________________
૨૧૨
812
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – શ્રી જિનેશ્વરદેવની સેવા માંગી, એમાં આર્ય દેશ, આર્ય જાતિ, આર્ય કુળએમાંયે શ્રાવક કુળ, એ બધું આવી જાય કે નહિ? પણ દુન્યવી સાહેબી માગે તો નિયાણું થઈ જાય. શ્રી જિનેશ્વરદેવની ચરણસેવા માગી એટલે પરોક્ષતઃ બધું આવી ગયું. સેવા એટલે શું? સેવા માત્ર તિલક કરવાથી નહિ, પણ આજ્ઞા પણ ભેગી ! તિલક કરે અને આજ્ઞાથી આઘો રહે તો ? આજ્ઞામાં મતિકલ્પનાનો આરોપ કરવો તે ન ચાલે. ચરણસેવામાં આજ્ઞાની સેવા તો બેઠેલી જ છે. ચરણસેવા માંગનારને તેની આજ્ઞા માન્ય હોય કે નહિ ? જેની આજ્ઞા કલ્યાણ કરનારી હોય, તે માન્ય ન કરવાનું કારણ ? આજ્ઞા માનવી ન હોય તો તેની પૂજા શા માટે ? જેના વચન પર-કથન પર-હુકમ પર, પ્રેમ ન હોય તેની સેવા શું કામ ? સેવા કરનારાને મન તો આજ્ઞા પહેલી ! બધું પછી, આજ્ઞા પણ ન જચે તો કહી દેવું કે “ભગવાનની આજ્ઞા પ્રત્યે પ્રેમ નથી ?' આજ્ઞાના પ્રેમ વિના જે કોરી પૂજા માત્રથી જ પોતાને શ્રી જિનેશ્વરદેવનો પૂજારી કહેવડાવવા માગે છે, તે સાચો પૂજારી નથી પણ વસ્તુતઃ ઢોંગી છે ! લોક જાણે કે “આ તો શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે, એટલે આજ્ઞાનું કેટલુંયે પાલન કરતો હશે :” પણ
જ્યારે એ પૂજા કરનારો આજ્ઞા ન માને, આજ્ઞાથી ઊલટું કરે, તો કહે કે “સેવાના નામે, દુનિયાને એ ઠગે છે :” જેના ચરણની સેવા માંગીએ એની આજ્ઞા તો રોમ રોમ હસેલી જ હોય ! એ નિશ્ચય જ હોય કે “શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા તો કેવળ કલ્યાણને માટે જ છે. આ નિશ્ચય થઈ ગયા પછી તો મતિકલ્પનાનો આપોઆપ નાશ થાય : મતિકલ્પનાને સ્થાન મળે જ નહિ. સમ્યગ્દષ્ટિ આત્મા ડગલે ડગલે વિચાર કરે કે “આજ્ઞા વિરુદ્ધ તો કાંઈ નથી થતું ને ?' વિરુદ્ધ થતું દેખાય તો પસ્તાય, ભૂલની માફી માગે. પણ આ બધું બને ક્યારે ? આખું જીવન આજ્ઞાને સમર્પિત થાય ત્યારે ને ! પણ જ્યાં “હું” અને “મારું” હોય ત્યાં કામ ચાલે નહિ. જ્યાં એની આજ્ઞા નહિ-ત્યાં હું અને મારું નહિ જ. જ્યારે આ સ્થિતિ આવશે, ત્યારે તમારામાં અનુપમ ઉદારતા આવશે : ઉદારતામાં આખી દુનિયા સમાઈ જાય : છતાં તેમાં પણ મર્યાદા તો ખરી જ. સમ્યગ્દષ્ટિની ઉદારતામાં ઔચિત્યનો ભંગ હોય જ નહિ.
આજે કહેવાય છે કે કોઈને પણ નમસ્કાર કરવા જેટલી ઉદારતા શું કામ ન રાખવી ?”-પણ એવી ઉદારતા સમ્યગ્દષ્ટિથી ન જ સેવી શકાય, કારણ કે તેથી ઘણા જ અનર્થો થવાનો સંભવ છે કે યોગ્યતા મુજબ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org