________________
૨૦૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
–
20
અનિચ્છાએ-પણ અનંતાને રોવડાવીને આવ્યા, એ વાત ખરી ને ? જ્યાં જ્યાંથી આવ્યા, તે બધા રોયેલા કે નહિ ? એ બધાં આંસુ ભેગાં કરીએ તો ક્યાંય માય ખરાં ? આમ ને આમ રખડશો તો હજી અનંતાને રોવડાવશો અને તમારે પણ રોવું પડશે. હજી એ ઇચ્છા છે ? અનંતાને રોવડાવવાનું અટકતું હોય, એ ખાતર આ ભવમાં કદી એક-બે જણ કે થોડા ભાવમાં થોડા રુએ એથી શું ? તમને માતપિતાની બહુ દયા, બહુ ભક્તિ આવતી હોય તો ઘણાને ન રોવડાવવા પડે એવી ક્રિયા કરો.
જમાનો એવો આવે છે, સ્થિતિ એવી કફોડી થતી જાય છે કે વસ્તુનું જ્ઞાન નહિ પામો તો ધર્મમાં રહેવું મુશ્કેલ છે. શ્રી જિનેશ્વરદેવનું શાસન મળવું બહુ દુર્લભ છે. એ હાથથી ગયું તો એના જેવી કમનસીબી એક પણ નથી. તમારું જીવન વ્યર્થ વેડફાઈ જશે. દુનિયાની દલીલો, તર્કોને આડે ન આવવા દો. એવા તર્ક કરનારાને કહી દો કે “ભાઈ ! હાથ જોડીએ તને : તું જીત્યો અને અમે હાર્યા : તું વિદ્વાન અને અમે મૂર્ખ : પણ તું તારે માર્ગે જા અને અમને અમારા માર્ગે જવા દે.” નાહક તેની સાથે પંચાતમાં ન પડશો.
પરમતારક શ્રી દ્વાદશાંગીને પામીને પણ અનંતા ડૂળ્યા. કારણ ? એક જ વાત પકડે : એવી પકડે કે જેથી માર્ગ જ ન પામે અને એમાં ને એમાં અટવાય. શરૂઆતનો વિદ્યાર્થી પૂછે કે : “માસ્તર એકડો આમ કેમ ? – આમ કેમ નહીં ?' માસ્તર કહે – “મેં જેવો લખ્યો તેવો ઘૂંટ.' પેલો કહે કે “ના, એમ તો નહિ ઘેટું, આમ નહિ પણ આમ જ થાય.” – આવાને માસ્તર પણ શું કહે ? “આમ એકડો કેમ થાય ?'—એ કંઈ પ્રશ્ન છે? એનો જવાબ શો ? હજી પૂછે કે “માસ્તર ! જરા આમ વાળું તો ?' તો તો માસ્તર સમજાવે કે “ભાઈ ! આમ નહિ પણ આમ વળાય “-પણ ઉઠાવીને એમ જ કહે કે “હું તો આમ જ ઘૂંટીશ :” માસ્તર કહે કે “દુનિયા આખી આમ ઘૂંટીને ભણી છે, તે નવો વિદ્યાર્થી આવ્યો. છતાં પેલો કહે કે “દુનિયા ભલે ભણી, પણ હું તો આમ જ ઘૂંટવાનો.' આવાને માટે માસ્તર ઘેર જવા સિવાય બીજું કહે પણ શું ? તર્ક પણ બુદ્ધિ અને યુક્તિપૂર્વકના હોવા જોઈએ, પણ યદ્રા-તલા મોં-માથા વિનાના તર્કોનો અર્થ શો ?
શ્રી વજસ્વામીને વૈરાગ્ય તો જન્મતાં જ થયો, પણ વાચા નથી : સમજાવવાની શક્તિ નથી : કરવું શું ? મનમાં વિચારે છે કે “મા મોહમાં ન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org