________________
125
-
- ૧૦ : શ્રદ્ધા અને સમર્પણ - 10
૧૦૫
ઉત્તરમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજા કહે છેનિનાનામૂ"“શ્રી જિનેશ્વરદેવોનું-”
આ સ્થિતિ આપણા શિરતાજ ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની શાસનપતિ શ્રી જિનેશ્વરદેવ સમક્ષ હતી. સર્વજ્ઞ માન્યા પછી સામે થવાની કે કુત્સિત કુતર્કો કરી પોતાનું બુદ્ધિબળ બતાવવાની ધૃષ્ટતા, કલ્યાણકામી આત્માઓની હોઈ જ નથી શકતી.
કેવળજ્ઞાન જેવા અમિત અને અનંત જ્ઞાન દ્વારા જણાતી સઘળી વસ્તુઓ, શ્રી કેવળજ્ઞાની ભગવાનોથી પણ સર્વ પ્રકારે વચનગોચર નથી કરાવી શકાતી, એ વાત ખાસ સમજવા જેવી છે. પ્રત્યક્ષ અનુભવથી સમજી શકાતી વસ્તુ, વચન દ્વારા કઈ રીતે સમજાવી શકાય ? - તમને જ કોઈ પૂછે કે : “સાકર કેવી ?' તો તમે કહો કે “મીઠી.” સામો ફરી પૂછે કે “કેવી મીઠી ?' તો તમે કહો કે “ગોળ જેવી.' પૂછનાર પૂછે કે એથી શું સમજાય ? બરાબર સમજાવો કે સાકર કેવી !' તો કહેવું જ પડે કે ભાઈ ! શું સમજાવે ? મોઢામાં મૂકી જો એટલે સમજાશે કે સાકર આવી મીઠી છે.” અને ચાખ્યા પછી અન્ય પૂછનારની સમક્ષ એની પણ એ જ દશા અને એ જ ઉત્તર ! આથી તો વીરવિજયજી મહારાજા કહે છે કે :
વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય.” બુદ્ધિવાદનું સ્થાન કેટલું ?
ધર્મ, એ સામાન્ય બુદ્ધિથી પર વસ્તુ છે. આથી એમ નથી માની લેવાનું કે સામાન્ય બુદ્ધિવાળાઓ ધર્મ માટે લાયક નથી : પણ એટલું જ સમજવાનું છે કે વિશિષ્ટ જ્ઞાનીઓની કે તેવા જ્ઞાની પુરુષોના કથનની નિશ્રા વિના સમજી શકાય તેમ નથી. સુધર્મ એ છદ્મસ્થ બુદ્ધિથી કલ્પી શકાય તેવી વસ્તુ નથી. ધર્મને આરાધવાની ભાવનાવાળાએ નિશ્રા તો સ્વીકારવી જ જોઈએ.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વિહાર બે પ્રકારના કહ્યા છે : એક જ્ઞાનીનો અને એક જ્ઞાનીની નિશ્રાનો : પહેલો વિહાર ગીતાર્થનો,-જ્ઞાનીનો : પ્રભુના માર્ગને જાણનાર તે ગીતાર્થ-સમર્થ જ્ઞાની. બીજો જ્ઞાની ન હોય તો પણ, વિશિષ્ટ જ્ઞાનીની નિશ્રાએ ચાલતાં ચાલતાં આત્મા ધર્મ પામી શકે છે.
મારી બુદ્ધિ મુજબ જ ધર્મ નિયત થવો જોઈએ-એમ નહિ. જે બુદ્ધિમાં ઊગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org