________________
201
– ૧૫ : બાળદીક્ષા અને વજસ્વામી - 15
–
૨૦૧
સભા : કરોડો પૂર્વના આયુષ્ય વખતે આઠ વર્ષનો બાળક સમજે શું?
જે પૂર્વભવના સંસ્કારને ન માને તેને જ આ પ્રશ્ન ઊઠે : અર્થાતુપરલોકને ન માને તેને જ આ પ્રશ્ન ઊઠે છે : પણ જે પરલોક માને છે તેને આ પ્રશ્ન ઊઠતો જ નથી. કોઈ પૂછે કે “એક જણ શેઠને ત્યાં કેમ જન્મ્યો ? બીજા સામાન્યને ત્યાં જન્મ્યા ને આ સીધા ઝટ ઝવેરીને ત્યાં કેમ પેદા થયા ? આ બધું શાથી ? અકસ્માતથી એમ ? કેટલાયે મનુષ્ય મજૂરી કરી મરી જાય છે ને ખાવાયે મળતું નથી અને તમને ટાઇમસર, પાટલે બેસી, ગરમાગરમ રસોઈ મળે છે, આનું કારણ શું ?' કોઈ પૂછે કે “એક માતાના ઉદરથી બે સાથે પેદા થાય, તેમાંથી એક વિદ્વાન બને અને એક ઠોઠ રહે,એનું કારણ શું? માબાપ એક, ભણાવનાર શિક્ષક એક અને સંયોગો પણ એક જ સરખા, છતાં એક હોશિયાર થાય અને એક બૂડથલ જ રહે, એનું કારણ શું ?' જે આત્માઓ પરલોકને ન માનતા હોય, જે આત્માઓ પૂર્વની કાર્યવાહીને ન માનતા હોય, તેઓને તો આ બધાના જવાબમાં મૌન જ થવું પડે તેમ છે. એક વ્યભિચારી અને એક સદાચારી : કેટલાક એવા છે કે ગમે તેવા ભયંકર પ્રસંગે પણ દુષ્પરિણામ ન થાય, હજારો સ્ત્રીઓ હોય છતાં આંખનું પોપચું પણ ઊંચું ન થાય અને કેટલાકની નજર ક્ષણે ક્ષણે ભટક્યા કરે-એનું કારણ ? નાની ઉંમરના પણ કેટલાક એવા ઉઠાઉગીર બને છે કે એની આગળ પાઘડીવાળા પણ ધૂળ ફાકે ! શાથી ? પૂર્વના સંસ્કાર જ મનાય. ત્યાં એ ન પુછાય કે “શું સમજે !'
આજે એ વાત પણ તમે સાંભળો છો કે “એક પાંચ વર્ષની છોકરી કેટલીય ભાષા જાણે છે. ક્યાં ભણવા ગઈ હતી ? જૈનશાસનમાં જન્મેલા કે પરલોકને માનનારાથી પુછાય જ કેમ કે “એ શું સમજે ?” અતિમુક્તક કુમારની માતાએ કહ્યું કે “તું શું સમજ્યો ?' અતિમુક્તક કહે છે કે “માતા ! સમજ્યો તે કહેવાની તાકાત નથી.'
કેટલીક વાત એવી છે કે “વચનથી કહી ન શકાય, પણ હૃદયથી સમજાય ?' તમારી પાસે એવી ઘણી વાતો છે. એવો પણ વ્યાધિ થાય છે કે જે દરદીને પણ સમજાય નહિ. વૈદ્ય કે ડૉકટ૨ પૂછે કે “શું થાય છે ?” ત્યારે દરદી કહે કે “કાંઈક થાય છે.” વૈદ પૂછે કે “કાંઈક, પણ શું થાય છે તે તો સમજાવ.” દરદી કહે કે કાંઈક જોઈને સમજો, પણ મારાથી રહેવાતું નથી. એ વખતે કોઈ કહે કે “તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org