________________
૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15
:
કહેવાય છે. કેવળજ્ઞાન જ લેવું, ગૌતમસ્વામી જેવા જ થવું, એમ નથી કહેતો ભાવના રાખવી, પણ એવા ન થવાય તો થઈ શકાય તેટલા સારા પણ ન થવું એમ નથી.
203
સભા : યોગ્ય પરિણામ નાની વયમાં આવે તો તેને કેળવવાં તો ખરાં ને ?
બરાબર, અને માટે જ યોગ્ય પરિણામ થયા પછી યોગ્ય સહવાસમાં અને યોગ્ય રીતભાતમાં રાખવાની આજ્ઞા શાસ્ત્ર કરી છે. દરેકે યોગ્ય પરિણામ પછી યોગ્ય સહવાસમાં જ આવી જવું. સંસ્કાર કેળવવા છે ને ! વ્યવહારમાં પણ હોશિયાર થયો કે હોશિયારીના કામમાં જોડી દો છો : સહેજ આવડત થઈ કે છોકરાને દુકાને બેસાડાય છે. બાપાજી, કાકાજી શું કરે છે તે જુએ - એ માટે ને ? બાપાજી ગ્રાહક સામે કેમ વાત કરે છે, દાઢીમાં કેમ હાથ ઘાલે છે, મીઠું મનાવી પૈસા કેમ પડાવે છે, કાપડ કેમ ફાડે છે,-આ બધું પેલો જુએ તે માટે ને !
સભા : બીજાને સમજાવી શકે નહિ તો ?
બીજાને સમજાવી શકે તે જ દીક્ષા લે એ કાયદો નથી. પેલા (સંસારીઓ) કહે કે ‘કેમ ?’ તો આ (દીક્ષિત થના૨) એક જ વાત કહે કે ‘મને આ (સંસા૨) નથી ગમતો અને આ (ધર્મ) ગમે છે.’ વ્યવહારમાં પણ એક ડૉક્ટર થાય, એક વકીલ થાય અને એક કાપડીઓ થાય : કારણ કે તેને તેને તે તે થવું ગમે છે. શાસ્ત્ર સાંભળવાથી ઉત્તમ ભાવના જાગી અને વિવેક થયો કે ‘આ ઠીક નથી અને આ ઠીક છે.’ કોઈ પૂછે કે ‘શાથી ?’ એનો જવાબ એ જ કે ‘શાસ્ત્ર કહે છે, જ્ઞાની કહે છે, માટે મને એમ લાગે છે અને આ ગમે છે.' કોઈ પૂછે કે ‘શાથી ?’- મહાપુરુષના વચનથી.' છતાં પેલો આગ્રહ કરે કે ‘સમજાવ !’ તો કહે કે ‘સમજાવવાની તાકાત કેળવી શક્યો નથી, પણ મને ગમે છે.’ આ રીતની મક્કમતા એ જ યોગ્યતા છે.
૨૦૩
યાદ કરો કે ‘શ્રી વજસ્વામીજીનો મામલો રાજદરબારમાં ગયો, ત્યાં પણ ન્યાય કઈ રીતે કરવામાં આવ્યો ?’ શ્રી વજસ્વામીજી માટે ન્યાયશીલ નૃપતિએ એ જ ન્યાય આપ્યો છે કે ‘આ નાના બાળકનું હૃદય જેના તરફ ખેંચાય, તેના ત૨ફ તેને જવા દેવો’-અને એ પ્રમાણે માતાએ અનેક મોહક વસ્તુઓથી લલચાવવા માંડ્યો, છતાં તે બાળક ન લલચાયો અને ગુરુએ બતાવેલા રજોહરણને લઈને નાચ્યો, કે તરત જ એ બાળક ગુરુને સોંપાયો.
જેટલું જાણીએ એટલું પણ બરાબર ન સમજાવી શકાય, એમ પણ બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org