________________
133
--- ૧૧ : આલંબનની આવશ્યકતા - 11
–
૧૩૩
પણ ખસી જાય એ ભાવના આવે તોયે કામ થઈ જાય. મોહનીય ગયું એટલે બધાં બંધન ગયેલાં જ છે. મોહનીય ન જાય ત્યાં સુધી બધાંયે ફાંફાં. એ કાઢવા માટે આ બધી મહેનત. નિર્વેદ પછી સંવેગનું પ્રગટીકરણ. પ્રધાનતા ભલે સંવેગની અને સંવેગ કરતાંય ઉપશમની હોય, પણ એ પ્રધાનતાની અપેક્ષાએ ! શ્રી પ્રાર્થનાસ્ત્રમાં પહેલું-“ભવનિવ્વઓપછી “માર્ગાનુસારિતા' અને તે પછી ઇષ્ટફળની સિદ્ધિ' વગેરે. અસાર સંસારથી વિમુખ થવું નહિ, માર્ગાનુસારી બનવું નહિ અને ઇષ્ટફળની સિદ્ધિની માગણી કરવી, તે શી રીતે ફળે ? “ઘરનું કામ મૂકીને શેઠનું કામ પહેલું કરવું પડે’-એ ભાવના ન હોય તો નોકરીમાં કોણ રાખે ? ભાવના થયા બાદ પણ રીતસર કામ ન કરે તો પગાર કોણ આપે ? રોજ આવી પ્રાર્થના કરાય, છતાં એનો વિચાર જ નહિ, ચાલતું હોય એમ ચાલવા દેવું, તો “ઇષ્ટફળસિદ્ધિ” થાય શી રીતે ? આમ ને આમ ? રોજ એના એ વીતરાગ : એના એ તમે : અને એનું એ પ્રાર્થનાસૂત્ર : તેમજ એની એ યાચના : છતાં પરિણામ કંઈ નહિ ! આનું કારણ શું ?
સભા: ગોખાઈ ગયું.
ગોખાઈ ગયું, ઊતરી નથી ગયું. જ્ઞાની જે કાંઈ સૂત્રોની વાતો ગંભીરપણે કહે છે, તેમાં આકળવિકળ કેમ થાઓ છો ? જ્ઞાની કહે છે કે બધું મૂકો, લેવાની વાત જ નહિ, બસ બધું મૂકો. એ કથનમાં અરેરાટી કેમ થાય છે ? એમ થવું જોઈએ કે અમે મૂકી નથી શકતા, માટે પ્રેરક તો આવા જ જોઈએ. આવા પ્રેરક હોય તો જ કલ્યાણ થાય' આવી ભાવના આવે તો પ્રેરક પ્રત્યે બહુમાન અને સદ્ભાવ થાય અને તેમ થાય તો પ્રેરક કહે એ વસ્તુના અમલ માટે ઉત્સુકતા થાય. ઉત્સુકતા થયા પછી અમલ થતાં વાર ન લાગે. પરિણામ અને પ્રવૃત્તિ ક્યારે ? ભાવના મજબૂત થાય ત્યારે ને ! ભાવનાની મજબૂતી માટે આ પ્રયત્ન છે. “ભવનિર્વેદ' થયા પછી પણ “માર્ગાનુસારી' ન થવાય, તો “ભવનિર્વેદ' પણ ખસી જાય : માટે “માર્ગાનુસારિતા'ની જરૂ૨. જો માર્ગાનુસારિતા' ન આવે તો ભવનો રાગ આવી જાય ને તે કંઈ ગુણો વધી પણ જાય. બાહ્મલિંગની મહત્તા :
ભાવની પ્રધાનતાનું પ્રતિપાદન કરતું શ્રી જૈન-શાસન દ્રવ્યશુદ્ધિની પ્રધાનતા જરા પણ ઓછી નથી આંકતું. ઉત્તમ આલંબનો, એ ભાવશુદ્ધિનાં મુખ્ય કારણો છે. ચિત્તશુદ્ધિ માટે વચનશુદ્ધિ તથા કાયશુદ્ધિની આવશ્યકતા કંઈ ઓછી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org