________________
૧૧ : આલંબનની આવશ્યકતા
માર્ગાનુસારિતાની જરૂર શા માટે ? • બાહ્યલિંગની મહત્તા :
ઓઘો અને તિલક-એ અંકુશ છે : ૦ આલંબનશુદ્ધિની આવશ્યકતા : • હવે ચાલો પ્રાર્થનાસૂત્રમાં આગળ : વિષય : જયવીરાય સૂવાંતર્ગત - બીજી માર્ગાનુસારિતાની માગણીનો પરમાર્થ.
આલંબનની અનિવાર્યતા. સઆલંબન તારે. અસ૬ ડુબાડે. અનાદિકાળથી આત્મા સાથે વળગી ગયેલી વસ્તુઓનું ધૂનન-ધોવાણ સમ્યફ પ્રકારે થાય માટે પ્રાર્થનાસૂત્રમાં આવતી માગણીઓનો વિશેષ વિચાર છેલ્લાં કેટલાંક પ્રવચનોથી શરૂ કરાયો હતો તે અત્રે આગળ ચાલે છે. અહીં માર્ગાનુસારિતા અંગે સુંદર વાતો કરવામાં આવી છે. ભવનિર્વેદ વિના માર્ગ ન મળે, માર્ગ ન મળે તો માર્ગમાં અનુસરણ પણ ન થાય. માર્ગાનુસારિતા એ ઇષ્ટફળપ્રાપ્તિની પૂર્વભૂમિકા છે. પહેલી બે બાબતો જેના જીવનમાં હોય તે જ મોક્ષથી અવિરોધી એવા ઇષ્ટફળની યાચનાનો અધિકારી બની શકે વગેરે બાબતો અંગે ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે. સમયાનુસાર સિંહને પકડનારાઓની કળા અને જીવણશેઠનાં દૃષ્ટાંતોનો ઉપયોગ કરાયો છે. ઓધો અને તિલક અંકુશની ગરજ કઈ રીતે સારે છે, આલંબન, પ્રતિજ્ઞા, નિયમ, ક્રિયા કેવા ઉપયોગી છે તે વાત અત્રે જોવા જેવી છે.
સુવાક્ષાગૃત ૦ પરમાંથી પોતાપણાની બુદ્ધિ કઢાવી નાખવા માટે જ પ્રાર્થનાસૂત્ર બોલાય છે. • અસાર સંસારથી વિમુખ થવું નહિ, માર્ગાનુસારી બનવું નહિ અને ઇષ્ટફળની સિદ્ધિની માગણી
કરવી, તે શી રીતે ફળે ? • ઉત્તમ આલંબનો, એ ભાવશુદ્ધિનાં મુખ્ય કારણો છે. • મન સિંહ કરતાં પણ બૂરું. કાયાનું પાંજરું વજ જેવું બનાવી, એમાં મનને પૂરો. • મનશુદ્ધિ વિના ક્રિયાની સફળતા નથી પણ વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ વિના મનશુદ્ધિ પણ સુશક્ય
નથી બનતી.
જાતવાન, કુળવાન, ભવભીરુ માટે ઓધો એ પરમ અંકુશ છે. • પરિણામ ક્વચિત્ આવે પણ ક્રિયા રોજ જોઈએ. ૦ આલંબન બગડે તો મુનિપણું જતાં વાર ન લાગે. • શ્રાવક જ સંતોષી થઈ જાય, તો તેના ભાલસ્થળ ઉપર નૂરના ઓવારા ઊડે. • બાવીસ કલાકમાં આત્મા જ્યાં જ્યાં પડતો હોય, ત્યાં પડકાર કરનાર આ બે કલાકનું શ્રવણ છે. • સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ શ્રદ્ધા વિના ચાલતું નથી. • ક્રિયા, નિયમ, પ્રતિજ્ઞા, એ પડતા આત્માને ટેકવનારાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org