________________
૨૦૪ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
204
છે : અને કેટલાક સમજે પણ નહિ : છતાં બધા એ તો કહે કે “જ્ઞાનીએ કહ્યું કે એ બધી ક્રિયા કલ્યાણ કરનારી છે : માટે કરીએ છીએ.” કોઈ કહે સમજ્યા વિના શું કામ કરો છો ?' તરત કહી શકાય કે “કરતો હતો તો આટલા પણ ઉત્તર આપી શકું છું અને જેમ જેમ સમજાશે તેમ તેમ વધુ ઉત્તર આપી શકીશ : ઉત્તર અપાય કે ન અપાય-પણ એથી કલ્યાણ છે, એની તો અમને પૂરી ખાતરી છે જ !” કેટલાક એવા પણ હોય કે “જિંદગી સુધી ભાવથી ક્રિયા કરે અને સમજી શકે નહિ.” કેટલાયને પાનાંઓ યાદ હોય, પણ બોલી ન શકે.
ડૉક્ટરો પણ કોઈ એવા મૂંગા હોય કે સમજે બધું, પણ દરદીને આશ્વાસન આપી ન શકે. કેટલાય એવા હોય કે “બારીકી જાણે બધી, પણ સમજાવવામાં લોચા વળે.' આપણે કહી ગયા કે “જ્ઞાન અને જ્ઞાનીની નિશ્રા, બેય આત્માને તારે છે.' છોકરાને કહે કે “આ કેમ થાય ?” તો એ કહે કે “બાપાજી કહે છે માટે !'
અટવીમાં ચાલતા હજાર મુસાફરને કોઈ પૂછે કે “આમ ક્યાં જાઓ છો ?' “ભીલ લઈ જાય ત્યાં.' પેલો કહે કે “તમે કોઈ જાણો છો ?” પેલા કહે કે “ના ભાઈ ! અમે નથી જાણતા. પણ સારા માણસે ખાતરી આપી છે કે આ ભીલ માર્ગનો જાણકાર છે, માટે એ લઈ જાય તેમ અમારે ચાલવાનું : ભલેને અટવીમાં જંગલ, પહાડો ભયંકર હોય, પણ અમને ખાતરી છે કે સહેલામાં સહેલે રસ્તે એ અમને ઠેકાણે પહોંચાડશે.” છતાં પેલો કહે કે “સમજાવો. શી રીતે પહોંચાડશે ?' પેલા હજારે જણને કહેવું પડે કે “ભાઈ ! માથાફોડ મૂક, અમને જવા દે : અમને કશી ખબર નથી, પણ બધું એ ભીલ જાણે છે : નાહક તારી સાથે માથાફોડમાં રહીએ તો ભીલ ચાલ્યો જાય, સાથીઓ ચાલ્યા જાય અને અમે રખડી પડીએ.” અરે, વચ્ચે થોડો રસ્તો એવો પણ આવે કે, ત્યાં પેલો ભીલ કહે કે “જલદી ચાલો, જેટલા વહેલા નીકળ્યા તેટલા આબાદ:” ત્યારે કોઈ પૂછે કે “શા માટે ? ભય ક્યાં છે ?” ભીલ કહે કે “હમણાં બોલ્યા વિના સીધા ચાલો, કારણ કે અત્યારે ભયની વાત કરવાનો વખત નથી : વાત કરવા રહીએ તો પ્રાણ જોખમમાં આવી જાય તેમ છે.” શ્રી વજસ્વામીથી સમજાયું પણ બોલાયું નહિ?
શ્રી વજસ્વામીને જાતિસ્મરણમાં બધું યાદ આવ્યું : અષ્ટાપદ ઉપરની શ્રી ગૌતમસ્વામીજીની દેશના પણ યાદ આવી : એ અષ્ટાપદ ઉપર ચડવાનો પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org