________________
135
-
- ૧૧ : આલંબનની આવશ્યકતા – 11 –
–
૧૩૫
સભા : આનું નામ દ્રવ્ય.
મન સિંહ કરતાં પણ બૂરું. કાયાનું પાંજરું વજ જેવું બનાવી, એમાં મનને પૂરો : પછી ભલે ઊંચુંનીચું થાય પણ કરે શું? કાયા ન માને તો મન શું કરે ? મન કહે કે “આ ખાવું છે'-પણ હાથ લઈને મોંમાં મૂકે તો ને ! મન એમ કહે કે “મારું—પણ મારે કોણ ? મનને તિરસ્કાર કરવાનું મન થાય, પણ જીભ હાલે તો ને ! મનને ઘણું ઘણું જોવાનું મન થાય, પણ આંખનું પોપચું હાલે તો ને ! મનને વશ કરવા માટે, એકવાર તો વચન તથા કાયા પર પૂરતો અંકુશ રાખવો પડશે. યદ્યપિ શાસ્ત્રકારે-“મનશુદ્ધિ વગર ક્રિયાની સફળતા નથી–આ પ્રમાણે કહીને ભાવનાશુદ્ધિને ઊંચી કોટિમાં મૂકી, પણ સાથે સાથે એ પણ કહી દીધું કે “વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ વિના મનશુદ્ધિ પણ સુશક્ય નથી બનતી, માટે એની પણ પ્રધાનતા છે.”
ગૃહસ્થ લિંગમાં ભાવનાશુદ્ધિ થઈ, ક્ષપકશ્રેણિ આવી, કેવળજ્ઞાન થયું, કંઈ કમી ન હતી, છતાં શ્રી ભરત મહારાજાને સુધર્મા ઇંદ્ર કહે છે કે : “ભગવન્! આ લિંગ અંગીકાર કરો !'-શાથી ? દ્રવ્યની મહત્તા જીવતી અને જાગતી રાખવા માટે ! દ્રવ્યના યોગ વિના પામનાર તો કોઈક. કોઈકના દૃષ્ટાંતને લઈને દ્રવ્યની ગણતા થાય, તો તો દુનિયાનો તરવાનો માર્ગ લુપ્ત થઈ જાય.
મુનિનો વેષ છે : જ્ઞાનીની દૃષ્ટિએ એનામાં મુનિપણું નથી ; છતાં એ મુનિને જોનાર ધર્માત્મા, કે જેને મુનિપણું નથી એમ ખબર નથી, ત્યાં સુધી એ વેષને વંદન ન કરે તો સમ્યક્તને દોષ લાગે. હવે વિચારો કે જ્ઞાનીએ દ્રવ્યની, બાહ્ય સાધનની કેટલી બધી મહત્તા આંકી છે ! ઓઘ અને તિલક-એ અંકુશ છે :
આ ઓઘો, એ કેવો મજેનો અંકુશ છે. નાના જેવા અંકુશથી પણ, હાથી જેવા મોટા જાનવરને ચલાવો તેમ ચાલે અને બેસાડો તેમ બેસે. અંકુશ મોટો હોવો જોઈએ એમ ન કલ્પો. અંકુશ એ ચીજ એવી છે કે પેલાને તાબામાં રાખે, એમ જ ઓઘો : એ પણ જાતવાન માટે મજેનો, સારામાં સારો અંકુશ છે. એવું મજેનું સાધન છે કે ગમે તેવા દુષ્ટ પરિણામને અટકાવે.
જાતવાન, કુળવાન, ભવભીરુ માટે તો ઓઘો એ પરમ અંકુશ છે : એકાંતે કલ્યાણકર છે : જેને માથે જાત નથી, કુળ નથી, જેને ભવનો ડર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org