________________
૨૦૨ -
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ -
-
202
દુઃખ થતું નથી–તે ચાલે ? એ કહે કે “ભાઈ ! દુઃખ તો બહુ જ થાય છે, શબ્દોમાં ન કહેવાય - નથી કહેવાતું પણ દરદ એવું થાય છે કે મારાથી રહેવાતું નથી.' આવું કોણ કહે છે ? અરે ! ભણેલાગણેલા હજારોને સલાહ આપનારા પણ આવું કહે છે. અરે, હજારોના ચિકિત્સકને પણ એવો પ્રસંગ આવે અને એમ કહે કે “મને પણ ગમ નથી પડતી, પણ કાંઈક થાય છે, એ ખરું છે.” જે આદમી હૃદયની સમજણ-હૃદયની ભાવના બતાવી ન શકે, તે સમજી નથી શકતા, એવું ન માનતા. આજનો કાયદો પણ, સાત વર્ષનો બાળક ગુનો કરી શકે છે, એ વાત કબૂલ રાખે છે. ખરી વાત તો એ છે કે “સર્વજ્ઞની સર્વશતા પર જોઈતો વિશ્વાસ પેદા થઈ જાય, તો બધીયે કુશંકાઓ આપોઆપ નષ્ટ થઈ જાય.'
કેટલાંય માબાપ પોતાની મેળે કહે છે કે “અમારો છોકરો છે તો નાનો પણ એવો હોશિયાર છે કે અમારી બુદ્ધિ પણ એવું કામ કરી શકતી નથી. આ તો વ્યવહારની વાત છે હોં ! માબાપ કહે છે કે “બે વસ્તુ મૂકું તેમાંથી સારી જ લે, ખોટી ન લે.' તમે આ બધી તપાસ કરો ત્યારે ને ? અનુભવથી જુઓ, તપાસ કરો! નાના બાળકની શક્તિ કઈ કઈ છે, તે જુઓ તો હેબતાઈ જાઓ કે “એ પૂર્વના સંસ્કારને લઈને આવેલો છે.” શિક્ષક ઘણી મહેનત કરે, છતાં એક વિદ્યાર્થી ઠોઠ રહે, એક વિદ્યાર્થી વાંચી વાંચીને થાકી જાય તોય ન આવડે, અને એક વિદ્યાર્થી માત્ર એક જ વાર સાંભળે, ઘેર આવીને જુએ પણ નહિ, લેસન પણ ન કરે, તોયે પહેલે નંબરે પાસ થાય : એક જણ એકડો છ મહિના સુધી ઘૂંટે તોયે સીધો ન કાઢે અને એક જણ એક દહાડામાં એવો ઘૂંટે કે તરત મોતીના દાણા જેવો કાઢે : શિક્ષક એક જ છતાં કેટલાક તો નાપાસ થાય, વર્ષોવર્ષ નાપાસ થાય અને ભણવું છોડી દઈ ઘેર આવે, ત્યારે બાપ પણ કહી દે કે “ઘેર બેસ.” કારણ ? પૂર્વના સંસ્કાર. દલીલસર યુક્તિસંગત વાત કરવી હોય તેને પહોંચાય, પણ “ઉહુનો તો કોઈ ઉપાય નથી. સમજાવાય નહિ તેથી દીક્ષાને અયોગ્ય કહેવાય?
સભા : કાળનો ભેદ છે, એમ કહેવામાં આવે છે.
હું આ કાળની વાત કરું છું. એ કાળે તો કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અને સમર્થ કૃતધરો પણ હતા. એ કાળની વાત નથી કરતો. આ કાળમાં બનતી વાત કરું છું. આ કાળમાં જે સામગ્રી હોય તેટલા પૂરતી વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org