________________
૧૨૭
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ - 128 એ જ ધર્મ, તો તો કહેવાય છે કે-મુઝે મુદ્દે ગતિમન્ના' મુડે અચ્છે ભિન્નમતિ હોય છે. આદમી એટલી મતિ : અરે કહો ને,આદમીના કલાક ક્ષણ, એટલી મતિ ક્ષણે ક્ષણે વિચારનું પરિવર્તન જો એમ પરિવર્તન થાય, તો તો પછી “આ જ ધર્મ-એમ નિશ્ચયપૂર્વક નહિ કહી શકાય : કારણ કે જે આત્માને, જે સમયે, જે બુદ્ધિ થાય, તેને તે ધર્મ કહે અને જો તેમ થાય તો તો મિથ્યાદર્શનોમાં જે જાતનો અનર્થ થયો છે, તેવો અનર્થ અહીં ખૂબ ઊભો થાય, આથી તદ્દન સ્પષ્ટ જ છે કે સામાન્ય બુદ્ધિ કલ્પે તે ધર્મ હોઈ શકતો નથી. વિશિષ્ટ બુદ્ધિની નિશ્રાના સ્વીકારથી, સામાન્ય બુદ્ધિવાળામાં પણ ધર્મ ઊતરી શકે છે.
જે મુનિપણું જ્ઞાની મુનિવરોમાં હતું, તે જ મુનિપણું માસતુષ મુનિમાં પણ હતું, કે જેમને-માં રુપ મા તુષ' એટલા અક્ષરો પણ ગોખતાં આવડતા નહોતા. જે ગુરુ એમને સમજાવનાર હતા તે પાછળ રહી ગયા અને માસતુષ મુનિને કેવળજ્ઞાન થયું. જે ધર્મ, ગુરુ પામ્યા હતા, તે જ એ પામ્યા હતા. શાથી? નિશ્રાથી. એ કહેતા કે “આ કહે તે મને પ્રમાણ.” સામાન્ય બુદ્ધિમાં વિશિષ્ટ જ્ઞાનીની નિશ્રાના યોગે તે ધર્મ પ્રતિબિંબિત થાય છે. સામાન્ય બુદ્ધિવાળો આત્મા, પોતાની જ બુદ્ધિ મુજબ ધર્મ કલ્પવા માગે, તો એ દૃષ્ટિએ તે ધર્મથી પર બને, પણ વિશિષ્ટ બુદ્ધિની નિશ્રા સ્વીકારે તો હૃદયમાં તે ધર્મ ઉતારી શકે.
સર્વશદેવના ધર્મમાં બુદ્ધિનો ઉપયોગ ગ્રાહક તરીકે થાય, નહિ કે ચિકિત્સક તરીકે ! ધર્મમાં મરજી મુજબના ફેરફાર કરવા માટે બુદ્ધિવાદનો વાયડો ઉપયોગ કરવો, એ તો એક જાતનું ભયંકર મિથ્યાત્વ છે.
વસ્તુની સાધકતા કે બાધકતાના વિચાર માટે બુદ્ધિવાદનો ઉપયોગ ખુશીથી થઈ શકે : એ માટે શ્રી જૈનશાસનમાં એક રતિભર પણ નિષેધ નથી : પણ એ બુદ્ધિવાદ સ્વચ્છંદપણામાંથી જન્મેલો ન હોવો જોઈએ. બાધક વસ્તુના ત્યાગ માટે અને સાધક વસ્તુના સ્વીકાર માટે, બુદ્ધિવાદનો જેટલો ઉપયોગ કરવો હોય તેટલો કરવાની શ્રી જિન-શાસનમાં છૂટ છે.
વ્યવહારમાં પણ બુદ્ધિનો ઉપયોગ ગ્રાહક બનવા માટે થાય, પણ વેપારીને થકવવા માટે, કંટાળો આપવા કે એનો વેપાર ન ચાલે એ સ્થિતિ કરવા માટે ના થાય ! એવા વર્તન માટે કંટાળીને વેપારીને કહેવું પડે કે “જા ભાઈ, તારી અહીં જરૂર નથી.” કેટલાય ગ્રાહક એવા પણ હોય છે કે લેવું ન હોય પણ માથું ફોડાવવા આવે. “આ કાઢ, તે કાઢ.-એમ ઢગલો કરાવે અને પછી ખોટી રીતેઆનો ભાવ ઠીક નથી, આ માલ ઠીક નથી, આમાં આ વાંધો ને આમાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org