________________
211
૧૬ : ભવોભવ તુમ ચરણોની સેવા 16
-
" वारिज्जइ जइ वि नियाण-बंधणं वीयराय तुहसमए । तह वि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ।। "
હે વીતરાગ ! જો કે તારા શાસનમાં નિયાણું બાંધવું વારેલું છે, (નિયાણાનો નિષેધ છે)-તો પણ હું તો નિયાણું કરું છું કે (માગું છું કે) તમારા ચરણોની સેવા મને ભવે ભવે હોજો ! (મળજો.)'
Jain Education International
સૂત્રકાર કેટલા બધા ઉપકારી છે એ વિચારો. ભવાંતરમાં અમુક ચીજની માંગણી તો કરાવે છે, પણ લોક બીજી જાતની માંગણી કરતા ન થાય, માંગણીનું સ્વરૂપ સમજે ને માંગણી નિયાણાના રૂપમાં ન ઊતરી જાય, એની કેટલી કાળજી રાખે છે ? પહેલાં જ કહી દીધું કે-‘હે વીતરાગ ! તારા શાસનમાં નિયાણું ક૨વાનો નિષેધ છે :' - ધર્મક્રિયાના ફળ તરીકે વિષયાદિકની વાસનાથી પૌદ્ગલિક પદાર્થની માંગણી, એનું નામ નિયાણું : એ નિયાણું ધર્મને દૂષિત કરનારું છે. જે વસ્તુની પ્રાપ્તિ કરવાની છે, તે નિયાણા દ્વારા ન થાય : પૌદ્ગલિક સુખની અભિલાષા, ઇચ્છા અને આશા-એને જ્ઞાનીએ નિયાણાની કોટિમાં મૂકેલ છે : એ નિયાણાનો શ્રી વીતરાગદેવના શાસનમાં નિષેધ છે - ‘હે દેવ ! તું તુષ્ટમાન થઈને - ‘આ આપ અને તે આપ' - એ બધું આ શાસનમાં નથી, એ વાતને સ્પષ્ટ કરે છે.
૨૧૧
‘હે વીતરાગ ! તારા શાસનમાં નિયાણું બાંધવું વારેલું છે-(મના છે)-તોય હું નિયાણું ક૨વાનો : પણ મારું નિયાણું, જેને આપ નિયાણું કહો છો તેવું નથી : આપે ના પાડ્યા છતાં હું નિયાણું કરવાનો તેમાં આપની આજ્ઞાનો ભંગ નહિ પણ પાલન છે ઃ કારણ કે હું જે માગું છું તેનો આપના આગમમાં નિષેધ કરેલો નથી : એ માંગણી નિયાણારૂપ જ નથી. હે ભગવન્ ! હું માગું છું તે,-દેખાવમાં નિયાણું ભલે હો-પણ વસ્તુતઃ એ નિયાણું કહેવાતું નથી ! માટે જો કે નિયાણાનો નિષેધ છે, તો પણ હું તો માંગણી કરું છું કે જ્યાં સુધી મારો સંસાર હોય-હું સંસારમાં રહું, ત્યાં સુધી મને હે નાથ ! તારા ચરણની સેવા ભવે ભવે હો !’
આ માંગણીમાં કાંઈ પૌદ્ગલિક અભિલાષા છે ? નહિ જ. એ સેવાપ્રાપ્તિ માટે ઉત્તમ કુળ, ઉત્તમ દેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ સામગ્રી મળે એનો ઇનકાર નથી. માંગણી કરતાં એવી શીખો કે એમાં બધું આવી જાય, બધું સમાઈ જાય : માંગણી કરતાંયે ન આવડે, તો એના જેવી બીજી મૂર્ખતા કઈ ? માંગણી એવી કરવી જોઈએ કે જેમાં બધું આવી જાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org