________________
૧૧ : આલંબનની આવશ્યકતા
માર્ગાનુસારિતાની જરૂર શા માટે?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ મંગલાચરણ કરતાં તીર્થની પ્રશંસા કરી અને એમ કહી ગયા કે “આ તીર્થ જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી અને એમાં એક પણ સવિચારનો બહિષ્કાર પણ નથી એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવી રીતે સિદ્ધ થયેલા છે કે એની સેવા કરનારો જરૂર નિર્મળ થઈ મુક્તિપદ પામ્યા વિના રહે જ નહિ : માટે જ એ સદાકાળ શાશ્વત રહેવા સરજાયેલું છે તથા એથી જ એને બીજી કોઈ પણ ઉપમા મળી શકે એમ નથી અને તેથી જ એ સર્વ તીર્થકરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું છે.” આટલું કહ્યા બાદ ટીકાકાર મહર્ષિ બીજા શ્લોકમાં કહે છે કે “આ આચારશાસ્ત્ર ભગવાન શ્રી વિરે જગતના હિત માટે કહ્યું.” કોઈના પણ નુકસાન માટે નહિ પણ પ્રાણીમાત્રનું ભલું થાય એ માટે, આ શાસ્ત્રની રચના શ્રી ગણધરદેવે કરી. એમાં છઠું અધ્યયન ધૂત નામનું છે. એમાં ધૂનન કરવાની વાત છે.
અનાદિકાલથી લાગેલી સઘળી વસ્તુનું ધૂનન સમ્યફ પ્રકારે થઈ શકે તે માટે પ્રાર્થનાસૂત્ર (જય વપરાય)ની વાત ચાલુ છે. આ વસ્તુઓ ધૂનન કરવા યોગ્ય છે, એ ઠસ્યા પહેલાં ધૂનનની ક્રિયા થાય તો મૂંઝવણ થાય : જે વસ્તુને પોતાની માની છે તે ચાલી જાય તો જરૂર દુઃખ થાય : પરવસ્તુમાં સ્વત્વનો આરોપ છે તે ન ખસે ત્યાં સુધી ધૂનનમાં આનંદ ન આવે; વસ્તુ છે પર, પણ માની છે સ્વ'-એથી જ એ દુર્દશા થઈ છે કે “પરવસ્તની આબાદીમાં ને નાશમાં આ આત્મા પોતાની આબાદી અને નાશ માની બેઠો છે.” ફરજ છે કે કોઈ પણ રીતે સૌથી પહેલાં પરમાંથી પોતાપણાની બુદ્ધિ કઢાવી નાખવી જોઈએ : માટે હંમેશ પ્રાર્થનાસૂત્ર બોલાય છે અને એમાં પહેલી માગણી-“ભવનિમ્બેઓ”ની છે. એ આવ્યા પછી તો પાછળની વસ્તુઓ કઠિનતા વિના સહેલાઈથી આવે તેવી છે.
નિર્વેદનો અર્થ જ એ કે “જેના જેના પર રાગ હોય તે બધાં બંધન છે અને તેનાથી ક્યારે છૂટું ? એ બંધનો જ્યારે ખસી જશે ત્યારે તો કેવળજ્ઞાન થશે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org