________________
૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10
જાય એ વાત જુદી છે. સ્વલિંગમાં સિદ્ધ થાય ત્યાં સ્વલિંગ એ કારણ છે. ચંડકોશિયો સર્પ ભગવાનને ક૨ડીને જાતિસ્મરણ જ્ઞાન પામ્યો, માટે જાતિસ્મરણનું કારણ ભગવાનને કરડવું એ છે ? એ તો અકસ્માત્ થયું. જેમને કરડ્યો એમનામાં કૌવત હતું ને રુધિર લાલને બદલે ધોળું નીકળ્યું, માટે એ જાતિસ્મરણજ્ઞાન પામ્યો. એ ન હોત તો ન પામત. કારણને કારણ માનવાં : કારણ ન હોય તેને કારણ તરીકે આલેખવાં : શાસ્ત્રમાં ગૃહીલિંગ તથા અન્યલિંગને મોક્ષનાં કારણ નથી કહ્યાં. વસ્તુસ્વરૂપને જેટલા પ્રમાણમાં સમજવું જોઈએ, તેટલા પ્રમાણમાં સમજવાની જરૂર છે. ન સમજાય તો આખી વસ્તુ મા૨ી જાય.
સભા : વસ્તુ પ્રાપ્ત થયા પછી લિંગનો આગ્રહ શા માટે ?
ઝવેરી પથ્થરના ઢગલામાંથી પણ હીરો લઈ શકે, પણ જે ઝવેરી ન હોય તેણે તો હીરા માટે ઝવેરીને ઘેર જવું પડે. એની તાકાત નથી કે પથરામાંથી હીરો શોધી લાવે.એ તો હીરાના નામે પથરા લાવે. એ તાકાત તો ઝવેરીની આંખમાં છે. ઝવેરીને ત્યાં એ એકલો ન જાય : દલાલને સાથે લઈ જાય : દલાલને કહેશે કે ‘દલાલી ખાજે પણ માલ સારો અને ચોખ્ખો અપાવ.' એક આદમી હીરાની કિંમત પાંચ હજાર આંકે અને બીજો પચીસ હજાર આંકે :હાનિ કે લાભ નાનોસૂનો નહિ. એક નંગમાં શ્રીમાન પણ બની જાય અને પરીક્ષામાં ભૂલે તો પાઘડી પણ ફરી જાય. ઇલાયચી કુમારનટડી પર મોહી વાંસડે ચડી કેવળજ્ઞાન પામ્યા. તમારે નાટકડી ઉ૫૨ મોહ પામી વાંસડે ચડવું ? કેવળજ્ઞાન નહિ પણ કવળજ્ઞાન પણ નહિ રહે : હાડકાંયે ભાંગી જશે. કોઈ પૂછે કે એ નટી ઉપર મોહ્યા અને નાચતાં નાચતાં કેવળ થયું, પણ હું કહું છું કે તેમની પૂર્વની આરાધના તો જુઓ ! ભરત મહારાજા અરીસાભવનમાં કેવળજ્ઞાન પામ્યા એ વાત કરે, પણ તે પુણ્યપુરુષની પૂર્વની આરાધના અને આ ભવના ધર્મપ્રેમને તથા ઉત્તમ વર્તનને યાદ કરવામાં ન આવે એ કેમ ચાલે ? વિપરીત સ્થાને અને વિપરીત કા૨ણે જે કાંઈ કામ થયાં, તે પ્રાયઃ પૂર્વની આરાધનાના યોગે ! માટે જે સાધન હોય તેને જ સાધન તરીકે ઓળખો ! રામાયણમાં આવશે કે યુદ્ધભૂમિમાં ઘણાયે સંયમ પામ્યા : તેથી યુદ્ધભૂમિ એ કંઈ સંયમનું કારણ છે ? કારણ તો હોય તે જ કહેવાય. કારણને અને અકારણને ઓળખો. જેની આજ્ઞાપ્રમાણે ચાલવાથી ભવિષ્યમાં પરતંત્રતા વધતી હોય ત્યાં પરતંત્રતા, પણ જેની આજ્ઞાથી ભવિષ્યમાં સ્વતંત્ર - સદાના સ્વતંત્ર બનાતું હોય, ત્યાં વર્તમાનમાં પરતંત્રતા હોય એ પણ સ્વતંત્રતા જ છે. સર્વજ્ઞની નિશ્રાએ ચાલનારા અંધશ્રદ્ધાળુ નથી, પણ જાગતી જ્યોત
129
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org