________________
૧૨૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
નથી. બેશક, ઊંધે માર્ગે ખરચાતી તાકાત સારી નથી : એ તાકાત આત્માને હાનિ કરનારી છે : પણ એને કોઈ સદ્ગુરુ મળી જાય ને સીધે રસ્તે દોરે, તો એ એવો દોડે કે વહેલો પહોંચી જાય : કારણ કે તેની તૈયારી છે. આ અશક્ત પાસે તૈયારી નથી. ગૃહીલિંગમાં રહેલો મોઢે કહે કે ‘બધું છોડવાનું છે પણ શું કરીએ ? વ્યવસ્થા થાય એટલે છોડી દઈએ. પેલો તો છોડીને આવેલો છે. માત્ર અન્યલિંગમાં છે : એને તો સીધા માર્ગની જરૂર છે : આણે તો હજી છોડ્યું પણ ક્યાં છે ? આ તો કહે કે ‘બધું ખરું પણ સંસારની જાળ જ એવી છે. સૂતરનું ગૂંચવાયેલું કોકડું ઊકલે નહિ : કાતર જ મૂકવી પડે : તીવ્ર દૃષ્ટિવાળો પણ ઉકેલી ન શકે : એક તાંતો કાઢે ત્યાં બે ભરાય : એક ગાંઠ ઢીલી કરવા જાય કે બે મજબૂત થાય : ઉકેલાય પણ નહિ અને કાતર મૂકતાંય જીવ ચાલે નહિ, એ કોકડું ઊકલે શી રીતે ? ઘણાય રાજા-મહારાજા અને શેઠ-શાહુકારો જ્યારે નીકળ્યા ત્યારે તત્ક્ષણ નીકળ્યા છે. જ્ઞાનીને પણ કોઈ કહે કે ‘જઈને આવું છું’-તો જ્ઞાની પણ કહેતા કે “મા ડિબંધ હૈં ।”-ભાવનાએ તો ચડ્યા છે એમ જ્ઞાની પણ જાણે છે, પણ કહી દે કે ‘પ્રતિબંધ ન કરતા.’ જ્ઞાનીને સ્થિતિની ખબર છે. જ્ઞાની કહે છે કે વ્યવસ્થા એ જાળ છે એને ઉકેલવાની માથાકૂટમાં રોકાઓ નહિ.
સાધનને સાધન તરીકે પિછાનો ! :
:
સંસારની વિષમ જાળને ભેદવા માટે એમ જ કહેવાય કે એને કાપવાનું કરો. તમે બધા બુદ્ધિના ભંડાર ઉકેલવાનું કહો છો ! જ્ઞાની પણ ઉકેલવાની ના કહે છે, કાપવાનું કહે છે. સંસારની ખૂબી ન્યારી છે ઃ જેમ સમય જાય ને સંયોગ વધે, તેમ આત્માની સંસારની જાળ વિસ્તરે અને પછી એ જાળ વળી ધર્મનું રૂપ લેતી જાય છે. પેલો એમ માને કે ‘આ કર્યું. આ પતાવ્યું ને નીકળ્યો’-પણ એ પતાવવા જાય ને પહોળું થતું જાય : પછી પેલો પતાવટને પણ ધર્મ માને, જાળ એ ધર્મનું રૂપ લે. પછી તો Duty – ફરજ ! એ ફરજમાંથી પરવારે ત્યારે આવે ને ? માટે શાસ્ત્રકારે પહેલી ભાવના ‘ભવનિવ્વઓ' રાખી.
128
સભા : સ્વલિંગે એક સમયે કેટલા ?
એકસો આઠ. અન્યલિંગે સિદ્ધ થાય એમાં અન્યલિંગની મહત્તા નથી અને ગૃહીલિંગે સિદ્ધ થાય એમાં ગૃહીલિંગની મહત્તા નથી : પણ સ્વલિંગે સિદ્ધ થાય એમાં સ્વલિંગની મહત્તા છે. ગૃહીલિંગ કે અન્યલિંગમાં રહેલાને કેવળજ્ઞાન થાય, પણ આયુષ્ય બાકી હોય તો તે સ્વલિંગમાં જ આવી જાય. મહત્તા સ્વલિંગની છે. ગૃહીલિંગ કે અન્યલિંગ સાધક નથી અને કારણ પણ નથી : ત્યાં રહ્યા કોઈ સાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org