________________
૨૦૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
208
પૂછ્યું કે “તું શું સમજ્યો ?' શ્રી અતિમુક્ત કહ્યું કે “માતા જે સમજ્યો તે કહી શકતો નથી. ભગવાન કહે છે કે સંસાર પાપ છે !'-આટલું સાંભળી માતા કહે છે કે “થોડલિ'-“તું ધન્ય છે કે આટલી નાની વયમાં સમજ્યો અને છોડવાને સજ્જ થયો.” માતાને એમ થયું કે રખે મારા બાળકની ભાવના ફરી જાય, માટે હવે તો અહીં રાખવા કરતાં ત્યાં રાખવો સારો.” આનું નામ પરીક્ષક માતા ! એ પુણ્યવતી માતાએ વિચાર્યું કે “ભગવાને સંસારને પાપરૂપ કહ્યો, એ વાત મારા બાળકને જચી અને હું કમતાકાત કે હજી સુધી તજી નથી શકતી.”
શ્રાવકના કુળમાં જન્મેલા પગ તળે કચડી આવે તો બૂમ મારી ઊઠે, કોઈને મરતાં દેખે તો ધ્રુજે, પણ એ જ મોટો થાય, લોભિયો થાય, અનાજનો વેપારી થાય, એ વખતે કેટલાય જીવો પગ નીચે આવતા હોય, પણ નઠોર બની જાય; કારણ કે પાપનો સહવાસ થયો !
અતિમુક્તકની માતાએ નક્કી કર્યું કે હવે તો ત્યાં મૂકવામાં જ બાળકનું કલ્યાણ છે.” આ માતા પરીક્ષક કે અપરીક્ષક ? આજે તમે જેટલો બોજો કલ્યાણાર્થી આત્મા પર નાખો છો, તેટલો બોજો વાલી કે વડીલ પર નથી નાખતા, એ ભૂલ થાય છે. પૂર્વના પાપોદયથી દુર્ગુણ આવે તે વાત જુદી છે, બાકી બાળકમાં દુર્ગુણ આવે, એ ગુનો માતાપિતાનો ગણાય. માબાપના દુર્ગુણ ન આવવા દેવાના પ્રયત્નો હોય, તે છતાં બાળકમાં દુર્ગુણ આવે તો છોકરાના પૂર્વના પાપોદયને મનાય, પણ માબાપનો તેવો પ્રયત્ન ન હોય તો પાપોદય હોવા છતાં પણ, એ દુર્ગુણો માટે માબાપ ગુનેગાર છે-જવાબદાર છે. યોગ્યતાના પ્રમાણમાં પ્રાપ્તિ અને એ પ્રમાણમાં વર્તન : પરિણામ, ભાવના, વય, સ્થિતિ અને સંયોગના પ્રમાણમાં પરીક્ષા હોય ! અને એમ વર્તે તો જ વાલી વાલીરૂપ રહી શકે છે. આપણો મુદ્દો ક્યાં હતો ? એ જ કે આઠ વર્ષનો બાળક શું સમજે ?, આ જાતની શંકા પરલોકના માનનારાને તો ન જ થાય. પરંતુ આ બધું લઘુકમ આત્માઓ જ સમજી શકે છે. આચરવાની વાત તો તે પછીની છે. આટલા માટે જ આપણે જય વિયરાયની-પ્રાર્થનાસૂત્રમાંની રોજ શ્રી વીતરાગદેવ પાસે સાધુ અન શ્રાવક દ્વારા કરાતી માંગણીઓ સંબંધી વિચારી રહ્યા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org