________________
૧૩૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
10
છે.આગળ કોણ છે? કેવળજ્ઞાની!ગમે તેવી અંધારી રાત હોય, પણ હાથમાં ફાનસ હોય તો? બેશક, ફાનસ પણ આંધળાના હાથમાં ન હોવું જોઈએ. જો આંધળાના હાથમાં ફાનસ હોય તો આંગળી પકડનાર જોઈએ. શાસ્ત્ર કહે છે કે અજ્ઞાની માટે જ્ઞાનીની નિશ્રા જોઈએ. આંધળાના હાથમાંનું ફાનસ તો ઊલટું એને વાગે, માટે આંગળી પકડી દોરનારો જોઈએ તેમ અજ્ઞાની માટે જ્ઞાનીની નિશ્રા તો જોઈએ જ. જે સ્વતંત્રતા માગો છો, તેને વિચારો : યોગ્ય લાગે તેને પૂછો : ચોવીસે કલાક વિચારતાં શીખો. જીવન નાનું છે : કરવાનું ઘણું છે આ જીવન નિષ્ફળ ગુમાવ્યું તો એના જેવી બીજી એકે દુર્દશા નથી.પરલોકમાનો, પુણ્ય પાપમાનો,અને એની ચિંતા નહિ? શ્રદ્ધા થયા પછી વિચારણા નહિએ કેમ ચાલે?બોલવાનું અને ચાલવાનું એક જસરખું.સુંદર બનાવવા માટે પ્રયત્નો તો ચાલુને ચાલુ રાખવા જોઈએ.ધર્મી તરીકે તમે વસ્તુ સત્ય હોવા છતાં નાહક મુંઝવણ ઊભી ન કરો. સાધુના આચાર, વિચાર અને પ્રવૃત્તિનો અભ્યાસ કરવો ઘટે. અભ્યાસ ન હોય તો સાંભળ્યા પછી નિર્ણય કરો.
“ભવનિબેઓ’ પછી ‘માર્ગાનુસારિતા !'- “માર્ગાનુસારિતા” વિના ભવનિર્વેદ' ટકે ? “માર્ગાનુસારિતા” પણ શા માટે ? ઇષ્ટફળસિદ્ધિ : ઇષ્ટ ફળની સિદ્ધિ માટે ! ઇષ્ટ ફળ કયું ? મોક્ષથી અવિરોધી ફળ તે. મોક્ષ સાત રાજલોક ઊંચે છે. ત્યાં ક્યારે જવાય ? બધાંયે બંધન વિખેરી નાખો ત્યારે ! કહો ને, ધૂનન થાય ત્યારે ! ધૂનન શાનું ? સ્વજનધૂનન, કર્મધૂનન, ગારવત્રિક-ધૂનન, શરીર ને ઉપકરણની મૂચ્છનું ધૂનન, અને સત્કાર-સન્માનધૂનન ! આ બધાં ધૂનન કરે તો કેવળજ્ઞાન પામીને એ જ ભવમાં મોક્ષે જાય. આવા સ્વતંત્ર થવા માટે શ્રી સર્વજ્ઞદેવની આજ્ઞા માનવી, એ પરતંત્રતા કહેવાય ? સ્વતંત્રતાના અર્થને સમજો. પછી- “નોવિધ્યામો ” શાસ્ત્રમાં જે વાત બોલાય તેને સમ્યપણે વિચારવી જોઈએ. સામાન્ય લોકની વિરુદ્ધતાથી ધર્મનો ત્યાગ કરીએ, તો તો બધાને સંસારમાં ફરજિયાત રહેવું પડે : કોઈથી મુક્તિમાં જઈ શકાય નહિ. જે લોકને ભવ મીઠો લાગે અને જે વિષયાસક્તિ માટે સર્વ કાંઈ કરવા તૈયાર હોય, તેની દૃષ્ટિએ વિરુદ્ધ લાગતી ચીજનો છતી શક્તિએ ત્યાગ, એ ધર્મ નહિ, પણ એ તો શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ખંડન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org