઉપર ઊંચામાં ઊંચી એની છાપ પડે. શ્રી સુદર્શન શેઠના શીલનો મહિમા ગવાય છે. શીલના દૃષ્ટાંતમાં એમનું દૃષ્ટાંત લેવાય છે. શ્રી સુદર્શન કેવળ પોતાનાં માતાપિતાને જ હર્ષ આપનારા Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ 238 ન હતા, પણ સર્વ લોકને હર્ષ આપનારા હતા. જે નગરમાં “શ્રી સુદર્શન' ઉત્પન્ન થયા હતા, તે નગરમાં રાજાને પ્રિય અને વિદ્યાનિધિ “કપિલ” નામનો પુરોહિત હતો. તેને શ્રી સુદર્શનની સાથે કદી પણ નાશ ન પામે તેવી ગાઢ પ્રીતિ થઈ ગઈ હતી, અને તેથી તે પુરોહિત ઘણો કાળ મહાપુરુષ શ્રી સુદર્શન શેઠની સાથે જ રહેતો. એવા પુણ્યશાળી અને પરમ શીલસંપન્ન એવા શ્રી સુદર્શન શેઠ ઉપર પણ આપત્તિ આવી હતી અને ધીરપણે તે આપત્તિને તે પુણ્યપુરુષે સહી લીધી હતી. એવા પણ પુણ્યનિધિ ઉપર આપત્તિ કેમ આવી, એ ખાસ જાણવા જેવી બીના છે. જે પુરોહિત પ્રાયઃ સઘળો સમય શ્રી સુદર્શન પાસે ગાળે છે, તેની કપિલા નામની પત્નીએ એકવાર તે પુરોહિતને પૂછ્યું કે “નિત્યકર્મોને પણ ભૂલી જઈ આટલો સમય ક્યાં બેસી રહો છો ? ઉત્તરમાં કપિલે કહ્યું કે “હું શ્રી સુદર્શનની પાસે રહું છું.' કપિલાએ પૂછ્યું કે “એ સુદર્શન કોણ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં કપિલ કહે છે કે : "मम मित्रं सतां धुर्य, विश्वकप्रियदर्शनम् । સુદર્શનં ત્રિ, તત્ત્વસિ વિશ્વન શા” સપુરુષોના આગેવાન અને વિશ્વમાં એક છે પ્રિયદર્શન જેનું એવા મારા મિત્ર “સુદર્શનને જો તું જાણતી નથી, તો તું કાંઈ તત્ત્વને જાણતી નથી.” આ પ્રમાણે સાંભળી કપિલા કહે છે કે “તે સુદર્શનને હવે જણાવો.' આથી તેની ઓળખાણ આપતાં પુરોહિત કહે છે કે : સાવૃજમવાસસ્થ, નિતિન : સુધીર / ૧ एष रूपेण पञ्चेषुः, कान्त्येन्दुस्तेजसा रविः । गाम्भीर्येण महाम्भोधिः, क्षमया मुनिसत्तमः ।। २ ।। दानैकचिन्तामाणिक्य, गुणमाणिक्यरोहणः । प्रियालापसुघाकुण्डं, वसुधामुखमण्डनम् ।। ३ ।। अलञ्च खलु यद्वाऽस्य, निखिलानपरान् गुणान् । गुणचूडामणे: शीलं, यस्य न स्खलति क्वचित् ।। ४ ।।" આસુદર્શન, ઋષભદાસ શ્રેષ્ઠિનો બુદ્ધિશાળી પુત્ર છે. તે રૂપે કરીને કામદેવ છે, કાંતિએ કરીને ચંદ્રમા છે, જે કરીને સૂર્ય છે, ગાંભીર્ય કરીને મહાસાગર છે, ક્ષમાએ કરીને મુનિસત્તમ છે, દાન દેવામાં એક ચિંતામણિક્ય છે, Page #265 -------------------------------------------------------------------------- ________________ 237 - ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18– – ૨૩૭ ગુણોરૂપીમાણિયો માટે રોહણાચલ પર્વત છે,પ્રિય આલાપો માટે સુધાકુંડ છે અને પૃથ્વીના મુખનું ખંડન છે અથવા જે ગુણ ચૂડામણિનું શીલ કોઈપણ સ્થળવિચલિત નથી થતું, એવા પુણ્યશાળીના બીજા ગુણોને કહેવાથી સર્યું.” આ પ્રમાણે ગુણવર્ણનને સાંભળી પુરોહિતની પત્ની કપિલા કામવિહ્વળ થાય છે. “આવા ઉત્તમ ગુણને સાંભળવાથી વિકાર જાગે ?'-આ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે એ તો આત્માની યોગ્યતા ઉપર આધાર રાખે છે. જેવો આત્મા! જેના ગુણો જગતને સન્માર્ગે દોરવાનું કામ કરતા, તે જ ગુણોએ કપિલાને કામવિહ્વળ બનાવી દીધી. કામવિહ્વળ કપિલા સુદર્શન ઉપર અનુરાગિણી બની ગઈ. કપિલા નિરંતર એક સુદર્શનના સંગમની જ ચિંતા કર્યા કરે છે. એકવાર રાજાની આજ્ઞાથી પુરોહિત બહારગામ ગયો. આ તકનો લાભ લઈ પુરોહિતની સ્ત્રી સુદર્શનને ત્યાં જઈ કહેવા લાગી : “આપના મિત્ર બીમાર છે, આપને તેડવા મને મોકલી છે, આપ નહિ આવો તો એમની બીમારી વધી જશે, માટે જરા આપ ત્યાં પધારો, બીમારીને લઈને એ અહીં આવી શક્યા નથી.” સરળ સ્વભાવથી શ્રી સુદર્શન તે જ વખતે કપિલને ઘેર ગયા, કારણ કે તેમને કપટની ખબર નહિ. ઘરમાં પેસતાં જ “મિત્ર ક્યાં છે ?'-એમ શ્રી સુદર્શને પૂછ્યું. કપિલાએ ઉત્તરમાં કહ્યું કે : “આગળ ચાલો, તમારા મિત્ર સૂતેલા છે.' કંઈક આગળ જઈને શ્રી સુદર્શન બોલ્યા કે “અહીં પણ કપિલ નથી : શું તે કોઈ બીજે સ્થળે ગયેલ છે ?' ઉત્તરમાં કપિલાએ જણાવ્યું કે ‘શરીરની અસ્વસ્થતાથી તે પવન વિનાના સ્થાનમાં રહેલા છે, માટે મૂળ કમરામાં જાઓ અને મિત્રને જુઓ.” આથી સરળ આશયવાળા શ્રી સુદર્શન તે મૂળ કમરામાં પણ પેઠા અને ત્યાં પણ પોતાના મિત્રને ન જોવાથી પૂછ્યું કે “હે કપિલે ! કપિલ ક્યાં છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં બારણું બંધ કરીને કામને ઉદ્દીપન કરનારી ચેષ્ટાઓ કરતી કપિલાએ કહ્યું કે “અહીંયાં કપિલ નથી, માટે કપિલા સાથે જ આનંદ કરો. આપને કપિલ અને કપિલામાં ભેદ શો છે ?' શ્રી સુદર્શન પૂછે છે કે : “કપિલા સાથે મારે શું આનંદ કરવાનો હોય ?” આના ઉત્તરમાં કપિલા કહે છે કે “જ્યારથી તમારા મિત્રે મારી પાસે તમારા ગુણોનું વર્ણન કર્યું છે, ત્યારથી કામવર મને પીડા કરે છે, માટે હે નાથ ! Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 238 તમને હું નાથ તરીકે ઇચ્છું છું અને વિનવું છું કે કામથી વિહ્વળ બનેલી મને આપ શાંત કરો.” આ સાંભળી પરમ શીલસંપન્ન શ્રી સુદર્શન વિચારે છે કે – “પડ્યા રોડથસવિસ્થા, કુર્વિવિવિઘેરા વિધિ માટે પણ દુર્વિચિંત્ય એવો આ સ્ત્રીનો પ્રપંચ કેવો? ધિક્કાર છે સ્ત્રીઓને !' આ પ્રમાણે વિચારી તે બુદ્ધિશાળીએ અપેક્ષાપૂર્વક કહ્યું કે “શૂનાં પૂમિઃ શિg, પકોડામપત્તેિ ! મુવા પુરુષવેષા, મલીનાસિ વશ્વિતા | શા" હે અપંડિતે! આ વાત યુવાનો માટે યુક્ત છે, પણ હું તો નપુંસક છું. ફોગટ તું મારા પુરુષવેશથી વંચિત થઈ છે.' આ સાંભળી એકદમ વિરક્ત બની ગયેલી તેણીએ-“જા, જા'-એમ કહીને બારણું ઉઘાડી નાખ્યું અને શ્રી સુદર્શન ચાલી નીકળ્યા. “હું નપુંસક છું'-એમ કહીને સુદર્શન છૂટ્યા અને વાત પણ સાચી હતી, કારણ કે સુદર્શન પરનારી પ્રત્યે તેવા જ હતા. પરનારી પ્રત્યે તેમને કદી વિકારની વાસના જાગે જ નહિ, એવા તે દૃઢ મનોબળવાળા હતા. આ રીતે છૂટ્યા પછી-“થોડા જ પ્રયત્નથી હું નરકના દ્વારમાંથી છૂટ્યો-એમ વિચારતા શ્રી સુદર્શન પોતાના ઘર પ્રતિ પહોંચી ગયા અને સ્ત્રીઓના સ્વરૂપને વિચારતા અને તેઓના તેવા સંસર્ગથી બચી જવાને ઇચ્છતા શ્રી સુદર્શન શેઠે એવો અભિગ્રહ કર્યો કે “રાત: પરંપરદ, વાસ્થમ વરિલેવ: ” “આજથી આરંભીને હવે કોઈ પણ વખત એકલો હું પારકાના ઘરમાં નહિ જાઉં.' વિચારો ! શ્રાવકની એટલે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વર્તતા પુણ્યશાળી આત્માઓની મનોભાવના કેવી હોય છે ? અયોગ્ય સંસર્ગોથી અને પાપમય આચારોથી બચવા માટે તેઓ કેટલા અને કેવા સાવધાન હોય છે ? તે પુણ્યશાળી નિરંતર ધર્મકર્મમાં તત્પર રહેવા સાથે પાપની આચરણાથી દૂર રહે છે, કારણ કે એમનામાં શ્રી જિનશાસનની રસિકતા છે. સુદર્શન અને અભયા રાણી : એક વખત ઇંદ્રમહોત્સવ હતો. રાજા, પુરોહિત તથા સુદર્શન સાથે ઉદ્યાનમાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! 18 ગયા. પાછળ ‘અભયા’ રાણી પણ કપિલાની સાથે ઉદ્યાનમાં ગઈ. શ્રી સુદર્શનની ભાર્યા પણ પોતાના છ પુત્રોની સાથે વાહનમાં બેસી ઉદ્યાનમાં આવી. શ્રીમતી મનો૨મા પણ મહાસતી હતી. શ્રીમતી મનોરમાને જોઈને પુરોહિતની પત્ની કપિલાએ અભયા રાણીને પૂછ્યું કે ‘આ કોણ છે ?' રાણીએ જણાવ્યું કે ‘આ સુદર્શનની સ્ત્રી છે.’-આ સાંભળીને વિસ્મિત થયેલી કપિલા કહે છે કે તેને પુત્રો ક્યાંથી ? કારણ કે સુદર્શન તો નપુંસક છે.’ રાણીએ કહ્યું કે ‘એ વળી શું ? એ કોણે કહ્યું ?'-પુરોહિતની સ્ત્રીએ બધી વાત જણાવી એટલે રાણીએ જણાવ્યું કે ‘હે મૂઢ ! જો એમ જ છે, તો તું જરૂ૨ ઠગાઈ ગઈ, કારણ કે તે પરસ્ત્રીઓને માટે નપુસંક છે, પણ પોતાની સ્ત્રી માટે તેવો નથી.’ આથી વિલખી બનેલી કપિલા ઇર્ષ્યાથી કહે છે કે : 'હું તો મૂઢ હતી માટે ઠગાઈ, પણ બુદ્ધિશાળી એવી તું અધિક શું કરવાની ?' અભિમાનમાં આવેલી અભયા કહે છે કે ‘જો હું રાગથી પથ્થરને પકડું તો અચેતન એવો તે પણ પીગળી જાય, તો પછી સચેતન પુરુષની વાત જ શી ?'-આ સાંભળી વધુ ઇર્ષ્યાળુ બનેલી કપિલાએ કહ્યું કે ‘હે દેવી ! આવા પ્રકારના ગર્વને ધારણ ન કર અને જો એવો ગર્વ રાખતી જ હો, તો તું સુદર્શનને સ્વાધીન કર !' અભયા રાણી પણ અહંકારપૂર્વક બોલી કે : ‘હે સખી ! મેં સુદર્શનને સ્વાધીન કર્યો જ એમ માન. ચતુર ૨મણીઓએ કઠોર અને વનવાસી તપસ્વીઓને પણ રમાડ્યા, તો કોમળ મનવાળા ગૃહસ્થની શી વાત ? જો હું એની સાથે ન ૨મું તો અગ્નિમાં પેસું.’-આ પ્રકારની પ્રતિજ્ઞા કરી અભયા પણ પોતાના આવાસે આવી. જોઈ દશા ? ‘બેની વાતો અને ભોગ ત્રીજાનો !’-તેનો આ એક અજોડ નમૂનો છે. પુરોહિતની સ્ત્રીનું કે અભયા રાણીનું સુદર્શને કાંઈ બગાડ્યું હતું ? નહિ જ. છતાં વાતો એ બેની અને ધાડ શ્રી સુદર્શન પર ! 239 અભયાએ આ વાત પોતાની ‘પંડિતા’ નામની ધાવમાતા, કે જે સર્વવિજ્ઞાનમાં પંડિત હતી તેને કહી જણાવી. આ સાંભળી તે ધાવમાતા કહે છે કે : " पण्डिताऽवोचदाः पुत्रि ! न युक्तं मन्त्रितं त्वया । अज्ञेऽद्यापि न जानासि, धैर्यशक्तिं महात्मनाम् ।। १ ।। " ‘હા પુત્રી ! તેં આ યોગ્ય વિચાર નથી કર્યો. હે અજ્ઞાન ! તું હજુ સુધી પણ મહાત્માઓની ધૈર્યશક્તિને જાણતી નથી.’ ૨૩૯ આ પ્રમાણે સામાન્ય વાત કહીને સુદર્શનની વિશેષતા બતાવતાં તે ‘પંડિતા’ નામની ધાવમાતા કહે છે કે : Page #268 -------------------------------------------------------------------------- ________________ 250 – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૧ - "जिनेन्द्रमुनिशुश्रूषा-निष्कम्पीकृतमानसः । सुदर्शन: खल्वसौ तत् - प्रतिज्ञां धिगिमां तव ।। १।। अन्योऽपि श्रावको नित्यं, परनारीसहोदरः । किमुच्यते पुनरसौ, महासत्त्वशिरोमणिः ।।२।। ब्रह्मचर्यधना नित्यं, गुरवो यस्य साधवः । कथं कार्येत सोऽब्रह्म, गुरुशीलाद्युपासकः ।।३।। सदा गुरुकुलासीनो, ध्यानमौनाश्रितः सदा । आनतुमभिसर्तुं वा, स कथं नाम शक्यते ।। ४।। दरं फणिफणारत्न-ग्रहणाय प्रतिश्रवः । कदापि न पुनस्तस्य, शीलोल्लङ्घनकर्मणे ।। ५।।" ખરેખર, આ સુદર્શન શ્રી જિનેંદ્ર દેવ અને નિગ્રંથ મુનિવરોની શુશ્રષાથી નિષ્કપહદયવાળો છે, તે કારણથી તારી આ પ્રતિજ્ઞાને ધિક્કાર છે બીજો પણ શ્રાવક હમેશ પરનારી-સહોદર હોય છે, તો પછી મહાસત્ત્વશાળી પુરુષોમાં શિરોમણિ સમાન આ શ્રી સુદર્શન માટે તો કહેવું જ શું? હંમેશાં બ્રહ્મચર્ય' રૂપ ધનથી ધનવાળા બનેલા જેના ગુરુઓ છે, અને ગુરુ તથા શીલાદિ ધર્મનો જે ઉપાસક છે, તેની પાસે અબ્રહ્મચર્યનું સેવન શી રીતે કરાવી શકાય ! જે હંમેશાં ગુરુકુળમાં રહેવાવાળો છે અને જે સદા ધ્યાન અને મૌનનો સેવક છે, તેને લાવવો અને રમાડવોએ કેમ શક્ય થાય? ફરિધરની ફણા ઉપર રહેલા રત્નને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી છે, પણ તે સુદર્શનના શીલને ખંડિત કરવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી નથી.” વિચારો કે શ્રાવકોની અને તેમાં પણ શ્રી સુદર્શન શેઠની કેવી અનુપમ ખ્યાતિ હતી ? શ્રાવકો તો પરનારી-સહોદર જ હોય. “શ્રી જિનેશ્વરદેવના અને નિર્ઝન્થ ગુરુના સેવકને અનાચારમાં જોડવો એ અશક્ય છે-આ જેવી તેવી ખ્યાતિ ગણાય ? “બ્રહ્મચારી ગુરૂઓના સેવકોને અબ્રહ્મચર્ય તરફ કેમ કરીને દોરી શકાય ?'-આવા વિચારો ઠેઠ રાજ્યના અંતઃપુર સુધી પહોંચી જાય, એ નાનીસૂની વાત નથી. શ્રી સુદર્શન માટે- ફણીધરની ફણા ઉપર રહેલા રત્નને લેવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી છે, પણ તેના શીલને ખંડિત કરવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી નથી'-આ વાત ધાવમાતા કેવા જોરપૂર્વક કરે છે એ સમજાય છે ? Page #269 -------------------------------------------------------------------------- ________________ 241 – ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! - 18 – ૨૪૧ શ્રી સુદર્શન એટલે નિરંતર ગુરુઓની જ સેવામાં રહેનાર અને જ્ઞાનીએ બતાવેલી આત્મકલ્યાણની ક્રિયાઓમાં જ રત, એટલે એને અનાચારના માર્ગે ઘસડી જવો, એ કોઈપણ રીતે શક્ય નથી.-આવી ખાતરી રાણીની ધાવમાતા આપે, એ શું ઓછી વાત છે ? પૂર્વના અશુભોદયથી કે પાપની કાર્યવાહીથી ભલે આપત્તિ આવી, પણ એમની જાત માટે વિશ્વાસ કેવો એ વિચારો. ખરેખર, ધર્મનું જીવન ધર્મપરાયણ જ હોવું જોઈએ. એના જીવનમાં અધમ પ્રવૃત્તિઓને સ્થાન ન જ હોવું ઘટે. એની એકેએક પ્રવૃત્તિ આત્મકલ્યાણકર જ હોવી જોઈએ. પાપથી તે હંમેશાં ડરતો રહેવો જોઈએ. વિષયકષાયને વધારનારી પ્રવૃત્તિઓથી તે દૂર જ ભાગનારો હોવો જોઈએ. ઇંદ્રિયો ઉપર તેનો વિશિષ્ટ કાબૂ હોવો જોઈએ. એના જીવનમાં નાટક ને ચટક ન હોય : નાટક ચેટકની રુચિ, એ આત્માની વિષયાધીનતા સૂચવે છે. જે આત્માને આ આખો સંસાર જ ભયંકર નાટકરૂપ ભાસતો હોય, તેને કૃત્રિમ અને વિષયવાસનાને ઉત્તેજિત કરનાર નાટક-ચેટક તરફ રસ પણ કેમ જાગે ? જો ઇન્દ્રિયોની આધીનતા નથી, તો કહો કે પૈસો ખર્ચ, ઊંધ વેચી, ઉજાગરો કરી, નાટક-ચેટક શું કામ જોવાય છે ? હૈયામાં કે ઘરમાં શું કામ નાટક થાય છે ? તો પછી શું જોવા જાઓ છો એ તો કહો ! જરા આત્માને પૂછજો. રાજા, રાણી અને ધમાચકડી : પડદાના પાઠ તો કહો ! એવી રીતે નાટક જુઓ, રાત્રે ચા પીઓ, આઇસ્ક્રીમ ખાઓ, અયોગ્ય આદમીઓનો સંસર્ગ થાય, કેટલાક તો એવા આદમી આવે કે જેના શબ્દો સાંભળતાં પણ કંટાળો આવે, આ નાટક શા માટે જોવા જાઓ છો ? વિષયાસક્તિને પોષવા-રંગરૂપને જોવા, એમ કહો ને ! તમારા મન ઊછળે અને કઈ દશા થાય એ તમારા આત્માને પૂછજો ! આજના સંસર્ગો, આજનું વાતાવરણ, આજની દુનિયાની હવા,-એ બધાંએ તમને એવા ઘેર્યા છે કે, તમારા ઉપર મોટા અંકુશની જરૂર છે. એ બધામાંથી તમે મુક્ત ન થાઓ, ત્યાં સુધી આ વસ્તુનો સ્વાદ ન આવે. ચાર મહિના શીલ પાળવામાં તમને શો વાંધો છે ? તમારો આત્મા અનેક રીતે, અનેક સ્થાને વેચાણ થઈ ગયો છે. તમારી ઇંદ્રિયો પાછળ તમારી દોડાદોડ છે. તમારી લાલસાનો અંત ક્યાં છે? તમારી જાતે તમે વિચારો ને ! ધર્મી તરીકે ફરવું હોય તો આ દશા ચાલે ? તમને જે કહું છું તે બરાબર Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 22 સમજો. બહારનાને કહો કે અહીં શું કહેવાય છે ! શ્રી સુદર્શન શેઠ તો ઘણા સારા હતા, પણ આપણને શું કામ લાગે ? એમનું જીવન જાણી, સાંભળી, આપણે આચારમાં ઉતારીએ તો કામ લાગે ને ? સુદર્શનની ખ્યાતિ : તમે શ્રી સુદર્શન શેઠની ખ્યાતિનો ખૂબ વિચાર કરો અને તેવી ખ્યાતિ થાય તેવા જીવનને જીવી જાણો. શ્રી સુદર્શન શેઠના શીલનું ખંડન કરવાની પ્રતિજ્ઞા કરનાર રાજરાણીને તેની ધાવ માતા ધિક્કારે છે અને કહે છે કે “તે શ્રી જિનેશ્વરદેવનો અને નિગ્રંથ ગુરુઓનો સેવક છે, બ્રહ્મચર્યરૂપ ધનથી ધનવાન બનેલા ગુરુઓનો અને શીલાદિ ધર્મનો ઉપાસક છે, એટલે પોતાની પાસે જે ભોગાદિની સામગ્રી છે, તેને પણ તજવા ઇચ્છે છે અને નિરંતર ગુરુકુળમાં રહેનાર તેમજ સદા સક્રિયાઓમાં રત રહેનાર છે, એટલે તેને પાપક્રિયામાં કઈ રીતે જોડી શકાય ?' વિચારો ! હવે ચોવીસે કલાક તમારી પ્રવૃત્તિ કઈ ? અર્થ-કામની પ્રવૃત્તિ શ્રાવક ન છૂટકે કરે, આ વિધિ છે. તમે ન છૂટકે કરો છો ? આ દશાનો વિચાર કરો તો આરસીમાં મુખ જુઓ અને જેમ દેખાય તેમ બધું દેખાય. મુખ પર ડાઘ હોય તો તો કોઈ કહે કે નાહ્યો નહિ હોય, પણ અહીં આચારમાં ડાઘ હોય એનું શું થાય ? એ તો ભયંકર કલંક કહેવાય. ખોટા કલંકથી ગભરાવું નહિ : કોઈ ખોટું કલંક દે તો ગભરાવું નહિ પણ તે કલંક હોવું ન ઘટે. દુર્જનોનો સ્વભાવ છે કે સજ્જનોને કલંક આપે. સજ્જને વિચારવું કે “કલંક છે ?' હોય તો કાઢવું. ન હોય તો કહેવું કે “જીવો કર્માધીન છે, ભલે બોલે. આપણે ખોટા હોઈશું તો કોઈના સારા કહેવાથી મુક્તિ મળશે નહિ અને સારા હોઈએ તો ચિંતા પણ શી છે ?' એક કવિ કહે છે કે “ખોટું કહેનારાનો તો ઉપકાર માનો ! એ તો સાવધ રાખે, ચેતવે, ભલે એની ભાવના ગમે તે હોય, પણ તેમાં આપણને વાંધો શો ?' અસ્તુ. ધાવમાતા પાસેથી-“સુદર્શન ગુરુકુળમાં કાયમ રહેનારો, બને એટલો સમય ધર્માનુષ્ઠાનમાં ગાળનારો, ત્રિકાળપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ, વારંવાર અધ્યયનાદિ, દાન, શીલ, તપ, ભાવનાદિમાં નિમગ્ન, ધ્યાનમગ્ન, મૌનમાં રહેનારો, એને અહીં લાવવો અને રીઝવવો એ બને કેમ ? ફણીધરની ફણા Page #271 -------------------------------------------------------------------------- ________________ 24૩ - ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! - 18 – ૨૪૩ પરનું રત્ન લેવાનો પ્રયત્ન શક્ય, પણ સુદર્શનનું શીલ ખંડવાનો પ્રયત્ન શક્ય નથી. જો કે ફણીધરનો મણિ પણ શક્ય નથી, છતાં કોઈ બળવાન ધારે તો લાવી શકે, પણ સુદર્શનના શીલને ખંડિત કરવાનો પ્રયત્ન કેવળ અશક્ય છે.આ પ્રમાણે સાંભળી રાણી તો ગાભરી બની ગઈ, પણ જો તે કામ ન થાય તો અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા છે એટલે થાય શું ? એટલે તે “અભયા” ધાવમાતાને કહે છે કે, “ગમે તેમ થાય, પણ એકવાર તું ગમે તે રસ્તે એને અહીં લાવ, પછી હું જોઈ લઈશ.” ધાવમાતા અંતે તો એને આધીન છે ને ? એણે કહ્યું કે “એક રસ્તો છે : પર્વતિથિએ એ પૌષધ કરે છે અને રાત્રે કોઈ પણ સંયોગ વગરના શૂન્ય મકાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહે છે. એ વખતે ઊંચકીને લવાય, પરંતુ એ કંઈ સમજાવીને કે ભોળવીને લવાય તેમ નથી.” શ્રી સુદર્શન શેઠની નિશ્ચલતાઃ - સુદર્શન શેઠ તો પર્વતિથિએ રાત્રે પૌષધ કરતા, પણ તમે શું કરો ? શનિવાર હોય તો નાટક જુઓ. તે દિવસે તો નવો ખેલ, ખાસ ખેલ હોય ને! સુદર્શનને પકડી જવાની યોજના રચાય છે, પણ તમને પકડી જવા પડે તેમ નથી. તમે તો દોડ્યા જાઓ. પતાસાંથીયે તમે તો પલળી જાઓ. પૈસા ખાતર કુદેવ, કુગુરુ કે કુધર્મની સેવામાં જતાંયે વાર નહિ : તૈયાર. સ્વાર્થ ખાતર ગમે ત્યાં જવામાં વાંધો નહિ. અર્થ-કામના રસિયાને અહીંથી ખસેડતાં-ધર્મથી પરામુખ કરતાં વાર કેટલી ? રાજાની રાણી તૃષ્ટમાન થાય તો જતાં વાર લાગે ? પણ શ્રી સુદર્શન શેઠને એની કિંમત નહોતી. ચક્રવર્તીની રાણી હોય તો પણ શું ? તેમને પોતાના ધર્મની કિંમત હતી. જ્યારે શ્રી સુદર્શન પોતાની સાધનામાં લીન હતા, ત્યારે અભયાના આગ્રહથી ધાવમાતા તેને ફસાવવાની યોજનામાં હતી ! કેટલાક દિવસો પછી કૌમુદી મહોત્સવ આવ્યો અને તે જ દિવસે ચોમાસી પર્વ હતું. રાજાએ આખા નગરને એ ઉત્સવ ઊજવવાની આજ્ઞા કરી, પણ શ્રી સુદર્શને અનુમતિ મેળવી અને ભક્તિપૂર્વક શ્રી જિનેશ્વરદેવની સ્નાત્ર-વિલેપન આદિ પૂજા કરી ચૈત્ય પરિપાટી કરી અને રાત્રિએ પૌષધ અંગીકાર કરી, નગરના કોઈ શૂન્ય ચોરા ઉપર કાયોત્સર્ગમાં રહ્યા. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ––– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 244 આ વખતે પંડિતાએ અભયારાણીને કહ્યું કે “કદાચ આજે તારા મનોરથ પૂરા થાય તો થાય, માટે આજે તું પણ ઉદ્યાનમાં જતી નહિ !' રાણી પણ માથાની પીડાનું નિમિત્ત કાઢીને ઉદ્યાનમાં ન ગઈ. કેટલું અને કેવું કપટ રચવું પડે છે ? રાણી ન ગઈ અને રાજા ગયા. અહીં સુદર્શન પણ રાત્રે શૂન્ય ચોરામાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા છે. ધાવમાતાએ કપટપ્રબંધ શરૂ કર્યો, કારણ કે ચોકીદાર તો હોય ને ! એટલે પહેલાં તો જુદી જુદી મૂર્તિઓ લાવવા અને લઈ જવા માંડી અને કહ્યું કે રાણીજી જઈ શક્યાં નથી, તો તેઓ અહી દેવતાનું આરાધન કરશે.” આ રીતે બે-ત્રણ વાર કર્યા પછી જ્યારે ચોકીદારોની ઉપેક્ષા જોઈ, કે શ્રી સુદર્શનને વાહનમાં બેસાડી અને વસ્ત્રથી ઢાંકીને લાવી રાણીની પાસે ઊભો રાખ્યો. રાણીએ દીન મુખે ઘણી ઘણી પ્રાર્થના કરી, પરંતુ શ્રી સુદર્શન તો પોતાના કાયોત્સર્ગમાં નિશ્ચલ જ રહ્યા. આથી ફરીથી પણ રાણીએ સમજાવ્યા અને શરીરની સાથે આલિંગનાદિ કરવા લાગી. તે છતાં પણ આ મહાપુરુષ જરા પણ ચલિત ન થયા અને અભિગ્રહ કર્યો કે “જો હું આ ઉપસર્ગમાંથી છૂટું તો જ કાયોત્સર્ગ પારું, નહિ તો મારે અનશન છે.' એટલે કે બોલવું ચાલવું બધું જ બંધ. આ પછી રાણીએ જેમ જેમ કદર્થના કરી, તેમ તેમ તેઓ પોતાના ધ્યાનમાં સ્થિર થવા લાગ્યા. રાણીએ આખી રાત્રિ પર્યત થઈ એટલી કદર્થના કરી, પણ રાણીનું કંઈ વળ્યું નહિ : છેવટે પ્રભાતકાળ થવા આવ્યો : રાણીએ જ્યારે જાણ્યું કે “કંઈ વળે તેમ નથી અને હમણાં રાજા પણ આવી પહોંચશે, માટે જે નવાજૂની કરવી હોય તે કરી લેવી.' તરત પોતાના હાથે પોતાના શરીર ઉપર નખોના ઘા કર્યા અને બૂમ મારી કે “આ કોઈ મારા ઉપર બળાત્કાર કરે છે.” આથી સંભ્રાન્ત થયેલા દ્વારપાળો દોડી આવ્યા અને કાયોત્સર્ગમાં રહેલા શ્રી સુદર્શનને જોયા અને વિચાર્યું કે : “અસ્મિત્ત સન્મતિ પત” “આ શ્રી સુદર્શન શેઠમાં આ સંભવતું નથી.” શ્રી સુદર્શન શેઠ અને મહાસતી મનોરમાની નિચ્ચળતા : શ્રી સુદર્શન શેઠની કેવી ખ્યાતિ ! સેવક રાણીના, છતાં પણ રાણીનું માનવા તૈયાર નથી. રાજાના દ્વારપાળો પણ શ્રી સુદર્શનને ખરાબ માનવા તૈયાર ન હતા. દ્વારપાળોએ પોતાની ફરજને અદા કરવા માટે રાજાને આ Page #273 -------------------------------------------------------------------------- ________________ 245 – – ૧૮: શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18–– ૨૪૫ વાત જણાવી. આથી રાજા પણ ત્યાં આવ્યા અને અભયાને પૂછ્યું : અભયા રાણીએ પોતાને ફાવતી વાતો કરીને, શ્રી સુદર્શન શેઠ ઉપર બળાત્કાર કરવાનો ભયંકર આરોપ મૂક્યો. શ્રી સુદર્શન શેઠની ખ્યાતિથી પરિચિત રાજાએ પણ – “અસ્મિ રૂદં સમાવ્ય” આ મહાપુરુષમાં આ ન સંભવે.” -એમ માનીને ઘણી વાર શ્રી સુદર્શન શેઠને પૂછ્યું, પણ દયાથી શેઠ કંઈ બોલ્યા નહિ. આથી રાજા પણ શંકિત થયો અને માન્યું કે “બોલતો નથી માટે દોષિત હોવો જોઈએ, એમ સંભવે છે.' તરત હુકમ કર્યો કે “આખા નગરમાં આના દોષની પ્રસિદ્ધિ કરી પાપીને મારી નાખો !' આથી આરક્ષકોએ તેને ઉપાડ્યો અને એને મુખ ઉપર મશી ચોપડી ગધેડે બેસાડ્યો. છત્ર તરીકે માથે સૂપડું ધર્યું - વગેરે વગેરે કરી નગરમાં ઉદ્ઘોષણા કરી કે “આમાં રાજાનો દોષ નથી, પણ અંતઃપુરમાં અપરાધ કરવાનો આ પાપીનો દોષ છે, માટે આનો વધ કરવામાં આવે છે.' શ્રી સુદર્શન તો મૌન જ છે. લોકોમાં પણ એ જ હાહારવ થયો કે – “ પુરું સર્વથાર્થત-રોદ ગવરીદશ " “આ કોઈપણ પ્રકારે યોગ્ય નથી અને આ પુણ્યપુરુષમાં આવું સંભવતું નથી.” આ પછી આરક્ષક પુરુષોથી ભ્રમણા કરાવાતા શ્રી સુદર્શન પોતાના ઘર આગળ આવ્યા અને મહાસતી મનોરમાએ પોતાના પતિને જોયા તથા વિચાર્યું કે “મારા પતિ સદાચારી છે, દોષ સંભવિત નથી, પણ મારા પતિને જરૂર પૂર્વના કોઈ અશુભનો ઉદય આવ્યો.” આથી તે મહાસતીએ પણ અભિગ્રહ કર્યો કે “પોતાની આપત્તિ ન ટળે ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ ! અનશન !એમ કરી કાયોત્સર્ગ અંગીકાર કર્યો. પતિ ઉપર પત્નીનો કેવો વિશ્વાસ ? આવો વિશ્વાસ પરસ્પર ક્યારે જામે ? આચારશુદ્ધિ હોય તો ને ? આ બાજુએ આરક્ષક પુરુષોએ શ્રી સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવ્યા. શૂળી પણ આ મહાત્માના પ્રભાવથી સુવર્ણકમળના આસનપણાને પામી. શ્રી સુદર્શનનો વધ કરવા માટે તીક્ષ્ણ તલવાર ચલાવી, તે પણ શીલશાલી તે શ્રેષ્ઠીના કંઠમાં પુષ્પમાલા થઈ ગઈ. આ જોઈને ચકિત થઈ ગયેલા આરક્ષકોએ રાજાને વિનંતિ કરી. રાજા પણ હાથિણી ઉપર બેસીને શ્રી સુદર્શન શેઠ પાસે આવ્યો અને તેને ભેટી પડીને કહ્યું કે “હે શ્રેષ્ઠિનું! તું તારા પ્રભાવથી વિનાશ નથી પામ્યો, બાકી મેં પાપીએ તો નાશ કરી જ નાખ્યો હતો. ખરેખર, અનાથ એવા સત્પરુષોના Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 24 નાથ તરીકે ધર્મ તો જાગતો જ હોય છે. માયાપ્રધાન સ્ત્રીના વિશ્વાસથી, તારો નાશ કરનાર મારાથી બીજો કોઈ પાપી નથી. પણ ખરી રીતે મારી પાસે આ પાપ તો તેં જ કરાવ્યું છે. તે પુરુષ ! મેં વારંવાર પૂછ્યું છતાં પણ તું તે વખતે ન બોલ્યો.” આ પ્રમાણે કહેતાં રાજાએ હાથીની ઉપર બેસાડી, પોતાના મકાને લઈ જઈ, સ્નાન કરાવી, ચંદનથી વિલેપન કરાવી અને વસ્ત્ર, અલંકાર આદિ પહેરાવી, રાત્રિની હકીકત પૂછી અને શ્રી સુદર્શન શેઠે સત્ય હકીકત કહી. આથી રાણી પ્રત્યે ક્રોધ પામેલો રાજા, રાણીનો નાશ કરવા તૈયાર થયો, પણ શ્રી સુદર્શન શેઠે રાજાના ચરણમાં શિર મૂકી તેમ કરતાં રાજાને અટકાવ્યો. આ પછી ન્યાયશીલ રાજાએ શ્રી સુદર્શન શેઠને હાથી ઉપર બેસાડી, મોટી ઋદ્ધિ સાથે નગરની અંદર ફેરવીને પોતાને ઘેર મોકલ્યા. રાણીએ ગળે ફાંસો ખાઈ પ્રાણનો ત્યાગ કર્યો અને ધાવમાતા ભાગી ગઈ તથા મનોરમા સતીએ પણ કાયોત્સર્ગ પાર્યો. આપણો મુદ્દો એ છે કે “પરમશીલસંપન્ન શ્રી સુદર્શન શેઠની ધર્મવૃત્તિ અને ખ્યાતિ કેવી ? “જય વિયરાયમાં આપણે ક્યાં સુધી આવ્યા? “મનāો"થી આરંભીને “તદ્વયસેવા મવમg"-સુધીની પ્રાર્થનાને બરાબર સમજનારો આત્મા અને હૃદયથી અવિચ્છિન્નપણે એવું ઇચ્છનારો આત્મા પાપથી કંપ્યા વિના રહે જ નહિ. પછી યાવતું મુક્તિ ન થાય ત્યાં સુધી માગ્યું કે “હે વિતરાગ ! તારા શાસનમાં જો કે નિયાણાનો નિષેધ છે, તો પણ મને ભવોભવ તારા ચરણની સેવા હો.... કારણ કે એ નિયાણું કાંઈ પાપરૂપ નથી, પણ લાભરૂપ છે. આ પછીની માગણી કરતાં આ પ્રાર્થનાસૂત્રમાં કહેવાય "दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ। સંપન્નર મદ , તુદ નાદ : પમરને ” હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને-“દુઃખોનો ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિમરણ અને બોધિનો લાભ'-આ ચાર વસ્તુની પ્રાપ્તિ હો.' Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ સુખ અને દુઃખની સાચી સમજ 19 અર્થીપણું જાગ્રત કરો ! • વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરો ! • દુઃખ ટાળવાનો ઉપાય: • સંસારમાં સુખી કોણ? • સમ્યગ્દષ્ટિ ત્યાગની તેયારીવાળો હોય ! • વૈયાવચ્ચ વખતે સ્વાધ્યાય ન હોય ? • શુભ-અશુભનો સંયોગોને આધીન ન બનો ! • શુભ અને અશુભ કર્મોની સત્તા કયાં સુધી ? વિષયઃ સુખ અને દુઃખ અંર્ગ લોકમંતવ્ય શું? જૈનશાસનની એ અંગેની માન્યતા. દશની અર્ન અગિયારમી પ્રાર્થના દુકખખઓ - કમ્પકમ્બઓ પદાર્થની સ્પષ્ટતા. સુખ અને દુઃખ એ જીવનની ઘટમાળના બે મણકા છે. સર્વ જગત સુખનું કામી છે. દુઃખનું ઢષી પણ છે. પ્રયત્ન પણ સુખ પ્રાચર્થે અને દુઃખ મુત્યર્થે જ સૌનો છે. છતાં સુખ હાથતાળી આપે છે અને દુઃખ આલિંગન કરે છે. કેમ ? એના કારણોનો ઊંડાણથી અત્રે વિચાર કર્યો છે અને સુખ-દુઃખ અંગેની ભ્રમણાને દૂર કરી એ બંનેની વાસ્તવિક વ્યાખ્યાઓ પણ પ્રસ્તુત કરવામાં આવી છે. એટલું જ નહિ હંમેશ માટે દુઃખમુક્તિ અને સુખસંપત્તિ પ્રાપ્ત થાય એના અમુક ઉપાયોનું નિદર્શન પણ કરવામાં આવ્યું છે. એ માટે કુમારપાળ મહારાજાને ઝેર અપાયાનો પ્રસંગ, પરમાત્માવીર અને સંગમદેવ, સસરાની પરીક્ષા કરતી વિવેકી પૂત્રવધૂ અને સીતાજીનો દેવના ભવમાં નરકે રહેલા લક્ષ્મણજીના ઉદ્ધારનો પ્રયત્ન વગેરે દષ્ટાંતોનો ઉપયોગ કર્યો છે. મુવાક્યાતૃત • અર્થી બનાય તો કહેનાર પ્રત્યે પણ પ્રેમ જાગે. • ધર્મીને મન ધર્મ એ જ ધન છે. ધર્મની ત્યાં જ ધનબુદ્ધિ હોય. • જેઓ વિષયથી પરામુખ છે, તેને તો અહીં પણ મોક્ષ છે. • ધર્મ ઇચ્છાનો લોપ કરવાનું શીખવે છે : ઇચ્છા ઊડે કે ચિંતા ગઈ. • મોક્ષનો અર્થી સંસારમાં પણ દુઃખી નથી. અને સંસારનો અર્થી સંસારમાં પણ સુખી નથી. • મોક્ષને જ ઇચ્છે તે ધમ ! એનો ધમ સદા સુખી : મહેલમાં, ઝૂંપડીમાં અને અટવીમાં બધેય સુખી. • સમ્યગ્દષ્ટિ ત્યાગની તૈયારીવાળો તો હોવો જ જોઈએ. - પ્રાર્થનાસૂત્ર દ્વારા કરવામાં આવતી માગણી, મુક્તિ માટે છે એ ભૂલવું જોઈએ નહિ : એમાં વિષય-કષાય ન ઘૂસે એનો ખ્યાલ રાખવો. • જાગ્રત આત્મા અશુભના ઉદયને પણ નિષ્ફળ કરે છે. • વસ્તુ (સમ્યક્ત) પામ્યા પછી ઉદ્યમની જરૂર. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ સુખ અને દુઃખની સાચી સમજ અર્થીપણું જાગ્રત કરો !: ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણમાં ફરમાવી ગયા કે “આ શાસન સદાને માટે જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમજ એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ અને યુક્તિએ એવા સિદ્ધ છે કે એને સેવનાર આત્મા કર્મમળથી રહિત થઈ જરૂર મુક્તિપદને પામે જ ! એટલા માટે જ એ શાશ્વત છે, અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી આદિમાં નમસ્કાર કરાયેલું છે.” આ તીર્થમાં આચાર એ મુખ્ય વસ્તુ છે. આચારની શુદ્ધિ વિના-ઊંચી કોટિના આચારના આલંબન વિના, આ તીર્થમાં કોઈ પણ આત્મા મુક્તિ પામ્યો નથી, પામતો નથી અને પામવાનો પણ નથી. એના આચારો એટલા બધા કઠિન છે કે ભવાભિનંદી આત્માને તો તે સહેલા લાગે જ નહિ. આથી જ હંમેશ કરાતી પ્રાર્થનાને વિચારી રહ્યા છીએ. એ પ્રાર્થનાને લગતી ભાવના હૃદયમાં મજબૂત બનાવવી જોઈએ. જો એ બને તો આચાર બહુ સહેલા લાગે અને આચાર સહેલા લાગે તો આચાર અમલમાં મૂકવાનાં પરિણામ પણ સહેલાઈથી થાય અને એમ થાય તો પ્રવૃત્તિને આવતાં પણ વાર લાગે નહિ. - પ્રાર્થના કરતી વખતે તેમજ ઘેર ગયા બાદ પણ જો તે વિચારાય, તો ભાવનામાં જરૂર મોટામાં મોટું અંતર પડી જાય. એ રીતે ભાવના શુદ્ધ થાય તો આચાર મીઠા લાગે- સાંભળવાની ઇચ્છા થાય, સંભળાય, રુચે, લેવાની ઇચ્છા થાય અને તેવા સુયોગ્ય અવસરની રાહ પણ જોવાય પણ એ બધું એ ભાવના દઢ થાય અને અર્થપણું આવે તો બને. અર્થી ગમે તેવા કઠિન કામ પણ કરે છે. અર્થીપણું ન હોય એની તો વાત જ નથી. અર્થી બનીએ તો આ વસ્તુ કઠણ લાગે નહિ. અર્થી બનાય તો કહેનાર પ્રત્યે પણ પ્રેમ જાગે, આપનાર પ્રત્યે બહુમાન થાય, કોઈ પણ ભોગે આપનાર પ્રત્યે તો ભક્તિ જાગે, હૃદય ઊછળે, આ વસ્તુ તો વ્યવહારસિદ્ધ છે. જે ચીજની જરૂર જણાય તે મેળવવા કેટલી મહેનત કરો છો ? જરૂરી વસ્તુ મેળવવા કોઈ પ્રેરણા કરે, સલાહ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ 19 આપે, સહાય કરે, કોઈ પણ ભોગે મેળવી આપે અને મળી જાય તો કેવો આનંદ થાય ! સામાનો કેટલો ઉપકાર માનો ? 249 કોઈ પૂછે કે ‘તમે પ્રાર્થના શા માટે કરો છો ? એક-બે દિવસ નહિ પણ રોજ શા માટે કરો છો ? દિવસમાં સાત સાતવાર પ્રાર્થના કરવાનું વિધાન શું કામ ?' એટલા જ માટે કે ‘આ પ્રાર્થના કરી કરીને અર્થીપણું પેદા કરવા' : અર્થીપણું પેદા થશે તો કામ પાર થઈ જશે. અર્થીપણું આવ્યા પછી તો પોતે ત્યાં જશે : કોઈ સલાહ આપવા નહિ આવે તોયે પોતે સલાહ લેવા જશે : કોઈ શિખામણ આપવા નહિ આવે તોયે જાતે જઈ-હાથ જોડી-શિખામણ માગશે, પણ એ બધુંયે અર્થીપણું આવે તો. એ અર્થીપણું પેદા કરવા માટે હૃદય દૃઢ ને નિર્મળ બનાવવું જોઈએ અને તે પણ એવું કે પ્રાર્થના વખતે, ભાવના ન આવે તો આંખમાંથી પાણી ટપકવું જોઈએ. ભાવના આવી ગઈ એટલે એમાં ગણાવેલા ગુણોની પ્રાપ્તિ સહજ થશે. ૨૪૯ વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરો ! ‘ભવનિર્વેદ’થી ‘તવ્યયણસેવણા આભવમખંડા’-સુધી આપણે વિચારી ગયા. હવે- ‘હે વીતરાગ ! તારા શાસનમાં નિયાણાના બંધનનો નિષેધ છે, પણ હું માગણી કરું છું કે હે નાથ ! જ્યાં સુધી હું સંસારમાં રહું ત્યાં સુધી ભવોભવ તારા ચરણની સેવા હો !’ તારા ચરણની સેવામાં તકલીફ કે જોખમ જે કાંઈ હોય તે ભલે હો, પણ મને તો તારા ચરણની સેવા જ જોઈએ : જીવનનું સર્વસ્વ મૂકી દેવા વખત આવે તો ભલે, પણ મારે તો તારી ચરણસેવા જોઈએ : ભલે હું ટૂંક બનું, પણ મારે તારી ચ૨ણસેવા જરૂ૨ જોઈએ : તારી સેવા મળી એટલે હું ટૂંક છું જ નહિ. ધર્મીને મન ધર્મ એ જ ધન છે. ધર્મીની ત્યાં જ ધનબુદ્ધિ હોય અને એ જ આદમી ધર્મનું સંરક્ષણ કરી શકે. ધર્મમાં રહેલી ધનબુદ્ધિ નાશ પામે તો ધર્મભાવના ટકી શકે નહિ : એ હોય તો જ બધું ! મૂળ હોય તો છોડ થાય, મૂળ વિના વૃક્ષ ન થાય. છોડ, ડાળાં, પાંખડાં અને વૃક્ષ વગેરે મૂળને આધારે : તેમજ અહીં પણ. કહો આ બધાનું મૂળ શું ? તમે સુખી છો, સામગ્રીવાળા છો એનું મૂળ શું ? ધર્મ. વ્યવહારમાં કોઈ દરિદ્રી રહે તો તમે શું કહો ? પુણ્ય પરવારી ગયું. ધર્મ જાય તો દશા કેવી થાય ? જેના યોગે આ બધું છે, તે સાચવવા મહેનત કે આ બધું મળ્યું છે તે સાચવવા ? માળીને પૂછો કે ‘પાણી ચાં રેડે ? ઊંચે છોડવા Page #278 -------------------------------------------------------------------------- ________________ 250 ૨૫૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – પર રેડે મૂળમાં ? આખું વૃક્ષ લીલુંછમ રહે તે શાથી ? મૂળમાં પાણી રેડાય એથી કે ઉપર રેડાય એથી ? મૂળમાં એ ગુણ છે કે જરૂર મુજબ બધે પાણી પહોંચે : મૂળમાંથી લીલું રહી બહાર લીલું રાખે. જો બહાર જ પાણી રેડાય, તો મૂળ સુકાય, એટલે પરિણામે બધું જ સુકાય. અહીં પણ આ બધું (આ બધી સામગ્રી) સાચવવું હશે તો પણ સેવા તો ધર્મની જ કરવી પડશે. બગીચાનો માળી વનરાજીને ટકાવવા, ખીલવવા મૂળમાં પાણી સીંચે, તેમજ સુખના અર્થીએ બહારની સામગ્રીમાં ન રાચતાં મૂળ રૂપ ધર્મમાં જ રાચવું-નાચવું જોઈએ. એમ થાય તો આ બધું તો જીવનપર્યત, અરે મુક્તિપદે જાવ ત્યાં સુધી બન્યું રહે. - શ્રી તીર્થંકરદેવોએ એ ધર્મમૂળને એવું સીંચ્યું કે દેવતાઓ પાસે ને પાસે. ધર્મમૂળને એવું સીંચીને આવ્યા કે ગર્ભમાં આવતાં જ-જન્મતાં જ દેવતાઓ હાજ૨. એ જન્મ, એ દીક્ષા લે, એમને કેવળજ્ઞાન થાય અને નિર્વાણ પામે, એ બધા પ્રસંગોની ચિંતા દેવેંદ્રને. એમને ચલાવવા-હલાવવાની, એમના શરીરની બધી ચિંતા દેવેંદ્રો રાખે. એમનું મૂળ એવું મજબૂત કે ચીજ ઇચ્છવી ન પડે, માગવી ન પડે, મનોરથ કરવા ન પડે, ઇડ્યા પહેલાં તો સામે આવી હાજર થાય. આજ તો કહે છે કે “માથાફોડ કરવા છતાં પણ મળતું નથી. મને શી રીતે ? મૂળ સડેલું- ધર્મમાં કચાશ-આરાધના કરી નથી, તો મળે ક્યાંથી ? મુક્તિ તો મળે ત્યારે ખરી, પણ ત્યાં સુધીયે સુખી થવું છે કે દુઃખી ? જવું તો છે પરમ સુખના સ્થાનમાં ને ? ત્યાં જવાય ત્યારે ત્યાં તો પરમ સુખ છે જ, પણ જો ધર્મમૂળને સીંચાય તો અહીં પણ બાદશાહી. વસ્તુ એવી સીંચો કે બેય ઠેકાણે આનંદ આવે. તેને સંતોષ છે, જેઓ વિષયથી પરાક્ષુખ છે, તેને તો અહીં પણ મોક્ષ છે. દુઃખ ટાળવાનો ઉપાય ઃ દુઃખ કોને ? પર વસ્તુને પોતાની માને તેને ! જોઈએ તે ન મળે અને પોતાનું માનેલું જાય ત્યારે તેને દુઃખ થાય. જોઈએ તે ન મળે, અધૂરું મળે, વિપરીત મળે, અથવા પોતાનું માનેલું જાય, બગડે, ત્યાં દુ:ખ. જે મારું માને જ નહિ એને દુઃખ શું ? ધર્મ, ઇચ્છાનો લોપ કરવાનું શીખવે છે. ઇચ્છા ઊડે કે ચિંતા ગઈ ? પછી તો લક્ષ્મી આવે તો આવો, જાય તો જાઓ ! આવે તોય ભલેઃ જાય તોયે ભલે ! આ ભાવનાવાળાને ચિંતા કે દુઃખ ન થાય. આ ભાવના ન થાય તો માનો કે ધર્મ બરાબર સમજાયો નથી : ધર્મ, ધર્મરૂપે પરિણામ પામેલ નથી. વહાલામાં વહાલો પણ કોઈ જાય, તો પણ એમ જ કહે કે મારે પણ Page #279 -------------------------------------------------------------------------- ________________ 251 – ૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ - 19 - ૨૫૧ જવાનું છે'- પરંતુ શોક ન કરે. સામગ્રી આવે ત્યારે કહે કે “પુણ્યનો યોગ, મૂકો ઠેકાણે, બનતો સદુપયોગ કરો. વચમાંથી ઊપડે તો કહે કે “પુણ્યમાં ખામી હતી તેથી ગઈ, ભલે ગઈ, ઉપાધિ ટળી, સાચવવાની ચિંતા મટી.” “ક્યારે મેળવું અને ક્યાં મૂકું ?' એ વિચાર કરનારની હાલત છતે પૈસે, છતી સામગ્રીએ, છતે પરિવારે દુઃખી જ છે. ચિતાની સગડી કાયમ ખાતે સળગતી જ છે. આ દુઃખ કમ છે ? સુખી રહેવાની રીત ધર્મ શીખવે છે. ધર્મમૂળને ખૂબ સીંચો ઃ એવું સીંચો કે સામગ્રી ઃ લક્ષ્મી વગેરે આવે તોય ઉન્માદ ન થાય, અને જાય તોય દુઃખ ન થાય : આવે તોય એની નમ્રતા, લઘુતા, ઢબછબ એ જ અને જાય તોયે એની પ્રસન્નતા એ જ. એવું મન કાબૂમાં ક્યારે આવે ? વસ્તુતત્ત્વ હૃદયમાં જશે ત્યારે. એ આદમી પોતાપણાને ભૂલે નહિ. રોજ પોતાના દોષ જુએ : દોષ કાઢવાની કોશિષ કરે : ધર્મ પોષાય અને દોષ કઢાય, તો દુઃખ થાય શી રીતે ? મોક્ષનો અર્થ સંસારમાં પણ દુઃખી નથી અને સંસારનો અર્થી સંસારમાં પણ સુખી નથી. “ભવે ભવે તારા ચરણની સેવા હો'-આ ભાવના ઘણી જ ઊંચી છે. શ્રી વિતરાગની સેવાનો મહિમા અને તાકાત અજબ છે. એ સેવાના પ્રતાપે આ સઘળું પણ મળે જ. માત્ર સેવા કરતાં આવડવું જોઈએ. હાથમાં ચિંતામણિ છતાં ભીખ માગનારા ઘણાવે છે, કારણ કે ચિંતામણિને ઓળખે નહિ, ઓળખે તો આરાધતાં આવડે નહિ અને એ આવડે તો માગવું શી રીતે એની ખબર જ ન હોય. સેવા કરતાં આવડે તો તો વાંધો જ નહિ. ધર્મી દુઃખી હોય જ નહિ. ધર્મી કોણ ? મોક્ષને જ ઇચ્છે તે : સંસારને ઇચ્છે તે નહિ ! ને ધર્મ સદા સુખી : મહેલમાં, ઝૂંપડીમાં અને અટવીમાં બધેય સુખી. શ્રી કુમારપાળ મહારાજાને અંતે ઝેર અપાયું. એમના ભંડારમાં એક બુટ્ટી હતી કે જેથી ઝેર દૂર થાય. ભંડારીને લાવવા કહ્યું. કાવતરાખોરોએ પ્રથમથી જ ન મળે તેવી વ્યવસ્થા કરી હતી. ભંડારીએ કહ્યું કે “મહારાજ ! બુટ્ટી મળે તેમ નથી.” શ્રી કુમારપાળ મહારાજાએ કહ્યું : “ચિંતા નહિ, હોત તો ઉપયોગ કરત, નથી તો મુંઝવણ નથી, મરવા પણ તૈયાર છીએ, કેમ કે અરિહંતને આરાધ્યા છે, ગુરુને સેવ્યા છે અને ધર્મ પાળ્યો છે !” કોઈનું Page #280 -------------------------------------------------------------------------- ________________ 22 ૨૫૨ ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – – 252 ભૂંડું ઇછ્યું નથી, એટલે શું થશે એની ચિંતા તેઓને શાની હોય ? બુટ્ટી હોત તો ઉપયોગ કરત. ન મળી એથી પણ નારાજ ન થયા. ઊલટા સાવધ થઈને રામચંદ્ર મુનીશ્વરની હાજરીમાં અંતિમ આરાધના કરી અને પરલોક સુધાર્યો. આવી તાકાત ક્યારે આવશે ? માગણી તો એ છે કે “તારા ચરણની સેવા ભવે ભવે હોજો.” એ સેવા જ એવી છે કે દુઃખ ન થાય. “દુઃખ ન થાય'-એનો અર્થ એ નથી કે દુઃખના પ્રસંગો જ ન આવે, પણ દુઃખના પ્રસંગોને તે દુ:ખરૂપ માને નહિ. નવકાર ગણનારો દુઃખી ન હોય, એનો ભાવ આ છે. બાંધેલ કર્મ ઉદયમાં ન આવે કે નિકાચિત કર્મો ભોગવવાં ન પડે એમ નહિ, પણ એ સમયે ચિંતવે કે “અશુભોદય છે ? સારું થયું કે આ સ્થિતિમાં આવો ઉદય આવ્યો, કે જેથી હું સારી રીતે ભોગવી શકીશ : દેવું ઘટયું એથી આત્મા હલકો થશે, એટલે ઊંચે જવાશે અને ઊંચે જવાની તો ભાવના ગળા સુધી (સંપૂર્ણ) ભરેલી જ છે.' સંસારમાં સુખી કોણ? “સુવાવો ” એટલે દુઃખનો ક્ષય. શ્રી તીર્થંકરદેવને પણ ઉપસર્ગ આવે કે નહિ ? ભગવાન શ્રી મહાવીરદેવને પારાવાર પીડા થઈ છે : સાડા બાર વર્ષમાં દુનિયાએ માની લીધેલી શાંતિનો એક પણ દિવસ નહિ એમ કહીએ તો ચાલે. કઠિન સંયમ, ધ્યાનમગ્ન અવસ્થા, ઘોર તપશ્ચર્યા અને તેમાં આવા ઉપસર્ગોની પરંપરાને સહવી ! એમના જેવાને કર્મના ઉદયે અનેક ઉપસર્ગ આવે, તો આપણા જેવા સામાન્યને આવે એમાં નવાઈ શી ? એવા ભયંકર ઉપસર્ગોના પ્રસંગે પણ એ તારકે દુઃખ માન્યું ? નહિ જ. સંગમ નામનો દેવ લગભગ છ મહિના સુધી પીડા કરી જ્યારે પાછો જાય છે. ત્યારે ભગવાન શું વિચારે છે ? એ જ કે “સંસારને તારવાની ભાવનાવાળા અમારા સંસર્ગમાં આવીને પણ, આ પાપાત્મા સંસારમાં રખડી જશે.” એ જે પીડા દઈ ગયો એનો પાર નથી : પણ આ દુઃખ દઈ ગયો, એમ એમણે માન્ય ખરું ? “એ તો મારું દુઃખ લઈ ગયો, એના નિમિત્તે તો આત્મા હલકો થયોએ જ ભાવના આવી. શ્રી જિનેશ્વરદેવની સેવા કરનારની ભાવના આ હોય. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી, વસ્તુ માત્ર ઉપર શાંત ચિત્તે વિચાર કરીને વર્તે. તે આત્માને લક્ષ્મી આવે તો મદ ન થાય અને જાય તો કહે કે “જવા દો, Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ 19 એનો જવાનો સ્વભાવ છે, સાચવવાની પંચાત ઓછી !' આવું માનો તો ? મનાય છે ? આવું ન મનાય ત્યાં સુધી ધર્મ રૂપી મૂળ સીંચાય નહિ અને એમ ન થાય ત્યાં સુધી સંસારમાં સુખી થવાય નહિ. 253 સંસારમાં સુખી તે, કે જે મોક્ષને ઇચ્છે. કાં તો મોક્ષના આત્માઓ સુખી અને કાં તો મોક્ષે જવાની ઇચ્છાવાળા સુખી. તે સિવાય આખું જગત દુઃખી. સંસારને ન ઇચ્છે ને મોક્ષને ઇચ્છે તે સાચો ધર્મી ! ૨૫૩ સમ્યગ્દષ્ટિ આત્મામાં સમજ ન હોય એમ નહિ : સમજે બધું જ : દુઃખને દુ:ખ તરીકે અને સુખને સુખ તરીકે માને, સમજે, જુએ, જાણે, અનુભવે, પણ મૂંઝાય નહિ. જો એ ન જાણે તો તો અજ્ઞાનતા : એ વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખે તો ખરો જ. મુનિ હીરાને તથા પથરાને બેયને ઓળખે અને ઉપેક્ષા પણ બેયની કરે. ગૃહસ્થ ઉપેક્ષા પથરાની કરે પણ હીરાની કેમ ન કરે ? તો કહે હજી તે હીરાની અસારતા સમજી શક્યો નથી અને અસારતા સમજી શક્યો છે તો મમતા તજી શક્યો નથી. મુનિ હીરાની અસારતા સમજ્યા, પણ હીરામાં લાખની કિંમત છે, એ તો સમજે જ છે. એમ જ દુઃખને દુઃખ ન માને : દુ:ખ તરીકે ન અનુભવે : પણ કહે કે ‘એ દુઃખના પરિણામે સુખ છે માટે એ દુઃખ એ દુઃખ જ નથી, કિંતુ સુખનું સાધન છે.' પૌદ્ગલિક ભાવમાં લીન રહેવાથી દુ:ખ નહિ જાય. દુ:ખ આવે તો પણ ન લેપાઉં કે જેથી આરાધી શકું. માગનાર આત્મગુણના અર્થો જોઈએ. એ ન હોય તો કંઈ ને બદલે કંઈ માગી લે. આખો ક્રમ વિચારો. મુનિ ભિક્ષાએ જાય તો પણ બુદ્ધિ એ કે ‘મળે તો સંયમપુષ્ટિ : ન મળે તો તપોવૃદ્ધિ. ‘એને ગમે તે ચીજ મૂંઝવે નહિ. લુખ્ખું, સુક્કું, ચોપડ્યું કે મિષ્ટાન્ન જે મળે તે બધાનો ઉપયોગ સંયમપુષ્ટિ માટે. માગણી એ છે કે ‘સંયોગ રિબાવે એવા ન હોય તો સહેજ આરાધી શકું.' ધ્યેય તો મુક્તિનું જ. નિસરણી મજાની પણ પગથિયું ચૂકે તો કઠેડો, સાંકળ, બધું હોય છતાંય પડે. શ્રી જિનેશ્વરદેવની સેવા માગનારને દુઃખ સહન કરવાની શક્તિ વધે. એનો અર્થ એ જ કે દુઃખને દુઃખ ન માને : દુઃખને દુઃખ માને તો શક્તિહીન થઈ જાય. યુદ્ધમાં એ કાયદો કે સામેથી ધસારો ગમે તેવો આવતો હોય, પણ સૈનિકે તો સેનાપતિના વાવટાને જ જોવો. ભલે ધસારો આવે, પણ વાવટો કહે કે ‘સામે જાઓ’-તો સામે જવાનું. સામેથી આવતા ધા કે હથિયારો કાંઈ જોવાનું Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ નહિ. સેનાપતિના ઓર્ડર (હુકમ) મુજબ વર્તવાનું. જેમ ચકરડું ફેંકે તેમ ધસે તો વિજય મેળવે, પણ જો ‘ઓ બાપરે’-એમ થયું તો હથિયાર હાથમાં ૨હે. દુશ્મનનો ધસારો જોઈને ભૂલ્યો-લેવાયો તો બળવાન પણ હાર્યો. આપકાળ વખતે, આત્માને આપદ્ હાનિ નથી કરતી, એ નક્કી થવું જોઈએ. એ વખતે આત્મા મજબૂત રહે તો આત્માને આપદ્ હાનિ ન કરે. આપત્તિમાં લેવાઈ ન જવાય, તે ધ્યાનમાં રાખવું જોઈએ. સમ્યગ્દષ્ટિ ત્યાગની તૈયારીવાળો હોય ! : સમ્યગ્દષ્ટિ આત્મા કદાચ મોહની તીવ્રતાના યોગે ત્યાગ કરી શકતો ન હોય, તો પણ તે ત્યાગની તૈયારીવાળો તો હોવો જ જોઈએ. અવસરે તેને ત્યાગ કરતાં મૂંઝવણ ન થવી જોઈએ. આ ઉ૫૨ એક વ્યાવહારિક દૃષ્ટાંત ખાસ યાદ રાખવા જેવું છે : “એક વખત એક સ્ત્રીએ પોતાના સસરાને, જમીન પર પડેલા તેલને લઈ શરીરે તથા જોડા ઉપર ઘસતાં જોયા. પુત્રવધૂ ઘણી જ વિચક્ષણ હતી, પણ નવી હોવાના કા૨ણે સસરાના ગુણોની એને ખબર ન હતી. આથી તેણીએ વિચાર્યું કે ‘ધૂળવાળું તેલ શરીરે ઘસે છે : આ કૃપણતા કેવી ? કૃપણતા એ મહાદોષ છે અને જો એ દોષ મારા સસરામાં હોય તો ખરાબ.’ પરંતુ એણે એમ પણ સાથે જ વિચાર્યું કે ‘ખાતરી કરવી જોઈએ કે આ તે કૃપણતા છે કે કેવળ કરકસર જ છે ?’ 254 એક વાર પ્રસંગે તેણી એકદમ ચીસ પાડી પથારીમાં પડી અને બૂમાબૂમ કરવા મંડી પડી. બધા ભેગા થયા અને પૂછવા લાગ્યા કે ‘શું થાય છે ?’ ‘પેટમાં દુ:ખે છે.’ આવનારાએ પૂછ્યું કે ‘કેવું ?’ વહુ : ‘ન રહેવાય એવું.’ સસરો ઘે૨ આવ્યો : વહુ તો બૂમાબૂમ મારે છે. સસરા પૂછે છે કે ‘શું થાય છે ?’ આના ઉત્ત૨માં તો તેણીએ બૂમાબૂમ કરીને કહ્યું કે ‘મારું પેટ દુ:ખે છે, મારાથી રહેવાતું નથી.’ સસરો પૂછે છે કે ‘પહેલાં આવું કોઈ વખત થયું હતું કે આજેજઆ થયું ?' વહુએ કહ્યું કે ‘મારા બાપને ત્યાં એક વખત આવું થયું હતું.’ Page #283 -------------------------------------------------------------------------- ________________ 255 -- ૧૯: સુખ અને દુઃખની સાચી સમજ - 19 – – ૨૫૫ સસરો : ‘ત્યારે કઈ રીતે મઢ્યું હતું ? કંઈ ઉપાય ?' વહુ : ‘ઉપાય તો છે, પણ અહીં એ ઉપાય કયાંથી થાય ? મારા બાપને ત્યાં તો એક ઉપાયથી તરત મચ્યું હતું.' સસરો : “કહે તો ખરી, થાય ન થાયની શી ખબર પડી ?' વહુ : “થાય એમ દેખાતું નથી ત્યાં શું કહું ?' સસરો : ‘તું કહે તે પછી એ જોવાનું કે થાય છે કે નહિ ?” વહુ : “સાચાં મોતીને લસોટી મને ખવડાવ્યાં હતાં. એથી પેટમાં દુઃખતું મઢ્યું હતું.' સસરાએ તરત તિજોરી ઉઘાડી. સાચાં મોતી કાઢ્યાં અને વાટવાને પથરો હાથમાં લીધો : જ્યાં વાટવા જાય છે કે તરત વહુનું પેટ દુઃખતું મટી ગયું. વહુ : “પિતાજી ! ક્ષમા કરો, હવે મારું પેટ નથી દુઃખતું.' સસરો : “બેટા ! તું કહે કે તેં આ શું કર્યું ?' વહુ તે દિવસે જમીન પર પડેલા ધૂળવાળા તેલને શરીરે ચોપડતાં જોઈ, મેં આપને કૃપણ માનેલા અને એની પરીક્ષા માટે આ કર્યું હતું. મને મારી ભૂલ સમજાઈ. આજે સમજાયું કે મારા સસરા કૃપણ નથી, પણ વસ્તુના રક્ષક છે : વસ્તુને કુમાર્ગે જવા દે એવા નથી, પણ જરૂર પડે ત્યારે ગમે તેવી ચીજને જતી કરવા તૈયાર છે.” સમ્યગ્દષ્ટિ આત્મા પણ કદાચ આમ છોડવાને તૈયાર ન હોય, તે છતાં પણ જો ધર્મના રક્ષણ માટે છોડવાનો પ્રસંગ આવે, તો સર્વસ્વ છોડવા માટે સજ્જ હોવો જ જોઈએ. વૈયાવચ્ચ વખતે સ્વાધ્યાય ન હોય : શહેરમાં મરકી ફેલાઈ હોય, ત્યારે ત્યાં સંયમીને ચોમાસામાં પણ વિહાર કરવાની છૂટ છે કારણ કે ચેપી રોગોના પ્રભાવે સોપક્રમી આયુષ્ય તૂટી પણ જાય, માટે સંયમના સંરક્ષણ માટે મુનિ ચોમાસામાં પણ વિહાર કરી શકે. પણ શરીર સંયમને બદલે અસંયમમાં જતું હોય, તો મુનિ તે શરીરનો ત્યાગ કરતાં પણ ન અચકાય. મુનિ બીમાર પડે તે વખતે, મધપૂડાની આગળ જેમ માખીઓ ભેગી થાય, તેમ સંયમધર બધા મુનિઓ તે સંયમીની સેવા-ભક્તિ કરે. એ સેવા Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 256 શરીરની કે સંયમની ? સંયમની ! સંયમનું સાધન શરીર. તે આપત્તિમાં પડે માટે એની સેવા મુનિઓ કરે. એ વખતે-વૈયાવચ્ચની વખતે, કોઈ મુનિ એમ કહે કે હું તો સ્વાધ્યાય કરું છું' તો એ સ્વાધ્યાય નથી પણ સંયમની અવગણના છે. આ સેવા શા માટે ? સંયમ પ્રતિ અધિક પ્રેમ જાગે તે માટે ! સંયમી આત્માને જ્યારે આપત્તિ હોય, ત્યારે જો સ્વાધ્યાય આદિના બહાને બીજા મુનિ, આપત્તિમાં પડેલા મુનિવરની રક્ષા ન કરે, તો માનવું કે “એને સંયમની કિંમત નથી.' | મુનિથી તપ ન બને તો આહાર ભલે કરે, પણ વસ્તુનો સ્વાદ થતો હોય તો તો ન જ કરે. આહારના અભાવે શુભ ધ્યાનમાં ટકવાની તાકાત નથી, પણ સ્વાદથી તો ઇંદ્રિયો લેવાતી જાય. ઇંદ્રિયો લેવાતી જતી હોય એ તો કોઈ વખત મારી નાખે. "दुक्खक्खओ कम्मक्खओ" - આપણે આ માગીએ છીએ, શ્રી વીતરાગ પાસે ! માટે એ નક્કી કરો કે એ માગણી વીતરાગ થવા માટે છે. સામગ્રી એવી મળે કે જેથી વીતરાગ થવાય, ત્યાં બીજી ભાવના આવે ? ન જ આવવી જોઈએ. ચરણસેવા ભવોભવ શાને માટે માગી ? દુઃખક્ષય માટે ! આ દુઃખલય કયારે થાય ? કર્મનો ક્ષય થાય ત્યારે ! શુભ કર્મનો ઉદય શુભ સંયોગોને તથા અશુભ કર્મનો ઉદય અશુભ સંયોગો ઉત્પન્ન કરે. પણ આત્મા સાવધ હોય તો વાંધો ન આવે. આધીન ન થવું, એ તો આત્માની સત્તાની વાત છે. ઉદયનું કામ તો સંયોગો ઉત્પન્ન કરવાનું, પણ આત્મા આધીન ન થાય તો કર્મ કરે શું ? જો કર્મ કરે એ જ થતું હોય, પૂરેપૂરી સત્તા કર્મની જ હોય, તો આત્મા મુક્તિએ જાય જ ક્યાંથી ? કોઈને મુક્તિએ જવા દે જ નહિ. આત્માને રમાડ્યા જ કરે. જે આત્મા શુભ તથા અશુભ સંયોગોને આધીન ન થાય, તે જ કર્મક્ષય કરી શકે અને મુક્તિ મેળવી શકે. શુભ-અશુભ સંયોગોને આધીન ન બનો ! પ્રાર્થનાસૂત્ર દ્વારા કરવામાં આવતી માગણી, મુક્તિ માટે છે-એ ભૂલવું જોઈએ નહિ ? એમાં વિષય-કષાય ન ઘૂસે એનો ખ્યાલ રાખવો. આખું ચિત્ર, ચિત્રકારે મહેનત કરીને છ મહિને સારામાં સારું તૈયાર કર્યું હોય, પણ કોઈ જરા કાજળના છાંટા નાખે તો શું થાય ? કલંકિત થાય : પચાસ હજારની કિંમતનું હોય તોયે નકામું થાય : કિંમત રદ થાય. પેલો કહે કે “મેં કર્યું શું ?” Page #285 -------------------------------------------------------------------------- ________________ 251 - ૧૯: સુખ અને દુઃખની સાચી સમજ - 19 – ૨૫૭ ચિત્રકાર કહે કે “ભાઈ ! તે એવું કર્યું કે મારી બધી જ મહેનત પાણીમાં ગઈ.” એમ આત્મકલ્યાણ કરનારો ઉત્તમમાં ઉત્તમ માગણીઓ કર્યા પછી કે કરતી વખતે વિષય-કષાયની વાસનાઓને પોષે એવી એકાદ માગણી પણ જો થઈ જાય તો કરેલી માગણીઓ પણ કલંકિત થઈ જાય. કોઈને સુધારવા સહેલા કે બગાડવા ? કોઈને ચડાવવા સહેલા કે પાડવા ? સન્માર્ગે લઈ જવા સહેલા કે ઉન્માર્ગે લઈ જવા સહેલા ? ઉત્તમ જીવો પણ ખરાબ નિમિત્તથી ખસી જાય, તો સામાન્ય જીવોની વાત શી ? મંગળ ક્રિયામાં મંગળની જરૂર છે, પણ અપમંગળની ક્રિયામાં નહિ. કારણ કે તે ક્રિયા જ અપમંગળરૂપ છે. તેમ બધો ગૂંચવાડ જ સાચામાં છે. ખોટાનો તો આત્મા અનાદિ કાળથી અભ્યાસી છે : અરે, અભ્યાસ તે એવો કે વાત વાતમાં જૂઠું બોલે અને એને ભાન પણ ન હોય કે “હું જૂઠું બોલ્યો', કારણ કે ટેવ પડી ગઈ. સભા : આ તરફ એવી ટેવ પાડે તો ? પાડે તો ને ! પાડ્યા પછી જ સહેલાઈ થાય ને ? અહીં આવ્યા પછી સહેલાઈ થાય એ વાત સાચી ! ઉત્તમ સંસ્કાર પડ્યા પછી તો આત્મા એવો બનશે કે “આપત્તિ સહેવાનું પણ અપૂર્વ બળ આવશે : પરિણામે તે સત્ય ખાતર આપત્તિની પણ દરકાર નહિ કરે.” મુનિ મોક્ષની સાધના માટે પ્રાણની આપત્તિ પણ સહે. હવે એ દુ:ખના ક્ષય માટે કર્મનો ક્ષય કર્યા વિના છૂટકો જ નથી. કર્મ માત્ર ન જોઈએ : શુભ તથા અશુભ બન્ને ન જોઈએ પણ અશુભ આવતાં હો તો એ ન આવો, એનું નામ જ પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્યવાળો આત્મા પણ એનાથી મળેલા ભોગને માને તો હેય જ ! ત્યાગ કરવા લાયક જ ! પુણ્યાનુબંધી પુણ્યથી મળતા ભોગો આત્માને ફસાવે નહિ, માટે આત્મા જાગ્રત થવો જોઈએ. જાગ્રત આત્મા અશુભના ઉદયને પણ નિષ્ફળ કરે છે. શ્રી રાવણ અને શ્રી લક્ષ્મણ નરકમાં પણ યુદ્ધ કરતા હતાં : પૂર્વનું વૈર સાથે લઈને આવ્યા હતા : પણ સીતાજીનો જીવ જે બારમા દેવલોકનો ઇંદ્ર છે - અચ્યતેદ્ર છે, તે ત્યાં આવીને કહે છે કે “હજી આ દશા ?' તરત તે જાગ્રત થયા. સમ્યગ્દષ્ટિ આત્મા નરકમાં વેદના વેદે, એનાથી બૂમ પણ પડાઈ જાય, ચીસો પણ પડાઈ જાય, પણ સમતાથી સહે. શાથી ? આત્મા જાગ્રત થયો એથી ! શુભ અને અશુભ સંયોગોને આધીન ન થવાનું કામ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - - 258 આત્માનું છે. આત્મા અને આધીન ન થાય, તો એ બેય સંયોગો વાંઝિયા (નિષ્ફળ) બની જાય. શુભ અને અશુભ ર્મોની સત્તા ક્યાં સુધી ? પુણ્યયોગે એકને શુભ સંયોગો પણ અનેક મળી જાય અને પાપના યોગે એકને અશુભ સંયોગો પણ અનેક મળી જાય : પણ એ બેય તે તે સંયોગોને છોડે તો મુક્તિએ જાય ! શુભવાળો શુભને છોડે તો મુક્તિએ જાય અશુભવાળો અશુભને છોડે તો મુક્તિએ જાય ! શુભ અને અશુભ કર્મની સત્તા ક્યાં સુધી ? આત્મા ઊંઘતો હોય ત્યાં સુધી. જાગે એટલે જરાયે નહિ. આત્મા કર્માધીન થઈ પ્રવૃત્તિ કર્યો જાય તો બગડે, પણ એમ કહે કે “શુભને આવવું હોય તો પણ ભલે આવો : અશુભને આવવું હોય તો પણ ભલે આવો પણ બેમાંથી એકેના ફંદમાં હું નહિ આવું?' તો બેયને સીધું ને સટ ચાલ્યા જવું પડે. આત્મા પરનું પુદ્ગલનું આવરણ ખસી જાય ત્યારે વાસ્તવિક સ્વરૂપ પ્રગટે અને તે પછી તે આત્મા સંસારમાં રહે જ નહિ, કારણ કે કર્મમાત્ર જાય એટલે લોકાગ્રે (મોક્ષ) જ જાય. કાદવથી લેપાયેલી અને કાંકરાથી ભરેલી તુંબડી હોય, સાગરને તળિયે પડી હોય, પણ કાંકરા નીકળી જાય ને કાદવ ધોવાઈ જાય, તો એ તુંબડી સીધી ઉપર-જળની સપાટીએ આવે. એથી ઊંચે જાય ? ના, તાકાત નથી ! તાકાત તો છે, પણ સાધન નથી. તેમ આત્મા પુદ્ગલના સંગથી રહિત થાય એટલે લોકાગ્રે જાય, ઉપર નહિ. ઉપર આકાશ તો છે, પણ અલોક છે. તેમાં ધર્માસ્તિકાયાદિકનો અભાવ છે. ધર્માસ્તિકાય વિના જીવ ગતિ કરી શકે નહિ. ગમનાગમન કરવાના સ્વભાવવાળા જીવન અને પુદ્ગલને ગમનમાં સહાયરૂપ થાય, તે ધર્માસ્તિકાય અને સ્થિતિમાં સહાયરૂપ થાય તે અધર્માસ્તિકાય. જ્ઞાનીએ જોયું કે લોકમાં બે વસ્તુ છે : જેના યોગે જીવો તથા પુદ્ગલો ગમન તથા સ્થિતિ કરી શકે છે, એ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય-બન્ને અરૂપી દ્રવ્યો છે. જે આત્મા જડથી એટલો બધો દબાઈ ગયો છે, કે જેથી જડ રમાડે તેમ રમે છે. જડમાં પણ અનંતી શક્તિ છે. આત્માના અનંત ધર્મો પુદ્ગલના યોગે દબાઈ ગયા છે. નિગોદમાં જોઈએ તો ચૈતન્ય કેટલું? અક્ષરના અનંતમા ભાગ જેટલું ! ત્યાં વેદના પણ અવ્યક્ત. નિગોદમાંથી ભવિતવ્યતાના યોગે બહાર આવે, યથાપ્રવૃત્તિકરણના યોગે ગ્રંથિદેશ નિકટ આવે, વર્ષોલ્લાસ થાય અને અપૂર્વકરણ આવે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ - 19 તો તે અપૂર્વકરણથી ગ્રંથિભેદ અનિવૃત્તિકરણાદિક કરે અને સમ્યક્ત્વ પામે ત્યારે આત્માના સ્વરૂપની ઝાંખી થાય ! વસ્તુ પામ્યા પછી ઉદ્યમની જરૂર. 259 આત્મા અને જડ અલગ છે માટે જડથી બચવું : જડથી છૂટવાના જ પ્રયત્ન કરવાના, કે જેથી મુક્તિપદે પહોંચાય. જડથી દબાયેલા આત્માને, જડથી અલગ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. આત્માને વળગેલાં જડરૂપ કર્મોનો ક્ષય ત્યારે જ થાય, કે જ્યારે તેના યોગે ઉપસ્થિત થયેલ શુભ અને અશુભના સંયોગને આત્મા આધીન ન થાય. ૨૫૯ સંપૂર્ણપણે આત્માથી કર્મનો સંયોગ ક્ષીણ ન થાય અને આ સંસારમાં જન્મ અને મરણ કરવાં જ પડે, તો સમાધિથી મરણ અને જ્યાં હો ત્યાં બોધિનો લાભ થાઓ, કે જેથી મારો આત્મા પરિણામે મુક્તિપદને સાધી શકે અને તે સિદ્ધ ન થાય ત્યાં સુધી આ સંસારમાં પણ મારા આત્માને દુનિયાનાં દુ:ખો અને કર્મોનો સંયોગ સતાવે નહિ. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : સમાધિમરણ 20 • સમાધિમરણ અને બોધિલાભ : • સાચું સમજાય તો ધાર્યું કામ થાય : • ઉપકાર પણ યોગ્યનો જ થઈ શકે છે : • શ્રી મૃગાવતીજી માફક ફરજ બજાવવી • પૂર્વાચાર્યોની અપૂર્વ લઘુતા: જોઈએ : જગતને અંધ બનાવનાર મોહરાજાનો - માતાપિતા અને સંતાનની પરસ્પર ફરજ શી ? મહામંત્ર : • જૈનપણાના સંસ્કાર જાગ્રત કરો! વિષય : બારમી અને તેરમી પ્રાર્થના સમાધિમરણ - બહિલાભો' પદનો ભાવાર્થ - મંગલાચરમનો બીજો શ્લોક. શાસ્ત્રપરિજ્ઞા વિવરણ રૂ. જયવીયરાય સૂત્રનિર્દિષ્ટ તેર માગણીઓ પૈકીની છેલ્લી બંને માગણીઓ અંગે આ પ્રવચન વિવેચના રજૂ કરે છે. સમ્યગ્દર્શનની ખૂબી એ છે કે સંસારના હેતુનેય મોહેતુ બનાવે. માટે જ એની મહત્તા. આગળ વધીને મંગળાચરણના બીજા શ્લોકના માધ્યમે ઉપકાર કોનો થઈ શકે વગેરેનું અને શસ્ત્રપરિજ્ઞાવિવરણના નિર્દેશના શ્લોકના આધારે પૂર્વાચાર્યોની લઘુતાનું સુંદર વ્યાન રજૂ કર્યું છે. “હું હું'ને આ શાસનમાં સ્થાન નથી એ તો મોહનો મંત્ર છે અહીં તો વાતે વાતે પૂજ્યોને શ્રેય આપી વિનયનું સેવન કરવાનું છે. તો જ કલ્યાણ થઈ શકે. એ વાતને જ સ્પષ્ટ કરતાં મૃગાવતીજી અને ચંદનબાળાજીનો વાર્તાલાપ અને એનાથી બન્નેને થયેલ લાભ પણ વર્ણવ્યો છે. પાંચમા પ્રવચનથી શરૂ થતો “જયવીયરાય પદાર્થ પ્રકાશ' આ પ્રવચનમાં પૂર્ણ થયો છે અને હવે મંગલાચરણના શ્લોકાધારે વિવેચના આગળ વધશે. ଏସାd • સત્યને શાશ્વત રહેવાનો હક છે. • અનાદિ કાળથી જેનો સંગ કર્યો તેને તજીએ તો જ આચાર જીવનમાં ઊતરે. • અસંસ્કારી અને ફળ વિનાની બુદ્ધિ કામની નથી. • યોગ્યતાને ખીલવવા માટે શ્રી તીર્થંકરદેવ અપૂર્વ નિમિત્ત છે. ૦ આત્મા ઉપકારને યોગ્ય ન હોય તો, ઉપકારીની ભાવના ગમે તેવી હોય તો પણ કાંઈ થાય નહિ! • કેવળ આગળથી જ શેય (જાણી શકાય) એવા પદાર્થો, હેતુ (તર્ક)થી જણાવવા માગે તે પણ મિથ્યાષ્ટિ. ૦ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મતિકલ્પનાને સ્થાન નથી. • જ્ઞાની વિનીત જોઈએ ! - એટલે કે અષ્ટકર્મના લયમાં પ્રયત્નશીલ જોઈએ. • જેને પોતાના આત્માનું ભાન નથી, પોતાના આત્માની દયા નથી, પોતાના હિતાહિતની ખબર નથી, તે જ્ઞાની જ નથી. • સમ્યગ્દષ્ટિને ફરજ બજાવતાં બીજાને લાભ થાય કે ન થાય, પણ પોતાને તો અવશ્ય લાભ થાય જ. • ફરજ સમજ્યા વિના વેઠની જેમ કામ કરે, એ કાંઈ ફરજનું પાલન નથી. • દુઃખી ન થાય એ હેતુએ થતું દબાણ, એ દબાણ જ નથી. • સમ્યગ્દષ્ટિ “હાજીયો' ન બને. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : સમાધિમરણ સમાધિમરણ અને બોધિલાભ: ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ તીર્થ હંમેશને માટે જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એક પણ સુંદર વિચારનો ઇનકાર નથી : એના સિદ્ધાંતો અનેક ભંગીથી એવી રીતે સિદ્ધ થયા છે કે તેને સેવનાર આત્મા કર્મબળથી રહિત થઈ જરૂર મુક્તપદે પહોંચે : માટે જ એ શાશ્વત છે, કેમ કે સત્યને શાશ્વત રહેવાનો હક્ક છે એથી જ એ અનુપમ છે અને સઘળા શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે. આ તીર્થમાં આચાર, એ મુખ્ય વસ્તુ છે.' એ આચારને જીવનમાં ઉતારવા માટે આપણામાં ભાવના બહુ સ્થિર હોવી જોઈએ જો ભાવના સ્થિર ન હોય, તો આ આચાર જીવનમાં ઉતારવા બહુ કઠિન છે. અનાદિ કાળથી જેનો સંગ કર્યો તેને તજીએ તો જ આચાર જીવનમાં ઊતરે એને તજ્યા વિના ઊતરી શકે તેમ નથી. માટે આપણે પ્રાર્થનાસૂત્ર જય વિયરાય વિચારીએ છીએ. પ્રાર્થનાસૂત્રમાં જેની માગણી કરીએ છીએ, તેની ભાવના દઢ બનાવવી જોઈએ : એ ભાવનામાં એવા તન્મય બનવું જોઈએ કે પરિણામની ધારા પ્રગટે કે જેથી સહેજે પ્રવૃત્તિ આવીને ઊભી રહે : આચાર સહેજે આવે. ભવનિર્વેદ, એ પહેલી માગણી : એ પણ ટકે ક્યારે ? માર્ગાનુસારિતા વગેરે બધા પાછળના : ભવનિર્વેદ પછી આવે : કિંતુ ભવનિર્વેદ પણ ટકે કયારે ? સદ્ગુરુના વચનની સેવા અખંડપણે ટકે તો ! એ સેવા હોય તો જ બધી વસ્તુ ટકે. ભવનિર્વેદ એ પાયો છે : વચનસેવા એ સાધન છે. ભવનિર્વેદ વિના વચનસેવાનો ભાવ પણ ન થાય. સદ્ગુરુની અખંડિત વચનસેવા માગ્યા પછી, પ્રાર્થનાસૂત્રમાં એ માગણી છે કે “હે ભગવન્તારા શાસનમાં નિયાણાના બંધનનો તો નિષેધ છે, તો પણ હું નિયાણું કરું છું કે જ્યાં સુધી સંસારમાં રહું, ત્યાં સુધી ભવે ભવે મને તારા Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૯ર – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ 22 ચરણની સેવા હો !” શ્રી જિનેશ્વરદેવની ચરણસેવા મળે, એટલે બીજા બધા ગુણો તો સહજ છે. ત્યાર પછીની છેવટની માગણી દુઃખનો ક્ષય : એના માટે કર્મનો ક્ષય : અને જ્યાં સુધી મરવાનું છે ત્યાં સુધી સમાધિમરણ, તથા જ્યાં જાઉં ત્યાં બોધિલાભ ! સમાધિમરણ કોને થાય ? જેવો આત્મા તેવું મરણ. શાસ્ત્ર મુનિના મરણને “પંડિત મરણ “ કહે છે, શ્રાવકના મરણને “બાલ પંડિત મરણ' કહે છે, અને બીજાના મરણને “બાલ મરણ' કહે છે. પંડિતાઈ કઈ ? જેટલા પ્રમાણમાં પાપથી વિરામ પામ્યા હોય તે. જે વસ્તુ આત્માને મુંઝવતી હતી, તેના સંગથી સર્વથા મુનિ ખસ્યા, માટે એમનું મરણ-તે “પંડિત મરણ :' દેશવિરતિ શ્રાવક અંશે ખસ્યા, માટે એમનું મરણ તે “અંશે પંડિત મરણ' તથા બાકીના “અંશે બાલ મરણ !” અને બીજા બધા સંસારના સંગમાં બેઠા છે, માટે એમનું બાલ મરણ !” આપણો મુદ્દો એ છે કે “પંડિતાઈ શું ચીજ છે એ સમજો.” કોરી બુદ્ધિ એ શુષ્ક બુદ્ધિ છે : બુદ્ધિ સંસ્કારી અને ફળવતી જોઈએ ? અસંસ્કારી અને ફળ વગરની બુદ્ધિ કામની નથી. જેટલી ચીજો આત્માને ઘાતક છે, તે બધાથી આત્માએ અલગ થવાનું છે. બુદ્ધિના ઉપયોગની ત્યાં જરૂર છે. અલગ થવું પડે એમાં કિંમત નથી, પણ આત્મા સ્વયં અલગ થાય એમાં કિંમત છે. સમ્યગ્દષ્ટિ આત્મા પણ ધારે તો “સમાધિમરણ' સાધી શકે છે : કારણ કે તે એ બધી વસ્તુને તજવા યોગ્ય તો માને છે. સમાધિમરણ શા માટે ? એટલા જ માટે કે ભલે આ જિંદગીમાં તો મમત્વ ન છૂટ્યું, પણ પરંપરા સાથે ન આવે : મોહની આધીનતાના યોગે આત્મા જિંદગી સુધી તો ત્યાગ ન કરી શક્યો અને લેપાયો, પણ જતી વખતે તો એ લેપ છોડવો છે કે સાથે લઈ જવો છે ? બધી સામગ્રી તો અહીં રહેવાની છે : તો એના યોગે નિરર્થક લેપ સાથે આવે એવી મૂર્ખાઈ કોણ કરે ? મહેનત કરવા છતાંય એ ચીજો જો સાથે નહિ આવે, તો વળી પાછળના પાપની ભાગીદારી કાયમ રાખવાની મુર્ખતા કોણ કરે ? પણ એ ક્યારે બને ? એ હેય છે-એના સંસર્ગથી અહિત છે, એવી બુદ્ધિ થાય તો ને ! ત્યારે માગણી એ કે “જ્યાં સુધી સંસારમાં રહું, ત્યાં સુધી ભવે ભવે તારા ચરણની સેવા : એને માટે દુઃખલય, કર્મક્ષય-સંપૂર્ણ કર્મક્ષય ન થાય ત્યાં સુધી જે વારંવાર મરણ થાય તે સમાધિયુક્ત થાઓ અને જ્યાં જાઉં Page #291 -------------------------------------------------------------------------- ________________ 283. – ૨૦ : સમાધિમરણ - 20 – ત્યાં બોધિનો લાભ થાઓ !! જ્યાં જઈએ ત્યાં જે સામગ્રી મળે તેના સદુપયોગની બુદ્ધિ થાય તે બોધિલાભ : બોધિલાભ, સંસારના હેતુનેય મોક્ષનો હેતુ બનાવે છે : સંસારના હેતુને પણ ત્યાંથી ખસેડી મોક્ષના હેતુમાં યોજે છે ? કોઈ ક્રિયા સાધતાં સંસારનો હેતુ નડતો હશે તો તેને ઉલટાવી હાનિકર નહિ થવા દે : માટે બોધિલાભ હો. બોધિલાભ વિનાની આર્યદેશ, આર્યકુળ, આર્યજાતિ-વગેરે સામગ્રી નકામી ! શું એ વિના એ કામ પણ આપે ? એ બધી સામગ્રી ફળ કયારે ? બોધિલાભ હોય ત્યારે ! બોધિલાભ જલદી મળે, એમાં તન્મય થવાય, શ્રી જિનેશ્વરદેવના વચનમાં ઓતપ્રોત થવાય, તો તો મળેલી બધી સામગ્રી સફળ ! શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર પ્રીતિ થવા પહેલાં પણ પાપની ભીરુતા આવવી જોઈએ. પાપનો ભય ન હોય તો શ્રી જિનેશ્વરદેવનાં વચન ગમે જ નહિ. જેને પાપનો ભય નથી, જેને ભવનો ડર નથી અને જેને સંસારના રંગરાગ તરફ અરુચિ નથી, તેને શ્રી જિનેશ્વરદેવની વાણી ન ગમે. શ્રી જિનેશ્વરદેવની વાણી તો ક્યારે ગમે ? જ્યારે ભવની અરુચિ થાય ત્યારે ! શ્રી જિનેશ્વરદેવનું વચન બધાને રુચતું હોત, તો તો પછી જોઈએ શું ? શ્રી જિનેશ્વરદેવના વચન ઉપર રુચિ કેળવવા માટે તો આ બધા પ્રયત્ન છે. ઉપકાર પણ યોગ્યનો જ થઈ શકે છે? હવે શ્રી આચારાંગસૂત્રના મંગલાચરણના બીજા શ્લોકને લઈએ છીએ. "आचारशास्त्रं सविनिश्चितं यथा, जगाद वीरो जगते हिताय यः। तथैव किञ्चिद्वग्दतः स एव मे, पुनातु धीमान् विनयार्पिता गिरः ।।१।। જે ભગવાન શ્રી મહાવીરદેવે સુવિનિશ્ચિત આચારશાસ્ત્રને જગતના હિત માટે જે રીતે ફરમાવ્યું, તે જ રીતે કંઈક કહેતા એવા મારી વિનયાર્પિત (વિનયથી અર્પિત થયેલી) વાણીને તે જ ધીમાન ભગવાન પવિત્ર કરો.” ભગવાન શ્રી મહાવીરદેવે જગતના હિતની ખાતર, જરાય શંકાને સ્થાન ન મળે તેવા આ આચારશાસ્ત્રને કહ્યું છે. જગતના હિતની ખાતર-પ્રાણીમાત્રના ભલાની ખાતર કહ્યું છે. આરાધક બુદ્ધિને ધરનાર કોઈ પણ પ્રાણી એવો નથી, કે જેનું આ આચારશાસ્ત્રથી હિત ન થાય કારણ કે આ આચાર એવો ઉત્તમ છે કે, જે જે આરાધક બુદ્ધિથી સેવે, તેને તેને પવિત્ર બનાવે અને તે સેવનારના Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 264 સહવાસીઓને પણ પવિત્ર બનાવે : આ આચારને સંપૂર્ણપણે જીવનમાં ઉતારનાર તરફથી પ્રાણીમાત્રને અભયદાન મળે : આ આચારને સંપૂર્ણપણે અંગીકાર કરનાર તરફથી-એટલે સર્વવિરતિથી પ્રાણીમાત્રને અભયદાન મળે : એ પવિત્ર આત્મા તરફથી એકેન્દ્રિયો પણ નિર્ભય બને : એકેન્દ્રિય જીવો માટે પણ એવી કાળજી છે કે ભલે એનું ભલું આપણે ન કરી શકીએ, પણ આપણાથી તે જીવોને પીડા તો ન જ થાય, કેમ કે ભલાનો આધાર તો સામાની યોગ્યતા ઉપર છે. એમાં ભલું કરનારનું એકલાનું ચાલતું નથી. શ્રી તીર્થંકરદેવ જેવા ઉપકારી પણ, સાંભળવાની તાકાત વગરના અસંજ્ઞી પર, તેમજ દુર્ભવી કે અભવી ઉપર શો ઉપકાર કરી શકે ? ભલું કરવાની ભાવના તો ઊંચામાં ઊંચી, પણ સામામાં યોગ્યતા હોય તો ભલું કરી શકાય. અકીમતી ચીજને કારીગર કીમતી બનાવે, પણ ચીજમાં યોગ્યતા તો હોવી જોઈએ ને ? લાકડાની ગાંઠ લાવીને કારીગર પાસે મૂકે, તો કારીગરનાં હથિયાર પણ ભાંગી જાય : ત્યાં કારીગર શું કરે ? સામો આત્મા ઉપકારને યોગ્ય હોય તો ઉપકારી ઉપકાર કરી શકે. “સર્વેષાં શુમં ભવતું' - “સર્વનું શુભ થાઓ !- ભાવનામાં તો આ હોય, પણ એ ભાવનાનો અમલ અયોગ્ય ઉપર કદી થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. જો એમ અમલ થતો હોત, તો શ્રી તીર્થંકરદેવ કોઈને છોડીને જાત જ નહિ. બધાને મુક્તિએ પહોંચાડવા જ એ તો ઇચ્છતા હતા, પણ એમણે જોયું કે ઉપકાર તો અમુક ઉપર જ થાય : યોગ્યતાના પ્રમાણમાં જ થાય. “ગણધર અગિયારને જ કેમ બનાવ્યા ? બીજાને કેમ નહિ ? ઉત્તર એ જ કે “અન્યમાં તેવી યોગ્યતા નહોતી. “અમુકને મુનિ બનાવ્યા, અમુકને કેમ નહિ ?' અહીં પણ એ જ ઉત્તર કે યોગ્યતા નહોતી. એ ખરું કે યોગ્યતાને ખીલવવા માટે શ્રી તીર્થંકરદેવ અપૂર્વ નિમિત્ત છે એવું નિમિત્ત દુનિયાભરમાં બીજું એક પણ નથી : જેટલાં નિમિત્તો છે, તેને સેવવાં જોઈએ અને તે દ્વારા એ યોગ્યતા કેળવવી જોઈએ. શ્રી તીર્થંકરદેવ કાંઈ હાથોહાથ કેવળજ્ઞાન આપતા નથી. એટલા માટે તો કહેવાય છે કે “કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, પ્રગટ થયું.” -પણ “કોઈએ આપ્યું -એમ નથી કહેવાતું : ઔપચારિક ભાષાથી “આપ્યું'-એમ પણ કહી શકાય. કેવળજ્ઞાન આત્મામાં છે, પણ જડ કર્મના સંસર્ગથી દબાયેલું છે અને તેને કર્મના સંસર્ગથી Page #293 -------------------------------------------------------------------------- ________________ 265 – ૨૦ : સમાધિમરણ - 20 - ૨૦૫ રહિત થઈ પ્રગટ કરવાનું છે : તેથી તેને માટે યોગ્ય નિમિત્તોની ઘણી જ આવશ્યકતા છે, માટે ઉત્તમ નિમિત્તો સેવવાં જ જોઈએ અને યોગ્યતા કેળવવી જોઈએ. નોકર મહેનત કરે તો શેઠ પગાર આપે, મહેનત વિના પગાર ન આપે, છતાં જેમ નોકર શેઠને “દાતા' કહે એ ઉપચાર છે, તેમ જ્ઞાનીના નિમિત્તે કેવળજ્ઞાન મળે-તેના દાતા જ્ઞાનીને કહેવાય એમાં વાંધો નહિ, પણ એ ઔપચારિક ભાષા. વસ્તુતઃ તો ગુણો છે તે જ પ્રગટ કરવાના છે. તે પ્રગટ કરવા માટે જેટલાં નિમિત્તો અને સાધનો જે રીતે સેવવાં જોઈએ, તે રીતે ન સેવાય તો તે પ્રગટ ન થાય. સ્વાભાવિક શ્વેત વસ્ત્ર જો મલિન થયું હોય, તો તેના ઉપરનો મેલ જો થોડો હોય તો એકલા પાણીથી જાય, અધિક લાગ્યો હોય તો સાબુથી જાય અને એથી પણ અધિક લાગ્યો હોય તો ખારમાં બાફવાથી જાય. કોઈ એમ કહે-“આત્માના ગુણો આત્મામાં છે, તો પછી બાહ્ય આલંબનની જરૂર શી ?'— તો એ આત્મા સમ્યગ્દર્શનથી ખસી જાય છે. માટે જે સાધનોથી કચરો ભરાયો હોય, તેનાં પ્રતિપક્ષી સાધનો દ્વારા કચરો ન કઢાય તો આત્મા મલિન રહે અને એ મલિનતા વધે. આપણો મુદ્દો એ છે કે આત્મા ઉપકારને યોગ્ય ન હોય તો, ઉપકારીની ભાવના ગમે તેવી હોય તો પણ કાંઈ થાય નહિ ! પરંતુ જેનો ઉપકાર ન થઈ શકે તેનું પણ “ભંડું થાઓ'-એમ તો ભાવનામાંયે ન હોવું જોઈએ. પૂર્વાચાર્યોની અપૂર્વ લઘુતાઃ ટીકાકાર મહર્ષિ કહે છે કે પ્રાણીમાત્રના ભલા માટે આ આચારશાસ્ત્રને ભગવાન શ્રી મહાવીરદેવે જેવી રીતે કહ્યું, તેવી જ રીતે કિંચિત્ હું કહું છું. મૂળ આ શાસ્ત્ર કહ્યું કોણે ? ભગવાને. એમણે કહ્યું કેટલું બધું? પારાવાર. માત્ર ત્રણ પદથી દ્વાદશાંગી રચવાની શક્તિ ધરાવનારા ગણધરદેવો પણ પ્રભુના કથનને ઝિલાય તેટલું ઝીલે છે. શ્રી ગણધરદેવોનું સામર્થ્ય કેટલું ? એ આત્માઓ પૂર્વે એવી આરાધના કરીને આવેલ હોય છે - એવો જ્ઞાનનો ખજાનો સાથે લઈને આવેલ હોય છે અને એમનો આત્મા એવો નિર્મળ બની ગયો હોય છે કે માત્ર ત્રણ પદ ઉપરથી જ એક અંતર્મુહૂર્તમાં એઓ શ્રી દ્વાદશાંગી રચે છે. પ્રભુના અગિયાર ગણધરોએ એ મુજબ શ્રી દ્વાદશાંગીની રચના કરી છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 233 સભા : બ્રાહ્મણમાંથી આવેલા ને? હા, ભણેલા ઘણું હતા : માત્ર ખામી ચાવીની હતી! જ્ઞાનની દિશા પલટાઈ ગઈ : ત્રણ પદમાં વસ્તુમાત્રનું સ્વરૂપ જાણી લીધું : પૂર્વની સામગ્રીના યોગે એવા તૈયાર હતા કે આ ત્રણ પદ સાંભળે ને બધાં દ્વાર ઊઘડી જાય. ભગવાન ‘ઉપન્ને વા, વિમે વા, યુવે વા'-આ ત્રણ પદ કહે, એ ઉપરથી શ્રી ગણધરદેવો અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચે. સંપૂર્ણ વિવેચન કરવાની તાકાત તો ચૌદ પૂર્વની પણ નથી હોતી. શ્રી ગણધર ભગવાનનું જ્ઞાન અતિશાયી હોય છે. ટીકાકાર મહર્ષિ કહે છે કે મારે કહેવાનું તો એ જ, પણ હું કાંઈ બધુંય કહી શકું ? ના. કહેલું તે ત્યાંનું, પણ જેટલું કહ્યું તેટલું કહેવાની મારી તાકાત નથીપણ જે કાંઈક કહું છું તે મારું નથી કારણ કે મારામાં જે આવ્યું છે તે ત્યાંથી આવ્યું છે. વાત પણ ખરી છે કે હવાડામાં પાણી આવે ક્યાંથી ?' કહેવું જ પડે કે “કૂવામાંથી.’ હવાડો એમ કહે કે હું પાણીનું ઘર—તે કાંઈ ચાલે ? કૂવાને બંધ કરો અને પછી હવાડામાં જુઓ, એટલે માલૂમ પડી જશે કે “પાણી હવાડામાંનું છે કે કૂવામાંનું ?” આથી જ ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે હું કહું છું તે મારું નથી પણ પ્રભુનું કહેવું છે એટલું જ નહિ પણ પ્રભુએ કહેલામાંથી પણ કિંચિત્ માત્ર જ છે !” કહો કેટલી લઘુતા ? મહાપુરુષોમાં આ જ સદ્ગણ હતો. આ સદ્ગુણથી જ જૈનશાસનની તેઓ સેવા કરી શક્યા છે. દરેક મહાપુરુષે પૂર્વપુરુષોને જ ભળાવ્યું : પોતાનું ઉમેરણ જરા પણ ન કર્યું. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દોઢડાહ્યા ન ખપે ? ડાહ્યા ખપે બહુ ડાહ્યા ન હોય તે પણ ખપે : પણ દોઢડાહ્યા તો ન જ ખપે, કારણ કે એ તો મારી જ પાડે. ડાહ્યો તો હોય તેવું જ કહે, ન સમજે તો હોય તે સાચવી રાખે, પણ પેલો તો ડહોળવાનું જ કામ કરે : એટલે એ ન પાલવે. જૈનશાસનની સુંદરતા જળવાઈ રહી છે તેનું કારણ ઉપર કહી આવ્યા તે સદ્ગણ જ છે. પૂર્વના મહાપુરુષો તો કહેતા કે “ક્યાં એ મહાપુરુષો અને ક્યાં અમે ? શ્રી જિનેશ્વરદેવો તો રાગદ્વેષરહિત ! એ શા માટે જૂઠું કહે ? ન સમજાય તો અમારી મતિની મંદતા અને એ મતિની મંદતાના યોગે ન સમજાય, માટે એ ખોટું-એમ કહેવાનો અમને અધિકાર નથી જ ! આવી ભાવનાવાળા આત્મા સાંભળે, વિચારે, મનન કરે અને પછી બીજાને આપે. પૂર્વાચાર્યોએ આવી સુંદરતા ન રાખી હોત, તો આ ટકત નહિ. જો કે ગયું ઘણું, પણ રહ્યું તે તો એ ઉપકારી પુરુષોએ એવું સાચવ્યું છે કે ન પૂછો વાત ! બુદ્ધિભેદ પડ્યો ત્યાં Page #295 -------------------------------------------------------------------------- ________________ 267 – ૨૦ : સમાધિમરણ – 20 – ૨૭૭ ડહોળ્યું નહિ, પણ તત્ત્વ તુ વેનનો વિત્તિ', ‘તત્ત્વ તેઓ જાણે-કેવળી મહારાજ જાણે-એમ કહી ત્યાં ભળાવ્યું. કહો, કેટલા નિરભિમાની ? એમાં એવું અભિમાન-રહિતપણું હોવું જ જોઈએ, નહિ તો કેવળજ્ઞાનથી જોવાયેલી વસ્તુને છબ0ો ડહોળે તે કયાં સુધી ચાલે ? કેવળ આગમથી જ ય એવા પદાર્થો, હેતુથી જણાવવા માગે તે પણ મિથ્યાષ્ટિ. કેટલાય પદાર્થોમાં કે જ્યાં યુક્તિ ન ચાલે, ત્યાં યુક્તિ કરવાનું ડહાપણ ન કરાય. શ્રી ટીકાકાર મહર્ષિ કહે છે કે જે કાંઈ કહેવાય છે તે તે જ કહેવાય છે કે જે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું છે. ટીકાકાર મહર્ષિ વધુમાં કહે છે કે ભગવાન શ્રી મહાવીરદેવે કહેલું કહું છું, માટે મારી વાણીને ભગવાન પોતે જ પાવન કરો !' આથી સ્પષ્ટ જ છે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં મતિકલ્પનાને સ્થાન નથી. મતિનો ઉપયોગ પદાર્થોને સમજવા માટે છે, પણ આપણી મતિકલ્પનામાં ગોઠવાયેલા પદાર્થો એમાં સાંકળવાના નથી. જૈન ગણાતા સઘળાય આ ભાવનાવાળા થઈ જાય, તો કેવો આનંદ આવે ? વસ્તુને જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવામાં વાંધો નથી : વસ્તુને સમજવા માટે-નિશ્ચિત કરવા માટે બુદ્ધિનો ઉપયોગ થાય, પણ શાસ્ત્રને ઊલટું-સુલટું કરવા માટે ન જ થાય. આગળ ચાલતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે "शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनं च गन्धहस्तिकृतम् । तस्मात् सुखबोधार्थं, गृह्णाम्यहमञ्जसा सारम् ।।१।।" શ્રી ગંધહસ્તિજીએ કરેલું “શસ્ત્ર પરિક્ષા વિવરણ' અતિશય ગંભીર છે: તેમાંથી હું સુખપૂર્વક બોધ થાય તે માટે યોગ્ય રીતે સાર ગ્રહણ કરું છું.' કેવી અને કેટલી લઘુતા ! આ લઘુતા આવવી સહેલી નથી. શાસ્ત્રના વચનમાં-સિદ્ધાંતના વચનમાં, આ લઘુતા લાવ્યા વિના છૂટકો નથી. અહીં પણ જો ‘મહં-અહં' આવ્યું તો તો પછી ખલાસ જ ! જગતને અંધ બનાવનાર મોહરાજાનો મહામંત્રઃ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે “ગઈ મતિ મત્રોડ, મોદી લાવ્યવૃત્ ” “ખરેખર, “ગઈ અને “મ-આ મોહરાજાનો મંત્રજગતને અંધ બનાવનાર છે.' આ મોહમંત્રમાં જગતને અંધ કરવાની અપૂર્વ તાકાત છે. આખું વિશ્વ Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ - - 288 એમાં મુંઝાયેલું છે. એ મોહ જો અહીં ઘૂસે, તો પરિણામ ઘણું જ ભયંકર આવે. ઉપકારી ગણાતો જ્ઞાની જો વિનીત ન બને, તો અપકારી જેટલું ભૂંડું કરી શકે, તેથી પણ અધિક જો તે ઊંધે માર્ગે જાય તો બૂરું કરે. મૂર્ખ તો જેમ ભલું ન કરી શકે, તેમ બહુ બૂરું, પણ ન કરી શકે. પણ ડાહ્યો, ભણેલો-ગણેલો, વાંકો થાય તો તો ગજબ કરે. માટે શાસ્ત્રકાર મહર્ષિઓ કહે છે કે “જ્ઞાની વિનીત જોઈએ !'-એટલે કે અષ્ટકર્મના ક્ષયમાં પ્રયત્નશીલ જોઈએ. જેને પોતાના આત્માને લાગતાં કર્મબંધનોનો ભય નથી, તેને જ્ઞાની કોણ કહે ? જેને પોતાના આત્માનું ભાન નથી, પોતાના આત્માની દયા નથી, પોતાના હિતાહિતની ખબર નથી, તે જ્ઞાની જ નથી. જેની પ્રાપ્તિથી રાગાદિ દોષ વધે તે જ્ઞાન જ નથી : જ્ઞાની તો “અહ” અને “મમ'થી વેગળો થતો જાય. સભાઃ હું શાસનનો અને મારું શાસન-એમ કહેવાય કે નહિ ? એ જરૂર કહેવાય. “અહ” અને “મમ ભાવની વાત તે પૌગલિક ભાવની છે અને અહીં પૌગલિક ભાવનો જ નિષેધ ચાલે છે. આત્મીય ભાવનો વાંધો નથી. “ભવમાં અને મોક્ષમાં સમાન સ્થિતિએ દશા તો ઘણી દૂર છે : એ દશા ન આવે ત્યાં સુધી તો પ્રશસ્ત વસ્તુઓ તરફનું મારાપણું અખંડિત જ હોવું જોઈએ. સમ્યગ્દષ્ટિ આત્મામાં તો મારાપણું અસ્થિમજ્જાવતું હોય, એમાં જરા પણ શંકા નહિ. એ સર્વત્ર ભળે નહિ, એનામાં ખોટું હાજિયાપણું હોય જ નહિ. તે બધે “હાજી-હાજી' કરનાર બને જ નહિ અને એવા હાફિયાઓની સજ્જન સમાજમાં એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી-એ વાત નક્કી છે. ખોટી “હાજી' કરનારો પોતે તો હણાય છે અને બીજાને પણ હણે છે. ખોટી હાજી કરનાર ભલે મનથી માને કે “મને ખુરશી મળી, મને માન મળ્યું'-પણ બધા એને મનમાં તો ઓળખે કે “આ હાજિયા છે, પણ વિશ્વાસપાત્ર નથી.' સમ્યગ્દર્શન, એવી વસ્તુ છે કે જે દરેક વસ્તુનું વસ્તુ તરીકે ભાન કરાવે ! ત્યાં ખોટું હાજિયાપણું હોય જ નહિ. સાચું સમજાય તો ધાર્યું કામ થાય : સમ્યગ્દર્શન, આત્મગુણનાશક દુશ્મનને દુશમન તરીકે ઓળખાવે એની પાસે રહેવા જેવું નથી-એવું સાચું ભાન કરાવે : સમ્યજ્ઞાન દુશ્મનનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજાવે છે અને સમ્યક્યારિત્ર દુશ્મનથી દૂર ખસેડે ! સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર-એ ત્રણે મોક્ષનો માર્ગ છે ! પૌલિક ભાવ, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : સમાધિમરણ - 20 0:0 એ આત્માનો દુશ્મન છે,-એની ઝાંખી સમ્યગ્દર્શન કરાવે ઃ જ્ઞાન, જ્ઞાનનું તથા જ્ઞાની પુરુષોની નિશ્રાનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવે : અને ચારિત્ર, દુશ્મનને ઝાપટીને દૂર કાઢે. આ રીતે ત્રણેય, આત્મા સાથે વળગેલ આઠે કર્મનો ક્ષય કરી મુક્તિપદે પહોંચાડે. 269 સમ્યગ્દર્શન, દુનિયાની સારી કે નરસી સઘળી વિષયકષાયને વધારનારી સામગ્રીને ખરાબ તરીકે ઓળખાવે, એટલે સમ્યગ્દષ્ટિ આત્માને તો બંગલા પણ કેદખાનાં લાગે. સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાના સ્નેહી-સંબંધી સાથે બોલે, ચાલે, વર્તે, પણ હૈયામાં-‘એ અમારાં નહિ અને હું એમનો નહિ'-આવી બુદ્ધિ આવી જ જાય : આ બુદ્ધિ આવ્યા વિના રહે જ નહિ. દેખતા આદમીને દીવો સળગ્યા પછી ખાડો કે ટેકરો ન દેખાય એ બને ? સમ્યગ્દર્શન આત્માને હાનિ કરનારી વસ્તુનું નિઃશંક ભાન કરાવે : આથી સમ્યગ્દષ્ટિ આત્માને દુનિયાના સઘળા પદાર્થો તરફ અરુચિ થાય ! સમ્યગ્દષ્ટિ આત્મા સ્વપરનું ભલું કરી શકે છે, કારણ કે એનો વિવેક ઉમદા હોય છે. ૨૬૯ એક રાજાનો સુબુદ્ધિ મંત્રી હતો. તે વિચાર કરે છે કે ‘પગાર ખાઈને રાજકારોબા૨ વગેરે કામકાજ તો બધા કરે એમાં નવાઈ નથી : પણ હું સમ્યગ્દષ્ટિ સેવક છતાં મારો માલિક મિથ્યાષ્ટિ રહી જાય તો મને કલંક લાગે.’ રાજાની મંત્રી પ્રત્યેની અને મંત્રીની રાજા પ્રત્યેની, સંતાનની માબાપ પ્રત્યેની અને માબાપની સંતાન પ્રત્યેની તથા પતિની પત્ની પ્રત્યેની અને પત્નીની પતિ પ્રત્યેની સાચી ફ૨જ શી છે ?-તે બરાબર સમજો. સાચી ફરજ કોણ સમજી શકે ? આત્મા સમ્યગ્દષ્ટિ બને તે, પરસ્પરની વાસ્તવિક ફ૨જ જો સમજાઈ જાય, તો ધાર્યું કામ થઈ જાય. શ્રી મૃગાવતીજી માફક ફરજ બજાવવી જોઈએ : સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના આશ્રિત પ્રત્યેની, વડીલ પ્રત્યેની અને પૂજ્ય પ્રત્યેની બધી ફરજ વિચારે. ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં પહેલાં જ સાધ્વી શ્રીમતી ચંદનબાલાજીએ પોતાની શિષ્યા શ્રીમતી મૃગાવતીજીને એક વખત ઠપકો દીધો. શ્રીમતી મૃગાવતીજીએ બુદ્ધિપૂર્વક ગુનો કર્યો ન હતો, પણ એ વાત ખરી કે અનુપયોગથી પણ ગુના જેવું બની ગયું એ દૃષ્ટિએ ગુનો ગણાય. ગુનો હતો નહિ, ગુનો કર્યો હતો નહિ, ગુનાની બુદ્ધિ પણ ન હતી, Page #298 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ સ્થાન પણ ગુનો થાય તેવું નહોતું, ખુદ ભગવાન સમવસરણમાં વિદ્યમાન હતા ત્યાં વિકાર તો સંભવે નહિ, અરે વિકાર હોય તો પણ જાય, છતાં આચાર તો હોય તે જ ઘટે : માટે એ ગુનાનો ઉપાલંભ દેવામાં આવ્યો. ૨૭૦ શ્રીમતી ચંદનબાલાજી ગુરુણી છે અને શ્રીમતી મૃગાવતીજી શિષ્યા છે. સૂર્ય-ચંદ્ર મૂળ વિમાને પ્રભુને વાંદવા આવ્યા, એ પ્રસંગની આ વાત છે. શ્રીમતી ચંદનબાલાજીએ શ્રી મૃગાવતીજીને ઠપકો દીધો. એ ઠપકો એટલા પૂરતો હતો કે ફરીને આવો પ્રમાદ ન થાય. શ્રીમતી ચંદનબાલા તો બે શબ્દ કહેવા જોગા કહી નિદ્રાગ્રસ્ત થઈ ગયાં, કેમ કે એમના મનમાં બીજું કંઈ હતું જ નહિ : પણ મૃગાવતીજીને એમ લાગ્યું કે ‘ગુરુણી ગુસ્સે થયાં, મારી સાથે બોલતાં નથી, હું શિષ્યા, મારી ફરજ કઈ ?' જુઓ, ફરજનો વિચાર સમજો. ‘ગુરુણીને કષાયમાં જોડવાની મારી ફરજ હોય ?' મારી ખાતર ગુરુણીજીની આ દશા ? ગુરુણીજીને મારે તેમના સંયમમાં સહાયક યા સેવક બનવું કે આવી રીતે કષાય ઉત્પન્ન કરાવવો ? બસ, જ્યાં સુધી ગુરુણીજી બોલે નહિ, ત્યાં સુધી એમના પગમાંથી મારે માથું ઊંચકવું નહિ. પગમાં માથું મૂકી ક્ષમાપના કરવા માંડી. એવી ક્ષમાપના કરી કે ક્ષપકશ્રેણિએ ચડી કેવળજ્ઞાન પામ્યાં. આ ફરજ અને ફરજ બજાવવાનું આ પરિણામ. સમ્યગ્દષ્ટિને ફરજ બજાવતાં બીજાને લાભ થાય કે ન થાય, પણ પોતાને તો અવશ્ય થાય જ. સામો આત્મા પણ જો સુયોગ્ય હોય તો સામાને પણ જરૂર લાભ થાય જ. આ તો સામે પણ શ્રીમતી ચંદનબાલાજી છે, એટલે પછી પૂછવાનું જ શું ? શ્રી મૃગાવતીજી ગુરુણીના ચરણકમલમાં જ સ્થિર છે. એટલામાં જ ગુરુણીજી ત૨ફ આવતા કૃષ્ણ સર્પને જોયો : તે સર્પ શ્રી ચંદનબાલાજીના હાથે ડસી ન જાય, માટે હાથ ઊંચકીને સંથારામાં મૂક્યો, કે તરત જ શ્રી ચંદનબાલાજી જાગી ગયાં અને પૂછ્યું-“કેમ મારો હાથ ઊંચક્યો ?” ઉત્તરમાં શ્રી મૃગાવતીજીએ સર્પ હોવાનું જણાવ્યું. શ્રી ચંદનબાલાજી : ‘આવી અંધારી રાત્રિમાં સર્પ જોયો શી રીતે ?’ 270 શ્રી મૃગાવતીજી : ‘આપની કૃપાથી.’ જુઓ, કેટલી મર્યાદા ! કેવળજ્ઞાન થયું છે, છતાં પણ એ વાત કહેતાં નથી, અને ઊલટું કહે છે કે ‘આપની કૃપાથી !’ કેવી સુંદર મર્યાદા છે ! શ્રી ચંદનબાલાજી : ‘શું જ્ઞાન થયું ?’ Page #299 -------------------------------------------------------------------------- ________________ 271 ૨૦ : સમાધિમરણ - 20 શ્રી મૃગાવતીજી : ‘એમ જ.’ શ્રી ચંદનબાલાજી : ‘કયું જ્ઞાન ? પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?’ શ્રી મૃગાવતીજી : ‘અપ્રતિપાતિ.’ તરત શ્રીમતી ચંદનબાલાજી ઊભાં થઈ જાય છે અને કેવળીની આશાતના કરી તે બદલ ક્ષમા માગે છે : અને ક્ષમાપનામાંથી ભાવનાએ ચડતાં ક્ષપકશ્રેણિના યોગે કેવળજ્ઞાન ઉપાર્જે છે. ફરજનું સ્વરૂપ સમજો, ઉદ્વેગને શમાવવાની ફરજ બજાવી તો કેવો લાભ થયો ? આનું નામ ફ૨જ ! સમ્યગ્દષ્ટિ આત્મા, આશ્રિત, વડીલ અને પૂજ્ય પ્રત્યેની ફરજ સમજીને તે મુજબ વર્તે. ફરજ સમજ્યા વિના વેઠની જેમ કામ કરે, એ કાંઈ ફરજનું પાલન નથી. ૨૭૧ માતાપિતા અને સંતાનની પરસ્પર ફરજ શી ? : સમ્યગ્દષ્ટિ એટલે સાચી દષ્ટિવાળો કે દોષ વિનાની દૃષ્ટિવાળો ! ખોટાથી આઘો રહેનાર અને સાચાની નજીક જવાનો પ્રયત્ન કરનાર : તથા ખોટાના ફેંદામાં ફસાયો હોય-ખોટાની જાળમાં જકડાયો હોય, તો પણ ત્યાંથી નીકળવાની ભાવના રાખનાર એ સમ્યગ્દષ્ટિ ! અરે કહો ને, ઘરમાં રહેતો હોય છતાં ઇચ્છા તો છોડવાની જ. આ ભાવના વિના સમ્યક્ત્વની સ્થિતિ ટકી શકતી નથી : સમ્યક્ત્વ સ્થિર બનતું નથી : અને શુદ્ધ પણ થતું નથી. આ ભાવના વિના સમ્યક્ત્વનો વાસ્તવિક અનુભવ થતો નથી. હેય અને ઉપાદેયની ભાવનામાં જોઈતી લીનતા-એકતાનતા થઈ જાય, તો પૌદ્ગલિક પ્રવૃત્તિ એકદમ ઓછી થવા માંડે. દુનિયાના પદાર્થો પ્રત્યે થતી દૃષ્ટિ જો અહીં થાય, તો તરત કામ થઈ જાય. વ્યવહારમાં પણ અનુભવ થાય છે કે દુનિયામાં જે વસ્તુને પોતાની માની, તેના પોષક અને સહાયક પ્રત્યે ભાવ જુદો અને તે વસ્તુ પ્રત્યે વાંકી નજરે જોનાર પ્રત્યે ભાવ જુદો ! આ કોણે કરાવ્યો ? કોઈએ કહ્યું હતું ? તમને માલૂમ પડે કે ‘કોઈ પૈસા લઈ જવા આવવાનો છે’તો તરત પોલીસને ખબર આપો. આ કોણે સમજાવ્યું ? કહો ને કે ‘પૈસાના મોહે સમજાવ્યું.' એ દૃષ્ટિ અહીં થાય તો કાંઈ બાકી રહે ? માતાપિતા, મિત્ર, વડીલ, આશ્રિત-બધા પ્રત્યેની ફરજને સમજી સમ્યગ્દષ્ટિ તે તે મુજબ વર્તે ! ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે - Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ ––– 22 "सति चास्मिन्नसौ धन्यः, सम्यग्दर्शनसंयुतः । તત્ત્વઝાનપૂર્વીત્મા, તે જ મોત | શા” સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી, આ આત્મા ધન્ય બને છે અને તત્ત્વશ્રદ્ધાથી જેનો આત્મા પવિત્ર થયો છે એવો સમ્યગ્દર્શનવાળો આત્મા ભવસાગરમાં રમતો નથી.” તીવ્ર અંતરાયના ઉદયથી ન નીકળી શકાય તો સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં વસે, પણ સંસારમાં રમે તો નહિ જ એ આત્માને સંસારમાં લહેર ન આવે : સંતોષ ન થાય : રંગાય નહિ ! રમવા અને રહેવાનો ભેદ સમજો. કેદમાં કેદી રહે ખરા, પણ હૃદયથી આનંદ પામે ખરા ? નહિ જ, ઊલટા છૂટવાના દાડા ગણે. કહો, તમે શાના ગણો છો ? આજે બાળક અભક્ષ્ય ખાય, કંદમૂળ ખાય, નાટક-ચેટક-સિનેમા જુએ, જૂઠું બોલે, દગલબાજી કરે, હોટલમાં જાય, સિગારેટ ફૂંકે, આ બધા માટે ઘણાં માબાપને દરકાર નથી. કમાતાં શીખ્યો એટલે કહે કે “હોશિયાર.' વિચારો એવા બદલાઈ ગયા છે કે “જ્યાં લક્ષ્ય અપાવું જોઈએ ત્યાં બિલકુલ અપાતું નથી. કોઈ કહે કે “તારો બાળક આમ કહે છે.” તો કહી દે કે “બાળક છે.' અરે, ભલા આદમી ! જેનાથી એનો આ લોક અને પરલોક બગડે અને તારું બાળક સંસારમાં રખડે, એની તને ચિંતા નથી અને તું માબાપ ? આ કઈ જાતનું માબાપપણું ? એ માબાપને જૈનશાસન સાચાં માબાપ તરીકે શી રીતે લેખે ? વ્યવહારથી જન્મદાતા અને શરીરના પાલક તરીકે માબાપ કહેવાય, પણ હિતૈષી તરીકે માબાપમાં ભાવના કઈ હોવી જોઈએ ? બાળક જૂઠું બોલે, ચોરી કરે, ટંટોફિસાદ કરે અને એની દરકાર ન કરે એ માબાપ ? માસ્તર છોકરો રમે છે કે ભણે છે એની દરકાર ન કરે અને ખુરશી પર બેઠો હવા ખાય, એ માસ્તર એ ખુરશી ઉપર ક્યાં સુધી ટકે ? બહુ ટકે તો બાર મહિના : પરીક્ષક આવે અને પરિણામ ખરાબ દેખે કે તરત ડિસમિસ કરે. ત્યાં તો ડિસમિસ કરનાર છે, પણ આવાં માણસને ડિસમિસ કોણ કરે ? આજનાં માબાપ ઉપર કોઈનો અંકુશ છે કે નહિ ? જે અંકુશ છે તેને તો માનવો નથી ત્યાં શું થાય ? શાસ્ત્ર કહે છે કે સાચી સ્વતંત્રતા શું છે તે સમજો. દબાણ મૂકવું ત્યાં દુઃખી કરવાનો આશય નથી. દુઃખી ન થાય એ હેતુએ થતું દબાણ, એ દબાણ જ નથી. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : સમાધિમરણ - 20 કુપથ્યને ખાતા દરદીથી કુપથ્ય સંતાડવું પડે અગર પ્રસંગે દરદીને બાંધી પણ રાખવો પડે, તો તે દરદીને હેરાન કર્યો કહેવાય ? નહિ જ. કોઈ પૂછે કે ‘કેમ બાંધ્યો છે ?' તરત હિતૈષી કહે કે ‘ભાઈ ! દરદી એવો છે કે દોડી દોડીને કુપથ્થ ખાય છે, માટે એના ભલા માટે બાંધ્યો છે.' ફરજ સમજાતી નથી એનું જ આ દુષ્ટ પરિણામ છે. 273 દરદી રુએ છતાં કુપથ્ય ન આપે એ માબાપ ઘાતકી કહેવાય ? દરદીનાં આંસુ ખાતર કુપથ્ય ખવરાવે તો એ માબાપને કેવાં કહેવાય ? કહો ને, તમે તો માબાપ છો ! માબાપ માબાપપણું ભૂલે અને સંતાન સંતાનપણું ભૂલે તો પરિણામ શું આવે ? આ બધું શાથી ? સમ્યક્ત્વ શિથિલ થવા માંડ્યું માટે : સ્વપરનો વિવેક ભુલાવા લાગ્યો એથી : જૈનપણાના સંસ્કાર ઢીલા પડી ગયા માટે : જૈનપણું આવી જાય તો આ દશા હોય ? જૈનના ચોવીસે કલાક ખ્યાલ કેવા હોય ? જાતે જૈન ખરા, પણ ભાવના કઈ ? સાચા દીકરા તો વિચારે કે ‘અમારા જેવા દીકરા અને માબાપ વિષયકષાયમાં લીન રહે અને ધર્મ ન આરાધે તો અમે દીકરા શાના ? એઓ ધર્મ કરે એવી યોજના અમારે કરી આપવી જોઈએ.' અને સાચાં હિતૈષી માબાપ પણ વિચારે કે ‘અમારા દીકરા વિષયકષાયમાં લીન રહે, શ્રી જિનેશ્વરદેવના અનુયાયી ન બને, ગુરુને કે આગમને માને નહિ, વ્યાખ્યાન સાંભળે નહિ અને ધર્મારાધન કરે નહિ તો અમને કલંક !' ૨૭૩ પણ કહો કે આજે શી દશા છે ? કોઈ કહે કે ‘તમારો દીકરો પૂજા કરવા જાય છે ?' તો તરત કહે કે ‘ક્યાંથી જાય ? બાપડો લેશન કર્યા કરે છે.' વાર, પૂજા એ લેશન નહિ ? એ ફુરસદની રમત હશે કેમ ? અરે, કોઈ દિવસ નવરાશ હોય ને પૂજા કરવા કે સાધુ પાસે આવે, તોય કોઈ કોઈ માબાપ તો કહે કે “પૂજા કરજે, સાધુ પાસે જજે, પણ રંગાતો ના :' રંગે કોણ ? માબાપ જ આમ કહે ત્યાં રંગાય કચાંથી ? હા, એનું ભાગ્ય હોય અને એક જ વાર મૂર્તિનાં દર્શનથી કે સાધુના સહવાસથી એ પામી જાય તે વાત જુદી, પણ માબાપે શું કર્યું ? માબાપે તો કહેવું જોઈએ કે ‘શ્રી જિનેશ્વરદેવના પૂજન વિના, સંયોગ હોય તો સાધુનાં દર્શન-સમાગમ વિના, ને નિરંતર ભગવાનની વાણીના શ્રવણ વિના રહેવાય નહિ !' આ સંસ્કારો બાલ્યકાળમાં માબાપ નાખે, તો એ બાળક જો ત્યાગી Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧ – 214 થાય તો શાસનદીપક થાય અને ઘરમાં રહે તોયે કુળદીપક થાય : પણ આ સંસ્કાર ન નાખ્યા અને મરજી મુજબ ચાલવા દીધા, તો અહીં (સાધુપણામાં) તો ન આવે, પણ યાદ રાખજો કે આડો ગયો તો તમને પણ સુખે જંપીને બેસવા નહિ દે. ધર્મસંસ્કાર વિનાનાં સંતાનો તરફથી માબાપને કેટલી તકલીફ વેઠવી પડે છે, તે જરા તપાસ કરજો, પૂછજો ! ભયંકર દુઃખી થાય છે અને છેવટે કંટાળીને એમ બોલે છે કે “અમે છતા દીકરે વાંઝિયા જેવાં છીએ.” આ તો તમારા અનુભવની વાત છે ને ? અરે, કોઈ બોલતું હોય તો માબાપ કહી દે કે “હમણાં ન બોલશો, આવશે તો બેની ચાર ગાળ દેશે : એ તો બે વખત ખાઈને બહાર ગયો સારો. શું કરીએ ? મહિને પચીસ-પચાસ લાવે છે અને અમે ખાઈએ છીએ.” બહારગામ હોય તો કહે કે “મહિને પચીસ મોકલે છે. બાકી એનું નામ દેવા જેવું નથી. દેવ, ગુરુ અને ધર્મને પણ માનતો નથી.' જે દેવ, ગુરુ, ધર્મને ન માને તે માબાપને કેવાંક માને ? હા, કાગળમાં શિરછત્ર-તીર્થસ્વરૂપ, બધું લખે, કારણ કે આ કાળની એ કારમી સભ્યતા છે. વીસમી સદીની સભ્યતા, પોઝિશન અને માર્મિક વાજાળ-એ બધાં એટલાં ભયંકર છે કે એમાંથી બચ્યા તે ભાગ્યવાન : એમાં ફસ્યા એના ભોગ ! સલામ નીચે ઝૂકી ઝૂકીને કરે, પણ હૈયામાં તો પાણીદાર કાતર ! તમારાં સંતાનોને સેવા કરનારાં બનાવવાં હોય, તો તમે એમને શ્રી જિનેશ્વરદેવનાં તથા નિગ્રંથ ગુરુદેવોનાં પૂજારી બનાવો : આગમનાં શ્રદ્ધાળુ બનાવો : અને ધર્માનુષ્ઠાનની પ્રીતિવાળાં બનાવો ! તમે એમ કહો કે “ભૂખ્યા રહો, અમે પણ ભૂખ્યા રહીશું, પણ તમે આત્મહિતનાશક અનીતિ ન કરો. ગાડી-મોટરની જરૂર નથી. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી બનો. કાચું કોરું ખાઈ ચલાવાય તે નભે, પણ ધર્મના વિરોધી બનો તે સહન ન થાય.” શ્રાવકનો દીકરો રાતે ખાવા માગે, રાતે પાન ચાવે, હૉટલમાં જાય, બીડીસિગારેટ ફૂંકે, એ કેવી ભયંકર વાત છે ? અહીં આવવાની બાબતમાં કહે કે ટાઇમ નથી'-પણ નાટકમાં જવાનો ટાઇમ મળે : હોટલમાં જવાનો ટાઇમ મળે. આ બધું શાથી ? માબાપ ફરજ ચૂક્યાં માટે ! શ્રાવકના દીકરાથી તો રાત્રે પાણી પણ ન પીવાય. આજે ચોવિહાર કરનારા કેટલા ? જૈનપણાના સંસ્કાર જાગ્રત કરો ! - શ્રી સુદર્શન શેઠની વાત અને એમની ખ્યાતિ સાંભળી શિર તો હલાવ્યાં, પણ શ્રાવક તરીકે તમારી કઈ ખ્યાતિ ? પરનારીસહોદરપણું શ્રાવકને ન Page #303 -------------------------------------------------------------------------- ________________ 275 -- ૨૦ : સમાધિમરણ - 20 - - ૨૭૫ હોય? હોય જ. શ્રી જિનેશ્વરદેવનો પૂજારી, નિગ્રંથ ગુરુદેવનો ભક્ત, જૈનધર્મનો અનુયાયી-એમાં અનાચારનો દોષ હોય ? એ પરનારીસહોદર ન હોય ! એમાં અભક્ષ્મભક્ષણનો દોષ હોય ? વિચાર કરો કે વર્તન શાં છે ? જુઓ ઠામ ઠામ કે આ શાથી ? સમ્યગ્દષ્ટિપણાના સંસ્કાર ગયા-ફરજ ભુલાઈ એથી ! પહેલાં ઘરમાં જિનમંદિર હતાં, સવારે દરેક ઊઠીને પ્રભુના દર્શન કરે જ : ઘેર પૌષધશાળા હતી : સામગ્રી બધી તૈયાર. દરેકને ક્રિયા કરવાની જ ! માબાપો, વડીલો કહે કે “પહેલું એ, પછી બીજું બધું ! એવી પ્રેરણા કરે. સંસ્કાર નાશ પામ્યા એથી આ બધું થયું. રાત્રે પાન ચાવે, હૉટલમાં જાય, ફાવે તેમ વર્તે અને કહેવાય પણ નહિ ? ત્યારે બધું ખાઓ-પીઓ એમ કહેવું? ઓછામાં ઓછી સવારે નવકારશી અને સાંજે ચોવિહાર પણ ન બને ? જૈનકુળમાં ન છાજતા આચારો બંધ થાય અને છાજતા આચારોનું પાલન થાય, તો બધા જ અનાચારો બંધ થઈ જાય. આંખો ઉઘાડીને જરા શ્રાવકકુળોમાં જુઓ કે આજે શું શું થાય છે ? જૈનશાસનથી વિપરીત વસ્તુઓના પરિણામનો અભ્યાસ કરો, તો દોષો હસ્તામલકવતું દેખાય. મુનીમ ગમે તેવો હોય, પણ જ્યારે જમા-ઉધારમાં ગોટાળો કરે, પોતાના નામે રકમોની ભેળસેળ કરે, તો તરત શેઠ બોલાવીને કહી દે કે “ભાઈ ! તું મુનીમ હોશિયાર, પણ મારે હવે ખપ નથી : કાલથી પેઢી પર આવીશ નહિ !' છોકરો પણ લોકો પાસેથી રૂપિયા લાવી દેવું કરતો હોય, તો માબાપ નોટિસ છપાવે છે કે “એને ધીરશો નહિ.' તો જૈનકળથી વિરુદ્ધ આચરણ કરતા છોકરાઓ ઉપર માબાપ નોટિસ કાઢે કે નહિ ? મતલબ, દુનિયાના વ્યવહારની ગરજ છે, પણ ધર્મની ગરજ નથી. ગરજ નથી, એમ તમને કહેવાય ? તમારા દોષ સાંભળીને તમે સહિષ્ણુ ન બનો તો હાલત શી થાય ? સંવત્સરી પ્રતિક્રમણમાં પણ સાધુને ફીકર રાખવી પડે કે ક્યારે વહેલા ઉઠાડાય, કારણ કે અંધારું થાય તો તો ગજબ કરે. કોઈ સારો માણસ બિચારો જો એવાની પાસે ફસાય, તો એની તો બૂરી જ દશા થાય. એનું કારણ ક્રિયાનો રાગ નથી. “મિચ્છામિ દુક્કડ'-આવે એટલે ખોટો ઘોઘાટ મચાવે : રમતિયાળ સ્વભાવ, રસ્તામાં પણ છત્રી ઉલાળતા ચાલવાની ટેવ, પાનની પિચકારી મારવાની આદત, ચારે તરફ જોવાની ખાસિયત,-એ આદમીને આજે અણોજો પડ્યો ! ઉપવાસ કર્યો એટલે ઢીલો તો થયો હોય, એમાં ત્રણ કલાક સુધીના પ્રતિક્રમણમાં શાંતિથી બેસાય કેમ ? નક્કી કરીને જ આવે કે “સાંભળવું-ફરવું નહિ, ટીખળ કરવું.” કેટલાક Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ તરફથી તો કટાસણાની પણ તે દિવસે જ શોધ થાય : ફાટલાં, તૂટલાં, મેલાં લઈને આવે. લૂગડાંના કટકાની મુહપત્તિ બનાવી દે. ચરવલા તો કેટલાયની પાસે હોય જ નહિ અને કેટલાયની પાસે હોય તો એવા હોય કે પુંજે તો ઊલટી જીવોને હાનિ થાય. ધર્મી આગેવાનોની ફરજ છે કે આવી સામગ્રી પૂરી પાડવી અને સામાએ સાચવવી કે ઉધેઈ ન ખાય. માબાપ કહે કે ‘શું કરીએ ? છોકરો મહિને પચાસ લાવે છે, ડિગ્રીધર છે. છટ્ નોન્સન્સ બોલતાં આવડે છે’-આટલું વિચારી કંઈ ન કહે, એ છોકરાનાં હિતેષી કેટલા પ્રમાણમાં ? જૈનકુળમાં જો દોષ પ્રત્યે આમ બેદરકારી હોય, તો દુનિયામાં એના જેવો દુ:ખનો વિષય એક પણ નથી. જે જૈનકુળમાં ઊંચામાં ઊંચા સંસ્કાર જોઈએ ત્યાં આ દશા ? ‘તમારામાં અયોગ્ય વર્તન છે કે અભક્ષ્યભક્ષણ ચાલે છે’-એમ કહેતાં અમને આનંદ થાય એમ ? તમારામાંથી સમ્યગ્દર્શન અને તેને છાજતી પ્રવૃત્તિ જાય, એ જાણીને તો અમને ખેદ જ થાય. અમે કહીએ તે શાના માટે ? કેવળ હિતની ખાતર જ. 276 કદી સંતાનને કહ્યું છે કે ‘ભાઈ, તું આ ધરે આવ્યો અને આ સાહેબી વગેરે છે તે બધું પૂર્વનું પુણ્ય છે તેના યોગે છે. જો તું ધર્મવિરુદ્ધ વર્તનમાં પડી ગયો, તો તારા યોગે અમે પણ ભીખ માગવાના !' જેટલી તાકાત હોય તેટલી અજમાવી તમારાં સંતાનોને સુધારો : ન સુધારી શકો તો એમ કહો કે માબાપ થવાને અમે લાયક નથી. પૂર્વના સમયમાં એકસાથે હજારો સંયમી બનતા, એકસાથે હજારો દેશવિરતિ બનતા, તથા એકસાથે હજારો સમ્યગ્દષ્ટિ પણ બનતા, અરે એકસાથે હજારોને કેવળજ્ઞાન થતું અને એકસાથે હજારો લાખો, કરોડો મોક્ષે પણ જતા. શાથી ? સંસ્કાર સારા કે જેથી નિમિત્ત મળે કે તરત સ્વીકાર કરે અને બેડો પાર ! આજ તો નિમિત્તને પણ લાત મારવા તૈયાર : શાથી ? સંસ્કાર ગયા તેથી ! સમ્યગ્દષ્ટિ ‘હાજિયો’ ન બને : જેવું કહેવું ઘટે તેવું હિતને માટે કહે; મધુર પણ કહે અને કઠોર પણ કહે. દૃષ્ટિ એક જ કે ‘સામાના આત્માનું કલ્યાણ થાય.’ શ્રી આચારાંગસૂત્ર (ધૃતાધ્યયન)નાં વ્યાખ્યાનો પ્રથમ ભાગ સમાપ્ત Page #305 -------------------------------------------------------------------------- ________________ 'પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ ' પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજયા 'રામચંદ્રસુરીશ્વરજી મહારાજા 'વિકalolી ૧૯૫૩ની સાલના ફાગણ વદ ચોથળા શdi વાર્તે દહેવાણari onોલા સમરથ અoો uિll છોટાલાલના લાડકવાયા સિQadoliારે ૧૯૬૯ના (પોષ સુદ ૧૩ દિon oiદ્યાતીર્થમાં દીક્ષા લઈ પૂજય વ.શ્રી.રામવિજયજી મ. બળી પૂ.આ.શી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજsiા પ્રથમ શિષ્ય બન્યા, એ જ વર્ષે ફા. સુદ ૨ ના વડોદરામાં પડીદોક્ષાકો પાણી જ્ઞાolધ્યાળો પ્રશol શાણolatoli ઉતારોતર થડdi કાર્યો કર્યા. પૂજય ગુરૂવર્યોના મથે ૧૯૮૭oll કા.વ. 3 સાંબfari onણપંન્યાસપદે તથા વ્યાખ્યામાં વાચસ્પતિ પદે, ૧૯૯૧ના વે.સુદ૧૪ શાહપુરમાં ઉપાધ્યાયપદે અoો ૧૯૯૨ના હૈ.રુ. ૬ મુંબઈ લાલબાગમાં anહાલોસણ સાથે આચાર્યપદે સ્થપાયેલા પૂજયશ્રીએ જૈon શાણoloની અપ્રતિમ પ્રdilloiા કરી, સુવિશાળ છoli આંધ્રપતિ તરીકે પૂજયશી સફળ જૈol સંઘ અપૂર્વ યોગક્ષેમ કરતાં કરતાં ૦૪છoli (અ.વ. ૧૪ oil દિouસે અમદાવાદમાં સમદ્યપૂર્વક કાળaloો પામ્યા. અd[hપૂર્વ અંતિમ યાત્રા સાથે અ.વ.00) + શા.સ.૧ ના દિવસે સાબરમતીના તીરે એanotો પાર્થિવ દેહ પંથd[1માં વિલીન થયો. જયાં 'oિinણાથીel (dicણામ 2મારક પૂજયશ્રીની યશોગાથાળો ગાઈ રહ્યું છે. શારદેહે તો તેઓશી આપણી સાથે નથી પણ અક્ષરદેહે તેઓશ્રીજી 'વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈoો [કોમાળો 15013 tam શહથીંઘી રહ્યું છે. 'વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર : રતનબા દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. ગુરૂદેવ ન : પૂ.આ.શ્રી. વિ.પ્રેમ.સુ.મ.સા. 'જીવન ધડતર : પૂ.આ.શ્રી.વિ.દાનસૂ.મ.સા. Uર મો ) luni Page #306 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા (111) હilli IT પ્રદielo| Tuley Graphics (022) 3880208 ISBN 8 ISBN - 81 - 87163 - 27 - 5.