________________
૧૬ઃ ભવોભવ તુમ ચરણોની સેવા
16
• જેની ચરણસેવા તેની આજ્ઞા માનવાની કે નહિ ?
વિષય : નિવાણાનું સ્વરૂપ. “જયવીયામાં કરાતી માગણીઓ નિયાણું કેમ
નથી ? નવમી ભવૈભવે તુહ ચલણાણું સેવાની પ્રાર્થના.
આ ટૂંક પ્રવચનમાં પૂજ્યપાદશ્રીજીએ ધૂનન કરવા માટે પ્રથમ જે પ્રાર્થનાસૂત્રનો પરમાર્થ સમજવાની જરૂર છે, તેમાં તદુર્વચન સેવાનું વર્ણન કર્યા બાદની માગણીઓ અંગે સ્પર્શ કરે છે. સૌથી પહેલાં, વિતરાગ શાસનમાં પૌલિક આશા-આકાંક્ષા રાખીને ધર્મ કરવાનો બતાવેલો નિષેધ, નિયાણું, એટલે શું ?' તેના પ્રકાર આદિ બતાવ્યા બાદ “ભવોભવ પરમાત્મા ચરણોની સેવા મળો' વગેરે માગણીઓનો સમાવેશ નિયાણામાં કેમ થતો નથી વગેરે બાબતો સ્પષ્ટ કરી છે. એમાં સૌથી છેલ્લે ઔચિત્યના પ્રશ્ન અંગે પણ ખુલાસો કર્યો છે.
મુવાકર્ષાગૃત
• ધર્મક્રિયાના ફળ તરીકે વિષયાદિકની વાસનાથી પૌદ્ગલિક પદાર્થની માંગણી, નિયાણું છે, એ | નિયાણું ધર્મને દૂષિત કરનારું છે. • “હે દેવ ! તું તુષ્ટમાન થઈને' મને - આ આપ અને તે આપ” – એ બધું આ શાસનમાં નથી. • જિનેશ્વરની સેવા માંગે એમાં બધું જ આવી જાય. એ માંગણી નિયાણું ન બને પણ દુનિયાની
સાહેબી માગે તો નિયાણું થઈ જાય. • આજ્ઞામાં મતિકલ્પનાનો આરોપ કરવો તે ન ચાલે. • આજ્ઞાના પ્રેમ વિના જે કોરી પૂજા માત્રથી જ પોતાને શ્રી જિનેશ્વરદેવનો પૂજારી કહેવડાવવા
માગે છે, તે સાચો પૂજારી નથી પણ વસ્તુતઃ ઢોંગી છે! • નમસ્કાર યોગ્યતા મુજબ જ હોય. - સમ્યગ્દષ્ટિની ઉદારતામાં સ્થાન સર્વેને હોય તેમજ દુઃખ બુદ્ધિ કોઈ પણ પ્રત્યે ન જ હોય, પણ
પ્રદાન તો યોગ્યતા મુજબ અને યોગ્ય રીતે જ હોય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org