________________
૧૩૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
134
ચિત્તશુદ્ધિ વગર વચનશુદ્ધિ તથા કાયશુદ્ધિ વાસ્તવિક રીતે ફળશે નહિ એ વાત ખરી, પણ વચનશુદ્ધિ તથા કાયશુદ્ધિ, વિના એ ચિત્તશુદ્ધિ-મનઃશુદ્ધિ પણ પ્રાય: થતી નથી.
સિંહ જેવું શિકારી જાનવર, જે આવે તેના પર તરાપ મારે તેવું, મનુષ્યની ગંધ પણ સહન ન કરે તેવું, પણ પાંજરામાં પુરાઈ જાય પછી કેવું બને છે ? પ્રાણઘાતક જાનવર દ્વારા કલાના જાણકારો આજીવિકા ચલાવે છે : પ્રાણ પોષે છે : એની સાથે ગેલ કરી, ખેલ કરી નિર્વાહ ચલાવે છે : શાથી? આવડતથી. ગમે તેવું ક્રૂર, ભયંકર, ખરાબ ટેવમાં ઊછરેલું, છતાં એકવાર કોઈ પણ ઉપાયે પાંજરામાં પુરાય તો બધું ફરી જાય; એને પૂરવા માટે દેવદારનાં પાટિયાંનું પાંજરું ન ચાલે : વજનું જોઈએ. લોઢાના સળિયા પણ પાતળા નહિ પણ મજબૂત-ન વળે, ન તૂટે એવા જોઈએ. પાંજરામાં ઘૂસ્યો એટલે પંદર આની બળ ગયું : શરૂઆતમાં બારણું બંધ થાય ત્યારે તેનો આકાર અને દેખાવ જોયો હોય તો દેખનારને લાગે કે શુંયે કરી નાંખશે ! પણ કરે શું ? એના માટે તો એ પાંજરારૂપ કિલ્લો બંધાઈ ગયો. પાંચ-સાત હાથ જમીનમાં ફાવે તેટલા આંટા માર્યા કરે. આંટા મારતાં મારતાં ગુસ્સો એની મેળે શમે. એની લાલાશ, એની ઉગ્રતા, એની ધમાચકડીના પરિણામે, પોતે જાતે એમાં એવો પછડાય કે ઊઠવાની પણ તાકાત ન રહે. આદમી દેખીને ઘૂરકતો, આંખ લાલ કરતો, તે હવે આદમી સામે દિન આંખે જુએ. હોશિયાર કારીગર એને કહે કે કૂતરાની જેમ કેમ પડ્યો છે ? ફરી લાલાશ આવે, ફરી ઘુમે અને ફરી પછડાય : ફરી કારીગર તિરસ્કાર કરે, ગોદા મારે, સળિયા મારે, પણ પેલો કરે શું ? જાળી સુધી આવે અને પછડાય : પરિણામ એ આવે કે આંગળી ઊંચી ન કરે : દીનપણે આદમી સામે જોયા કરે. ખાવાનું કેટલું આપે ? મરી ન જાય એટલા પૂરતું એની પાસે કામ લેવા પૂરતું. એને એવો બનાવે કે જરૂર પડ્યે આદમી કહે કે : “બહાર આવ” તો તરત બહાર આવે : એને ગેલ કરવાનું કહે તો છોકરા સાથે ગેલ કરે : પોતે નીચે પડ્યો રહે, છોકરી પોતા ઉપર ચડી જાય અને પોતે એક નાના બાળકથી પણ હાર્યો એમ દેખાડે. સિંહ એક બચ્ચાથી હારે ? પાંજરામાંથી બહાર કાઢે ત્યારથી જ એ દેખે તેવી રીતે ભરેલી પિસ્તોલ ધરી રાખે. સિંહ પણ સમજે કે વાંકો ચાલ્યો તો પિસ્તોલ તૈયાર છે. એના યોગે એ હિંસક જનાવર પણ બહાર અને અંદર આવવાની અને જવાની તથા ખેલ કરવાની અને ગેલ કરવાની આજ્ઞા ઉઠાવે. શાથી? પાંજરામાં પુરાયો એથી!એની ઇચ્છાઓ ઉપર કાપ મુકાયો એથી !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org