________________
૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15
કરતા તાપસો, ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને દેખવા માત્રથી પ્રતિબોધ પામ્યા. તે તાપસોની સંખ્યા પંદરસોની હતી. પંદરસોમાંના પાંચસો ઉપવાસને પારણે ઉપવાસ કરતા હતા : બીજા પાંચસો છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા : અને ત્રીજા પાંચસો અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરતા હતા. પારણામાં પણ સૂકાં પાંદડાં વગેરે ખાતા હતા, છતાં પણ તે શ્રી અષ્ટાપદ ગિરિના એક ઉપવાસવાળા એક, છઠ્ઠવાળા બે અને અઠ્ઠમવાળા ત્રણથી અધિક પગથિયાં ચડી શક્યા ન હતા. તેઓએ જ્યારે ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને આવતા જોયા, ત્યારે તેઓને એમ જ થયું કે ‘અમે તપથી કૃશ થયા છતાંયે ચડી શકતા નથી, તો આ કેમ ચડી શકશે ?' પણ ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજ તો સૂર્યના કિરણના અવલંબનથી ચડી ગયા. આ જોઈને તરત પંદરસો તાપસોને એમ થયું કે ‘જેમનામાં આ તાકાત છે, આવા જે શક્તિસંપન્ન છે, તેમની યોગ્યતામાં કઈ ખામી હોય ? એ જ અમારા ગુરુ, એ જ અમારું શરણ.' હવે આ પંદરસો કાંઈ પણ જાણતા હતા ? નહિ જ. ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા, એટલે પંદરસોયે પગે પડ્યા અને કહ્યું કે ‘આપ જ ગુરુ.' ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજે કહ્યું કે ‘તમારા અને અમારા ગુરુ મોજૂદ છે.' પેલા તાપસો કહે છે કે ‘તમારા પણ ગુરુ છે ? એ કેવાક છે ?' એ કેવાકના વર્ણનમાં માર્ગની પ્રાપ્તિ કરાવી. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીની લબ્ધિ જોઈને પાંચસોને કેવળજ્ઞાન થયું. પાંચસોને રસ્તામાં કેવળજ્ઞાન થયું અને પાંચસોને સમવસરણમાં ભગવાનને જોઈને કેવળજ્ઞાન થયું. ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને જે જ્ઞાન થયું નથી, તે એ પંદરસોને થયું. પંદરસો શું જાણતા હતા તે બતાવો. કંઈ જ નહિ ! એમણે મહિમા જોયો અને એમ થયું કે ‘આત્મા શુદ્ધ હોય તો જ આ બને.’ કોઈ પૂછે કે ‘તત્ત્વ શું ?' તો કહે ‘તત્ત્વ ગુરુ જાણે.’ વસ્તુને વસ્તુ તરીકે સમજો - જાણો તો બધા વિકલ્પો ઊડી જાય. પેલા પંદરસો તાપસો વિકલ્પ કરે કે ‘આ કોઈ જાદુગર, હિપ્નોટિસ્ટ, મેસ્મેરિઝમવાળો કે ઇંદ્રજાળિયો તો નહિ હોય !' તો શું થાય ?
205
અજ્ઞાન ગમે તેટલું હોય, પણ સમજવાની બુદ્ધિ હોય તો બધો ઉપાય થાય. સત્પુરુષો પ્રત્યે સદ્ભાવના હોવી, એ જ ધર્મપ્રાપ્તિનો અમોઘ ઉપાય છે. શ્રી વજસ્વામીજી જાણતા બધું, પણ એ વયમાં ભાષા વગર બોલે શું ?
જ્ઞાની કહે છે કે ‘તમે અનંતા માતપિતાને મૂકીને આવ્યા,-ભલે ઇચ્છાએ કે
Jain Education International
૨૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org