________________
૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15
પડે-બાલ્યકાળના મોહમાં ન ફસે, એ માટે રસ્તો કયો લેવો ?' રસ્તો શોધ્યો : ઉઉઉઉઉં, ઉઉઉઉઉં, કરવાનો. એમણે માન્યું કે ‘રોઈશ તો પ્રેમ ઘટશે :’ સમ છે બધું, પણ બોલે શી રીતે ? એ એવા રુએ કે ન પૂછો વાત. મા એવી અકળાય કે જેનો પાર નહિ : એવું એ રુએ. કોઈ પૂછે-‘એમણે માતાને દુઃખી કરી ને ?’-‘નહિ, દુઃખી ક૨વાની ભાવના કયાં હતી ?' શું હતું ? એ જે હતું તે એ જાણે. જે જે વાત આવે તેનાં સમાધાન, દરેક સંયોગો, વસ્તુ અને યુક્તિપૂર્વક વિચારો ! એક જ ન પકડી રાખો. અહીં ને અહીં જ ઊભા રહેવાનો આગ્રહ ન રાખો. ઘાણીનો બળદ ગોળ ફરે, પણ એને ગોળ ફેરવવા માટે આંખે પાટા બાંધવા પડે. ઉઘાડી આંખે એ નહિ ફરે : ચાલે જ નહિ. ત્યારે ડાહ્યા માણસો ઉઘાડી આંખે એવું કેમ ફરે, કે જેથી ત્યાંનો ત્યાં જ રહે ? પાટા બંધાઈ ગયા હોય, તે વાત જુદી. જો અહીં ને અહીં જ રહેવાનો આગ્રહ કરશો તો પ્રાપ્તિ નહિ થાય. જેવો જીવ તેવો પ્રાપ્તિનો ક્રમ શાસ્ત્રકારે કહ્યો છે. કોઈ ઉપદેશથી પામે, કોઈ વગર ઉપદેશથી પામે અને કોઈ વૃક્ષાદિ નિમિત્તોના યોગે પામે !
207
એક બીમા૨ને જોઈને પાંચને વૈરાગ્ય આવે, પાંચને કંપારી થાય, પાંચને ઊલટી થાય, પાંચને ગભરામણ થાય, પાંચને તાવ આવે. પચીસ માણસમાં આ રીતે પાંચને જુદું જુદું થાય. આ સંયોગે જેવા જેવા જીવ તેવી તેવી અસર કરી.
૨૦૭
શ્રી શાલિભદ્રનો જીવ રબારી, એ પણ રોયો, મા પણ રોઈ, પાડોશી પણ રોયાં, રોવું બધાનું જુદું. ખીર બની, મા બહાર ગઈ, માસખમણના તપસ્વી મુનિ પારણાની ભિક્ષા માટે ગોચરી નીકળેલા આવતા દેખ્યા, ભાવના ફરી, મુનિને જોવાથી એ વખતે અશુભ કર્મ ખસ્યું અને એ પુણ્યના પ્રાભારનો ઉદય થયો : મુનિને જોઈને એને એ થયું અને કેટલાક એવા પણ હોય છે કે મુનિને જોઈ અપશુકન માની, મુંડીઆ માની, મારવા દોડે : કારણ ? જેવી આત્માની યોગ્યતા ! મગમાં પણ કાંગડુ હોય છે. એ એવું હોય કે ‘લાખ મણ લાકડાં બળે, વરસો સુધી સળગે, પાણી બળી જાય, એ કાંગડું બળીને રાખ થાય તો ભલે, પણ પાકે નહિ :' કારણ ? યોગ્યતાનો અભાવ. આથી વસ્તુની યોગ્યતા-અયોગ્યતા તપાસીને પરિણત થવું જોઈએ : તો જ સત્યાસત્યની પરીક્ષા થઈ શકે : અન્યથા પરીક્ષકશક્તિ આવી શકતી નથી.
વિચારો કે શ્રી અતિમુક્ત મુનિવરની માતાએ કેવી પરીક્ષા કરી ? એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org