________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
સમજાય તો માનો, નહિ તો ભગવાન શ્રી તીર્થંકરદેવ પણ કોઈનું કાંડું પકડીને કલ્યાણ કરાવી શકતા નથી. યોગ્ય આત્માને તો એમ પણ થાય, પણ અયોગ્યનું કાંડું પકડ્યે પણ શું થાય ? ખુદ ભગવાન શ્રી મહાવીરદેવે શ્રેણિક મહારાજાને કાલસૌકરિક કસાઈ માટે કહ્યું કે ‘એને હિંસા કરતાં રોકવાની તાકાત નથી.’ ભગવાન અસંખ્યાત ઇંદ્રોથી પૂજિત હતા, અને એક એક ઇંદ્રના તાબામાં અનેક દેવતાઓ હતા : એક એક દેવતાની એ તાકાત હોય છે કે ભુવનને ઊંધું-ચનું કરી નાખે, છતાં ભગવાને કહ્યું કે ‘કાલૌરિકની સ્થિતિ એ છે કે એમાં સુધારો થાય એમ નથી.' ધર્મ એ ઘોળીને દવાની જેમ પિવડાવાતો હોત, તો તો એ તારક બધાને પાત.
૨૦૦
પુનર્જન્મને માનનારા બાલદીક્ષામાં શંકા કરે ?
આખો મનુષ્ય ભવ, એ ધર્મની મોસમ છે : આખો મનુષ્યભવ ધર્મ માટે નિર્મિત છે. મનુષ્યભવ, ભોગસુખ-રંગરાગ-મોજમજા માટે છે જ નહિ : નારકીઓ દુઃખદાવાનળથી સંતપ્ત છે, તિર્યંચો વિવેકવિકલ છે અને દેવતાઓ વિષયોમાં પ્રસક્ત છે : ત્યારે મનુષ્યોને જ એક ધર્મસામગ્રીની પ્રાપ્તિ છે અને એ જ કારણે મનુષ્યભવની દુર્લભતાનાં વર્ણન છે. જેઓ મનુષ્યજીવનને પણ કેવળ ભોગજીવન બનાવી દે છે, તેઓને મન આ જીવનની કશી કિંમત જ નથી,-એમ કહીએ તો ચાલી શકે. ધર્મની સામગ્રી વિશિષ્ટ પ્રકારની હોવાને લીધે જ મનુષ્યભવની મહત્તા છે. એવા મહત્ત્વ ભરેલા મનુષ્યભવને પામ્યા એ પરમ પુણ્યોદય છે, પણ તેની સફળતા કોને માટે ? મોજમજા કરનારા માટે ? વિષયવિલાસ અને દુનિયાના રંગરાગમાં લીન થાય તેને માટે ? નહિ જ, એને માટે તો ભયંકર છે : કારણ કે જે મનુષ્યભવ મુક્તિએ લઈ જાય, તે જ મનુષ્યભવ સાતમીએ પણ લઈ જાય છે. જ્ઞાનીએ મનુષ્યભવની પ્રશંસા કરી, તેનું કારણ એક એ જ છે કે મનુષ્યભવ ધર્મસાધનામાં પરમ ઉપયોગી છે : છતાંયે બધા જીવો ધર્મની સાધનામાં જિંદગી સુધી રત રહે તેવું બનતું નથી, પણ એવા આત્માઓ, પણ શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં થઈ ગયા છે કે જેઓએ પોતાના કરોડો પૂર્વના આયુષ્યમાંથી માત્ર આઠ જ વર્ષને બાદ કરી, આખી જિંદગી સર્વવિરતિની આરાધનામાં ગુજારી આત્મકલ્યાણ સાધી લીધું.
Jain Education International
200
For Private & Personal Use Only
www.jainelibrary.org