________________
૧૬ઃ ભવોભવ તુમ ચરણોની સેવા
જેની ચરણસેવા તેની આજ્ઞા માનવાની કે નહિ?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ શાસન જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી, તેમ જ એક પણ સદ્વિચારનો ઇન્કાર નથી. એના સિદ્ધાંતો અનેક અપેક્ષાએ એવા સિદ્ધ થયેલા છે કે તેની સેવા કરનારા આત્માઓ કર્મમળથી રહિત થઈ મુક્તિપદે જઈ શકે : એટલા જ માટે એ શાશ્વત છે અને માટે જ એ અનુપમ છે : અને એથી જ સઘળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે. એવું આ તીર્થ જયવંતુ વર્તે છે. એ તીર્થમાં આચારની મુખ્યતા ખાસ કરીને માનવામાં આવેલ છે. એ આચારનું સંપૂર્ણ પાલન, ધૂનન (ત્યાગ) વિના થઈ શકતું નથી.” એ ધૂનન થવાની હદે પહોંચવા અથવા ધૂનનને ધૂનન તરીકે સમજી શકીએ માટે વચમાં પ્રાર્થનાસૂત્ર લાવ્યા છીએ. વીતરાગ પાસે રોજ જે પ્રાર્થના કરીએ, જે વસ્તુની રોજ યાચના કરીએ, તે બરાબર સમજાય-એ ભાવના હૃદયમાં દઢ થાય, તો ધૂનન કરવું સહેલું થાય. એ પ્રાર્થનાસૂત્રની વિચારણામાં “મનબેરો”થી લઈને “તદ્વયસેવUT” સુધી વિચારી ગયા. “
સુનોn I શુભ ગુરુનો યોગ બધી વસ્તુને ટકાવનાર છે. એ શુભ ગુરુનો યોગ મળે પછી “તવ્યયસેવUT' એટલે કે એ શુભ ગુરુના વચનની સેવના, “મવમવંડા” એટલે કે આ સંસારમાં રહું ત્યાં સુધી અખંડિત હો ! અહીં સુધીની આ પ્રાર્થનાને અંગે સામાન્ય રીતે કહેવા જોગું કહેવાઈ ગયું ક્રમસર આ કાર્યવાહી કરતા, અખંડપણે શુભ ગુરુની સેવા કરવાના યોગ ગુણો પમાય, સંસાર છૂટે અને આ ભવે જ મોક્ષ મળે તો તો કાંઈ બાકી રહેતું નથી : બધા જીવો તદ્ભવ મુક્તિગામી ન હોય, એને માટે બાકી રહે છે.
પ્રાર્થનાના યોગે શુભ ગુરુનો જોગ મળ્યો, અખંડપણે એના વચનની સેવા થાય, ક્ષપકશ્રેણિ આવે, કેવળજ્ઞાન થાય અને મુક્તિ મળી જાય તો તો કાંઈ બાકી રહેતું નથી, પણ ન થાય તો ? ત્યાં કહે છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org