________________
૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10
૧૨૭
વાંધો.’-એમ કહી ચાલતા થાય. આમ ન થવું જોઈએ. આવા ગ્રાહક કામના નહિ. તેમ અહીં પણ સમજી લેવું જોઈએ.
127
સભા : પારકી બુદ્ધિએ ચાલે તે સ્વતંત્ર કે પરતંત્ર ?
:
જેની બુદ્ધિએ ચાલીએ એ અજ્ઞાન હોય તો તો ત્યાં પરતંત્રતા : પણ જો એ સર્વજ્ઞ હોય તો ત્યાં સ્વતંત્રતા : એ તો સાચા સ્વતંત્ર થવાનો માર્ગ છે. બજારમાં નાનો વેપારી, શરૂઆતનો વેપારી, મોટા કુશળ વેપારીની સલાહ મુજબ ખુશીથી ચાલે. એમ ચાલવામાં એ લાભનો અર્થી પોતાને પરતંત્ર ન માને. એ તો ઊલટું એમ સમજે છે કે આની સલાહે ચાલવાથી જ હું આગળ ઉપર સ્વતંત્ર વેપારી બની શકીશ. વિદ્યાર્થી શિક્ષકની આજ્ઞા માનવામાં પરતંત્રતા માને અને એમ માનીને આજ્ઞા ન માને, તો એ મરતાં સુધી મૂર્ખા ને મૂર્ખા જ રહે ને ? શિક્ષક જે કાંઈ કહે છે તે સ્વતંત્ર બનાવવા માટે. કાનપટ્ટી પકડે, ધોલ મારે, સોટી મારે, તે ભવિષ્યમાં કોઈની પણ સહાય વિના પોતાનું કામ રીતસર કરી શકાય તેવી સ્થિતિમાં લાવવા માટે ! કક્કો કે એકડો ઘુંટાવવા માટે શિક્ષક આંખ કાઢે, મારે, તેમ છતાં વિદ્યાર્થી ન માને તો હિતૈષી શિક્ષક વિદ્યાર્થીનાં માતાપિતાને પણ જણાવે છે કે ‘તમારા બાળકને સુધારવા માટે તમારે પણ ઘણા પ્રયત્ન કરવાની જરૂર છે.' આ બધું શા માટે ? એટલા જ માટે કે વિદ્યાર્થીના ભલાની શિક્ષકના હૃદયમાં લાગણી છે. એ પરતંત્રતા સ્વતંત્રતા માટે છે. એ જ સ્વતંત્રતા છે એમ જ કહો ને. અનંતજ્ઞાનીએ આજ્ઞા મુજબ વર્તવાનું વિધાન કર્યું, તેનો હેતુ એ જ કે ‘આ બિચારા કદી પણ પરતંત્ર ન રહે અને સદાને માટે સ્વતંત્ર બને.'
મુક્તિનું કારણ ક્યું લિંગ ?
ગૃહીલિંગે કેવળજ્ઞાન પામી એક સમયે ચાર જણા મુક્તિ જાય અને અન્યલિંગે દશ જાય, એનું કારણ શું ? અન્યલિંગી અન્યલિંગમાં હોવા છતાં પણ ત્યાગનો અનુભવી છે : પેલો ત્યાગથી આઘો છે ઃ યાદ રાખો કે અન્યલિંગમાં રહેલાનો ત્યાગ પ્રશંસાપાત્ર નથી. અશક્ત આદમી લાકડી લઈ ધીમે ધીમે ચાલે, તે કલાક-બે કલાકે એક માઈલ ચાલે અને પહેલવાન એક કલાકના પંદર માઈલ ચાલે. હવે પેલો અશક્ત ચાલનારો સીધે માર્ગે જતો હોય અને પેલો દોડનારો પહેલવાન ઊંધે માર્ગે જતો હોય, છતાં પણ પહેલવાનને સામે કોઈ શુદ્ધ માર્ગદર્શક મળી જાય અને તેને સીધે માર્ગે ચડાવી દે, તો પેલો અશક્ત પૂંઠે રહી જાય અને પહેલવાન આગળ ચાલ્યો જાય : કારણ કે પહલેવાને જવાની તાકાત તો કેળવી છે : માત્ર રસ્તાનું ભાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org